ગુર્જરેશ્વર કુમારપાલ

(173)
  • 86k
  • 6
  • 49.5k

મહાન ગુર્જરેશ્વર અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજના મૃત્યુસમાચારનો ભયંકર પડછાયો અણહિલપુર પાટણ ઉપર પડી ચૂક્યો હતો. ભીષણ ચોટ લાગેલી મૂર્છિત નિર્જન ધરતી હોય તેમ નગરી આખી સૂમસામ અને શૂન્ય જેવી બની ગઈ હતી. કોઈને કાંઈ સૂઝતું ન હતું. હવે શું થશે એની ચિંતામાં હોય તેમ સૌ આકુળવ્યાકુળ અને શોકઘેરા વાતાવરણમાં વ્યગ્ર-વ્યગ્ર ફરી રહ્યા હતા. કેટલાક તો હજી આ સમાચાર માનવાને પોતાની જાતને તૈયાર પણ કરી શક્યા ન હતા; એમને મન બર્બરકજિષ્ણુ અવંતીનાથ મહારાજ જયસિંહદેવ માનવી ન હતા. સિદ્ધરાજ માનવોત્તર સિદ્ધપુરુષ હતા. મૃત્યુથી તેઓ પર હતા! દેવાધિદેવને જો મૃત્યુ હોય , તો એમને મૃત્યુ હોય! પણ મહારાજના નિધન-સમાચારનો એકદમ મોટો ધ્રાસકો પ્રજામાં પડી ન જાય તે માટે, રાજપુરુષોએ પાટણના નિત્યવ્યવહારને તો, જેમ ચાલતો હતો તેમ ચાલુ રાખ્યો હતો. આઠે પહોર મહારાજના સાંનિધ્યને સેવનારા બર્બરક જેવા રાજભક્તોએ તો એ નિધનને મિથ્યા માનીને પોતાની જીવનપ્રણાલિકાને અનુસરી રહ્યા હતા!

Full Novel

1

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 1

ધૂમકેતુ પ્રવેશ મહાન ગુર્જરેશ્વર અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજના મૃત્યુસમાચારનો ભયંકર પડછાયો અણહિલપુર પાટણ ઉપર પડી ચૂક્યો હતો. ભીષણ ચોટ લાગેલી નિર્જન ધરતી હોય તેમ નગરી આખી સૂમસામ અને શૂન્ય જેવી બની ગઈ હતી. કોઈને કાંઈ સૂઝતું ન હતું. હવે શું થશે એની ચિંતામાં હોય તેમ સૌ આકુળવ્યાકુળ અને શોકઘેરા વાતાવરણમાં વ્યગ્ર-વ્યગ્ર ફરી રહ્યા હતા. કેટલાક તો હજી આ સમાચાર માનવાને પોતાની જાતને તૈયાર પણ કરી શક્યા ન હતા; એમને મન બર્બરકજિષ્ણુ અવંતીનાથ મહારાજ જયસિંહદેવ માનવી ન હતા. સિદ્ધરાજ માનવોત્તર સિદ્ધપુરુષ હતા. મૃત્યુથી તેઓ પર હતા! દેવાધિદેવને જો મૃત્યુ હોય , તો એમને મૃત્યુ હોય! પણ મહારાજના નિધન-સમાચારનો એકદમ મોટો ધ્રાસકો ...Read More

2

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 2

૨ અચળેશ્વર બારણું વધારે ઊઘડ્યું એટલે કોવિદાસ ને એનો જુવાન સ્વામી બંને અંદર ગયા. પેલા બ્રાહ્મણે બહાર એક નજર લઇ બારણું પાછું તરત ઠસાવી દીધું. ઝૂંપડીમાં બે ભાગ જણાતા હતા. અંદરના ભાગમાં દીવો બળી રહ્યો હતો. બ્રાહ્મણ અંદર જઈને દીવો બહાર લઇ આવ્યો. દીપિકાનો પ્રકાશ વધારે આવતાં જ કોવિદાસે ઝૂંપડીમા ચારે તરફ નજર ફેરવી. તેણે આશ્ચર્ય થયું. કેવળ ભીખનાં હાંલ્લાં સિવાય ઝૂંપડીમા કાંઈ કહેતા કાંઈ જ ન હતું. પાથરવા માટે કે પરાળનો ઢગલો એક બાજુ કરી રાખ્યો હતો તેમ જણાતું હતું. ઉપર, નીચે કે આસપાસ ક્યાંય કોઈ ધાતુપાત્ર દેખાતું ન હતું. જેટલાં હતાં તેટલાં કાં માટીનાં કાં નાળિયેરનાં કાચલાંના! ...Read More

3

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 3

૩ વૌસરિનું ભિક્ષાટન ‘શું કહ્યું તેં? નથી? બંને જણ ઊપડી ગયા? પણ ત્યારે તો આપણે વૌસરિ!...’ ‘જુઓ, મહારાજ! હું કહું. આપણું વહાણ કાંઠે આવીને હવે ડૂબે નહિ તે જોવાનું છે. આ ઝાડનાં પાનને પણ કાન છે, એટલે હવે હું વૌસરિ નથી ને તમે મહારાજ કુમારપાલજી નથી. હું છું માધવેશ્વર અને તમે છો અચળેશ્વર! આપણી વાતનો વ્યવહાર, કોઈ હોય કે ન હોય, પણ હમણાં આમ જ રાખવો.’ ‘પણ એ ઊપડી ક્યારે ગયા?’ કુમારપાલ બોલ્યો. એણે પોતાની નિંદ્રા માટે પસ્તાવો થતો હતો. ‘મારી આંખ મીંચાઈ હોય તો બે ઘડી જ મીંચાઈ છે.’ ‘હજી તેઓ બહુ દૂર ગયા નહિ હોય.’ ‘પણ આપણે ...Read More

4

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 4

૪ પત્તો લાગ્યો! વૌસરિ સરસ્વતીકાંઠે પહોંચ્યો ત્યારે ભોંભાંખળું થવા આવ્યું હતું. નૌકાઓનો વ્યવહાર ચાલુ થઇ ગયો હતો. રોજના નિયમ પાટણના દરવાજા ઊઘડવાની તૈયારી હતી. માણસોની મેદની ત્યાં પહોંચવા માટે તલપાપડ થઇ રહી હતી. વૌસરિ ત્યાં સાધુબાવાની ધૂણીઓ પાસે ફરવા મંડ્યો. એણે એક આશ્ચર્ય થતું હતું: પેલા બે ઘોડેસવાર સરસ્વતીને આ કાંઠે દેખાતા જ નહતા એ શું? ઊડીને અંદર ગયા કે પછી તેઓ અહીં આવ્યા જ ન હોય, કે બીજે રસ્તેથી ગયા હોય કે શું થયું હોય? પગપાળા તો પહોંચ્યા નહિ હોય? પણ કોઈને પૂછવું એ શંકા નોતરવા જેવું હતું, એટલે એ ત્યાં ફરતો જ રહ્યો. થોડી વાર થઇ અને ...Read More

