પ્રસ્તાવના લોહીના ડાઘને લગ્નના પાનેતરમાં જિંદગીભર છુપાવીને જીવનના સુખ-દુઃખ વેધ વેઢારતી ગ્રામ્ય નારીની સંઘર્ષમય કથા એટલે નવલકથા લોહીનો ડાઘ આ વાર્તાનો સમય પ્રવાહ વિક્રમ સંવત 2014 થી 2044 વચ્ચેનો છે આ કથા દ્વારા તે સમયના રીત રિવાજો રહેણી કહેણી વગેરે ઉપર પ્રકાશ પાડવાની મે કોશિશ કરી છે લગ્ન અને મૃત્યુ માણસના જીવનની અતિ મહત્વની ઘટનાઓ ગણાય છે ને આ બે ઘટનાઓ વચ્ચે શું માણસના જીવનની બધી જ જિંદગી નથી આવી જતી ? કથા ની શરૂઆત નાયિકા નાં લગ્નથી થાય છે અને કથાનો અંત નાયિકા નાં મૃત્યુ સાથે આવે છે પરંતુ આ બે ઘટના

Full Novel

1

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 1

પ્રસ્તાવના લોહીના ડાઘને લગ્નના પાનેતરમાં જિંદગીભર છુપાવીને જીવનના સુખ-દુઃખ વેધ વેઢારતી ગ્રામ્ય નારીની સંઘર્ષમય કથા એટલે નવલકથા લોહીનો ડાઘ વાર્તાનો સમય પ્રવાહ વિક્રમ સંવત 2014 થી 2044 વચ્ચેનો છે આ કથા દ્વારા તે સમયના રીત રિવાજો રહેણી કહેણી વગેરે ઉપર પ્રકાશ પાડવાની મે કોશિશ કરી છે લગ્ન અને મૃત્યુ માણસના જીવનની અતિ મહત્વની ઘટનાઓ ગણાય છે ને આ બે ઘટનાઓ વચ્ચે શું માણસના જીવનની બધી જ જિંદગી નથી આવી જતી ? કથા ની શરૂઆત નાયિકા નાં લગ્નથી થાય છે અને કથાનો અંત નાયિકા નાં મૃત્યુ સાથે આવે છે પરંતુ આ બે ઘટના ...Read More

2

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 2

વિક્રમ સંવત 2014 ના વૈશાખ સુદ સાતમનો દિવસ હતો સૂરજ ડુબવાને થોડી વાર હતી ધીબાતાણા,, ધીબાતાણા,, નીલ પરને પાદર ઢોલ સતત લય બંધ અને તાલબથ રીતે ધરબુકી રહ્યા હતા કેટલું બધું ઓત-પરોત હોય છે ગ્રામીણ લોકોનું ઢોલ સાથેનું એ જીવન બૈરા નો ઢોલે રમવાનો ઢોલ કે મડચી રમવાનો ઢોલ પુરુષોનો બેસણી રમવાનો ઢોલ કે પટ્ટા બાજી રમવાનો ઢોલ મડદા નો ઢોલ કે પછી કજીયાનો પણ ઢોલ તો ક્યાંક વીવા અને વરઘોડોના પણ અલગ ઢોલ ગામડાનો 12 -15 વર્ષનો છોકરો સીમમાં ઢોર ચલાવતો હોય અને એને કાને જો ઢોલની દાડીનો અવાજ પડે તો તે તરત જ ઓળખી બતાવે કે આ ...Read More

3

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 3

પોષ મહિનાના પાછલા દિવસો ચાલી રહ્યા હતા શિયાળાની ઠંડી જતાં જતાં પોતાનો પ્રભાવ બતાવવા માગતી હોય તેમ કડકડીને પડી હોય એવું લાગતું હતું પીપળીયા નું અડધું ઞામ સીમમાં વસતુ હોય તેવું લાગતું હતું પહેલા તો આ લોકો માત્ર ચોમાસું ખેતી જ કરતા પરંતુ કુદરતી કરામત ગણો કે જે ગણો તે પરંતુ ગામની દક્ષિણ દિશામાં જમીનના તળમાં એક ટીપુ પણ પાણી ન હતું ત્યારે ઉત્તર દિશામાં જમીનના તળમાં એક બે નહીં ક્યાંક તો ત્રણ કોષ ચાલે એટલું પાણી મળી આવ્યું હતું તેથી જમાના સાથે કદમ મિલાવવા આ લોકોએ શિયાળુ ખેતી પણ ચાલુ કરી હતી અને તેમા ...Read More

