અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ

(158)
  • 86.7k
  • 12
  • 47.9k

ગુજરાતનો પ્રતાપીમાં પ્રતાપી રાજા જયસિંહદેવ સિદ્ધરાજ. એણે ત્રણ બિરુદ ધારણ કરેલાં. બર્બરકજિષ્ણુ, ત્રિભુવનગંડ અને અવંતીનાથ. બર્બરકને વશ કરીને એ બર્બરકજિષ્ણુ કહેવાયો. સમકાલીન કર્ણાટકના વિક્રમ છઠ્ઠાએ ધારણ કરેલ ‘ત્રિભુવનૈકમલ્લ’ એ ઉપાધિની સ્પર્ધામાં હોય તેમ તેણે ત્રિભુવનગંડનું બિરુદ ધારણ કરીને પોતાને ભગવાન સોમનાથનો દ્વારપાલ ગણાવ્યો અને માળવાનો વિજય કરીને એ અવંતીનાથ બન્યો. એક રીતે ગણો તો માલવાના આ વિજયથી મહારાજ જયસિંહદેવ ‘અવંતીનાથ’ બનેલ છે એવું પણ નથી. ‘અવંતીપતિ’ વિષેની લોકભાવના, ‘ઉજ્જૈનના ધણી વીર વિક્રમ’ની પરદુઃખભંજનની કથાઓમાં સચવાયેલી છે. એ જ પરદુઃખભંજનની ન્યાયવૃત્તિ દાખવીને સિદ્ધરાજ જયસિંહે પોતાનું બિરુદ સાર્થક કર્યું. લોકકંઠે તો અવંતીનાથ કરતાં પણ ‘સધરા જેસંઘ’નો પ્રીતિદર્શક નાદ જ વધારે સાચવ્યો છે. પ્રબંધમા એ વિશે અનેક ઉલ્લેખ મળે છે. ખંભાતના અલી ખતીબ જેવા વિધર્મીને અને એ વખત તો સાગરમાં બિંદુ જેટલી સંખ્યામાં રહેલા વિદેશી માણસોને પણ મહારાજે પોતે સ્તંભતીર્થમા ગુપ્ત વેશે જઈને, સાચી હકીકત મેળવીને, ન્યાય આપ્યાનો ઉલ્લેખ છે. સિદ્ધરાજ જયસિંહે એ રીતે અવંતીની પરંપરામાં સચવાયેલું પરદુઃખભંજનીનું બિરુદ જાળવ્યું છે. કદાચ લોકના કંઠમાં સધરા જેસંગ જેટલી ગુજરાતની કોઈ રાજાની વાત રહી નથી. એના વિશેની બંને કલંકકથા – રાણકદેવીની ને માયાની – ખોટી છે. માયાની તો તદ્દન ગપ છે. હમણાંના ખોદકામે બતાવ્યું છે કે સિદ્ધરાજે સરસ્વતીમાંથી પાણીની વિશાળ નેળો સહસ્ત્રલિંગમાં આણી છે. માયાની વાત તદ્દન ખોટી છે. પછી એને, વીર ગણીને બિરદાવવો હોય તો ભલે.

Full Novel

1

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 1

ધૂમકેતુ પ્રવેશ ગુજરાતનો પ્રતાપીમાં પ્રતાપી રાજા જયસિંહદેવ સિદ્ધરાજ. એણે ત્રણ બિરુદ ધારણ કરેલાં. બર્બરકજિષ્ણુ, ત્રિભુવનગંડ અને અવંતીનાથ. બર્બરકને વશ એ બર્બરકજિષ્ણુ કહેવાયો. સમકાલીન કર્ણાટકના વિક્રમ છઠ્ઠાએ ધારણ કરેલ ‘ત્રિભુવનૈકમલ્લ’ એ ઉપાધિની સ્પર્ધામાં હોય તેમ તેણે ત્રિભુવનગંડનું બિરુદ ધારણ કરીને પોતાને ભગવાન સોમનાથનો દ્વારપાલ ગણાવ્યો અને માળવાનો વિજય કરીને એ અવંતીનાથ બન્યો. એક રીતે ગણો તો માલવાના આ વિજયથી મહારાજ જયસિંહદેવ ‘અવંતીનાથ’ બનેલ છે એવું પણ નથી. ‘અવંતીપતિ’ વિષેની લોકભાવના, ‘ઉજ્જૈનના ધણી વીર વિક્રમ’ની પરદુઃખભંજનની કથાઓમાં સચવાયેલી છે. એ જ પરદુઃખભંજનની ન્યાયવૃત્તિ દાખવીને સિદ્ધરાજ જયસિંહે પોતાનું બિરુદ સાર્થક કર્યું. લોકકંઠે તો અવંતીનાથ કરતાં પણ ‘સધરા જેસંઘ’નો પ્રીતિદર્શક નાદ જ વધારે ...Read More

2

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 2

૨ કુમારપાલની વિદાય! ઉદયન સ્તંભતીર્થમા રાજા જેવો હતો. કુમારપાલને એણે ત્યાં ઘણા વખત સુધી સાચવ્યો હતો. છતાં જયસિંહદેવની શક્તિનો ઉદયનથી અજાણ્યો ન હતો. नाझामंगं सहन्तें એ ઉક્તિ મહારાજ જયસિંહદેવ વિશે અક્ષરેઅક્ષર સાચી હતી એટલે અત્યારે પોતાના ઉપર હવે જરા જેટલું પણ શંકાનું વાદળ આવે એવું કોઈ સાહસ કરવામાં એને સોએ સો ટકાનું જોખમ લાગતું હતું. સૈનિકોની વાતમાંથી આંહીંથી પરિસ્થતિ વિશે એણે બે વસ્તુ પકડી લીધી: એક તો, કુમારપાલની સાથે હવે પોતાને કોઈ જોઈ જાય એ જરા પણ ઈચ્છવા જેવું ન હતું. મહારાજના પુત્ર વિશેની વાત એને સમજાઈ ન હતી, પણ મહારાજની પાસે અનેક અવનવી વાતો રજૂ થતી હોય તેમ ...Read More

3

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 3

૩ ઉદયનને કાંઈ સમજાતું નથી! કુમારપાલ અદ્રશ્ય થયો કે તરત કૃષ્ણદેવે ઉદયનને કહ્યું: ‘ઉદયનજી! તમને કેમ લાગે છે? આના આ રખડપટ્ટી જ રહેશે કે શું? શાકંભરીશ્વર આનકરાજનો સોમેશ્વર, મહારાજને પોતાના દોહિત્ર ઉપર નજર હતી. આનકરાજ પણ આઘીપાછી કાંકરી કરતાં હતા, ત્યાં હવે આ પાછું નવું ધતિંગ જાગ્યું! આને રખડવાનું જ મળશે!’ ‘તો તેમને લાંછન લાગશે, અને આપણને સૌને લાંછન લાગશે!’ ‘પણ આ નવો કોયડો આવ્યો છે એનું શું? એણે તો તમામે તમામ મહારથીઓને પણ મૂંઝવી દીધા છે, પેલી નારી – એણે વિદ્યુતવેગે મહારાજને મેળવી લીધા!’ ‘એનું નામ તમે શું કહ્યું? પ્રતાપદેવી કે બીજું કાંઈ?’ ‘પ્રતાપદેવી? પણ એ પ્રતાપદેવી જ ...Read More

