પ્રેમનો સાથ ક્યાં સુધી…

(286)
  • 142k
  • 19
  • 78.4k

દરેક વખતે મેં થ્રિલર, જાસૂસ કથા કે સ્ત્રીપ્રધાન કથા જ લખી છે. પણ આ વખતે કંઈક નવો પ્રયોગ કરવા માંગતી હતી કહો કે નવા વિષય પર લખવા માંગતી હતી. એવા જ સમયે મે વર્ષો પહેલાં વાંચેલો લેખ કે 'જેમાં એક બાળકીને પોતાનો ગયો ભવ કે પૂર્વ ભવ યાદ આવ્યો હતો.' મને એ યાદ આવતાં જ આ વિષય સાથે પ્રેમ કથા જોડી એક નવી જ નવલકથા લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થઈ રહી છું. "પ્રેમનો સાથ ક્યાં સુધી" મારા વ્હાલા વાચકમિત્રોને ખાસ વિનંતી કે આ મારો નવીન પ્રયોગ અને નવા પ્રયત્નને જરૂરથી બિરદાવજો, તમારા રેટિંગ્સ અને પ્રતિભાવોથી.

Full Novel

1

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 1

પ્રસ્તાવના દરેક વખતે મેં થ્રિલર, જાસૂસ કથા કે સ્ત્રીપ્રધાન કથા જ લખી છે. પણ આ વખતે કંઈક નવો પ્રયોગ માંગતી હતી કહો કે નવા વિષય પર લખવા માંગતી હતી. એવા જ સમયે મે વર્ષો પહેલાં વાંચેલો લેખ કે 'જેમાં એક બાળકીને પોતાનો ગયો ભવ કે પૂર્વ ભવ યાદ આવ્યો હતો.' મને એ યાદ આવતાં જ આ વિષય સાથે પ્રેમ કથા જોડી એક નવી જ નવલકથા લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થઈ રહી છું. "પ્રેમનો સાથ ક્યાં સુધી" મારા વ્હાલા વાચકમિત્રોને ખાસ વિનંતી કે આ મારો નવીન પ્રયોગ અને નવા પ્રયત્નને જરૂરથી બિરદાવજો, તમારા રેટિંગ્સ અને પ્રતિભાવોથી. ******** પ્રેમનો સાથ ક્યાં ...Read More

2

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 2

ભાગ....૨ (હું મારો મી ટાઈમ પાસ કરવા મનગમતી બુક લઈ બેઠો અને મારા ત્રણ મિત્રો આવ્યા. મારી પત્ની મિતા આવભગત માટે ચા અને ભજીયાની તૈયારી કરવા કીચન તરફ ગઈ અને અમે.... હવે આગળ...) ઉમંગ જે મારા ઘરે મિતાના હાથની વાનગીનો સ્વાદ માણતો હતો અને મારા અનુભવ જાણીને શીખવા મથતો એક નવોસવો ડૉક્ટર હતો. “અને હું એટલે સુજલ મહેતા... એક ફેમસ સાયક્રાટીસ. જોધપુરમાં મારી પ્રેક્ટિસ જોરશોરથી ચાલતી હતી. મારી પોતાની “માય માઈન્ડ” નામની હોસ્પિટલ. તેમાં મેં હાયર કરેલા બે-ત્રણ સાયક્રાટીસ અને જોડે ડાયેટિશન હતાં. એમાંનો એક ઉમંગ હતો. ઉમંગની શીખવાની ધગશના કારણે જ તે બધાથી અલગ પડતો અને એ આદતના ...Read More

3

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 3

ભાગ.......૩ (હું અને મારા મિત્રો વાતો વાતોમાં પ્રેમ જેવું તત્વ પતિ પત્ની વચ્ચે લાંબો સમય નથી રહેતું. એમાં પણ મારા અન્ડરલાઈન રિલેટડ એક કવોટ વિશેનો અનુભવ જણાવવા કહ્યું તો, હવે આગળ... ) "એક અલગ જ પ્રેમની પરિભાષામાં ફીટ બેસે એવો. એક પાત્ર બીજા પાત્ર માટે મરી ફીટવા તૈયાર અને તે પાત્ર માટે કોઈ મમત્વ તો શું પણ કોઈ અજાણ્યા માણસ કે જનાવર જેવી લાગણી હોય તેવી પણ તેના માટે નહીં... બસ તે વ્યકિત માટે એક નિર્જીવ વસ્તુ હોય એમ તે ઘરના એક ખૂણામાં પડી રહે એટલું જ..." મેં તે વાત વાગળોતા કહ્યું તો મિતા, "તો પછી તે પાત્રે પેલા ...Read More

4

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 4

ભાગ........૪ (સાયક્રાટીસ ડૉ. સુજલ મહેતાને એક ફોરનેર કપલ તેમની બાળકી સાથે મળવા આવેલું છે. અલિશાનો પ્રોબ્લેમ તેના મોમ ડેડ સાંભળ્યા બાદ તેની સાથે ડૉકટર વાત કરવા પ્રયત્ન કરે છે. હવે આગળ...) "અંકલ પ્લીઝ ગીવ ધ મેડીસીન મી. આઈ વૉન્ટ ટુ ગો માય હોમ, માય રૂમ?"અલિશાને આવું બોલતા સાંભળી મને શોક લાગ્યો પણ વાત કરવાના ઈરાદે મેં આગળ વાત વધારી. "બટ વાય યુ સેડ મી ગીવ ફોર મેડિસિન, ડુ યુ નો આઈ એમ નોટ ગીવ એની મેડિસિન, એની પેશન્ટ?..." તેની આંખોમાં થોડી ચમક આવી અને પાછી ગાયબ થઈ ગઈ."ઈટ મીન્સ યુ ટ્રાય ધ ડીપ સ્લીપ એન્ડ ટોક અબાઉટ અધર ટાઈપ, ...Read More

5

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 5

ભાગ....૫ (અલિશા મને દવા આપવાનું કહ્યું, મને શોક લાગ્યો છતાં તેની સાથે વાત કરવાના ઈરાદે મેં વાત કરી અને સાથે ફ્રી થઈ જાય એ માટે પ્રયત્ન કર્યો. પાંચ દિવસ બાદ તે મારી પાસે આવી તો તેના મુખેથી મારવાડી સાંભળી મને શોક લાગ્યો. હવે આગળ...) "નહીં હમ કોનો કી પસંદ નહી હૈ, હમ તો ઘર કે એક કોનો મેં રહેતે હૈ ઔર કામ કરનેવાલો મેં સે હૈ..." અલિશા બોલતાં બોલતાં જ બેભાન થઈ ગઈ. મિતા બોલી કે,"ઓહ શીટ... બિચારી નાની છોકરી..." ઉમંગે કહ્યું કે,"એવું પણ બને ખરુંને કે કદાચ તે ભલે કોન્વેન્ટ સ્કુલમાં ભણતી હોય. પણ તે જયાં રહે છે ...Read More

6

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 6

ભાગ-૬ (હું અલિશાને હિપ્નોટાઈઝ કરવા ડાર્કરૂમમાં લઈ ગયો અને તેને હિપ્નોટાઈઝ થયા બાદ એક પુરુષ જે એક સ્ત્રી પર કરે છે અને બીજી ઘરડી સ્ત્રી તે જોઈ રહે છે, તે વિશે કહે છે. પણ અલિશાને સિસકતી જોઈ વિલિયમ નારાજ થઈ જાય છે. હવે આગળ.....) "લુક વિલિયમ, કદાચ આ કેસ ધારીએ એટલો અને એવો નાનો નથી, અને ધાર્યા કરતાં અલગ વાત છે અને મને કંઈક અલગ ફીલ પણ થાય છે. હા એટલું ખરું કે હું હજી શ્યોર નથી, માટે હાલ કંઈ નહી કહું. પણ આની ટ્રીટમેન્ટ કરતાં આપણને સમય લાગશે. પ્લીઝ બી પેશન..." વિલિયમને સમજાવતાં મેં કહ્યું."ઈટ્સ ઓકે, હું પ્રયત્ન ...Read More

