પ્રેમની અનુકંપા

(95)
  • 43.3k
  • 6
  • 25.3k

એમબીએ કરનારો એક હોશિયાર વિદ્યાર્થી જ્યારે પોતાના અભ્યાસના પુસ્તકો માંથી કઈક અલગ પુસ્તક પર નજર કરે છે ત્યારે એવું લાગે કે જાણે એ વિદ્યાર્થી આખી દુનિયાને જાણવા નીકળ્યો છે. સુરતમાં આવેલી પ્રખ્યાત વીર નર્મદ યુનિવર્સિટીનો એક હોશિયાર અને કાબિલ વિદ્યાર્થી કોલેજમાં આવેલી લાઇબ્રેરીમાં એક બુક શોધી રહ્યો હતો ત્યારે તેને એક મોટીવેશન બુક પર નજર પડી ત્યારે તે બુક લેવા જાય છે ત્યાં બુક નાં થપ્પા પાછળ એક સુંદર છોકરી આ હોશિયાર વિદ્યાર્થી ની નજરે પડી અને તે બુક પર નજર કરવાના બદલે તે યુવાન અને ખૂબસૂરત છોકરી પર નજર અટકી પડી. ક્ષણભર ની એ નજર જાણે જાદુ કરી ગઈ હોય તેમ તે યુવાનના મનમાં બુક નાં વિચારો ખોવાઈ ગયા અને તે યુવતીનાં વિચારમાં પડી ગયો. હજુ તો એક નજરમાં ક્ષણભર તે યુવતી આંખોમાં વસી હતી ત્યાં અચાનક આંખોથી ઓજલ થઈ ગઈ. એક કોલેજનો ટોપર વિદ્યાર્થીનું જ્યારે ધ્યાન ભટકે છે ત્યારે આંચકો લાગે કેમકે હોશિયાર વિદ્યાર્થી ને કારકિર્દી સિવાય કશું નજર આવતું નથી. લાઈબ્રેરી માંથી બુક લઈને તે યુવાન લાઈબ્રેરીની બહાર આવીને તે યુવતી ની રાહ જોવા લાગ્યો. તે યુવતી ને મળવાની તાલાવેલી જાગી ને તેને ખાતરી હતી કે તે યુવતી જરૂરથી બહાર આવશે અને હું તમને સાથે થોડી વાતો કરીને દોસ્તી નો હાથ આગળ કરીશ.

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

પ્રેમની અનુકંપા - ભાગ ૧

એમબીએ કરનારો એક હોશિયાર વિદ્યાર્થી જ્યારે પોતાના અભ્યાસના પુસ્તકો માંથી કઈક અલગ પુસ્તક પર નજર કરે છે ત્યારે એવું કે જાણે એ વિદ્યાર્થી આખી દુનિયાને જાણવા નીકળ્યો છે. સુરતમાં આવેલી પ્રખ્યાત વીર નર્મદ યુનિવર્સિટીનો એક હોશિયાર અને કાબિલ વિદ્યાર્થી કોલેજમાં આવેલી લાઇબ્રેરીમાં એક બુક શોધી રહ્યો હતો ત્યારે તેને એક મોટીવેશન બુક પર નજર પડી ત્યારે તે બુક લેવા જાય છે ત્યાં બુક નાં થપ્પા પાછળ એક સુંદર છોકરી આ હોશિયાર વિદ્યાર્થી ની નજરે પડી અને તે બુક પર નજર કરવાના બદલે તે યુવાન અને ખૂબસૂરત છોકરી પર નજર અટકી પડી. ક્ષણભર ની એ નજર જાણે જાદુ કરી ગઈ ...Read More