4

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 4

૪ અર્જુન ભટ્ટનો વંશજ! બીજા દિવસે વહેલી સવારમાં જ ઉદયન, સોલંકી છાવણીની નજીક આવી પહોંચ્યો. છાવણીની છેલ્લી ચોકીનું તાપણું સ્પષ્ટ એની નજર સામે દેખાતું હતું. જંગલને અર્ધચંદ્રાકારે વીંટળાઈને પડેલી છાવણીમાં અનેક તાપણીઓ અત્યારમાં પ્રગટી ગઈ હતી. શિયાળા જેવી ઋતુ હતી અને ચોકીદારો ઠંડી ઉડાડવામાં પડી ગયા હતા. જંગલમાર્ગ છોડીને મેદાને આવતાં પહેલાં એક ક્ષણભર એ થોભી ગયો. એ મનમાં ને મનમાં વિચારી રહ્યો: ‘એક રીતે કૃષ્ણદેવે એને છેક છેલ્લી ઘડીએ ચેતવણી આપીને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધો હતો, તો બીજી રીતે એ પણ ઠીક થયું હતું. આ પ્રદેશ તજીને કુમારપાલ ચાલ્યો ગયો હતો, એટલે પોતાની સ્થિતિ હવે સ્પષ્ટ થઇ જતી ...Read More

5

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 5

૫ કૃષ્ણદેવને ત્યાં! ઉદયનને આખે રસ્તે પોતાના આ વિચિત્ર પણ મૂલ્યવાન સાથીના વિચાર આવતા હતા. એને હવે શી રીતે પાસે કે કૃષ્ણદેવ પાસે જ રાખી લેવો, ને એની માહિતી સાચી હોય તો એનો પ્રથમ ઉપયોગ કરી લેવો, એ યોજના એ મનમાં ઘડી રહ્યો હતો. એક વખત સૈનિકોના ધામમાં પહોંચ્યા એટલે તો આ જુદ્ધરસિયો જીવ ઠરી ઠામ બેસે તેમ એને લાગ્યું નહિ. પણ એણે જે કુમારપાલ વિશે વાત કરી તે એને ફરીફરીને સાંભરી આવી. કૃષ્ણદેવ છેક સામે આવીને કુમારપાલને રવાના કર્યા પછી જ પાછો ફર્યો એ સૂચક હતું. એ કૃષ્ણદેવને લાગે કે મહારાજ જયસિંહદેવની નજર આ તરફ ઠીક નથી એટલે ...Read More

6

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 6

૬ મલ્હાર ભટ્ટે ઘોડું તો મેળવ્યું! મલ્હાર ભટ્ટને તેજદેવ સાથે ઠીક ચાલવું પડ્યું. એમાંથી એણે અનેક વાત જાણી લીધી. જયસિંહદેવે નિશ્ચય કર્યો હતો કે હવે ધારાગઢનો દુર્ગ તોડવો જ જોઈએ. એમણે ઉત્તમોત્તમ ગજસૈન્ય તૈયાર કરવા માંડ્યું હતું. પણ હજી જોઈએ એટલી તૈયારી થઇ ન હતી, એટલે ઉપરટપકે હમણાં છૂટાછવાયાં યુદ્ધ ચાલતાં હતાં. પણ મહારાજે તમામ મંત્રીશ્વરો ને સેનાપતિઓને જણાવી દીધું હતું કે એ પાટણની ગાદીનો વારસ પણ સ્થાપી દેવા માંગે છે! એ વારસ કોણ હશે – એનું સૌ અનુમાન કરી રહ્યા હતા. કેટલાક, મહારાજની પુત્રી કાંચનદેવી, જેને શાકંભરીશ્વર આનકરાજ સાથે પરણાવી હતી, એનો પુત્ર સોમેશ્વર ચૌહાણ એ વારસો લેશે ...Read More

7

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 7

૭ મેળવ્યું કે ખોયું? મલ્હાર ભટ્ટે તો કચકચાવીને ઉદયનનો ઘોડો ઉપાડી મૂક્યો હતો. પોતે ક્યાં જઈ રહ્યો છે એનું કામ ન હતું. ઉદયન ટાંટિયા ઠોકતો એણે શોધતો હશે એટલો જ સંતોષ એને માટે હતો. પાટણના રાજતંત્રમાં એણે જ્યાં ત્યાં જૈન મંત્રીઓનો જ ભેટો થતો રહ્યો હતો. પોતે હતો બ્રાહ્મણોત્તમ એટલે આજે એવો એકને છક્કા પંચા રમાડ્યાનો આત્મસંતોષ એને આગળ ને આગળ ધકેલી રહ્યો હતો. વેગમાં ને વેગમાં એણે કેટલો રસ્તો કાપી નાખ્યો એનું એણે કાંઈ ધ્યાન ન રહ્યું. પણ રણભૂમિના સૈનિકોનાં શિબિર તો ક્યારનાં દેખાતાં બંધ થઇ ગયાં હતાં. થોડી વારમાં તો ભૂમિ સજીવ વધારે લાગવા માંડી. પશુ, પંખી, ...Read More

8

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 8

૮ કાક અને ઉદયન જયસિંહ સિદ્ધરાજને મળવા જતાં ઉદયનને આજે જેવો ભય જણાતો હતો તેવો એણે પોતાના જીવનમાં ક્યારેય ન હતો. કૃષ્ણદેવે એને કહ્યું તે સાચું હતું. માથા સાટે રમત કર્યા વિના કોઈ પણ માણસ આંહીં કુમારપાલનો પક્ષ લઇ શકે તેમ હતું જ નહિ. એ વિચાર કરતો-કરતો આગળ વધ્યો. જેમજેમ મહારાજનો મુકામ નજીક આવતો ગયો, તેમતેમ માણસોની બને વાહનોની ભીડ વધતી ગઈ. શિબિરની પાસે એ આવી પહોંચ્યો. ચારે તરફની નાની ટેકરીઓમાં પ્રગટાવેલી દીપીકાઓના પ્રકાશમાં ત્યાં સઘળું ઝળાંઝળાં થઇ રહ્યું હતું. હાથીઓની, રથોની, પાલખીઓની, ઘોડાઓની, અને સુખાસનોની હારની હાર ચારે તરફ ઊભી હતી. થોડેથોડે આંતરે નજર રાખતા હોય તેમ કેટલાંક ...Read More

9

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 9

૯ પ્રતિજ્ઞા સેંકડો શંખનાદોના ધ્વનિથી રણક્ષેત્ર જાગી ઊઠયું હતું. ઉદયનને અને કાકને પ્રથમ તો ખબર પડી નહીં કે આ શા માટે થઇ રહ્યા છે. કોઈ નવા રણક્ષેત્રનો મોરચો શરુ થાય છે કે નવો વિજય મળ્યો છે, કોઈ નવી વાત આવી છે કે શું? એકદમ તો કાંઈ સમજમાં આવ્યું નહિ. જેમજેમ એ આગળ ગયા તેમતેમ ઉત્સાહનાં પૂર એમણે વધતાં જોયાં. પણ હજી કોને કાંઈ ખબર હોય તેમ લાગ્યું નહિ. એટલામાં રસ્તા ઉપરથી આજ્ઞા આપતો સેનાપતિ કેશવનો અવાજ સંભળાયો. ‘મલ્હાર ભટ્ટ! દક્ષિણ મોરચે તમે હમણાં ને હમણાં ઊપડો ને ત્યાં પણ શંખનાદ કરીને સૌને જાહેર કરી દો!’ ઉદયન ચોંકી ઊઠ્યો. મલ્હાર ...Read More