5

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 5

૫ મહારાજ જયસિંહદેવની પાદુકા ચંદ્રાવતીના પરમારોની પાટણભક્તિ પ્રસિદ્ધ હતી. આજે ત્યાગભટ્ટ આવ્યો અને આ પણ આવ્યા. એટલે એમને રેઢા મૂકવા એ દ્રષ્ટિએ કૃષ્ણદેવ ને ઉદયન ને કાક – સૌ એમની સાથે રાજદરબારે ઊપડ્યા હતા. આ પરમાર ધારાવર્ષદેવ કેમ આવેલ છે. એનો કાકને કે કોઈને હજી કાંઈ ઉકેલ મળ્યો ન હતો. એટલે કાકના મનમાં તો અત્યારે બે મોટા પ્રશ્નો આવીને એણે મૂંઝવી રહ્યા હતા: એક પ્રશ્ન તો એ કે પેલો મહારાજ ખરેખરી રીતે કોણ હતો એ જાણવાનું એણે હજી બાકી હતું. રાજદરબારમા તો વિવેકવાર્તા ને શોકવાર્તા થશે, પણ આ બંને આબુથી આંહીં આવ્યા છે તો કાંઈક મેળમાં હોવું જોઈએ. મહાઅમાત્યના ...Read More

6

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 6

૬ કાકભટ્ટે વખત કેમ ગાળ્યો? કોવિદાસ ને ધાર પરમાર કેમ આવ્યા છે એ જાણવાની કાકને તાલાવેલી લાગી હતી. ત્યાગભટ્ટના જો તેઓ આવ્યા હોય તો બંનેને એવી વિદાયગીરી આપવી જોઈએ કે તેઓ જિંદગીભર એ સાંભરે! અને ત્યાગભટ્ટના પ્રેર્યા ન આવ્યા હોય તો બંનેનો અત્યારે આ પરિસ્થિતિમાં કેવી રીતે ઉપયોગ કરી લેવો એ વિચારવા જેવો વિષય હતો. કોવિદાસને માલવમોરચે એક વખત એ મળ્યો હતો. કોવિદાસ સાથે ગાઢ મૈત્રી હોય ને બંનેની વાતમાં પોતાને જીવંત રસ હોય તેમ તેણે વાત શરુ કરી: ‘બહુ દહાડે મળ્યા, કોવિદાસજી! તમે ક્યાંથી – ચંદ્રાવતીથી આવો છો?’ કોવિદાસના દિલમાં તો ચંદ્રાવતીની વાત જ રમી રહી હતી. કાકને ...Read More

7

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 7

૭ ઉદયનની શાંતિ કોવિદાસને અંદર ગયે થોડી જ વાર થઇ, ત્યાં કાકભટ્ટે મંત્રીશ્વર ઉદયનને બહાર આવતો જોયો. મંત્રીશ્વરની મુશ્કેલીના ને અપમાનના પ્રસંગોની મુખમુદ્રા કાકભટ્ટે ઘણી વખત જોઈ હતી. તે વખતે એમાં અજબ શાંતિ દેખાતી. આજની એની મુખમુદ્રા પણ એવી અજબ શાંતિ દાખવતી હતી. કાકને વિચાર આવી ગયો કે ચોક્કસ કાંઈક બન્યું હોવું જોઈએ. એ એને આવતો જોઈ રહ્યો. એનાં પગલાં સ્થિર હતાં. દ્રષ્ટિ અચળ હતી. મુખમુદ્રા સ્વસ્થ હતી. કેવળ આંખમાં એક પ્રકારની ક્રૂર ગણાય તેવી નિશ્ચયાત્મક દ્રઢતા આવી ગઈ હતી. આંખ વંચાતી હોય તો વાંચનારો ચમકી જાય. ‘હવે તો ત્યારે આમ થશે જ થશે, ગમે તે થાય.’ એવી દ્રઢ ...Read More

8

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 8

૮ ચૌદમું રતન કાક ઊપડ્યો તો ખરો, પણ એનું મન અત્યારે અનેક વિચારોના રણક્ષેત્ર સમું બન્યું હતું. કુમારપાલને રાજગાદી તો એની જીવનભર સેવેલી એક મહત્વાકાંક્ષા સિદ્ધ થાય તેમ હતું. એણે કેશવ સેનાપતિની જેમ અવંતીમા પાટણની વિજયસેના દોરવી હતી. પાટણના સેનાપતિનું પદ એને મન કેવળ ઇન્દ્રાસનથી જ ઊતરતું હતું. કેશવ સેનાપતિને એ હંમેશાં તરસી આંખે જોઈ રહેતો અને એનો ઉત્તુંગ શ્યામ વાજી – પાટણનું એ એક ગૌરવ મનાતું. કાકને એ સ્થાન વિષ્ણુપદ જેવું અચળ અને અદ્ભુત લાગતું. પણ આંહીં કુમારપાલ માટે ગાદીને બદલે જીવનદોરીના જ વાંધા ઊભા થયા હતા. મલ્હારભટ્ટ પાતાળમાંથી પણ કુમારપાલને લાવ્યા વિના હવે રહેવાનો નહિ. અને કુમારપાલ ...Read More

9

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 9

૯ તૈયારી ઉદયન રાજદરબારમાંથી પાછો આવ્યો ત્યારે કાકભટ્ટ એની રાહ જ જોતો હતો. એને મનમાં એક નિરાંત હતી – સાધુનો કાંઈ પત્તો મળ્યો ન હતો. ઉદયન આવે તો એણે જલદી કોઈ નિર્ણય લેવાનો હતો. એણે મંત્રીશ્વરને આજના જેવો શાંત-સ્થિર ક્યારેય જોયો ન હતો. એણે લાગ્યું કે ચોક્કસ રાજદરબારમાં કંઈક ઊથલપાથલ થાય તેવાં પગલાનો નિર્ણય આજે થયો જણાય છે. તેને જાણવા માટે બહુ વાર રાહ જોવી પડી નહિ. બેઠકખંડ તરફ જતાં ઉદયને ચારે તરફના મેદાનમાં એક દ્રષ્ટિ નાખી લીધી. કાક તેની પાછળપાછળ ગયો. મંત્રીશ્વરે ખંડને પણ એક ચકોર દ્રષ્ટિથી માપી લીધો. એની આજની બધી હિલચાલ કાક બારીકીથી જોઈ રહ્યો હતો. ...Read More

