જલધિના પત્રો

(4)
  • 43.9k
  • 1
  • 17.2k

પ્રાચીન સમયથી જ લાગણીઓની શાબ્દિક આપ-લે પત્ર દ્વારા થતી આવી છે.પણ આજે ટેકનોલોજીના સમયમાં આ સ્થાન મોબાઈલ ઈન્ટરનેટ જેવા માધ્યમથી થવા લાગ્યું છે.કદાચ હાથ વડે લખાયેલી લાગણી જેટલું એ અસરકારક ન થઈ શકે પણ કામચલાઉ માધ્યમ જરૂર બની શકે.તેમ છતાં આજે એ પુરાણી પરંપરા ને જીવંત કરવાનો આ નાનકડો પ્રયાસ કરી આ સંગ્રહ પ્રસ્તુત કરવા જઈ રહી છું.આશા છે વાચકોને એ ટેકનીકલ બનાવટી લાગણી કરતાં વધુ આકર્ષત કરી શકશે.

New Episodes : : Every Tuesday & Thursday

1

જલધિના પત્રો - 1 - સખા કૃષ્ણને પત્ર

પ્રાચીન સમયથી જ લાગણીઓની શાબ્દિક આપ-લે પત્ર દ્વારા થતી આવી છે.પણ આજે ટેકનોલોજીના સમયમાં આ સ્થાન મોબાઈલ ઈન્ટરનેટ જેવા થવા લાગ્યું છે.કદાચ હાથ વડે લખાયેલી લાગણી જેટલું એ અસરકારક ન થઈ શકે પણ કામચલાઉ માધ્યમ જરૂર બની શકે.તેમ છતાં આજે એ પુરાણી પરંપરા ને જીવંત કરવાનો આ નાનકડો પ્રયાસ કરી આ સંગ્રહ પ્રસ્તુત કરવા જઈ રહી છું.આશા છે વાચકોને એ ટેકનીકલ બનાવટી લાગણી કરતાં વધુ આકર્ષત કરી શકશે. પ્રિય સખા કૃષ્ણ જ્યારે પણ તમારા માટે કંઈક લખવાને કલમ ઉઠાવું છું ને, મારી કલમમાં કંપન આવે છે.મન અને મગજ વચ્ચે દ્વંદ રચાયા કરે છે. લાગણીઓ એટલી ઝડપથી વહેવા ...Read More

2

જલધિના પત્રો - 2 - એક પત્ર વ્હાલી જિંદગીને..

વ્હાલી જિંદગી, તારા વિશેના અનેક સંબોધનો વિચારી જોયા. પણ ,કોઈ નિર્ણય સુધી ન પહોંચી શકી કે, તારા માટેનું શ્રેષ્ઠ શું ...?એ જ વિમાસણમાં હતી કે,તારા વિશે લખું કે નહીં..? પછી વિચાર્યું ,મારા પોતાનાં કહી શકાય તેવા દરેક પાત્રોથી અલગ હોવા છતાં, તું આખરે મારો જ અંશ કે રાહબર સમાન છે. તો તેને અભિવ્યક્ત કરવાની વળી મૂંઝવણ શું..! એટલે આ લખવાની હિંમત કરી શકી છું. તું શું છે ? આ પ્રશ્ન અનેકવાર થતો.પણ, મન ક્યાં અભણ છે તે વાંચી ન શકાય...! એ તરત કહી દેતું.... "જિંદગી એટલે માણસના અંદર જાગેલી જીજીવિષાને લીધે જીવંત રહેતી ચિરસ્થાયી અનુભૂતિ" અને તારું અસ્તિત્વ સમજાય ...Read More

