હિતોપદેશની વાર્તાઓ

(209)
  • 282.9k
  • 32
  • 130k

એક રાજ્ય હતું જેનું નામ પાટલીપુત્ર હતું. તેના રાજા ખૂબ જ પ્રતાપી અને જ્ઞાની હતા. તેના કુંવરો પ્રત્યે તેને ખૂબ વહાલ હતું પણ એકલા વહાલથી શું થાય? આટલા મોટા રાજ્યની ધુરા સંભાળવા પુત્રો તે માટે સક્ષમ તો હોવા જોઈએ ને? રાજાએ નક્કી કર્યું કે પુત્રોને સારામાં સારું શિક્ષણ આપવું. તે માટે તેમણે ખૂબ જ જાણીતા અને જ્ઞાની ઋષિમુનિઓને ગુરુ તરીકે બોલાવ્યા પણ રાજકુમારો રમતમાં ચડી ગયેલા. તેમને તો મહેલ, તેની આસપાસની ખુલ્લી જગ્યા, મહેલમાં ફરતાં ઘોડા હાથી જેવાં પ્રાણીઓ - એ બધું જોઈ મજા આવતી. તેઓ ઝાડ પર પથ્થર મારી ફળ પાડતા, સામસામે પથ્થરબાજી કરતા, સળીયો ફેંકી ભાલા ફેંક કે ચિરંદાજીનો આનંદ પામતા પરંતુ જ્ઞાન લેવા પ્રત્યે તેમની ઈચ્છા ઓછી હતી.

Full Novel

1

હિતોપદેશની વાર્તાઓ - 1

1. એક રાજ્ય હતું જેનું નામ પાટલીપુત્ર હતું. તેના રાજા ખૂબ જ પ્રતાપી અને જ્ઞાની હતા. તેના કુંવરો પ્રત્યે ખૂબ વહાલ હતું પણ એકલા વહાલથી શું થાય? આટલા મોટા રાજ્યની ધુરા સંભાળવા પુત્રો તે માટે સક્ષમ તો હોવા જોઈએ ને? રાજાએ નક્કી કર્યું કે પુત્રોને સારામાં સારું શિક્ષણ આપવું. તે માટે તેમણે ખૂબ જ જાણીતા અને જ્ઞાની ઋષિમુનિઓને ગુરુ તરીકે બોલાવ્યા પણ રાજકુમારો રમતમાં ચડી ગયેલા. તેમને તો મહેલ, તેની આસપાસની ખુલ્લી જગ્યા, મહેલમાં ફરતાં ઘોડા હાથી જેવાં પ્રાણીઓ - એ બધું જોઈ મજા આવતી. તેઓ ઝાડ પર પથ્થર મારી ફળ પાડતા, સામસામે પથ્થરબાજી કરતા, સળીયો ફેંકી ભાલા ફેંક ...Read More

2

હિતોપદેશની વાર્તાઓ - 2

2. દક્ષિણમાં ગોદાવરી નામની એક મોટી નદી છે. તેને કાંઠે પીપળાનું એક મોટું ઝાડ હતું. તેના પર અનેક પક્ષીઓ હતાં. વૃક્ષની ડાળ પર તેમણે અનેક માળાઓ બાંધેલા હતા. આખી રાત પક્ષીઓ વિશ્રામ કરતાં અને સવાર પડતાં દાણા વીણવા ઉડી જતાં. એક સવારે બધા પક્ષીઓ માળો છોડી ઉડી ગયાં પણ એક કાગડો વહેલો ઉડી જઈ પોતાને જરૂરી કીડા મકોડા જેવો ખોરાક મેળવી પાછો આવી ગયો એટલે તેના માળા પર ચડીને બેસી ગયો. તેની નજર નીચે ઉભેલા એક માણસ પર પડી. તેણે ધ્યાનથી જોયું તો તેની પાસે જાળ હતી. એ સમજી ગયો કે આ શિકારી છે. પક્ષીઓને પકડવા આવ્યો છે. આજે ...Read More

3

હિતોપદેશની વાર્તાઓ - 3

3. તો કબૂતરનો રાજા દુઃખી મુસાફર ની વાત આગળ ચલાવતાં કહે છે કે પોતે એક દિવસ ઉડતો ઉડતો જતો એમાં એક જંગલમાં જઈ ચડ્યો. તેની નજર એક તળાવ ઉપર પડી. તે ત્યાં પાણી પીવા ઉતર્યો. થોડું પાણી પીધું ત્યાં તેની નજર એક સિંહ પર પડી. તે ઘરડો હતો અને શિકાર શોધી રહ્યો હતો. કબૂતરો નો રાજા ઝડપ થી ઉડી બાજુના ઝાડ પર બેસી ગયો. થોડી વારમાં દુરથી માણસોનો અવાજ આવ્યો. સિંહ સામે કાંઠે જઈ બેસી ગયો. સિંહ પાસે સોના જેવું કંઈ ચમકતું હતું. કબૂતરના રાજાએ નજીક જઈ જોયું તો તે કુશ એટલે કે એક પ્રકારના ઘાસ જેવું હતું અને ...Read More

4

હિતોપદેશની વાર્તાઓ - 4

4. બીજે દિવસે ગુરુજીએ વાત આગળ ચલાવી. કહ્યું કે હવે કબૂતરો તો ફસાઈ ગયાં હતાં. તેમનો રાજા આ દાણા દૂર રહ્યો તો રાજા બચી ગયો પણ દાણાની લાલચમાં નીચે ઉતરી પડેલાં કબૂતરો જાળમાં ફસાઈ ગયાં. આમથી તેમ પોતાની પાંખો, પગ, ચાંચ બધું ચલાવ્યા કરે. દરેક કબૂતર પ્રયત્ન કરે પણ પગ જાળમાંથી નીકળે તો ને! આખરે સહુ થાકી નેક હતાશ થઈ ગયાં. કબૂતરના રાજાએ કહ્યું કે આખરે લાલચનું ફળ બૂરું જ હોય છે. માણસે કોઈ દેખીતી સુવર્ણ તક લેતા પહેલાં આગળપાછળનો વિચાર કરવો જ જોઈએ. કેમ કે કેમ આવી તક ઓચિંતી સામે આવીને ઊભી ન રહે. સીતાજી સુવર્ણમૃગ જોઈ મોહ ...Read More

5

હિતોપદેશની વાર્તાઓ - 5

5. આ કબુતર અને હિરણ્યક ઉંદરની વાર્તા ઉપર બેઠો બેઠો કાગડો, જે આપણે જોયુ કે ઉપર બેસી જોતો હતો. જોયું કે કબૂતરો વિદાય થયાં. એ સાથે જ તે સીધો નીચે આવ્યો અને હિરણ્યક ના દર પાસે ઉભી ગયો. ભાઈ હિરણ્યક ઉંદર, બહાર આવ. તેણે કહ્યું. હિરણ્યક તો દરમાં ફરીથી અંદર જતો રહ્યો. કાગડાએ ફરીથી કહ્યું ભાઈ ઉંદર, મારાથી ડરતો નહીં. બહાર તો આવ ? ઉંદરે બહાર ડોકું કાઢ્યું અને પૂછ્યું કેમ ભાઈ , કોનું કામ છે ? કાગડો કહે બીજા કોનું? તારું. ઉંદર કહે મેં તમને ક્યારે પણ જોયા તો નથી. કાગડો કહે ન જ જોયો હોય ને ? ...Read More

