પ્રેમની પેલે પાર...

(2.7k)
  • 127.8k
  • 150
  • 51.8k

પ્રેમની પેલે પાર... આ ફક્ત એક વાર્તા જ નથી પણ એક સપનું છે, જે ત્રણ ઓનલાઇન મિત્રોએ ભેગા થઈને જોયું અને હવે તમારી જોડે એટલે કે એના દરેક વાંચક જોડે જીવશે..!! રવિના, હિના અને શેફાલી એટલે ત્રણ અલગ અલગ શહેરની મિત્રો જે હજી સુધી મળ્યા નથી પણ હા એમનું આ સપનું પણ પૂરું થશે જ..!! એમનો સ્વભાવ પણ આમ તો અલગ જ રવિના થોડી ઠાવકી, હિના એકદમ શીઘ્ર અને શેફાલી ઘણી પીઢ તોય એમને એક વસ્તુ જોડી ગઈ એ છે ત્રણેય વચ્ચેની સમજણ. અને આ સમજણથી જ ત્રણેય ની આંખોમાં એક સપનું અંજાયું અને હવે એ સપનું પ્રેમની પેલે પાર

Full Novel

1

પ્રેમની પેલે પાર...

પ્રેમની પેલે પાર... આ ફક્ત એક વાર્તા જ નથી પણ એક સપનું છે, જે ત્રણ ઓનલાઇન મિત્રોએ ભેગા થઈને અને હવે તમારી જોડે એટલે કે એના દરેક વાંચક જોડે જીવશે..!! રવિના, હિના અને શેફાલી એટલે ત્રણ અલગ અલગ શહેરની મિત્રો જે હજી સુધી મળ્યા નથી પણ હા એમનું આ સપનું પણ પૂરું થશે જ..!! એમનો સ્વભાવ પણ આમ તો અલગ જ રવિના થોડી ઠાવકી, હિના એકદમ શીઘ્ર અને શેફાલી ઘણી પીઢ તોય એમને એક વસ્તુ જોડી ગઈ એ છે ત્રણેય વચ્ચેની સમજણ. અને આ સમજણથી જ ત્રણેય ની આંખોમાં એક સપનું અંજાયું અને હવે એ સપનું પ્રેમની પેલે પાર ...Read More

2

પ્રેમની પેલે પાર... ભાગ - ૨

આગળના ભાગમાં આપણે જોયું કે અભ્યુદય એટલે કે અભી અને સૌમ્યા કોઈની અંતિમ વિધિ માટે ગંગાના ઘાટ પર ગયા છે. સ્વજન ગુમાવ્યાનો શોક અને થાકના લીધે અભીને તાવ આવી જાય છે. એના માટે પર્સમાંથી દવા કાઢતી વખતે સૌમ્યાના હાથમાં એક ફોટો આવે છે અને એ વિચારમાં ખોવાઈ જાય છે. હવે આગળ...**********સમય નામનું પરબીડિયું ઉડી જાય છે,પકડો હાથમાં તો અક્ષરો મૂકી જાય છે,નથી બદલાતી નિયતિ કે લકીરો કદી,તોય લાગણીઓ છે કે રહી જ જાય છે....કોઈક ચીટીયો ભરેને લોહીની ટસર ફૂટી નીકળે, એવો અનુભવ સૌમ્યાને થયો. અભિને તપાસી જોયો તો સહેજ તાવ હતો. મીઠાના પાણીની વ્યવસ્થા કરી તે અભિને કપાળ પર ...Read More