10

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 10

૧૦ કૃષ્ણદેવની પ્રિયતમા કેટલીક સ્ત્રીઓમાં ચાતુરી હોય છે. કેટલીકમાં આવડત હોય છે. કોઈકમાં એક અનોખું રૂપ જ મુખ્ય થઇને છે. ક્યાંક આકર્ષણ જડે છે. કોઈ ઠેકાણે સામાન્ય સમજણનો સાગર હોય છે. ક્યાંક રસની ભરતી મળે છે. કોઈમાં કેવળ અદ્ભુત ‘હવા’ વસે છે. એક કવિની કલ્પના, બીજી કુદરતની સર્જકતા પાટણનગરીની નીલમણિમા કુદરતે પોતાની સર્જકતાનો આ અક્સ્માત સર્જ્યો હતો. એની ચાતુરી, રૂપથી જુદી નહિ; રૂપ રસથી જુદું નથી; આકર્ષણ હવાથી ભિન્ન નહિ; હવા ને રસ છુટ્ટાં નહિ; એ સઘળાં એનામાં હતાં અને એ બધામાં નીલમણિને મળેલા આ વારસાએ એણે એક સિદ્ધિ પ્રાપ્ત કરાવી. રંગીલો, શોખીન, લાડીલો ગર્વીલો, રણઘેલો – એવો પાટણનો ...Read More

11

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 11

૧૧ મલ્હારભટ્ટને પાઠ શિખવાડ્યો અવિચળ રાજભક્તિથી જો સિંહાસન પાસે ઊભા રહેવાનું હોય તો બર્બરક પછી બીજો આંકડો પડે મલ્હારભટ્ટનો. અવિચળ રાજભક્તિ. એવો વ્યક્તિપ્રેમ. પણ માલવામાં એને ઉદયનનો ભેટો થયો, ત્યારથી એનો કોઈ એકાદ ગ્રહ તો વાંકો જ રહેતો હતો. વડવાળી પ્રપા પાસે કુમારપાલ જેવો કોઈક છે, એ પત્તો એણે પોતે જ ઘણા પ્રયત્ને મેળવ્યો હતો. મહાઅમાત્યને વાત કરી હતી. ધાર પરમાર ત્યાં રાત રહ્યા હતા. એમણે કોઈકને જોયાની વાત કરી. મલ્હારભટ્ટની વાતને ટેકો મળ્યો. લોકશંકા અકારણ જાગ્રત ન થાય, માટે સાંજ પડ્યા પછી પ્રપાને ઘેરવાનું નક્કી થયું. રાતના અંધારપછેડામા કુમારપાલને લપેટી લેવાનો ભાર એના ઉપર મુકાયો. જીવનની મહેચ્છાનો મોટામાં ...Read More

12

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 12

૧૨ ભાઈ અને બહેન કાકભટ્ટનો રસ્તો હવે ચોખ્ખો હતો. મલ્હારભટ્ટ ગયો કે તરત એણે પાટણનો માર્ગ પકડ્યો. મલ્હારભટ્ટે વખતે પોતાની પાછળ મોકલ્યો હોય એમ ધારીને એ કાંઈ પણ બોલ્યા વિના આગળ વધતો હતો. કુમારપાલ ને હઠીલો જ્યાં ભેગા થવાના હતા તે વળાંક આવી જાય પછી એ રાજા હતો. એ વળાંક આવ્યો. કોઈ બે સવારોને બોલ્યાચાલ્યા વિના પોતાના સવારોમાં ભળી જતા એણે જોયા. એ સમજી ગયો. એના આનંદનો પાર ન હતો. ધીમેધીમે પાછળ રહી જતાં એણે હઠીલાની સાથેના સવારની ઝાંખી કરી લીધી. એણે જોયું કે કુમારપાલ આવી ગયો હતો. ઘણા વખત પછી મળ્યા છતાં કાકે એને તરત ઓળખી કાઢ્યો. એનો ...Read More

13

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 13

૧૩ પ્રતાપમલ્લ કૃષ્ણદેવ કૃષ્ણદેવ આવ્યો. એ એક વાતનો નિશ્ચય કરીને આવ્યો હતો – રાજ કુમારપાલનું, પણ સત્તા એની પોતાની. એને સ્થાપે. આડો ચાલે તો ઉથાપી નાખે. એની પ્રતિષ્ઠા અત્યારે બળવાનમાં બળવાન શસ્ત્રધારીઓને વશ કરીને ચક્રવર્તીપદે મહાલી રહી હતી. પોતાની એ અદ્વિતીય સ્થિતિનો એને ગર્વ પણ હતો. એને ભવિષ્યમાં માપી લેવાશે કરીને ઉદયને એને અનુકૂળ થઇ જવાની નીતિમાં પહેલેથી વિજય જોયો હતો. હવે એ કોઈક નક્કર યોજના કરી લેવા માગતો હતો. એનાથી થોડે અંતરે ઉદયન પણ એની પાછળ જ આવતો હતો. બંને સાળો-બનેવી ભેટી-મળી લે, પછી પોતે જવું, એ હિસાબે એના પગલાં પડી રહ્યાં હતાં. કૃષ્ણદેવને આવતો જોઇને કુમારપાલ બેઠો ...Read More

14

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 14

૧૪ કેશવ સેનાપતિ મધ્યયુગી જમાનાની, અંતિમ શબ્દને પ્રાણાંતે પણ પાળવાની ઊર્મિમય ભાવના વડે સેનાપતિ કેશવ જીવતો હતો. એના રોમરોમમાંથી વસ્તુ પ્રગટતી હતી. એનું જીવન એને આધારે હતું. વૌસરિ પાસેથી કાંઈ જ સમાચાર જ્યારે પ્રાપ્ત ન થયા ત્યારે એને આશ્ચર્ય થયું. એ સાધુ ભિખારી ભીખ માગતો હજી પ્રપા પાસે પડ્યો હતો એમ ત્રિલોચને કહ્યું. સેનાપતિ કેશવ, બર્બરક, મલ્હારભટ્ટ એ બધાંની રાજસિંહાસન સંબંધી નીતી સ્પષ્ટ જ હતી – મહારાજ જયદેવનો શબ્દ પાળવાની. પણ હવે તેઓ ઘા ખાઈ ગયા. ક્યાંક ઉદયન-કૃષ્ણદેવ એમને સૂતા રાખે નહિ! તેઓ વધારે સાવધ થયા, વધારે નિર્ણયાત્મક બન્યા, કાંતિનગરીના પ્રથમના અનુભવે વધારે ચોક્કસ થવા મંડ્યા. વૌસરિ બનાવ પછી ...Read More