10

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 10

૧૦ સ્તંભતીર્થના રાજા ઉદયન વિચાર કરતો પાછો ફરી રહ્યો હતો, પણ એના મનને ક્યાંય શાંતિ ન હતી. હાર્યો દા એને ટેવ ન હતી. મહારાજ સાથે કોણ હતું એ એ ન જાણે ત્યાં સુધી એને ચેન વળે તેમ ન હતું. એણે જોયું કે તમામ પોતપોતાને રસ્તે પાછા ફરી રહ્યા છે. એણે જાણી જોઇને પોતાના અશ્વને ધીમી ગતિએ લીધો. ચારે તરફ કાકને શોધવા દ્રષ્ટિ ફેરવતો હતો પણ એ માનવસાગરમાં ડૂબી ગયેલો લાગ્યો, કૃષ્ણદેવનો તો એને ભરોસો ન હતો. એ કાકને શોધતો આગળ વધ્યો. રસ્તે એનાથી થોડે દૂર એક ઉત્તુંગ ગજરાજ જઈ રહ્યો હતો. ‘કોણ હશે?’ ઉદયનને વિચાર આવ્યો. તેણે પોતાની ગતિ ...Read More

11

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 11

૧૧ આનકરાજ પટ્ટકુટીમાં પ્રવેશ કરતાં જ ઉદયને કુમારનો હાથ હાથમાં લીધો. સ્વજનના પ્રેમથી કહેતો હોય તેમ એણે કહ્યું: ‘કેમ એકલા એકલા આવ્યા કે? માને મૂકીને? મહારાજ!’ તેણે બે હાથ જોડ્યા: ‘હું તો આવી રહ્યો હતો કાંચનદેવીબાનાં દર્શને. પણ એ તો આંહીં આવ્યાં જ નથી જણાતાં!’ સોમેશ્વરના માથા ઉપર તેણે હેતથી હાથ મૂક્યા: ‘માને મૂકીને યુદ્ધ જોવા આવ્યા ને?’ ‘મા પણ આવવાના છે.’ સોમેશ્વરે બાલોચિત ઉલ્લાસથી કહ્યું. ‘હેં મહારાજ? સાચું?’ ‘ભૈ! આ તમારું આંહીંનું... આવે તો આવે!’ આનકરાજે પ્રત્યુતર વાળ્યો. ‘આવવાનાં છે, મારી ધનુર્વિધ્યાની કસોટી જોવા, ઘોડેસવારી તો પૂરી થઇ ગઈ!’ ‘એમ? ઓ હો! ત્યારે તો તમે જબરા જોદ્ધા નીકળવાના ...Read More

12

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 12

૧૨ ઉદયન મહારાજને મળે છે બીજે દિવસે ઉદયન ઊઠ્યો ત્યારે હજી એના મનમાં આનકરાજવાળી વાત ઘોળાઈ રહી હતી. એણે કર્યો કે એકલા આનકરાજનું આમાં ગજું નથી. કૃષ્ણદેવને કાને એણે હજી વાત નાખી ન હતી. એટલામાં તો કૃષ્ણદેવ જ તૈયાર થઈને આવતો લાગ્યો. ‘કેમ મહેતા! તમારે મહારાજને મળવા જવું નથી કે શું?’ ‘અરે! આ આવ્યો, કૃષ્ણદેવજી! પણ મહારાજ પૂછે તો શું પ્રત્યુતર વાળવો તેની મનમાં ગાંઠ વાળતો હતો! મહારાજ પાસે કુમારપાલજીની વાત અવશ્ય આવી ગયેલી હોવી જોઈએ. અને પેલો ભામણો પણ પાછો આંહીં તો દેખાણો જ નથી!’ ‘એ તો હવે દેખાઈ રહ્યો! મહારાજ પાસે પહોંચ્યો હશે. એ દેખાય? રાત્રે તો ...Read More

13

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 13

૧૩ ચૌહાણોની દેરી! ચૌહાણ રજપૂતોની કુલદેવી માતા આશાપુરી છે. જયસિંહ મહારાજના ચૌહાણ સૈનિકોએ પોતાની કુલદેવીનું એક નાનકડું થાનક ધારાગઢ ઊભું કર્યું હતું. ત્યાં અવારનવાર તેઓ મળતા. ચૌહાણોમાં એક વર્ગ ધીમેધીમે એવી માન્યતા ધરાવતો થયો હતો કે જતે દહાડે પાટણનું રાજ ચૌહાણોનું થવાનું છે! એ માન્યતાને ટેકો આપનારાઓની પણ ખોટ ન હતી. દરેક ગુરુશુક્રનું નામ જાણનારો પોતાની આંગળીને વેઢે એ વાત હોવાની ખાતરી આપતો. પૃથ્વી પરમારની હતી પણ ધરતી ચૌહાણોની હતી, એવી ગાંડીઘેલી માન્યતાએ ચૌહાણ સૈનિકોને પાટણ પ્રત્યે લોભથી જોતા કર્યા હતા. મહારાજ જયદેવ સોમેશ્વરને આંગળીએ વળગાડીને ફેરવતા એમાં એમની આ અભિલાષાના પડઘા સંભળાતા. કાંચનદેવીની એ જ ઈચ્છા હતી. અણહિલપુર ...Read More

14

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 14

૧૪ પણ ઉદયને ફેરવી તોળ્યું! ઉદયન આવી પહોંચ્યો ત્યારે કાકે ને કૃષ્ણદેવ બંને એની રાહ જોતા જ ઊભા હતા. ગંભીર હતો. કાક વિચારમાં હતો. ‘તમને કોઈ મળ્યું રસ્તે?’ કૃષ્ણદેવે ઉતાવળે પૂછ્યું. ‘મને? ના, કેમ? તમને?’ ‘મલ્હારભટ્ટ મળ્યો હતો!’ બંને વિચારમાં હતો એનો ભેદ ઉદયનને હવે સમજાયો. મલ્હારભટ્ટે ઇંગનપટ્ટન જવાની વાત કરેલી હોવી જોઈએ. ‘આપણે આંહીં કૃષ્ણદેવજીએ કહ્યું તેમ, ઘડી ઘડીના રંગ છે. એટલે વાત તમને કહેવાની રહી ગઈ હતી,’ ઉદયને તરત પ્રત્યુત્તર વાળ્યો, ‘પણ મારે ઇંગનપટ્ટન જાવું પડે તેમ છે. મહારાજની આજ્ઞા છે. દક્ષિણ દરવાજાની વાત ત્યાંથી વિજયાદિત્ય પાસેથી લાવવાની છે. મલ્હારભટ્ટે તમને એ જ કહ્યું નાં?’ ‘કહ્યું તો ...Read More

