બારૂદ

(538)
  • 58.4k
  • 34
  • 36k

બારૂદ... ! જી, હા... પ્રસ્તુત નવલકથાની કથાવસ્તુ મેં ભારતનાં વડાપ્રધાનને સાંકળીને લખી છે. ભારતનાં વડાપ્રધાન મંત્રણા માટે રશિયા જવાનાં હોય છે અને એવામાં જ ગુપ્તચર વિભાગને બાતમી મળે છે કે મોસ્કોમાં ભારતીય વડાપ્રધાનનાં ખૂનનું કાવતરું ઘડાઈ ચુક્યું છે અને આ કાવતરું ઘડ્યું છે પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈ. એસ.આઈ.નાં ચીફ અબ્દુલ વહીદ કુરેશીનું... ! પરિણામે ફરીથી એક વાર નાગપાલ-દિલીપની જોડીને આઈ.એસ.આઈ.નો દાવ નિષ્ફળ બનાવવા માટે. મેદાનમાં ઉતરવું પડે છે. – અને પછી સર્જાય છે એક પછી એક સનસનાટીભર્યા બનાવોની હારમાળા.. ! આઈ.એસ.આઈ.નાં મુખ્ય હેતુની જ્યારે દિલીપને ખબર પડે છે, ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય છે. ભારતનાં વડાપ્રધાનનું ખૂન નહીં પણ અપહરણ થાય છે અને આ અપહરણ પાછળનો તેમનો હેતુ પણ જુદો હોય છે. પરંતુ દિલીપ પોતાની અસીમ બુદ્ધિમત્તાનાં જોરે છેવટની ઘડીએ આઈ.એસ.આઈ.ની બાજી ઉંધી વાળી દે છે અને... પાને પાને હૃદયનાં ધબકરા વધારતી આ નવલકથાનાં સાચા નિર્ણાયક તો આપ સૌ વાંચકો જ છો. આપનો નિષ્પક્ષ અભિપ્રાય જરૂરથી લખી મોકલશો.

Full Novel

1

બારૂદ - 1

[સનસનાટીભરી રહસ્યકથા] કનુ ભગદેવ ******** બારૂદ... ! જી, હા... પ્રસ્તુત નવલકથાની કથાવસ્તુ મેં ભારતનાં વડાપ્રધાનને સાંકળીને લખી છે. ભારતનાં મંત્રણા માટે રશિયા જવાનાં હોય છે અને એવામાં જ ગુપ્તચર વિભાગને બાતમી મળે છે કે મોસ્કોમાં ભારતીય વડાપ્રધાનનાં ખૂનનું કાવતરું ઘડાઈ ચુક્યું છે અને આ કાવતરું ઘડ્યું છે પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈ. એસ.આઈ.નાં ચીફ અબ્દુલ વહીદ કુરેશીનું... ! પરિણામે ફરીથી એક વાર નાગપાલ-દિલીપની જોડીને આઈ.એસ.આઈ.નો દાવ નિષ્ફળ બનાવવા માટે. મેદાનમાં ઉતરવું પડે છે. – અને પછી સર્જાય છે એક પછી એક સનસનાટીભર્યા બનાવોની હારમાળા.. ! આઈ.એસ.આઈ.નાં મુખ્ય હેતુની જ્યારે દિલીપને ખબર પડે છે, ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું ...Read More

2

બારૂદ - 2

૨. ધંધાદારી ખૂનીઓ.... ! સાંજે સાત ને પાંચ મિનિટે દિલીપ ગ્રાહમ રોડના ટેક્સીન્ડ પાસે પહોંચ્યો. બાબુભાઈ દૂરથી જ એની ચડી ગયો. તે લાકડાના એક ટેબલ પાછળ ખુરશી પર બેઠો હતો. એની આજુબાજુમાં કેટલાય ડ્રાઇવરો ઊભા હતા, બધા રશિયન જ હતા. અત્યારે બાબુભાઈ વીસેક વર્ષના એક યુવાન પર રોષ ઠાલવતો હતો. કદાચ એ પોતાની ટેક્સીનું ક્યાંક એક્સિડેન્ટ કરી આવ્યો હતો. પરંતુ પછી દિલીપ પર નજર પડતાં જ બાબુભાઈ જાણે કે બધું જ ભૂલી ગયો. ‘મિસ્ટર દિલીપ, તમે... ?’ એ ઊછળીને ખુરશી પરથી ઊભો થઈ ગયો. ‘ઓહ ગોડ... !’ એ તરત જ બોલી ઊઠ્યો, ‘હું સપનામાં તો નથી ને?' ‘ના, બિલકુલ ...Read More

