નિશાચર

(178)
  • 51.8k
  • 19
  • 24k

પરોઢ થયા પછી થોડી મીનીટો બાદ તેઓ જંગલમાંથી બહાર નીકળ્યા. ઠંડુ, ભેજવાળુ ધુમ્મસ છવાયેલું હતું. તેઓ ત્રણ જણ હતા. તેમનો ગણવેશ પાનખરના પીળા થતા જતા લીલા પત્તાઓ માં ભળી જતો હતો. મધ્ય-પશ્રિમ ગ્રામીણ વિસ્તારમાં સપાટ પથરાયેલા પડેલા નિર્જન હાઇવે પર તપાસ કરવા તેઓ થોડી ક્ષણો થોભ્યા. બે જણની સહેજ આગળ ચાલતા, ઠસ્સા અને રૂઆબથી ખભા ઉંચા રાખતા અને માથુ એક તરફ ઢાળેલું રાખતા  ઉંચા પાતળા યુવાન તરફથી ઈશારો મળતાં તેઓ ઝડપથી આગળ વધ્યા પણ દોડતા નહોતા. તેઓ હાઇવેને સમાંતર વૃક્ષોની ઝાડી પાછળ ગયા. ટુંક સમયમાં જ, હાઈવે પર કંઈ કે કોઈ દેખાય તે પહેલાં તેઓ એક ફાર્મમાં પહેાંચી ગયા.

Full Novel

1

નિશાચર - 1

પરોઢ થયા પછી થોડી મીનીટો બાદ તેઓ જંગલમાંથી બહાર નીકળ્યા. ઠંડુ, ભેજવાળુ ધુમ્મસ છવાયેલું હતું. તેઓ ત્રણ જણ હતા. ગણવેશ પાનખરના પીળા થતા જતા લીલા પત્તાઓ માં ભળી જતો હતો. મધ્ય-પશ્રિમ ગ્રામીણ વિસ્તારમાં સપાટ પથરાયેલા પડેલા નિર્જન હાઇવે પર તપાસ કરવા તેઓ થોડી ક્ષણો થોભ્યા. બે જણની સહેજ આગળ ચાલતા, ઠસ્સા અને રૂઆબથી ખભા ઉંચા રાખતા અને માથુ એક તરફ ઢાળેલું રાખતા ઉંચા પાતળા યુવાન તરફથી ઈશારો મળતાં તેઓ ઝડપથી આગળ વધ્યા પણ દોડતા નહોતા. તેઓ હાઇવેને સમાંતર વૃક્ષોની ઝાડી પાછળ ગયા. ટુંક સમયમાં જ, હાઈવે પર કંઈ કે કોઈ દેખાય તે પહેલાં તેઓ એક ફાર્મમાં પહેાંચી ગયા. ત્રણમાંથી ...Read More

2

નિશાચર - 2

બુધવારની એ સવારે ૭:૪૦ વાગે સીડી ઉતરી ડેન નીચે આવ્યો ત્યારે એક બાજુ એફિસના પ્રશ્નની મુંઝવણ અનુભવતો હતો તો બાજુ સીન્ડી ચિંતા સતાવતી હતી. સીન્ડીના પ્રેમી ચાલ્સૅ રાઈટ તરફ તેને કોઇ દ્વૈષભાવ નહોતો ચાર્લ્સ -સીન્ડીની તેને ચક કહેતીવકીલની ઓફિસમાં જુતીયર પાર્ટનર હતો. સીન્ડી તે એફિસમાં સેક્રેટરી હતી. આ ચક હતો નસીબદાર પણ ડેનને જાણવા મળ્યું તે પ્રમાણે ઉડાઉ, ઉછાંછળો, છેલબટાઉ અને બેજવાબદાર યુવાન હતો. તેથી તે એને ગમતો નહાતો અને સીન્ડી તેને‘જુનવાણી બુઢ્ઢામાં' ખપાવતી હતી. કીચનમાં દૈનિક કાર્યક્રમ કલાક પહેલા શરૂ થઈ ગયો હતો. ગુન્હો કર્યાની સજા પેટે નાસ્તો કરવો પડતો હોય તેમ રાલ્ફી દુધના ગ્લાસને જોતો બેઠો હતો ...Read More

