કાલચક્ર.

(329)
  • 51.8k
  • 21
  • 28.4k

આજે કંઈક ખતરનાક-ભયાનક બનવાનું હતું. આજે મે મહિનાની રરમી તારીખ હતી. સાંજના પાંચ વાગ્યા હતા, ગરમ સૂરજ થોડોક ઠંડો પડયો હતો. મુંબઈથી ખંડાલા જતા મેઈન હાઈવેથી દસ-બાર કિલોમીટર અંદરની તરફ આવેલા પંદર એકરના ખેતરમાં ઘઉંનો પાક લહેરાઈ રહ્યો હતો. સાડા ત્રણ-ચાર ફૂટની ઊંચાઈએ પહોંચેલા આ પાકની વચમાં, બાર વરસનો ગોરો-નટખટ નંદુ પંખીઓને પાકથી દૂર રાખવા માટે ચાડિયો લગાવી રહ્યો હતો. તેના પપ્પા ઓમકાર બીજા ખેડૂતોની જેમ માટલી પર માણસનું મોઢું ચિતરીને અને ફાટેલું-તૂટેલું શર્ટ પહેરાવીને કંઈ ચાડિયો ઊભો નહોતા કરતા. પણ એ તો કપડાના ડુચાઓથી માણસના મોઢા અને શરીર જેવો જ આકાર બનાવતા, અને એના મોઢા પર માણસનું મોહરું લગાડતાં, ને પાછા માથે મોટી કાળી કેપ પહેરાવતા. અને વળી એને કોઈ માણસના ઘૂંટણ સુધીની લંબાઈ ધરાવતો લાંબો-કાળો ઝભ્ભો-ડગલો પહેરાવતા. આવો આ ભયાનક ચાડિયો જોઈને ભોળાં પંખીડાંઓ તો તેમના ખેતરથી દૂર જ રહેતા, પણ રાતના જો કોઈ અજાણ્યું એને જુએ તો ભૂત માનીને ભડકીને ભાગી જ જાય !

Full Novel

1

કાલચક્ર - 1

( પ્રકરણ : એક ) આજે કંઈક ખતરનાક-ભયાનક બનવાનું હતું. આજે મે મહિનાની રરમી તારીખ હતી. સાંજના પાંચ વાગ્યા ગરમ સૂરજ થોડોક ઠંડો પડયો હતો. મુંબઈથી ખંડાલા જતા મેઈન હાઈવેથી દસ-બાર કિલોમીટર અંદરની તરફ આવેલા પંદર એકરના ખેતરમાં ઘઉંનો પાક લહેરાઈ રહ્યો હતો. સાડા ત્રણ-ચાર ફૂટની ઊંચાઈએ પહોંચેલા આ પાકની વચમાં, બાર વરસનો ગોરો-નટખટ નંદુ પંખીઓને પાકથી દૂર રાખવા માટે ચાડિયો લગાવી રહ્યો હતો. તેના પપ્પા ઓમકાર બીજા ખેડૂતોની જેમ માટલી પર માણસનું મોઢું ચિતરીને અને ફાટેલું-તૂટેલું શર્ટ પહેરાવીને કંઈ ચાડિયો ઊભો નહોતા કરતા. પણ એ તો કપડાના ડુચાઓથી માણસના મોઢા અને શરીર જેવો જ આકાર બનાવતા, અને એના ...Read More

2

કાલચક્ર - 2

( પ્રકરણ : બે ) ઓમકારના ઘઉંના જે ખેતરમાંથી ચાડિયો ઓમકારના દીકરા નંદુને ઊડાવીને લઈ ગયો હતો, એ ખેતરથી દૂરથી એક બસ પસાર થઈ રહી હતી. બસમાં મુંબઈની ‘વિલ્સન કૉલેજ’ના પંદર વિદ્યાર્થીઓ હસતા-ગાતા મુંબઈ તરફ આગળ વધી રહ્યા હતા. તેઆ પોતાના આલ્બર્ટ સર અને બેલા ટીચર સાથે ખંડાલામાં પિકનિક મનાવીને મુંબઈ તરફ પાછા ફરી રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં દસ યુવાનો અને પાંચ યુવતીઓ હતી. બે યુવતીઓ નવ યુવાનો સાથે ગાતી-ધીંગામસ્તી કરી રહી હતી, જ્યારે એક યુવાન રોમિત પાછલી સીટ પર ચુપચાપ બેઠો હતો. એનાથી ચાર સીટ આગળ ત્રણ યુવતીઓ લવલીન, શિલ્પા અને નેહા બેઠી હતી. ‘આ છોકરાઓ કયાર સુધી ભેંસાસુરમાં ...Read More