15

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 15

૧૫ મધરાતની મંત્રણા પાટણમાં હવે વિદ્યુતવેગે બનાવો બનવા માંડ્યા. રાત્રીઓએ જાગરણ શરુ કર્યા. દિવસોએ ઉતાવળી ગતિ પકડી. પળમાં ઘડીનું આવ્યું. ઘડીને યુગપરિવર્તનનું માન મળ્યું. એકએક શબ્દને સેંકડો અર્થ પરણી બેઠા. એની છેડાછેડીની માથાકૂટમાં સામાન્ય માણસ સમજણ વિનાનો બન્યો. સમજણવાળો મૂંઝાઈ ગયો. મૂંઝવણવાળો તો માથે ઓઢીને સૂઈ ગયો. માત્ર એક જ વસ્તુ સૌને અનિવાર્ય જણાતી હતી: રાજપરિવર્તન આવી રહ્યું હતું એ ચોક્કસ! કેશવ સેનાપતિએ મહારાજના અંતિમ શબ્દ પણ જીવનન્યોછાવરીનો જગન માંડ્યો હતો, એટલે એણે હવે નિંદ્રા ન હતી, નિરાંત ન હતી, શાંતિ ન હતી. કૃષ્ણદેવ ઉપર કેટલો આધાર રાખી શકાય એની એને પહેલાં શંકા હતી. હવે એ વિશે એને ખાતરી ...Read More

16

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 16

૧૬ યોજનામાં યોજના સરસ્વતીના તીરમાં તારાસ્નાન કરીને કાકભટ્ટ પાછો ફરી રહ્યો હતો. મહારાજ સિદ્ધરાજને અગ્નિદાહ દીધો હતો એ સ્થળ એની નજર સહજ એ તરફ વળી ને કોઈ સ્વપ્ન જોયું હોય તેમ એ થંભી જ ગયો. અરે! સેનાપતિ કેશવ અહીં અત્યારે ક્યાંથી? એને નવાઈ લાગી. ઝડપથી એક નાનકડા ઝાડની પાછળ તે છુપાઈ ગયો, એ શું છે તે જોવા લાગ્યો. થોડી વાર થઇ. મલ્હારભટ્ટ આવતો દેખાયો. ‘બંને એકીસાથે આંહીં?’ કાકને વધુ આશ્ચર્ય થયું. મલ્હારભટ્ટને કેશવ એમની મંત્રણા કરીને પાછા ફરતા આ તરફથી આવી રહ્યા હતા. કાકભટ્ટ એમને જતા જોઈ રહ્યો. ભોંભાંખળું હજુ થતું આવતું હતું, એટલે પોતાને એમણે જોયેલ હોય તેમ ...Read More

17

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 17

૧૭ શ્રેષ્ઠી કુબેરરાજને ત્યાં વિક્રમ સંવત ૧૧૯૯ના માગશર સુદ ત્રીજની મધરાત પછીની પહેલી ઘટિકા ચાલતી હતી. વિધાત્રીની પેઠે પાટણનગરીનું ગુર્જરદેશનું ભાવિ અત્યારે એના હાથમાં તોળાઈ રહ્યું હતું. નગરી-આખી તો એ વખતે ગાઢ નિંદ્રાને ખોળે પડી હતી. જાગ્રત પહેરેગીરોના ‘હો...હો...હો...!’ એવા રહીરહીને આવતા પ્રલંબ ચોકીદારી અવાજ સિવાય બીજો કોઈ અવાજ ક્યાંયથી સંભળાતો ન હતો. પશુ, પંખી ને પાન સૂઈ ગયાં હતા. સરસ્વતીનાં જલને પણ કોઈ રમણીય સ્વપ્નની મોહકતાએ ઘેનમાં નાખ્યાં હતાં. સઘળે અંધકારનું સામ્રાજ્ય જામ્યું હતું. આકાશી તારાઓ બે પળ આંખો મીંચી ગયા હતા. આમલીની ઓથે રહેનારું ઘુવડ પણ થંભી ગયું હતું. એ વખતે પાટણના અબજોપતિ શ્રેષ્ઠી કુબેરરાજની ઇન્દ્રભવન જેવી ...Read More

18

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 18

૧૮ રાજસભા કુમારપાલ થોડી વાર એ પ્રમાણે વિચાર કરતો થોભી ગયો. વાગ્ભટ્ટે કહી તે બારી સામે હોવી જોઈએ. રાજમહાલયના કોટની ભીંત તો સામે જ હતી, પણ હજી ભળભાંખળું થતું આવતું હતું. માણસોની અવરજવર આ બાજુ પૂરેપૂરી શરુ થઇ ન હતી. આ પળ-બે-પળ જ એની હતી. એણે પોતાના કામમાં ત્વરા કરવાની હતી. એ નાનકડો ચોક ચાર-છ સ્તંભના આધારે ઊભો હોય તેમ લાગ્યું. આગળના થોડા ભાગમાં કોઈકે ચણતર-કામ કરીને કઠિયારાઓને ભારી મૂકવાનો વિસામો થાય એવી ગોઠવણ કરી હતી. એવી એક નાનકડી ઓટલા-ભીંતનો આધાર લઈને કુમારપાલ રસ્તામાં કોઈ છે કે નહિ તેની પ્રતીક્ષા કરતો ત્યાં થોભી ગયો. એટલામાં કોઈ બે ઘોડેસવાર આ ...Read More