7

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 7

ભાગ....૭ (ડૉ. નાયક અલિશાના ડેડ વિલિયમને ધીરજ ધરવા સમજાવે છે પણ અલિશાને વિલિયમડીન્સ થતાં ડૉ.અગ્રવાલની હોસ્પિટલમાં એડમિટ કરે છે. અલિશા મારવાડી બોલી બોલીને ના માનતાં ઙૉ.અગ્રવાલને પણ સ્તબ્ધ કરી દે છે. હવે આગળ....) "ડૉ.અગ્રવાલ પણ એક વાતનું ધ્યાન રાખજો કે આ વાતની કોઈને ખબર પણ ના પડવી જોઈએ અને ના તો તમે કંઈ તેને કહેવાનો પ્રયત્ન પણ ના કરશો. અને હા, હું તેને નેચરલી જ પૂછવાનો પ્રયત્ન કરતો રહીશ." આટલું કહીને હું ત્યાંથી નીકળી ગયો.અલિશાના લીધે મારી મિત્રતા તેના ડેડ વિલિયમ સાથે સારી એવી થઈ ગઈ. પણ મારી ઉત્સુકતાના લીધે વારંવાર ત્યાં જતો હતો.... આગળ બોલું તે પહેલાં જ ...Read More

8

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 8

ભાગ...૮ (સુજલ અને ડૉ.અગ્રવાલને એવું લાગ્યું કે તે ખોટું વિચારી રહ્યા છે. આમાંને આમાં પણ મારી, વિલિયમ અને ડૉ.અગ્રવાલની થઈ ગઈ. સમય થઈ જતાં બધા ઊભા થયા અને કાલે ડીનર પર મળવાનું કહી તેઓ છૂટાં પડયાં. હવે આગળ...) મારા મનમાં રહી રહીને એ વાત જ આવતી કે અલિશા ક્યાં હશે? કેવી હશે? પરાણે મનને આ અલિશાની યાદો કરવાનું બંધ કરાવી કામ પર ધ્યાન લગાડ્યું. સાંંજે ઘરે પહોંચી મેં મિતાને કહ્યું કે,"વાહ આજે તો સરસ સુગંંધ આવી રહી છે ને, તારા હાથનું સરસ ભોજન મળવાનું લાગે છે." "કેમ હું આટલા સમયથી ભોજન સારું નહોતી બનાવતી કે તમારું નાક બંધ રહેતું ...Read More

9

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 9

ભાગ...૯ (સુજલ મહેતા તેની પત્ની મિતાને મસ્કા મારે છે, પણ તે સફળ થતો નથી. તેમના મિત્રો આવતાં જ ડીનરને આપી અને આગળ વાત વધારી. વિલિયમ અને સુજલ ડૉ.અગ્રવાલની પાર્ટીમાં ભેગા થાય છે અને વાત કરે છે કે અલિશાને હવે કંઈ જ યાદ આવ્યું નથી અને એવામાં જ અવિ.... હવે આગળ....) અલિશા વિશે મારા પૂછવા પર જહોને કહ્યું કે,"ડૉ.નાયક ત્યાર થી તો આજ સુધી તમે કહ્યું એવું કંઈ જ નથી બન્યું. અત્યાર સુધી તો તે નોર્મલ લાઈફ જીવી રહી છે. અમારે પણ તમને કે ડૉ.અગ્રવાલને તાબડતોબ બોલાવવા પડે એવી કોઈ પરસ્થિતિ ઊભી નથી થઈ." "ઉસકી ખુશી હમારે લીએ સબસે જયાદા ...Read More

10

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 10

ભાગ...૧૦ (ડૉ.અગ્રવાલની મેરેજ એનિવર્સરીની પાર્ટીમાં વિલિયમ અને માનવની વાતચીતને અવિએ ભંગ કરી. અલિશા એકદમ મારવાડી બોલી રહી હતી અને વાતને ટાળવા માનવે નાટકનું નામ આપ્યું અને બધા મહેમાનોને વિખેર્યા. અલિશા બેભાન થતાં મેં ડૉ.અગ્રવાલને ચેેક કરવા વિનંતી કરી. હવે આગળ....) "કાલે અલિશાને ચેક કરી અને મને તેનો રિપોર્ટ ચોક્કસ જણાવજો અને ખાસ કરીને તેના પેરન્ટસના મનમાં કંઈ બીજી વાત હોય તો પણ... પ્લીઝ આટલી ફેવર કરજો." મારા માટે તે રાત પસાર કરવી ઘણી અઘરી હતી.ધ્યાનપૂર્વક સાંભળી રહેલા બધામાં થી રસેશે પૂછયું કે,"વારંવાર અલિશાનું બેભાન થવું એ તો આશ્ચર્ય છે જ અને એનું કારણ જાણવું વધારે આશ્ચર્ય હશે.... શું હતું ...Read More

11

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 11

ભાગ...૧૧ (અલિશાનું ચેકઅપ કરી ડૉ.અગ્રવાલ માનવને કહે છે કે તારી થેરેપીના કારણે અલિશાનું માનસિક સ્વાસ્થ્ય સુધરી શકે છે. એ વિલિયમને ડૉ.અગ્રવાલ અને સુજલ સમજાવે છે પણ તે ફકત હામી ભરીને જતો રહે છે અને એક દિવસ વિલિયમનો ફોન સુજલ પર આવે છે. હવે આગળ....) "બસ ઈસ બાર ફિરસે અલિશાને પાર્ટી મે જો કીયા થા વૈસા હી વાપિસ કીયા ઔર બાદ મેં વો બેહોશ હો ગઈ..." "મેં ડૉ.અગ્રવાલને પણ બોલાવી લીધા છે. તે એકદમ ચેક કરી લે પછી જ મને શાંતિ થશે." એલિના બોલી એટલે જહોને કહ્યું, એટલામાં ડૉ.અગ્રવાલ પણ આવી ગયા. તેમને પણ ચેક કરીને કહ્યું કે,"વિલિયમ, એલિના તમે ...Read More

12

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 12

ભાગ...૧૨ (અલિશા ફરીથી પાર્ટીમાં કરેલું ડુપ્લેકસ બિહેવ ઘરમાં કરે છે અને ડૉ.અગ્રવાલ વિલિયમ ફેમિલીને સાઈક્રાટીની થેરેપી માટે મનાવે છે. શરૂ થતાં ધીમે ધીમે તેને પૂર્વભવમાં લઈ જાય છે અને હવે આગળ...)"ભતીજા કો ડર હૈ કી હમાર ગુડિયા હમારી સેવા કરેગી તો મેવા વો ખા જાયેગી... ઔર વો હવેલી જૈસા હો તો ઉસકો દે કૈસે..." "અચ્છા તો ફિર તુમ્હાર હવેલી કહાં હૈ?" "ગાઁવ મેં..." "મગર કોન સા ગાઁવ?..." "વો તો બ... રો..." આટલું બોલતાં બોલતાં રડવા લાગી અને તેના હિબકા ના લીધે તેનો સ્ટ્રેસ વધી ગયો અને બીપીનું મશીન તેનું બીપી વધી જવાનો ઈશારો કરતાં મેં વાત છોડી દીધી અને ...Read More

13

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 13

ભાગ...૧૩ (અલિશા પોતાના પૂર્વભવનું ગામનું નામ કહી શકતી નથી. સુજલ અને અલિશા ઘણીવાર ગાર્ડનમાં મળે છે પણ તે અલિશાને એન્જોય કરવા દે છે. પ્રાણાયમ કરતાં માનવને આજુબાજુ જોતા જોઈ એક વડીલ તેને ટોકે છે. હવે આગળ...) "એ વાત તો છે જ, અને આમ પણ દાદા દાદીને મૂડી કરતાં વ્યાજ વધારે વ્હાલું લાગે..." અંકલની સાથે વાત કરતાં કહ્યું."એમાં પણ એક લોજિક કહો કે કારણ છે જ..." "કેવું લોજિક અંકલ?" "એમાં એવું છે ને કે માણસ એમાં ખાસ કરીને પુરુષ પોતાનું બાળક જયારે મોટું થઈ રહ્યું હોય ત્યારે કામમાં ઉલઝાયેલા રહેતા હોઈએ છીએ. કામની વચ્ચે ઘેરાયેલા હોવાથી પોતાના બાળકનું બાળપણ કયાં ...Read More

14

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 14

ભાગ...૧૪ (સુજલ અને એક અંકલ મનને તાજગી કેમ કરીને મળે તે વાત કરી રહ્યા છે, એટલામાં એલિના માનવને બોલાવી પાસે લઈ જાય છે. અલિશા એક છોકરીની વાતો સાંભળી પોતાનો પૂર્વજન્મ યાદ આવી જાય છે અને તે બોલી રહી છે, હવે આગળ....) "ઉન્હોં ને તો હમે કહ દીયા કે નિકલ જાઓ હમાર કક્ષસે ઔર હમાર ઘર સે ભી... તુમ હમાર પસંદ ના હો. હમ કો તો હમાર બાઉજીને બ્યાહ દીયા તો અબ હમ કહાં જાયે..." "તો તુમને અપને બાબુજી કો ના બતાયા?" "કૈસે બતલાયે? હમ તો ઘર મેં વૈસે ભી કીસીકો પસંદ નાહીં, તીસરે હમ જો થે ઔર વો ભી ...Read More

