સૂર્યાસ્ત

(31)
  • 23.3k
  • 4
  • 10.9k

સૂર્ય કાંત શેઠનો સૂર્ય મધ્યાહને ઝળહળતો હતો. ઓગણએંસી વર્ષની ઉંમરે પહોંચ્યા હોવા છતાં.એકદમ અડીખમ હતા.આજે પણ એ ટટ્ટાર ચાલે ચાલતા હતા.આ ઉમરે પહોંચ્યા પછી ઘણા તો સાવ ખખડી જતા હોય છે.ઘણાઓને લાકડી નો સહારો લેવો પડતો હોય છે.બસો.પાંચસો મીટર પણ ચાલવું પડે તો હાંફી જતા હોય છે.પણ સૂર્યકાંત આજે પણ બે ત્રણ કિલોમીટર ના અંતરે જવું હોય તો પગપાળા જ જતા હતા.ઉંમરની અસરને એમણે પોતાના સ્વાસ્થ ઉપર કે શરીર ઉપર જાણે પડવા જ દીધી નહોતી. હસમુખ. .મમતાળુ.અને ઝિંદાદિલ આદમી એટલે સૂર્યકાંત શેઠ. ઈશ્વરે એમને ત્રણ દીકરા અને બે દીકરીઓ હતી.એમની પત્ની નું ભર જુવાનીમાં જ અકસ્માતે મૃત્યુ થયું હતુ.

1

સૂર્યાસ્ત - 1

સૂર્ય કાંત શેઠનો સૂર્ય મધ્યાહને ઝળહળતો હતો. ઓગણએંસી વર્ષની ઉંમરે પહોંચ્યા હોવા છતાં.એકદમ અડીખમ હતા.આજે પણ એ ટટ્ટાર ચાલે હતા.આ ઉમરે પહોંચ્યા પછી ઘણા તો સાવ ખખડી જતા હોય છે.ઘણાઓને લાકડી નો સહારો લેવો પડતો હોય છે.બસો.પાંચસો મીટર પણ ચાલવું પડે તો હાંફી જતા હોય છે.પણ સૂર્યકાંત આજે પણ બે ત્રણ કિલોમીટર ના અંતરે જવું હોય તો પગપાળા જ જતા હતા.ઉંમરની અસરને એમણે પોતાના સ્વાસ્થ ઉપર કે શરીર ઉપર જાણે પડવા જ દીધી નહોતી. હસમુખ. .મમતાળુ.અને ઝિંદાદિલ આદમી એટલે સૂર્યકાંત શેઠ. ઈશ્વરે એમને ત્રણ દીકરા અને બે દીક ...Read More

2

સૂર્યાસ્ત - 2

સુર્યાસ્ત 2 ત્રણેય દીકરાઓ બાપુજીનુ ઘણુ જ માન અને આદર જાળવતા.બાપુજીની દરેક વાતનુ પાલન પણ કરતા.તનસુખ અને મનસુખ તો બાપુજીની સાથે મજાક મસ્તી પણ ના કરતા. બાપુજીની વાત સાંભળી ને બંનેના ચહેરા ઉપર પણ ગમગીની અને ગંભીરતા છવાઈ ગઈ હતી. પણ ધનસુખ મોટો હોવાના કારણે બાપુજીની સાથે એની નીકટતા બીજા બંને ભાઈઓ કરતા જરાક વધુ હતી.અને એટલે એ બાપુજી ની સાથે હંમેશા તો નહીં.પણ ક્યારેક ક્યારેક મર્યાદામાં રહીને ટીખળ કરી લેતો.જ્યારે એણે જોયું કે બાપુજીની વાત સાંભળી ને બધા ઉદાસ અને ગંભીર થઈ ગયા છે.તો એણે એ ગંભીર વાતાવરણને હળવુ કરવાનો પ્રયત્ન કર્યો. હળવા સ્વરે એણે બાપુજી ને પૂછ્યુ."તમે ...Read More

3

સૂર્યાસ્ત - 3

સુર્યાસ્ત ૩તેમણે જેમ તેમ કરીને હળવે હળવે નાસ્તો તો કરી લીધો.પણ નાસ્તો કરી લીધા પછી એમણે સૌમ્યા ને કહ્યુ. સૌમ્યા.મને તત્કાલ માં મુંબઈ જવાની ટિકિટ કઢાવી દે.મારે ઘરે જવું છે." "બાપુજી.હજી તો દસ જ દિવસ થયા છે.અને તમે મહિનો રોકાવાની વાત કરી છે.હું નહીં જવા દઉં તમને." "હા બેટા.મેં કહ્યું તો હતુ.પણ હવે મારું મન અહીંયા નથી લાગતુ.માટે મને જવા દે."સાચી વાત એ સૌમ્યા ને કહી નોતા શકતા.અને કહેવા પણ નહોતા ઈચ્છતા.એટલે સૌમ્યા એ તુક્કો લગાવતા બાપુજીને પૂછ્યુ. "મારી કોઈ વાતનું ખરાબ લાગ્યું બાપુજી?" "ના ભઈ ના." "તો તમારે જમાઈએ તમને કંઈ કહ્યુ?" "અરે એવું નથી સૌમ્યા.તુ યે કેવા ...Read More