4

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 4

માધા ડોસા ના ઢોલિયાની આજુબાજુ અત્યારે મોહન ,પ્રેમો, વીરદાસ ભગત, રૂપા સેંધો વગેરે ચિંતાતુર ચહેરે બેઠા હતા.માધા ડોસા ની છેલ્લા પાંચેક દિવસથી કથળેલી તો હતી પરંતુ ગઈ સાંજ તો ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને છેલ્લા 24 કલાકથી તો તેમણે અન્ન -પાણી લેવાનું પણ બંધ કરી દીધું હતું .શ્વાસ બિલકુલ ધીમે ધીમે ચાલતો હતો અને બોલતા પણ તકલીફ પડતી હોય તેમ તૂટક- તૂટક સાદે બોલ્યા "મોહન ,બેટા વાઘાની ખબર રાખજો હો ! ઢોલિયા પાસે ઉભેલો મોહન ,લૂંગી વડે વાયરો નાખતા બોલ્યો "તમે આમ શું હિંમત હારી જાઓ છો બાપા ! તમને ઠીક થઈ જશે કાંઈ નહીં થાય હો ...Read More

5

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 5

વિક્રમ સંવત ૨૦૨૫ નું વર્ષ. જેઠ માસના પાછલા દિવસોમાં વાદળો અને ધૂળની ડમરી સાથે કેટલીયે આંધી આવી અને કેટલીય ગઈ પરંતુ એ બધીયે વાંઝણી પુરવાર થઈ વરસાદનું એક ટીપું પણ ન લાવી વીજળી વગરની અષાઢી બીજ પણ પસાર થઈ ગઈ ને ખેડૂતોને અપશુકન કરાવીને એમના દિલને દુભાગતી ગઈ ખેડૂતો આકાશ તરફ નજર માડી-માડી નેં તેમની આંખો પણ હવે થાકી ગઈ હતી અષાઢી દશમનો નૈઋત્ય નો પવન કંઈક આશાવાદી નીકળ્યો વાયરા સાથે વાદળો તણાઈ આવ્યા ને ઝરમર ઝરમર વરસાદ વરસવા લાગ્યો.બીજવારો લાવવાની ચિંતા દાબી દઈને દરેક ખેડૂતના ચહેરા આનંદથી ખીલી ઉઠ્યા. ખ ...Read More

6

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 6

ગામમાં રહેનાર ઘરડા -બુઢા છેક સીમાડા સુધી પરદેશ કમાવા જનારા ને વળાવવા આવ્યા. ગાડીમાં સાચવીને ચડજો ,જ્યાં જાઓ ત્યાં તરત કાગળ લખજો શરીર સંભાળીને કામકાજ કરજો વગેરે ભલામણ કરીને મૂકવા આવનાર ગામ તરફ પાછા ફર્યા ત્યારે બિસ્તરા પોટલા માટે ઉપાડીને શહેર તરફ ઘસી રહેલા ટોળામાના દરેક જણના મનમાં એક જ સવાલ હતો ક્યાં જઈશું ? સાંભળ્યું હતું કે આજથી 70 વર્ષ પહેલાં છપનો દુકાળ પડ્યો હતો એ વખતે બધાય સિંધમાં કમાવવા ગયા હતા તેમાના કેટલાક કુટુંબો અત્યારે પણ ત્યાં હતાં પરંતુ ભારત પાકિસ્તાન ભાગલા પડવાથી તે નાકુ અત્યારે સરકારે બંધ કર્યું હતું તેથી ત્યાં કમાવા જવાય તેમ ન હતું ...Read More