3

જલધિના પત્રો - 3 - પ્રકૃતિને પત્ર

પ્રિય પ્રકૃતિ , તારા માટે શું સંબોધન કરું? તને કેવી રીતે સંબોધું કે તારૂ બહુમાન જાળવી શકાય ? વ્હાલી, લાડલી, પ્યારી ,માનીતી જેવા અનેક સંબોધનો સુઝ્યા. પણ, દરેકની સામે તારી મહ્તાનું પલ્લું જ અગ્રેસર લાગ્યું. છતાં પ્રિય સંબોધન કરી , તને આજે પત્ર લખું છું. તારું અસ્તિત્વ એ કોઈ વ્યાપનું મોહતાજ નથી. તું તો સહૃદય માણવાની અનુભૂતિ છો. સમગ્ર જીવસૃષ્ટિને મળેલું બહુમૂલ્ય વરદાન છો. જમીન, વૃક્ષો, પવન, પાણી, પર્વતો, પશુ-પક્ષી ,ખનીજ, નદી ,સરોવર, ઝરણાં, આકાશ આ બધામાં અદૃશ્ય રુપે તું જતો બિરાજમાન છે. છતાં તારું એક અલગ આગવું સૌંદર્યમય અસ્તિત્વ છે. જે માનવજાતની કલ્પનાથી પણ પર છે. ये पौधे ...Read More

4

જલધિના પત્રો - 4 - વિતેલા બાળપણને પત્ર

વ્હાલા બાળપણ, તું મજામાં જ હશે એમ કહેવું તો શક્ય નથી. પણ , તું ખરેખર મજાનું હતું એમ જરૂર હાથમાંથી રેતી સરકે તેમ ઝડપથી તું પણ વીતી ગયું. અને જિંદગી જાણે પરિપક્વતાના આરે આવી અટકી ગઈ. તારી સાથે જ તો મેં આ જિંદગીની પ્રથમ પાપા પગલી માંડેલી. મારા લથડતા પગ સાથે ચહેરા પર નિર્દોષ હાસ્ય અને બાળસહજ સરળતા તારી જ તો ઝાંખી હતા. કાલીઘેલી બોલીના બોલાવનાર અનેક સ્નેહીજનોની વણઝાર, માતૃ કંઠે ગવાતું મીઠું હાલરડું અને હેતના કોળિયા તારા હોવાની પ્રત્યક્ષતાની સાક્ષી હતા. બાળપણ ! તું હતું તો, મારું કલ્પનાનું જગત પણ ન્યાલ હતું. બાળપણની નિખાલસ મૈત્રી, મિત્રો સાથે લડવું ...Read More

5

જલધિના પત્રો - 5 - ટપાલીને પત્ર

આદરણીય ટપાલીશ્રી, લખેલા પત્રોની સાર્થકતા તો જ જળવાય, કે તે યોગ્ય સ્થાને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે. ખાસ તો આ કામ આપ કરો છો. એટલે જ આજે થયું આપને પણ પત્ર લખવો જોઈએ. લોકોના પત્રો અને લાગણીઓ તો તમે ખૂબ વહેંચી ક્યારેક તેમાં તમારો પણ હિસ્સો હોવો જોઈએ. એવું પ્રતીતિ થતાં પત્ર લખવા જઈ રહી છું. ખાખી રંગની વેશભૂષા, ખભે રહેલી ચામડાની બેગ અને બેગમાં રહેલા એ અસંખ્ય સંદેશાઓને પહોંચાડનારા સાચા દૂત આપ જ છો. ચામડાના થેલામાં સચવાયેલી લાગણીઓની અનેક આંખોમાં કાગડોળે રાહ જોવાતી હોય છે. અને આપની સાઈકલની ઘંટડીના રણકારથી એ જાણે હાશકારો પામી જતી હોય છે . પત્ર ...Read More

6

જલધિના પત્રો - 6 - રિસાયેલી નાનકીને પત્ર

મારી મીઠુંડી, મને ખબર છે કે તું મારાં આ પત્રની ભાષા ઉકેલવા સમથૅ નથી કે નથી તું મારી સમજવા જેટલી પરિપક્વ.છતાં, આજે તારા વિરહમાં વ્યાકુળ આ માતૃહ્દયને એની વાત તારા સુધી પહોંચાડવા કોઈ માધ્યમ મળ્યું નહીં. એટલે, આ પત્ર લખી તને મનાવવા આ લાગણીભર્યો પ્રયાસ કરું છું. જ્યારથી તું રિસાઈને મામાના ઘરે ચાલી ગઈ છે ત્યારથી આ ઘર શાંત અને સુનુ-સુનુ લાગે છે. તારી વ્હાલી મમ્મી ભલે આજ તારા માટે વ્હાલી નથી. પણ, તું તો હંમેશા મારી મીઠુંડી,ઢીંગલી ને વ્હાલસોઈ રહીશ જ... મને એમ કે રાતના તને મારા વગર ઊંઘ નહિ આવે... અને, તું મામા પાસે ...Read More

