પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થઈ જાય પછી તેનું કોઈ નિવારણ નથી હોતું." શિયાળાની સવાર ની ગુલાબી ઠંડી મા એક સ્ત્રી પોતાના ઘરના બગીચામાં આમતેમ આટા મારી રહી હતી. તેના ચહેરા પર અઢળક ખુશી છવાયેલી હતી. વારંવાર તે મેઇન ગેટ તરફ નજર કરી રહી હતી. જાણે કોઈના આવવાની રાહ જોઈ રહી હોય. ચીકનકારી વર્ક કરેલો સફેદ ડ્રેસ અને તેના પર મીરર વર્ક થી શુશોભિત લાલ દુપટ્ટો તેની સુંદરતા માં વધારો કરી રહ્યા હતા. ઝીણી ઝીણી અણીયાળી આંખો પર આછુ આછુ કાજલ , કપાળ પર લાલ બિંદી અને ગુલાબ થી પણ નાજુક એવા હોઠ પર ગુલાબી કલર ની આછી લિપ્સટીક અને નાકમાં નાનકડી નથ સાથે તેણે વાળને ગુંથીને એક સાઇડ લટકાવેલા હતા. તેણે પોતાની નજર ફરી રસ્તા પર કરી પણ કોઈ ના દેખાતા તે મોઢું લટકાવી ગાર્ડન મા જ ગોઠવેલા ટી ટેબલ પર આવીને બેસી અને ત્યાં રાખેલું ન્યુઝપેપર હાથમાં લઈને તેને આમતેમ ફેરવવાં લાગી કે તેના કાન માં ગાડીનો અવાજ સંભળાયો અને તેના ઉદાસ ચહેરા પર ખુશી છવાઇ ગઈ.
Full Novel
ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 1
પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થઈ જાય પછી તેનું કોઈ નિવારણ નથી હોતું."શિયાળાની સવાર ની ગુલાબી ઠંડી એક સ્ત્રી પોતાના ઘરના બગીચામાં આમતેમ આટા મારી રહી હતી. તેના ચહેરા પર અઢળક ખુશી છવાયેલી હતી. વારંવાર તે મેઇન ગેટ તરફ નજર કરી રહી હતી. જાણે કોઈના આવવાની રાહ જોઈ રહી હોય. ચીકનકારી વર્ક કરેલો સફેદ ડ્રેસ અને તેના પર મીરર વર્ક થી શુશોભિત લાલ દુપટ્ટો તેની સુંદરતા માં વધારો કરી રહ્યા હતા.ઝીણી ઝીણી અણીયાળી આંખો પર આછુ આછુ કાજલ , કપાળ પર લાલ બિંદી અને ગુલાબ થી પણ નાજુક એવા હોઠ પર ગુલાબી કલર ની આછી લિપ્સટીક અને ...Read More
ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 2
ખોટું બોલીને કદાચ કોઈ નુ મન જીતી શકાય , પરંતુ વિશ્વાસ જીતવા માટે સત્ય જ બોલવુ પડે છે. તો સમર્થ પણ સાન્વીનો વિશ્વાસ જીતવા માટે તેને પોતાનો ભૂતકાળ કહેશે કે પછી જીયા ને એક રાઝ બનાવી ને જ રાખશે !સમર્થ અને સાન્વી બંને જ પોતાના લગ્નની ખરીદદારી કરવા માટે વી આર મોલ મા આવ્યા હતા, જે સુરત નો સૌથી મોટો અને સૌથી પ્રખ્યાત મોલ હતો. સાન્વીએ પહેલા પોતાના માટે શોપિંગ કરી અને પછી સમર્થ નો હાથ પકડી બોલી , " સમર્થ ત્યાં ચાલ ત્યાં જેન્ટ્સ સેક્શન છે , આઈ એમ શ્યોર કે તને ત્યાંથી મારા કપડાં ને મેચિંગ શૂટ ...Read More
ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 3