3

પ્રેમની પેલે પાર... - ભાગ - ૩

આગળના ભાગમાં આપણે જોયું કે અભી એકતરફ નિંદ્રામા છે જ્યારે આ તરફ સૌમ્યા ભૂતકાળમાં સરી પડે છે. સૌમ્યા ને ની મિત્રતા હાઈસ્કૂલ થી શરૂ થઈને કોલેજમાં પણ અકબંધ રહી હતી. હવે આગળ... ઠેસ મારે ને દરિયો ઉગાડતી યુવાની,હાથ ફેલાવે ને આગ લગાવતી યુવાની,મોં ખોલે ને જુવાળ ઉઠાવતી યુવાની,ખુલી આંખે શમણાં પુરા કરતી યુવાની...અભી અને સૌમ્યાના આમતો કોલેજમાં ઘણા મિત્રો બની રહ્યા હતા પણ જેમ બધાને કોલેજમાં ખાસ મિત્રોનું ગ્રુપ હોય એવું જ એમનું પણ ગ્રુપ હતું. તેમના ગ્રુપમાં સદાય હસતો ને હસાવતો 'વેદ' હતો. થોડો પોતાનામાં ખોવાયેલો રહેતો,ઓછા બોલો 'સ્વપ્નિલ' અને સૌમ્યાની કોલેજમાં અત્યાર સુધીમાં બનેલી એક માત્ર મિત્ર અને ...Read More

4

પ્રેમની પેલે પાર... - ભાગ - ૪

ભાગ ૪આગળના ભાગ માં આપણે જોયું કે અભી, સૌમ્યા અને તેમનું આખું ગ્રુપ આબુ ફરવા ગયા છે. ત્યાં અચાનક જગ્યા એ અભી નું ધ્યાન એક છોકરીના હાસ્ય તરફ ખેંચાય છે એ ચહેરો સરખો જોઈ તો નથી શકતો પણ એનું નામ આકાંક્ષા છે એવું એને સંભળાય છે.હવે આગળ...**********ખંખેરી સૌ વિચાર હાલ મન હળવા થઈએ,કુદરતને ખોળે બેસી મોજ મસ્તી કરી લઈએ,જેટની સ્પીડથી ચાલે છે આ જિંદગી,હાલ એને થોડી બ્રેક મારી ફરવા નીકળી જઈએ.."એક વાત બોલ તો તારું ધ્યાન કોના તરફ હતું! પેલી છોકરીને જોતો હતો ને?", વેદ હસતા હસતા અભીના કાનમાં જઈ બોલ્યો."ના યાર.. કઈ પણ! હવેનો પ્રોગ્રામ શુ છે એ ...Read More

5

પ્રેમની પેલે પાર... ભાગ - ૫

આગળના ભાગ માં આપણે જોયું કે અભી અને તેના મિત્રો આબુના પ્રવાસેથી પરત ફરે છે. થોડા દિવસો બાદ આબુમાં હાસ્યએ અભીને મોહિત કર્યો હતો એજ હાસ્ય એને કોલેજમાં સંભળાય છે. હવે આગળ... ***** તને જોવા માટે આ તે કેવી મનમાં બેચેની છે..!? તું તો દિવસેને દિવસે બનતી મારા માટેએક પહેલી છે..!?કાશ! કઈક કરામત થાય ને દેખાય આચહેરો,લાગે મારા હૈયાની હવે આજ આશઅધૂરી છે! "અભ્યુદય, લેક્ચર શરૂ થશે 10 મિનિટમાં.. ક્યાં જાય છે?", અભી ને H. O. Dની ઓફીસ તરફ જતા સ્વપ્નિલે એને બૂમ પાડીને રોક્યો. અને સ્વપ્નિલનો અવાજ જાણે અભીને કોઈક બીજી દુનિયામાંથી બહાર લાવે છે. "એ...હા... આવ્યો..", અભી ...Read More

6

પ્રેમની પેલે પાર... ભાગ - ૬

આગળના ભાગ માં આપણે જોયું કે આકાંક્ષા અભીના ક્લાસમાં ન્યુ સ્ટુડન્ટ તરીકે આવે છે. આ તરફ ગેમમાં સ્વપ્નિલનું એક્સિડન્ટ એ આવી શકે એમ ન હતો. અભી આકાંક્ષાને એની ગેમ પાર્ટનર બનવા પૂછે છે.હવે આગળ.. ***** અટકળોને મળે વિરામ જો એ હા કહે, વિચારોને મળે આરામ જો એ હા કહે, નિયતિ કેવી ગોઠવણ કરતી હશે શી ખબર, મહેનતને મળે પરિણામ જો એ હા કહે...! "ગેમ પાર્ટનર !? કઈ ગેમમાં !?, આકાંક્ષાએ પૂછ્યું. અભીએ આખી વાત આકાંક્ષાને કહી કે ગેમ શું છે અને કેવી કેવી તૈયારી એણે અને સ્વપ્નિલે કરી હતી અને એ પણ જણાવ્યું કે સમય બહુ ઓછો છે બે ...Read More