7

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 7

પ્રકરણ --7 પ્રથમ પ્રેમ બોર્ડની પરીક્ષાને માત્ર એક મહિનો જ બાકી હતો. હોળીની ચાર -પાંચ દિવસની રજાઓમાં હીરો ,સુરેશ રવજીની ત્રિપુટી ઘેર આવી હતી. ગામમાં લોકો તેમને માન અને આદરણીય દ્રષ્ટિએ જોતા હતા ગામની યુવતીઓ પણ તેમની ઈજ્જત કરતી હતી તો કોઈક આશાભરી તો કોઈક વળી બીજી નજરે જોતી હતી .પરંતુ આ ત્રિપુટી એ હજુ સુધી કોઈને કાઠું આપ્યું નહોતું એમને ઘેર રજાનો આજે બીજો દિવસ હતો .આ ત્રિપુટી ગોદરે બેઠી- બેઠી તેમની અભ્યાસની વાતો કરી રહી હતી. અચાનક તરસ લાગવાથી હીરો બોલ્યો" ચાલો ને યાર ક્યાંક પાણી પી આવીએ, મને તો ખૂબ જ તરસ લાગી છે ! "તરસ ...Read More

8

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 8

એસ.એસ.સી.નુ વર્ષ વિદ્યાર્થીને પોતાની કારકિર્દી ઘડવા અતિ મહત્વનું ગણાય છે અને તેમાંય બોર્ડની પરીક્ષા એ એવરેસ્ટ શિખર ગણાય છે એવરેસ્ટ શેર કરો એટલે કારકિર્દીની જે લાઈન લેવી હોય તે લઈ શકાય છે. દર વર્ષે એકચિત્તે અભ્યાસ કરીને પ્રથમ નંબરે પાસ થનાર હીરાનું ચિત આ વખતે ઘેરથી સંસ્થામાં આવ્યા બાદ બરાબર અભ્યાસમાં ચોટતું ન હોતું. સુરેશ રવજી અને બીજા દોસ્તો ની વચ્ચે પણ તેને એકલતા લાગતી હતી. અભ્યાસના સમયે તે એક ધ્યાન થઈને પુસ્તક વાંચવાની કોશિશ કરતો તો પુસ્તકમાં પાનામાં અચાનક તેની નજરે એક સ્ત્રીનો ચહેરો ઉપસી આવતો તે જાણે બોલતો હતો. "તમે મને ભણવામાં ભૂલ તો નહીં જાઓ ? ...Read More

9

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 9

અમદાવાદ... મહાનગરોમાનુ એક શહેર , કીડીઓની ની જેમ ઉભરાતા માણસો .અને તેનાથી પણ બમણી સંખ્યામાં ઉભરાતી હોય તેમ લાગતી .સવારના પાંચ થી માડીને રાતના એક સુધી વાહનોની ઘરેરાટીમા મળી જતો માનવ- મહેરામણનો કોલાહલ .જેટલી વધુ ફિલ્મો જુઓ એટલી દેશે વધુ પ્રગતિ કરી છે એવું સૂત્ર અમદાવાદીઓએ જાણે કે પોતાના જીવનમાં ઉતારી દીધું હતું. કાકરીયા તળાવ કે બાલ વાટિકા ,પ્રાણીસંગ્રહાલય કે ગાંધી આશ્રમ જેવા જોવાલાયક સ્થળો કરતા વિશેષ ગીરદી આ સમયે સિનેમા ગ્રહોની આગળ રહેતી હતી .ને ફિલ્મ ની ટિકિટ ન મળી હોય તેવા ફિલ્મ રસિકોની માઞને સંતોષવા,' કાળા બજારિયા' નામની એક બિન કાયદેસર સંસ્થા પણ ઉદભવી હતી જેના સહારે ...Read More

10

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 10

સુહાગરાત.! માનવી ના જીવન માં કાંઈ કેટલાંય સ્વપ્નો લઈને આવે છે સુહાગરાત.હા.હીરાની આજે સુહાગરાત હતી.બિન અધિ ક્રૃત રીતે તો અને નીતા કેટલીયે સુહાગરાતો મનાવી ચૂક્યાં હતાં.પરંતુ સમાજની દ્રષ્ટિએ તો આ તેમની સુહાગરાત જ હતી ને.! રાત્રિના નવ વાગ્યા હતા. પોતાના લગ્ન પ્રસંગે હિરો પોતાના નવા થયેલા દોસ્તોને ઇંગલિશ શરાબની પાર્ટી આપી રહ્યો હતો તેઓ ગામથી થોડે દૂર આવેલા મંગાના મકાનમાં ચાર પાંચ દોસ્તો ભેગા થઈ પાર્ટી મનાવી રહ્યા હતા. મંગો ઘરમાં એકલો જ રહેતો હતો. કારણ કે લગ્નના ત્રીજા વર્ષે મંગા ને શરાબ પીવાનો વારંવાર વિરોધ કરતી પત્નીને ,તેણે નશામાં એક દિવસ ગળે ટૂંપો આપીને મારી નાખી હતી .તેથી ...Read More