15

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 15

૧૫ પહેલો પાસો મલ્હારભટ્ટ મનમાં ને મનમાં મલકાતો હતો. એણે ખંભાતના રાજાને પોતાનો સાથી બનાવી દીધો હતો. આજે એના પાર ન હતો. એને રાજા જયસિંહદેવે ઘણું જ ગુપ્ત રાજકાર્ય સોંપ્યું હતું. એના મનથી એ ઉદયનને સાથે લઇ જતો હતો. એની પડખે ચાલી રહેલો ઉદયન એની ગમ્મત ઉડાવી રહ્યો હતો: ‘ભટ્ટજી! તમે એક મને માથાના મળ્યા હો! હું તો તમારી આ હોંશિયારી ઉપર છક્ક થઇ ગયો છું. તમારા જેવા જો થોડાક ભટ્ટરાજ આ મોરચે મહારાજ પાસે હોત!’ મલ્હારભટ્ટ હસી પડ્યો: ‘પણ બરાબર તમારું ઉપાડ્યું નાં?’ ‘અરે, બરાબર ભટ્ટજી! બરાબર! હવે મને વિશ્વાસ બેઠો કે તમે સોમાં સોંસરવા નીકળો! તમે ભેગા ...Read More

16

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 16

૧૬ ભુવનેશ્વરીનું મંદિર દુનિયામાં કોઈ કોઈ સ્થળમાં ધરતીનો જાણે કે અંશ જ લાગતો નથી. ત્યાં રહે છે એકલી હવા. સ્થળે પગ દેતાં જ કોઈકની હાજરી લાગે ત્યાંના ઝાડપાન, પંખી, વૃક્ષવેલી, છોડ, ટેકરા ઝરણાં સઘળામાંથી અનોખો જ વા વાતો હોય! એ સ્થાનમા કોઈક ચેતના જાણે કે નિત્ય હાજર જણાય! ત્યાં પગલું મૂકતાં સ્વપ્નું જાગે. વિચાર કરતાં ઉત્તુંગ કલ્પના ઊભી થાય. શબ્દ બોલતાં રમ્ય પડઘા ઊઠે. કવિતા કરતાં મનોહારી અપ્સરાઓ નજરે ચડે. ત્યાં કોઈ હીણી વાત જાણે મનમાં આવી જ શકે નહિ. ત્યાં જળમાં સ્થળમાં, હવામાં અનોખું જ દર્શન દેખાય. માણસ ત્યાં પોતાની ક્ષુદ્રતા તજી બે પળ દેવત્વનો વારસો પામે. કોઈ ...Read More

17

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 17

૧૭ કાક ઊપડ્યો! ઉદયને સાંભળવાનું બધું સાંભળી લીધું હતું. એના ઉપરથી એ પોતાનું અનુમાન પણ કરી શક્યો, ભુવનેશ્વરીને એક એ બરાબર જાણી શક્યો હતો. એણે મહારાજને પોતાના બનાવી લીધા હતા. બરાબર એ વસ્તુ જાણે આજે ફરીને પ્રગટી હતી. પ્રતાપદેવી સ્પષ્ટ બોલી હતી. એને પટ્ટણીઓની સંસ્કારિતા વિશે બહુ ઊંચો અભિપ્રાય લાગ્યો નહિ. એનું ચાલે તો એ ગુજરાતના રાજાને ઘેલી યુદ્ધપરંપરામાં ભારતવર્ષના દિગ્વિજયનો મહત્વાકાંક્ષી ખ્યાલ આવે. એનું ચાલે તો એ કાન્યકુબ્જ ને કર્ણાટક સુધી એકચક્રી સત્તાનો તરંગી ખ્યાલ આ રાજાને આપે. એનું ચાલે તો વિદ્યાધામમાં બધો ખજાનો ખાલી કરાવે. એનું ચાલે તો એ એકધર્મનું રાજશાસન ચલાવે! એણે ત્યાગભટ્ટને એવો સોમરસ પાયો ...Read More

18

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 18

૧૮ મહાઅમાત્ય દંડદાદાકને ત્યાં ઉદયન મહાઅમાત્ય દંડદાદાકને મળવા જઈ રહ્યો હતો એ દંડદાદાક, મહારાજની પાસે એક પ્રકારની અનોખી પ્રતિષ્ઠા હતા. એ માત્ર મહાઅમાત્ય ન હતા, એનાથી કાંઈક વિશેષ હતા. પણ અત્યારે તો ઉદયનને એક નવી જ દ્રષ્ટિ મળી હતી. દંડદાદાક, ભાવબૃહસ્પતિ અને કેશવ એ ત્રિમૂર્તિ વિશે ઉદયનને લાગ્યું કે, એ ત્રણેને અવંતીનો પ્રાચીન ગૌરવશાળી વારસો પાટણમાં ઊભો કરવાની લગની છે. એ લગની તો મુંજાલ મંત્રીને પણ છે. પોતાને ક્યાં નથી? પણ એવી ઘેલી કલ્પનામાં કેટલાં જુદ્ધ કરવાં પડે ને એમાં પાટણ પોતે જ હતું ન હતું થઇ જાય, એવું કોઈ વ્યવહારુ સત્ય આ ત્રિપુટીની સમજણમાં આવ્યું હોય તેમ લાગ્યું ...Read More

19

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 19

૧૯ કુમારતિલક અભિષેક માણસ, વિધિનું રમવા માટેનું એક રમકડું છે; એ રમકડા સાથે કોઈ કોઈ વખત એને પ્રેમથી રમવાનું થઇ આવે છે. ઉદયનને પણ આજે લાગ્યું કે એ શુકન પકવીને જ નીકળ્યો છે. એમ ન હોય તો કાંઈ ધનુરભટ્ટ કોઈ જાતની અનુજ્ઞા વિના, એનો પ્રવેશ થવા દે ખરો કે? પરંતુ એ પ્રવેશ થયા પછી પણ વિધિ એને આંગળીએ વળગાડીને રમાડશે એવો તો એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. એણે શિબિરમાં પ્રવેશ કર્યો. પછી જે તરફ એને વધારેમાં વધારે અંધારું જણાયું તે તરફ એ અટકળે ચાલ્યો. બહાર નીકળી જવાનો પણ એ જ માર્ગ હતો. મુખ્ય ખંડના પ્રવેશદ્વાર પાસેથી એક બાજુ ...Read More

20

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 20

૨૦ મહારાણી આવ્યાં અર્બુદાચલથી ધારાગઢ આવતા રાજમાર્ગમાં એક મંદિર હતું. એ મંદિર પાસે ઉદયન બીજે દિવસે સાંજે આવીને કાકભટ્ટની જોતો ઊભો રહ્યો. કૃષ્ણદેવને એ હજી મળી શક્યો ન હતો, પણ હઠીલા મારફત કહેવા જેટલું એને કહેવરાવી દીધું હતું. સારે નસીબે હજી કાક વિશે બહુ પૃચ્છા થઇ ન હતી. પણ કૃષ્ણદેવ આવી જાય તો અભિષેક વિશેની ને બીજી બધી ખબર મળી જાય, કૃષ્ણદેવ ઘણી સાવચેતીમાં રમનારો માણસ હતો, એ એણે મહારાજની વાતમાંથી જ પકડી લીધું હતું. વળી એણે આ મંદિરમાં મહારાણીબા માટે ઉતારા વગેરેનું તો હઠીલા મારફત ઉદયનને કહેવરાવી પણ દીધું હતું. એટલે એનાં પોતાના આંહીં આવવા વિષે ઉદયનના મનમાં ...Read More