6

હિતોપદેશની વાર્તાઓ - 6

6. તો કાગડાએ આ પ્રમાણે વાત શરૂ કરી. હરણ અને શિયાળની વાત તેણે શરૂ કરી. એક જંગલની અંદર એક હતું. એ ખૂબ રૂપાળું અને ચપળ હતું. જોતજોતામાં છલાંગ મારી દૂર જતું રહેતું. એક શિયાળે એ હરણ જોયું. એને થયું કે આ હરણને મારો શિકાર બનાવું. આવું ઋષ્ટપુસ્ટ અને રૂપાળું હરણ છે તો તેનું માંસ કેવું મીઠું હશે? શિયાળે તો હરણની પાસે જઈ કહયું કે હરણ ભાઈ, તમે મારા મિત્ર થશો? હરણ કહે હું તમને ઓળખતો નથી. તમને ક્યારેય મારા આ વિસ્તારમાં ફરતા જોયા નથી. શિયાળ કહે હું તો અંદરના જંગલમાં બહુ દૂર રહું છું. એકલો પડી જાઉં છું અને ...Read More

7

હિતોપદેશની વાર્તાઓ - 7

7. એટલે કાગડાએ વાર્તા કરવાની શરૂઆત કરી. ગંગા નદીને કિનારે એક મોટું ઝાડ હતું. તેની પર ઘણાં બધાં પક્ષીઓ હતાં. એ પક્ષીઓની સાથે એક એકદમ ઘરડું ગીધ પણ રહેતું હતું. ગીધ ક્યાંય શિકાર કરવા જઈ શકે એમ ન હતું એટલે પક્ષીઓ પોતાનાં નવજાત બચ્ચાં તેને ભરોસે મૂકી સવાર પડે એટલે દાણા પાણી લેવા જતાં. સાંજે પાછા ફરતાં બચ્ચાંઓને ખવડાવી પેટ પૂરતું ગીધને પણ આપતાં. આમ ગીધનો નિર્વાહ થઈ રહેતો. તેમાં એક બિલાડો ક્યાંક થી પસાર થયો. તેણે જોયું કે આ ઝાડ પર ઘણાં બધાં કુમળાં બચ્ચાંઓ રહે છે. દિવસોના દિવસોનું તેનું ભોજન પોતાનું ખોરાક ગોતવાનું સંકટ દૂર કરી શકે ...Read More

8

હિતોપદેશની વાર્તાઓ - 8

8. આમ ગીધની વાત પૂરી થઈ. કાગડાએ કહ્યું હરણભાઈ, એટલે જ તમને કહું છું કે જેને ઓળખતા ન જેના સ્વભાવ વિશે જાણતા ન હોઈએ તેવા અજાણ્યા સાથે દોસ્તી કરવી નહીં. શિયાળ તો ભડક્યું. ઓ, ચુપ રહે. તું જ્યારે પહેલીવાર હરણને મળ્યો ત્યારે તમે એકબીજાને ઓળખતા હતા? તો તમારા વચ્ચે દોસ્તી કેવી રીતે થઈ? દુનિયામાં બધાએ એકબીજા સાથે મિત્રતા કરવી જ જોઈએ. જેમ આ હરણ સાથે મારી દોસ્તી થઈ છે એમ હું તારી સાથે દોસ્તી કરું છું. આપણે ત્રણ સાથે રહીશું, ખાઈ પીને મોજ કરીશું. નવું નવું જોશું, શીખશું. આપણે ત્રણ ભેગા થઈશું તો આપણી શક્તિ કેટલી બધી વધશે? એકબીજાનું ...Read More

9

હિતોપદેશની વાર્તાઓ - 9

9. ઉંદરે હરણની વાર્તા પૂરી કરી એટલે કાગડો એના મો તરફ જોઈ બોલ્યો ભાઈ ઉંદર , તારી વાત પણ તું જ કહે. તને ખાઈ જવાથી મને શું ફાયદો ? પેટ એક વાર ભરાય પણ પછી ? તારી જેવા મિત્રો મને ફરી મળે? હું એટલો મૂર્ખ થોડો છું કે આવા સારા મિત્રોને પોતાના બનાવવાની બદલે મારી નાખું? કબુતરના રાજા ની જેમ હું કોઈ સંકટમાં આવું તો મને તું બચાવીશ. તારી સાથે દોસ્તી બાંધવાથી તો એ આશા રહે. દરેક જગ્યાએ જેમ ખરાબ લોકો હોય તેમ સારા પણ હોય છે. સારા પોતાનું સારાપણું ક્યારેય નથી છોડતા. તેના મનમાં વિકાર પેદા નથી થતો. ...Read More

10

હિતોપદેશની વાર્તાઓ - 10

10. તો હવે ઉંદરે પોતાના ભૂતકાળની વાત કહેવાની શરૂઆત કરી. નજીકના ગામમાં એક સાધુ રહેતો હતો. એ આખો દિવસ માગી રાત્રે દાનમાંથી ભગવાનનું પૂજન કરતો અને વધે તે ભીંત ઉપર ની એક ખીંટી પર પોટલું વાળી લટકાવી રાખતો. એક દિવસ એને એક મિત્ર મળવા આવ્યો. સાધુએ તેનો સત્કાર કર્યો. વાતચીત કરી. એ મહેમાન એને પોતાના વીતેલા દિવસોની વાત કહેવા લાગ્યો. વાત કરતાં કરતાં એની નજર યજમાન તરફ ગઈ. યજમાનનું ધ્યાન વારંવાર કોઈ દંડ પર જતું હતું. એ દંડ જમીન પર પછાડ્યા કરતો હતો. મિત્રોનું આવું વર્તન જોઈ મહેમાનને ખોટું લાગ્યું. એણે કહ્યું ભાઈ, હું પરગામ થી તને મળવા આવ્યો ...Read More

