કર્ણાટક રાજ્યના નાં હમ્પી અને તુંગભદ્રા આસપાસ મેં ચાર અલગ સ્થળો બે દિવસ માં જોયાં તે ચાર ભાગમાં અત્રે મુકું છું.1.હું હમ્પી અને તુંગભદ્રા ડેમ તથા હનુમાનજીનાં જન્મસ્થાન અંજનીબેટ્ટાના મારા પ્રવાસનો અનુભવ આપ સહુ સાથે શેર કરીશ.અમે 7.8.23 ની રાત્રે 06545 યશવંતપુર - બીજાપુર (હવે વિજયપુર, મૂળ નામ. આપણે બીજાપુરના ગોળ ગુંબજ વિશે ભણેલાં, જ્યાં તમારા અવાજના બરાબર છ પડઘા પડે અને perfectly symmetrical ડોમ છે, તે ત્યાં આવેલું છે.) એ ટ્રેનમાં બેંગલોર થી હોસ્પેટ જવા નીકળ્યાં. એ ટ્રેન યશવંતપુરથી રાત્રે 9.30 વાગે ઉપડી સવારે 5.50 વાગે હોસ્પેટ આવે છે. ટ્રાવેલની બસો થોડી વહેલી ઉપડીને સવારે 5 પહેલાં પહોંચી જાય.
હમ્પી - ગીત ગાયા પથ્થરોં ને - 1
કર્ણાટક રાજ્યના નાં હમ્પી અને તુંગભદ્રા આસપાસ મેં ચાર અલગ સ્થળો બે દિવસ માં જોયાં તે ચાર ભાગમાં અત્રે છું.1.હું હમ્પી અને તુંગભદ્રા ડેમ તથા હનુમાનજીનાં જન્મસ્થાન અંજનીબેટ્ટાના મારા પ્રવાસનો અનુભવ આપ સહુ સાથે શેર કરીશ.અમે 7.8.23 ની રાત્રે 06545 યશવંતપુર - બીજાપુર (હવે વિજયપુર, મૂળ નામ. આપણે બીજાપુરના ગોળ ગુંબજ વિશે ભણેલાં, જ્યાં તમારા અવાજના બરાબર છ પડઘા પડે અને perfectly symmetrical ડોમ છે, તે ત્યાં આવેલું છે.) એ ટ્રેનમાં બેંગલોર થી હોસ્પેટ જવા નીકળ્યાં. એ ટ્રેન યશવંતપુરથી રાત્રે 9.30 વાગે ઉપડી સવારે 5.50 વાગે હોસ્પેટ આવે છે. ટ્રાવેલની બસો થોડી વહેલી ઉપડીને સવારે 5 પહેલાં પહોંચી જાય ...Read More
હમ્પી - ગીત ગાયા પથ્થરોં ને - 2
2.સાંજે ચાર વાગે ફરીથી ટેક્ષી આવી અને વિરૂપાક્ષ મંદિરથી અલગ દિશામાં આવેલ વિઠ્ઠલ મંદિર ગયાં.વિઠ્ઠલ મંદિર જવા માટે પણ આવવું પડે પણ ત્યાં આવી બીજી જ તરફ રસ્તો ફંટાય. તે રસ્તે સ્કૂલો, એક કોલેજ વગેરે આવ્યું. વિઠ્ઠલ મંદિરનાં પાર્કિંગમાં કાર રાખી ત્યાંથી મંદિર અંદર સવા કિલોમીટર દૂર હોઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતી ઇલેક્ટ્રિક કારની વ્યક્તિદીઠ 20 રૂ. આવવા જવાની ટિકિટ લીધી. સમય બચાવવા. યુવાનો તો હસતાં ગાતાં, યુગલો હાથમાં હાથ લઈ ચાલતાં આવતાં હતાં. ઇલેક્ટ્રિક કારથી જતાં આવવા જવાની થઈ ચાલીસેક મિનિટ બચે. ત્યાં પણ એ મંદિર પૂરતો ગાઈડ 350 રૂ. માં કર્યો.વિઠ્ઠલ મંદિરની બહાર પટ્ટીઓ પર રામાયણ, મહાભારતના ...Read More
હમ્પી - ગીત ગાયા પથ્થરોં ને - 3
હમ્પી , તુંગભદ્રા પ્રવાસ ભાગ 3.3.બીજે દિવસે સવારે હનુમાન બેટ્ટા અને તુંગભદ્રા ડેમ જોવા સવારે આઠ વાગ નીકળ્યાં. શહેરમાં શાનભાગ રેસ્ટોરાંમાં મોટી સાઈઝની થત્તા ઈડલી, વડું, કોફી લઈ ગ્રામ્ય રસ્તે આગળ વધ્યાં.વહેલી સવારનું આછું ભૂરું આકાશ હજી આઠ વાગે પણ હતું. આ બાજુ શેરડી, સોપારી વગેરેની ખેતી થતી હોઈ એકદમ લીલોતરી હતી, રસ્તે ટ્રેકટરો અને ગાડાં તાજી શેરડી ભરેલાં મળ્યાં.હા, દર્શન કરી ઉતર્યા પછી એક લારીમાં શેરડી રસ માગ્યો. તેણે મસાલો નાખ્યો નહીં. માગતાં તેણે કહ્યું કે આ એકદમ તાજી શેરડી છે એટલે એ મસાલા વગર જ જાણે. અને મસાલો રાખતાં જ નથી. શેરડીની મીઠાશ અને એકદમ તાજી હોઈ ...Read More
હમ્પી - ગીત ગાયા પથ્થરોં ને - 4
હમ્પી પ્રવાસ ભાગ 4દિવસ 2, ઉત્તરાર્ધ----------4.તુંગભદ્રા ડેમની ઉડીને આંખે વળગે એવી ખાસિયત એ છે કે એના બાંધકામમાં સુરકી નામનું અને ચુનાનું મિશ્રણ વપરાયું છે, ક્યાંય પણ સિમેન્ટ નહીં! કહે છે સુરકી અને ચૂનાનું મિશ્રણ ક્યારેય ધોવાતું નથી. એ સિમેન્ટ કરતાં વધુ મજબૂત હોય છે.1953માં તોફાની નદીના પ્રવાહ પર બાંધવો ખૂબ મુશ્કેલ એવો આ ડેમ બાંધનાર એન્જિનિયર તિરુમાલા આયંગરનું પૂતળું ડેમ નજીક મૂક્યું છે.એ રીતે એક સરકારી અધિકારી ના જ્ઞાનને માં આપ્યું છે.ત્યાં પહોંચી પહેલાં અમે ગયાં તેનાં વિશાળ reservoir પર. ત્યાં પણ હિલોળા લેતું પાણી હતું. માત્ર દરિયાનું પાણી ભૂરું હોય તે અહીં આછું બ્રાઉન રંગનું હતું. બાકી દરિયા ...Read More