3

નિશાચર - 3

તે પછી જે કંઈ બન્યું તે એટલી તેા ચેકસાઈ અને વીજળીક ઝડપે બન્યું કે એલીનોર સ્તબ્ધ જ રહી ગઇ. મુઢ બનીને લાચારી ભોગવી રહી. તેણે એની પાછળ બારણું ખુલતું સાંભળ્યું, હેન્ડલ તેના પાંસળા સાથે દબાતું અનુભવ્યું અને પછી બંધ થતું સાંભળ્યું મોટો માણસ પાછળના બારણામાંથી પ્રવેશ્યો હોવો જોઇએ. તે એની પાસેથી ફરીને સીડી ચડયો. ત્રીજો માણસ, જે ખૂબ જ નાનો હતો અને જેણે લીલા રંગના પટાવાળો વિચિત્ર પેશાક પહેર્યા હતેા તે ઝડપથી નીચે આવ્યો અને બારણાં ખોલબંધ કર્યા. હોલમાં ઉભા રહેનાર વાળી પોશાક- વાળા યુવાનના હાથમાં એલીનારે પીસ્તોલ જોઈ. એલીનોરને ચીસ પાડવાની ઈચ્છા થઈ પણ ચીસ ગળામાં જ રૂંધાઈ ...Read More

4

નિશાચર - 4

‘હું કોઇને ઈજા પહોચાડવા માગતો નથી,' ગ્લેન ગ્રોફીને કહ્યું.‘ તારે શું જોઇએ છે?' ડેને એલીનેારના ખભા પર હાથ મૂકયો કહ્યું, ‘હું પણ એ જ માંગું છું.' બહુ સમજુ નીકળ્યો. તેથી હવે હુ પણ સમજદારીથી વાત કરીશ.’ રૂમમાં હવે આંધારૂ છવાયુ હતુ. ડેને એલીનેારના ખભા પર હાથ ત્યાનો ત્યાં જ રહેવા દઈ શાંતિથી ગ્લેન ગ્રીફીનને સાંભળ્યો. એ ત્રણે જણા મધરાત પછી સવારના બે કે ત્રણ વાગ્યા સુધી ડેનના ઘરમાં રોકાવા માગતા હતા. તેઓ માતબર પૈસા આવવાની રાહ જોતા હતા અને પૈસા આવે ત્યારે જતા રહેવાના હતા. દરમ્યાન હીલાર્ડ હાઉસમાં દિનચર્યા રાબેતા મુજબ ચાલતી રહેવી જોઈએ. ‘રાબેતા મુજબ, સમજયા તમે બધા? ...Read More

5

નિશાચર- 5

બહાર હવા તેજ હતી. પડદા ખેાલી નાખવામાં આવ્યા હતા. ડેન હીલાર્ડ સાંજનું છાપું વાંચી રહયો હતો. તેમાં છપાયેલા ફોટા તેણે ડાઈનીંગ રૂમમાં નજર નાખી તો ખાત્રી થઈ ગઈ કે આ ફોટા આ ભાગેડુઓના જ હતા. રાલ્ફી સાથે સોફા પર બેઠેલી સીન્ડી વાંચવાનો ડોળ કરતી હતી અને ત્રણ કેદીઓથી સાવધ હતી. તે વારેઘડીએ સ્કર્ટ સરખું કરી લેતી હતી. એલીનોર તેની રાબેતા મુજબની ખુરશીમાં બેઠી હતી. કોઈ રાહદારી જુએ તે આખું કુટુંબ શાંતિથી બેઠેલું દેખાય એ રીતે સૌ બેઠા હતા. ભાગેડુઓએ ઘણી સિફતથી બધુ આયોજન કર્યુ હતું. ડાઈનીંગ રૂમની આગલી બારીના પડદાની ફાટમાંથી ગ્લેન ગ્રીફીન આખી શેરી જોઈ શકતો હતો. ઉપરાંત ...Read More

6

નિશાચર - 7

પરંતુ જ્યારે તે બોલી જ નહિ ત્યારે ચકે જ પહેલ કરી. ‘તારા માતા-પિતાને હું ગમતો નથી, નહિ?' ‘શું?' ‘મિ. મીસીસ હીલાર્ડ, તેઓ મતે લાયક ગણતાં નથી. ખરૂં ને?’ ‘ચક, મારે તને કહેવું છે. મારે તને...ચક...' ‘શુ, સીન્ડી?’ ‘મને ઘેર લઈ જા.' ‘શું?' ‘પ્લીઝ, ચક, કંઈ ના પુછતેા. પ્લીઝ મને ઘેર મુકવા ચાલ.' ‘પણ હજી હમણાં તો આવ્યા. અને તું શું કહેવા જતી હતી?' ‘પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ.’ તે ફરી ટટાર બેઠી થઈ અને ચકે તેની વાદળી આખોમાં ફરી પાછી પેલી રૂક્ષ સખ્તાઈ જોઈ. જાણે તે એને ધિકકારતી ન હોય! તે એને ઘેર લઈ ગયો. તેને હસાવવા તેણે જે વાત કહેલી ...Read More