11

હિતોપદેશની વાર્તાઓ - 11

11. તો કાચબાએ લાલચુ શિયાળની વાર્તા સંભળાવી. જંગલમાં એક ભૂખ્યો શિકારી શિકારની શોધમાં આમતેમ ભટકતો હતો. ખૂબ રખડ્યો કે એક હરણનો શિકાર કરી શક્યો. મહેનત સફળ થઈ. એ ખુશ થયો. હરણને નાખ્યું ખભા પર અને ચાલવા માંડ્યો. ક્યાંક સામે એને સુવર દેખાયું. તગડું મજાનું સુવર. એ તો નિરાતે ઊંઘતું હતું. શિકારીને થયું કે હરણનો શિકાર તો થઈ ગયો છે. આ સુવરને પણ વીંધી નાખવું. ત તો મારે અઠવાડિયા સુધી શિકારની શોધમાં ભટકવું નહીં પડે. એણે હરણને બાજુ પર નાખ્યું, પણછ ખેંચી નિશાન તાક્યું અને સુવર તરફ છોડ્યું. એની નિશાનબાજી પર એને વિશ્વાસ હતો. એને એમ કે આ તીર થી ...Read More

12

હિતોપદેશની વાર્તાઓ - 12

12. તળાવને કિનારે ત્રણ મિત્રો - કાચબો, ઉંદર અને કાગડો આનંદ થી રહેતા હતા. ત્યાં એક દિવસ એક હરણ ભાગતું આવ્યું અને સીધું તળાવમાં ઘૂસી ગયું. અચાનક એને આવી પડેલું જોઈ ઉંદર દરમાં ભરાઈ ગયો, કાગડો ઝાડ પર બેસી ગયો અને કાચબો તળાવમાં ચાલ્યો ગયો. થોડીવાર રહીને હરણ શાંત પડ્યું એટલે પાણીની બહાર આવ્યું. ઉંદર અને કાચબો પણ બહાર આવ્યા. કાગડો આમતેમ નજર નાખતો ધીમેથી નીચે આવ્યો. કાચબાએ હરણ પાસે જઈ પૂછુયું કેમ ભાઈ ?તું એટલો ગભરાયેલો કેમ છો? અહીં ડરવા જેવું નથી. શાંતિથી પાણી પી લે. અરે ભાઈ, હું શિકારીના ડરથી ભાગ્યો છું. આ જંગલમાં મારું કોઈ ...Read More

13

હિતોપદેશની વાર્તાઓ - 13

13. તો ઉંદરે વાર્તા શરૂ કરી. એક જંગલમાં એક હાથી રહેતો હતો. એ ખૂબ જ શક્તિશાળી હતો. એના કોઈ શક્તિશાળી બીજું ન હતું એટલે એ પોતાની શક્તિનો પૂરેપૂરો લાભ ઉઠાવતો. આખા જંગલમાં ગમે તેમ દોડતો. રસ્તામાં જે કોઈ આવે તેને સૂંઢના એક ઝપાટે ઉપર પહોંચાડી દેતો. એની સામે થાય એવું કોઈ નહોતું. નહોતો સિંહ કે નહોતો વાઘ. બીજો કોઈ હાથી પણ નહોતો. એટલે આ હાથીને ફાવતું મળી ગયું હતું. એ રોજ રમતમાં ને રમતમાં પુષ્કળ નુકસાન કરતો અને અનેક નાનામોટાં પ્રાણીઓને હેરાન કરતો. જંગલનાં બધાં પ્રાણીઓ હાથીના ભયંકર ત્રાસથી કંટાળી જંગલ છોડીને ભાગી ગયાં પણ જેટલાં રહ્યાં હતાં તેઓએ ...Read More

14

હિતોપદેશની વાર્તાઓ - 14

14. આ રીતે હાથીને મારી નાખી બધાં પ્રાણીઓ ત્રાસ મુક્ત થયાં. ઉંદરની આ વાત સાંભળી બધામાં હિંમતનો સંચાર થયો. ચાલો ત્યારે, આપણે બનતી ઉતાવળે અહીંથી નીકળી જઈએ અને કોઈ સલામત રહેઠાણ શોધીએ. કાગડાએ પ્રસ્તાવ મૂક્યો. ચાલો પહેલા પેટ ભરીને ખાઈ પી લઈએ પછી નીકળીએ. ઉંદરે કહ્યું. બધા ત્યાંથી નીકળવાની તૈયારીમાં લાગી ગયા. થોડીવારમાં કાગડો, એની પાછળ ઉંદર અને એની પાછળ કાચબો નીકળી ગયા. કાચબાને આગળ જવા દીધો. છેલ્લે હરણ નીકળ્યો. બધા ઝડપથી ચાલતા ચાલતા દૂર નીકળી ગયા. હવે થોડો થાક લાગ્યો. એટલામાં એક ઝરણું દેખાયું એટલે બધા ત્યાં પાણી પીવા અટક્યા. હરણ અને ઉંદર ઝાડીમાં ખોરાક શોધવા ગયા. કાગડો આગળ ...Read More

15

હિતોપદેશની વાર્તાઓ - 15

15. ગુરુ એમજીએ નવી કક્ષા શરૂ કરી. વાર્તામાં કહ્યું ભૃગુપુર નામના એક નગરમાં એક વાણિયો રહેતો હતો. એ ધનવાન હતો પણ એને એના ધન થી સંતોષ ન હતો. એની લાલચ એટલી હતી કે ધન કમાવા એ ગમે તેવા સાહસ કરવામાં પાછો પડતો નહીં. નસીબને સહારે બેસનારો, આળસુ અને ડરપોક માણસ પાસે લક્ષ્મી ક્યારેય નથી આવતી. તો ધન કમાવામાં આ વિઘ્ન આવે છે- ડર, બીમારી, આળસ, સ્ત્રી , સંતોષ, જન્મભૂમિ પ્રત્યે પ્રેમ. જે થોડામાં સંતોષ માની બેસી જાય છે તે ધનિક બની શકતો નથી પણ મહત્વકાંક્ષા હોય પોતાની પાસે ન હોય તે મેળવવાની તીવ્ર ઈચ્છા હોય એને મેળવ્યા વગર રહેતો ...Read More

16

હિતોપદેશની વાર્તાઓ - 16

16. દમનકે દોઢડાહ્યા ગધેડાની વાર્તા શરૂ કરી. કાશીમાં એક ધોબી રહેતો હતો. એ આખો દિવસ લોકોના કપડાં ધોવે અને પોતાના ગધેડા પર ધોયેલાં કપડાં લાદીને ઘેર લઈ આવે. કપડાં સૂકવે. બીજે દિવસે ધોયેલ કપડાં ગ્રાહકોને પહોંચાડે અને ધોવાના કપડાં લઈ આવે. આ એનો નિત્યક્રમ. પણ આખો દિવસ કામ કરીને તે એટલો બધો થાકી જાય કે પથારીમાં પડ્યા ભેગો ઊંઘી જાય. એને કાચી ઊંઘમાંથી ભૂલથી કોઈ ઉઠાડે તો સમજવું કે તેનું આવી બન્યું. એનો ગધેડો એથી ઉલટા સ્વભાવનો. દિવસે કામ હોય ત્યારે ઊંઘ્યા કરે અને રાતે બધા ઊંઘી જાય ત્યારે જાગે. એને એકલા ચેન પડે નહીં એટલે કોઈને કોઈને પોતાના ...Read More