7

પ્રેમની પેલે પાર... - ભાગ - ૭

આગળના ભાગ માં આપણે જોયું કે અભી અને આકાંક્ષા ગેમ જીતી જાય છે. બન્નેની દોસ્તી વધુ ગહેરી બનતી જાય આ તરફ હોટલના રૂમમાં બેઠેલી સૌમ્યા ભૂતકાળ માંથી બહાર આવે છે. હવે આગળ... ***** કોઈ ના જવાથી ક્યાં જીવન ભૂલાય છે? એતો બસ એનું કામ કરતું જ જાય છે..!! છોડીને જાય છે એ બસ કેટલીક યાદો, તોય જાણે એ સમયમાં ક્યાં થંભાય છે..? સૌમ્યા બે ઘડી અભીને અપલક નિહાળ્યા કરે છે અને પછી એની નાજુક આંગળીઓ અભીના વાળમાં ફેરવે છે. એને જમવાની જરાય ઈચ્છા નહતી, પણ જો એની પણ તબિયત બગડે તો અભીને કોણ સાચવે એ વિચારે એણે જમવાનું ઓર્ડર ...Read More

8

પ્રેમની પેલે પાર... ભાગ - ૮

આગળના ભાગમાં આપણે જોયું કે અભીનું મન ભૂતકાળના વિચારોમાં ખોવાય છે. સૌમ્યાની બર્થડે હોય છે અભી ને આકાંક્ષા સૌમ્યા ગિફ્ટ લેવા જાય છે. આ તરફ અભી આકાંક્ષા તરફ વધુ આકર્ષિત થાય છે. *********** પ્રેમ શબ્દ જોડું તો કેમ રહેશે? દિલનો હાલ મુકું તો કેમ રહેશે? ઉતાવળ કરું છું કે મોડું...!? બોલ્યા વગર સમજે તો કેમ રહેશે? આ તરફ આકાંક્ષા પણ થોડી ઉલ્ઝનમાં હતી. એક તો અભીનું વર્તન એને થોડું અજીબ લાગતું હતું અને બીજું એ પોતાના જ મનના ભાવ ઉકેલી નહતી શકતી. ત્યાં અભી બાઇક પર બેઠા બેઠા પાછળ થી બોલી છે, "આપણે આ જ કપડાં માં પાર્ટીમાં જશું? ...Read More

9

પ્રેમની પેલે પાર... ભાગ - ૯

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યાની બર્થડે પાર્ટીમાં બધા ખૂબ એન્જોય કરે છે. સૌમ્યાને અભીને નજીક જોઈ આકાંક્ષાને થોડું લાગે છે અને એ પાર્ટી માંથી નીકળી જાય છે. અભી આકાંક્ષાને મનાવા જાય છે. હવે આગળ... ****** ટકોર દિલ પર કરી છે કોઈએ, ફૂલની સુગંધ ભરી છે કોઈએ, આ જાદુ પ્રેમનો તો નથી ને ? કે હૈયાની બારી ખોલી છે કોઈએ!? ' some one special ' આ જોઈને આકાંક્ષાનું દિલ એકદમ જોરથી ધડકવા લાગ્યું. એના મનમાં વિચાર આવે છે કે શું આ એના માટે જ હશે ને !? પણ એ પોતાના વિચાર ને ફેસ ઉપર કળવા નથી દેતી અને પૂછે ...Read More

10

પ્રેમની પેલે પાર ભાગ - ૧૦

આગળના ભાગમાં આપણે જોયું કે અભી પ્રેમનો પ્રસ્તાવ આકાંક્ષા સામે મૂકે છે. તરત જવાબ ન આપતા આકાંક્ષા બીજા દિવસે છે. હવે આગળ... ********** નજરમાં નજર બસ આમ જ વસી જાય...!! હવે તો આ પ્રેમ પણ પેલે પાર થઈ જાય...!! મોર્નિંગ શોના લીધે પ્રેક્ષક ઓછા હતા એટલે એમને કોર્નર સીટ મળી જાય છે. એક પોપ કોર્નની બકેટ અને કોલ્ડ ડ્રિંક લઈને બંને પોતાની સીટ પર ગોઠવાય છે. એવું પણ નહતું કે એ બંને આમ એકલા પહેલી વાર ક્યાંય ગયા હોય પણ આજ ની વાત કઈ અલગ હતી. હવે બંને ખાલી મિત્ર ના રહેતા એક વિશેષ લાગણીના સંબંધથી જોડાઈ ગયા હતા ...Read More

