મુરકટા

(14)
  • 10k
  • 1
  • 5k

એક કપલ રાત્રે ખજીયાર પાસેના જંગલમાં હાથમાં હાથ નાખી ફરતા હતા. થોડે દુર ચાલતા ચાલતા એક ઝરણા પાસે બેય બેઠા. થોડીવાર બંને એ વાતો કરી પછી એ યુવાન ઉભો થઇ યુવતીની પાછળ જઈ એના ગળામાં પોતાના હાથ વીંટાળ્યા. બંને થોડીવાર એમ જ રહ્યા પછી એ યુવતીએ યુવાનનો હાથ છોડાવી આગળ કર્યો તો એ યુવાનના માત્ર હાથ જ હતા જે એના હાથમાં આવી ગયા. ડરથી એને ચીસ પાડી હાથ ફેંકી એ પાછળ વળી તો એ યુવાન ન હતો. એ દોડીને ત્યાં થી ભાગી, એનો પગ કોઈ વસ્તુ સાથે અથડાયો અને એ નીચે પડી. સામે જોયું તો લોહી નું ખાબોચિયું ભરેલું હતું અને એ યુવાનના પગ, ધડ, માથું બધું અલગ અલગ પડ્યું હતું. આ બધું જોઈ એના હોશ ઉડી ગયા. એને ઊંચું જોયું તો એક વ્યક્તિ એની સામે ગુલાબનું ફૂલ લઈને ઉભી હતી. એ યુવતી માંડ માંડ ઉભી થઇ ને વીજળીનો ચમકારો થયો ને એને જોયું કે એ વ્યક્તિને મોઢું જ ન હતું. એને ફરી ચીસ પાડી ને ત્યાંથી ભાગવા લાગી. પાછળ થી કુહાડીનો ઘા એના મસ્તક પર વાગ્યો ને એના માથાના ફુરચેફુરચા નીકળી ગયા ને ત્યાં જ એનો જીવ જતો રહ્યો.

1

મુરકટા - ભાગ 1

એક કપલ રાત્રે ખજીયાર પાસેના જંગલમાં હાથમાં હાથ નાખી ફરતા હતા. થોડે દુર ચાલતા ચાલતા એક ઝરણા પાસે બેય થોડીવાર બંને એ વાતો કરી પછી એ યુવાન ઉભો થઇ યુવતીની પાછળ જઈ એના ગળામાં પોતાના હાથ વીંટાળ્યા. બંને થોડીવાર એમ જ રહ્યા પછી એ યુવતીએ યુવાનનો હાથ છોડાવી આગળ કર્યો તો એ યુવાનના માત્ર હાથ જ હતા જે એના હાથમાં આવી ગયા. ડરથી એને ચીસ પાડી હાથ ફેંકી એ પાછળ વળી તો એ યુવાન ન હતો. એ દોડીને ત્યાં થી ભાગી, એનો પગ કોઈ વસ્તુ સાથે અથડાયો અને એ નીચે પડી. સામે જોયું તો લોહી નું ખાબોચિયું ભરેલું હતું ...Read More

2

મુરકટા - ભાગ 2

અનાયા પોતાના નેત્રો ખોલી આજુબાજુ જોવે છે કે એ એક ખૂબ જ જુના લાકડાના બનેલા જર્જરિત મકાનમાં એક રૂમમાં છે. એને જંગલની વાત યાદ આવતા સફાળી બેઠી થાય છે. એના માથા પર ભાર લાગે છે અને એ પોતાનું માથું પકડી લે છે. પોતાની સ્માર્ટ વોચમાં જોવે છે તો એને ખબર પડે છે તે 2 દિવસ પછી ની તારીખ બતાવે છે. એને જાણીને શોક લાગે છે કે એ 2 દિવસ પછી ઉઠી છે. તે રૂમની ફરતે નજર કરે છે તો એને એવું લાગે છે કે તે આ જગ્યા એ પેલા પણ આવી ચૂકી છે. તે રૂમની દીવાલોને અડે છે, રૂમમાં ...Read More

3

મુરકટા - ભાગ 3

અનાયા કાર સાથે અથડાવાથી દુર ફંગોળાઈને પડે છે. તેના માથા પર ઇજા થાય છે. કારચાલક કાર રોકે છે અને ઉતરે છે. તે અનાયા પાસે જઈ એને ઉભી કરે છે અને પોતાની કારમાં બેસાડે છે. અનાયા આખા રસ્તે અર્ધબેભાન હાલતમાં 'મને છોડી દો... બચાવો' એવું જ બબડયા કરે છે. રાત થઈ ગઈ હોય છે અને શહેર ઘણું દૂર હોય છે તેથી તે વ્યક્તિ એને પોતાની ઘરે લઈ જાય છે. અનાયાની મરમપટ્ટી કરે છે. અનાયા થોડી સ્વસ્થ થાય છે. તે વ્યક્તિ અનાયાને હાથમાં મગ પકડાવે છે. અનાયા પેલા એ વ્યક્તિને જોવે છે અને પછી આખા હોલ પર નજર કરે છે. એ ...Read More