7

નિશાચર - 6

ગ્લેન ગ્રીફીન હીલાર્ડ ના મકાનમાં જ રહયો.જ્યારે ડેન બહાર નીકળ્યો હતો. ૯:૧૫ વાગ્યા હતા. પેટ્રોલપં૫માં જઇ પેટ્રોલ ભરાવતો હતો પણ ડ્રાઈવીંગ વ્હીલ પાછળ બેઠો બેઠો તે ધરનો જ વિચાર કરતો હતો. ડેનને બહાર જવા દેવા માટે રોબીશે ગ્લેનને મુખૅ જ ગણ્યો હતો પરંતુ જ્યારે ગ્લેને રોબીશને જ સંદેશો પહોંચાડવા જવાનું કહ્યું ત્યારે તે કદાવર માણસ ખમચાયો હતો. ગ્લેનને ખાત્રી હતી કે ડેનને જે કરવાનું કહેવામાં આવ્યું હતું તે એ જરૂર કરશે કારણ કે તેની પત્નિ, પુત્રી અને પુત્ર ધરમાં જ હતાં. ગ્લેનની ધારણા સાચી હતી પણ ડેનની ગણત્રીઓ તેથી પણ આગળ વધી રહી હતી. તે પેટ્રોલ પંપની અંદર દિવાલ ...Read More

8

નિશાચર - 8

સીન્ડી ઢળી પડતાં ડેને આશ્રર્યનો ઉંહકારો કર્યો અને સીન્ડી ઉપર ઝળુંબ્યો. હેન્ક ગ્રીફીન તેને તીરછી નજરે જોઇ રહયો. હેંક પડયો. એક નજર તેના ભાઈ ઉપર અને બીજી ડેન ઉપર હાથમાં બંદુક હોવા છતાં પણ તે ઢચુપચુ થઇ ગયો. ‘મને મદદ કરાવજે ગ્રીફીન,' ડેને તેની છેકરીને ઉંચકતાં કહ્યુ. હેંક હજી ખચકાયો. તે ઘરની બહાર ગ્લેન અને રોબીશની વચ્ચે થતી વાતચીત સાંભળવાનેા પ્રયત્ન કરતો હતો. 'જોતો નથી,' ડેને કહ્યું, ‘છેકરી માંદી છે? ’ અને એ વેળા તેણે બીજો નિર્ણય લીધેા. તે સીન્ડીની જ ઉંમરના આ નાનકડા છેાકરાને મારી શકશે નહિ . બીજાઓને તે જરૂર મારી નાખી શકે, પણ આ છોકરાને મારી ...Read More

9

નિશાચર - 9

‘આપણને તરત ખબર પડી જશે. આવા બધા કોલને રેકર્ડ રખાય છે.' ‘ઇન્ડીયાના પોલીસ કોલ' ‘તને મળી જશે શેરીફ ' હસતાં હસતાં હસતાં તેને કહ્યું ‘ વેબ એક વાત કહું. મારે આની સાથે કોઇ નિસ્બત નથી પણ તું આ કેસમાં અંગત રસ લઈ રહયો હોય એમ લાગે.’ જેસી મલકાયો 'તે ધણો જટિલ કેસ છે.’ તેણે કહ્યું. ‘મને એવું થયા કરે છે કે જેટલો હું ગ્રીફીન પાછળ પડયો છે તેટલો એ મારી પાછળ પડયો છે’ ગ્લેન ગ્રીફીન ડેનની હેટ માથા ઉપર મૂકી ટેબલના મથાળે બેઠો હતો. તેના હોઠ વચ્ચેથી સીગારેટ લટકતી હતી. પીસ્તોલ તેણે પાસે જ રાખી હતી. હેંક ખુણામાં ઉભો ...Read More