11

પ્રેમની પેલે પાર... ભાગ - ૧૧

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષા ને અભી એકબીજા જોડે વધુ ને વધુ સમય વિતાવી રહ્યા છે. આ તરફ આવતા જ સૌમ્યા પોતાના પ્રેમનો પ્રસ્તાવ અભી સામે મૂકે છે. હવે આગળ... ********** આરપારના આ કેવા સંયોગો રચાયા છે, બંને કિનારા મને અનહદ વ્હાલા છે, મજબૂરી કેવી કે નથી નમી શકાતું કોઈ તરફ, કારણ કે બંને મારા મજબૂત સહારા છે. અને અચાનક સૌમ્યા જોરથી હસી પડે છે અને એ સાથે જ મહેક પણ... "શું સૌમ્યા..!? બધું as per plan રહ્યું હતું, તારે થોડું કન્ટ્રોલ કરવું જોઈતું હતું !", મહેક ખોટો ગુસ્સો કરતા બોલી... સ્વપ્નિલ અને વેદને તો ખ્યાલ આવી ગયો ...Read More

12

પ્રેમની પેલે પાર... ભાગ - ૧૨

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા એ અભી સામે પ્રેમ પ્રસ્તાવનો મજાક કર્યો હતો. અભીના બર્થડે પર આકાંક્ષા એ સરપ્રાઈઝ પાર્ટી એમના બન્ને માટે અરેન્જ કરી હતી જેમાં અભી સમયસર ન આવી શકતા આકાંક્ષા ત્યાંથી જતી રહી હતી. હવે આગળ.. વિહ્વળ થયું છે દિલ, કારણ તું છે, મારા બધા દર્દનું તો મારણ તું છે, સંજોગો હરાવી દે છે આમ મને, નહિ તો મારા કષ્ટોનું નિવારણ તું છે. અભી હાંફળોફાંફળો થઈ દોડતો દોડતો અંદર આવ્યો. રીસેપ્શન પાસે જઈને પૂછપરછ કરી તો ખબર પડી કે આકાંક્ષા તો બિલ પે કરીને જતી રહી છે. એ પાછળ ગયો પણ નિયતિ શું ધારી ...Read More

13

પ્રેમની પેલે પાર... ભાગ - ૧૩

આગળના ભાગમાં આપણે જોયું કે અભી એક રોડ એક્સિડન્ટને કારણે લેટ થયો હતો આકાંક્ષાને આ વાતની જાણ થતાં એ જાય છે. આ તરફ લાસ્ટ સેમ પહેલા જ કોઈ કારણોસર સૌમ્યા કોલેજ છોડી રહી છે. હવે આગળ... ***** તું જાય છે ને તારી યાદો મૂકી જાય છે, તારા ગયાનો વિરહ મુકી જાય છે. શું આને જ કહેવાય પરિવર્તન ? કે પરિવર્તનના નામે તું એકલા મૂકી જાય છે! સૌમ્યાની આંખ એક દમ ખુલી જાય છે અને ઘડિયાળમાં જોવે છે તો સાંજના પાંચ વાગી ગયા હોય છે. એ ફટાફટ ઊભી થઈ અને બાજુમાં પડેલા જગમાંથી પાણી કાઢીને પીવે છે. અભી ચેર ઉપર ...Read More