17

હિતોપદેશની વાર્તાઓ - 17

17. દમનકે નવી વાર્તા શરૂ કરી. એક જંગલમાં એક સિંહ રહેતો હતો. તે ગુફામાં આરામથી પડ્યો રહેતો પણ એક અચાનક એક મુસીબત આવી પડી. રાતના એની કેશવાળી થોડી કપાઈ ગઈ. સિંહની શોભા તો કેશવાળી. એને આગળથી દેખાય એવી રીતે કોઈ કાતરી ગયું હતું. સિંહ ગુસ્સે થઈ ગયો. રાત પડી. એ જાગતો બેઠો. પણ એ જાગતો બેઠો ત્યાં સુધી કોઈ આવ્યું નહીં. પછી ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને જુએ તો બીજી જગ્યાએથી કેશવાળી કતરાઈ ગઈ હતી. એ તો હેરાન પરેશાન થઈ ગયો. રોજ સવારે ઉઠીને જુએ તો કેશવાળી કપાઈ ગઈ હોય. આમ કેશવાળી ખૂબ નાની થઈ ગઈ. હવે એને ચિંતા ...Read More

18

હિતોપદેશની વાર્તાઓ - 19

19. સાગર કિનારે ટીટોડીઓનું એક જોડું રહેતું હતું. આનંદ કિલ્લોલ કરતું હતું. તેઓનું જીવન સાગર કિનારે જ પસાર જ હતું. સાગર એમને જોઈ ઈર્ષ્યા કરતો પણ કાંઈ કરી શકતો નહીં. તોફાને ચડી મોજા ઉછાળતો તેમના સુધી પહોંચી જતો અને તેમના ઘરને ઘસડી લાવતો પણ બીજા જ દિવસે તેઓ તેમનું ઘર ફરીથી બનાવી લેતાં. એક સમય આવ્યો જ્યારે સાગરને પોતાની શક્તિ બતાવવાની તક મળી. ટીટોડીએ ઈંડા મૂક્યાં. નરે પોતાની પત્નીને સમજાવી કે આપણે બીજી કોઈ સલામત જગ્યાએ જઈએ પણ માદાએ કહ્યું આ આપણું ઘર છે. જન્મથી અત્યાર સુધી અહીં જ રહીએ છીએ તો આપણે ઘર છોડવું જોઈએ નહીં. નરે સાગરના ...Read More

19

હિતોપદેશની વાર્તાઓ - 18

18. વિષ્ણુ પંડિત રોજ રાજકુમારોને જ્ઞાન સાથે ગમ્મત આપતી વાર્તાઓ કહે છે. રાજકુમારો રમતિયાળ સ્વભાવના હોવા છતાં વાર્તાઓમાં રસ હોવાથી ધ્યાનથી વિષ્ણુ પંડીત ને સાંભળે છે. વાર્તાઓ સમજે છે અને તેમાંનો બોધ ગ્રહણ કરે છે. પંડિતજીએ ચતુર સસલાની વાર્તા કહી. એક જંગલમાં ભાસુરક નામનો સિંહ રહેતો હતો. એ જંગલનો રાજા હતો એટલે ખૂબ જ અભિમાની પણ મૂર્ખ હતો. પ્રજાનું રક્ષણ કરવાની બદલે એ પોતાના ખોરાક માટે મન ફાવે એ પ્રાણીને મારી નાખતો. એની નજર ચડે એને મારી નાખે. પછી ભલેને પેટ ભરેલું હોય! આથી પ્રાણીઓ ત્રાસી ગયાં હતાં. તેનો સામનો કોણ કરે? સહુ ચૂપચાપ એનો ત્રાસ સહી લેતાં. સિંહ ...Read More

20

હિતોપદેશની વાર્તાઓ - 20

20. જંગલમાં એક મોટું વડનું ઝાડ હતું. એના પર અનેક પક્ષીઓ માળો બાંધીને રહેતાં હતાં. એ ઝાડ નીચે એક પણ રહેતો હતો. પક્ષીઓને નાગનો બહુ ત્રાસ હતો. નાગ પક્ષીઓના ઈંડા ખાઈ જાય, કોઈ ખોરાક લાવ્યા હોય એ પણ ખાઈ જાય. પણ કોઈ કાંઈ કરી શકતું ન હતું. એ ઝાડ પર એક કાગડાનું જોડું રહેતું હતું. એનાં ઈંડાં પણ નાગ ખાઈ ગયો હતો ઈંડાં મુકવાનો સમય આવ્યો એટલે કાગડીને ચિંતા પેઠી. કાગડીએ કહ્યું આ વખતે તો કોઈને કોઈ રસ્તો કાઢવો પડશે. કાગડાએ કહ્યું તું ચિંતા નહીં કર. આ વખતે એ ઝેરી નાગનો બરાબર ઘાટ ઘડું છું. પણ તમે એની ...Read More

21

હિતોપદેશની વાર્તાઓ - 21

21. એક જંગલમાં એક શિયાળ ગુફામાં ઘર બનાવી રહેતું હતું. ગુફા મોટી અને સુંદર હતી. શિયાળે પણ પોતાનું ઘર રીતે સજાવ્યુ હતું અને તેમાં આનંદથી રહેતું હતું. તે રોજ જંગલમાં જતું, પેટ પૂરતું ભોજન આરામથી મેળવી અને પાછું આવી નિરાંતે જીવન પસાર કરતું હતું. એક દિવસ તે ઘેર પાછું આવ્યું ત્યારે અચાનક એણે ગુફાની બહાર પગલાનાં નિશાન જોયાં. ધ્યાનથી જોયું તો સિંહના પંજાનાં નિશાન હતાં. વળી નિશાન ગુફાની અંદર તરફ જતાં હતાં પણ બહાર આવ્યાં નહોતાં. એને શંકા પડી કે જરૂર ગુફામાં કોઈ ભરાયું છે, પણ કોણ હોય? એણે વિચાર કર્યો કે અંદર જઈને જોવા પ્રયત્ન કરું પણ વાઘ ...Read More

22

હિતોપદેશની વાર્તાઓ - 22

22. એક જંગલમાં સિંહ, વરુ અને શિયાળ સાથે રહેતા હતા. ત્રણેય મિત્રો હતા. સિંહ શિકાર કરી લાવતો અને ભોજન વધે તે શિયાળ અને વરુને આપી દેતો. બંનેને તૈયાર ભાણું મળતું એટલે સિંહની સેવા કરતા. સિંહને પણ બંનેનો સાથ ગમતો. એક દિવસ જંગલમાં ત્રણેય સાથે ફરવા નીકળ્યા. ત્યાં સિંહની નજર ઊંટ પર પડી. તરત તેણે તરાપ મારીને ઊંટડી ને મારી નાખી લીધી અને ત્રણે જણા ત્યાં ઉજાણી કરવા બેઠા. ત્યાં ઉંટડીનું બચ્ચું તેની માને શોધતું આવી પહોંચ્યું. બચ્ચું ખૂબ નાનું હતું. તે ડરીને અને માતાના વિયોગમાં જોરજોરથી રડતું હતું.ત્રણેયના પેટ ભરાઈ ગયાં હતાં એટલે તૃપ્ત થયેલા સિંહને બચ્ચા પર દયા ...Read More

