MYSTRY OF MAFIA

(36)
  • 8.2k
  • 1
  • 3.6k

રાતના ત્રણ વાગી રહ્યા હતા, મુંબઈ ની નાઈટ લાઈફ ધમધમી રહી હતી, કેટલાક એ નાઈટ લાઈફની મજા માણી રહ્યા હતા તો કેટલાક આખો દિવસ ની દોડધામ થી થાકીને બે પળની શાંતિ માટે સૂઈ રહ્યા હતા. મીરા રોડ પર આવેલા એક ઘરમાં એક વ્યક્તિ સૂઈ રહ્યો હતો. એકદમ શાંત ચહેરો, કસાયેલું શરીર અને જાણે બધી ચિંતા થી મુકત તે એક મીઠી નીંદર માણી રહ્યો હતો. અચાનક તેના ચહેરા ના હાવભાવ બદલાઈ ગયા, ચહેરા પર ડર ના ભાવ જોવા મળી રહ્યાં હતા, તેના હાથ વડે તેણે બેડ પર ના ગાદલા ને જોરથી પકડી લીધું, રૂમમાં એ.સી. ચાલી રહી હતી પણ તેનાં ચહેરા પર પરસેવો વળી રહ્યો હતો. તે બેચેન થઈ રહ્યો હતો અને અચાનક જ તે સફળો જાગી ગયો. તેનો શ્વાસોશ્વાસ એકદમ વધી ગયો, તે ઉંડા શ્વાસ લેવા લાગ્યો અને ધીમે ધીમે તે નોર્મલ થયો, તેણે ઉભા થઈને પોતાની બેડ પાસે રહેલા ટેબલમાંથી દવા લીધી અને ટેબલ પર રહેલા જગમાંથી પાણી લઈ ને તેણે દવા પીધી.

1

MYSTRY OF MAFIA - 1

રાતના ત્રણ વાગી રહ્યા હતા, મુંબઈ ની નાઈટ લાઈફ ધમધમી રહી હતી, કેટલાક એ નાઈટ લાઈફની મજા માણી રહ્યા તો કેટલાક આખો દિવસ ની દોડધામ થી થાકીને બે પળની શાંતિ માટે સૂઈ રહ્યા હતા. મીરા રોડ પર આવેલા એક ઘરમાં એક વ્યક્તિ સૂઈ રહ્યો હતો. એકદમ શાંત ચહેરો, કસાયેલું શરીર અને જાણે બધી ચિંતા થી મુકત તે એક મીઠી નીંદર માણી રહ્યો હતો. અચાનક તેના ચહેરા ના હાવભાવ બદલાઈ ગયા, ચહેરા પર ડર ના ભાવ જોવા મળી રહ્યાં હતા, તેના હાથ વડે તેણે બેડ પર ના ગાદલા ને જોરથી પકડી લીધું, રૂમમાં એ.સી. ચાલી રહી હતી પણ તેનાં ચહેરા ...Read More

2

MYSTRY OF MAFIA - 2

સૂર્યોદય થઈ રહ્યો હતો, મુંબઈ જેવા મેટ્રો સિટીમાં સવાર ના પાંચ વાગ્યે એટલે અમુક લોકોની નાઈટ લાઈફ પૂરી થતી છે અને બીજી તરફ અમુક લોકોની દરરોજની લાઈફ શરૂ થતી હોય છે, સવારનાં જ રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેન માટે રાહ જોતાં નોકરી પર જવા વાળા લોકો, સવાર સવારમાં ચા ની દુકાન પરથી આવતી ચાની મહેક, ન્યૂઝ પેપર વાળાનું સવારની તાઝા ખબર વાળું છાપું કોઈના આંગણામાં જઈ રહ્યું હોય છે, જેનાં છોકરા આખી રાત કલબમાં મોજ મસ્તી કરીને સવારે ઘરે સૂવા આવે એના જ પેરેન્ટસ સવારમાં પાર્કમાં જોંગીગ કરતાં નજરે પડે છે. જેમ જેમ સમય આગળ વધે ચહલપહલ વધતી જાય ...Read More

3

MYSTRY OF MAFIA - 3

આજની મીટિંગ બહુ ખાસ હતી એટલે બધા VIP ગેસ્ટ હાજર હતા, બધાનાં ચહેરા પર સ્માઈલ હતી પણ કહેવાય છે જે વ્યક્તિ વધુ સ્માઈલ કરે છે એ જ પાછળ થી ખંજર ભોંકે છે. મુખ્યમંત્રી જે સંધિ પર હસ્તાક્ષર કરવાના હતા તેના કારણે ઘણી કંપની નુકસાન સહન કરવાની નોબત આવવાની હતી પણ અશોક ગાયકવાડ વિરુદ્ધ જવાની હિંમત કોઈનામાં ન હતી કારણ કે જે બિઝનેસમેન પાસેથી પૈસા લઇને ઇલેક્શન જીતે તેને સતા જવાનો ડર હોય છે પણ જે લોકોના વિશ્વાસ જીતીને આગળ આવે તેને આની જરૂર ન હતી, અશોક ગાયકવાડે ભારે બહુમતી મેળવી હતી અને એ પણ કોઈના સાથે ગઠબંધન કર્યો વગર ...Read More