14

પ્રેમની પેલે પાર... ભાગ - ૧૪

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા ને અભી ટ્રેનમાં ઘરે આવા નીકળે છે. સૌમ્યાને એના પિતાની માંદગીના કારણે લંડન પડ્યું હતું. આ તરફ અભી કહે છે કે એના ને અક્ષીના લગ્ન માટે અક્ષીના પિતાની ના હોય છે. હવે આગળ.. ***** હવે તો થઈ જાય લડાઈ આરપારની! તારા વગરની મારી હયાતી શુ કામની! ચાલ ને અમર થઈ જઈએ પ્રેમની દુનિયામાં, પછી મારે લખવી છે કહાની પ્રેમની પેલે પારની. અભી ટી.સી. આવ્યો એની ફોર્માંલીટીમાં રોકાયો. સૌમ્યાને હવે તાલાવેલી જાગી, અભી ને આકાંક્ષાની વાતોમાં, અભી એ પતાવી બેઠો કે તરત સૌમ્યા બોલી, "અભી પછી શુ થયું? આકાંક્ષાના પપ્પા કઈ રીતે માન્યા તમારા ...Read More

15

પ્રેમની પેલે પાર... ભાગ - ૧૫

આગળના ભાગમાં આપણે જોયું કે અભી સૌમ્યાને જણાવે છે કે કઈ રીતે આકાંક્ષાના પિતા માન્યા ને કઈ રીતે એના થયા. આ તરફ સૌમ્યા એકાંતમાં આકાંક્ષાનો ફોટો જોઈ રડી રહી હતી. હવે આગળ.. ***** હારમાળા રહસ્યોની સર્જાઈ રહી છે, દિલની વાતો ના દિલને સમજાઈ રહી છે, ભૂત ભવિષ્ય વચ્ચે ઝૂલી રહ્યો સમય, વર્તમાનની કોઈ ઘટના ના સમજાઈ રહી છે... સૌમ્યા ઊંડો શ્વાસ લે છે. ફોટો ફરીથી પર્સમા મૂકી, થોડુ પાણી પીને સ્વસ્થ થાય છે. એ બારીની બહાર જોતા જોતા ભૂતકાળના વિચારોમાં સરી પડે છે. સૌમ્યા અત્યારે લંડનમાં છે. એના પિતાની એક તરફ સારવાર ચાલતી હતી ત્યારે તો એ પૂરો સમય ...Read More

16

પ્રેમની પેલે પાર... ભાગ - ૧૬

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા હવે જવાબદાર બની ગઈ હતી. લંડનમાં એ પાછી સ્ટડી ચાલુ કરે છે. ત્યાં મૈત્રી વડોદરાથી આવેલા એક મરાઠી યુવક પ્રથમ જોશી જોડે થાય છે. જે સૌમ્યા માટે મૈત્રી કરતા વિશેષ લાગણી અનુભવે છે. આકાંક્ષાના એક ફોન ઉપર સૌમ્યા ઇન્ડિયા આવવા તૈયાર થઈ જાય છે. હવે આગળ... ***** પ્રેમ પર લખીશ તો દોસ્તીને ખોટું લાગશે. સ્નેહ પર લખીશ તો વ્હાલને ખોટું લાગશે. શબ્દો મૂકી માત્ર આંખમાં જોઇશ તો ચાલશે. તને કહ્યા વગર જઈશ તો મારી રુહને ખોટું લાગશે. સૌમ્યા પ્રથમના આ પ્રશ્નને સાંભળીને એક દમ ઝંખવાઈ ગઈ અને એક દમ ધીમા અવાજે બોલી, " ...Read More

17

પ્રેમની પેલે પાર... - ભાગ - ૧૭

આગળ ના ભાગ માં આપણે જોયું કે સૌમ્યા પ્રથમ ને જાણવી ને ઇન્ડિયા આવે છે. આકાંક્ષા જણાવે છે કે આંતરડા નું કેન્સર છે હવે આગળ... ***** કાફલો તૂટી પડે દુઃખોનો અચાનક, સમય આપી જાય માત અચાનક, નથી મળતું કોઈ નિવારણ જેનું, ખુદા ઘડી જાય એવું ભાગ્ય અચાનક.. "શું..??", સૌમ્યા એકદમ ચોકી જ ગઈ. એને આવો વિચાર તો સ્વપ્ને પણ આવ્યો ન હતો. એનું મગજ જાણે થોડી સેકેન્ડ માટે બંધ થઈ ગયું હોય એમ એ આગળ કઈ જ ન બોલી શકી. "હા સૌમ્યા.. મેં આ વાત હજુ કોઈ ને કરી નથી. ના મારા પેરેન્ટ્સને ના અભી ને..", આકાંક્ષા રડતા રડતા ...Read More