23

હિતોપદેશની વાર્તાઓ - 23

23. તળાવના કિનારે એક પીપળાનું ઝાડ હતું.એ ઝાડ પર ઘણા પક્ષી રહેતાં હતાં. એની બખોલમાં એક ચકલાએ પોતાનો માળો હતો. ચકલો એકલો જ માળામાં રહેતો હતો. એક દિવસ ચકલો ચણવા ગયો. આવીને જુએ છે તો એના માળામાં સસલો ઘૂસી ગયો હતો. એને જોઈને ચકલો ગભરાઈ ગયો અને બૂમાબૂમ કરી મૂકી. એ સાંભળી સસલો બહાર આવ્યો. કેમ, શા માટે બુમાબુમ કરે છે? સસલાએ રોફથી પૂછયું. તું મારા ઘરમાં કેમ ઘૂસી ગયો? આ તારું ઘર ક્યાં છે? અહીં તો કોઈ નહોતું ખાલી બખોલ હતી એટલે હું રહેવા માંડ્યો. મેં અહીં મારું ઘર બનાવી દીધું છે. હું હવે અહીંથી નહીં ...Read More

24

હિતોપદેશની વાર્તાઓ - 24

24. આમ તો શિયાળ જંગલમાં જ રહે પણ એક શિયાળ ફરતું ફરતું ગામમાં પહોંચી ગયું. આમ તો રાત હતી કોઈએ એને જોયું નહીં પણ એક કૂતરાની નજર એના પર પડી. પછી તો કૂતરાઓનું ટોળું એની પાછળ પડ્યું. શિયાળ ચમકીને આમતેમ નાસવા માંડ્યું. અચાનક દોડતાં દોડતાં એની નજર એક પીપ પર પડી. એને થયું સંતાવાની આ સારી જગ્યા છે એટલે તેમાં કુદી પડ્યો. કુતરાઓ તો ભસતા ભસતા આગળ નીકળી ગયા પણ શિયાળની દશા બેઠી. એ પીપ એક રંગરેજનું હતું. એણે કપડાં રંગવા માટે તેમાં લીલો રંગ પલાળ્યો હતો. શિયાળ તો જેવો પડ્યો એવો આખા શરીરે રંગાઈ ગયો. રંગ એકદમ પાકો ...Read More

25

હિતોપદેશની વાર્તાઓ - 25

25. એક તળાવના કિનારે એક બંગલો રહેતો હતો. એ સરોવરમાં વસતા જળચર પ્રાણીઓ ખાઈને પોતાનું ગુજરાન ચલાવતો પણ સમય એ ઘરડો થયો. એની સ્ફૂર્તિ ઓછી થઈ ગઈ. શક્તિ પણ એટલી રહી નહીં એટલે એને શિકાર કરવામાં બહુ મુશ્કેલી પડતી. માંડ માંડ એ દિવસમાં એકાદ માછલું પકડી શકે. ક્યારેક તો એક પણ પકડી શકતો નહીં. કોઈવાર તો એમને એમ દિવસ નીકળી જતો. એણે વિચાર કર્યો કે હવે બુદ્ધિથી કામ કરવું પડશે. માછલીઓ એની મેળે પોતાના મોમાં આવી જાય એવી યુક્તિ કરવી પડશે. એણે સવારથી સાંજ સુધી મંદિરમાં જઈ તપ કરવા માંડ્યું. ભક્તિ તો ઠીક, એ ડોળ જ કરતો હતો પણ ...Read More

26

હિતોપદેશની વાર્તાઓ - 26

26. એક સુંદર સરોવર હતું. આજુબાજુ ઘટા દાર વૃક્ષો અને ઝા. ખૂબ જ સુંદર જગ્યા હતી. ત્યાં સસલાઓનાં ઘણાં રહેતાં હતાં. ઘણા બધા સસલાઓએ સરોવરના કિનારે ઝાડીઓની ઓથમાં પોતાના દર બનાવ્યાં હતાં. સસલા સિવાય ત્યાં કોઈ રહેતું ન હતું એટલે ઇલાકામાં શાંતિ હતી. એક દિવસ એ લોકોને માથે આભ તૂટી પડ્યું. ક્યાંકથી એક મોટું હાથીઓનું ટોળું આવી પહોંચ્યું. હાથીના રાજાએ સુંદર તળાવ જોઈ ત્યાં રહેવાનું નક્કી કર્યું. હાથીની દોડાદોડીથી કેટલાક સસલાંઓ ચગદાઈ ગયાં. તેમની વસ્તીમાં હાહાકાર મચી ગયો. પણ હાથીઓને શું? એ લોકો પોતાની મસ્તીમાં આમતેમ ફરતા હતા. ઝાડીઓ તોડી ફોડીને પેટ ભરતા અને સરોવરનું મીઠું પાણી પીતા. એ ...Read More

27

હિતોપદેશની વાર્તાઓ - 27

27. એક સરોવરમાં એક કાચબો રહેતો હતો. એને કિનારે રહેતા હંસના એક જોડા સાથે ગાઢ દોસ્તી હતી. ત્રણે મિત્રો રહેતા હતા. ખાઈ પી ને આનંદ કરતા હતા. એવામાં દુકાળ પડ્યો. સરોવર સુકાવા માંડ્યું. હંસનું જોડું બીજા કોઈ સરોવરના કિનારે જવાનું વિચારવા લાગ્યું. હંસે દૂર જઈને મોટું સરોવર શોધી કાઢ્યું અને ત્યાં રહેવા જવા નક્કી કર્યું. એણે પોતાના મિત્ર કાચબાને આ વાત કરી. કાચબો કહે વરસાદ નથી અને વસમો કાળ આવ્યો છે. થોડા સમયમાં સરોવર સુકાઈ જશે. તમે એમ કરો, મને પણ તમારી સાથે લઈ જાઓ નહી તો હું ભૂખ્યો રહી મરી જઈશ. હંસ કહે પણ ભાઈ, આ સરોવર તો ...Read More