10

નિશાચર - 10

ચક રાઈટ તેના ટેબલ પાછળ બેઠો બેઠો ખુલ્લા બારણામાંથી બહારની ઓફિસમાં સીન્ડીને ફોન પર વાતચીત કરતા જેતો હતો. તેણે બે હાથે પકડયો હતેા અને ગાલ સાથે દાબી રાખ્યો હતો. સવારે આવી તેણે ગઈ રાતના વર્તન બદલ માફી માગી હતી. ‘તારે પીસ્તોલ જોઈએ છે હજી?’ ચકે તેને પૂછ્યું હતું. અને તેણે મોં ફેરવી લીધું હતું. ચકનો હવે ગુસ્સો જતો રહ્યો હતો, પણ ગુસ્સાની જગ્યાએ મુંઝવણ ઉભી થઇ હતી. મારે શું, ચકે વિચાયુઁ. એ કદાચ મારી સાથે નાતો તોડવા માંગતી હશે. પરંતુ પીસ્તોલ. પીસ્તોલ શા માટે જોઇતી હશે એને? સંબંધ તોડવાની સાથે પીસ્તોલને શી નિસ્બત? ફોન ઉપર તે શી વાત કરતી ...Read More

11

નિશાચર - 11

શેરીમાં ચક રાઈટે ડેન હીલાર્ડ અને સીન્ડીની અકકડ આકૃતિઓતે પાર્કીંગ લોટ તરફ વળતી. જોઈ તે ગભરાયો. તે પોતાની કાર પહોંચે ત્યાં સુધીમાં શું તે એમનું પગેરૂં તેા નહિ ખોઈ બેસે તે! ચક પાર્કીંગ લોટમાં ઘૂસે તે પહેલા તો તેણે સીન્ડીને તેની કાર ટ્રાફીકમાં વાળતી જોઈ. મીડટાઉન વિસ્તારમાં બપેારના બારથી છની વચ્ચે વળાંક વાળવાની મનાઈ છે. આ ટાઈમીંગને લીધે સીન્ડીની કાર પૂરપાટ દોડી રહી. ચકે જોયું કે બે શેરી આગળ સીન્ડીની કાળી કાર જમણી તરફ પૂર્વ માં વળી. તેણે એનો પીછો કર્યોં. તેણે સીન્ડીની અને તેની કારની વચ્ચે ખાસુ અંતર રાખ્યુ કે જેથી તેનાં રોયરવ્યુ મીરરમાં તે પકડાઈ જાય નહિ. ...Read More

12

નિશાચર - 12

સીટી ડાયરેકટરી અને નકશાઓની મદદથી પાંચ વાગતા સુધીમાં જેસીએ મિ.પેટરસનને જે જે જગ્યાઓની મુલાકાત લીધી હતી તે બધાં જ શેાધી કાઢયાં હતા. ઓછામાં ઓછું જેમણે મિ.પેટરસનને ચેક આપ્યા હતા એ મકાનો તો તેણે શેાધી કાઢયાં હતાં જ. તે અત્યારે નકશા પર એ મકાનો પર કુંડાળા દોરતો હતો. ‘એ જગ્યા ફરતે ચોકિયાતિ કાર હટાવી લેા, ટોમ,' તેણે કહ્યુ. ‘હું એમ કહેવા માંગતો નથી કે તે લોકો ત્યાં જ સંતાયા છે. ગ્રીફીન મુખૅ નથી. પણ ત્રણ શખ્સો કંઈ હવામાં ગાયબ થઈ જાય નહિ.’ તેણે નકશો ખોલ્યો.‘ આપણી પાસે ચાર કાર છે. એક અહીં રાખ, બીજી અહીં, ત્રીજી અહીં, અને ચોથી અહીં.’ ...Read More

13

નિશાચર - 13

તેણે ગીયર રીવર્સ માં નાખ્યાં, કાર વૃક્ષોમાં પાછી લીધી અને પછી ફરી, પાછી ટેકરાની ધાર તરફ લેવાનુ નકકી કર્યું જેથી તે પેલું પાતળું ઝાડ વટાવી શકે. તે હવે જરાય ખચકાયો નહિ. તેનું મગજ હવે જાણે એટોમેટીક મશીનની જેમ કામ કરતું હતું. તેણે કારને ફોરવર્ડ ગીયરમાં નાખી. એકસીલરેટર દાબ્યું અને ડાબો પગ કલચ પર દાબી રાખ્યો. તેણે ડાબી કોણીથી ખાત્રી કરી લીધી કે કારનું બારણું ખુલ્લું હતુ. જે ઘડીએ તેનો જમણેા હાથ ડ્રાઈવીંગ વ્હીલ છોડી દે એ જ ઘડીએ તેના ડાબા હાથે બારણું ખોલી નાખવું રહ્યું. તેણે એકસીલરેટર દબાવ્યું, કલચ છોડ્યો, વ્હીલ પકડી રાખ્યું અને કાળો શુન્યાવકાશ સામે ધસી આવતો ...Read More