7

જલધિના પત્રો - 7 - રાધાનો કૃષ્ણને પ્રેમ પત્ર

હે કૃષ્ણ, તું એટલે મારા માટે સ્વયં પ્રેમનો પર્યાય. અસંખ્ય પ્રિયતમાઓ આ સૃષ્ટિમાં પોતાના પ્રિયતમને પત્ર લખી લાગણીઓ અભિવ્યક્ત હશે. પણ, મારે તને શું લખવું ? આ વિશ્વમાં કોઈ વસ્તુ એવી નથી કે તારા પરિચયમાં ન હોય. તો પછી આ રાધાના હૃદયથી તું અજાણ ક્યાંથી હોય ! લોકો મને 'કૃષ્ણપ્રિયા' કહી સંબોધે છે ત્યારે, બહુ ખુશી થાય છે અને હૃદયમાંહેનું રક્ત દરિયાસમું હિલોળે ચડે છે. જાણે હું કૃષ્ણમય બની જાઉં છું. છતાંયે,મારી લાગણીઓ પર કાબૂ રાખી શબ્દો લખું છું. કદાચ, તને મારી લાગણીઓ ઘાયલ કરી જાય ! કેમકે , તારું જતન જ મારું જીવન છે. તને પામવા કરતા તારી ...Read More

8

જલધિના પત્રો - 8 - કૃષ્ણનો રાધાને પ્રેમપત્ર (વળતો જવાબ)

હે રાધે, તારો પત્ર મળ્યો.જાણે સાક્ષાત્ તારાથી મળ્યાની અનુભૂતિ થઈ. ક્યારેય કોઈને વળતો ઉત્તર આપવા હું બંધાયેલો નથી. પણ નિરાશ કઈ રીતે કરી શકું ! તારી લખેલી લાગણીઓની અક્ષરસઃ અનુભૂતિ કરી છે. શબ્દોને વાંચવા કરતા જીવ્યો છું એમ કહેવું વધુ ઉચિત રહેશે. તું તો તારી લાગણીઓને સરળતાથી કહી શકે પણ, હું તો પુરુષ હ્દય, એટલે એમાં થોડી કરકસર હોવાની. છતાં, તારા માટે તો મેં આ સઘળી લીલાઓ રચી છે. જેથી મારા પ્રણયની પૂરેપૂરી અભિવ્યક્તિ કરી શકું. મારી વાંસળીમાં સંમોહન છે.એ પણ એટલે કે તેમાં ફૂંકાતો પ્રાણવાયુ તું જ છે. અને જ્યાં મારી રાધે છે ત્યાં બીજા કૈફની શું જરૂર ...Read More

9

જલધિના પત્રો - 9 - ચકલીને પ્રેમપત્ર

પ્રિય ચકલી, હું જાણું છું કે તું અને હું આપણે બંને એકબીજાથી અલગ દુનિયાના જીવો છીએ. છતાં, રોજ મારી તારા વિના અધૂરી લાગે છે. મારા શબ્દો તું સમજી શકશે કે નહીં એનો પણ કોઈ અણસાર નથી. છતાં, મારી પાસે માત્ર શબ્દો જ છે તને મારા ભાવો પહોંચાડવા માટે. એટલે આ પત્ર લખું છું. વહેલી સવારનું સંગીત સુરીલું, તારા થકી જ પ્રાણી એમાં પુરાતો. તારા મધુર કલરવ થકી જ, એમાં શ્વાસવાયુંનો સંચાર થાતો. મારા માટે તો તું એટલે મારું પોતીકું આગવું સ્વજન. મારા ઘરના ફળિયામાં જ તારો માળો છે. તે બનાવેલી તણખલાનીવાડ એટલે આપણો સહિયારો સ્વપ્નમહલ. તું જેટલી ચીવટથી તણખલાં ...Read More