3

બારૂદ - 3

૩ દિલીપતો તર્ક.... ! નાગપાલની બધી કાર્યવાહીનું મુખ્ય કેન્દ્ર બાબુભાઈનો બંગલો જ બની ગયું. ત્યાંથી જ બધું સંચાલન થવા નાગપાલે તાબડતોબ પોતાની સાથે આવેલ સી.આઈ.ડી.એજન્ટોને ત્યાં બોલાવી લીધા. એજન્ટો તરત જ ત્યાં આવી પહોંચ્યા. નાગપાલે બુલડોગ, હીચકોક તથા ડેનિયલ જોસેફના ફોટા એ સૌને બતાવીને તેમની કામગીરી સમજાવી દીધી. બધા એજન્ટો પોતપોતાની કામગીરી સમજી ચૂક્યા હતા. ‘હવે એક વાત સાંભળી લો....' છેવટે નાગપાલે કહ્યું. ‘શું?' ‘તમારે દરરોજ સાંજે મને અથવા તો દિલીપને આખા દિવસનો રિપોર્ટ આપવાનો છે... !' ‘ઓ.કે. સર... !’ 'આ ઉપરાંત નજર રાખવાના કામમાં કોઈ જાતની બેદરકારી રાખશો નહીં... !' નાગપાલનો અવાજ એકદમ ગંભીર હતો, ‘આ આપણા વડાપ્રધાનની ...Read More

4

બારૂદ - 4

૪ દિલીપની યુક્તિ આગામી બે દિવસ સુધી સી.આઈ.ડી.ના એજન્ટોએ ડેનિયલ જોસેફ પર ચાંપતી નજર રાખી. એની પ્રત્યેક હિલચાલની લીધી. પરંતુ પરિણામ શૂન્યમાં આવ્યું. અબ્દુલ વહીદ કુરેશી ડેનિયલ જોસેફની નજીક પણ ન ફરક્યો. તેમ ડેનિયલે પણ કુરેશીને મળવાનો કોઈ પ્રયાસ કર્યો કે ન તો એ બીજા કોઈ પાકિસ્તાનીને મળ્યો... ! મામલો એકદમ ગૂંચવાઈ ગયો હતો. દિલીપની વ્યાકુળતા હવે વધી ગઈ. – અને તેની વ્યાકુળતા વધે એ સ્વાભાવિક જ હતું. વડાપ્રધાનના મોસ્કો આવવામાં હવે માત્ર નવ દિવસ જ બાકી રહ્યા હતા. હજુ સુધી અબ્દુલ વહીદ કુરેશીની કોઈ હિલચાલનો કંઈ પત્તો નહોતો. તે મોસ્કોમાં ક્યાં ઊતર્યો છે એની પણ હજુ સુધી ...Read More

5

બારૂદ - 5

૫ આશ્ચર્યજતક ટેસ્ટ... ! ત્યાર બાદ ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ. જાસૂસીની દુનિયામાં આ અત્યાર સુધીનો એક અનોખો જ શકાય એવો ટેસ્ટ હતો. આવો આશ્ચર્યજનક ટેસ્ટ આજ સુધીમાં કદાચ કોઈ જાસૂસે નહોતો લીધો. ખુદ નાગપાલ જેવો નાગપાલ પણ સાનંદાશ્ચર્ય અનુભવતો હતો. પોતાના અનુગામી તરીકે દિલીપની પસંદગીથી તેની છાતી ગજગજ ફૂલતી હતી. છેલ્લા થોડા કેસો દરમિયાન દિલીપે પોતાની અસીમ બુદ્ધિમત્તાનો પરિચય આપ્યો હતો. આવા સહકારીને મેળવીને કોણ ગર્વ ન અનુભવે ? માત્ર નાગપાલ જ નહીં, બલ્કે આજે આખો દેશ દિલીપ પર ગર્વ અનુભવતો હતો. અને આનું મોટામાં મોટું કારણ એક જ હતું. છેલ્લા થોડા સમયથી દિલીપ બળથી ઓછું ને કળથી ...Read More