14

નિશાચર- 14

અને એલીનોરનો ફિકકો દયામણો ચહેરો તેની નજર સમક્ષ તરવરી રહયો. ડેન, મને વચન આપ,પ્લીઝ, મને વચન આપ. તે મનોમન રહયો, ‘હું શું કરૂં એલી? મેં તને વચન આપેલું, પણ તું જાણતી નથી કે હું જે જોઉ છું એ તને દેખાતુ નથી.' તે એક રસ્તાબત્તી નીચે આવ્યો, તે પેાતાના ઢલી પડેલા ખભાવાળા પડછાયાને જોઇ રહયો. તેણે માથું ઉંચુ કર્યુ. આખા પુલ ઉપર તે એકલેા જ હતો. તે ટટાર થયો અને આગળ ચાલ્યો. એ ઘડીએ પાછળથી હેડલાઈટોનો પ્રકાશ તેની ઉપર પડયો. તેની પાસેથી કાર પસાર થઈ ગઈ. પાછલી.બારીમાથી ડોકું કાઢી છેાકરી બોલતી સંભળાઈઃ ‘બીજો એક જામ અડાવ, બુધ્ધું.' ડેન પગલું ચૂકી ...Read More

15

નિશાચર - 15

પાંચ સેંકડ સુધી ડેન હીલાર્ડ હોલમાં નિજીવની જેમ ઉભો રહી ગયો. તેના મોં પર નગ્ન ભય ઝળુંબી રહ્યો. તેણે કંઈક બનવાની અપેક્ષા તો રાખી જ હતી. તેણે એલીનોરને નીચલાં પગથીયાં ઉપર જોઈ તેની આંખેા ભયથી જાણે ઓળખાતી જ નહોતી. તેણે સીન્ડીને પોતાની પાછળ લીવીંગરૂમની કિનારે ઉભી રહેતી સાંભળી. ગ્લેન ગ્રીફીન ડાઈનીંગ રૂમના બારણામાં ડેને પછી રોબીશને પણ જોયો. તેના હોઠ ખુલેલા હતા અને ચહેરાની પીળી ચામડી હવે લાલ થઈ ગઈ હતી. તેણે પીસ્તોલ સીડી પર તાકી હતી પણ ડેનને જોતાં પીસ્તોલ તેની તરફ ફેરવી. ‘રાલ્ફી કયાં છે?' ડેને પૂછ્યું. ‘ઉપર,’ એલીનારે કહ્યુ. ઉંધે છે.' ગ્લેનગ્રોફીન હસ્યો. ‘આ વેળા એ ...Read More

16

નિશાચર - 16

તે ફરી પશ્ચિમમાં ફર્યાં. બે એક માઈલ વટાવ્યા પછી રસ્તાના અંધકારમાં તેને એકાએક હિલાર્ડ ના મકાનના સાન્નિધ્યમાં પાર્ક કરેલી પેાલીસકારોનું મહત્વ સમજાયું, તે સાચો હતો. પેાલીસો ડાહયા હતા. પરંતુ વિજ્ય એમ મળશે નહિ. પેલા ગ્લેનનું શું? પેલી છોકરીનું શું થશે? ઘણી થોડી કાર નજીકથી પસાર થઈ હતી. મોડી રાત હતી. તેણે બારી ખોલી. ઠંડો પવન શરીરને સ્પર્શતા તે તાજગી અનુભવી રહયો. પરંતુ એ તાજગી, એ મુકિત નીચે બીજો એક વિચાર સળવળતો હતો. તેણે પાછા જઇને ગ્લેનને ચેતાવી દેવો જોઇએ. આટલી મેાટી દુનિયામાં હેંક ગ્રીફીનની જો કોઇને પરવા હોય તો તે એકમાત્ર તેનો ભાઇ જ હતો. પિતા મરી ગયા પછી ...Read More