19

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 19

૧૯ અભિષેકમહોત્સવ કુમારપાલ ત્યાં ઊભેલો દ્રષ્ટિએ પડ્યો અને એક સનસનાટીભરેલી અશાંતિની હવા વ્યાપી ગઈ. બીજો કોઈ એની સાથે હતો, પણ સ્વપ્નભ્રમ જેવું થઇ ગયું જણાયું! કેશવ તો એણે ત્યાં જોતા જ ચમકી ગયો. એ ક્યાંથી ને શી રીતે આવ્યો એ ત્રિલોચનને સમજાયું નહિ. મલ્હારભટ્ટે એને બર્બરકના પંજામાં ‘એ ગયો’ એવી સ્થિતિમાં નિહાળ્યો હતો, એમાંથી સહીસલામત જોયો અને એ હેબતાઈ ગયો. એક જરાક જ ગણતરીભૂલે એ બચી ગયો લાગ્યો. એની સાથેનો કર્ણાટકમલ્લ અદ્રશ્ય થઇ ગયો હતો અને તે પણ એટલી તો વિદ્યુતઝડપે કે હજી એના હોવા-ન-હોવા વિષે કાંઈ સ્પષ્ટ થઇ શકતું ન હતું, એટલે કુમારપાલ એમાંથી આબાદ નીકળી ગયો હતો. ...Read More

20

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 20

૨૦ શાકંભરીના પંથે કાકભટ્ટે અનુમાનથી કહ્યું હતું, પણ ખરી રીતે તેમ જ થયું હતું. કુમારપાલની અભિષેક-પળ એટલી વીજળીક ત્વરાથી પડી હતી કે વિચાર કરવાની કોઈ તક જ કોઈને સાંપડી ન હતી. કેશવ સેનાપતિ, ત્રિલોચન કે મલ્હારભટ્ટને પણ કાંઈ જ ખબર ન પડી. એમને આટલી બધી ત્વરાનો ખ્યાલ ન હતો. તેમ જ તત્કાલ તમામ કાર્યક્રમો વિચારમાત્રને રૂંધી દેશે એ ખ્યાલ પણ નવો હતો. તેમણે દરવાજા બંધ થવાની હાકલ સાંભળી અને બીજાં કોઈ પગલાં ભરાય, તે પહેલાં એમના પગ ઘોડાના પેંગડામા હતા. પછી તો પવનવેગે ભાગવાનું જ હતું. પાટણનો દરવાજો સપાટાબંધ વટાવ્યો. પવનવેગે રસ્તે પડી ગયા. પાછળ કોઈનો ગજરાજ પડ્યો હોય ...Read More

21

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 21

૨૧ કૃષ્ણદેવનો ગર્વ એમ કહેવાય છે કે વિજયા કરતા વિજય ભયંકર છે. વિજયાનો નશો બે પળ સ્વપ્ન-સ્વર્ગ દેખાડે, જ્યારે નશો તો બે જ પળમાં, સ્વપ્નમાં ન હોય એવું નરક બતાવે. વિજયાનું પાન કરીને માણસ ભાન ભૂલે, પણ વિજયને તો જોતાં જ ભાન ભૂલે. વિજયાને તજી દે એટલે માણસ સો ટકાનો; વિજયને તજી દે એટલે બે બદામનો. વિજયાના, ભગવાન શંકરને નામે પણ માણસ બે છાંટા નાખે; પણ વિજયને તો પોતાની જાત સિવાય બીજું કોઈ દેખાય જ નહિ ને! કૃષ્ણદેવને જ્યારે રાજસભાના અંતે પોતાના વિજયનું ભાન થયું અને એનું અર્ધુંપર્ધુ ભાન તો ત્યારે જ ઊડી ગયું. થોડુંક બચી ગયું હતું તે ...Read More

22

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 22

૨૨ રાજાધિરાજ! ચૌલિંગ પાટણ આવ્યો ત્યારે આ સ્થિતિ હતી. એણે જોયું કે એનું કામ ઘણું મુશ્કેલ હતું. એ એકદમ થાય તો-તો એનો કોઈ ભરોસો જ ન કરે, એટલું જ નહિ, કદાચ બંધન જ મળે. આમ્રભટ્ટને સાધવામાં પણ એ જ જોખમ હતું. એટલે એને આમ્રભટ્ટને સાધવાની વાત માંડી વાળવી પડી. પહેલાં તો કોઈ રીતે એને મહારાજનો વિશ્વાસ મેળવવાનો હતો. મહારાજને અત્યારે એની જરૂર પણ હતી. એને ખબર મળ્યા કે કલહપંચાનનને વશ રાખનાર કોઈ મળતો ન હતો. મહાવત વિના એ ગજેન્દ્ર કોડીનો હતો. એને યોગ્ય મહાવત હોય તો એનું મૂલ હજાર હાથીથી પણ અધિક હતું. મહારાજને હાથીની કિંમત હતી, પણ આંહીં ...Read More

23

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 23

૨૩ રાજાધિરાજનો અંત ઉદયન આ પરિસ્થિતિ વિશે ક્યારનો શાંત પ્રતીક્ષા કરી રહ્યો હતો. કૃષ્ણદેવ દિનપ્રતિદિન બળવાન થતો જતો હતો બળવાન નહિ પણ ઉદ્ધત! રાજમહાલયમા એ રાજા જ હતો. હંમેશના નિયમ પ્રમાણે આજે સાંજે ઉદયન રાજખંડમા આવ્યો ત્યારે કુમારપાલ મહામનોમંથનમા હોય તેમ વિશાળ રાજખંડમા એકલો આમથી તેમ આંટા મારી રહેલો દેખાયો. ઘર્ષણ ઊભું કર્યા વિના કૃષ્ણદેવને વશ કેમ કરવો એ મંત્રીને કે કોઈને સમજાતું ન હતું. આંતરકલહ ઊભો થવાની બીકે સૌ શાંત રહી ગયા હતા, એટલે કૃષ્ણદેવે પગલાં આગળ માંડ્યાં હતાં. ‘મહેતા!’ કુમારપાલે એણે જોતા જ કહ્યું. ઉદયન ઊભો રહી ગયો. દીપિકામા તેલ પૂર્વ અનુચર આવતો લાગ્યો કુમારપાલ એના જવાની ...Read More