10

જલધિના પત્રો - 10 - પ્રિય વિધ્યાર્થીનીને પત્ર

વ્હાલી વિધ્યાર્થીની હમણાં ઘણા સમયથી તને મળવાનું પણ નથી થતું કે, ફોન પર વાત કરવાનો પણ સમય મળતો નથી આજે તારા સરનામાની શોધ આદરેલી અને સદ્ભાગ્યે મળી પણ ગયું. એટલે આ પત્ર લખવાનું મન થઈ આવ્યું. જ્યારથી શિક્ષણક્ષેત્રમાં અધ્યાપક તરીકે જોડાઈ ત્યારથી અનેક વિદ્યાર્થીઓ સાથે મળવાનો અને તેમને ભણાવવાનો અવસર મળેલો.. પરંતુ,એ દરેકમાં તું મારી સૌથી પ્રિય વિદ્યાર્થી છે. તારા જેવી શિષ્ય મળવી મારા માટે પણ ગૌરવની વાત છે. શરૂઆતમાં જ્યારે તું કોલેજમાં આવી ત્યારે નવી નવી હોવા છતાં તને સતત વિદ્યાર્થીઓના ટોળામાં જોતી અને તારા એ વ્યક્તિત્વનું રહસ્ય જાણવાનું મન થઈ આવતું હતું .પણ, ત્યારે એ મોકો ન ...Read More

11

જલધિના પત્રો - 11 - વ્હાલી વિધ્યાર્થીનીનો શિક્ષકને વળતો પત્ર

આદરણીય માસ્ટર, આપને સાદર નમસ્કાર .આજે જ આપનો પત્ર મળ્યો. આપના પત્રએ એક ઊંડાણને સ્પર્શી અંતરની લાગણીઓને તરબોળ કરી. સમયથી મળ્યા નથી તેનો સહજ ઠપકો પણ મળ્યો. આપણી પરસ્પર હાજરી પ્રત્યક્ષ ભલે ન હતી. પણ ,ફોનમાં અવાજ તો આપણે રોજ સાંભળતા એટલે એ રંજ દૂર થઈ જતો. તમારો પત્ર વાંચતાં વાંચતાં જ ક્યારેક ક્લાસરૂમમાં તો ક્યારેક આપણા માટે સ્વર્ગરૂપ સ્થળ એવી પ્રયોગશાળાની સફર પણ હું કરી આવી.જાણે ત્યાં હોવાની જ સાક્ષાત્ અનુભૂતિ કરી આવી. કેવો અદ્ભુત છે સમય ! જ્યારે સાથે હતા. ત્યારે ,ઝડપથી વહી ગયો. અને જ્યારથી છુટા પડ્યા છીએ ત્યારથી જાણે ધીમે ધીમે સરકી રહ્યો છે. સાચું ...Read More

12

જલધિના પત્રો - 12 - ભૂમિજાનો સર્જનહાર ધરતીને પત્ર

હે માતા ધરિત્રી, તારી અને મારી નિકટતા કોઈ શબ્દ કે લાગણીઓની મોહતાજ નથી. પણ એમ છતાં, આજે તને પત્ર મન થઈ આવ્યું.એટલે તને ઉદ્દેશીને આ પત્ર લખી રહી છું. સૌ પ્રથમ તો આ જાનકીના તારા ચરણોમાં કોટિ કોટિ વંદન. સૃષ્ટિના દરેક જીવને તેની સર્જક માતા પ્રત્યે જે અહોભાવ હોય તેવો અહોભાવ તો કોઈ દેહધારીને અભિવ્યક્તિ માટે હોય. પણ, આ જાનકીને તો તારી સાથેનો અવર્ણનીય નાતો છે. કોઈ શિશુ માતાના ઉદરમાંથી જન્મે અને જે હુંફને પામે એવી જ હુંફ મને સદૈવ તારાથી મળી છે. કેમકે , આખરે તો તું મારી જન્મદાત્રી છે. તુજ થકી સંચાર મુજમાં સંચર્યો, જનક જેવો તાત ...Read More