2

પ્રેમની અનુકંપા - ભાગ ૨

કોલેજ જતી વખતે વીર વિચારવા લાગ્યો કે કાલે અમદાવાદ જઈશ તો હું તે છોકરી ને કેવી રીતે નાં કહી હાલ મારો કોઈ લગ્નનો વિચાર નથી તેવું બહાનું તો નહિ ચાલે. અને પપ્પાએ એમ જ કઈ છોકરી જોવાનું નક્કી કર્યું નહિ હોય તે મારા લાયક અવશ્ય હોવી જોઈએ. આવા અવનવા વિચારો સાથે લઈને વીર કોલેજ તરફ પોતાની સપોર્ટ બાઈક લઈને જઈ રહ્યો હતો. આમ તો સૂર્યા રેસીડેન્સી થી વીર નર્મદ યુનિવર્સિટી નજીક જ થાય એટલે તે પાંચ મિનિટમાં તો કોલેજ પહોચી ગયો અને કોલેજના લેક્ચર એટેન્ડ કરવા લાગ્યો.ક્લાસ પૂરા થયા એટલે ઘરે જવા કોલેજના ગેટ પાસે બાઇક લઇને વીર પહોંચે ...Read More

3

પ્રેમની અનુકંપા - ભાગ ૩

પલ્લવીને ખબર હતી નહિ કે વીર છોકરી જોવા માટે અમદાવાદ ગયો છે. તે દિવસે પલ્લવીએ વીર ની ઘણી રાહ પણ વીર ક્યાંય દેખાયો નહિ. બીજે દિવસે પણ કોલેજનાં લેક્ચર પૂરા થયા પછી કોલેજની બહાર સ્કુટી લઈને વીર ની રાહ જોવા લાગી. તે દિવસે વીર કોલેજના લેક્ચર પૂરા કરીને લાઈબ્રેરી પહોચી ગયો અને ત્યાં બેસીને બુક વાંચવા લાગ્યો તેને ખબર હતી કે પલ્લવી મારી કોલેજ બહાર રાહ જોઈ રહી છે પણ તેના મનમાં પલ્લવી નહિ હવે પ્રકૃતિ છવાઈ ગઈ હતી.ઘણી રાહ જોયા પછી વીર દેખાયો નહિ એટલે પલ્લવી ઘરે જવા નીકળી. એક બે મુલાકાતમાં તે વીર નો ફોન નંબર પણ ...Read More

4

પ્રેમની અનુકંપા - ભાગ ૫

વીર કોલેજ પર પહોચ્યો. રસ્તામાં તે વિચારોમાં ખોવાઈ ગયો. કે હું પલ્લવીને શું કહીશ.?પલ્લવીને મારી સગાઈ વિશે વાત કરીશ તે મારાથી દૂર જશે અને હું એવું ઈચ્છતો નથી એટલે તેણે પોતાની સગાઈની વાત છૂપાવી રાખવી જ યોગ્ય લાગી.કોલેજમાં લેક્ચર પૂરા થયા એટલે બન્ને કોલેજના ગેટ પાસે મળ્યા. વીર ને પલ્લવી સાથે રહેવું હતું પણ પ્રકૃતિ સાથે સગાઈ થશે એ વિચારથી તે થોડો અપસેટ હતો પણ આ અપસેટ પણું તે પલ્લવી સાથે દેખાડવા માંગતો ન હતો એટલે ચહેરા પર ખોટી સ્માઈલ રાખી.વીર ની આજે ક્યાંય જવાની ઈચ્છા હતી નહિ પણ પલ્લવી સાથે વાત કરવા માંગતો હતો એટલે તેણે કોલેજના કેમ્પસમાં ...Read More

5

પ્રેમની અનુકંપા - ભાગ ૪

આજનો દિવસ મારા માટે ખાસ બની રહેશે તેવું વીર વિચાર કરી રહ્યો હતો. તે આજે પલ્લવીને મળીને પોતાના દિલની કહેવા માંગતો હતો. જેથી તેને ખ્યાલ આવી જાય કે જો પલ્લવી મારા પ્રેમને સ્વીકારશે તો હું પ્રકૃતિ સાથે ની સગાઈ તોડી નાખીશ અને પલ્લવીને જ મારી જીવનસાથી બનાવી લઈશ કેમકે પલ્લવી મારી પહેલી પસંદ છે. અને મારી સમોવડી પણ.તૈયાર થઈને વીર આજે પોતાની સ્પોર્ટ બાઈક નહિ પણ પપ્પાની કાર લઈને કોલેજ જવા નીકળ્યો. આમ તો ઘણી વખત કાર લઈને વીર જતો એટલે પપ્પાએ તેને કઈ પૂછ્યું નહિ અને કાર ની ચાવી તરત આપી દીધી. વીર તો કાર લઈને કોલેજ પહોંચ્યો. ...Read More