15

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 15

ભાગ...૧૫ (અલિશા રોવાની સાથે બડબડાટ કરતાં બેભાન થઈ જાય છે. એલિનાને સમજાવી સુજલ જતો રહે છે. અલિશાને સુજલ હિપ્નોટાઈઝ તેના પૂર્વજન્મ વિશે પૂછે છે, જેમાં તેની બંને બડી બેહનોના લગ્નપ્રસંગો ચાલી રહ્યા છે. હવે આગળ....) "કોઈ બાત નાહી હમ જમીનદાર સે માંગ લેતે હૈ?" "હા, વો ઠીક રહેગા, પહેેેલે જૈસે હમને ખેત રખે થે ઐસે હી ગિરવે તો કુછ રખના હોગા ના?"દહેજ દેના પડેગા સુનતે હી માંને પૂછા, "યે ઘર હૈ ના?" "ફીર હમ કહાં ઔર હમાર બિટવા છત કે બીના?"બોલતે બોલતે હમાર મા રો પડી મગર હમ ઉસકે પાસ ના જા ન શકે. હમારે બાઉજી બોલે કી, "કોનો ...Read More

16

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 16

ભાગ... ૧૬ (અલિશા એટલે કે માનદેવીની બડી બહેનોના લગ્ન માટે જમીનદાર પાસેથી તેના બાઉજી કર્જ લે છે. છ મહિના તેના લગ્નના ઢોલ ઘરમાં ફરી વાગવા લાગે છે. સુજલ ફ્રેશ થવા કોફી પીવે છે, હવે આગળ....) રસેશ, નચિકેત કરતાં ઉમંંગ અને મિતાને આ વાત સાંભળવાની વધારે ઉતાવળ કહો કે તાલાવેલી હતી. જે હું અનુભવી રહ્યો હતો છતાં આરામથી કોફી પૂરી કરીને મેં વાતનું અનુસંધાન સાધતા કહ્યું કે, "બે દિવસ તો વીતી ગયા પણ અલિશાને થેરેપી માટે તેના મોમ કે ડેડ બેમાંથી કોઈ લઈને ના આવ્યું.... મને ઓકવર્ડ તો લાગ્યું પણ ફોન કરીને ફોલોઅપ લેવામાં વધારે ઓકવર્ડ લાગશે એવું લાગતા મેં ...Read More

17

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 17

ભાગ. ...૧૭ (અલિશાને એપોઈન્ટમેન્ટ મુજબ વિલિયમ ફેમિલી ના લાવતાં માનવને ઓકવર્ડ લાગે છે પણ તે તેમના નેટિવ ગ્રીસ જતાં છે તે ખબર પડતાં સુજલ નિરાશ થઈ જાય છે. પણ એક દિવસ એલિનાનો ફોન આવે છે અને તે તેના ફેમિલી ડૉ.વિલ્સન માટે ટાઈમ લે છે. નક્કી કરેલા સમયે ફોન આવે છે. હવે આગળ....) "બડી દીક્કતો કે બાદ ભી મુજે ઈતના હી સમજમેં આયા કી ઉસે ઉસકે ઘર... વાપિસ જાના હૈ..." અલિશા ત્યાં પણ આવો જ બડબડાટ કરે છે, એ સાંભળીને નવાઈ લાગતાં મેં ફરીથી એમને પૂછ્યું."કયાં.... કયાં બોલા ઉસને?" "ઘ... ર... જાના હૈ ઐસા હી કુછ બોલા ઉસને. મૈંને ઉસે ...Read More

18

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 18

ભાગ...૧૮ (ડૉ.વિલ્સન સુજલ પાસેથી અલિશા રિલેટડ વાત જાણે છે. સુજલ પોતાની વાત એમના આગળ રાખી દે છે. અલિશાને લઈ ફેમિલી ભારત આવે છે. અલિશાના પેરેન્ટસ સાથે વાત કરીને તે પોતાની વાત આગળ વધારવા પર વિરામ આપે છે. હવે આગળ....) બધાને બગાસાં ખાતા જોઈ મારા મનમાં થયું કે આમ પણ શરીર અને મનની બેઝિક જરૂરિયાત વિશે વિચારીવું જ પડે એમ વિચારીને કહ્યું કે, “ચાલો આજે આપણે આ વાત પર વિરામ મૂકીએ અને કાલે મળીને ફરી કન્ટીન્યૂ કરીશું.” ઉમંગ કંઈ કહે તે પહેલાં જ નચિકેત બોલ્યો કે, “સુજલ તારી વાત બરાબર છે. આપણે કાલે મળીએ, આમ પણ બગાસાં ખૂબ આવી ...Read More

19

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 19

ભાગ...૧૯ (ડૉ.વિલ્સન અને ડૉ.નાયક એકબીજાને તેમની સિચ્યુએશન સમજાવે છે, પણ સુજલ વાત આગળ વધારે તે સમયે આરામની જરૂરિયાત સમજી વાત બતાવવી રોકી લે છે. બીજા દિવસે ઉમંગ ઉત્સુકતાવશ અલિશાના કેસવાળી ફાઈલ શોધવા મથે છે પણ તે મળતી નથી. હવે આગળ...) “જીવનમાં પણ આવું જ હોય છે કે શું થશે અને ક્યારે થશે એ કહેવું કોઈના માટે શક્ય નથી. કેમ કે કુદરત આગળ કોઈનું ચાલતું નથી. એમ જ ઉમંગ કોઈ વસ્તુની મજા એકદમ નથી મળતી તેના માટે રાહ જોવી પડે બરાબર...” સુજલ ઉમંગ સામે પોતાનો વિચાર કહે છે. “જી સર...” “સારું એ તો કહે કે તને ફાઈલ મળી કે નહીં?” ...Read More

20

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 20

ભાગ...૨૦ (સુજલ અને મિતા તેમની અલિશાના કેસને લઈ ઉત્સુકતા કોની વધારે એ વિશે વાત કરે છે અને સાથે સાથે પણ,’કેવી રીતે તેઓ કોઈપણ કેસને અલિશાના કેસ સાથે કમ્પેર કરી દે છે.’ બીજા દિવસે રસેશ, નચિકેત અને બધા ઉમંગની રાહ જોવે છે. હવે આગળ....) અમે ડીનર પતાવીને બેઠા ત્યાં તો રસેશ અને નચિકેત આવી ગયા. સૌથી પહેલો આવતો ઉમંગ પણ ખબર નહીં કેમ આજે નહોતો આવ્યો. મિતાએ પૂછ્યું પણ ખરું કે, “ઉમંગ ના આવ્યો?” “આવી જશે, આમ પણ તે છે તો એકલો ને...” “હા એ પણ છે...” માનવનું આમ બોલવું સાંભળી આટલું બોલી હું ચૂપ રહી. અમે વાતે વળગ્યા. દસ ...Read More

21

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 21

ભાગ...૨૧ (ઉમંગ નહોતો આવ્યો એટલે રસેશ, નચિકેત એમની સાથે સાથે મારી પણ કોલેજની પોલ ખોલી અને આ બધામાં સૌથી મજા મિતા લઈ રહી હતી. ઉમંગને એક્સીડન્ટ થયો છે એ ખબર પડતાં અમે સીટી હોસ્પિટલ પહોંચ્યા. પણ તેને ખાસ વાગ્યું ના હોવાથી અમે બીજા દિવસે મળીએ કહી છૂટા પડયા. હવે આગળ....) "આ લોકો મોડે સુધી ગપ્પા મારશે અને આપણે કીચનમાં રહેવું ના પડે એટલે..." મીનાએ આટલું બધું કેમ લાવ્યા, તેનું કારણ કહીને મિતાએ બધું ફ્રીઝમાં મૂકી દીધું. નચિકેત આવી ગયેલો પણ ઉમંગ હજી નહોતો આવ્યો એટલે મિતા બોલી કે, "ઉમંગને ફોન તો કરો અને પૂછો કે કયાં સુધીમા આવશે?" રસેશે ...Read More

