મેરેજ લવ

(41)
  • 43.5k
  • 8
  • 24.9k

મારે આ સગાઈ કરવી જ નહોતી..... રહી રહીને આર્યાના મગજમાં આ શબ્દો હથોડાની માફક વાગી રહ્યા હતા. માથું ભમી રહ્યું હતું, માથું જ નહીં જાણે આખી દુનિયા ગોળ ગોળ ફરી રહી હતી. આંખમાંથી આં લીસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા... તેની આંખો સામે અયાન સાથે નો વાર્તાલાપ રમી રહ્યો... તો કેમ કરી સગાઈ ?? ત્યારે જ ના પાડી દેવી હતી ને, કારણ કે તું મારા પપ્પા ની મોસ્ટ ફેવરિટ ગર્લ હતી. મને આ સગાઈ માટે ના પાડવા માટે કોઈ અવકાશ નહોતો. તને જોવા આવવાનું ગોઠવ્યું એ પણ એક ફોર્માલિટી જ હતી મારા પપ્પાની. બાકી હું તો તને જોવા આવ્યો ત્યારે જ મારા પપ્પાએ તારા ઘરના ની હા પાડી દીધી હતી. અને મેં આ સગાઈ માટે ના પાડી તો કહી દેવામાં આવ્યું કે મોટાભાઈ ની સગાઈ એકવાર તૂટી છે અને હવે જો આ સગાઈ પણ તૂટે તો સમાજમાં બદનામી થાય અને એટલે મારા પપ્પાની આબરૂ સાચવવા મારી બલી ચડાવી દેવામાં આવી છે. અને એટલે જ મને તારા માટે નફરત થઈ ગઈ છે મારી જિંદગી બગડી એનું કારણ તું છે. તું ભલે બધી રીતે પરફેક્ટ છે as a life partner એક વ્યક્તિ સામેના પાત્રમાં જે ઈચ્છે તે બધું જ તારી પાસે છે but I don't like you...

1

મેરેજ લવ - ભાગ 1

મારે આ સગાઈ કરવી જ નહોતી..... રહી રહીને આર્યાના મગજમાં આ શબ્દો હથોડાની માફક વાગી રહ્યા હતા. માથું ભમી હતું, માથું જ નહીં જાણે આખી દુનિયા ગોળ ગોળ ફરી રહી હતી. આંખમાંથી આં લીસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા...તેની આંખો સામે અયાન સાથે નો વાર્તાલાપ રમી રહ્યો... તો કેમ કરી સગાઈ ?? ત્યારે જ ના પાડી દેવી હતી ને, કારણ કે તું મારા પપ્પા ની મોસ્ટ ફેવરિટ ગર્લ હતી. મને આ સગાઈ માટે ના પાડવા માટે કોઈ અવકાશ નહોતો. તને જોવા આવવાનું ગોઠવ્યું એ પણ એક ફોર્માલિટી જ હતી મારા પપ્પાની. બાકી હું તો તને જોવા આવ્યો ત્યારે જ ...Read More

2

મેરેજ લવ - ભાગ 2

આર્યાને થાય છે આ તે કેવી શરત ? મેરેજ માટે કોન્ટ્રાક્ટ કરવાનો? યાર આપણી રિયલ જિંદગી છે કંઈ ઢીંગલા રમત થોડી છે ..... લગ્ન માટે વળી એવી શરતો હોતી હશે કે થોડોક ટાઈમ સાથે રહેવાનું ફાવે તો ઠીક છે નહીં તો પોત પોતાના રસ્તે, અરે આ ભારત છે આપણું ભારત જ્યાં સંસ્કૃતિ પૂજાય છે સંસ્કાર પૂજાય છે , જ્યાં હિન્દુ શાસ્ત્રોમાં જીવનના 16 સંસ્કાર બતાવવામાં આવ્યા છે અને એ 16 સંસ્કાર માં નો એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર. લોકોના જીવનનું મૂલ્ય સચવાઈ રહે એના માટે ઋષિમુનિઓએ લગ્ન સંસ્થા નો મજબૂત પાયો નાખ્યો અને એના પર સંસ્કારની, ગુહસ્થ જીવનની સુંદર ...Read More

3

મેરેજ લવ - ભાગ 3

લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રખ્યાત કેટરર્સના મેનુ પરિવારના મેમ્બર્સની લેબમાં સ્વાદ ટેસ્ટિંગ થઈ આઈટમો ડિસાઈડ થઈ રહી ડિઝાઇનર કપડા અને ડિઝાઇનર જ્વેલરી ની શોપિંગ થઈ રહી છે. પરિવારના દરેક સભ્ય પોતાની લાડલી ના લગ્ન માટે પોતાના ભાગે આવેલી જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છે. પરિવારની લાડલી ના લગ્ન એક યાદગાર પ્રસંગ બની રહે એના માટે ની મથામણો બધા કરી રહ્યા છે.... પરિવારમાં ખુશી અને ઉદાસી મિશ્રિત વાતાવરણ છે. એક બાજુ આંખના તારાનું લગ્ન રંગે ચંગે કરવાની ખુશી તો બીજી બાજુ કાળજાના કટકાને આ ઘરમાંથી વિદાય આપવાની છે એની ઉદાસી બધાના ચહેરા પર દેખાઈ રહી છે. આર્યા નમ આંખોએ ...Read More