6

પ્રેમની અનુકંપા - ભાગ ૬

સોમવારનો દિવસ વીર માટે અલગ બનવા જઈ રહ્યો હતો. કેમકે તે આજે પ્રકૃતિ સાથે પોતાની સગાઈ થઈ ગઈ છે વાત પલ્લવીને કરવાનો હતો. અને પછી પલ્લવી તરફ થી શું અભિપ્રાય મળે છે તે જોવાનું હતું. જો પલ્લવી સગાઈ થયા પછી પણ મને ચાહશે છે તો કોઈ રસ્તો કાઢીને હું પ્રકૃતિ સાથે સગાઈ તોડી નાખીશ એવું વીરે વિચારી લીધું હતું. બસ પલ્લવી શું કહેશે તેના પર હતી.વીર કોલેજમાં પહોચ્યો. જે સમયે પલ્લવી અને વીર મળતા હતા તે સમયે બન્ને કોલેજના ગેટ પાસે મળે છે. બન્ને કોફી પીવા બાજુમાં આવેલ કોફીશોપ પર જઈને વાતો ની શરૂઆત કરે છે. તે સમયે કોફીશોપ ...Read More

7

પ્રેમની અનુકંપા - ભાગ ૭

વીર ને રાત્રે ઉંઘ આવી રહી ન હતી તેને પલ્લવીને ચિંતા થઈ રહી હતી. તે સારી તો હશે ને.? વિચારથી તે પલ્લવીને યાદ કરતો રહ્યો. વિચાર આવ્યો કે લાવ અત્યારે ફોન પર પલ્લવી નાં હાલચાલ પૂછી લવ પણ પલ્લવી કદાચ સૂઈ ગઈ હશે અને તેને જગાડવી ઉચિત નથી એમ સમજીને બે વાર ફોન હાથમાં લઈને પાછો મૂકી દીધો. આમ પણ અત્યાર સુધી પલ્લવી સાથે ફોન પર ક્યારેય વીરે વાત કરી ન હતી.સવાર થતાંની સાથે વીર કોલેજ જવા તો નીકળ્યો પણ પહેલા પલ્લવી નાં ઘરે પહોચ્યો. દરવાજા એ બેલ વગાડી કે તરત પલ્લવી બહાર આવી. પલ્લવીને જોઈને વીર ને હાશકારો ...Read More

8

પ્રેમની અનુકંપા - ભાગ ૮

વીર ની પાસે બેસીને પ્રકૃતિ આખી વાત શરૂ કરે છે.કોલેજનું પહેલું વર્ષ હતું. હું કોલેજ થી સાવ અજાણ હતી. મારે ખાસ કોઈ ફ્રેન્ડ હતું નહિ. બસ એકલી જતી અને આવતી અને અભ્યાસ પર જ મારું ધ્યાન હતું. મારો શાંત સ્વભાવ ક્યાંક ને ક્યાક મિત્રો બનાવવામાં નડતરરૂપ બની રહ્યો હતો. મારો ઉદાસ ચહેરો જોઈને ઘણા મારી સાથે દોસ્તી કરવા પણ તૈયાર હતા નહિ. હું સાવ એકલી અટૂલી હતી. તો પણ હું અંદર થી ખુશ હતી કેમકે હું મારી પોતાની જાત સાથે પ્રેમ કરતી. પોતાની જાત ને સમય આપતી. જે અત્યારે કોઈ કરતું નથી. બસ બીજાને પ્રેમ કરે છે અને બીજા ...Read More

