મારાં અનુભવો

(21)
  • 12.5k
  • 2
  • 5.9k

The father"સાહેબ, સાહેબ જલ્દી જોવો ને આ શું થયું યશ ને "બપોર ના ત્રણ વાગ્યે, જમ્યા પછી ની તન્દ્રાવસ્થા માં બેઠો હતો આ અવાજ થી એકદમ સફાળો જાગી ગયો.બાઈક પરથી ઉતારતા ની સાથે રોડ પરથી જ એકજ શ્વાસ માં એ ભાઈ બધું બોલી ગયા. પરસેવા થી રેબઝેબ, ઢીલો થયેલ અવાજ અને કપાળ પર ની કરચલી પરથી એ ભાઈ ટેન્શન તથા ડરી ગયેલા અને કંઈક અંશે દોશી હોવાની લાગણી અનુભવતા હોય એવુ લાગ્યું. અને કેમ ના લાગે!! 15 વર્ષ નો જુવાન છોકરો એકાએક બેભાન થાય તો કયા બાપ ની આ હાલત ના થાય!!!બાઈક પરથી ઉતરીને છોકરા ને ઉંચકી ને અંદર આવ્યા.

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

મારાં અનુભવો - 1 - The Father

The father"સાહેબ, સાહેબ જલ્દી જોવો ને આ શું થયું યશ ને "બપોર ના ત્રણ વાગ્યે, જમ્યા પછી ની તન્દ્રાવસ્થા બેઠો હતો આ અવાજ થી એકદમ સફાળો જાગી ગયો.બાઈક પરથી ઉતારતા ની સાથે રોડ પરથી જ એકજ શ્વાસ માં એ ભાઈ બધું બોલી ગયા. પરસેવા થી રેબઝેબ, ઢીલો થયેલ અવાજ અને કપાળ પર ની કરચલી પરથી એ ભાઈ ટેન્શન તથા ડરી ગયેલા અને કંઈક અંશે દોશી હોવાની લાગણી અનુભવતા હોય એવુ લાગ્યું. અને કેમ ના લાગે!! 15 વર્ષ નો જુવાન છોકરો એકાએક બેભાન થાય તો કયા બાપ ની આ હાલત ના થાય!!!બાઈક પરથી ઉતરીને છોકરા ને ઉંચકી ને અંદર આવ્યા. ...Read More

2

મારાં અનુભવો - 2 - લાચારી

લાચારી" બોલો કાકા, શું થાય છે? "" સાહેબ, હાથ પગ ઉપડતા નથી, શરીર માં તાકાત નથી, કોઈએ કહ્યું આ સારા છે એટલે માંડ માંડ અહીં આયો છું."ભગવા રંગ નો ઝભો અને ધોતી સાથે ધીર ગંભીર ચહેરો, ચિંતાતુર અવાજ અને આખા શરીર માં કરચલી જોઈને ઉંમર 65-70 હશે એનો અંદાજ આયો. બંને પગ માં સોજા, હાથ માં ધ્રુજારી અને બોલવામાં પણ થોથવાત હતી." અહીં બેસો કાકા, શું કામ કરો છો? "" એક ભજન મંડળી છે એમાં તબલા વગાડું છું સાહેબ ,એમાં ખાવા પીવાનું થઈ રે છે. તમે એક તાકાત નો બોટલ ચઢાઈ આપો ને. કેટલા રૂપિયા થશે??" ઓહહો, ભજન કરો ...Read More

3

મારાં અનુભવો - 3 - ઘડપણ

ઘડપણપીપળ પાન ખરંતા, હસતી કુપળિયામુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા"કેમ છો બા? બઉ દિવસે દેખાયા?! ક્યાં ગયા દાદા આજે? બીમાર થાઉ તો જ આવું ને, દાદા આવે છે ને પાછળ. "85 વર્ષ ના બા. પાતળો બાંધો અને નીચી કાઠી, ઉંમરે પોતાનું કામ વ્યવસ્થિત કરેલું હતું, આખા શરીર પર કરચલી અને હાથ માં ટેકા માટે એક લાકડી, નજીક ના એક ગામ માં પોતાનું નાનું ઘર.બા ને તપાસ કરી એક બોટલ ચઢાવાની જરૂર હતી એટલે નર્સ ને કહીને બોટલ ચાલુ કર્યો. મારે પણ આજે ખાસ દર્દી હતા નઈ એટલે થોડા મજાક સાથે કહ્યું," આ ઉંમરે દાદા ને ક્યાં મૂકી આયા? "" ...Read More

4

મારાં અનુભવો - 4 - લકી????

લકી?!!" હેલો, સાંભળ, હું નીકળું છુ પણ ઈશા ને મળવા કાફે માં જવાનુ છે તો એને મળીને ઘરે જઈશ. કેટલા વાગે આવીશ?? " નિરાલી એ પૂછ્યું.હોસ્પિટલ માંથી નીકળી ને તરત મને ફોન કર્યો. આજે શનિવાર હતો એટલે વહેલા નોકરી પુરી થાય." હા, કઈ વાંધો નઈ, હું તો મારાં ટાઈમે જ આવીશ ને!. "" સારુ , રાત્રે મળીએ, બાય. ""બાય. " વાત પત્યા પછી હું મારાં કામ માં વ્યસ્ત થઈ ગયો. સાંજ થવા આવી. આકાશ માં કાળા વાદળ છવાયેલા હતા. કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડવાની શક્યતા હતી. આવા વાતાવરણ મા બધા દુકાન અને લારી બંદ કરીને નીકળવા માંડ્યા. કંઈક ...Read More