ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન સામે અદ્ભુત આઠ ચાવીઓ!

(6)
  • 11.3k
  • 3
  • 4.9k

આ દુષમકાળમાં લોકો સૂતાં, જાગતાં, ઊઠતાં, બેસતાં ચોગરદમ કર્મોના વાવાઝોડા સામે ઝઝૂમી રહ્યાં છે! પરીક્ષામાં રિઝલ્ટ સારું નહીં આવે તો શું થશે? નોકરી નથી મળતી, શું થશે? પત્ની બીમાર છે, તેનું શું થશે? છોકરાંઓ સ્કૂલમાં બરાબર ભણતા નથી, તેનું શું? મોંઘવારી વધી ગઈ છે, શું કરવું? આખું જગત આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપથી સળગી રહ્યું છે. આધિ એટલે માનસિક દુઃખો, જેમાં આખો દહાડો ચિંતા થયા કરે; વ્યાધિ એટલે શારીરિક દુઃખો અને ઉપાધિ એટલે બહારથી આવી પડેલી મુશ્કેલીઓ. આ કાળમાં ઘણુંખરું માનસિક દુઃખો જ વધારે છે. એમાંય ટેન્શન તો માણસને ખલાસ કરી નાખે છે. સંબંધોમાં તણાવ, નોકરીમાં અનિશ્ચિતતા, મોંઘવારી, બેકારી, વેપાર-ધંધાના નુકસાનો, આર્થિક-સામાજિક વિટંબણાઓના પરિણામે ટેન્શન, ચિંતા, ભય, ઉપાધિ, આક્રોશ, હતાશા અને ડિપ્રેશન સર્જાય છે!

Full Novel

1

ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન સામે અદ્ભુત આઠ ચાવીઓ! - 1

આ દુષમકાળમાં લોકો સૂતાં, જાગતાં, ઊઠતાં, બેસતાં ચોગરદમ કર્મોના વાવાઝોડા સામે ઝઝૂમી રહ્યાં છે! પરીક્ષામાં રિઝલ્ટ સારું નહીં આવે શું થશે? નોકરી નથી મળતી, શું થશે? પત્ની બીમાર છે, તેનું શું થશે? છોકરાંઓ સ્કૂલમાં બરાબર ભણતા નથી, તેનું શું? મોંઘવારી વધી ગઈ છે, શું કરવું? આખું જગત આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપથી સળગી રહ્યું છે. આધિ એટલે માનસિક દુઃખો, જેમાં આખો દહાડો ચિંતા થયા કરે; વ્યાધિ એટલે શારીરિક દુઃખો અને ઉપાધિ એટલે બહારથી આવી પડેલી મુશ્કેલીઓ. આ કાળમાં ઘણુંખરું માનસિક દુઃખો જ વધારે છે. એમાંય ટેન્શન તો માણસને ખલાસ કરી નાખે છે. સંબંધોમાં તણાવ, નોકરીમાં અનિશ્ચિતતા, મોંઘવારી, બેકારી, વેપાર-ધંધાના નુકસાનો, આર્થિક-સામાજિક ...Read More

2

ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન સામે અદ્ભુત આઠ ચાવીઓ! - 2

આપણે પહેલા અંકમાં સ્ટ્રેસમાંથી હેપ્પીનેસ તરફ લઈ જતી ત્રણ ચાવીઓ મેળવી. જેનાથી બાહ્ય પરિસ્થિતિમાં ફેરફાર થાય કે ના થાય, શાંતિ ચોક્કસ થઈ જાય છે. હવે મેળવીએ બીજી ત્રણ અદ્ભુત ચાવીઓ! 4) વર્તમાનમાં રહેવું:જે ભૂતકાળમાં ખોવાઈ જાય અથવા ભવિષ્યના વધુ પડતા વિચારો કરે તેને ટેન્શન થાય. પણ ભૂતકાળ ઈઝ ગોન ફોરેવર! એક મિનિટ પહેલાં કોઈ આપણા ખીસામાંથી દસ હજાર પાઉન્ડ કાપી ગયો, એ થઈ ગયો ભૂતકાળ! કોઈ વ્યક્તિના નિમિત્તે મોટું દુઃખ પડયું કે ક્યાંક ધાર્યા પ્રમાણે સફળતા ન મળી એ બધું જ ભૂતકાળ. અત્યારે ફરી એ ભૂતકાળને ઉથામવો એ મૂર્ખાઈ છે, ભયંકર ગુનો છે. બીજી બાજુ, ભવિષ્યકાળ આપણા તાબામાં નથી. ...Read More

3

ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન સામે અદ્ભુત આઠ ચાવીઓ! - 3

આપણે પહેલા અંક અને બીજા અંકમાં ટેન્શન, હતાશા અને ડિપ્રેશનમાં નાખતા કારણો ઓળખી તેમાંથી બહાર નીકળવાની પ્રેક્ટિકલ ચાવીઓ મેળવી. કે, નેગેટિવ વિચારોને પોઝિટિવમાં વાળવા, બીજી ખોટ ના ખાવી, વિચારોની નોર્માલિટી રાખવી, વર્તમાનમાં રહેવું, મનોબળ કેળવવું અને દુઃખની વ્યાખ્યા જ બદલી નાખવી. પણ આ બધું કરવા છતાં વિપરીત સંજોગો સામે ઝઝૂમવાની આપણી શક્તિ ખૂટી પડે, કોઈ ઉકેલ જ ના જડે, ત્યારે શું કરવું? અંતે કયા આધારે જીવવું? તેનો આત્યંતિક ઉપાય આ અંકમાં મળે છે. જયારે બધા દરવાજા બંધ થાય ત્યારે ધર્મ અને આધ્યાત્મના રસ્તે શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે. એ જ કારણ છે કે આજે વિશ્વના બધા જ દેશો તમામ ...Read More