9

પ્રેમની અનુકંપા - ભાગ ૯

અચાનક કોઈ આવીને જતું રહ્યું હતું પણ તેની મદદ મારા દીલમાં હજુ એકબંધ હતી. જ્યારે જ્યારે હું ગૌરવ ને હતી ત્યારે ત્યારે તેમણે કરેલી મદદ મારા માંનસપટલ પર છવાઈ રહેતી.નિયતિ શું કરે તે કોઈ કહી શકતું નથી. જેમને આપણે ભૂલવાની કોશિશ કરી રહ્યા હોય તે ક્યારેય ભૂલાતો નથી અને જો સતત તેને યાદ કરતા રહીએ તો એકદિવસ આપણી નજીક આવવાનો જ. બસ એવું જ બન્યું.હું લાઈબ્રેરી માંથી બુક લઈને બહાર આવી રહી હતી ત્યારે બહાર ઉભેલ ગૌરવ મને બોલાવે છે. હું તેમની નજીક જઈને બોલી.હાય... કેમ છો તમે..?હું બસ મઝામાં છું. તું કેમ છે.?આજે પહેલી વાર ગૌરવે મને તુંકારે ...Read More

10

પ્રેમની અનુકંપા - ભાગ ૧૦

ઘડિયાળના કાંટા પર મારી નજર અટકી રહી હતી. શું કરવું તે સમજાતું ન હતું. એટલે હાલ સમય પર છોડી મને ઉચિત લાગ્યું. ગૌરવ થી થોડી દૂર હું બેઠી હતી મને વાત કરવાની ઘણી ઈચ્છા હતી પણ અત્યાર સુધી ગૌરવ મારી સાથે અવગણના કરતો હતો એટલે મને લાગતું હતું કે તે મને પસંદ નથી કરતો. તેના કારણે હું દૂર બેસી હતી.ગૌરવે નજર કરી તો પ્રકૃતિ ત્યાં બેઠી હતી અને કોઈ વિચારમાં ખોવાઈ ગઈ હોય એવું લાગ્યું. સફેદ કલરના ડ્રેસમાં તે અતિ મનમોહક લાગતી હતી. ભલે તેનો ચહેરો ઉદાસ હતો પણ તેની ચહેરાની ચમક ઘણાને ઘાયલ કરનારી હતી. આજે ગૌરવને જાણે ...Read More

11

પ્રેમની અનુકંપા - ભાગ ૧૧

બે દિવસ પસાર થયા પછી હું ત્રીજા દિવસે કોલેજમાં જવા તૈયાર થઈ રહી હતી. ગૌરવ ને મળવાનો આજે ઉમંગ પણ ઘરની બહાર નીકળું તે પહેલા પપ્પાએ મને રોકી અને કહ્યું બેટા મહેમાન આવે છે એટલે કોલેજમાં આજે જવાનું ટાળી દે. હું થોડી માયુસ થઈ. આજે ગૌરવ ને મળવાના સપના પર પાણી ફરી ગયું. પપ્પાની આજ્ઞા તો મારે પાળવી રહી. હું તે દિવસે ઘરે રહી.થોડા કલાકોમાં મહેમાન મારી ઘરે પધાર્યા. એક વડીલ તેની સાથે તેની પત્ની અને મિત્રની પાછળ એક યુવાન સુંદર સુશીલ છોકરો આવી રહ્યો હતો. મો નીચે કરેલું જોઈને હું સમજી ગઈ કે યુવાન મારી જેમ શરમાળ છે ...Read More

12

પ્રેમની અનુકંપા - ભાગ ૧૨

પપ્પાના કહેવાથી વીર ને પ્રકૃતિ અમદાવાદના પ્રખ્યાત ફરવાલાયક સ્થળ પર ફરવા નીકળી પડ્યા. તેઓ પહેલા રિવરફ્રન્ટ પહોચ્યા. સાબરમતી નદીના તેઓ સાથે ચાલતા ચાલતા વાતો કરતા રહ્યા અને પછી એક યાદગીરી બની રહે તે માટે બંનેએ સાથે ઘણી સેલ્ફી મોબાઈલમાં કેદ કરી. જે રીતે સાથે ફરી રહ્યા હતા તે જોતાં એવું લાગે કે બન્ને પ્રેમીઓ છે. અને રોમેન્ટિક પળો સાથે વિતાવી રહ્યા છે.પ્રકૃતિ અને વીર બન્ને નજીક બેસીને વાતો કરી રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યો યુવક તેમની તરફ નજર રાખીને બેઠો હતો. પ્રકૃતિ વાતોમાં મશગુલ હતી જ્યારે વીર આજુ બાજુ નજર કરી રહ્યો હતો ત્યારે તેની નજર પેલા યુવાન ...Read More

