સંસ્કાર

(15)
  • 15.7k
  • 0
  • 8.7k

(વાંચક મિત્રો આ એક સગીર વયના બાળકની આપવીતી છે.જે ઈમાનદારી અને મહેનત કરીને પૈસા કમાવા ઈચ્છતો હોય છે પણ કિસ્મત એને પાકીટમારી ના રસ્તે લઈ જાય છે.) વાંચો. જેવી મારી આંખ ખુલી કે તરત મેં મારી નજર.દિવાલ ઉપર ટાંગેલી ઘડિયાળ ઉપર નાખી.તો ઘડિયાળમાં સવારના સવા સાત વાગી ગયા હતા. "મારે છ વાગે ઉઠવાનું હતું એની જગ્યા એ સવા સાત વાગી ગયા." મનોમન હું બબડ્યો.રોજ પથારીમાં બેઠા બેઠા જ પ્રાર્થના કરીને પછી જ હું પથારી છોડતો.એના બદલે સીધો જ બાથરૂમમાં ઘૂસ્યો.નાહીને ઝટપટ કપડા બદલાવીને મેં મારા દાદીમાને કહ્યું. "મા.અશોકભાઈ એ મને ક્યાંક કામે લગાડવાની વાત કરી હતી.અને સવા સાત.સાડા સાત.સુધીમાં તેમના ઘેર મને બોલાવ્યો હતો માટે જાઉં છુ."

1

સંસ્કાર - 1

(વાંચક મિત્રો આ એક સગીર વયના બાળકની આપવીતી છે.જે ઈમાનદારી અને મહેનત કરીને પૈસા કમાવા ઈચ્છતો હોય છે પણ એને પાકીટમારી ના રસ્તે લઈ જાય છે.) વાંચો. જેવી મારી આંખ ખુલી કે તરત મેં મારી નજર.દિવાલ ઉપર ટાંગેલી ઘડિયાળ ઉપર નાખી.તો ઘડિયાળમાં સવારના સવા સાત વાગી ગયા હતા. મારે છ વાગે ઉઠવાનું હતું એની જગ્યા એ સવા સાત વાગી ગયા. મનોમન હું બબડ્યો.રોજ પથારીમાં બેઠા બેઠા જ પ્રાર્થના કરીને પછી જ હું પથારી છોડતો.એના બદલે સીધો જ બાથરૂમમાં ઘૂસ્યો.નાહીને ઝટપટ કપડા બદલાવીને મેં મારા દાદીમાને કહ્યું. મા.અશોકભાઈ એ મને ક્યાંક કામે લગાડવાની વાત કરી હતી.અને સવા સાત.સાડા સાત.સુધીમાં તેમના ...Read More

2

સંસ્કાર - 2

સંસ્કાર 2 માર્કોસ લગભગ ૩૭/૩૮ વર્ષનો પડછંદ યુવાન હતો.પાંચેક વર્ષથી એ સાગર ડિસ્ટ્રીબ્યુટર માં કામ કરતો હતો. કોહીનૂર મીલની સામે મહારાષ્ટ્ર ગાદી ભંડારની દુકાન છે ત્યા એણે મેટાડોર ઉભી રાખી.અને મને કહ્યુ "તુ બેસ.હું હમણાં આવું છુ." તે નીચે ઉતર્યો.અને ગાદી ભંડારમાં જઈને એણે પૂછ્યું. "પરમ દિવસે ગાદલા બનાવવાનું કહ્યું હતુ.એ તૈયાર છે ને?" "હા તૈયાર જ છે."ગાદલા વાળા એ કહ્યું. "તો આપી દો." ગાદલા વાળાએ પોતાના માણસ પાસે બે મોટા વજનદાર ગાદલા મેટાડોરમાં મુકાવ્યા. માર્કોસ પાછો પોતાની ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાયો.અને ફરી એકવાર ટેમ્પો રોડ ઉપર દોડવા લાગ્યો.લગભગ પાત્રીસ ચાલીસ મિનિટ પછી અમે મહમદ અલી રોડ પર આવેલા ...Read More

