પુસ્તકની આત્મકથા

(3)
  • 22.4k
  • 0
  • 6.5k

હું પુસ્તક બોલું છું.આજ સુધી તમે મોટા સંત, મહાત્મા, નેતા,કલાકાર અને મોટા મોટા સફળ માણસોની આત્મકથા સાંભળી હશે.એ બધા માણસો થકી મોટા ભાગના લોકો જેના જ્ઞાન, શબ્દ, અને લખાણ થી સફળ થયા એ હું પુસ્તક. હું પુસ્તક, હું કાલે પણ હતી આજે પણ છું અને કાલે પણ રહીશ. કોઈ પણ કાળ આવશે મારું અસ્તિત્વ રહેશે જ, બસ મારા સ્વરૂપ અને પ્રકાર બદલાતા રહેશે. પ્રાચીન કાળ માં હું ગ્રંથ કહેવાણી અને આજે પુસ્તક. પ્રાચીન કાળ માં વૃક્ષનાં પાન અને છાલ પર અલગ અલગ લિપીઓ મા લખાણ થતું ત્યારબાદ તે છૂટા છૂટા પાન અને છાલનાં કટકાને એક ગ્રંથિ થી ગ્રંથિત કરવામાં આવતા એટલે હું એક ગ્રંથિ થી ગ્રંથાયેલી હોવાથી ગ્રંથ ના નામે પ્રસીધ્ધ થઈ. આમ જોવા જઈએ તો ગ્રંથિ વડે ગૂંથીને મને ગ્રંથિત કરવામાં આવી પણ માણસો મને વાંચીને પોતાની સમસ્યાં દૂર કરે છે. તેથી આમ ભલે હું મુંગી કહેવાઉ પણ મારા વાંચકો જ્યારે મને વાંચે ત્યારે હું જીવંત બની જાઉ છું, અને તે મારા પર ભરોસો કરી પોતાની સમસ્યાંનો હલ મારા શબ્દભંડાર માંથી ગોતતા હોય છે.

New Episodes : : Every Tuesday & Thursday

1

પુસ્તકની આત્મકથા - 1

હું પુસ્તક બોલું છું.આજ સુધી તમે મોટા સંત, મહાત્મા, નેતા,કલાકાર અને મોટા મોટા સફળ માણસોની આત્મકથા સાંભળી હશે.એ બધા થકી મોટા ભાગના લોકો જેના જ્ઞાન, શબ્દ, અને લખાણ થી સફળ થયા એ હું પુસ્તક. હું પુસ્તક, હું કાલે પણ હતી આજે પણ છું અને કાલે પણ રહીશ. કોઈ પણ કાળ આવશે મારું અસ્તિત્વ રહેશે જ, બસ મારા સ્વરૂપ અને પ્રકાર બદલાતા રહેશે.પ્રાચીન કાળ માં હું ગ્રંથ કહેવાણી અને આજે પુસ્તક. પ્રાચીન કાળ માં વૃક્ષનાં પાન અને છાલ પર અલગ અલગ લિપીઓ મા લખાણ થતું ત્યારબાદ તે છૂટા છૂટા પાન અને છાલનાં કટકાને એક ગ્રંથિ ...Read More

2

પુસ્તકની આત્મકથા - 2

બાળકો તો મારા માં સ્નાન કરીને મને પવિત્ર કરી જાય છે ,કારણ કે એજ ભૂલકાઓ તેમના ભવિષ્ય બંધારણ ના પટ્ટ પ્રદેશમાં મને ગંગોત્રી થી નીકળેલ ગંગા સમાન મહત્વ આપીને પ્રત્યેક જીવન પગથિયે મને ગૌરવાંવિત કરે છે.એમના જીવનના પ્રત્યેક તબક્કે મારું યોગદાન , આમ તો જો કે મારી ફરજ જ કહેવાય જે એમને ફળવાની જ હોય અને એમના જીવન ને લાભ મળવાનો જ હોય ...બાલમંદિર ના પહેલા કદમ થી લઈને દસમાં ના પ્રથમ પગથિયાં સુધી , વિજ્ઞાન - કોમર્સ - આર્ટસ ની અટપટી અટકળો થી બારમા ના બોર્ડ સુધી , કોલેજો ની કૌટિલ્ય થી જીવનના કૌટિલ્ય બનવા સુધીની લાંબી સફર ...Read More