સુરીલી

(17)
  • 7.8k
  • 2
  • 4.2k

સવારના દસ વાગ્યા હતા. આલિશાન બંગલાના એક આલિશાન બેડરૂમના બેડ પર એક સાતેક વર્ષની છોકરી રાજકુમારીની અદાથી સુતી છે. અચાનક ,કોઈ રૂમમાં દાખલ થાય છે અને બેડની પાછળની બારી ખોલે છે. સવારનો તડકો હવે તપી રહ્યો હતો.એટલે,સીધો તે છોકરીનાં મોઢા પર આવ્યો.તે ઉહકારા કરતી, જાણે ગુસ્સામાં હોય તેમ ઊભી થઈ ગઈ અને બોલવા માંડી. "શાંતા માસી... કેમ બારી ખોલી નાખી..? મને સુવા કેમ ન દીધી ?" શાંતા માસી : "સુરા બેબી , સાહેબનો ઓફિસેથી ફોન આવ્યો છે. આજે સુમન દીદીની તબિયત સારી નથી એટલે એ તમારી ચિંતા ન કરે. એ માટે મને ફોન કર્યો છે કે હું તમને ઉઠાડી દઉં.. નહીંતો ,સુમન દીદી જ તને ઉઠાડવા આવત.પાછું સાહેબને તમારી સાથે વાત કરવી છે એટલે સાહેબે ફોન લઈને તમારી પાસે આવવાનું કહ્યું છે."

Full Novel

1

સુરીલી - 1

સંદભૅ : સવારના દસ વાગ્યા હતા. આલિશાન બંગલાના એક આલિશાન બેડરૂમના બેડ પર એક સાતેક વર્ષની છોકરી રાજકુમારીની અદાથી છે. અચાનક ,કોઈ રૂમમાં દાખલ થાય છે અને બેડની પાછળની બારી ખોલે છે. સવારનો તડકો હવે તપી રહ્યો હતો.એટલે,સીધો તે છોકરીનાં મોઢા પર આવ્યો.તે ઉહકારા કરતી, જાણે ગુસ્સામાં હોય તેમ ઊભી થઈ ગઈ અને બોલવા માંડી. "શાંતા માસી... કેમ બારી ખોલી નાખી..? મને સુવા કેમ ન દીધી ?" શાંતા માસી : "સુરા બેબી , સાહેબનો ઓફિસેથી ફોન આવ્યો છે. આજે સુમન દીદીની તબિયત સારી નથી એટલે એ તમારી ચિંતા ન કરે. એ માટે મને ફોન કર્યો છે કે હું તમને ...Read More

2

સુરીલી - 2

ડોરબેલ રણકીને કાવ્યા ઝડપથી દરવાજા તરફ ગઈ. દરવાજો ખોલી જોયું તો... કાવ્યા :" અરે..! વોટ અ સરપ્રાઈઝ..તું અને સુરત આમ ઓચિંતી, મને ફોન તો કરાય ને ?હું તને લઈ જાત." સુરીલી : "બધું અહીંજ પૂછી લઈશ..? મને અંદર આવવાનું નહીં કહે..?" કાવ્યા : "અરે સોરી યાર, આમ તે સરપ્રાઇઝ આપી એ ખુશીમાં મારું એ તરફ ધ્યાન જ ના રહ્યું. આવ પેલા બેસ નિરાંતે..હું તારા માટે પાણી લઈ આવું." સુરીલી પોતાના સામાન બેગ સાથે અંદર પ્રવેશે છે. કાવ્યા : (પાણી લાવે છે... અને આશ્ચર્ય સાથે) "તું સુરતથી રાજકોટ ક્યારે આવી ? કોઈ પ્રસંગમાં આવી હતી. આ બેગ?" સુરીલી : " ...Read More

3

સુરીલી - 3 - છેલ્લો ભાગ

રાતની બસ હતી .એટલે ,સવારમાં સુરીલી પોતાના ઘરે પહોંચી ગઈ. આવીને જુએ છે તો , ઘરે તાળું મારેલું હતું. તરત બાજુમાં જમનાકાકીના ઘરે ગઈ અને પૂછ્યું.. સુરીલી : "કાકી મારા મમ્મા ક્યાં..? ઘરે તાળું મારેલું છે!" જમનાકાકી : (ઓચિંતા સુરીલીને જોઈ આશ્ચર્ય પામી..) " તું અહીંયા..?" સુરીલી : "કાકી , બધી વાતો હું તમને પછી નિરાંતે કહીશ. પહેલા મને કહોને ..મમ્મા ક્યાં છે ?" જમનાકાકી : "એતો તારા ગયા પછી ભગવાન કાકા આવ્યા હતા .બહુ વિનવણી કરી સુમનને અને તારા નાનીને હવેલીમાં રહેવા જવાની.. એટલે એ તારા ભગા દાદાની હવેલીએ રહેવા ચાલ્યા ગયા છે." સુરેલી : (આશ્ચર્ય સાથે) "શું..?" ...Read More