24

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 24

૨૪ શાકંભરીનો અર્ણોરાજ વિધિ માત્ર માણસ સાથે રમે એમ નથી, ઘણી વખત એ અદ્રશ્ય રીતે બનાવો સાથે પણ રમતી છે. કેટલીક વખત એ માણસને રમાડે છે. તો કોઈ વખત માણસ પણ એને રમાડી જાય છે. પાટણના રાજમહાલયમાં કૃષ્ણદેવને જનોઈવઢ ઘા પડ્યો એ એક જ ઘટનાએ તમામની ગર્વમૂર્છા ઉડાડી દીધી. સત્તા કોની હોઈ શકે એનો નિર્ણય આપી દીધો. પણ પાટણના રાજમહાલયમા જે વખતે આ શોણિતધારા ભાવિનો નિર્ણય આપી રહી હતી, બરાબર એ જ સમયે શાકંભરીના રાજમહાલયમાં એક જુદી જ ઘટના ઊભી થઇ રહી હતી. કુમારપાલના ભાવિ સાથે એનો ગાઢ સંબંધ હતો. ત્યાં શાકંભરીરાજ અર્ણોરાજનો મહાલય બરાબર એ વખતે સેંકડો નાનીમોટી ...Read More

25

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 25

૨૫ દેવલ આવી! કૃષ્ણદેવના સમાચારે રાતભર પાટણને આશ્ચર્યમાં રાખું. રાજસવારી નિયમ પ્રમાણે નીકળી. સેંકડો ને હજારો માણસો ત્યાં જોવા ઊભા હતા. કલહપંચાનન દેખાયો અને આશ્ચર્યનું આશ્ચર્ય થયું! કૃષ્ણદેવ ત્યાં હતો નહિ! મહારાજ કુમારપાલ હતા – અને કુમારપાલની પડખે કોણ હતું? કુમારપાલની પડખે છત્ર નીચે એક નમણી બાઈ બેઠી હતી. રાજવૈભવી ગર્વનો છાંટો પણ એના ચહેરા ઉપર નજરે પડતો ન હતો. અધિકારનું તેજ પણ ત્યાં ન હતું. કોઈ સશક્ત પ્રતાપી ચહેરાની છાયા પણ એનામાંથી ઊઠતી ન હતી. પહેલી નજરે આવી સાદી સરળ પણ નમણી બાઈ, કોઈને માતા જેવી કે ધાત્રી જેવી લાગે એ રાણી ભોપલદેવી, ગુર્જરેશ્વર કુમારપાલની પત્ની હતી. પણ ...Read More

26

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 26

૨૬ ગોવિંદરાજને સાધ્યો! કેટલાંક માણસો કામ કઢાવવામાં કોને પકડવો તે જાણે છે. બીજાઓ ક્યારે પકડવો તે જાણે છે. કેટલાકને પકડવો તે ખબર હોય છે, પણ ક્યારે અને કેમ, કોને પકડવો – ત્રણે વાતના જાણકાર વિરલ હોય છે. ઉદયને ગોવિંદરાજને માલવણ-ક્ષેત્રમા ભૂખ એવો જોયો હતો. આજે એ દેવલબાને મૂકવા આવ્યો. એની ગુજરાત પ્રત્યેની થોડીઘણી સહાનુભૂતિ એમાંથી જ પ્રગટતી હતી. ત્યાં આનકરાજ કરડો હતો અને એનો છોકરો જગદેવ ઉદ્ધત હતો. એ ઉદ્ધત પાસેથી પોતાના ભવિષ્યની કોઈ આશા આને ન જ હોય, એ ઉદયન સમજતો હતો. એ આંહીં આવ્યો, સામે ચાલીને, તો એણે સાધ્યા વિના જવા દેવો, ખાસ કરીને આવા જુદ્ધસમયે એમાં ...Read More

27

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 27

૨૭ કાકભટ્ટને સોંપાયેલું કામ ગોવિંદરાજ શાકંભરી તરફ ઊપડી ગયો. બીજા દિવસથી પાટણનગરીનો દેખાવ પણ ફરી ગયો. આવી રહેલા જુદ્ધની ઠેરઠેર થવા માંડી. પોળેપોળે જુદ્ધનો રંગ દેખાવા માંડ્યો. સૈનિકોની હિલચાલ વધી ગઈ. ફેરફાર થવા માંડ્યા. આનકરાજ ઉપર પાટણને જવું પડે કે આનકરાજ પાટણ ઉપર આવે, પણ જુદ્ધ અનિવાર્ય હતું એ વસ્તુ સૌને સમજાઈ ગઈ હતી. મંત્રીમંડળની ચિંતા વધી. કુમારપાલનું રાજ્યારોહણ રહેશે કે જશે, એવો મહત્વનો પ્રશ્ન આમાંથી ઊભો થતો હતો. ત્યાગભટ્ટ પણ હજી પ્રયત્નમાં જ હતો, એટલે આ જુદ્ધઘોષણામાં કૃષ્ણદેવનું વસ્તુ તદ્દન ભુલાઈ ગયું. રાજ્યારોહણ-મહોત્સવ પણ વિસરાઈ ગયો. રાજપાટિકાની વાત પણ વિસારે પડી. કોઈ અચાનક ઘા કરી ન જાય, એની ...Read More

28

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 28

૨૮ કેશવની જળસમાધિ કાકે ભૃગુકચ્છમાંથી પોતાનો એક જાણીતો જુવાન જોદ્ધો સાથે લીધો. એનું નામ આયુધ. અર્બુદપતિનું માપ લેવા એ ત્યારે તેને ખબર ન હતી કે એના ભાવિની યશરેખા હવે જ ઊઘડે છે. એ ભૂમિ પોતાની જાણીતી હતી, એટલે એક કે બીજા રસ્તે કાંઈને કાંઈ સમાચાર એ મેળવી શકશે એવી એને આશા હતી. એ અર્બુદગિરિમાં આવ્યો, ત્યાં એને એક આશ્ચર્યકારક વસ્તુ લાગી. આંહીં યુદ્ધની તૈયારી થતી એણે જોઈ નહિ. એ છક થઇ ગયો. આંહીં તો યુદ્ધની કોઈ વાત જ નથી, એ શું? પાટણમાં તો વિક્રમના નામે અત્યારે માણસો ધ્રૂજે છે અને વિક્રમ તો તદ્દન શાંત બેઠો હતો. પણ ધીમેધીમે એને ...Read More