28

હિતોપદેશની વાર્તાઓ - 28

28. એક ગામમાં એક ધોબી રહેતો હતો. લોકોનાં કપડાં ધોઇને સારું કમાતો હતો. એની મદદમાં એક ગધેડો હતો. અલમસ્ત ગમે એટલું કામ હોય તો પણ એ ભાર ઉપાડી શકે. ક્યારેય થાકે નહીં. એને ખાવા પણ બહુ જોઈએ. ધોબીને ગધેડા પ્રત્યે ઘણો પ્રેમ. એને રોજ પેટ ભરીને ચારો નાખે પણ ગધેડો એવો હતો કે ગમે એટલું ખાય પણ ભૂખ્યો અને ભૂખ્યો. નવરો પડે એટલે ચારો ચડવા માંડે. એક દિવસ ધોબીને વિચાર આવ્યો કે આ ગધેડો ચારો બહુ ચરે છે એટલે મોંઘો પડે છે. કાંઈક ઉપાય કરવો પડશે. મારી તો નખાય નહીં કારણ કે મારે તો બીજો ગધેડો મોંઘો પડે. એણે ...Read More

29

હિતોપદેશની વાર્તાઓ - 29

29. એક જંગલમાં સસલો અને સસલી રહેતાં હતાં. તેમની સરસ ગુફા હતી અને બંનેનું જીવન ત્યાં શાંતિથી પસાર થતું પ્રસવકાળ નજીક આવતાં સસલીએ કહ્યું મારી તબિયત સારી નથી. તમે આપણા માટે રહેવાની સુરક્ષિત જગ્યા શોધી કાઢો, જ્યાં કોઈ પ્રાણીનો ભય ન રહે અને ઠંડી વરસાદથી પણ બચી શકાય. અરે એમાં ચિંતા શું કામ કરે છે? કાલે આપણે નવા ઘેર જતા રહેશું. સસલી તો ખુશ થઈ ગઈ. બીજા દિવસનો સુરજ ઉગવાની રાહ જોવા લાગી. સસલાને યાદ આવ્યું એટલે કહે ચા, આપણે નવા ઘેર જઈએ. બંને નીકળ્યાં. થોડીવાર ચાલ્યા પછી સિંહની ગુફા આવી. સસલાએ સસલીને પૂછ્યું આ ઘર ગમ્યું? સસલી ...Read More

30

હિતોપદેશની વાર્તાઓ - 30

30. નદી કિનારે ઘટાદાર વનમાં એક ઋષિ આશ્રમ બનાવી રહેતા હતા. એમનો મોટાભાગનો સમય પ્રભુ ભક્તિમાં જ વ્યતિત થતો એક સવારે તેઓ નદીમાં સ્નાન કરી પ્રભુ ધ્યાન માટે આશ્રમ તરફ આવતા હતા ત્યાં તેમણે એક નાની ઉંદરડી પડેલી જોઈ. ઉંદરડી જીવતી હતી પણ મરવા જેવી થઈ ગઈ હતી. ઋષિને દયા આવી એણે વિચાર્યું હું આને માટે કંઈ કરીશ નહીં તો તે બિચારી અહીં મરી જશે. કોઈનો શિકાર બની જશે. આમ વિચારી એણે તે ઉપાડી લીધી. પણ એને કેવી રીતે સાચવી શકાય? એને જીવાડવા માટે ખવડાવવું પીવડાવવું પડે. ઉંદરડીની જગ્યાએ માનવ બાળ હોય તો એને સાચવી શકાય. એમ વિચારી ઋષિએ ...Read More

31

હિતોપદેશની વાર્તાઓ - 31

31. એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એને ચાર પુત્ર હતા. તેમના નામ ઉત્તમબુદ્ધિ, પરમબુદ્ધિ, મહાબુદ્ધિ અને અગમબુદ્ધિ. ચારમાં ત્રણ ઘણા ચપળ અને હોશિયાર હતા. સૌથી નાનો અગમબુદ્ધિ સીધો સાદો અને શાંત હતો. બ્રાહ્મણે ચારેય પુત્રોને ગામના મહાપંડિત ગુરુદત્તને ત્યાં ભણવા મૂક્યા. પંડિત વિદ્વાન અને તેજસ્વી હતા. એમણે પુત્રોને ધર્મ, જ્યોતિષ ગણિત, સાહિત્ય તમામ શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું. પહેલા ત્રણ પુત્ર હોશિયાર હતા એટલે ભણવામાં આગળ નીકળી ગયા જ્યારે અગમબુદ્ધિ ભણવામાં પાછળ હતો પણ વ્યવહારિક જ્ઞાનમાં આગળ હતો. પંડિતજીના આશ્રમના સંચાલનનું કામ એ કરતો અને બધાની સેવા કરતો. ત્રણ મોટા પુત્રો ફક્ત ભણવામાં જ ધ્યાન આપતા. પરિણામ એ આવ્યું કે ...Read More

32

હિતોપદેશની વાર્તાઓ - 32

32. એક નગરમાં રાજશેખર નામે રાજા રાજ્ય કરતો હતો. રાજ્ય નાનું પણ સમૃદ્ધ હતું. લોકો સુખી હતા. રાજા સારો પણ બીકણ હતો. એક વખત એવું બન્યું કે રાજાનો હજામ મહેલમાંથી કીમતી વાસણોની ચોરીના આરોપસર પકડાઈ ગયો. હકીકતમાં એ નિષ્ઠાથી ફરજ બજાવતો હતો. એણે કોઈ દિવસ ખોટું કર્યું નહોતું પણ કર્મ સંજોગોએ જ્યાંથી કીમતી વાસણોની ચોરી થઈ ત્યાંથી છેલ્લો એ જ પસાર થયેલો પહેરેગીરે એને જોયેલો રાજસેવકોએ એના ઘરની તલાશી લીધી પણ કાંઈ મળ્યું નહીં. સંજોગો એવા હતા કે એણે ચોરી કરી હોય એવું જ લાગે એટલે કાયદા મુજબ રાજાએ એને માથું મુંડાવી પચાસ ફટકાની સજા કરી. સજાનો અમલ કરવાના ...Read More

33

હિતોપદેશની વાર્તાઓ - 33

33. એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. પોતે એકલો હતો. એની પાસે ધન સારું એવું હતું. એક દિવસ એને આવ્યો કે જીવતા છીએ અને હાથ પગ ચાલે છે તો ચારધામની જાત્રા કરવી જોઈએ પણ પોતે જાત્રાએ જાય તો ઘર અને ધનને સાચવે કોણ? એણે વિચાર કર્યો કે ઘરબાર વેંચીને જે કાંઈ આવે એની સોનામહોરો સાથે લઈ લઉં પછી જાત્રામાં જરૂર પડે એટલી સોનામહોરો સાથે લઈ બાકીની એક પેટીમાં ભરી પેટી કોઈને સાચવવા આપી જાઉં પછી નિરાતે જાત્રા કરવા ઉપડી જાઉં. જાત્રા કરીને આવીશ ત્યારે સોનામહોરો ખર્ચી નવું ઘર અને નવો સામાન વસાવી લઈશ. આમ વિચારી એણે પોતાનું જે કાંઈ ...Read More