17

નિશાચર - 18

અને તે ખીસામાંથી એક પછી એક વસ્તુ કાઢી અંધારામાં ટેબલ ઉપર મૂકવા લાગ્યો. અચાનક તેના હાથમાં એક વસ્તુ આવતાં થોભી ગયો. ઓફિસમાં તે સીન્ડીને આપવાનું ભૂલી ગયેા હતેા તે એ ચાવી હતી. હીલાર્ડના ઘરના પાછલા બારણાની ચાવી. તે એની ભીની હથેળીમાં ચાવીને મજબુત પકડી રહયેા. તેના મગજમાં એક વિચાર સ્ફુરી રહયો: કોઈ રીતે, કોઈ રસ્તે, તે આ ચાવીનો ઉપયોગ કરી શકે તેમ હતો? એક વાગ્યા હતો. ડેન હોલાર્ડ પલંગની બાજુમાં રાખેલા ટેબલ ઉપર પડેલા ઘડિયાળના ચમકતા ડાયલને જોઈ રહ્યો. ટપાલમાં પૈસા આવવાને હજી સાડા આઠ કલાકની વાર હતી પછી તે એકેએક મીનીટ ગણી રહ્યો હતેા. તેનામાં ખુંખાર હિંસા આકાર ...Read More

18

નિશાચર - 17

‘વેલ, અમે માનીએ છીએ કે આ ત્રણ માણસો આ ત્રણ કેદીઓ શહેરમાં ભરાયા છે. અથવા શહેરની નજીકમાં છે. અમે છીએ કે તેઓ અહીં નજીકના પડોશમાં આજુબાજુના કોઈ ઘરમાં છેં તેથી કોઈ અહીં ગોળ ગોળ ચકકર લગાવે તો―’ તે બોલતો રોકાઈ ગયો. ‘કહે, દોસ્ત.’ ‘શુ કહું? ' ‘તુ કંઈ જાણે છે?’ ‘ના.’ ‘કોઇ શક છે’ ‘ના.’ ‘મારી આગળ જુઠું ના બોલીશ,' જેસી બરાડયો. ‘તારો ચહેરો એવો દેખાય છે કે જાણે મારી લાત ન ખાધી હોય!’ ‘તો તારી કારમાં તું શું કરે છે, મિ. રાઈટ? શો ઇરાદો છે તારા?' ચાર્લ્સ રાઇટે સ્મિત કર્યું ‘વેલ, વાત એમ છે કે મારી પ્રેમિકા અહીં ...Read More

19

નિશાચર - 19

૨:૧૫ વાગે ચક રાઇટ, બારણે ટકોરા પડતાં અર્ધ બેભાન અવસ્થા જેવી ઉંધમાંથી જાગી ગયો. સતત ઠોકાતાં જતાં બારણાના અવાજથી ઉભો થઈ ગયો અને બારણું ખેાલતાં પહેલાં દિવાલની લાઈટ ચાલુ કરી. બારણું ખોલ્યું તો ડેપ્યુટી શેરીફ જેસી વેબ નજરે પડયો. ‘મને ઉંધ ના આવી, મિ. રાઇટ,’ જેસીએ રૂમની અંદર પગ મૂકતાં કહ્યું, ‘મને લાગે છે તને પણ ઉંધ આવી નથી.’ જેસીએ તૂટી ગયેલા ટેબલલેમ્પને જોયો. ‘ઘણો ગરમ થઈ ગયો લાગે છે તું?’ ‘તું જાણે છે તેા પછી પૂછે છે શા માટે?’ ‘આ એક ગમે એવી વાત કરી. મધરાતે મૈત્રી ભાવભર્યો સહકાર.' તે પલંગની ધારે બેઠો. ‘અમે ધીમા છીએ, મિ. રાઈટ. ...Read More

