"ભૂત બૂત કોય ના હોય લ્યા.. એ તો બધી મનની વે'મો સે પથુ.. તને આવુ ભૂતનું તૂત કને વરગાડ્યું સે લ્યા..? " "જો ભઈ ચંદુ, તુ કે' એટલે હાચુ જ મોની લેવાનું ઈમ.?" "ના, ઈમ નઈ. પણ મું આવી વાતોમોં નહીં મોનતો. અન હોય તો મને ચમ નહીં દેખાતું.?" "આવુ અભિમોન હારુ નઈ હો લ્યા ચંદુ.. કોક દાડો હોમે ભડઈ જયા, એ દાડે બધું અભિમોન ચેડેથી નેકળી જાસે પાસું.." "અલ્યા, ઓમોં અભિમોનની વાત નહીં પથલા. પણ જે હકીકત હોય એ તો સ્વીકારવી જ પડે ને..! ચ્યમ લ્યા માસ્તર, મારું કે'વું હાચું સે કે ખોટું..?"
Full Novel
ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 1
"ભૂત બૂત કોય ના હોય લ્યા.. એ તો બધી મનની વે'મો સે પથુ.. તને આવુ ભૂતનું તૂત કને વરગાડ્યું લ્યા..? " "જો ભઈ ચંદુ, તુ કે' એટલે હાચુ જ મોની લેવાનું ઈમ.?" "ના, ઈમ નઈ. પણ મું આવી વાતોમોં નહીં મોનતો. અન હોય તો મને ચમ નહીં દેખાતું.?" "આવુ અભિમોન હારુ નઈ હો લ્યા ચંદુ.. કોક દાડો હોમે ભડઈ જયા, એ દાડે બધું અભિમોન ચેડેથી નેકળી જાસે પાસું.." "અલ્યા, ઓમોં અભિમોનની વાત નહીં પથલા. પણ જે હકીકત હોય એ તો સ્વીકારવી જ પડે ને..! ચ્યમ લ્યા માસ્તર, મારું કે'વું હાચું સે કે ખોટું..?" પથુ, ચંદુ અને હું ત્રણ જણા ...Read More
ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 2
(ભાગ-1 માં પથુ અને ચંદુ વચ્ચે ભૂત વિશે ચર્ચા થઈ. ભેમા વિશે પણ થોડું જાણ્યું. ભમરાજી મહારાજના ભૂત સાથેના વિશે થોડું જાણ્યું. આ બધાના વિચારો કરતાં કરતાં મેં ઊંઘવાનો પ્રયત્ન કર્યો. હવે આગળ... ) ********** બીજા દિવસે બપોરે હું ઘરમાં કામ કરતો હતો ત્યાં બહારથી સાદ સંભળાયો.. "માસ્તર... ઓ માસ્તર.. ભાભી માસ્તર ચોં જ્યો..? " ચંદુએ આંગણામાંથી જ બૂમ મારી. "આ રયો લ્યા. રાડ્યો ચ્યમ પાડે સે..?" મેં બહાર આવતાં ચંદુને ધમકાવ્યો. "અલ્યા રાડ્યો ચોં પાડુ સુ ભૈ..? ખાલી પૂસવાનુંયે નઈં..?" "અલ્યા, ઓમ હાકોટા પાડીને પૂસવાનું..?" મેં ફરીથી ચંદુ પર ગુસ્સો કર્યો. "હવે ભૂલ થઈ જઈ લ્યા ભૈ. હવે ...Read More
ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 3
(અગાઉના બે ભાગમાં આપણે ભમરાજી વિશે વધારે જાણ્યું. ચંદુને પણ એમની સાથે કોઈક તો દુશ્મની હતી જ. ગામલોકોમાં ભૂત ભમરાજીનો ખતરનાક ડર હતો. એ ડરને દૂર કરવા માટે હું અને ચંદુ કંઈક ઉપાય શોધી રહ્યા હતા. હવે આગળ... ) *********** ખેતરમાં સ્થિત એક મંદિરે માનતા કરીને અમે ઘર તરફ પાછા વળ્યા. દિવસ આથમવાની થોડી જ વાર હતી. ભયંકર કહાનીઓવાળા સ્મશાનના રસ્તે આવા સમયે નિકળવાનું લોકો ટાળતા. અત્યારે પણ વગડામાંથી લગભગ બધાં જ લોકો ગામ તરફ નીકળી ચૂક્યા હતા. થાડી જ વારમાં અમે સ્મશાન નજીક આવી પહોંચ્યા. વાતાવરણ એટલું શાંત અને ભયંકર લાગતું હતું કે નિડર હોવા છતાં આછી બીક ...Read More
ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 4
(અગાઉ આપણે જોયું કે ભમરાજીથી ગામ આખુંયે ડરતું હતું. ચંદુને એમના પર ખૂબ જ ગુસ્સો આવતો હતો. મેં એ કારણ પૂછતાં ચંદુએ કહેવાનું ચાલું કર્યું. હવે આગળ..) . . ********** "આ ભમરાએ અમને બઉ જ હેરોન કર્યા સે માસ્તર. મારું હેંડે તો ઈને એક મિલિટ ગોમમોં નો રે'વા દઉ." ચંદુ ગુસ્સામાં બોલતો હતો. ચંદુની વાતોથી પથુને નવાઈ લાગી. બોલ્યો, "ચ્યમ લ્યા, ઈમને તારું સું બગાડ્યું સે કે તું ઓમ વાતોમોંને વાતોમોં ભમરાજીને ગાળ્યો બોલે સે..? " "અલ્યા તુંયે શોંતિ રાખને પથલા.. ઓમ વચમોં ચ્યોં કૂદી પડવાની જરૂર સે તારે..? મું એ તો પૂસું સું ચંદુને. હોંભળને શોંતિથી ભઈ.." મને ...Read More
ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 5
(અગાઉના ભાગમાં ભમરાજીના ચારિત્ર્ય વિશે તથા ચંદુના ઘરની કહાની વિશે જાણ્યું. પથુનું મન પણ બદલાયું. હવે ભમરાજીને પાઠ કેવી ભણાવવો એની ચર્ચા ચાલતી હતી ત્યાં અંધારામાં કોઈક આવતું દેખાયું.. હવે આગળ... ) . ****************** હું, ચંદુ અને પથુ રાત્રે વડલા નીચે બેઠા ચર્ચા કરી રહ્યા હતા. ત્યાં દૂરથી કોઈક આકાર ડોલતો, લથડીયાં ખાતો અમારી તરફ ચાલ્યો આવતો હતો. અમે સતર્ક થઈ ગયા. પથુને ફાળ પડી હતી. કારણ કે ગામમાં એવી પણ વાતો ફેલાયેલી હતી કે રાત્રે કોઈકવાર પીપળાવાળું પ્રેત વડલા પાસે આંટા મારતું ઘણાંને જોવા મળે છે. આજે વાતોમાં સમય ક્યાં વીતી ગયો એની અમને ખબર રહી નહોતી. ઘણું ...Read More
ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 6
(અગાઉના ભાગમાં ભેમાના વ્યક્તિત્વ વિશે જાણ્યું. ભમરાજીના ભયમાંથી ગામલોકોને મુક્ત કરાવવા તથા ભમરાજીને પાઠ ભણાવવાનો ઉપાય શોધવાની મથામણ કરતાં આખરે ઉપાય મળી ગયો. જેની જાણ સવારે મિત્રોને કરવાનું નક્કી કરીને હું સૂઈ ગયો. હવે આગળ... ) ****************** રાત બરાબરની જામી હતી. વરસાદ પણ જામ્યો હતો. ગામલોકો ભરનિંદરમાં પોઢી ગયા હતા. ક્યાંક ક્યાંક વીજળી કડકવાના અવાજ સાથે ધીમા વરસાદમાં પડતાં નેવાંની બંબૂડીઓના અવાજ સિવાય બધું જ શાંત હતું. અચાનક ભેમો પોક મૂકીને રડતો હોય એવું લાગ્યું. હું સફાળો બેઠો થયો. અને બરાબર કાન દઈને સાંભળવાનો પ્રયત્ન કરતો પથારીમાં બેસી રહ્યો. "હા લ્યા, આ તો ભેમો જ લાગે સે.. ચ્યમ રાડયો ...Read More
ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 7