22

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 22

ભાગ-૨૨ (ઉમંગ રસેશને ત્યાં ડીનર કરવા આવે છે, પણ તેને સંકોચાતો જોઈ રસેશ મજાક કરી તેનો સંકોચ દૂર કરે સુજલ પોતાની વાત શરૂ કરે છે, જેમાં માનદેવીની માતા આપણે માનને દગો કરી રહ્યા છીએ એવું તેના પિતાને કહે છે. હવે આગળ....) "બસ માન કો દેખકર મુજે રોના આતા હૈ કી જબ ઉસે પતા ચલેગા કી ઉસકે સાથ ધોખા હુઆ હૈ તો? ઔર વો ભી ઉસકે મા બાબુજીને હી ધોખા દીયા હૈ તો? ઉસ પે કયાં બીતેગી? યે ખાના, પીના, અચ્છે કપડે સબ ઔર ઉસકી ખુશી ચાર દિન કે ચાંદની જૈસી હૈ, યે પતા ચલેગા તો? હમ તો કહ રહે ...Read More

23

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 23

ભાગ-૨૩ (માનદેવીની માતા પિતાની વાતનો વિરોધ કરે છે અને સમજાવે છે કે માનને દગો ના કરીએ, પણ તેના પિતા નથી અને માતા આગળ કંઈ કરી શકતી નથી. માનદેવી માટે તેના સાસરેથી સોનાની કટોરીમાં હલ્દી આવતાં બધા ખુશ થઈ જાય છે અને તેના ભાગ્યની વાતો કરે છે. હવે આગળ....) સબ કા હલ્દી લગાને કા હો જાને કે બાદ હમારી ચાચી હમાર પર પાની ડાલને કે લીએ ભિગોના લેકર આઈ તો સસુરાલસે આઈ હુઈ બાઈ બોલી કી, “રુકો જરા... યે કયાં કર રહી હો...” હમારી ચાચી બોલી કી, “હમ નહાલને કે લીએ પાની કા ભિગોના લાયે હૈ.” તો વો બોલી કી, ...Read More

24

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 24

ભાગ-૨૪ (માનની હલ્દી થઈ જાય પછી તેને દૂધથી નહવડાવે છે. બધા જતા રહેતા તે સૂઈ જાય છે, ચાર વાગ્યે ઉઠાડી લગ્ન માટે તૈયાર કરવામાં આવી રહી છે. તેની માતા તેને કંઈક કહેવા માંગે છે, પણ તેના પિતા આવી જતાં તેમના ડરથી તે કંંઈ કહી નથી શકતી. હવે આગળ....) માં કે આંખો મેં દર્દ ઔર બાઉજી સે આજીજી ભી થી કી, 'વો હમેં સબ બતા દે... હમ સે હમાર માયકા મત છોડુંવા દે..." લેકિન બાઉજી કા ખૌફ ઈતના થા કી વો કુછ કહ ના શકી ઔર આંખો મેં આસું લે કે વહાં સે ચલી ગઈ. હમાર બાઉજીને હમારી તરફ દેખ ...Read More

25

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 25

ભાગ-૨૫ (માનના પિતા માનની માંની વાત સાંભળવાની ના પાડી અને તેનું સાસરું જ તારું સાચું ઘર છે. સાસરીમાં નિભાવવાની સાથે અહીં પાછી ના આવતી અને એમની વાત માનજે નહીંતર કંઈપણ ફરિયાદ આવશે તે નહિં ચાલે એવી ગર્ભિત ધમકી પણ આપે છે. પછી લગ્નની રસ્મો ની એક રસ્મ જયમાલા શરૂ થાય છે. હવે આગળ....) "હમ બાત તો કર શકતે હૈ, પર ઘર કે બડે વહાં તો હોતે હે ના, તો હમ બોલ ભી કૈસે શકતે હૈ. બોલના ભી હો તો બોલે કૈસે... વો ભી તો બોલ નહીં રહે થે ના... હમારી જયમાલા મેં સિર્ફ ઉનકે દોસ્ત હી મજાક કર રહે ...Read More

26

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 26

ભાગ- ૨૬ (માનની જયમાલા પત્યા બાદ તેની સાસુએ તેને કંગન આપી અને ઘરમાં બાળકોની કિલકારીથી ભરી દેવાના આશીષ આપ્યા. ફેરા પત્યા બાદ પછી મંગલસૂત્ર પહેરાવી વિધિ પૂરી થયા બાદ તે વડીલોને આશીષ એ બંને લે છે. હવે આગળ....) “હમારા દુલ્હા ના તો ઝુકે ઔર ના હી આશિષ લીયા, તો હમકો બહુત બુરા લગા પર હમ કુછ ભી બોલે ઈસસે પહેલે હમારી બડી બાઈસા બોલી કી, “કુછ ભી મત કહેના... જમીનદાર હૈ વો, તો અક્કડમેં હી રહેગે હી... તુમ ચૂપચાપ સબકે પૈર છૂકે આશીષ લે લો... ફિર ખાના ભી ખાનો હૈ કે નહીં, ભૂખ લાગી હૈ ના?” “હા, બાઈસા હમારે ...Read More

27

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 27

ભાગ-૨૭ (માનના ફેરા પતી જતાં તે અને તેનો પતિ વડીલોનો આશીર્વાદ લે છે, પણ માનના પિયરના વડીલોને તેનો પતિ નથી લાગતો. માનને ભૂખ લાગે છે, પણ સમાજના રિવાજ મુજબ તેને તેના પતિની એઠી થાળીમાં ખાવું પડે છે. પણ તેની મોટી બહેન ચાલાકી થી થાળી બદલી દે છે, પણ માન ઘૂંઘટ હટાવતાં હંગામો થાય છે. હવે આગળ...) હમને ખાને કે લીએ અપના ઘૂંઘટ હટાયા તો સબ હમેં ડાંટને લગે તો હમારી બુઆ ને કહાં કી, “ક્યોં રી, કયોં ઘૂંઘટ ઉઠા લીયા. જલ્દી સે ઘૂંઘટ કર લો...” તો હમને ઉનસે કહના ચાહા કી, “મગર ઉન્હોંને તો સહેરા કબ કા હટા દિયા, ...Read More

28

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 28

ભાગ-૨૮ (માનનો ઘૂંઘટ દુર થતાં તેની મૌસીસાસ ઔર બુઆસાસ હંગામો કરે છે પણ તેની સાસુ અને તેનો પતિ જયાદા ના આપી ત્યાંજ વાત પતે છે. માનની બહેન પણ તેમની સમજદારીના વખાણ કરે છે. માનની સાસુને માનની મા વિનંતી કરી રહી છે. હવે આગળ....) "ઉસને આજ તક જયાદા કામ ભી નહીં કીયા તો ઉસકો કુછ ના આયે તો હમારી ચૂક સમજ કે હમેં કોસ દેના પર ઉસકો શિખા દેના. વો જલ્દી હી શીખ જાયેગી. વૈસે તો હમારી બિટિયા બહોત પ્યારી હૈ તૌ ઉસે પ્યારસે સમજાના... વો આપકો કભી શિકાયત કા મૌકા ન દેગી. યે વાદા હૈ હમારા... બસ આપ ઉસે ...Read More

29

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 29

ભાગ-૨૯ (માનની મા તેની સાસુને વિનંતી કરે છે કે તે માનને બરાબર સાચવે. માનની વિદાય થતાં માની પાસે રહેવા રડે છે પણ તેના પિતા બોલતાં તેમના ડરથી ચૂપ થઈ જાય છે. તેની બહેનો અને બુઆ તેને સમજાવે છે. તેની સાસરીના ગામની બહાર તેઓ રોકાય છે. હવે આગળ...) આંખોમેં બહોત સારે આસું લેકર માં કો સિર્ફ દેખતે રહ ગયે ઔર રોતે રહે. હમારી મા કી યહીં હાલત થી, વો ભી બાઉજી કે ખૌફ લગ રહા થા ઔર ઉસકી વજહ સે ઉસને આગે આ કે હમે ગલે ના લગાયા કી હમારે સિર પે હાથ રખા. “તુમ્હારે સસુરાલ કે ગાઁવ કા નામ ...Read More

30

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 30

ભાગ-૩૦ (બરોલી નામના ગામમાં માનનું સાસરું આવ્યું છે. આ વાત સાંભળીને ઉમંગ, મિતા, મીનાના આશ્ચર્યની સીમાનો પાર રહેતો નથી આવી નાનકડી બાળકીની વિદાય. આ કુપ્રથાઓ પર સુજલ અને મિતા પોતાના વિચારો ઘરે જતાં એકબીજા સાથે શેર કરી રહ્યા છે. હવે આગળ...) પહેલાના લોકો જીવનમાં કેવી કેવી કુપ્રથાનો સામનો એ વખતના લોકોએ કેમ કર્યો હશે, અને એમને તો કર્યો તો કેવી રીતે એ આપણા માટે તો વિચારવું અશક્ય છે. અને ઘણીવાર તો મનમાં મને એવું થાય છે કે આવી કુપ્રથાનું નિર્માણ કરવામાં કેમ આવ્યું અને શું કામ? શું ડર હતો એમને? આ સમાજના વડવાઓ, કે પોતાને સમાજના કહેવાતા પહેરદારો સમજી ...Read More