29

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 29

૨૯ વિક્રમસિંહનો સત્કાર! કાક જ્યારે ઉતારે પહોંચ્યો ત્યારે એનું મગજ જાણે કોઈ કામ કરતું ન હોય તેવું જણાયું. નર્મદાતટનું એની નજર સામે હજી તર્યા કરતું હતું. હવામાં ઊછળતો કેશવનો શ્યામ વાજી એની નજર સામેથી ખસતો ન હતો. એણે જે જોયું એ હજી પણ એના માનવામાં આવી શકતું ન હતું, આયુધ સામે ઊભો હતો છતાં એણે બૂમ મારી: ‘આયુધ!’ આયુધ બે હાથ જોડીને સામે આવ્યો: ‘પ્રભુ! શું છે? હું તો આંહીં જ ઊભો છું!’ ‘અરે, આયુધ! તેં કોઈ બે જણાને તૈયાર થઈને હમણાં જતા જોયા?’ ‘હા પ્રભુ! તમારા આવ્યા પહેલાં થોડી વારે, આપણી સામેના પેલા ભૃગુઆશ્રમમાંથી બે સવારો ઊપડી ગયા ...Read More

30

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 30

૩૦ ફેરવી તોળ્યું! થોડી વાર પછી ઉદયન પાસે આયુધ આવ્યો. પણ રાતદીના એક પળના પણ આરામ વિના કરેલી કાકભટ્ટની મુસાફરી સિવાય બીજો પ્રકાશ તેની પાસેથી મળ્યો નહિ. એટલામાં વૈદરાજ આવ્યા. કાકભટ્ટની માવજતમાં સૌ પડી ગયા. થોડી વાર પછી ઉદયન એકલો વિક્રમદેવના મહાલયે જવા નીકળ્યો. એ ત્યાં પહોંચ્યો, તો મહોત્સવની તૈયારી સંપૂર્ણ થઇ ગઈ હતી અનેક યોદ્ધાઓ, સૈનિકો, સામંતો ત્યાં મંડપમાં મહારાજની રાહ જોતા ભેગા થયા હતા. વિક્રમસિંહ અધીરાઈથી મહારાજને આવકારવાની પ્રતીક્ષા કરતો ત્યાં દ્વાર પાસે જ ઊભેલો જણાયો. ઉદયન એકલો આવ્યો એ એણે જોયું. એના પેટમાં ધ્રાસકો પડ્યો. એટલામાં વ્યાઘ્રરાજ એની પાસે આવી પહોંચ્યો. તેણે ધીમેથી કહ્યું: ‘પ્રભુ! ચેતી ...Read More

31

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 31

૩૧ જુદ્ધનો સંદેશો શાકંભરીને પંથે પડેલું ગુજરાતનું સૈન્ય ઝડપી કૂચ કરતું સોમેશ્વર વટાવી આગળ વધ્યું. અરવલ્લીની પર્વતમાળાના જમણે હાથે દઈ લવણવતીને (લુણી નદી) મળનારી એક નાનકડી નદીના કિનારા ઉપર સૈન્યે પડાવ નાખ્યો. પર્ણાશાની એક શાખા પડખેના ભાગમાં વહેતી હતી. પાછળ રહેલું બધું સૈન્ય આવી મળે ને પદાતિ, હયદળ ને ગજદળને પૂરતો આરામ મળે, પછી આગળ વધવું એવો નિર્ણય થયો. નદીના બંને કિનારે છાવણી નાખવાનો હુકમ થયો. એક જ મુકામ જેટલે દૂર શાકંભરીની હદ હતી. કોઈ અચાનક ઘા ન કરી બેસે તે માટે પાછળના ભાગને વાગ્ભટ્ટ સાચવતો હતો. મુખ આગળ ઉદયનનો મુકામ હતો. પડખે કાકભટ્ટ પડ્યો હતો. વિક્રમ, કેલ્હણ, કચ્છનો ...Read More

32

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 32

૩૨ નવાનવા રંગ! યુદ્ધની ઘોષણાએ છાવણીમાં અવનવા રંગ પ્રગટાવવા માંડ્યા. કુમારપાલને પોતાના બળમાં દ્રઢ વિશ્વાસ હતો. સૈન્યમાં અને સામંતોમા મૃત્યુને લીધે છાનોછાનો વિરોધ હતો. પણ એની અસિધારાએ તમામને શાંત રાખ્યા હતા. પણ જયારે અર્ણોરાજનું પ્રબળ સૈન્ય પાસે હોવાના સમાચાર આવ્યા ત્યારે ગુપ્ત મંત્રણાની હવા છાવણીમા ઊભી થતી જણાઈ. બંને સૈન્યો વચ્ચે રાતના વખતે સાંઢણીસવારોની અવરજવર વધી ગઈ. ગોવિંદરાજે ફરીને પણ ચેતતા રહેવાનો શબ્દ મોકલ્યો. એ પોતે જુદ્ધ વખતે પોતાનો રંગ બતાવવાનો. પણ કુમારપાલને ખાતરી થઇ ગઈ કે પોતે ચારે તરફ ફેલાયેલી અસંતોષની અગ્નિજ્વાળા વચ્ચે જ ઊભો હતો. સંકટ આવવાનું છે એ જાણતાં એનો રણોત્સાહ વધો ગયો. એકલા હાથે સૈન્યનાં ...Read More

33

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 33

૩૩ શ્યામલ મહાવતનો પ્રત્યુત્તર! પ્રભાત થતાં સોલંકીસેનાએ જોયું તો શાકંભરીનું સૈન્ય પણ લડાઈ માટે તૈયાર જ ઊભેલું દીઠું! કૂચ આદરીને પ્રભાતનાં પહેલાં કિરણો સાથે જ જુદ્ધને જગાડી દેવાની યોજનાની શાકંભરીને ખબર પડી ગઈ હતી. ભીમસિંહનું આહ્વાન એક હુંકાર સાથે ઊપડી લઈને, અર્ણોરાજે સાંભરની ગજસેનાને તરત આગળ વધવાનો હુકમ આપી દીધો હતો. દરેકને પોતાના વિજયની ખાતરી હતી. પ્રભાત થતાં તો શંખનાદથી, ઘંટાઘોષથી, રણશીંગડાથી, ઢોલ. ત્રાંસા ને તંબાળુથી આખું રણમેદાન જાગી ઊઠયું. હોકારા થવા માંડ્યા. સુભટોની રણબિરદાવલી સંભળાવવા લાગી. ચારણો, ભાટો ને કવિરાજો ઘૂમવા માંડ્યા. એકબીજાને જોદ્ધાઓ નામ દઈદઈને બોલવા મંડ્યા. કુમારપાલ મહારાજનો ‘કલહપંચાનન’ સેંકડો ગજરાજની સેના વચ્ચે નાનાં પહાડ જેવો ...Read More