34

હિતોપદેશની વાર્તાઓ - 34

34. હિમાલયની તળેટીમાં એક ઋષિનો આશ્રમ હતો. આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ રહેતા હતા. ઋષિ સૌને પ્રેમથી ભણાવતા હતા. એક રામ નામના વિદ્યાર્થીનું ભણતર પૂરું થતાં ગુરુદેવ પાસે આવ્યો અને પ્રણામ કરી ઘેર જવાની આજ્ઞા માગી. ગુરુએ આશીર્વાદ આપ્યા. રામ શર્મા કહે ગુરુજી, તમે મને ઘણા શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું પણ આજે વિદાય વેળાએ એવું કંઈક કહો જેને અનુસરી હું મારું કલ્યાણ સાધી શકું. ગુરુજી કહે બેટા, મેં તો તથાશક્તિ તને જ્ઞાન આપ્યું છે છતાં એક વાત ધ્યાનમાં રાખજે. ક્યારેય જ્ઞાનનું અભિમાન નહીં કરતો. એમ સમજતો નહીં કે તું ભણ્યો એટલે શ્રેષ્ઠ પંડિત બની ગયો. જ્ઞાનનો સાગર અગાધ છે. કોઈ મનુષ્યની એટલી ...Read More

35

હિતોપદેશની વાર્તાઓ - 35

35. એક નગરમાં જીર્ણધન નામે વાણિયો રહેતો હતો. મા બાપ મરી ગયા પછી એ એકલો જ હતો. લોખંડના માલ વેપાર. નગર નાનું એટલે એનો વેપાર ખાસ ચાલતો નહીં. ઘરાકી બહુ જ ઓછી હતી. એણે વિચાર્યું કે આના કરતાં કોઈ મોટા શહેરમાં જઈ વેપાર કરીશ તો થોડા પૈસા ભેગા કરી શકીશ પણ આ દુકાન અને એના સામાન નું શું કરવું ? અચાનક એને સામેની દુકાનવાળાનો વિચાર આવ્યો. એના પાડોશીના સંબંધે એને કાકા કહેતો. કાકાની પણ મોટી દુકાન હતી પોતાની દુકાન અને માલ સામાન કાકાને સોંપવાનો વિચાર જીર્ણધને કર્યો. એ એમની પાસે ગયો અને કહે કાકા, અહીં મારા ધંધામાં બરકત નથી ...Read More

36

હિતોપદેશની વાર્તાઓ - 36

36. એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. યજમાનવૃત્તિ કરી એ પોતાનું જીવન જીવતો હતો. એના યજમાનો બહુ ઓછા અને જે હતા એ ખાસ પૈસાદાર નહોતા એટલે માંડમાંડ એના ઘરને પેટ પૂરતું ખાવા મળતું. ગામમાં કામ નહીં હોય ત્યારે એ ચારેય બાજુ નાના ગામોમાં પણ જતો. તે ચાલતો ચાલતો દૂરના ગામમાં જાય અને યજમાનવૃત્તિ કરે. એની ગરીબાઈ પાછળ બીજું પણ કારણ હતું. એ ભોળો હતો અને બુદ્ધિ પણ ઓછી. એને કોઈ ગણકારે નહીં. કામ પણ બીજા ચતુર બ્રાહ્મણો ખેંચી જાય. એક દિવસ એ બાજુના ગામમાં એક ખેડૂતને ત્યાં યજ્ઞ કરવા ગયો. યજમાન જુનો હતો પણ તેની ખાસ આવક નહીં ...Read More

37

હિતોપદેશની વાર્તાઓ - 37

37. એક નાનકડા ગામમાં ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ નામના મિત્રો રહેતા હતા. બંને એકબીજાના જીગરજાન મિત્રો હતા. આખો સાથે જ રહે, સાથે જ ફરે. એકવાર વાતવાતમાં ધર્મબુદ્ધિએ કહ્યું ભાઈ પાપબુદ્ધિ, અહીં આપણા ગામમાં તો આખો દિવસ આટલી મજૂરી કરીએ છીએ ત્યારે માંડ માંડ ભોજન મળે છે. રોજ જે કમાઈએ છીએ તે ખતમ થઈ જાય છે. થાકશું ત્યારે શું થશે? તારી વાત સાચી છે ભાઈ ધર્મ બુદ્ધિ! આપણું ગામ તો નાનકડું છે. મોટા મોટા માણસોની હાલત પણ ખરાબ છે તો આપણી શી વિસાત? ધર્મબુદ્ધિ કહે મારી વાત માનતો હોય તો ચાલ આપણે પરદેશ કમાવવા જઈએ. જુવાનીમાં કમાઈને ભેગું ...Read More

38

હિતોપદેશની વાર્તાઓ - 38

38. એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણને ત્યાં સંતાન નહોતું એટલે બ્રાહ્મણી જાતજાતના વ્રત કરે. અંતે એની આશા એ ગર્ભવતી બની. હવે બ્રાહ્મણના ઘર પાસે એક નોળીયા નું દર હતું. નોળિયાનું કુટુંબ પણ બ્રાહ્મણના ઘર સાથે મળી ગયું હતું. આખો દિવસ એ ઘરમાં જ હોય. બ્રાહ્મણીએ જે દિવસે બાળકને જન્મ આપ્યો એ જ દિવસે નોળિયાને પણ બચ્ચું જન્મ્યું. આથી બ્રાહ્મણીને નોળીયા અને બચ્ચા પર ઘણું હેત. એ રોજ બચ્ચાની દેખરેખ રાખે, દૂધ પાય. બાળકની સાથે એને ઉછેરે. બ્રાહ્મણે પોતાના દીકરાનું નામ શંકર પાડ્યું. શંકર અને નોળીયા નું બચ્ચું સાથે મોટા થયા. બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી. બંને ...Read More

39

હિતોપદેશની વાર્તાઓ - 39

39. એક વણકર હતો. આમ તો એની સ્થિતિ ઘણી ગરીબ. વહેલી સવારથી મોડી રાત સુધી પોતાની સાળ ચલાવે ત્યારે પૂરતું મળી રહે. અધૂરામાં પૂરું એની શાળ પણ બહુ જૂની. ઘણી જગ્યાએથી તૂટી ગયેલી પણ વણકર સાંધા મારી મારીને એ ચલાવતો હતો. સાળ જોઈએ એવું કામ આપતી ન હતી. વણકરે વિચાર કર્યો કે જંગલમાં જઈ સિસમનું લાકડું કાપી લાવું અને એની નવી શાળ બનાવડાવું જેથી આ ભાંગતુટ ની ઝંઝટ રહે નહીં. એક દિવસ વહેલી સવારે એ નીકળી પડ્યો જંગલમાં. પણ પોતાને જોઈએ એવું ઝાડ મળ્યું નહીં. શોધતો શોધતો એ ઘણે દૂર નીકળી ગયો. ત્યાં એક સરસ મજાનું સીસમનું ઝાડ દેખાયું. ...Read More