31

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 31

ભાગ- ૩૧ (માનવના વિચારોમાં આ વખતે કુપ્રથા વિશેનો કબજો જમાવી લે છે. વિલિયમ અલિશાને લઈ તેને જયપુર જવાની એક હોવાથી ના પાડે છે. સુજલ અલિશાને બરોલી લઈ જવા આગ્રહ કરે છે, પણ તે માનતો નથી એટલે સુજલ ડૉ.અગ્રવાલની મદદ માંગે છે. હવે આગળ....) “ચોક્કસ ડૉ.અગ્રવાલ, બસ તમારી પાસે એટલી જ આશા રાખું છું કે મારું કામ થઈ જાય.” ડૉ.અગ્રવાલે મારું કામ કરવા માટે સમય માંગતા કહીને એમને મારો ફોન મૂક્યો પણ મારા મનમાં દુવિધા હતી કે જહોને તો મારી વાત નથી માન્યો પણ ડૉ.અગ્રવાલની વાત માનશે ખરો?... પણ આશા રાખવા સિવાય મારા માટે કંઈ હાથમાં નહોતું. એક બે દિવસ ...Read More

32

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 32

ભાગ-૩૨ (ડૉ.અગ્રવાલના ફોર્સથી વિલિયમ, સુજલ અને તે હોટલમાં મળે છે. વાતવાતમાં ખબર પડી હોય તેમ તેઓ પણ ફેમિલી સાથે પર જવાની રજુઆત કરે છે, જેને વિલિયમ ના નથી કહી શકતો અને તેેઓ રિસોર્ટ પહોંચે છે. રિસોર્ટની પ્રોપર્ટી સુંદર હોવાથી માનવને મિતા નહીં લાવ્યાનો અફસોસ થાય છે. હવે આગળ...) રિસોર્ટની પ્રોપર્ટી જોયા બાદ મને તો મિતાને લઈને ના આવ્યો તેનો અફસોસ થયો. પણ એ અફસોસ મનથી ઝાટકી ફટાફટ ફ્રેશ થઈ બહાર નીકળ્યો તો વિલિયમ રિસર્ચ સેન્ટર જતો હતો એટલે તેની સાથે રિસર્ચ સેન્ટર ગયો. તે તેનું કામ કરતો રહ્યો અને હું આજુબાજુ ફરીને ટાઈમ પાસ કર્યો. મોડી રાતે અમે પાછા ...Read More

33

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 33

ભાગ-૩૩ (અમે રિસોર્ટ પહોંચ્યા અને રિસોર્ટની પ્રોપર્ટી માણી અને તો બાળકો ગેઈમ ઝોન અને એડવેન્ચર પાર્કમાં થી ઊંચા જ નહોતા રહ્યા. અમે વિલિયમને સમજાવી બરોલી જવા નક્કી કર્યું. ડૉ.અગ્રવાલના પત્ની તેમના બાળકો સાથે તેમના રિલેટીવને મળવા ગયા અને અમે બરોલી જવા નીકળ્યા. હવે આગળ....) “ના કહ્યું તો ખરું અને આગ્રહ પણ ઘણો કર્યો, પણ મારા માટે અલિશા પાસે રહેવું જરૂરી હતું અને તમને પ્રોમિસ પણ આપેલું એટલે ત્યાં ના ગયો.” ડૉ.અગ્રવાલ એટલું બોલ્યા ત્યાં તો... એટલામાં તુફાન આવી ગઈ અને એમાં ડૉ.અગ્રવાલ આગળની સીટ પર, વિલિયમ ફેમિલી વચ્ચેની અને હું પાછળની સીટ પર ગોઠવાઈ ગયો અને બરોલી તરફ જવા ...Read More

34

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 34

ભાગ-૩૪ (પાંચે જણા એટલે કે માનવ, ડૉ.અગ્રવાલ અને જ્હોન ફેમિલી પહેલાં જયપુર સાઈટ સીન દેખે છે અને પછી લંચ છે. બરોલી તરફ જતાં વચ્ચે ગાડી ઊભી રાખે છે ત્યાં સુજલ મહેતા પોતાના અલિશાને હિપ્નોટાઈઝ કરશે એવું ડૉ.અગ્રવાલને જણાવે છે. હવે આગળ....) “પરફેક્ટ તૈયારી તો કરી લીધી છો પણ... ચાલો આગળ જેમ યોગ્ય લાગે તેમ ડીસીઝન લેશું.” મેં કહ્યું. “હા, એ જ બરાબર છે, ચાલો ત્યારે સફરમાં આગળ વધીએ.” બરોલી ક્યારે નજીક આવશે અને ક્યારે આવશે તેની રાહ તો મારાથી જ નહોતી જોવાતી અને મનમાં પણ ઘણી આશંકા ઉમડતી હતી. પણ જેની આપણે રાહ જોઈ રહ્યા હોય તેમ તેમ એ ...Read More

35

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 35

ભાગ-૩૫ (બરોલી ગામ આવતાં જ તેની સરહદ પર અલિશા અને અમે બધા ઉતરી મંદિર જોઈ રહ્યા હતા. અલિશા પોતાની ખોવાઈ જાય છે. તે એક કૂવો બતાવીને કહે છે કે આ કૂવો તેના દુ:ખનો સાક્ષી છે. એક વખતે તો, વળી તે અહીં જીવ આપવા માંગતી હતી પણ.... હવે આગળ....) “એકબાર હમ ભી ઐસા હી કરના ચાહતે થે, અબ જીવન જીના હી ના થા. પર કયાં કરે તભી હમારી પક્કીવાલી સહેલી આ ગઈ ઔર હમ અપની જાન ભી ના દે શકે... વો હમસે બોલી કે, ‘કયું જાન દે રહી હો, તુમ્હારે સાથે એક નન્હી સી જાન કો ભી માર રહી હૈ... ...Read More

36

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 36

ભાગ-૩૬ (માનદૈવી પોતાનું જીવન ટૂંકાવવાનો વિચાર કરી રહી છે અને તેના પર અમલ કરે તે પહેલાં જ તેની મિત્ર લે છે અને તે મા બનનાર છે તે પણ જણાવે છે. માનવને તે થાંભલા પર તેનું અને તેના પતિનું નામ લખેલું છે, તે બતાવે છે. પછી તે ગામ તરફ જઈ રહી છે. હવે આગળ...) “આ ફોરનેર છોકરી છે અને હું તેને ગામનો માહોલ જોવા લાવ્યો છું. તેના મોમ ડેડ મંદિરની પરિસરમાં છે.” તે યુવક સાથે મારી વાત ચાલતી હતી ને ત્યાં જ અલિશા મારી પરવા કર્યા વગર પોતાની ધૂનમાં જ ચાલવા લાગી અને મારી આંખથી ઓઝલ ક્યારે થઈ ગઈ, તે ...Read More

37

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 37

ભાગ-૩૭ (અલિશા મુખ્ય ચોરા આગળ ઊભી રહે છે, જયાં ગ્રામ પંચાયત બની ગયેલી છે. પછી તે તેની સહેલીને બોલાવે પણ તે હયાત ના હોવાથી જવાબ ન મળતાં તે, આગળ બે ત્રણ મોહલ્લા જોઈ કન્ફયુઝ થાય છે, પણ તે ફાઈનલી એક મોહલ્લાની અંદર જાય છે. હવે આગળ....) અલિશા તો આખી ગલીને અને ઘરોને પોતાની ભૂરી ભૂરી આંખો પટપટાવતી કયારની જોઈ રહી હતી. એક પછી એક વારાફરતી ઘરો જોયા બાદ એક મોટું હવેલી જેવું ઘર આગળ જઈને તે ઊભી રહી અને ધ્યાનથી જોવા લાગી. પછી બોલી કે, “હમાર ઘર તો યહી હૈ, મગર યે તીન કબ સે બન ગયે.” હું સમજી ...Read More