4

મેરેજ લવ - ભાગ 4

' માયરા માં મંગળિયા વરતાય રે પહેલું પહેલું મંગળિયું વરતાય ર પહેલે મંગળ સોનાના દાન દેવાય રે ' માયરા મંગળફેરા સાથે સાથે જાનૈયાઓની માંડવીયા ઓ સાથે હસી મજાક- મીઠી નોંક ઝોંક, વરરાજાના બુટ ચોરી , સામ સામે ફટાણાની ફૂલઝડી અને આતશબાજી વચ્ચે માયરામાં ચોથો મંગળ ફેરો પણ ફરાઇ ગયો. ચોથું ચોથું મંગળિયું વરતાય રે અગ્નિ દેવની સાક્ષી એ ફેરા ફરાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે લગ્નની વિધિ તો સંપન્ન થઈ ગઈ. હવે આર્યા ની નવી સફર શરૂ થવાની હતી. આમ તો લગ્ન પછી દરેક યુવતીએ અંજાની રાહ પર કદમ માંડવાના હોય છે જીવનમાં ઘણા બદલાવા આવી જાય ...Read More

5

મેરેજ લવ - ભાગ 5

આર્યા નવા ઘરે - પોતાના સાસરે સરસ સેટ થઈ ગઈ, બધા સાથે હળી મળી ગઈ હતી. થોડા સમયમાં જ જાણે આખા ઘરની રોનક બની ગઈ. વહેલી સવારે આર્યાનો દિવસ ચાલુ થઈ જાય, સવારે વહેલા રેડી થઈ ભગવાન ની પૂજા પ્રાર્થના કરે, ધીરે ધીરે આખો પરિવાર તેની સાથે પ્રાર્થનામાં જોડાઈ ગયો. આર્યાના મધુર કંઠે ભગવાનની આરતી - ભજન ચાલુ થાય એ સાથે તો આખો પરિવાર રેડી થઈને મંદિર પાસે આવી જાય. એ પછી આર્યા બધા માટે ચા નાસ્તાની તૈયારીમાં લાગી જાય. બધાને આર્યા ના હાથની ચાય ની અને રસોઈનું ઘેલું લાગી ગયું. આર્યા ના હાથ ની ચાય ની તો વાત ...Read More

6

મેરેજ લવ - ભાગ 6

( આગળના ભાગમાં આપણે જોયું કે આર્યા નું ઘરના લોકો સાથેનું બોર્ડિંગ જોઈને અયાન અકળાય છે. પણ આર્યા તો થઈ જવાબ આપે છે ) તેરા પીછા ના મેં છોડુંગી સોનિયે આર્યા બિન્દાસ ગાતી હતી અને અયાન અકળાતો હતો. આ દોસ્તી ઠીક છે, મને તારી કંપની ગમે છે એ વાત પણ સાચી પણ એનો મતલબ એવો જરા પણ નથી કે મારા દિલમાં તારા માટે પ્રેમ જાગી ગયો એટલે ખોટા સપનામાં ના રાચજે. પાનખર આખર ટકે છે ક્યાં સુધી વસંતે આખરે આવવું જ પડે છે નફરત આ આપની રહેશે ક્યાં સુધી પ્રેમ સામે દરેકે ઝૂકવું જ પડે છે આર્યા મંદ મંદ ...Read More

7

મેરેજ લવ - ભાગ 7

આજે અયાન ને નાના ભાઈ બહેન આરવ અને આરસી ની ટીખળ - મજાક મસ્તી પણ આનંદ આપી રહ્યા. આજે લોકોએ આર્યાનું નામ લઈને અયાન સાથે મસ્તી કરી છતાં અયાન ને ગુસ્સો નહોતો આવ્યો. આ બદલાવ અયાનને ખુદને પણ નહોતો સમજાઈ રહ્યો. રાત્રે જમી પરવારીને બધા હોલમાં બેઠા હતા. આરસી એ નવી ગેમ કાઢી, ચલો ભાભી આજે તો ઝેંગા ગેમ રમવી છે. વ્હોટ? ઝીંગા ગેમ ? એ વળી કેવી રીતે રમાય ? જો ભાભી આ રહ્યા ઝીંગા ગેમ્સ ના બ્લોક. આ ગેમમાં આવા લંબચોરસ વુડન બિલ્ડીંગ બ્લોક્સ આવે. આ બ્લોકસ ને વન બાય વન આડા અને ઉભા એકબીજા ઉપર ગોઠવવાના ...Read More