13

જલધિના પત્રો - 13 - સજૅનહારને એક જીવંત સજૅનનો પત્ર

હે સર્જનહાર પ્રભુજી, વિધવિધતાથી રચેલી છે. હે સર્જનહાર ! તારી આ દુનિયા. તોય ખૂંચે છે આજ, જોઈ માનવને ફાની દુનિયા. હે સર્જનહાર પ્રભુજી! મારા એકમાત્ર આસ્થાના કેન્દ્ર. આ ટેક્નોલોજીના યુગમાં પણ, આજે તમને પત્ર લખવાની કોશિશ કરું છું. માનવ પાસેથી તો કદાચિત્ જવાબની આશા હોય છે કે,કોઈ પ્રત્યુત્તર આવશે. પણ, જો બની શકે તો આપ પણ મારો આ પત્ર વાંચી પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રત્યુત્તર જરૂર વાળશો. એવી અભિલાષા સાથે મારા મનની વાત કરવા જઈ રહી છું. કોઈ ફરિયાદ નથી કરવી, સઘળું તમારાથી પરિચિત છે. માનવીને મન બધું અશક્ય તે, તમારા થકી તો કદાચિત્ છે. શું લખવું? અને કેવી રીતે ...Read More

14

જલધિના પત્રો - 14 - સૃષ્ટિના સર્જનહાર વિશ્વકર્માને પત્ર

શિલ્પાચાર્ય વિશ્વકર્મા જી, હે ભગવાન નારાયણના અવતાર. આપને સમગ્ર સૃષ્ટિના રચયિતા હોવાનું બહુમાન મળેલું છે. તો તે માટે તેમાં કરવા તમને યાદ કરી આ નાનકડો પત્ર લખવાની કોશિશ કરી રહી છું. આશા છે કે, મારા આ પ્રયાસથી આપ સંતુષ્ટ થશો. આપના પ્રાગટ્યને તો કોઈ જાણી શક્યું નથી. પણ, તમારા અજોડ અવતારોની કથા સાંભળેલી છે. એટલે, જ્યારે સર્જનહારની વાત આવી ત્યારે આપનું બહુમાન કરવાનું મન થઈ આવ્યું. એવું કહેવાય છે કે આપ સ્વયં બ્રહ્મા પાસેથી શિક્ષા ધારણ કરેલા છો. દેવોના શિલ્પી અને શિલ્પ શાસ્ત્રના કર્તા મનાવ છો. વળી, દરેક ઉદ્યોગને લગતી કલાના સર્જનહાર હોવાનું બહુમાન પણ આપને જ મળ્યું છે.એવું ...Read More

15

જલધિના પત્રો - 15 - જીવન શિક્ષક નાનીમાંને પત્ર

વ્હાલા નાનીમાં, માતાનો સ્નેહ નસીબદારના ભાગ્યમાં હોય છે. પણ માતાની પણ માતાનો પ્રેમ પામવો એ દુનિયામાં સ્વર્ગસમું સુખ પામવા આનંદદાયી હોય છે. બહુ ઓછા એવા લોકો હશે જેને જીંદગીના ઘણા વર્ષો સુધી આ સ્નેહનો લ્હાવો મળ્યો હોય.હું મારી જાતને આ સુખ પામવા બદલ ખુબ ભાગ્યશાળી માનું છું. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે 'એક માતા સો શિક્ષકની ગરજ સારે છે'. તો નાનીમાં એટલે તો માતાની પણ માતા એટલે એના જેવા શિક્ષક તો બીજો કોણ હોઈ શકે ? એટલે જ આજે નાનીમા તમને એક શિક્ષક તરીકે માની આ પત્ર લખવા જઈ રહી છું. પહેલા તો આપને કરાતું સંબોધન 'નાનીમાં'જ ...Read More