જે વ્યક્તિ તમને તમારા ભૂતકાળ સાથે ન સ્વિકારે ,, એની સાથે તમારુંં ભવિષ્ય શક્ય જ નથી ! તો શુ નો ભૂતકાળ જાણીને પણ સાન્વી સમર્થ સાથે લગ્ન કરશે કે કેમ ?સમર્થ અને સાન્વી કેફેમાં આવ્યા. ત્યાં આવીને સમર્થે પોતાના માટે કોફી અને સાન્વી માટે કોલ્ડ કોફી ઓર્ડર કરી. બંને જ ચૂપ હતાં. એક તો નવો નવો સંબંધ હતો , તેમાય સમર્થ આ સંબંધને લઈને શ્યોર નહોતો. સમર્થ એટલા માટે ચૂપ હતો કે તેને સાન્વી સાથે વાત શુ કરવી! એ જ નહોતું સમજાતું; અને સાન્વી બોલી બોલીને કેટલું બોલે ! જો સામે વાળો વ્યક્તિ જ આપણી સાથે વાત કરવામાં કમ્ફર્ટ ...Read More
ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 4
હંમેશાં વ્યક્તિને સમજવા ભાષાની જરૂર નથી હોતી , તે વ્યક્તિનું વર્તન પણ ઘણું બધું કહી દે છે. તો શુ જીયાના વર્તનને અને સાન્વી સમર્થના વર્તનને સમજી શકશે ? પરીન જીયાને લઈને પરેશાન હતો. તે વારંવાર સમર્થ ને બોલાવવાની વાત કરી રહી હતી પણ પરીન ખુદ નહોતો જાણતો કે સમર્થ કોણ છે ? તો પછી એ બોલાવે કેવી રીતે ? અને શુ કામ બોલાવે ? ઉપરથી જીયા નુ વર્તન એટલું અજીબ હતું કે પરીન કંઈ પણ સમજવાની સ્થિતિ મા નહોતો. ડોક્ટરે તેને પોતાના કેબિનમાં બોલાવ્યો." બેસો મિસ્ટર પરીન." ડોક્ટરે પરીનને કેબિનના દરવાજે જોઈ કહ્યું. " જી , ડોક્ટર. મને તો ...Read More
ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 5
કલ્પનાઓ સુંદર જરૂર થી હોય છે , પણ એ જીવી શકાતી નથી... જ્યારે વાસ્તવિકતા કડવી હોય છે પણ એને શકાતી નથી... વાસ્તવિકતા કોઈ પણ કાળે જીવવી જ પડે છે. તો શુ સાન્વી, સમર્થ અને જીયાની વાસ્તવિકતા સ્વીકારી શકશે ?જીયાના પેરેન્ટ્સ દિલ્હી પહોંચી ગયા હતા અને પરીન સાથે વાતો કરી રહ્યા હતા." કુમાર , આ બધું શુ છે ? અને અમને કોઈએ જણાવ્યું પણ નહીં! " જીયાના મમ્મીએ આંસુ ભરી નજરોએ કહ્યું. એમની એકનીએક દિકરીની આ હાલત જોઈ તેઓને ખુબ જ દુઃખ પહોંચ્યુ હતું. " મમ્મી , ડોક્ટર નુ કહેવુ છે કે જીયા એની યાદશક્તિ ખોઈ બેસી છે , અને ...Read More
ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 6
" અરે , ઓ મિસ્ટર સમર્થ ઊભો તો રહે. મારે વાત કરવી છે તારી જોડે. " જીયા સમર્થની પાછળ લાગી પણ સમર્થ તો જાણે તેની સાથે વાત ન કરવાની કસમ ખાઈ લીધી હોય તેમ બસ આગળ ને આગળ ચાલ્યો જતો હતો.આખરે એની મંઝીલ આવી ગઈ અને તે ક્લાસરૂમમાં જઈ પોતાની જગ્યાએ ગોઠવાયો. તે પોતાની બેન્ચ પર એકલા જ બેસતો કેમકે તે બીઝનેસ માટે જે હાયર સ્ટડીઝ કરી રહ્યો હતો , તે સ્ટડી મોટા ભાગે જ મીડલ ક્લાસ ના છોકરાઓ કરતા હોય છે અને એ ક્લાસ રૂમમા અચલ એકલો જ મીડલ ક્લાસ પરિવારથી હતો અને બીજા વિસેક જેટલા સ્ટુડન્ટ હતા ...Read More
ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 7