3

સંસ્કાર - 3

સંસ્કાર ૩ "કેવો ગયો આજનો દિવસ?" બાપુજીએ મને પૂછ્યું. "બહુ જ મહેનતનું કામ છે.હુ તો થાકીને લોથ થઈ ગયો "વધારે હાડમારી નું કામ હોય તો કાલે જતો નહી.આપણે બીજું કામ શોધી લઈશું." "ના બાપુજી.સાડી પ્રિન્ટિંગ નુ કામ છોડ્યા પછી.એક તો માંડ કામ મળ્યું છે. અને અશોક ભાઈએ કહ્યું છે કે પગાર પાણી પણ સારા મળશે.અને પગાર સારો મળતો હોય તો ગમે તેટલી મહેનતનું કામ હશે હુ કરીશ."મેં આત્મવિશ્વાસની સાથે કહ્યુ.ત્યાં સુધી શાંતિથી અમારા બાપ દીકરા ની વાત સાંભળી રહેલા મા એ પોતાનું મૌન તોડ્યું. "સવારે તો તું ચા પાણી પીધા વગર વયો ગયો હતો.પછી આખો દિવસ ખાવાનું કેમ કર્યું?"માના ...Read More

4

સંસ્કાર - 4

સંસ્કાર ૪ નાનપણથી જ આપણામાં સંસ્કારના બીજ રોપવાનું કાર્ય આપણા મા-બાપ કરતા હોય છે.આજે તો મારી બા હયાત નથી.પણ હું નવ દસ વર્ષનો હતો.ત્યારે મને યાદ છે હું મારી બા ની આંગળી પકડીને દર સોમવારે શંકર વાડીમાં આવેલા ભગવાન શંકરના મંદિરે જતો.મંદિરમાં દર્શન કર્યા પછી પાંચ દસ મિનિટ અમે બહાર મંદિરના ઓટલે બેસતા.ત્યાં બેસીને બા મને ફક્ત એટલી જ શિખામણ આપતી.કે. "બેટા સવારે ઉઠતા વેત પથારીમાં બેઠા બેઠા.ઈશ્વરને ફક્ત આટલી જ પ્રાર્થના કરવાની.કે હે ઈશ્વર.તે આજે મને જગાડ્યો છે.તો હવે દિવસભર મારી પાસે તને ગમતા હોય એવા જ સારા કાર્યો કરાવજે.ભૂલે ચૂકે ય કોઈનું પણ અહીત મારાથી ન થાય ...Read More

5

સંસ્કાર - 5

સંસ્કાર ૫ બીજા દિવસથી રશીદે મને પાકીટમારી ના ગુણ શીખવવાની શરૂઆત કરી. "દેખ અજય.આપણા જમણા હાથના અંગૂઠા નો નખ અડધો ઇંચ લાંબો રાખવાનો.બીજી આંગળીઓના નખ બરાબર સાફ રાખવાના.નવી બ્લેડ લેવાની.અને વચ્ચેથી તોડવાની.અને એ બ્લેડને પણ વચ્ચેથી ત્રિકોણાકારે પાછી તોડવાની.પછી ધાર વાળો ભાગ ઉપર રહે એ પ્રમાણે અંગૂઠા ના નખમાં બરાબર ગોઠવી દેવાની." આ બધુ કહેતા કહેતા રશીદ મને પ્રેક્ટિકલ પણ કરી દેખાડતો હતો.અને હું એક સારા સમજદાર શિષ્યની જેમ. રશીદ ની બધી વાતો ગ્રહણ કરતો જતો હતો. કોઈ શખ્સે પોતાના સાઈડના ખિસ્સા માં પૈસા રાખ્યા હોય.તો બે આંગળીની કરામતથી કઈ રીતે સેરવી લેવા.અંગુઠા માં ભરાવેલી બ્લેડથી ખીસ્સુ કઈ રીતે ...Read More

6

સંસ્કાર - 6

સંસ્કાર ૬ જીવનમાં પહેલી જ વાર ખોટુ. અને અનીતિ નુ પગલું ભર્યું.અને એમાં આટલી મોટી સફળતા મળી.મારુ હ્રદય આટલી રકમ જોઈને ખુશી થી ઉછળવા લાગ્યુ હતુ.ઝુમવા લાગ્યુ હતુ. બસ.હવે તો આ જ માર્ગ સાચો.મેં મનોમન નિશ્ચય કરી લીધો.કે હવે આજ ધંધો કરવો છે.કાળી મહેનત મજુરી કરીને કમાયેલા રૂપિયા માંડ પંદર મિનિટ મારા ખિસ્સા મા રહયા હતા. અને આ બે આંગળી ની કરામત થી હૂ બે મિનિટ મા માલામાલ થઈ ગયો હતો. રૂપિયા ખિસ્સામાં મૂકી હું પાકીટ ફેકવા જતો હતો.ત્યાં મારી નજર પાકીટ માં રાખેલા બે કાગળો ઉપર પડી.એક તો આંતરદેશી પત્ર હતુ.અને બીજું કોઈ જ્વેલર્સ ની દુકાન ની રસીદ ...Read More