6

બારૂદ - 6

૬ શિકાર છટક્યા... ! દિલીપ, નાગપાલ, ડૉક્ટર બીલીમોરિયા તથા રશિયન અધિકારી...આ ચારેય હજુ પણ એ જ ખંડમાં અલગ અલગ પર બેઠા હતા. ઇલેક્ટ્રો-કાર્ડિયોગ્રાફ મશીન હવે બંધ હતું. ‘મિસ્ટર દિલીપ... !' ડૉક્ટર બીલીમોરિયા બોલ્યો, ‘તમે પેંગિંગ એપાર્ટમેન્ટનું નામ ઉચ્ચાર્યું, ત્યારે જાણે ડેનિયલ ૫૨ હૃદયરોગનો હુમલો આવવાની તૈયારી હોય એટલા જોરથી એના હૃદયના ધબકારાનો ગ્રાફ ઊંચો ચડી ગયો હતો.' ‘એક વાત તો હવે લગભગ નક્કી થઈ ગઈ છે…… !' નાગપાલે પ્રભાવશાળી અવાજે કહ્યું. ‘કઈ વાત... ?' ‘અબ્દુલ વહીદ કુરેશી યુનિવર્સિટી રોડ પર આવેલ હેંગિંગ એપાર્ટમેન્ટના ૧૦ નંબરના ફ્લૅટમાં જ મોજૂદ છે.’ ‘તમે સાચું કહો છો... ?' ‘પરંતુ આ સમગ્ર મામલામાં એક ...Read More

7

બારૂદ - 7

૭. દિલીપની યોજના... ! બીજો આખો દિવસ દિલીપ જે જે જગ્યાએ કુરૈશી તથા ડેનિયલના હોવાની શક્યતા હતી એ બધી ફરી વળ્યો, પરંતુ કર્યાંયથી એ બંનેનો પત્તો ન લાગ્યો. સી.આઈ.ડી.ના એજન્ટો તથા કે,જી.બી.ના જાસૂસો પણ એ બંનેને શોધવા માટે આકાશ-પાતાળ એક કરતા હતા, પરંતુ ભગવાન જાણે એ બંને ક્યાં છુપાઈ ગયા હતા. દિલીપે નાગપાલનો સંપર્ક સાધ્યો તો જાણવા મળ્યું કે સી.આઈ.ડી.ના જે બે એજન્ટોને એલ્ફીન્સ્ટન રેસ્ટોરન્ટ પર નજર રાખવા માટે ગોઠવવામાં આવ્યા હતા, તેઓ પણ કંઈ નહોતા જાણી શક્યા. કુરેશીની કાર લેવા માટે ત્યાં કોઈ આવ્યું જ નહોતું. ‘ઝીણા હાઉસના’ના ઇમામને પણ પૂછપરછ કરવામાં આવી. એ તો અબ્દુલ વહીદ કુરેશીનું ...Read More

8

બારૂદ - 8

૮ ઝીણા હાઉસ દિલીપ સવારે આઠ વાગ્યે જ નિર્ધારિત ઇમારતમાં પહોંચી ગયો હતો. એની સાથે બાબુભાઈ પણ હતો, દિલીપ સાથે લાવવા નહોતો માગતો, પરંતુ બાબુભાઈના અનહદ આગ્રહ સામે છેવટે તેને નમતું જોખવું પડ્યું હતું, તે એક કપડામાં રાઈફલ વીંટાળીને લાવ્યો હતો. કમિશ્રરની ગાડી તેમને આ ઈમારત સુધી મૂકી ગઈ હતી એટલે કોઈએ તેમની તલાશી પણ નહોતી લીધી. બંને છઠ્ઠા માળ પર એક રૂમમાં પહોંચી ગયા. આ રૂમની બારીમાંથી ‘ઝીણા હાઉસ' સ્પષ્ટ રીતે નજરે ચડતું હતું. ‘બિરાદર……… !’ રૂમમાં પહોંચતાં જ બાબુભાઈ એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, ‘અત્યાર સુધી તો બધું બરાબર ચાલે છે. મોસ્કોમાં હું આટલાં વર્ષોથી રહું છું, ...Read More

9

બારૂદ - 9

૯ ચાલબાજ કુરેશી.... ! ટ્રાન્સમીટર ૫૨ લગાતાર બીર્...બીપ્...નો અવાજ ગુંજતો હતો. પરંતુ દિલીપનું સમગ્ર ધ્યાન નીચેની ધમાચકડીમાં અટવાયેલું હોવાને ટ્રાન્સમીટરનો અવાજ તેને નહોતો સંભળાતો. પછી અવાજ સંભળાતાં જ એણે ઝપાટાબંધ ટ્રાન્સમીટર ચાલુ કરીને ઇયરપીસ બંને કાનમાં ભરાવ્યા. ‘યસ... ! દિલીપ સ્પીકિંગ... !' એ ઉતાવળા અવાજે બોલ્યો. ‘દિલીપ.... !' વળતી જ પળે નાગપાલનો ગભરાટભર્યો અવાજ તેને સંભળાયો, ‘શું વાત છે... ? શું ડેનિયલે આપણા વડાપ્રધાનનું ખૂન કરી નાખ્યું છે... ? શું તું નિશાન ચૂકી ગયો હતો... ?' ‘ના, અંકલ... !’ દિલીપ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘મારું નિશાન ચૂકાવાનો સવાલ જ ઊભો નથી થતો. ડેનિયલને પોતાની રાઇફલનું ટ્રિગર દબાવવાની કોઈ તક મળે ...Read More