20

નિશાચર - 20

તે ફર્યો અને પ્રેક્ષકોના ટોળામાં ગયો. તેણે ટોપી પહેરેલાં ટેક્ષી ડ્રાઈવરને જોયો અને પૂછ્યું, ‘તારી ટેક્ષી છે પેલી ? જોઈએ છે?' ‘યસ સર’ ટેક્ષીડ્રાઇવરે ટેક્ષી તરફ જતાં કહ્યું ‘આવી લાશ જોવા માટે પણ હિમંત જોઇએ સાહેબ.’ ચક પાછલી સીટમાં બેઠો અને ડ્રાઈવરને કલબનું એડ્રેસ આપ્યું. તેની હથેળીમાં હીલાર્ડના ઘરના પાછલા બારણાની ચાવી હતી. ‘અની, વીસ મીનીટ પછી રેસ્ટોરન્ટના કાઉન્ટર ઉપર કોરોનરના રીપોર્ટ ની રાહ જોતાં જેસીવેબે કહ્યું ‘અની, જો હું તને હાલ કહી શકું તેમ નથી પણ આ વિશે આવતી કાલના સવારતા છાપામાં કંઈ છપાવું જોઈએ નહિ.’ કારસને હકારમાં ડોકું હલાવ્યું. ‘તેને અકસ્માતમાં ખપાવજે. મરનાર એળખાયેા નથી એમ લખાવીશ ...Read More

21

નિશાચર - 22

પાંચ મીનીટ પછી ટોમ વીત્સ્યને તેની ઓફિસેથી રેડીયો દ્વારા વોલીંગ્ઝના છાપરા ઉપર મૂકવામાં આવેલા એક નવા એફબીઆઈ એજન્ટ સાથે સાધ્યો. મર્ક નામનો આ એજન્ટ નીચે ઉતરી ગયો અને લોનમાં ચોકી ભરતા જેસી વેબને ઈશારો કર્યાં. જેસી મકાનના આગલા ભાગને ટેકવેલી સીડીના ટોચના પગથીયા ઉપર ઉભો ઉભો હીલાર્ડ ના મકાનની બારીઓની ચોકી ભરતો હતો. સીડી વોલીંગ્ઝના મકાનના છાપરાથી પણ ઉંચી હતી. જેસીએ પીળો પોશાક પહેર્યો હતો અને તે ટેલીવીઝનનું એરીયલ બેસાડતા બે મદદનીશોને સૂચના આપી રહ્યો હતો. પરંતુ વાસ્તવમાં તે હીલાર્ડ ના મકાન ઉપર નજર રાખી રહ્યો હતેા. તે સીડી ઉતર્યો અને બાજુના બારણામાં થઈને વોલીંગ્સના ઘરમાં જઈને મર્કને મળ્યો. ...Read More

22

નિશાચર - 21

નિર્ણય લેવાઈ ગયો હતો. સાવચેતીઓ લેવાઈ ગઈ હતી. કશાની પણ અવગણના કરવામાં આવી નહોતી. તક મળ્યે પેાલીસ કાતિલોને પકડવા મારી નાખવા માટે તૈયાર હતી. જેસી વેબ વાલીંગ્સના મકાનની પૂર્વે સીડી ચઢીને છાપરા ઉપર ગયો હતો જ્યારે ટોમ વીન્સ્ટન અને કારસને વેલીગ્સ દંપતિને બેજ બતાવી શું થઈ રહ્યું હતું તેનો આછો ખ્યાલ આપ્યો હતો. છાપરાના આગલા ખૂણેથી તે હીલાર્ડ ના મકાનને સારી રીતે જોઇ શકતો હતો. બાજુનું બારણું, બાજુનું મેદાન, આખો ડ્રાઈવ-વે. એક કલાક પછી એફ સ્ટેટ ટુપર અને જેસોની એફિસનો એક માણસ ટેલીવીઝન ઇન્સ્ટોલેશન એન્ડ રીપેર ટ્રકમાં વેપારીના ડ્રેસમાં સજ્જ બની બેઠા બેઠા વોલીંગ્ઝના મકાનમાં જવાની રાહ જોતા હતા. ...Read More

23

નિશાચર - 23

જેસી વેખ સમક્ષ હકીકતો રજુ કરતાં ડેન હીલાર્ડને પાંચ મીનીટથી વધુ વાર ન લાગી. ખુલાસાને અંતે ડેને કહ્યું. ‘આ તારું ખૂન કરવાનો છે, ડેપ્યુટી. મારી છેાકરી અત્યારે તેને જે ૩૦૦૦ ડોલર આપવા ગઈ છે તેના બદલામાં તે તારૂં ખૂન કરવાનો છે.' ‘તેા વાત એમ છે,’ જેસી વેબે તેની દાઢી ઉપર હાથ ધસતાં કહ્યું ‘તેા એનો ઈરાદો એવો છે.’ ‘અમારે બીજો છુટકો નહેાતો, વેબ.’ ‘કોણે કીધું તારી પાસે છુટકો હતો?' ડેપ્યુટી ગુસ્સે થઈ બોલ્યો. ‘અમે ફલીકને સંભાળી લઇશું, મિ. હીલાર્ડ. આવા બદમાશોને સીધા કરવાના રસ્તા અમે જાણીએ છીએ.' ‘આ પત્ર મેં થોડીવાર પહેલાં લખેલો, ડેપ્યુટી. બીજો એક નનામો પત્ર, પણ ...Read More