21

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 21

૨૧ ઉદા મહેતાનું સ્વપ્નું! અંદરના ખંડમાં એક જરિયાન મૂલ્યવાન બેઠક ઉપર મહારાણી લક્ષ્મીબા બેઠાં હતાં. એક ખૂણામાં બળી રહેલ પ્રકાશથી આખો ખંડ ઉજાસભર્યો હતો. ઉદયને એક ત્વરિત દ્રષ્ટિ ચારે તરફ ફેરવી લીધી.બીજું કોઈ ત્યાં હતું નહિ. તે પાસે આવ્યો, મહારાણીબાને બે હાથ જોડીને નમ્યો, અને પછી તેણે ત્યાં સામે જ બેઠક લીધી. રાણીનો રૂપાળો, ગર્વીલો, અક્કડ અને સખ્ત ચહેરો અત્યારે વધારે સખ્ત જણાતો હતો. એની સીધી, જરાક લાંબી ગણાય તેવી ડોક ઉપર નાનું પણ તેજસ્વી મોં દીપ્તિમાન લાગતું હતું. એના મુખની રેખાએ રેખામાંથી એક પ્રકારની જાણે નિયમપાલનની છાપ ઊઠી હતી. એની હાજરીમાં દીવો પણ પ્રકાશ આપવામાં ભૂલ ન પડે ...Read More

22

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 22

૨૨ કૃષ્ણદેવે શું કર્યું? ઉદયન પાસેથી નીકળીને કૃષ્ણદેવ સીધો રણક્ષેત્રમા ગયો. પણ એના મનને શાંતિ થઇ નહિ. પોતાને હવે બને તેમ જલદી મહારાજને વાત કરવાની હતી. થોડી વાર પછી એ મહારાજની પાસે જ ગયો. મહારાણીબા હવે આવવાનાં એ ચોક્કસ હતું. એમનો શબ્દ સમર્થ નીવડવાનો. પણ મહારાણીબાને તેડાવનાર ઉદયન જ હોવો જોઈએ, એ વાત મહારાજની નજર બહાર નહિ રહે. ઉદયન સાથે પોતાનું નામ જોડાય એ પણ સંભવિત હતું. એણે પાણી પહેલાં પાળ બાંધવામાં સલામતી જોઈ. ઉદયનની વાતે બરાબર હતી. એને માટે આનકરાજની યોજનાની વાત મહારાજ પાસે મૂકવાનો જ રસ્તો રહ્યો હતો. મહારાજ પાસે એ પહોંચ્યો. કુમાર-અભિષેકની તૈયારીની મંત્રણા અંદર ચાલી ...Read More

23

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 23

૨૩ અણી ચૂક્યો ‘અણી ચૂક્યો’ એ કહેવત કાકે ઘણી વખત અનુભવી હતી. એટલે જ એ ઉદયન પાસેથી છાવણીમાં આવ્યો; એને એક પળની પણ નિરાંત ન હતી. વહેલી પ્રભાતમાં તો એને બધું કામ પતાવી દેવાનું હતું. આનકરાજને રવાના કરી દેવાનું એના ઉપર હતું. ત્યાગભટ્ટની, સેનાપતિ કેશવને સોંપણી કરવાની હતી. મહારાણીબા આવે તે વખતની બરાબર, પ્રતીક્ષા તો કરવાની હતી જ. અને એ ઉપરાંત સંભવ ન હતો, છતાં મલ્હારભટ્ટ અચાનક આવી ચડીને તાલ બગાડી ન જાય એ વિશે પણ સંભાળ લેવાની હતી. એટલે એ તો બધો વખત પોતાના ઘોડા ઉપર જ રહ્યો હતો. આંહીંથી તહીં અને તહીંથી આંહીં એમ ફરતો જ રહ્યો. ...Read More

24

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 24

૨૪ દંડદાદાકે રસ્તો કાઢ્યો કાકભટ્ટ કૃષ્ણદેવને મળ્યા પછી ફરીને આ ખબર એને કરવા ગયો હતો. પણે બહાર નીકળી ગયેલ. એને માટે ફરીને ગયો, પણ પત્તો ન મળ્યો. તે શિબિર તરફ ગયો. એને જોવાની એણે આશા રાખી હતી. પણ એ આવ્યો ત્યાં તો બધી વાતની તૈયારી થઇ ગયેલી જણાઈ, બે-ચાર બ્રાહ્મણો આવીને મંડપમાં ઊભા રહી ગયા હતા. મંત્રીઓના હાથીઓ પણ બહાર ઝૂલી રહ્યા હતા. સૈનિકો વ્યવસ્થા માટે ચારે તરફ ફરી રહ્યા હતા. એણે કેશવને શોધ્યો પણ દેખાયો નહિ. મહારાજનો ઉત્તુંગ ગજરાજ એક તરફ ઊભો ઊભો પોતાના ગૌરવમાં આમતેમ ઝૂલી રહ્યો. વખત તો ઝપાટાબંધ વહી રહ્યો હતો. કાકે ચારે તરફ દ્રષ્ટિ ...Read More

25

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 25

૨૫ ત્રણ ઘોડેસવારો કોણ? પોતે કોની પાછળ જઈ રહ્યો છે એ સવાર થયા પહેલાં ખબર પડે તેમ કાકભટ્ટને લાગ્યું એણે અનુમાન ધાર્યું કે એક તો કેશવ સેનાપતિ હોય, પણ બીજા બે કોણ હોઈ શકે તે કળવું મુશ્કેલ બન્યું. બીજા ગમે તે હોય, પણ એ ચોક્કસ પેલા ગજની શોધમાં નીકળ્યા હોય તે સંભવિત હતું. તો બીજા ત્યાગભટ્ટ અને ત્રીજો – કોણ દંડદાદાકજી હશે? કે મહાદેવ? કે મુંજાલ મહેતો? એમાં કોઈની શક્યતા ન લાગી. ત્યારે શું મહારાજ પોતે હશે? મહારાજ પોતે હોય ને આ પ્રમાણે એને દેખે તો શું થાય? એણે ધીમે ધીમે દિશા સાચવીને અંતર વધારવા માંડ્યું. એને લાગ્યું કે ...Read More

26

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 26

૨૬ એક નવું આશ્ચર્ય કાકભટ્ટે કચકચાવીને ઘોડાને ઉપાડી મૂક્યો હતો. પણ દિશા ફેર હોય કે વાતફેર હોય, ખેતર ઉપર ને ઝાડ ઉપર ઝાડ આવતાં હતાં. ક્યાંક માણસ જણાતાં ન હતા. ઘોડેસવારનું તો નામોનિશાન પણ ન હતું. પોતાની સમજફેર થઇ છે એવી શંકા જન્મતાં એનો ઉત્સાહ નરમ પડવા માંડ્યો. એક ઝરણાને કાંઠે એણે થોડો સાથુ બનાવી પેટપૂજા કરી લેવાનો વિચાર કર્યો. ઘોડાને આરામ આપવા માટે એક ઝાડ સાથે એને બાંધ્યો. પોતે પાણીમાં ઊભા રહીને નજર ઘોડા ઉપર રાખીને બે છાંટા ઉડાડવા શરુ કર્યા. સંધ્યા કરવાનો વિચાર હતો પણ આંખ બંધ કરવાનું જોખમ આ અજાણ્યા પ્રદેશમાં એને વહોરવા જેવું લાગ્યું નહિ. ...Read More