10

બારૂદ - 10

૧૦. પાકિસ્તાનનો દાવ... ! સમગ્ર મોસ્કો શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. દરેક સરકારી વિભાગોમાં ધમાલ મચેલી હતી. વડાપ્રધાનના સ્વાગત આવેલાં લોકોમાં હવે ભયનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. મોસ્કોની બહાર જતા તમામ માર્ગો બંધ કરી દેવાયા હતા. આ બધા માર્ગો પર લોખંડનાં બેરિયર લગાવી દેવામાં આવ્યાં હતાં અથવા તો તેની આજુબાજુમાં સિપાહીઓ ગોઠવી દેવામાં આવ્યા હતા. આવી સડકોને લશ્કરી ટેંકો દ્વારા જામ કરી દેવામાં આવી હતી. માત્ર એક વાહન જ પસાર થઈ શકે એટલી જ જગ્યા તેમની વચ્ચે રાખવામાં આવી હતી. ઠેકઠેકાણે લશ્કરની ચોકીઓ ઊભી કરી દેવામાં આવી હતી. લશ્કરના સૈનિકો મશીનગનથી સજ્જ થઈને એક એક વ્યક્તિ પર નજર રાખતા ...Read More

11

બારૂદ - 11

૧૧ કુરેશી સપડાયો... ! નાગપાલ અત્યારે ચિંતાતુર નજરે દિલીપ સામે તાકી રહ્યો હતો. ચિંતાને કારણે એના વ્હેરા પર ત્રણ-ચાર ઊપસી આવી હતી. ‘આપણા વડાપ્રધાનને ક્યાં છુપાવવામાં આવ્યા છે એ બાબતમાં ડેનિયલ પાસેથી પણ કશુંય જાણવા નથી મળ્યું, ખરું ને ?' એણે વ્યાકુળ અવાજે પૂછ્યું. ‘ના, અંકલ... !' દિલીપે જવાબ આપ્યો, ઓહ...સંજોગો ખૂબ જ વિકટ થઈ ગયા છે !' દિલીપ પણ ખૂબ જ ચિંતાતુર હતો. દરેક પ્રયાસ નિષ્ફળ જતા હતા. આટઆટલી દોડાદોડી અને મહેનત કરવા છતાંય કોઈ પરિણામ નહોતું આવતું. ‘અંકલ... !’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘કુરેશી વાસ્તવમાં હદ બહારનો ચાલાક માણસ છે ! એણે માત્ર મામૂલી મ્હોરા તરીકે જ ...Read More

12

બારૂદ - 12 - છેલ્લો ભાગ

૧૨. જિંદગી અને મોત... ! સડકની બંને તરફ લશ્કરી ટૅન્કોની કતાર ઊભી હતી અને ટેન્કોની આજુબાજુમાં કેટલાય સૈનિકો ગોઠવાયેલા રજનીએ ચેકપોસ્ટથી થોડે દૂર વેગન ઊભી રાખી દીધી. ‘દિલીપ... !' એણે દિલીપ સામે જોતાં કહ્યું, ‘તું અહીં જ આ કાળમુખાનું ધ્યાન રાખ.... ! કાળી મર્સિડિઝ અહીંથી પસાર થઈ છે કે નહીં એની હું તપાસ કરી આવું છું.' દિલીપે હકારમાં માથું હલાવ્યું. રજની વેગનમાંથી ઊતરીને ચેકપોસ્ટ તરફ આગળ વધી ગઈ. દિલીપ બેહદ સાવચેતીથી કુરેશીની પીઠ પર રિવૉલ્વરની નળી મૂકીને બેઠો હતો. અત્યારે પોતાની કોઈ પણ ચાલબાજી, તિકડમ કે અવિચારી પગલું પોતાને મોતના જડબામાં ધકેલી દેશે એ વાત કુરેશી બહુ સારી રીતે ...Read More