3

કાલચક્ર - 3

( પ્રકરણ : ત્રણ ) યશને પોતાની પીઠ પાછળથી ફડ-ફડ-ફડનો અવાજ સંભળાયો, એ સાથે જ તેના મોઢેથી ચીસ નીકળી અને તેણે પાછળ વળીને જોયું, તો ફડ-ફડ-ફડની પાંખોના અવાજ સાથે અને ક્રાં-ક્રાં-ક્રાં...ની બૂમાબૂમ સાથે કાગડાંનું ટોળું હવામાં ઊડયું. યશ ચહેરો અધ્ધર કરીને આકાશમાં ઊડી જઈ રહેલા કાગડાંના ટોળાંને જોઈ રહ્યો, ત્યાં જ ઈમરાન, અખિલ અને કરણ તેની નજીક આવી પહોંચ્યા. ‘...તેં ચીસ કેમ પાડી ?’ કરણે પૂછયું, તો ઈમરાન હસીને બોલ્યો : ‘...કાગડાંના ટોળાથી ડરી ગયો ને, યશ ?’ યશે આકાશ પરથી નજર પાછી વાળીને ઈમરાન તરફ જોયું પણ કંઈ જવાબ આપ્યો નહિ. ત્યાં જ બસ પાસેથી આલ્બર્ટ સરનો અવાજ ...Read More

4

કાલચક્ર - 4

( પ્રકરણ : ચાર ) અજવાળું કરવા માટે સડક પર દરિયાઈ ફટાકડાં સળગાવી રહેલા આલ્બર્ટ સર અચાનક એક ચીસ ગૂમ થઈ ગયા અને ચોથી પળે જ તેઓ જે ફટાકડો સળગાવી રહ્યા હતા, એ ફટાકડો આકાશમાંથી સડક પર આવીને પડયો, એટલે બેલા ટીચર, ડ્રાઈવર રહેમાન, તેમ જ ઈરફાન, રોમિત, લવલી વગેરે વિદ્યાર્થીઓ ખાલી સડક તરફ તાકી રહ્યા. ‘સર !’ ડ્રાઈવર રહેમાને અત્યારે સડક તરફ એક પગલું આગળ વધતાં બૂમ પાડી. ‘હમણાં અંધારામાંથી કયાંકથી આલ્બર્ટ સર બહાર નીકળશે,’ એવી આશા સાથે બધાં જોઈ રહ્યા, પણ આલ્બર્ટ સર દેખાયા નહિ. ‘સર કયાં ગયા ? !’ નેહાએ પૂછયું. ‘હજુ હમણાં તો અહીં જ ...Read More

5

કાલચક્ર - 5

( પ્રકરણ : પાંચ ) બસના બધાં વિદ્યાર્થીઓ, દસ યુવાન અને પાંચ યુવતીઓ બસના વિન્ડ શીલ્ડ આગળના કાચ તરફ આંખે જોઈ રહ્યાં હતાં. કાચની બહાર, બે મોટી-મોટી-રાક્ષસી આંખો દેખાઈ રહી હતી. એ આંખો લીલા રંગની હતી અને એમાંની કીકીઓ લાલઘૂમ-જાણે એમાં લાવા ભભૂકતો હોય એમ તગતગતી હતી. ‘કોઈ માણસની આંખો કરતાં બે-ત્રણ ગણી મોટી એ ભયાનક આંખો કોની હતી ?’ એ વિશે બધાં કંઈ સમજે-કરે ત્યાં જ એ આંખો ગૂમ થઈ ગઈ. ધબ્‌ ! બીજી જ પળે બસની પાછળની બાજુથી અવાજ સંભળાયો, એટલે બધાંએ ચીસ સાથે આગળની તરફ ભેગા થઈ જતાં પાછળના કાચ તરફ જોયું. હવે પાછળના એ કાચની ...Read More

6

કાલચક્ર - 6

( પ્રકરણ : છ ) ‘...એ પ્રેત ચોકકસ પાછું આવશે અને એણે આપણાંમાંથી જેને-જેને પસંદ કર્યા હશે, એ બધાંને પોતાની સાથે ઊડાવીને લઈ જશે !’ બસમાં રહેલાં બધાં પર ભયભરી નજર ફેરવતાં લવલીએ ડુમાયેલા અવાજે કહ્યું, એટલે બસમાં સન્નાટો છવાઈ ગયો. નેહા, શિલ્પા, નતાશા અને સ્મિતાનાં મોતિયાં મરી ગયાં. યશ, મનજીત, અખિલ, તેજસ અને મિલિન્દ ગભરાઈ ઊઠયાં. રોમિત અને કરનની હાલત પણ કફોડી હતી, તો ઈરફાન, જેકબ અને અનૂજ પરાણે હિંમત જાળવી રહ્યા હતા. ‘બધાં હિંમત રાખો.’ સન્નાટાને ચીરતાં લવલી બોલી : ‘કોઈ ડરશો નહિ.’ ‘તું...તું વાત ડરી જવા જેવી કરે છે અને પાછી કહે છે કે, ડરશો નહિ ...Read More