18

પ્રેમની પેલે પાર... ભાગ - ૧૮

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષા એની બીમારી, થર્ડ સ્ટેજના કેન્સર વિશે સૌમ્યાને જાણ કરે છે અને સૌમ્યાને પૂછે કે શું એ અભીને સાચવશે? હવે આગળ... ***** સમયના આયામો પર ઝૂલે છે જિંદગી, ન કોઈ સવાલો તારા સમજાય છે જિંદગી, દોસ્તી ને પ્રેમ બંને વચ્ચે કેવી કશમકસ છે આ, કોઈકને તો અન્યાય થાય છે ઓ જિંદગી... થોડી ક્ષણો એમ જ પસાર થઈ જાય છે અને પછી આકાંક્ષા સીધું જ સૌમ્યાને પૂછે છે, " તું અભીની જિંદગી પૂર્ણ કરીશ એની જોડે લગ્ન કરીને !? " આવા અણધાર્યા સવાલથી સૌમ્યા હેતબાઈ જાય છે અને એ ખાલી, " આકાંક્ષા... " એટલું જ ...Read More

19

પ્રેમની પેલે પાર... ભાગ - ૧૯

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષાએ મુકેલ અભી અને સૌમ્યાના લગ્ન પ્રસ્તાવથી સૌમ્યા શું જવાબ આપવો એ બાબતે અસમંજસમાં જ્યારે પ્રથમ એને બધા જ નિર્ણય લેવા આઝાદ કરી પ્રેમને એક નવી જ ઉંચાઈ એ લઈ જાય છે. આ તરફ અભીના હાથમાં આકાંક્ષાની હોસ્પિટલની ફાઇલ આવી જાય છે. હવે આગળ.... ***** ફરિયાદ પણ કોને કરું ? અસહાયતા મારી કોને કહું ? મળે વિધાતા સામે તો પણ હવે, નસીબને કેમ કરીને બદલું ? એક બાજુ આકાંક્ષાને ખબર જ નથી પડતી ક્યાંથી વાત શરૂ કરે અને બીજી બાજુ અભીએ મનમાં કેટલાય પ્રશ્નો વિચારી રાખ્યા હોય છે. પણ જેવી અક્ષી એની સામે જુવે ...Read More

20

પ્રેમની પેલે પાર... ભાગ - ૨૦

આગળના ભાગમાં આપણે જોયું કે અભીને આકાંક્ષાની બીમારી ની જાણ થાય છે. પણ એ બીમારી આગળ હાર માનવાને બદલે મુંબઈની કેન્સર હોસ્પિટલમાં ફરી રિપોર્ટ્સ માટે લઈ જાય છે. આ તરફ આકાંક્ષાની તબિયત દિવસે ને દિવસે કથળી રહી છે. આકાંક્ષા અભીને સૌમ્યા સાથે લગ્ન કરી લેવાનો પ્રસ્તાવ મૂકે છે. હવે આગળ.. ***** સવાલ આ કેવો કરે છે તું ? જવાબ કેમ કરી આપી શકું હું ? જિંદગીના હોય કઈ કોઈ વિકલ્પ, તારા વિના જીવન કેમ કલ્પી શકું હું ? અભીની ઈશ્વર કપરી કસોટી કરી રહ્યો હતો. એક પછી એક નવી નવી મુસીબતો એના પર આવી રહી હતી. હજુ તો આકાંક્ષાની ...Read More

21

પ્રેમની પેલે પાર... ભાગ - ૨૧

આગળના ભાગમાં આપણે જોયું કે અભીએ એના ને સૌમ્યાના લગ્નની વાત ટાળી દીધી. એને ને સૌમ્યા એ મળી ને પ્લાન બનાવ્યો. અભી સૌમ્યાને એકલા માં પૂછે છે કે શુ એને અક્ષી એ એમના લગ્ન વિશે વાત કરી છે. હવે આગળ... ***** સવાલો જિંદગી તારા આમ મુંઝવી જાય છે. દરેક જવાબે કઈક નવો સવાલ કરી જાય છે. એક તરફ દુઃખના વાદળો ઘેરાઈ જાય છે. બીજી બાજુ શબ્દો પણ સાથ છોડી જાય છે. "હા... ના આમ તો... કેમ પણ?", સૌમ્યા અચાનક આ પ્રશ્નથી સ્તબ્ધ થઈ ગઈ ને એ બોલવા માટે વાક્યો ગોઠવવા લાગી. "સોમી.. હું સમજી શકું છુ. અક્ષીની આવી વાતોથી ...Read More

