ચમત્કારના નામે ઠગાઈ... !

(108)
  • 11.7k
  • 10
  • 7.4k

એંસી લાખની વસ્તી ધરાવતા વિશાળગઢ શહેરની ક્રાઇમબ્રાંચમાં ઇન્સ્પેક્ટર રાજકુમાર, બંને સબઈન્સ્પેક્ટરો દિલારામ અને સોરાબજી રોજિંદી કાર્યવાહીમાંથી પરવારીને વાતોના ગપાટા મારતા બેઠાં હતા. વાતો દરમિયાન તાંત્રિકો અને જ્યોતિષીઓનો ઉલ્લેખ થયો. ‘માતાજી, જ્યોતિષવિદ્યા, મંત્ર-તંત્ર ખોટાં છે એમ હું નથી કહેતો સર...' અચાનક દિલારામ જોશીલા અવાજે બોલ્યો, ‘પણ એના નામે આમજનતાને વાક્પટુતાની જાળમાં ફસાવીને ‘સફેદ ધુતારાઓ, પાખંડીઓનો તો જાણે રાફડો ફાટી નીકળ્યો છે. બીજું તો ઠીક, ભણેલાઓ અને ઉજળિયાત વર્ગના શ્રીમંતો પણ અંધશ્રદ્ધામાં રાચતા હોય છે, ફસાતાઓ હોય છે ને છેતરાયા પછી પસ્તાતા હોય છે.' ‘દિલારામ સાચું કહે છે સર...' સોરાબજીએ કહ્યું, 'આપણા શહેરમાં પણ વર્ષોથી આવાં ધતિંગો ચાલે છે. ‘કોઈની ફરિયાદ આવી લાગે છે...' રાજકુમાર સ્મિતસહ બોલ્યો

Full Novel

1

ચમત્કારના નામે ઠગાઈ... ! - 1

(1) એંસી લાખની વસ્તી ધરાવતા વિશાળગઢ શહેરની ક્રાઇમબ્રાંચમાં ઇન્સ્પેક્ટર રાજકુમાર, બંને સબઈન્સ્પેક્ટરો દિલારામ અને સોરાબજી રોજિંદી કાર્યવાહીમાંથી પરવારીને વાતોના મારતા બેઠાં હતા. વાતો દરમિયાન તાંત્રિકો અને જ્યોતિષીઓનો ઉલ્લેખ થયો. ‘માતાજી, જ્યોતિષવિદ્યા, મંત્ર-તંત્ર ખોટાં છે એમ હું નથી કહેતો સર...' અચાનક દિલારામ જોશીલા અવાજે બોલ્યો, ‘પણ એના નામે આમજનતાને વાક્પટુતાની જાળમાં ફસાવીને ‘સફેદ ધુતારાઓ, પાખંડીઓનો તો જાણે રાફડો ફાટી નીકળ્યો છે. બીજું તો ઠીક, ભણેલાઓ અને ઉજળિયાત વર્ગના શ્રીમંતો પણ અંધશ્રદ્ધામાં રાચતા હોય છે, ફસાતાઓ હોય છે ને છેતરાયા પછી પસ્તાતા હોય છે.' ‘દિલારામ સાચું કહે છે સર...' સોરાબજીએ કહ્યું, 'આપણા શહેરમાં પણ વર્ષોથી આવાં ધતિંગો ચાલે છે. ‘કોઈની ફરિયાદ ...Read More

2

ચમત્કારના નામે ઠગાઈ... ! - 2

(2) આટલું કહ્યા બાદ બાપુના સંકેતથી સેવકે અભેરાઈ પરથી માટીનું એક માટલું લાવીને તેમની પાસે મૂક્યું. પછી બાપુના કહેવાથી બહાર જઈને એક અન્ય ગ્લાસમાં પાણી ભરી લાવ્યો અને તેમની સૂચનાથી એ ગ્લાસ પુષ્પાના હાથમાં મૂકી દીધો. ‘દીકરી... !' બાપુએ કહ્યું, ‘તું આ ગ્લાસમાંથી પાણીનો એક મોટો ઘૂંટડો ભરી લે અને થોડી પળો સુધી તેને મોંમાં આમતેમ ફેરવીને આ માટલામાં એનો કોગળો કરી નાખ... !' પુષ્પાએ કંપતાં કંપતાં બાપુની સૂચના મુજબ પાણીનો ઘૂંટડો ભરીને માટલામાં કોગળો કર્યો. માટલામાં કોગળો પડતાં જ પળભર માટે તેમાંથી આગની પ્રચંડ જવાળા બહાર નીકળીને અદશ્ય થઈ ગઈ અને ત્યાર બાદ માટલામાંથી ધુમાડો નીકળવા લાગ્યો. પુષ્પા ...Read More

3

ચમત્કારના નામે ઠગાઈ... ! - 3 - છેલ્લો ભાગ

(3) ‘અને મીણબત્તી આપોઆપ પ્રગટી ઊઠે એની પાછળ શું ભેદ છે... ?’ રાજકુમાર હસ્યો. તે કંઈક કહેવા જતો હતો જ એક સિપાહીએ અંદર આવી, સલામી બાદ ટેબલ પર નાની સાઇઝની મીણબત્તીનાં બે પેકેટ મૂક્યાં. એક પેકેટ પર લાલ ચિન્હ હતું. બીજા પર કોઈ ચિન્હ નહોતું. બંને મીણબત્તી 'પ્રભાત' બ્રાન્ડ હતી. બંને પેકેટ જુદાં જુદાં સ્થળેથી ખરીદવામાં આવ્યાં હતાં. લાલ ચિહ્નવાળું પેકેટ બાપુના મકાનની સામે આવેલ પાનની કેબિનમાંથી જ્યારે બીજું પેકેટ અન્ય પ્રોવિઝન સ્ટોરમાંથી ખરીદવામાં આવ્યું હતું. ‘સાંભળો...’ રાજકુમાર બોલ્યો, ‘બાપુ તથા સેવકની ગેરહાજરીમાં મેં મારું કામ પતાવી લીધું હતું. ત્યાર બાદ તેઓ પાછાં ફર્યા ત્યારે મારા રેશનાલિસ્ટ મિત્રની પુત્રીને ...Read More