(અગાઉના ભાગમાં જોયું કે ભમરાજીને સબક શીખવાડવાનો ઉપાય અમને મળી ગયો. કાળી ચૌદસની રાતે જ એમના ઉપર ઉપાય અજમાવવનું કરીને અમે છૂટા પડ્યા. હવે આગળ...) ************ સવારે મારી આંખ ખૂલી એવા જ ભમરાજી નજર આગળ ખડા થઈ ગયા. હું થોડો ઉત્સાહિ હતો. અને અંદરથી થોડો ભયભિત પણ.. "પાસું મનમાોં કો'ક કઠલા કૂટવા મંડ્યા લાગો સો.. મને બધુ ઠીક નહીં લાગતું.. કોં'ક દાળમોં કાળું લાગે સે.." સવાર સવારમાં મને વિચારમગ્ન જોઈને મારી પત્નીએ પાછો ધડાકો કર્યો. "એ.. હયે... ઓંને ઉપાડ્યું પાસું.." મનમાં બબડતો હું સતર્ક થઈ ગયો. કહ્યું, "કોંય વિચારતો નહીં લ્યા.. આ તો રાતે બરોબર ઊંઘ ન'તી આઈ એટલે ...Read More
ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 8
(અગાઉ જોયું તેમ અમે સાધનાની વિધિ જાણી લીધી હતી. ભમરાજીને સબક શીખવાડવા માટે હવે એક છેલ્લી તૈયારી બાકી હતી.. આગળ... ) *************** સાંજે જમ્યા પછી હું જ સીધો ચંદુના ઘરે પહોંચ્યો. ચંદુ ડેરીએ દૂધ ભરાવવા ગયો હતો. એટલે મારે થોડી રાહ જોયા વગર છૂટતો નહોતો. "આય.. આય... માસ્તર.. તું તો ઘણા દા'ડે આ બાજુ દેખોણો.." મને જોતાં જ ચંદુના બાપુજીએ ફરિયાદ સાથે આવકાર આપ્યો. "ઓહો.. ગંગારામકાકા.. તમોનેય મીં ઘણા દા'ડે જોયા હોં.. ચ્યમ સે તબિયત પોણી..? " મેં ઓશરીમાં પ્રવેશતાં કહ્યું. "તબિયત તો એકદમ ઘોડા જેવી સે હોં માસ્તર. ઓંય બેંહ, આ બાજુ.. ચંદુડો આવતો જ હસે.." હું એક ...Read More
ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 9
(આપણે અગાઉના ભાગમાં જોયું કે ભમરાજી જેનાથી આખા ગામમાં ધાક જમાવીને બેઠા હતા એ જ હથિયાર એમના ઉપર અજમાવવાની પૂરી તૈયારીઓ કરી દીધી હતી. હવે આગળ.... )**************આજે કાળીચૌદસ હતી. ગામમાં દિવાળીના તહેવારોનો સુંદર માહોલ જામ્યો હતો. વાતાવરણમાં હરખ-હરખ જ છવાયેલો અનુભવાતો હતો. આજે રાત્રે સ્મશાનમાં જઈને સાધના કરવાવાળાઓ પણ તૈયારીઓમાં લાગ્યા હતા. અને એ માટેની બધી સાધનસામગ્રી ભેળી કરવી, કેટલા વાગે નીકળવું, કોણ કોણ સાથે આવશે, કઈ જગ્યા પસંદ કરવી, વગેરેની મથામણમાં પડ્યા હતા. મેં અને ચંદુએ બપોરના સમયે છાનેછપને ટેકરીવાળા મંદિરે જઈને ભમરાજીના એક ચેલાને ફોડ્યો. અને આજે રાત્રે ભમરાજીની યોજના વિશે માહિતી મેળવી લીધી.ત્યાંથી પાછા ફરતાં રસ્તામાં ...Read More
ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 10