22

પ્રેમની પેલે પાર... - ભાગ ૨૨

આગળના ભાગમાં આપણે જોયુ કે આકાંક્ષા બધા મિત્રો સાથે મુંબઈ દર્શન કરવા નીકળે છે. અભી ને રિપોર્ટ્સ જોઈ ડોકટર છે કે આકાંક્ષાને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે. જેની સારવાર શક્ય નથી. હવે આગળ... ***** જિંદગી આટલી કઠોર કેમ થતી હશે ? સમય સાથે મળી નિત નવા ખેલ કેમ કરતી હશે ? નથી તું સમજાઈ કોઈને કે ન ક્યારેય સમજાઈશ, આમ રહસ્યમયી કેવી તારી ગતિ હશે ? અભી, સૌમ્યા અને આકાંક્ષા ઘરે પહોંચીને જુવે છે તો અભી અને આકાંક્ષાના માતા પિતા એમની રાહ જોઈને બેઠા હોય છે. વાતાવરણ એકદમ ધિર ગંભીર હોય છે. કોઈ એકમેક સાથે વાત કરી રહ્યું ન હતું. ...Read More

23

પ્રેમની પેલે પાર... - ભાગ - ૨૩

આગળના ભાગમાં આપણે જોયું કે અભી, આકાંક્ષા અને સૌમ્યા અમદાવાદ પાછા આવી જાય છે. આકાંક્ષા બધાની સામે અભીના લગનની મૂકે છે જેનાથી અભી ગુસ્સે થઈ જાય છે. પ્રથમ વિશે જાણ્યા પછી આકાંક્ષા પોતાની જાતને દોષી માનવા લાગે છે અને અડધી રાતે સૌમ્યાને મળવા જાય છે. હવે આગળ ... ***** ખોરંભે ચડાવી દે છે જીવન આ પ્રશ્નો, નથી આપતા ઉકેલ કોઈ આ પ્રશ્નો, મોતની કગાર પર ઉભી છે જિંદગી, તોય નથી લાવતા કોઈ નિવેડો આ પ્રશ્નો... "તું મારી ચિંતા ના કર આકાંક્ષા. મને કઈ જ ખરાબ નથી લાગ્યું. હું સમજી શકું છું અભી પ્રત્યેની તારી ચિંતા, તારો પ્રેમ... અને એટલે ...Read More

24

પ્રેમની પેલે પાર... - ભાગ - ૨૪

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા એના ને અભીના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારે છે. આ તરફ આકાંક્ષા દવા કે કઈ ન લેવાની જીદ કરી અભીને પણ આ લગ્ન માટે હા પડાવે છે. હવે આગળ.. ***** નથી માનતું દિલ તોય હામી ભરવી પડે છે, જીદ સામે કોઈની ક્યારેક નમી જવું પડે છે, હદ ક્યાં નક્કી થઈ છે ક્યારેય પ્રેમની, દર્દ હો છતાં હાસ્ય ધરી વાત માનવી પડે છે... અભીના આ શબ્દો સાંભળીને આકાંક્ષા ભાવનાઓમાં વહેવા માંડી. એની આંખમાં ખુશીના આંસુ આવી ગયાં. "બસ અભી હું તારા જવાબની જ રાહ જોતી હતી. હવે ઘરમાં બધાને આ વાત કહી દઈએ અને પછી તરત ...Read More

25

પ્રેમની પેલે પાર... ભાગ - ૨૫

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષાની તબિયત વધારે બગડી રહી છે. અભી અને સૌમ્યા બંને લગન માટે હા પાડી છે. આકાંક્ષા એના અને અભીના મમ્મી પપ્પાને આ લગન માટે તૈયાર કરી દે છે. રાતે સૌમ્યા, આકાંક્ષા ને અભીના રૂમમાં જઈને અભીને એકલા મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે જે અભી સ્વીકારે છે અને બંને બાલ્કની તરફ જાય છે હવે આગળ...*****ભવિષ્યના ગર્ભમાં શું હોય કોને ખબર ?સમયની કમાન વળે કેમ કોને ખબર ?કેટલું વસમું હશે વિધાતા બનવું એના માટે પણ,કેવી હશે એની કલમ કોને ખબર ?અભી અને સૌમ્યા ગેસ્ટરૂમની બાલ્કનીમાં પહોંચે છે. એક નાના રૂમ જેવી મોટી બાલ્કનીમાં એક સાઇડ પર ...Read More