38

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 38

ભાગ-૩૮ (અલિશાને પોતાનો મોહલ્લો જોઈ નવાઈ લાગે છે અને એક મોટી હવેલી જેવા મકાન આગળ ઊભી રહેતા એ ઘરનો એના વિશે પૂછે છે. જયારે તેને ખબર પડે છે કે આ તેની દદિયાચાચીનો નવો ભવ છે, ત્યારે તેને નવાઈ લાગે છે અને એમના અને એમના પતિ વિશે જણાવી રહ્યો છે. હવે આગળ....) “પહાડી જૈસા સીના ઔર ગોરા જૈસે ઉનકા કલર થા. એમની મુછો રજવાડી, જૈસે કી કહી કે રાજા કી ના હો. વો એક લઠ્ઠ લે કે ઘૂમતે થે ઔર લઠ્ઠ દાવમેં વો માહિર થે. પૂરે રાજસ્થાનમેં લઠ્ઠ દાવમેં કોઈ ઉનકો હરા ના શકતા થા. વૈસે તો વો ઉસ સમય ...Read More

39

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 39

ભાગ-૩૯ (જયસિંહ વનરાજ સિંહ અને માનદેવીના રૂપ અને એમને મળતાં માન વિશે જણાવે છે, પણ એમના વિશે વધારે તે નથી. અલિશાને થોડું ઘણું યાદ આવી રહ્યું છે. હવે આગળ....) જયસિંહ ના મુખેથી માન વિશે સાંભળીને અમને ખૂબ નવાઈ સાથે એક વાત પાકી પણ થઈ ગઈ કે માનદેવીનું ગામ આ જ હતું. હવે બસ એના વિશે જાણવાનું બાકી હતું અને જણાવનારને શોધવાનું. હવે અમારી નજર અલિશા પર હતી. અલિશા એક ખૂણામાં ટૂટિયું વાળીને બેઠેલી અને બસ જોયા કરતી હતી. જાણે કે કેટલા સમય પછી પોતાની કોઈક વસ્તુ ના મળી હોય. હવે અમારો બધો જ આધાર અલિશા હતી. પણ અલિશા તો ...Read More

40

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 40

ભાગ-૪૦ (જયસિંહ ના મુખેથી સાંભળીને માનદેવીનું ગામ અને તેમના પતિની નાપસંદગી હતા તે તો જાણવા મળી ગયું. પણ કેમ જયસિંહ બિલકુલ અજાણ હતો. અલિશા યાદ કરે છે, પણ એકધારું નહોતું એટલામાં જયસિંહને રામૂકાકા યાદ આવે છે. હવે આગળ....) “રામૂ ઓ રે રામૂ તું કૈસા હૈ? રામૂ તું સબ્જી લે કે આયા કી નહી. પતા હૈ ના અમ્મા ફિર તેરે કો હી બોલેગી. ફિર હમસે મત કહીઓ... ઔર કહાં હૈ તુમ્હારા ચિત્ત, સબ બાતે ભૂલ જાતે હો... તુમ્હારે મનમેં ડાંટ કા અસર રહેતા હિ નહીં, કયા કરે અબ...” “અબ બોલો ભી કુછ... અમ્માને ડાંટા કયા તુમ કો? કભી કહા યાદ ...Read More

41

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 41

ભાગ-૪૧ (રામૂકાકા અલિશાની વાતો સાંભળીને દંગ રહી જાય છે. તેમના સવાલોને ઈગ્નોર કરી ડૉ.નાયક તેમણે માનદેવી અને તેમના પતિ જણાવવા કહે છે. લગ્નની પહેલી જ રાતે તેમનો પતિ તેમણે રૂમની બહાર કાઢી મૂકે છે, ઉપરથી તેમની સાસુ પણ જેમ તેમ બોલે છે. હવે આગળ....) કોઈપણ પર જયારે વીતે ત્યારે જ એને ખબર પડે છે કે જીવનનું સત્ય કેટલું ખતરનાક છે, તેની વેદના કેટલી ભયાનક છે. બાકી હેરાન કરનાર કે ટોણા મારનારને માટે તો આ આમ વાત છે, એમને તો ખાસ ખબર પણ નથી હોતી કે જીવનમાં જ્યારે લપડાક પડે તો ત્યારે તે કેવી પડે છે કે તેની અસર કેવી ...Read More

42

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 42

ભાગ-૪૨ (માનદેવીની સાસુ તેને ઘણું બોલે છે પણ તેના સસરા આવતા તેનો પક્ષ લઈ કહે છે કે તેમના પાંત્રીસ દીકરાને કોઈ પોતાની દીકરી આપવા તૈયાર નહોતું, એટલે આવું પગલું ભરવું પડયું. પણ તમે તેના ગુણો જુઓ તેને રંગ નહીં. હવે આગળ...) “માલિકન છોટી બહુરાની ચૂ્લ્હે ચૌકે કી રસમ કે બાદ ઉનસે બોલી કી, “હમેં ચખા દો, ફિર બાહર ભેજના...” તો છોટી બહુને ઉન્હે દી તો પહેલે દી, વો ચખી ફિર બોલી કી, “અપના હાથ દો, જરા..” કહ કર ચૂલ્હે પે જલ રહી લકડી કો લેકર ઉનકે હાથ કી કલાઈ પર લગા દીયા. વો ચિલાતી રહી પર ઉન્હોંને ઉસ લકડે ...Read More

43

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 43

ભાગ-૪૩ (રામૂદાદા સુજલ અને એ લોકોને કહી રહ્યા છે કે છોટે શેઠને શ્યામાબાઈ નામની કોઈ એક સ્ત્રી પસંદ હતી, માલિકને મંજૂર નહોતું એટલે ગમે તેમ કરીને તેમના લગ્ન છોટી બહુરાની સાથે કરાવી દીધા અને તેની નારાજગી છોટે શેઠે એમના પર ઉતારી. હવે આગળ....) બાદ મેં તો દિનમેં ઉસ લડકી કે સાથ રહને વાલે છોટે શેઠ અબ તો રાત કો ભી વહીં રહને લગે. ઔર જબ ભી છોટે શેઠ ઘર પે હોતે છોટી બહુરાની કો બાહર નિકાલ દેતે ઔર વો કમરે કી બાહર ઈસ જગહ બેઠી રહતી. ઐસા કરતે કરતે સાલ, ફિર ડેઢ સાલ કે ઉપર મહિના બીત ગયા. એક ...Read More

44

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 44

ભાગ-૪૪ (માનદેવીની સાસુની હેરાનગતિ ચાલુ છે. માલિક શ્યામાબાઈની ચંગુલમાં થી છોડવવા માટે છોટે શેઠ એટલે કે વનરાજને માનદેવી જોડે પરણાવી દેવામાં આવે છે અને એ નારાજગી માનદેવી પર ઉતારવામાં આવી રહી છે. તેની મિત્રની સાસુ માનદેવી મા બનવાની છે તેવું તેની સાસુને કહે છે, હવે આગળ....) છોટે શેઠજી કો તો યે બચ્ચી એક આંખ ભી ના સુહાતી થી, ના હી ઉસકા લાડ ચાવ કરતે થે કે ના હી ઉસકો પાસ બુલાતે થે. જૈસે વો ઉનકી અપની હો હી ના. ગુડિયા રાની અબ બડી હોને લગી થી. છોટે શેઠ કી હરકતો સે માલિક તંગ હો જાતે, પર માલિકન કી શેહ ...Read More

45

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 45

ભાગ-૪૫ (માલિકના મોટા દીકરા પોતાનો ભાગ લઈ જુદો પડી જાય છે. માનદેવીના સસરા આ ઉંમરે ખેતીકામ શરૂ કરે છે જયારે માનદેવી સિલાઈ ચાલુ કરે છે. માલિકને મરી જતાં તેમનો મોટો દીકરો માને પોતાના ઘરે લઈ જવા માંગે છે પણ તે નથી જતી. હવે આગળ....) છોટી બહુરાની માલિક ના હોને કે કારણ ખેત કે કામ ના કર પાતી થી તો ઈસ લીએ માલિકનને હમે ખેત બોને કો દે દીયા. ખેત મેં જો પકતા વો આધા હિસ્સા મેં લેતા ઔર આધા વો રખતી, ઈસ તરહ ઘર કા ગુજરાન ચલાતે થે. ઔર હમે ઈસ ઘરમેં આને જાને કા દૂસરા બહાના મિલ ગયા. ...Read More