7

કાલચક્ર - 7

( પ્રકરણ : સાત ) પ્રેતની વિશાળ પાંખોએ પલક-વારમાં જ અનૂજનો કમર સુધીનો ભાગ ચારે બાજુથી પોતાની ભીંસમાં લઈ અને તેને ઉપરની તરફ ખેંચ્યો, એટલે બસમાં ચીસાચીસ મચી ગઈ. બીજા બધાંની સાથે જ રોમિત, ઈરફાન, જેકબ અને કરણના મગજ પણ આ દૃશ્ય જોઈને બહેર મારી ગયા, પણ પછી જેકબ અનૂજ તરફ ધસ્યો. તેણે પ્રેતની પાંખોમાં ભીંસાયેલા અનૂજનો ધડ નીચેનો જેટલો ભાગ દેખાતો હતો એને પકડી લીધો, એટલે ઈરફાન અને રોમિત પણ એ તરફ ધસી ગયા. આટલી વારમાં પ્રેતની પાંખો અનૂજનો કમર સુધીનો ભાગ બસની ઉપરની તરફ ખેંચી ચૂકી હતી અને જેકબ અનૂજના પગ પકડીને ખેંચી રહ્યો હતો. ઈરફાન અને ...Read More

8

કાલચક્ર - 8

( પ્રકરણ : આઠ ) એ આદમખોર પ્રેતથી બચવા માટે જેકબ, ઈરફાન, સ્મિતા, શિલ્પા, યશ, નેહા, કરણ, મિલિન્દ અને એ ફાર્મહાઉસ તરફ આગળ વધ્યા અને એમની સાથે આગળ વધેલી લવલીને રોકતો-એની સાથે વાત કરતો રોમિત પણ આગળ વધ્યો, ત્યાં જ તેજસે ‘એય, જુઓ !’ કહેતાં આકાશ તરફ આંગળી ચિંધી અને બધાંએ આકાશ તરફ જોયું, તો એ પ્રેત રાક્ષસી ચામાચીડિયાની જેમ પોતાની વિશાળ પાંખો વિંઝતું તેમની તરફ જ ઊતરી આવી રહ્યું હતું ! આ જોતાં જ નેહા, શિલ્પા અને સ્મિતા ભયથી ચીસો પાડી ઊઠી. લવલી પણ ગભરાઈ ગઈ. ‘ભાગો !’ અત્યારે રોમિત ગભરાટભેર ચિલ્લાતા પાછો બસ તરફ દોડયો. ‘જલદી બસમાં ...Read More

9

કાલચક્ર - 9

( પ્રકરણ : નવ ) એ આદમખોર પ્રેત રોમિતને પોતાની સાથે આકાશમાં ખેંચી ગયું એના આઘાતમાં લવલી ભાંગી પડીને હાથો વચ્ચે ચહેરો છુપાવીને રડી રહી હતી. આ દરમિયાન એના સાથીઓ જેકબ, ઈરફાન, કરણ અને સ્મિતા કયારે ત્યાંથી ચાલ્યા ગયા હતાં, એની જ તેને ખબર રહી નહોતી. અત્યારે તે એ મેદાનમાં એકલી હતી અને અંધારા આકાશ તરફ જોઈ રહી હતી. ‘કોઈ પણ પળે ફરી પાછું એ પ્રેત આવશે અને તેને પણ રોમિતની જેમ ઉડાવી જશે,’ એવા ભયથી તે કાંપી રહી હતી ! એક...બે....ત્રણ અને પંદર પળો વિતી. લવલીને લાગ્યું કે જાણે દૂર...દૂર અંધારા આકાશમાંથી એ ભયાનક પ્રેત તેની તરફ જ ...Read More