34

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 34

૩૪ દ્વન્દ્વજુદ્ધ ત્યાગભટ્ટ વાઘની ઝડપે કૂદતો દેખાયો. તે સીધો કલહપંચાનનના હોદ્દા ઉપર જ ઊતરતો જણાયો. એક જ પળ અને સમશેર મહારાજ કુમારપાલના ઉપર જનોઈવઢ કાપ દેતી પડી ગઈ હોત; પણ એના પગ હાથીના કુંભસ્થળને સ્પર્શે-ન-સ્પર્શે ત્યાં તો શ્યામલે કલહપંચાનનને જરાક જ પાછો હઠાવી લીધો. એટલી ત્વરાથી એ થયું કે ત્યાગભટ્ટ સીધો જમીન ઉપર જ જઈ પડ્યો. એ ઊભો થવા જાય તે પહેલાં તો એના માથા ઉપર ચારે તલવારો લટકી રહી હતી. એક ભાલો એની છાતી ઉપર મંડાયો હતો. એક પણ ઘા થાય તે પહેલાં તો તેને તરત જ બે મલ્લોએ પકડી લીધો. આ શું થઇ ગયું એ અર્ણોરાજને ખબર ...Read More

35

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 35

૩૫ રાણી ભોપલદે! કુમારપાલ ત્યાં રણભૂમિમા જ છાવણી નાખીને પડ્યો રહ્યો. કાકભટ્ટના કોઈક સંદેશાની એ રાહ જોતો હતો. નડૂલના એણે અત્યારે જવા તો દીધો, પણ પોતાનું સૈન્ય નડૂલ લેવાનું એણે નક્કી કર્યું હતું. પણ કાકભટ્ટનો સંદેશો મળે, તો સૈન્યનું દિશાપ્રયાણ નક્કી થાય તેમ હતું. બલ્લાલ કર્ણાટકનો હતો, એટલે માલવામાં એનાં મૂળ હજી ઊંડાં બેઠાં ન હતાં. એને કર્ણાટક પાછો હાંકી કાઢવાનો હતો એટલું જ. કાક એટલું ચોક્કસ કરી નાખશે એની કુમારપાલને ખાતરી હતી. એટલે વિજયોત્સવ ઊજવતું ચૌલુક્ય-સૈન્ય થોડો વખત આરામ લઇ લે તો પછી એને માલવા કે અર્બુદગિરિ તરફ ઊપડવાનું સહેલું થઇ પડે. હવે રણભૂમિની કટુતા ઘસાઈ ગઈ હતી. ...Read More

36

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 36

૩૬ રણમાં વીરડી આનકરાજે પ્રવેશ કર્યો. કુમારપાલ તેની સામે જોઈ રહ્યો. પોતાના થાકથી થાકીને એ ખરેખર બે ઘડી ક્યાંક ઈચ્છી રહ્યો હોય તેવો આતુર જણાતો હતો. કુમારપાલે તેને બે હાથ જોડ્યા: ‘આનકરાજજી!’ ‘આનક સમજી ગયો – ઉદયને વાત ચલાવી હતી. ‘મહારાજ! હું હવે જે માગવા આવ્યો છું, એની મને ના ન પાડતા!’ આનકે કહ્યું, ‘દેવીની પણ એ જ ઈચ્છા છે. ક્યાંય વિગ્રહને (વિગ્રહ અને જગદેવ આનકના પુત્રો) કે જગદેવને ફરકતા મહારાજે દીઠા? મારા દીકરા જ જ્યાં મારા કહ્યામાં નથી, ત્યાં હું સમર્થ સાથે વેર બાંધુ એમાં મારા સોમનો ને આ બિચારી કુમારી જ્લ્હણાનો ભોગ લેવા જેવું થાય. હું હવે ...Read More

37

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 37

૩૭ કાક આવ્યો આનકરાજ ને સુધવા દેવી ગયાં-ન-ગયાં કે મહારાજે કાકને જોયો: ‘કાકભટ્ટ, સિંહ કે શિયાળ? પહેલું એ બોલી વિગત પછી! કુમારપાલે ઉતાવળે જ કહ્યું. ‘સિંહ, મહારાજ! સિંહ!’ ‘થયું ત્યારે! હવે માંડીને કહે, ક્યાં છે ધારાવર્ષદેવજી?’ એટલામાં પરમાર ધાર પણ દેખાયો. કુમારપાલ પહેલી જ વખત કાંઈક સ્થિર વાતાવરણમા એણે નિહાળી શક્યો. એની શરીરસમૃદ્ધિ જોઇને એ છક થઇ ગયો. અર્બુદગિરિના આરસમાંથી જાણે કોઈ શિલ્પીએ વજ્જર-દેહ ઘડ્યો હોય! ‘ધાર પરમાર! આવો-આવો આંહીં મારે પાસે આવો!’ મહારાજે એને પ્રેમથી બોલાવ્યો. ધાર પરમાર આગળ આવ્યો. એણે મહારાજના પગે હાથ મૂક્યો: ‘પ્રભુ! બલ્લાલને તો કાકભટ્ટે હણી જ નાખ્યો! મહારાજનો પ્રતાપ બધે વિજય મેળવી રહ્યો ...Read More

38

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 38 - છેલ્લો ભાગ

૩૮ ગુજરાતનો વિજયધ્વજ! કુમારપાલ મહારાજ વિજય કરીને આવી રહ્યા છે એ સાંભળતાં પટ્ટણીઓનો ગર્વ ક્યાંય માતો ન હતો. થોડા પહેલાં તો પાટણને કોણ-કોણ પીંખવા દોડશે, ગુજરાતને છિન્નભિન્ન કરવાના કામમાં કયા-કયા શ્રીમંત રાજકર્મચારીઓ હાથા બનશે, કયા સામંતો દોડતા આવશે, કોણ રાજગાદી મેળવી જશે, કોણ જીવશે ને કોણ મરશે – એવી અનેક શંકા, આશંકા, કુશંકાથી પાટણનું વાતાવરણ ભર્યુંભર્યું હતું. એ તમામ શંકાઓ આજે શનિ ગઈ હતી. પાટણ નગરીએ ફરીને મહારાજ સિદ્ધરાજના ગૌરવને સજીવન થતું જોયું. મહારાજ કુમારપાલે પાટણમા પગ મૂક્યો અને આંતરિક કલહને જડમૂળથી ઉખેડી નાખ્યો. લોકોએ ફરીને ગુજરાતનો અભ્યુદય ચાલુ રહેલો દીઠો, એટલે એમના આનંદની કોઈ સીમા ન રહી. રાજસાશનને ...Read More