46

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 46

ભાગ-૪૬ (માલિક સ્વર્ગે સિધાવી જતાં ઘરની હાલત બગડતી જાય છે. એ સુધારવા માલિકન ખેતીકામ રામૂને સોંપી દે છે. ઘરના ખેતના કાગળ માલિકન ના આપતા એટલે શ્યામાબાઈ પૈસા ના મળતાં વનરાજને કાઢી મૂકે છે. તે ઘરે પાછા આવે છે, પણ મનમાં એ તકલીફ સાથે. હવે આગળ....) ‘જબ બોયા બબૂલ કા પેડ તો આમ કહાં સે આયે.’ વો ઉક્તિ સમજ કે માલિકન ચૂપ રહ જાતી. પર મન સે યે બાતે નહીં હટા પાતી ઔર ઉન્હોં ને ભી માલિક કી તરહ ખટિયા પકડ લી. માલિકનને ખટિયા ભી ઐસી પકડી કી માલિક કી તરહ વો ભી ઉઠ ના પાયી ઔર ભગવાન કો ...Read More

47

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 47

ભાગ-૪૭ (માનદેવીની સાસુ ભગવાનના ઘરે પહોંચી જાય છે અને એ વાતનો માનદેવી અને વનરાજના દુઃખનો પાર નથી રહેતો. ઘરમાં છવાઈ જાય છે અને એ બંને વચ્ચે હવે ગુડિયા જ વાતચીતનો ઝરિયો બને છે. ફરી થી વનરાજ બિમાર પડી જાય છે. હવે આગળ....) અબ મેરા આખિર સમય આ ગયા હૈ, તો તુમ ઈતની ભાગદોડ મત મચા ઔર એકબાર મેરી બાત સુન લે... છોટે શેઠજી છોટી બહુરાની કો બોલ રહે થે, જો ઉનકી બાત ના સુનકર ડૉકટર કો બુલાના ચાહતી થી. ઔર સબ સેપહેલે તુુમ મુજે માફ કર દો, જીસ ખુશી કી હકદાર તુમ થી વો તો ના દી, ...Read More

48

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 48

ભાગ-૪૮ (વનરાજ તેના અંતિમ સમયમાં માનદેવીને વચન આપે છે કે આ જન્મમાં મારા કારણે મળેલી દરેક તકલીફોનું પાયશ્ચિત કરીશ મારા જ પ્રેમથી તને એ જન્મની દરેક તકલીફોથી દૂર પણ રાખીશ. હવેલી માનદેવીના નામ પર છે ખબર પડતાં તેના જેઠના મનમાં કપટ આવે છે. હવે આગળ....) “રામૂચાચા મેં એકબાર યહાં જરૂર આઉગી, ઉનકો ભી ઢૂંઢ લુંગી... અબ મેં ઉનકે પાસ જા રહી હું...” આજ ભી વો શબ્દ હમારે કાનોમે ગુંજતે હૈ...” એ બોલતાં રામૂદાદા અલિશા સામે અહોભાવથી જોઈ રહ્યા. અચાનક જ એલિનાને યાદ આવ્યું અને તેને પૂછયું કે, “વો ગુડિયારાની યાની કી માનદેવી કી બેટી?....” “વો તો ઈસ ...Read More

49

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 49

ભાગ-૪૯ (અલિશા ગુડિયા એટલે કે માનદેવીની દીકરી ભવાનીને જોઈ તેને વહાલ કરે છે અને તેના હાથમાં પૈસા વગેરે આપે આ બધા સ્ટ્રેસના લીધે અલિશાનું બીપી વધી જવાથી તે બેભાન થઈ જાય છે અને તેને લઈ ડૉક્ટર ગામ છોડી દે છે. હવે આગળ....) સાથીદારનું મહત્ત્વ દરેકના જીવનમાં એક અભિન્ન અંગ સમાન છે અને એનું મહત્ત્વ જેટલું આંકી એટલું ઓછું છે. આ વાત આપણને એકલાને જ નહીં પણ કુદરત સારી રીતે તેનું મહત્ત્વ જાણે છે એટલે જ તે પણ આપણા માટેનો જોડીદાર કયાંક ને કયાંક હોય છે જ, અને સમય આવતાં તે મળી જાય છે. એટલે જ લોકોમાં કહેવત છે કે, ...Read More

50

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 50

ભાગ-૫૦ (અલિશા જયપુર ફેમિલી સાથે આવી જાય છે. વાત બીજા દિવસે આગળ વધારીશું એમ વિચારી બધા છૂટા પડે છે. મીના અને બધા એકબીજા આ વાત જાણવાની તલપ વિશે વાત કરે છે. જયારે ઉમંગ આગળ શું થયું તે પૂછે છે. હવે આગળ....) વિલિયમને પ્રોમિસ કર્યા મુજબ મેં અલિશાને હિપ્નોટાઈઝ પણ ના કરવી પડી અને મારી ઈચ્છા મુજબ બધું મને જાણવા પણ મળી ગયું. આટલું જાણ્યા બાદ હવે થોડા પ્રશ્નો હતા મારા મનમાં, પણ હાલ પૂરતું મેં અલિશા અને બધાને ટ્રીપનો થાક ઉતારવા દીધો. એટલે જ દસેક દિવસ બાદ મેં અલિશાને પાછી મારી કિલીનિક બોલાવી. મેં તેને હિપ્નોટાઈઝ કરી અને ...Read More

51

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 51

ભાગ-૫૧ (સુજલ અલિશાને વનરાજના નવા જન્મ વિશે પૂછે છે તો તે કોઈ કોઠારી ફેમિલીમાં છે એવું કહે છે. અને એલિનાને જ મોમ ડેડ તરીકે કેમ પસંદ કર્યા તે પૂછતાં તેને મળેલો પ્રેમ એ બંનેમાં જોયો અને સાથે એકબીજાની કેર કરતા જોઈને. હવે આગળ....) “એક સાલ કે બાદ મેરા જન્મ મેંને જૈસા સોચા થા ઐસે હી વિલિયમ એલિના કી બેટી બનકર હુઆ.” અલિશા બોલી તો મેં પણ આશ્ચર્ય સાથે, “અચ્છા ઐસે તુમને યે ઘર અપને નયા જન્મ કે લીએ ચુના?” “હા, મુજે ઐસે હી માતા પિતા ચાહીએ જો મુજે બહોત પ્યાર કરે.” મેં પણ મારી હિપ્નોટાઈઝ થેરેપી ...Read More

52

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 52

ભાગ-૫૨ (ડૉ.નાયક અલિશાને તેને ગિફટમાં ડોલ હાઉસ લઈ આપવાનું કહી છૂટા પડે છે. સુજલ ડૉ.કોઠારી એટલે કે વનરાજના નવા પિતાને શોધી લે છે અને તેમની સીથે મિત્રતા પણ કેળવી લે છે. એકવાર સુજલ તેમના ઘરે જાય છે. હવે આગળ....) "તું ચાલ મારી સાથે અને તને જે ગમે તે ચોકલેટ અને કેક લઈ આપું." મેં અક્ષતને કહ્યું તો તે સાંભળી તેના મમ્મી પપ્પા રોકવા ગયા પણ હું, "વાંધો નહીં, બાળક છે તમે તેને કંઈ ના કહેશો અને મારે તેને ચોકલેટ તો લઈ આપવી જ જોઈએ, પણ હવે તેને શ્યોર લઈ આપીશ." બોલીને તેઓ કંંઈપણ આર્ગ્યુમેન્ટ કરે તે ...Read More

53

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 53

ભાગ-૫૩ (અલિશાના કહ્યા મુજબ માનવે અક્ષતને શોધી કાઢયો અને તેના પપ્પા ડૉ.કોઠારી સાથે ઓળખાણ કરી તેને બાર લઈ જાય અક્ષત અલિશા વિશે પૂછે છે અને તેને મળવાની ઈચ્છા પણ પ્રગટ કરે છે. સુજલ તે બંનેને ગાર્ડનમાં લઈ જાય છે. હવે આગળ....) 'કોઈપણ વ્યકિત આ સંબંધ કે આકર્ષણ વિશે સમજી ના શકે કે ના એમના પ્રેમ વિશે. આ વાત રમેશભાઈ કે કાવ્યા સ્વીકારશે. આ બંને વચ્ચે પાછળના જન્મનો નાતો છે, તે સમજી શકશે ખરા? એમને આ વાત કરવી યોગ્ય છે કે અયોગ્ય? આ બધું કેમ બનશે અને કેવી રીતે?' એ યાદોમાં અને વિચારોમાં વ્યસ્ત થઈ ગયું. કલાકેક જેવો સમય ...Read More