24

નિશાચર - 24

તે બેડરૂમમાં ગયો. બેડરૂમ સીન્ડીનેા હતો. નીચે શાંતિ હતી. તેનો હાથ બારણાના હેન્ડલ પર પડયો. તેણે બારણું ખોલ્યું. કબાટમાં કબાટના બારણાની તિરાડમાંથી પણ તે હોલમાં દોરી જતા બારણાને જોઈ શકતો હતો. તેણે એની આંખેા અને ઓટોમેટીક હોલના બારણા પર તાકી રાખી. અચાનક તેને ગ્લેન ગ્રીફીનનો અવાજ સંભળાયો. ‘એય રોબીશ, આવે છે એ લોકો. બહાર ટેક્ષો થોભી છે.’ વોલીંગ્ઝ હાઉસના છાપરા પરથી જેસી વેબે ટેક્ષી આવતી જોઇ. તેણે ફરી પીળો પોશાક ધારણ કરી લીધો હતો. તે તાણીયાનો તાર ટાઈટ કરવાનો ડોળ કરી રહ્યો હતો. પરંતુ તેનું ધ્યાન તેા શેરીની બંને બાજુએ ગીચ ઝાડીની ધારે ઉભેલી બે પેટ્રોલ કાર, ઉપર છાપર ...Read More

25

નિશાચર - 25

પછી તેણે સીડી પર પગલાંનો અવાજ સાંભળ્યો, પરંતુ એ શકય નહોતું. તેના માનવામાં આવતું નહોતું. પછી એક અનંત શૂન્યાવકાશ મગજ ઉપર છવાઈ ગયો અને તે ઢળી પડ્યો. રોબીશ ગ્લેન ગ્રીફીન ઉપર થઈને સીડી પરથી નીચે ઉતર્યાં. તે કંઇ બબડી રહયો હતો. હોલમાં આવી તે થોભ્યો. તેની પીળી–લીલી આંખો ઉગ્ર બની ગઈ હતી. ડેન હવે સમજી ગયો કે રોબીશ તેને મારી નાખશે. ગ્લેન ગ્રીફીન જયારે રોબીશને ઘોંધાટ કરતો રોકવા સીડી ચઢયો હતો ત્યારે ડેન હોલાર્ડના મગજમાં ઝમકારો થયો હતો. તે હાથમાં આવેલી તક ઝડપી લેવા માંગતો હતો. તેણે આગલું બારણું ખોલ્યું હતું અને એલીનેારને તેમાં ધકકો માર્યાં હતો. તે જેવી ...Read More

26

નિશાચર - 26 - છેલ્લો ભાગ

‘શુ છે આ બધું?' ગ્રીફીન બરાડ્યો. ‘હીલાર્ડ, બહેરો છે તું? પીસ્તોલ ભરેલી છે, જો પીસ્તોલ–' ગ્રીફીન ડેનની નજરને તાકી અને બોલતો બંધ થઈ ગયો. ‘રાલ્ફી,’ ડેને કહ્યું, ‘હવે તું મોટો થઈ ગયો છું હું કહું છું તેમ કર, બેટા.’ ‘ચૂપ મર!' ગ્રીફીને બૂમ પાડી ‘તું અહીં ખાલી બંદુક લઈને કંઈ થોડો પાછો આવવાનો હતો ?' ડેને તક ઝડપી લીધી. ‘રાલ્ફી !’ તે બગયો. ‘દોડ, બેટા!’ અને ગ્રીફીન હાલે તે પહેલાં એક કૂદકામાં છોકરો ડેન પાસે દોડી આવ્યેા. ‘નીચે થઈને બહાર જા!’ ડેન હીલાર્ડ બુમ પાડી. અને પછી તેણે ગ્લેન ગ્રીફીનને બંદુક ઉંચી કરતાં જોયેા. તેણે પીસ્તોલનો ખટાકો સાંભળ્યો છતાં ...Read More