40

હિતોપદેશની વાર્તાઓ - 40

40. એક નગરમાં ધનસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને સાત પુત્ર હતા. રાજા શોખીન હતો અને પુત્ર પણ બધાને જાતજાતના શોખ. એમાં રાજાને ઘોડાઓનો ભારે શોખ. પોતાની ધોડાર માટે એ કીમતીમાં કીમતી ઘોડાઓ ખરીદતો અને એનું ખૂબ જતન કરતો. તેમને નવડાવવા માટે અને કેળવવા માટે એણે સુંદર અને સ્વચ્છ ઘોડાર બનાવેલી. ઘોડા ને ખવડાવવા પીવડાવવા કે સંભાળ રાખવામાં એ કસર રાખતો નહીં. તેના રાજકુમારોને વાંદરા અને ઘેટાઓનો શોખ એટલે રાજાએ ઘણા વાંદરાઓ અને ઘેટાઓ પણ રાખ્યા હતા. આ બધી ફોજની સારસંભાળ માટે ખાસ માણસો રાખ્યા હતા અને બધાને સારામાં સારો ખોરાક અપાતો. વાંદરાઓ આમ તો ચબરાક હોય છે. ...Read More

41

હિતોપદેશની વાર્તાઓ - 41

41. એક જંગલમાં સિંહ અને સિંહણનું જોડું રહેતું હતું. બંને પ્રેમાળ અને સારા સ્વભાવનાં હતાં. સમય આવ્યો અને સિંહણે બચ્ચાંને જન્મ આપ્યો. સિંહણે દૂર જવાનું બંધ કર્યું. સિંહ એકલો જ શિકાર કરવા જતો. સિંહણ ગુફામાં રહી બચ્ચાંની સંભાળ રાખતી. એક દિવસ સિંહ શિકાર કરવા નીકળ્યો પણ એને એક પણ શિકાર મળ્યો નહીં. આખો દિવસ રખડી રખડીને એ થાકી ગયો. એવામાં એની નજર એક શિયાળ પર પડી. નજીક જઈને જોયું તો શિયાળ મરી ગયેલું પણ એની બાજુમાં તેનું નાનકડું બચ્ચું રમતું હતું. એણે નિરાધાર બચ્ચું પકડી લીધું પણ સિંહ એને મારવા ગયો ત્યારે એને પોતાનું બચ્ચું યાદ આવ્યું. પોતાનું બચ્ચું ...Read More

42

હિતોપદેશની વાર્તાઓ - 42

42. એક તળાવને કિનારે મોટું વડનું ઝાડ હતું. તેની પર ઘણા બગલાઓ રહેતા હતા. તળાવમાંથી એમનો ખોરાક માછલીઓ ભરપૂર મળી રહેતી. આથી બગલાઓ મોજમાં રહેતા પણ અચાનક એક દિવસ એક આફત આવી પડી. કોણ જાણે ક્યાંથી, એક મોટો સાપ ત્યાં વડના ઝાડ નીચે દરમાં રહેવા આવ્યો. આ સાપ ઝાડ પર બગલાઓના ઈંડા અને નાના બચ્ચાં ખાઈ જતો. રોજ કોઈ બગલાનાં બચ્ચાં ગુમ થતાં આથી બગલાઓએ આ ઝાડ છોડી બીજે રહેવાનું વિચાર્યું પણ એક બગલો કહે આપણે આટલું સરસ સ્થળ છોડી બીજે રહેવા જોઈએ એના કરતાં સાપને મારી નાખીએ તો? પણ એને કેવી રીતે મારી શકાય ? એ તો ...Read More

43

હિતોપદેશની વાર્તાઓ - 43

43. એક રાજા હતો. એ ખૂબ જ હોશિયાર અને બળવાન હતો પણ તેને એક જ બીક કાયમ સતાવતી હતી મને કોઈ છુપાઈને મારી નાખશે તો? સામી છાતીએ કોઈ મારવા આવે તો એને કોઈ પણ યોદ્ધો હરાવી શકે નહીં પણ પોતે ઊંઘતો હોય ત્યારે મારી નાખે અથવા છુપાઈને કોઈ વાર કરે તો? એણે પોતાના ખાસ મંત્રીને બોલાવી મનની વાત કહી અને પોતાની શંકા જણાવી. મંત્રીએ કહ્યું મહારાજ, આમ તો આપના મહેલમાં ચોવીસ કલાક પહેરો હોય છે. છતાં જરૂર લાગતી હોય તો ખાસ અંગ રક્ષક રાખી લો જે ચોવીસે કલાક તમારી સાથે પડછાયાની જેમ રહે. હા એ વાત બરાબર છે. ...Read More

44

હિતોપદેશની વાર્તાઓ - 44

44. એક ઝાડ પર કાગડો રહેતો હતો. ઝાડ તળાવને કિનારે હતું એટલે ઝાડ પર બતક પણ રહેતાં હતાં. એક પહેલા કાગડા સાથે દોસ્તી. કાગડો લુચ્ચો અને હોશિયાર પણ બતક ભોળું અને ઠંડુ. બંનેનો સ્વભાવ જુદો છતાં બંનેની દોસ્તી સારી હતી. એક દિવસ બંને ફરવા નીકળ્યા. બતકથી બહુ ઝડપથી ઉડાય નહીં એટલે કાગડો પણ એની સાથે ધીમે ધીમે ઉડે. વળી કોઈ ઝાડ પર બેસે. એવામાં કાગડાની નજર નીચે ગઈ. એણે જોયું તો એક ગોવાળ માથા પર દહીંનું મોટું માટલું લઈને જતો હતો. માટલું છલોછલ ભરેલું હતું. દહીં જોઈને કાગડાના મોમાં પાણી આવ્યું એટલે એ તો ગોવાળના માથા પર ઉડ્યો અને ...Read More

45

હિતોપદેશની વાર્તાઓ - 45 - છેલ્લો ભાગ

45. એક મોટો કૂવો હતો. એમાં ઘણા દેડકા રહેતા હતા. દેડકાના રાજા નું નામ ગંગદત્ત હતું. એ પોતાને ખૂબ શક્તિશાળી માનતો હતો. એને પોતાની તાકાતનું અભિમાન હતું એટલે એ બીજા દેડકાઓને હેરાન કરતો. પોતાની જો હુકમી ચલાવતો. બીજા દેડકાઓ એનાથી ખૂબ ત્રાસી ગયા હતા. એક દિવસ બધાએ ભેગા મળી એને ખૂબ માર્યો અને એને બદલે બીજા હોશિયાર દેડકાને રાજા બનાવી દીધો. નવો રાજા ગંગદત્ત જેટલો બળવાન નહોતો પણ એના કરતાં હોશિયાર હતો. ગંગદત્તે એક બે વાર એને મારી નાખવાની કોશિશ કરી પણ નવો રાજા ચાલાક હોઈ બચી ગયો. એણે ગંગદત્તને પાઠ ભણાવ્યો. એની તાકાત નું અભિમાન ઉડી ગયું અને ...Read More