54

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 54

ભાગ-૫૪ (અલિશા અને અક્ષત ફરીથી અક્ષતની બર્થ ડે પાર્ટીમાં મળે છે. એમાં એ બંનેને એકબીજાના પ્રત્યે થતું આકર્ષણ વિલિયમ જાય છે. ડૉ.કોઠારી વિલિયમને ફેમિલી સાથે ડીનર પર એમના ઘરે આવવા ઈન્વાઈટ કરે છે. હવે આગળ....) એક દિવસે નોર્મલી ડૉ.અગ્રવાલનો ફોન આવ્યો. નોર્મલ વાતો કર્યા બાદ ડૉ.અગ્રવાલે એકદમ જ મને કહ્યું કે, “ડૉ.નાયક આમ તો આ વાત તમને કરવાની જહોને મને ના જ પાડી છે. છતાં તમે અલિશાના ડૉકટર હોવાથી અને અલિશાની જે રીતે તમે ટ્રીટમેન્ટ કરેલી એટલે તમને કહ્યા વગર રહી નથી શકતો કે વિલિયમ ફેમિલી પાછી પોતાના વતન ગ્રીસ શિફટ થઈ રહ્યા છે.” મને હવે વિલિયમ ...Read More

55

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 55

ભાગ-૫૫ (કાવ્યાને અક્ષત અને અલિશાનું એટેન્શન એકબીજા પ્રત્યે વધાર હોય એવું લાગતાં તે થોડી રૂડ થઈ જાય છે. એ થતાં જ વિલિયમ પણ ગ્રીસ જવાનું ડિસાઈડ કરે છે. આ વાત લઈ મિતા મીના દુ:ખી થાય છે. હવે આગળ....) વિધિની વક્રતા કેવી છે કે કંઈપણ મેળવવા માટે ઇચ્છા મનમાં જાગે, પણ એ પહેલાં કુદરત એની અલિશાક્ષા લે કે તે તેને સાચવવા યોગ્ય છે કે નહીં. એ અલિશાક્ષા આપ્યા વગર ના તો તે મળવું શક્ય છે કે ના તેના હાથમાં છે. જેમ માનદેવી તેમના સમર્પણની પરાકાષ્ઠા બતાવી અને તેમને પાછો એ પતિનો સાથ મેળવવા નવો જન્મ અલિશા રૂપે લીધો પણ એમના ...Read More

56

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 56

ભાગ-૫૬ (માનવે અલિશાને રિલેટડ વાત પુરી કર્યાને થોડા દિવસ વીતી ગયા. મિતા અલિશા વિશે પૂછે છે, પણ સુજલ કંઈ નથી. એમના ઘરે એક લેડીઝ અને એક જેન્ટસ આવે છે. સુજલ અલિશા અને સુહાસને ઓળખી જાય છે. હવે આગળ....) “કંઈ ના બનાવતા’ એવી કોઈ વાનગી બનાવતા મને નથી આવડતી. અરે, મેં તમારી વાતો બહુ સાંભળી છે અને મળવાની ઇચ્છા પણ હતી. મને એમ કે તમને હું મળી નહીં શકુ પણ આજે અચાનક આપણે મળી ગયા તો મારા હાથથી તમારા માટે કંઈ બનાવું, એ ખાધા વગર ચાલશે પણ નહીં, બેટા....” બંને જણા મિતાની વાતનો વિરોધ કરે એ પહેલાં તો ...Read More

57

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 57

ભાગ-૫૭ (મિતા મનમાં પ્રશ્નો લઈ પણ અલિશા અને સુહાસને ડીનર કરાવે છે. બંનેની વાત કેમ કરવી એ મૂંઝવણ જોઈ, આસાન કરવા પૂછે છે. અને અલિશા તેના મોમ ડેડનો વિરોધ કેમ કરે છે તે કહી રહી છે. હવે આગળ....) મેં સુહાસની વાત સાંભળી અને હા પાડતું માથું હલાવ્યું પણ મિતા બોલ્યા વગર ના રહી શકી કે, “એમાં તે લોકો થોડા ખોટા છે, તે અલિશાના મોમ ડેડ છે, તેની કેર કરે છે તો આ બધું વિચારે એમાં શું નવાઈ?” “હા આન્ટી, પણ અલિશા અને હું તો... અમારે માટે પણ એકબીજાનો સાથ મેળવવું જરૂરી છે. જે વાત બધા માટે લાગુ ...Read More

58

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 58

ભાગ-૫૮ (સુજલ અલિશાના ગ્રીસ ગયા પછી એ બંનેના જીવનમાં કેવા વળાંક આવશે તે જાણવા માટે તેને અક્ષતને હિપ્નોટાઈઝ કર્યો એ પરથી જાણવા મળ્યું કે અક્ષતનું મોત થશે અને તેનો નવો જન્મ સુહાસના નામે થશે. હવે આગળ....) એ યાદ આવતાં અમારા મનમાં પનપતી પ્રેમની લાગણીઓ એમના અંતિમ મંઝિલ સુધી પહોંચશે. અમે એકબીજા સાથે જીવવા મરવાના કોલ આપીશું અને અલિશા અને હું અમારક બંનેના મોમ ડેડને મનાવવા તે પાછી ગ્રીસ જશે અને હું જયપુર આવીશ." "તો તમે મળશો ખરા?" "હા મળીશું જ ને... તેેઓ નહીં માને તો ભાગી જઈશું પણ જીવન તો એકબીજા સાથે જ વિતાવીશું." મેં ...Read More

59

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 59

ભાગ-૫૯ (અક્ષતનું એક એક્સિડન્ટમાં મોત થયા બાદ ઈન્ડ્રીયાલિસ્ટ મનોહર સાન્યાલને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે. સુજલ તેમની સાથે કેળવી લે છે અને તૈ કેવી રીતે સુહાસને મળ્યો છે, તે કહે છે. અલિશા પણ તેના મોમ ડેડને સુહાસ રિલેટડ વાત કરે છે. હવે આગળ....) “સુહાસ એઈટીનનો થઈ જશે એટલે અમે મેરેજ કરી લઈશું અને ત્યાં સુધી હું તેની રાહ જોઈશ, આમ પણ હું તો ડિપેન્ડન્ડ છું પછી શું ચિંતા. રહી વાત તેના સ્ટડીની તો હું તેને સ્પોન્સર કરીશ અને તેને જે સ્ટડી કરવી હોય તે કરશે અને તે પોતાની કેરિયર આરામથી બનાવી લેશે. પણ સુહાસ મને લવ કરે ...Read More

60

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 60

ભાગ’૬૦ (વિલિયમ અને એલિના પોતાની નિષ્ફળતા એકબીજાને ગણાવી રહ્યા છે, એ સાંભળીને અલિશા દુ:ખી થાય છે, પણ વિલિયમ અલિશાના ડેનિયલ જોડે ફિકસ કરતાં જ, તેની મદદથી અલિશા ભાગીને ઈન્ડિયા આવે છે અને માનવને મળે છે. હવે આગળ....) “કંઈ તો કરીશ જ ને મિતા, આફ્ટર ઓલ આ લવ સ્ટોરી પૂરી તો થવી જ જોઈએ ને? હું તો એ બંનેની તડપનો સાક્ષી છું.” કહીને મેં એક ફોન લગાવ્યો તો ઉત્સુકતાથી મિતા, “તમે કોને ફોન લગાવ્યો છે? વિલિયમને?” “ડૉ.વિલ્સન... વિલિયમના ફેમિલી ડૉક્ટર. જેની પાસેથી મને અલિશા રિલેટડ માહિતી મળતી હતી.” મેં આટલું કહ્યું એટલામાં સામે ફોન ઉપાડતાં જ, ...Read More

61

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 61 - છેલ્લો ભાગ

ભાગ-૬૧ (સુજલ ડૉ.વિલ્સનને ફોન કરી અલિશા અહીં છે એ ઈન્ફોર્મ કરે છે. એ ખબરપડતાં ડૉ.વિલ્સન, વિલિયમ, એલિના ત્યાં આવે અને સુહાસના મોમ ડેડ પણ. તેઓ એકબીજા સામે આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે, હવે આગળ...) એક સાંજે ઉદેેપુુરની સીટી પેલેસ નામની હોટલમાં હું સૂૂટ બૂટમાં તૈયાર બેઠો હતો અને મિતા તૈયાર થઈ રહી હતી. ખાસ્સી વાર લાગતાં હું બોલ્યો કે, "મિતા જલ્દી... આજે જ રિસેેપ્શન છે, નહિં કે કાલે?..." "હા... મને ખબર છે કે તમારે જવાની ઉતાવળ છે, ત્યાં તમને ગોરી મેમો જો જોવા મળવાની છે... ચાલો હવે..." એમ ખોટી ખોટી નારાજગી બતાવતાં કહ્યું અને હું હસતાં હસતાં અમે રિસેપ્શનના પ્લેસ ...Read More