8

મેરેજ લવ - ભાગ 8

( આગળના ભાગમાં આપણે જોયું કે અયાન અને તેનો પૂરો પરિવાર ઝીંગા ગેમ રમે છે. આર્યા તેમાં હારી જાય અને તેને ગીત ગાવાની પનિશમેન્ટ મળે છે અયાન આર્યા નું ગીત , તેનો મધુર કંઠ સાંભળી તેના અવાજ નો દિવાનો બની જાય છે હવે આગળ ) ગેમ આગળ ચાલે છે. અયાન નો વારો આવે છે. અયાન બિલ્ડીંગ માંથી બ્લોક કાઢતો હતો પણ તેની નજર આર્યા પર હતી અચાનક તેનાથી બ્લોકસ પડી જાય છે. હેએ એ એ એ...... આરવ અને આરસી તાળીઓ પાડી કૂદવા લાગે છે વાઉ મજા પડી , ચલો માય બિગ બ્રો પનીસમેન્ટ માટે રેડી થઈ જાવ... અરે પણ ...Read More

9

મેરેજ લવ - ભાગ 9

( આગળના ભાગમાં આપણે જોયું કે બધા ગેમ રમતા હતા ત્યાંથી આર્યા રૂમમાં આવી જાય છે . અયાન રૂમમાં ત્યારે આર્યા સુઈ ગઈ હોય છે અયાન આજે પહેલી વાર આર્યાને ધ્યાનથી જુએ છે. તે તેની સુંદરતા અને માસુમિયતમાં ખોવાઈ જાય છે. આર્યા ના વાળની લટ ઉડીને મોં પર આવતી હતી. અયાન તે સરખી કરવા જાય છે ત્યાં આર્યા ઊંઘમાં અયાન નો હાથ પકડીને સુઈ જાય છે હવે આગળ ) આર્યા ઊંઘમાં અયાનનો હાથ પકડીને સૂઈ જાય છે અયાન ને એમ થયું કે જો હું મારો હાથ છોડાવીશ તો આર્યા જાગી જશે તેની ઊંઘ બગડશે એટલે તે ત્યાં આર્યા સુતી ...Read More

10

મેરેજ લવ - ભાગ 10

( આગળ આપણે જોયું કે આર્યા ઊંઘમાં અયાન નો હાથ પકડીને સુઈ ગઈ હતી, તેથી અયાન ત્યાં બેડ પર બાજુમાં બેઠો અને તેને ઊંઘ આવી ગઈ. સવારે આર્યા એ જાગીને અયાન ને પોતાની બાજુમાં જોયો એટલે નવાઈ પામી અને પછી બંને વચ્ચે મીઠી નોક ઝોક થઈ. આર્યા એ ફરી એકવાર અયાનને તેના દિલની વાત સમજાવી કે તને પણ મારી સાથે પ્રેમ થઈ ગયો છે. થોડીવાર તો આયાન ને પણ લાગ્યું કે તેને આર્યા સાથે પ્રેમ થઈ ગયો છે. પણ પછી તેના દિમાગે આ વાત સ્વીકારવાની ના કહી. હવે આગળ ) અયાન નું દિલ આર્યા તરફ ખેંચાતું જતું હતું જ્યારે ...Read More

11

મેરેજ લવ - ભાગ 11

( આગળ આપણે જોયું કે અયાન દિલ અને દિમાગ વચ્ચે ની લડાઈ માં confuse થઈ જાય છે. અયાન ને છે કે એને આર્યા સાથે પ્રેમ થઇ ગયો છે, એનું દિલ પ્રેમ ના મીઠાં સ્પંદનો મહેસૂસ કરે છે પણ દિમાગ આ પ્રેમ નો અસ્વીકાર કરવા માટે તર્ક બદ્ધ દલીલો કરે છે. પણ આખરે અયાન દિલ ની વાત માનવાનો નિર્ણય કરે છે અને પોતાના આ સંબંધને એક ચાન્સ આપવાનું નક્કી કરે છે. હવે આગળ ) દિવસો વીતતાં જાય છે. અયાન હવે આર્યાનુ એક એક વર્તન નોટિસ કરે છે પણ પોઝિટિવલી. અયાનને હવે આર્યાની અચ્છાઇ અને સચ્ચાઈ સ્પર્શવા લાગે છે. પહેલાં અયાન ...Read More

12

મેરેજ લવ - ભાગ 12

( આગળ આપણે જોયું કે અયાન હવે આર્યાને પસંદ કરવા લાગ્યો છે. હવે તેને આર્યા ની હર એક અદા લાગી. એક દિવસ તેણે આરવ અને આરસીને સામેથી જીંગા ગેમ રમવા માટે કહ્યું, અને જાણી કરીને પોતે આઉટ થઈ ગયો.આરવ અને આરસીએ પનિશમેન્ટ નું કહેતા સામેથી જ આગળની પનીશમેન્ટ માટે રેડી થઈ ગયો અને આર્યાએ ના પાડતા પોતે પનીસમેન્ટ મંજૂર હોવાનું કબુલ કર્યું. આર્યાને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો હવે આગળ.) અયાને આર્યાનો હાથ પકડી કહ્યું મને આ પનીસમેન્ટ મંજુર છે. આર્યા હેરત થી અયાન સામે જોઈ રહી. અયાન આર્યાનો હાથ પકડીને હોલમાં વચ્ચો વચ્ચ લઈ આવ્યો. અયાન આર્યા ...Read More