27

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 27

૨૭ કુમારપાલનો આશાતંતુ! ક્ષુધાની શાંતિ થઇ એટલે બંને જણા પહેલાં તો કોઈ ડુંગરટેકરાનો આશ્રય લેવા ગયા, ત્યાં એમને વધારે જણાઈ. પડખે એક પાણખાણ જેવું હતું એમાં ઘોડાને ઉતારી દીધો. ઘાસ નીરીને કાકભટ્ટ કુમારપાલ પાસે બેઠો. ‘મહારાજ! તમે આંહીં ક્યાંથી? ઉદયનજીએ તો મને તમારા દક્ષિણના સમાચાર આપ્યા હતા!’ ‘સૌ એમ જ ધારે છે. પણ કાંતિનગરીમાં મહારાજને જોઈએ છે એવો રાજગજ છે એ મને ખબર હતી. મહારાજ એ વહેલામોડા લેવા જશે જ, એ મારું અનુમાન સાચું નીકળ્યું છે. હું પણ ત્યાં જાઉં છું, વખત છે ને છેલ્લી પળ આ મુદ્દામાં મહારાજને મારો ખપ દે તો હું મારું આ ચક્ર ઉતારી શકું. ...Read More

28

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 28

૨૮ એક એવી ચિંતા! કાકભટ્ટની વાત જાણ્યા પછી ઉદયનના દિલમાં એક નવી ચિંતા આવી ગઈ હતી. કાંતિનગરીમાંથી ગજેન્દ્ર લેવા ગયેલ જયસિંહ મહારાજ ને યશોવર્મા ક્યાંક રસ્તામાં રોકે નહિ. કાકભટ્ટની વાતમાંથી એ જ સાર નીકળતો હતો. યશોવર્મા મદદ લેવાનું તો બાનું કરીને આવ્યો ન હોય! અને આંહીંથી હકીકત જાણી રસ્તામાં ગજેન્દ્રને રોકી રાખે. એને વાતનો તાગ લેવા જેવું લાગ્યું. કાંતિનગરી પહોંચીને પોતે મહારાજ સિદ્ધરાજને શી રીતે અને કયા નિમિત્તે મળવું એનો જ વિચાર કરી રહ્યો. વળી કુમારપાલજીના સાહસની પણ ચિંતા હતી. બંને જણા કાંતિનગરી તરફ ચાલ્યા, ત્યારે હજી આ વસ્તુનો નિર્ણય એ કરી શક્યો ન હતો. એટલામાં એને સાંભર્યું કે ...Read More

29

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 29

૨૯ રાજમહાલયમાં બંને જણા રાજમહાલય તરફ જવા માટે પુષ્પવાટિકાને માર્ગે ચાલી રહ્યા હતા. ચંદ્રજ્યોત્સના સરોવરનું, ધવલ આરસના કિનારાથી શોભતું જળ અત્યારે પ્રકાશનાં લાખો પ્રતિબિંબ ઝીલતું શોભી રહ્યું હતું. એને કાંઠે કેટલાંક ધોળાં મૃગ અહીં તહીં ફરી રહ્યાં હતાં. એક-એક દ્રશ્યે કોઈ કવિની કલ્પના જાણે ખડી થતી હતી. ઉદયન અને કાક આગળ વધ્યા. સોપાનની પરંપરા ચડીને રાજમહાલયના મુખ્ય દ્વારે આવીને ઊભા. ત્યાં દ્વારભટ્ટે માધવદેવની પાસે જ ધંધરાજને ઊભેલો જોયો. એટલે એમનો રસ્તો સાફ થઇ ગયો. કાકભટ્ટે રાજમહાલયમાં પ્રવેશ કર્યો ને ચારે તરફ એક દ્રષ્ટિ કરી. મહાલયમાં ઠેરઠેર સ્ફટિક સુંદરીઓના હસ્તમાં સુગંધી દીપ જલી રહ્યા હતા. સામેની સ્તંભાવલિમાંથી ઊઠતી એમની પ્રતિચ્છાયાની ...Read More

30

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 30

૩૦ તાત્કાલિક કસોટી મહોબકરાજે, ગુર્જરેશ્વરનાં આતિથ્યસત્કાર માટે નૃત્ય યોજ્યું હતું. એટલું જ એ એમની કોઈ યુદ્ધમાં ભાગ ન લેવાની અંગેનું પણ હતું. માલવરાજ યશોવર્માં આવ્યા. એમણે સીધી મદદ માગી. સજ્જનદેવે જ ના પાડી. મહારાજ જયદેવ આવ્યા, મહોબકરાજની પ્રીતિભેટ થઇ. આતિથ્યસત્કાર લેખે એક ગજેન્દ્ર એમને ભેટ થતો હતો. આ ગજેન્દ્ર માટે જ મહારાજ આવ્યા હતા. આ પ્રમાણે રાજનીતિ તો સચવાઈ ગઈ. મહોબકરાજ નૃત્ય પૂરું થતાં જ ઊઠ્યા.સભા હડુડુ ઊભી થઇ ગઈ: ‘મહારાજ!’ તેમણે જયસિંહદેવને કહ્યું, આપણે બે પળ વિશ્વમ્ભગોષ્ઠિ કરીએ. પાછા કોણ જાણે ક્યારે મળીશું? કલિકાલમાં રસિકગોષ્ઠિ વિના બીજે મહારાજને ક્યાંય ચેન પડે ખરું?’ ‘મહારાજ!’ જયસિંહદેવે કહ્યું, ‘તમને એક આ ...Read More

31

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 31

૩૧ સંન્યાસી ક્યાં ગયો? ધંધરાજની સાથે ઉદયન અને કાક એકદમ બહાર નીકળી આવ્યા. ધંધરાજ આ બાબતમાં પાવરધો જણાયો. રસ્તામાં કાંઈ વાત કરી નહિ. એક વખત સ્થાન આવીને શાંતિથી એ વિચાર ઘડી કાઢવા માંગતો હતો. એની પડખે ચાલી રહેલો કાકભટ્ટ પણ વિચારમાં જ ચાલી રહ્યો હતો. ધંધરાજે રસ્તામાં જે કાંઈ કહ્યું તેમાંથી ભાગ્યે જ અરધું ઉદયન સમજ્યો હશે. પણ એને એક વાતની પ્રતીતિ એમાંથી મળી ગઈ હતી. પોતાની પેઠે જ આ ધંધરાજ પણ એકચક્રી ધર્મશાસનમા શ્રદ્ધા ધરાવનારો જીવડો હતો. ઉદયનને એ વસ્તુ અત્યંત ઉપયોગી જણાઈ. શ્રેષ્ઠીના મહાલય પાસે આવતાં ઉદયન થંભી ગયો: ‘ધંધરાજજી! તમારી ધર્મપ્રીતિની આકરી કસોટી થાય એવો એક ...Read More