10

કાલચક્ર - 10

( પ્રકરણ : દસ ) ‘હવે...હવે તેનો વારો હતો ! હવે પ્રેત આંખના પલકારામાં તેને પોતાના કાતિલ પંજામાં પકડીને આકાશમાં ખેંચી જશે.’ પોતાની સામે ચામાચીડયા જેવી વિશાળ પાંખો ખોલીને, બસની છત પર ઊભેલા એ ભયાનક પ્રેતને જોઈને લવલી થરથરી ઊઠી, તો લવલીની બાજુમાં જ ઊભેલી ટાટા મોબાઈલની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા ચંદરની હાલત પણ સારી નહોતી. તે ફાટેલી આંખે સામે બસની છત પર ઊભેલા એ પ્રેતને તાકી રહ્યો હતો, તો પાછળ, મોબાઈલના ખુલ્લા ભાગમાં ઊભેલો ચંદરનો પાળેલો કૂતરો કાળિયો પણ પ્રેતને જોઈને રડવા માંડયો હતો. જ્યારે મોબાઈલના પાછળના એ ભાગમાં જ ઓમકાર ઊભો હતો. ઓમકારની નજર પણ સામે બસની ...Read More

11

કાલચક્ર - 11

( પ્રકરણ : અગિયાર ) આદમખોર પ્રેતે ઓમકારની સાથોસાથ જ ઊછાળી મૂકેલી ટાટા મોબાઈલની આસપાસમાં કયાંય ઓમકાર દેખાયો નહિ, ચંદરે પાડેલી બૂમનો પણ ઓમકાર તરફથી કોઈ જવાબ મળ્યો નહિ, એટલે ચંદરના મગજમાંથી ધ્રુજાવી દેનારો વિચાર પસાર થઈ ગયો હતો, ‘કયાંક...કયાંક એ પ્રેત પપ્પાને પોતાની સાથે આકાશમાં તો ઉઠાવી નથી ગયું ને ? !’ તો થોડેક દૂર, ઝાડની ઓથમાંથી જોઈ રહેલી લવલીને પણ ઓમકાર ટાટા મોબાઈલની સાથે જ અધ્ધર ઊછળતો દેખાયો હતો, પણ એ કઈ તરફ ગયો હતો ? એ તેને દેખાયું-કળાયું નહોતું. અત્યારે લવલી ઝાડની ઓથમાંથી નીકળીને ચંદર તરફ આગળ વધી. ‘પપ્પા....!’ અત્યારે ચંદરે ફરી બૂમ પાડી, ‘.....તમે કયાં ...Read More

12

કાલચક્ર - 12

( પ્રકરણ : બાર ) જેકબ રિવૉલ્વરને પ્રેત તરફ તાકવા ગયો, ત્યાં જ પ્રેતે પોતાની સાપ જેવી બે મોઢાંવાળી બહાર કાઢી અને જેકબને પોતાના ખૂની પંજામાં પકડી લેવા માટે તેની પર તરાપ મારી, એ જ વખતે રસ્તા પર ખાડો આવતાં પૂરપાટ ઝડપે દોડી રહેલી જીપે જોરદાર આંચકો ખાધો, જેકબનું બેલૅન્સ ગયું અને તે એક તરફ ગડથોલિયું ખાઈ ગયો, એટલે તે પ્રેતના પંજામાં પકડાતાં સહેજમાં બચી ગયો. પણ નજીકમાં જ થીજેલી હાલતમાં કરણ ઊભો હતો, એ પ્રેતના પંજામાં પકડાઈ ગયો. પ્રેતે પોતાના લાંબા નખવાળા રાક્ષસી પંજામાં કરણનું માથું પકડી લીધું અને ઝપ્‌ કરતાંને પાછું આકાશ તરફ ઊડયું. વાતાવરણમાં કરણની એક ...Read More

13

કાલચક્ર - 13 - છેલ્લો ભાગ

( પ્રકરણ : તેર-છેલ્લો ) જેકબને એ પ્રેત હવામાં ઊંચી છલાંગ મારીને તેની તરફ ઉછળી આવતું દેખાયું, એટલે જેકબના ચીસ નીકળી જવાની સાથે જ તેણે રિવૉલ્વરનો ઘોડો દબાવી દીધો. ગોળી છૂટી પણ હવામાં ઉછળેલા પ્રેતના કપાયેલા પગ પાસેથી ગોળી પસાર થઈને હવામાં ગૂમ થઈ ગઈ અને આની બીજી જ પળે પ્રેત જેકબની છાતી પર આવી ચઢયું. પ્રેતે એક હાથે જેકબનો રિવૉલ્વરવાળો હાથ પકડી લીધો અને બીજા હાથે જેકબની ગરદન પકડી લીધી. તો જેકબે ડાબો હાથ પ્રેતની છાતી પર દબાવેલો રાખીને પ્રેતને પોતાનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરતાં, બીજા હાથે રિવૉલ્વરની અણી પ્રેતના ચહેરા તરફ કરવા માંડી. પણ પ્રેતના જોર સામે ...Read More