4

સૂર્યાસ્ત - 4

સૂર્યાસ્ત ૪ દાદા અને પૌત્ર પ્રધાન ડોક્ટરની ક્લિનિકે પહોંચ્યા.ડોક્ટર સુલતાન પ્રધાન ભારતના નિષ્ણાંત કેન્સરના સ્પેશલિસ્ટ છે.એમણે ચેક કરીને તર જ કહી દીધું કે. "મિસ્ટર સૂર્યકાંત.તમને કેન્સર છે.અને એનુ તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે..બોલો ક્યારની તારીખ આપુ." "જી.ડૉકટર સાહેબ.હું મારા ઘરે ડિસ્કસ કરીને તમને જણાવુ."સૂર્યકાંતે ધીમા સુરે કહ્યુ. "ભલે.પણ જેમ બને એમ જલ્દી નિર્ણય લેશો." ડોક્ટર પ્રધાને કહ્યુ. સૂર્યકાંતે જ્યારે ઘરે આવીને ધનસુખ.અને મનસુખ ને આ વાત કરી તો એ બંને ભાઈઓ બાપુજી ને કેન્સર જેવી ગંભીર થઈ છે એ સાંભળી ને સાવ ઢીલા ઢફ થઈ ગયા. ઉલટા નું સૂર્યકાંતે એ બંને દીકરાઓને હિંમત આપતા કહ્યું. "અરે.તમે આમ ઢીલા કાં પડી ...Read More

5

સૂર્યાસ્ત - 5

બે હજાર નવનો નવેમ્બર મહિનો શરૂ થયો.સૂર્યકાંતને શરીરમાં વધુ નબળાઈઓ દેખાવા લાગી.સૂર્યકાંત.જે અત્યાર સુધી બે પગે અડીખમ ચાલતા હતા.એ ત્રણ પગે એટલે કે લાકડી ના ટેકે ટેકે ધીમે ધીમે ચાલવા લાગ્યા. નવેમ્બર મહિનાની દસ તારીખે રાતે ધનસુખે પોતાની પત્ની પ્રિયાને કહ્યુ. "પ્રિયા તને યાદ છે? બાપુજી નો સોળ નવેમ્બરના જન્મદિવસ છે." "હા મને યાદ છે." પ્રિયા એ કહ્યું. "પ્રિયા હું બાવન વર્ષનો થયો.પણ મેં ક્યારેય બાપુજીને હેપી બર્થ ડે પણ વિશ નથી કર્યું." ભીની આંખે ધનસુખ બોલ્યો.પ્રિયા પોતાના પતિના ચહેરાને જોઈ રહી. અને હવે આગળ શું બોલે છે એની એ રાહ પણ જોઈ રહી હતી.ધનસુખ આગળ બોલ્યો. "મારી ઈચ્છા ...Read More

6

સૂર્યાસ્ત - 6

સુર્યાસ્ત ૬ બે હજાર આઠ.ડિસેમ્બર મહિના ની છ તારીખે રાતના સૂર્યકાંત ની આંખમાંથી જાણે નિંદ્રા રિસાઈ ગઈ હોય એમ.એમની માથી નિંદ્રા અદ્રશ્ય થઈ ગઈ હતી.સૂર્યકાંત પથારીમાં પડ્યા પડ્યા પડખા ફેરવી રહ્યા હતા.ઘણી કોશિષ કરવા છતાં ઉંઘ આવતી ન હતી.એમણે પોતાના કાંડામાં પહેરેલા બ્રેસલેટ ઉપર નજર નાખી. "કેવુ સરસ મારા ધનસુખે અમારા બંનેનું નામ કોતરાયું છે.સૂર્ય-કિરણ."એ સ્વગત બોલ્યા.એમની નજરની સમક્ષ પોતાની કિરણ નો ચહેરો તરવરી ઉઠ્યો.છ વર્ષના ધનસુખ નો ભોળો અને શાંત ચહેરો દેખાવા લાગ્યો.બાર વર્ષની મેનકા.અને છ વર્ષની અલકા જાણે એમની નજર સમક્ષ આવીને ઊભી રહી ગઈ. અલકા એની બાને કહી રહી હતી. "બા.બા.કુસુમા.રમીલા.લીલા.રંભા.આ બધી મોત માઉલી ના ઉરુષમાં ...Read More