32

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 32

૩૨ સંન્યાસમઠમાં ઉદયન, કાકભટ્ટ ને ધંધરાજ થોડી વાર પછી સંન્યાસમઠમાં આવ્યા ત્યારે હજી ત્યાં જ્ઞાનવાર્તા ને વિતડાંવાદ ચાલી રહ્યાં કોઈ શંકરને, કોઈ મહાવીરને, કોઈ વિષ્ણુને ને કો અંબાને – જેને જેમ ઠીક પડે તેમ – પ્રશંસી રહ્યા હતા. ત્રણે જણા જાણે જ્ઞાનપિપાસુ બનીને થોડા ઘણા પ્રેક્ષકો હતા તેમાં બેસી ગયા. વિશાળ મેદાનમાં ને પાન્થાશ્રમમાં આડાઅવળા પથારા પડ્યા હતા. તેમાંથી કુમારપાલને શોધી કાઢવો મુશ્કેલ હતો... વાતચીતમાંથી જણાયું કે આવતી કાલે સ્થાન વાટિકાનું રાખ્યું છે એ સંદેશો આંહીં આવી પહોંચ્યો હતો. એટલે તો દરેક મૂર્તિના ચરણસ્પર્શની આકાંક્ષા ઉદયનને જન્મી. તેણે ધંધરાજને કહી. ધંધરાજ આગળ થયો. કાક પાછળ રહ્યો. ત્રણ ભક્તો અચાનક ...Read More

33

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 33

૩૩ યશ: પટહ કોઈ વખત જંગલમાં ફરતાં કોઈક એવું તો વૃક્ષ નજરે ચડે છે કે જાણે એ વૃક્ષ હોય લાગતું જ નથી. એની માનવતા અને એનું દેવત્વ એટલાં સ્પષ્ટ દેખાય છે કે જાણે આપણે એના જૂના પરિચિત સ્વજન હોઈએ, અને એ આપણું સ્વજન હોય! કોઈક અશ્વને જોતાં પણ એમ જ થઇ આવે છે. કોઈ વખત કોઈ પ્રાણીમાં પણ એવી અદ્ભુત વિશિષ્ટતા દેખાઈ આવે છે. બીજે દિવસે પ્રભાતે જ્યારે હસ્તિશાળામાં મહારાજ જયદેવે પ્રવેશ કર્યો ત્યારે પણ હજાર હસ્તિઓની અભિવાદન કરતી, ત્યાં ઊભેલી પંક્તિ જોઇને, એક પળભર તો એ આશ્ચર્યમુગ્ધ થઇ ગયા: આવડી મોટી બળવાન ગજસેના! અને છતાં રાજા મદનવર્મા બેઠો ...Read More

34

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 34

૩૪ દિવાસ્વપ્ન મહારાજે આમંત્રેલા સંન્યાસીઓ રાજવાટિકામાં આવ્યા ત્યારે મલ્હારભટ્ટના આનંદનો પાર ન હતો. એના મનથી એણે પોતાનો એકડો નોંધાવ્યો સ્તંભતીર્થના રાજા જેવા ઉદયન મંત્રીશ્વરને મહાત કર્યો હતો. હવે પછી એની ગણના મહારાજના રાજદ્વારી વીર નરોમાં થવાની હતી. એનું નામ કેશવ સેનાપતિ જેવાનાં નામ સાથે લેવાવાનું હતું. ચરણવંદના કરીને એક પછી એક સંન્યાસીને એ, અંદરના ખંડમાં મહારાજના સાંનિધ્યમાં મોકલી રહ્યો હતો. છેલ્લા સંન્યાસીનો વારો આવ્યો. મલ્હારભટ્ટની અધીરાઈ વધી ગઈ. એણે એની સામે જોયા વિના ઉતાવળે ચરણવંદના કરવા હાથ લંબાવ્યો: ‘ભગવન્! એણે આંખ મીંચીને વિવેકથી કહ્યું, ‘તમને પણ મહારાજની પાસે...’ તે નીચે નમ્યો. ચરણે મૂકવા માટે બે હાથ લાંબા કર્યા. મસ્તક ...Read More

35

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 35

૩૫ બંને સામસામા કાકભટ્ટ પ્રત્યે સેનાપતિ કેશવને હવે શંકા આવી ગઈ. એની પાટણભક્તિ ભલે અવિચળ હોય; એની મહારાજભક્તિમાં કાંકરી એ એના ઉપર નજર રાખી રહ્યો. એને ખાતરી થઇ ગઈ હતી કે આ સઘળા કોઈક એવો ભવિષ્યવ્યૂહ ગોઠવતા હતા કે ત્યાગભટ્ટ ત્રણ બદામનો બની રહે! માલવજુદ્ધને અંતે ત્યાગભટ્ટની વાત જ મહત્વનું રૂપ ધારશે એની પણ એને પ્રતીતિ થઇ ગઈ પણ એ પ્રતીતિ થઇ તેમ તેમ એ વ્યૂહને ભેદી નાખવાની એણી તમન્ના વધતી ગઈ. મહારાજ જયસિંહદેવ આ જાણતા ન હતા, તેમ ન હતું. પણ એક તો આંતરઘર્ષણ અટકાવવા માટે. બીજું, સોમનાથનું ભાવબૃહસ્પતિએ આપેલું વેણ; એમાં એમને અચળ શ્રદ્ધા લાગી. કેશવે પણ ...Read More

36

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 36

૩૬ રણમોરચો સળગ્યો! સમી સાંજનો વખત હતો. હજારો શંખનાદથી અચાનક ચૌલુક્ય છાવણી એ વખતે ગાજી ઊઠી. એ સાંભળીને એક ધારાગઢના દક્ષિણ દરવાજે ઊભેલા એક રૂપાળા જુવાન માલવી જોદ્ધાની મુખમુદ્રા ઉપર ચિંતાની એક રેખા આવી ગઈ. તેણે પોતાની પાસે ઊભેલા એક સશક્ત અને તેજસ્વી વયોવૃદ્ધ જોદ્ધા સામે જોયું: ‘કાકા! આ તો આમાં પણ પાર ઊતર્યો લાગ્યો છે સોલંકી, આપણે મોડા પડ્યા!’ ‘ઊતરે બાપ! ઊતરે, કેમ ન ઊતરે! એની પડખે બાબરું રહ્યું’ વૃદ્ધે કહ્યું. ‘પણ આપણે આ શંખનાદનો પ્રત્યુતર આપો હવે. આપણે પણ રણભેરી જગાડો. એને જુદ્ધ કાલે પ્રભાતે કરવું હશે; તોપણ આપણે અત્યારે જ કરવું છે!’ ‘અત્યારે કાકા? રાતે?’ ‘હા ...Read More

37

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 37

૩૭ પાંચસો પરમાર બીજે દિવસે હજી તો પ્રભાતના રંગમાં કેસુડાંની છાંટ આવતી હતી. ત્યાં ધારાગઢના કોટકાંગરા ઉપરથી ‘જય મહાકાલ!’ની ઊઠી અને પડઘા પાડતી ચૌલુક્યની છાવણી ઉપરથી આકાશે પહોંચી ગઈ. એના પ્રત્યુત્તરમાં આખી સોલંકી છાવણી સળગી ઊઠી. ઠેરઠેરથી ‘જય સોમનાથ!’ની રણહાક ઊપડી. ઘોડેસવારો પદાતિ, રથ ને હાથીઓનાં ટોળેટોળાં ચારે તરફથી ધારાગઢને ઘેરી લેતાં આગળ વધ્યા. તીરોનો, ભાલાઓનો, ગોફણિયા, પાણાઓનો, છુટ્ટા ગદેડાનો અને સનસનાટી બોલાવી દેતી સાંગોનો વરસાદ શરુ થયો. બે પળમાં આખી રણભૂમિ, હોકારાઓથી, તુંકારથી, ભયંકર અવાજોથી, ટોળાનાદથી, દુશ્મનોની મશ્કરીઓથી અને હાડ ધ્રુજાવી દે એવી રણહાકોથી જાણે અચાનક જાગેલી ભૂતાવળ સમી બની ગઈ. યોદ્ધાઓ પડકાર દેતા હતા. હાથીઓની ચીસોના, ડુંગરાઓમાં ...Read More