11

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 11

પરસોત્તમના ધેર મોરીખા થી મહેમાનો આવ્યા હતા.ધેર ચા મૂકવાનું કહેવા ગયેલા પરસોતમે પત્નીને એક બાજુ બોલાવીને ભલામણ કરી."રતનને કહેજે જરા સરખી રીતે ફરૅ"તેને જોવા માટે મહેમાનો આવ્યા છે."એટલી ભલામણ કરીને મહેમાનો પાસે આવીને તે બેઠા.રતન વગડામાંથી લાકડાંનો ભારો લઈને ઘેર આવી.ભારો ઉતારી ને પાણી પીધું ને પછી હાથમાં બેડું લઈને પાણી ભરવા જવાની તૈયારી કરી.એજ વખતે તેની માં એ પાસે આવીને ભલામણ કરી."બેટા રતુ, જરાક લોયે ફરજે હો !'તને જોવા મોરીખા થી મહેમાનો આવ્યા છે." રતને સાંભળ્યું નસાંભળ્યું કર્યું ને ત્રાંસી નજરે મહેમાનો તરફ જોતી પાણી ભરવા ચાલતી થઈ. રસ્તામાં બે પનિહારીઓ સામે આવી રહી હતી.તે તેની તરફ ઇશારો ...Read More

12

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 12

કોટડીમાં ગઈકાલથી એક નવો કેદી આવ્યો હતો. ભરાવદાર દાઢી, વાંકડી મૂછો અને મોટી આંખોને લીધે તેનો દેખાવ ડરામણો લાગતો તેને આવ્યા ને આઠ કલાક થયા હોવા છતાં તેની અને મોહનની વચ્ચે એક પણ શબ્દની આપ લે હજુ થઈ ન હતી. તે નવો કેદી સ્વગત બબડતો હોય તેમ બોલ્યો ."કાશ, સગા ભાઈઓ આવા નાલાયક નીકળશે ,એવી પહેલેથી ખબર હોત તો, આવડો મોટો આરોપ માથે ન ઓઢી લેત !" મોહનને પણ એકલતા સાલતી હોવાથી તે પે'લા કેદી પાસે જઈને બોલ્યો "શું માથે ના ઓઢી લેત ભાઈ ?" પેલો કેદી મોહન સામે ફર્યો ને બોલ્યો."જો ભાઈ, મારી કહાની કોઈને કહેવા જેવી નથી ...Read More

13

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 13 - છેલ્લો ભાગ

બંને કેરીઓ મોહનના જૂના મકાને આવ્યા. બારણું ખુલ્લું હતું ઓરડામાં ઝાંખો કેરોસીન નો દીવો બળે રહ્યો હતો. ઓરડા વચ્ચે ભાંગ્યો તૂટ્યો ખાટલો પડ્યો હતો. ખાટલા ઉપર બે- ત્રણ ગોદડાં ના ગાભા વચ્ચે માનવ- આકારનું ચામડીથી મળેલું હાડપિંજર પડ્યું હોય એવું લાગતું હતું. મોહન ખાટલાની બિલકુલ પાસે જઈને ઉભો રહ્યો .મકાનમાં આજુ બાજુ નજર દોડાવી ,મેવાએતો મુલાકાતમાં કહ્યું હતું, કે' ગાંડી રતુડી 'રૂપાની સેવા કરે છે પરંતુ તે અત્યારે ક્યાંય દેખાતી ન હતી . ગોદડીમાં સહેજ સળવળાટ જેવું થયું એટલે મોહને ઉપરથી ગોદડી હટાવી લીધી. અને તેની આંખો આઘાત, દયા અને ક્રોધ થી ફાટી ગઈ. પોતાની પત્ની રૂપા ચામડે મઢેલા ...Read More