7

સૂર્યાસ્ત - 7

સુર્યાસ્ત ૭ શાંતા બહેને દુકાનવાળા ને પૂછ્યુ. કેટલા રૂપિયાની છે ભાઈ?" "ફક્ત બાર રૂપિયાની છે બહેન." "બાર રૂપિયા?" બાર ભાવ સાંભળીને શાંતા બહેને અલકા ના હાથમાંથી ઢીંગલી લઈને દુકાનવાળા ને પાછી આપતા કહ્યુ. "બહુ મોંઘી છે ભાઈ.રહેવા દો." "શું કામ દીકરીને નારાજ કરો છો?તમે કેટલા આપશો બોલો?" "છ રુપિયા મા આપવી છે?"શાંતા બહેને પૂછ્યુ.તો દુકાનવાળાએ હસતા હસતા કહ્યુ. "શું બેન? બાર રૂપિયાની ઢીંગલી માં છ રૂપિયાની કમાણી તે કાંઈ હોતી હશે?રૂપિયો ઓછો આપજો બસ."શાંતાબેન હજી કાંઈ કહેવા જતા હતા. પણ ત્યા સૂર્યકાંતે ખિસ્સા માથી દસ રૂપિયાની નોટ કાઢીને દુકાનવાળા ને આપતા કહ્યું. "લ્યો આ દસ રૂપિયા રાખો.અને વાત આટોપો."ત્યાં ...Read More

8

સૂર્યાસ્ત - 8

સુર્યાસ્ત ૮ આઠ ડિસેમ્બરની સવાર પડી.ધનસુખ નાહી ધોઈને ને કપડા પહેરીને દુકાને જવાની તૈયારી કરતો હતો.ત્યાં સૂર્યકાંતે હાંક પાડી. ધનસુખ.અહીં આવતો."ધનસુખ પોતાના બાપુજીને સન્મુખ આવીને ઉભો રહ્યો. "બોલો બાપુજી." "બોલો શુ?પગે લાગ તારા બાપને." પોતે વાર તહેવારના અચૂક બાપુજીને પગે લાગતો.પણ આજે બાપુજી સામે ચાલીને પગે લાગવા કહે છે.એ સાંભળી ને ધનસુખ ને નવાઈ લાગી.પણ તરત એણે વાંકા વળીને બાપુજીને ચરણ સ્પર્શ કર્યા.બાપુજીએ ધનસુખ ના મસ્તક ઉપર હાથ રાખીને આશીર્વાદ આપ્યા. "ચિરંજીવી રહે દીકરા.અને તને જન્મદિવસના ઘણા ઘણા અભિનંદન." ધનસુખ આશ્ચર્યથી પોતાના પિતાના ચહેરાને તાકી રહ્યો. "તમને યાદ છે મારો જન્મદિવસ." એણે બાપુજીને પૂછ્યું.જવાબમાં બાપુજીએ સ્મિત ફરકાવ્યું.અને પોતાની બંડીના ...Read More

9

સૂર્યાસ્ત - 9

સુર્યાસ્ત ૯ ધનસુખ ડોક્ટરપ્રધાન ની કેબિન માંથી યંત્રવત ધીમા ધીમા ડગલા ભરતો એક હારેલા યોદ્ધા ની જેમ બાહર આવ્યો.બાપૂજીનો હળવેકથી પોતાના હાથ મા પકડીને એ ટેક્સી માં બેઠો.ધનસુખ ના ઉતરેલા ચહેરાને જોઈને જ સૂર્યકાંત વગર કહ્યે સમજી જ ગયા હતા કે ડોક્ટરે શું કહ્યું હશે? છતા એમણે ધનસુખ ના ખંભે હાથ રાખીને હળવેક થી પૂછ્યુ. "બોલ ધનસુખ.શું કહ્યું ડોક્ટરે?"ધનસુખ સાચે સાચુ કઈ રીતે કહે? કચવાતા જીવે.કંપતા સ્વરે અને થોથવાતી જીભે એ બોલ્યો. "બધુ બરાબર છે એમ કહ્યું."જવાબ માં બાપુજીએ સ્મિત કરતા.અને ધનસુખ ને હિંમત આપતા કહ્યુ. "દીકરા મારા.તારો ચહેરો જ ચાડી ખાય છે કે તુ ખોટુ બોલે છે.અને ડોક્ટરે ...Read More

10

સૂર્યાસ્ત - 10

સૂર્યાસ્ત 10 સૂર્યકાંત ના ગળામાં થતા અસીમ દુખાવાના કારણે.તેમના ગળા પર ડોક્ટરે કહેલી બેંડેડ ધનસુખે લગાવી આપી. એનાથી દુખાવો સદંતર મટી ગયો. પણ ડૉકટર ના કહ્યા પ્રમાણે એની આડ અસર શરુ થઈ.ઉલટીઓ તો ન થતી પણ ઘણા ઓબકા આવતા.અને જુલાબ થવા લાગ્યા.ધનસુખ અને પ્રિયા બંને મળીને બાપુજીનું ડાઈપર બદલતા.અને સૂર્યકાંત લાચાર નજરે. અસહાય સ્થિતિમાં.પોતાના પુત્ર અને પુત્રવધુ ને જોઈ રહેતા.કંઈ બોલવાની કોશિષ કરતા પણ બોલી ન શકતા. સૂર્યકાંત મૃત્યુના અંતિમ દિવસ સુધી બિલકુલ હોશ મા.અને સભાન સ્થિતિ માં હતા. એ તારીખ હતી ૧૧/૧૨/૨૦૦૯ અને શુક્રવારનો દિવસ હતો.ધનસુખ દુકાને જવા તૈયાર થઈને સૂર્યકાંત ની પથારી પાસે ગયો અને સૂર્યકાંત ની ...Read More