38

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 38

૩૮ ગંગ પરમાર! દંડદાદાકજીના મનમાં એક મહાન પ્રશ્ન ખળભળી રહ્યો હતો: મહારાજની પ્રતિજ્ઞાનું શું? આજ સાંજ પહેલાં એ પ્રતિજ્ઞા જોઈએ. સાંજ પહેલાં એ પ્રતિજ્ઞા પળાશે નહિ એ ચોક્કસ હતું. મહારાજનો પ્રતિજ્ઞાભંગ એ ભારતવર્ષના તમામ રાજાઓની વચ્ચે એમની ઠેકડી ઊડવાનો પ્રસંગ હતો. યશોવર્માએ કાં ગજરાજ ખાડામાં જ તળ રાખી દઈને, અને નહિતર મહારાજની લંબાતી માર્ગવિટંબનાનો આધાર લઈને, બેમાંથી એક રીતનો ફાંસલો ગોઠવ્યો હતો. આ બીજો ફાંસલો હતો. આ જ સમય કસોટીનો હતો. જેમજેમ દિવસનું યુદ્ધ લંબાતું ગયું તેમતેમ ખાતરી થઇ કે દક્ષિણ દરવાજો આજ તો અજિત રહેશે! કાલની વાત કાલ! દાદાકજી એ ચિંતામાં હતા. તેમણે દ્રષ્ટિ કરી પણ મુંજાલ મંત્રીનો ...Read More

39

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 39

૩૯ હઠીલો રણસંગ્રામ બીજે દિવસે પ્રભાતના ચોકીદાર કૂકડાએ હજી પોતાની નેકી પોકારી ન હતી, ત્યાં તો જુદ્ધના રણશંખોએ એક ફરીને આકાશને ગજવી મૂક્યું. કાલના જુદ્ધ ઉપરથી જ જણાતું હતું કે માલવીઓ હવે તો મરણજુદ્ધ જ ખેલી લેશે. નમતું આપે એ આશા વ્યર્થ હતી. મહારાજ જયસિંહ પોતે અને સેનાપતિ કેશવ આખા સૈન્યને સજ્જ કરી દેવા, વહેલી પ્રભાતથી જ ઘોડા ઉપર સવાર થઇ નીકળી પડ્યા હતા. એમણે રણક્ષેત્રને જાગતું કરનારી ‘જય સોમનાથ!’ની રણઘોષણા પાડતા સૈનિકોને તૈયાર જ દીઠા. એ પોતે બધી તરફના મોરચા સંભાળી જવા નીકળ્યા હતા. સૌથી ભીષણ જુદ્ધ દક્ષિણ દરવાજે થશે એવી વકી હતી. એ દિશા તરફ પદાતિ, ઘોડેસવારો, ...Read More

40

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 40

૪૦ જયદેવ એ જયદેવ! સોલંકીઓએ દક્ષિણ દરવાજેથી પ્રવેશ કર્યો છે એ વાત વાયુવેગે દુર્ગમાં ફેલાઈ ગઈ. ચારેતરફથી ધસી રહેલી સામે દુર્ગના બીજા દરવાજાઓનો સામનો પણ ઢીલો પડ્યો. વ્યવસ્થિત સામનાનો અંત આવી ગયો. કર્ણોપકર્ણ ફેલાતી, યશોવર્મા અદ્રશ્ય થઇ ગયાની વાતને લીધે પણ રણોત્સાહ કાંઈક નરમ પડી ગયો. છૂટીછવાઈ કોઈકોઈ જગ્યાએ લડાઈ ચાલતી રહી. પણ રાત પડી એટલે બંને સૈન્યોમાં શાંતિ ફેલાઈ ગઈ. પ્રભાતની તૈયારી કરતું માલવીસેન રણવાસને કેન્દ્ર કરીને આખી રાત ત્યાં રહ્યું. દક્ષિણ દરવાજા પાસેના વિશાળ મેદાનમાં જ મહારાજ જયદેવનો મુકામ થઇ ગયો. આખી રાત સોલંકી સેનાએ યશોવર્માનો પત્તો કાઢવામાં કાઢી. સાંઢણી સવારો ચારેતરફ મોકલવામાં આવ્યા. માલવરાજનો ક્યાંય પત્તો ...Read More

41

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 41

૪૧ યશોવર્મા અવંતીને જે જોતા તે અવંતીની મહત્તાના પછી જીવનભર પ્રશંસક બની રહેતા – ભલે પછી એ અવંતીને હરાવવાનો વિજયનો ગર્વ લેતા રહે! મહારાજને અવંતીનાથમાં સરસ્વતીકંઠાભરણનો પરિચય કરાવવામાં, વામનસ્વામીની એ દ્રષ્ટિ હતી. સેનાપતિ ઉપગવે તો એ વાત ઉપર જ મદાર બાંધ્યો હતો. પછી તો અણીચૂક્યાની જેમ એક વખત ફરીને અવંતી ઊભું થવાનું! મહારાજ ભોજનું સરસ્વતીકંઠાભરણ એ અવંતી દેશનું એક મનોરમ જીવનસ્વપ્ન હતું. એમાં એક વખત પ્રવેશ કરનારો માણસ, કાં કવિ બની જતો, કાં ઘેલો થઇ જતો. એમાં જઈને ડાહ્યો રહેનારો મૂરખ કે જંગલી હજી સુધી તો અવંતીમાં કોઈ પાક્યો ન હતો, કે આવ્યો ન હતો. મહારાજ જયદેવ એ સરસ્વતીકંઠાભરણ ...Read More

42

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 42 - છેલ્લો ભાગ

૪૨ પાટણમાં મહોત્સવ જે દિવસે પાટણમાં સમાચાર આવ્યા કે મહારાજ જયસિંહદેવ માલવવિજય – સવારી લઈને સરસ્વતીતીરે આજે આવી પહોંચવાના તે દિવસે પાટણમાં ઉત્સાહનો સાગર રેલાયો. મહારાજે સાંજે નગર બહાર મુકામ નાખ્યો છે અને પ્રભાતમાં એમનો વિજય પ્રવેશ થવાનો છે એ ઘોષણા થઇ અને આખી રાત પાટણમાં કોઈએ નિંદ્રા કરી નહિ. સેંકડો હજારો ને લાખો દીપીકાઓથી ઝળાંહળાં બનેલું નગર જાણે ત્યારે જ સ્વર્ગમાંથી આવ્યું હોય એવું અદ્ભુત દેખાવા માંડ્યું. નગરસુંદરીઓએ ગીતોની સ્પર્ધા માંડી. છોકરાઓએ ‘જય સોમનાથ!’ની રણહાક પોળેપોળે ગજાવવા માંડી. એમણે નિંદ્રા લીધી નહિ ને કોઈને લેવા દીધી નહિ. ઠેકાણે-ઠેકાણે અક્ષતના, કંકુના, કેસરના, કુસુમના સાથિયા પુરાવા માંડ્યા. શતકોટીધજ શ્રેષ્ઠીઓને આંગણે ...Read More