" અચ્છા , ઠીક છે પણ આપણી દોસ્તીમા અમુક શર્તો હશે !" સમર્થે કહ્યું તો જીયા વિચારવા લાગી કે માણસ દોસ્તી માટે પણ શરત મુકી શકે છે ? ઈન્ટરેસ્ટિંગ , મજા આવશે... મનોમન ખુશ થતા જીયા બોલી," મને તારી દરેક શરત મંજુર છે."" આર યુ શ્યોર ?" સમર્થે પુછ્યું તો જીયા એકવાર વિચારમા પડી ગઈ કે સમર્થ એવી તે શુ શર્ત મુકવાનો છે ? તેને પરેશાન જોઈ સમર્થના ચહેરા પર સ્માઈલ આવી ગઈ. સમર્થ જીયાના ચહેરાને જોવા લાગ્યો. તે સુંદર તો હતી જ પણ સાથે સાથે તેના ચહેરા પર એક અલગ જ આકર્ષણ હતું. વાળ ખુલ્લા હતા અને એક ...Read More
ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 8
સાન્વી સવારે વહેલી જ ઉઠી જાય છે અને સમર્થ અને જીયા વિશે વિચાર કરવા લાગે છે. તે આજે પણ ગાર્ડન મા બેસીને સમર્થ ની રાહ જોઈ રહી હતી , કે ક્યારે સમર્થ આવે અને ક્યારે તે જીયા વિશે જાણે ! તે પોતાના વિચારોમા એટલી ગરકાવ હતી કે સમર્થ આવી ગયો અને તેને ખયાલ પણ ના રહ્યો." હાય સાન્વી."સમર્થ સાનવીની પાસે આવતા બોલ્યો તો સાન્વી એકદમ થી ચોંકી ગઈ. તેણે સમર્થ તરફ નજર કરી , રોજ કરતા સમર્થ આજે વધારે જ સોહામણો લાગી રહ્યો હતો. બ્લેક શર્ટ વિથ ગ્રે પેન્ટ એન્ડ ગ્રે બ્લેઝર મા તે કોઈ હિરો થી ઓછો નહોતો ...Read More
ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 9
કોલેજ પછી સમર્થ પોતાના ઘરે આવ્યો અને સ્ટડી કમ્પલીટ કરી પોતાના રૂમમા આડો પડ્યો જ હતો કે તેને જીયાની આવી..." સમર્થ , બધાં આજે કલ્બ મા જવાના છે. તુ આવીશ મારી સાથે મારો પાર્ટનર બનીને !"જીયાની વાત યાદ આવતા જ અમસ્તા જ સમર્થ મલકાઈ ઉઠ્યો પણ તરત જ તેના વિચારોને બીજી દિશા આપતા બોલ્યો , " સમર્થ વધારે ના વિચાર એના વિશે... તુ એના લાયક નથી ક્યા એ અને ક્યા તુ ? ચુપચાપ આંખો બંધ કરી સુઈ જા અને પોતાના કામથી કામ રાખ. " પોતાની જાત સાથે સમર્થ બબડ્યો અને હજુ તેણે આંખ બંધ કરી જ હતી કે તેનો ...Read More
ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 10
" જીયા તુ ઠીક છો ને ! તને કંઈ થયુ તો નથી ને !" બધાં ને સરખી રીતે મેથીપાક સમર્થ ની નજર જીયા પર પડી. જે ડરી સહેમી એક બાજુ ઊભી હતી. સમર્થ તરત જ જીયા પાસે આવ્યો અને તેનો ચહેરો પોતાના હાથમાં ભરતા બોલ્યો. જીયાએ સમર્થ ને જોયું તેની આંખોમા જીયા પ્રત્યે ચિંતા સાફ સાફ દેખાઈ આવતી હતી.જીયા સાથે જે ઘટના થઈ હતી તેનાથી તે ખૂબ જ ડરી ગઈ હતી અને સમર્થ ની પોતના પ્રત્યેની ચિંતા જોઈ તે સમર્થ ને વળગી પડી અને રડવા લાગી. સમર્થ જીયાના રીએક્શન થી ચોંકી ગયો પણ જીયાને રડતી જોઈ આપોઆપ સમર્થ નો ...Read More
ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 11