16

જલધિના પત્રો - 16 - કૃષ્ણનો સાંદિપનીને પત્ર

આદરણીય ગુરુજી, હું આપનો શિષ્ય કૃષ્ણ, આજે આપને યાદ કરીને આપને આ પત્ર લખી રહ્યો છું ત્યારે જાણે સાક્ષાત કલમ દ્વારા મારી લાગણીઓને મારા શબ્દોમાં ઢાળી આપના સુધી મોકલી રહ્યો છું. સામાન્ય માનવથી માંડી દેવતાઓ સુધીની દરેક વ્યક્તિને ગુરુની ગુરુભક્તિ એટલે જીવનની સાચી મૂડી. મારે પણ આપના ચરણની ભક્તિ એનાથી સહેજે ઉતરતી નથી.આપે આપેલા અક્ષરજ્ઞાન વડે શબ્દો રચી મારી લાગણીના ભાવને આપના સુધી પહોચાડવાનો આ નાનકડો પ્રયાસ કર્યો છે. જીવનની એ અવસ્થાએ આપના સાનિધ્યને પામેલું, જ્યારે હું એક માતૃવત્ સ્નેહમાં મસ્ત બનેલો નંદ-જશોદાનો દુલારો હતો.એટલે જ કદાચ અન્ય કોઈના સાનિધ્યમાં હું મારી જાતને એટલી સિદ્ધ ન કરી શકત જે ...Read More

17

જલધિના પત્રો - 17 - ભારતની પહેલી મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલેને પત્ર.

આદરણીય શિક્ષિકા સાવિત્રીબાઈજી, એક સ્ત્રી જ સ્ત્રીની લાગણીને સમજી શકે અને તેના માટેની સાચી રાહ કંડારી શકે. આ વિધાન માટે ખરા અર્થમાં લાગુ પાડી શકાય એવું ઉદ્દાત વ્યક્તિત્વ ધરાવનાર સ્ત્રી તરીકેનું શ્રેય આપને ફાળે જાય છે. આપ ન માત્ર મહારાષ્ટ્રની શિક્ષણ મેળવતી કન્યાઓ પરંતુ, દેશની દરેક શિક્ષિત નારી માટે ગુરુ સમાન છો. કેમકે એમણે આપના પ્રયાસોના ભાગરૂપે જ શિક્ષણ ગ્રહણ કર્યું છે. આપની હયાતી ન હોવા છતાં આપના દ્વારા કરાયેલા એ સરાહનીય કાર્ય આજે એક બીજમાંથી વિશાળ વટવૃક્ષ બની લહેરાઇ રહ્યા છે. હું જાણું છું કે એકલા હાથે સમાજને સુધારવાનું બીડું લઈ,સફળતાને પામવી એ કોઈ નાનું કામ નથી. પરંતુ ...Read More

18

જલધિના પત્રો - 18 - એક શંકાસ્પદ પત્ર - મૃત શિક્ષકને.

ડેમની પાળી પર લટકતો એ દુપટ્ટો અને એના જ આધારે શંકાસ્પદ રીતે પાણીમાં લથડિયા ખાતી, કદાચિત્ તરતી લાશને તરવૈયાઓએ માંડ પકડી પાડી. ચોમાસાના કારણે ઉપરવાસમાં જોરદાર વરસાદથી ડેમ છલોછલ ભરેલો હતો. પાણીમાં પણ જોરદાર તાણ હતું. ભૂલથીએ કોઈ વસ્તુ પડી જાય તો, પલકવારમાં ગાયબ થઈ જાય એટલે પાણીનો વેગ. તરવૈયાઓએ લગભગ બે કલાકની મથામણ પછી એ નિષ્પ્રાણ દેહને પાણીની બહાર કાંઠાપર મુક્યો.એટલામાં તો જાણે હૈયાફાટ રુદનને ચીસાચીસ થઈ પડી. એટલામાં કેટલાક પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા અને પૂછવા લાગ્યો "મેડમ મેરીના કોણ છે?" "કેમ આવો પ્રશ્ન કર્યો" ટોળામાં રુદન કરતી સ્ત્રીએ પશ્ન કર્યો. "મારે જાણવું જરૂરી છે.આ કેસ ઉકેલવા માટે.."અધિકારીએ ...Read More