26

પ્રેમની પેલે પાર... ભાગ - ૨૬

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા ને અભી એકાંતમાં એમના લગ્નને લઈને થોડી એમની મુંઝવણ ને વિચાર એકબીજા સમક્ષ કરે છે. સૌમ્યા પ્રથમને એના લગ્નનો નિર્ણય જણાવી દે છે અને આકાંક્ષા એના વકીલ ને ડિવોર્સ માટેની કાર્યવાહી કરવાનું કહે છે. હવે આગળ...છૂટે હાથે વહેંચવા બેઠું છે કોઈ,ખુલ્લે હાથે સમેટવા બેઠું છે કોઈ,સમર્પણનો દરિયો પી ગયા કે શું !બધું જ આપવા બેઠા છે સૌ કોઈ...આકાંક્ષાના આ સવાલથી સૌમ્યાની આંખોમાં ચમક આવી ગઈ, એને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. પતિની સાથે પોતાના માતા પિતા પણ સોંપી જતી આ તે કેવી વ્યક્તિ છે! મૃત્યુની કગાર પર ઉભા રહેનારને તો મોહ વધુ ...Read More

27

પ્રેમની પેલે પાર... ભાગ - ૨૭ (અંતિમ)

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષાના કહેવા પર અભી ને સૌમ્યાના લગ્નની તારીખ કઢાવે છે. પ્રથમ વહેલા આવી સૌમ્યા સરપ્રાઈઝ આપે છે. આકાંક્ષાની તબિયત અતિશય ખરાબ છે. આ તરફ બન્ને ના લગ્ન પતે છે ને એ જમીન પર પટકાય છે. હવે આગળ... ***** દસ્તક મૃત્યુ કરે છે હવે નજીકથી, સમણાઓ બધું સમેટે છે અહીંતહીથી, હિંચે છે જીવન મૃત્યુ વચ્ચે અપેક્ષાઓ, રાખ મૃત્યુ બધું કરે છે કેવી બેદર્દીથી. અભ્યુંદય ને સૌમ્યા બંને આકાંક્ષા તરફ દોડ્યા. એ જમીન પર પડી ગઈ હતી. અભીએ એને પોતાના ખોળામાં લઈ લીધી, હાજર હતા એ બધા પણ દોડી ગયા. અભી બરાડી ઉઠ્યો ને રડમસ થઈ બોલ્યો, ...Read More

28

પ્રેમની પેલે પાર... - સફર...

અત્યાર સુધીનો પ્રેમની પેલે પારનો સફર અમારા શબ્દોમાં અહીં મૂકીએ છીએ. ना उम्र की सीमा हो, न जन्मो का बंधन,रिश्ता जुड़े कोई तो देखे केवल मन ।।ખરેખર ચરિતાર્થ થતી પંક્તિઓ બનાવી છે અમારા માટે,હું, જીગરી(શેફાલી શાહ) ને સખી(રવિના વાઘેલા) ત્રણેય એક જ. ત્રિપુટી, ત્રિદેવી, જે કહો એ. ઓનલાઈન સંબંધો આમ બહુ તકલાદી હોય છે. હું પણ એવું જ માનતી હતી. પણ આ વિચિત્ર માયાઓએ મને ખોટી સાબિત કરી નાખી. એક મજબૂત મિત્રતાનો ગઢ ચણીને. ઓનલાઈન અમે મળ્યા. શબ્દો કાવ્યોની આપ લે થઈ, લખવાના શોખે એકબીજાની નજીક લાવ્યા. પછી તો રોજ ગ્રુપમાં વાતો ને એમાંથી વિચાર આવ્યો "પ્રેમની પેલે પાર" લખવાનો... આમ ...Read More