જીયા અને પોતાની વાત કરતા સમર્થ એકદમ થી ચૂપ થઈ ગયો. જીયા અને પોતાનો ભૂતકાળ યાદ કરીને સમર્થ ગળગળો ગયો હતો. તેનો અવાજ પણ ભરાઈ ગયો હતો અને પોતાની ભીની આંખોને એ વારંવાર પટપટાવી રહ્યો હતો. સાન્વી નિરંતર બસ સમર્થને જોઈ રહી હતી , તેના હાવભાવ , તેની પ્રક્રિયા, તેની વાત કરવાની રીત. બધું જ આજે જાણે સાન્વીને અલગ લાગી રહ્યું હતું. તે થોડીવાર સમર્થ ને જોઈ રહી અને પછી પાણીનો ગ્લાસ તેને આપતા બોલી ," સમર્થ... "સમર્થે સાન્વી તરફ જોયુ અને તેના હાથ માથી પાણીનો ગ્લાસ લઈ એક જ ઘુંટડે આખો ગ્લાસ પી ગયો. પાણી પીધા પછી તે ...Read More
ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 12
બંને જ પોતાના મિત્રો સાથે સુરતની જ નજીક આવેલા હિલ સ્ટેશન પર આવી પહોચ્યાં હતા ને અત્યારે એ બંને સાચે સમય પસાર કરવા બધાં થી થોડે દૂર આવીને એક પહાડ પર એકબીજાનો હાથ પકડી બેઠા હતા. " સમર્થ આઈ વિશ કે ક્યારેક આપણે સાથે હોઈએ અને સમય ત્યાં જ થંભી જાય... " જીયા સમર્થના હાથને પંપાળતા બોલી તો સમર્થે પણ તેના નાજુક હાથ પર પ્રેમથી ચુંબન કરી લીધું અને બંને ત્યાં જ એકબીજા સાથે બેસી ગયા કે જીયા અચાનકથી ઊભી થઈ અને જોરથી બોલી," સમર્થ , આઈ લવ યુ." સમર્થે સમર્થ પણ ઉભો થયો અને જીયાને પાછળ થી પોતાની ...Read More
ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 13
" શુ સમાચાર મળ્યા ?" સાન્વીએ એકદમથી પુછી લીધું. " એ જ કે જીયાના લગ્ન થઈ ગયા છે અને પોતાના પતિ સાથે વિદેશ રહેવા જતી રહી છે. " સમર્થ ફરી ચૂપ થઈ ગયો..." શુ? એણે કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા અને તને જાણ પણ નહોતી ?" સાન્વી ભારે આશ્ચર્ય મા હતી કે જીયા તો સમર્થને ખૂબ જ પ્રેમ કરતી હતી તો પછી સમર્થને છોડીને કોઈ બીજાને કંઈ રીતે પરણી ગઈ." હા... હુ જ્યારે તેના ઘરે ગયો ત્યારે ત્યાં કોઈ જ નહોતુ... અને તેની ઘરે જે નોકર કામ કરતા હતાં તેમણે મને કહ્યું કે જીયાના લગ્ન થઈ ગયા છે ...Read More
ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 14 ( અંતિમ ભાગ )
" પરીન... "જીયાએ ધીમે ધીમે આંખો ખોલતા પરીનને પોતાની સામે જોતા ચહેરા પર સ્માઈલ લાવતા બોલી.જીયાના મોઢેથી પોતાનું નામ પરીન શૉક્ડ થઈ ગયો . શુ જીયાને બધુ જ યાદ આવી ગયું હશે ? પરીન ખુશ પણ હતો અને આશ્ચર્ય પણ. તે તરત જ જીયા પાસે આવ્યો." જીયા , આરામથી.. " પરીને જીયાને વ્યવસ્થિત બેસાડી અને ડોક્ટરને બોલાવવા જતો રહ્યો. જીયા હવે એકદમ નોર્મલ થઈ ચૂકી હતી. આ વખતે હોશમા આવીને તેણે એકપણ વખત સમર્થનુ નામ નહોતું લીધું. પણ પરીન સતત ચિંતામા હતો. તેણે સમર્થના મોઢેથી જીયાનો ભૂતકાળ તો જાણી લીધો હતો પણ શુ બધું સમર્થે કહ્યું એમ જ થયું ...Read More