(અગાઉ આપણે જોયું કે ભમરાજીને પાઠ ભણાવવાની અમારી યોજનાનો સમય આવી ગયો હતો. તેના ભાગ રૂપે આજે કાળીચૌદસની અડધી હું, ચંદુ, પથુ અને ભેમો સ્મશાન સુધી આવી પહોંચ્યા હતા. હવે આગળ... ) *************** સ્મશાનની સામે ખિજડાથી થોડે દૂર એક દીવો સળગતાં જ અમે સાવધાન થઈ ગયા. પથુ અમારી વચમાં આવીને લપાઈ ગયો. ચંદુ અને મેં એકબીજાના હાથ મિલાવતાં "હવે જે થવું હોય તે થાય." નો નિશ્ચય કરી નાંખ્યો. ભેમો નિશ્ચિંત ઊભો હતો. થોડીવાર અમે એમ જ લપાઈને બધું નિરીક્ષણ કરતા રહ્યા. દીવો સળગે જતો હતો. બાકી બધું શાંત હતું. "માસ્તર.. હવે..?" ચંદુની ધીરજ ખૂટતાં સાવ ધીમા અવાજે તેણે મને ...Read More
ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 11
(અગાઉ જોયું કે અમે સ્મશાનમાં સંતાઈને યોગ્ય સમયની રાહ જોતા, ભમરાજીની સાધના જોતા બેઠા હતા. એવામાં ભમરાજી અમારી તરફ તલવાર લઈને ધસી આવ્યા... હવે આગળ... ) ************ પરંતુ આ શું..? અમારા આશ્ચર્ય વચ્ચે ભમરાજી ત્યાંથી પાછા વળી ગયા. અને બીજી દિશામાં ધસી જતાં ફરીથી તાડૂક્યા, "દોઓઓ... બહાર નીકલોઓઓ..." અમારું સંકટ ટળતાં હાશ થઈ. પથુ બેભાન જેવો થઈ ગયો હતો. મારામાં પણ થોડો ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યાં તો ભમરાજી ત્રીજી દિશામાં જતાં તાડૂક્યા. પછી ચોથી દિશામાં.. એમ ચારે બાજુ ફરીને તાડૂકતા એક, દો, ગણતા પાછા કુંડાળાની મધ્યમાં આવી ગયા. એમના આ વર્તન કરવા પાછળનો આશય અમને સમજતા વાર લાગી ...Read More
ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 12
(અગાઉના ભાગમાં આપણે જોયું કે ભમરાજી કાળીચૌદસની સાધના કરવા સ્મશાનમાં ગયા હતા. ત્યાં વિધિ કરતાં એક કાળો આકાર પ્રગટ અને ભમરાજીની પાછળ પડ્યો. જીવ બચાવવા નાઠેલા ભમરાજી તળાવની પાળ સુધી માંડ પહોંચી શક્યા અને બેભાન થઈને ઢળી પડ્યા. હવે આગળ... ) . ************** અમેય પાછળ ભાગતા તળાવની પાળે આવી પહોંચ્યા. જોયું તો ભમરાજી તળાવ બાજુ ગબડીને છેક પાણીના કિનારે જઈ પડ્યા હતા. પેલો આકાર ખૂલ્લી તલવાર લઈને પાળ ઉતરવા લાગ્યો. "બસ, ભેમલા બસ.. હવે ઊભો રે' લ્યા.. " પાછળથી મેં ભેમાને સાદ દીધો. બે-ત્રણ વખત ધીમેથી બૂમ પાડીને અમે ભેમાને પાછા વળવા કહ્યું ત્યારે માંડ ભેમો થોભ્યો. હા, ભમરાજીની ...Read More
ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 13
(અગાઉના ભાગમાં જોયું કે સ્મશાનમાં વિધિ કરવા ગયેલા ભમરાજીને ભેમાના ભૂતે ભગાડ્યા. તળાવની પાળે બેભાન થઈ ગયેલા તેમને ચેલાઓ લઈ ગયા. અમે પણ ચોરીછૂપીથી ઘેર આવીને સૂઈ ગયા. હવે આગળ....) ***************** રાતવાળી ઘટનાની વાત આખા ગામમાં ફેલાતાં વાર ન લાગી. દિવાળીનો દિવસ હજી તો ઊગીને સરખોય નહોતો થયો ત્યાં તો મંદિરે લોકોની ભીડ જમા થવા લાગી. ત્યાં જઈને ઘર તરફ આવતા લોકો પણ અવનવી કહાનીઓ લઈને આવતા હતા. . ************** "સું થ્યું ભમરાજીને લ્યા..?" મંદિરેથી પાછા ફરતા એક યુવાનને એક કાકાએ પૂછ્યું. "તમોન ખબેર નહીં કે સું ધનજીભા..?" યુવકે સામો પ્રશ્ન કર્યો. "અલ્યા ખબેર હોત તો તને પૂસોત સું ...Read More
ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 14
(અગાઉ જોયું તેમ ભમરાજી ડરના માર્યા બેભાન અવસ્થામાં હતા. વૈદ્યની સારવારથી ભાનમાં આવતાં ભડકીને ભાગવા લાગ્યા. વૈદ્યે તેમને જડીબૂટી શાંત કર્યા. આગળની પરિસ્થિતિને નિપટવા માટેની ચર્ચા કરવા અમે પથુના ઘર તરફ નીકળ્યા. હવે આગળ... ) ************* ગામમાં ત્રણ પ્રકારે દિવાળીનો માહોલ હતો. જે લોકો ભમરાજી પ્રત્યે ખરેખર પૂજ્યભાવ રાખતા હતા એમના માટે દિવાળી ફિક્કી હતી. જેઓ ભમરાજીના ત્રિકાળજ્ઞાન અને મેલી વિદ્યાથી ડરીને પરાણે અહોભાવ ધરાવતા હતા એમના માટે દિવાળી મિશ્ર હતી. અને જેઓ ભમરાજીનાં કરતૂતોને જાણતા હતા પરંતુ એકલા કંઈ કરી શકતા નહોતા એમના માટે દિવાળીની ખરી મોજ હતી. અમે ખુશ તો હતા. પરંતુ થોડા ચિંતિત પણ હતા. પથુને ...Read More
ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 15
(અગાઉ જોયું તેમ સારવાર મળવાથી ભમરાજી સ્વસ્થ થયા હતા. પરંતુ અમારું કામ હજી અધૂરું હતું. એટલે વૈદ્યરાજને મળીને અમે છેલ્લો દાવ અજમાવવાનું નક્કી કરીને છૂટા પડ્યા. હવે આગળ..) . ******************* બેસતા વરસનો દિવસ આખો હળવામળવામાં પસાર થઈ ગયો. મંદિરમાં લોકોની અવરજવર અને ચેલાઓની ચાકરીથી ભમરાજી વધુ સ્વસ્થ લાગતા હતા. હવે બધા સાથે થોડી વાત પણ કરતા હતા. પરંતુ વૈદ્યે ના પાડી હોવાથી કોઈ રાતવાળી ઘટના અંગે પૂછતું નહોતું. દિવસ આથમ્યો. મંદિરમાં ચહલપહલ ધીમી થઈ. ધરતી પર અંધારાના ઓળા ઉતરવા લાગ્યા. એ સાથે જ ભમરાજીનો જીવ પણ ગભરાવા લાગ્યો. ચેલાઓ પણ પાછા હાંફળાફાંફળા થવા લાગ્યા. ભમરાજીની આંખો ચકળવકળ થવા લાગી. ...Read More
ભૂત, ભેમો ને ભમરાજી - (અંતિમ ભાગ)
(અગાઉ જોયું કે વૈદ્યજી સાથે મળીને ગામના ત્રીસેક યુવાનોના સહકારથી અમે ભમરાજીને હકીકતનું ભાન કરાવ્યું. અને સહીસલામત મદિર અને રાતોરાત તગેડી મૂક્યા. ત્યારબાદ મંદિરમાં તપાસ આદરી. હવે આગળ......) *************** મંદિરમાં તપાસ આદરતાં તલવારો, લાકડીઓ, છરીઓ, ગુપ્તીઓ જેવાં ઘાતક હથિયારો તથા ગાંજો, અફીણ, ભાંગ, તમાકુ જેવાં માદક પદાર્થોનો જથ્થો મળી આવ્યો. ઠેકઠેકાણેથી એ બધું લાવીને મંદિરના ચોકમાં એકઠું કરવામાં આવ્યું. "હાય હાય.. આ બધું મંદિરમોં..? " "અલ્યા વે'લા આ બધું કરવાનું હતું. આટલું બધું મંદિરમોં મળ્યા પસીં એકેયને ઓંયથી જીવતો ના જવા દોત.." "અા તો મારા'જ હતા કે ગૂંડા..? " વગેરે જેવી ચર્ચાઓ થવા માંડી. વળી પાછા પરાણે બધાને શાંત ...Read More