13

પ્રેમની અનુકંપા - ભાગ ૧૩

પ્રકૃતિ ના પપ્પા વિશ્ર્વાસભાઈ નાં કહેવાથી વીર તેમની પાસે બેસી ગયો. ત્યાં પ્રકૃતિ તૈયાર થઈને બહાર આવી એટલે વિશ્વાસભાઈ તેમની પત્ની પીનાબેન બન્ને કહેવા લાગ્યા.બેટી.. આજે પણ તું અને વીર સાથે બહાર ફરી આવો. જેથી એકબીજાને જલ્દી સમજી જશો તો અમારે લગ્નની તારીખ લેવામાં ખબર પડે.વીર હજુ પોતાના દિલની વાત કહેવા જાય છે ત્યાં પ્રકૃતિ બોલી. પપ્પા લગ્નની ઉતાવળ ન કરો. સમય આવે બધું થઈ જશે. અમને હજુ સમય જોઈએ છે એકબીજાને સમજવા.પીનાબેન બોલ્યા. બેટી બહુ સમય સારો નહિ. સગાઈ પછી જલ્દી લગ્ન કરી નાખવા સારા. પ્રકૃતિ સમજી ગઈ કે જો વધુ વાર હું અને વીર અહી ઊભા રહીશું ...Read More

14

પ્રેમની અનુકંપા - ભાગ ૧૪

નાસ્તા હાઉસ પર નાસ્તો કરીને વીર અને પ્રકૃતિ બહાર આવ્યા ને પલ્લવી ની રાહ જોવા લાગ્યા. વીર વિચારવા લાગ્યો પલ્લવી આવશે તો પ્રકૃતિ શું કરશે.? હું પલ્લવી સાથે જતો રહીશ તો પ્રકૃતિ ક્યાં હશે કેમ સમય પસાર કરશે.? વીર ને વિચારતો જોઈને પ્રકૃતિ બોલી.વીર તું ચિંતા કરીશ નહિ પલ્લવી તને લેવા આવશે ત્યારે હું દૂર જતી રહીશ.અમે પાછા ફરીશું નહિ ત્યાં સુધી તું શું કરીશ. ક્યાં સમય પસાર કરીશ.?એ ચિંતા ન કર વીર. કોઈ સારી જગ્યાએ જઈને સમય પસાર કરી લઈશ. ધીમે ધીમે વાતો કરતા રહ્યા ત્યાં એક સ્કુટી તેમની પાસે અચાનક આવીને ઊભી રહી. તે પલ્લવી હતી. પલ્લવી ...Read More

15

પ્રેમની અનુકંપા - ભાગ ૧૫

પ્રકૃતિ અને વીર ઘરે પહોંચે ત્યાં ઘણું મોડું થઈ ગયું હોય છે. બન્નેને મોડા આવતા જોઈને વિશ્ર્વાસભાઈ બોલ્યો. આજનો કેવો રહ્યો. કેમ થોડું મોડું થયું.?વીર ની સામે જોઈને પ્રકૃતિ એ ઈશારો કર્યો કે તું ચૂપ રહેજે હું પપ્પા ને સંભાળી લઈશ. અરે ... બહાર ગયા હોય એટલે સમયનું ક્યાં ભાન હોય. ઉપરથી અમદાવાદનાં ટ્રાફિકની વાત જ શું કરવી.!સારું સારું. બંને ફ્રેશ થઈ ને જમી લો. પપ્પા નું આટલું કહેતા જ પ્રકૃતિ ને હાશકારો થયો. આજ સુધી ક્યારેય તે ખોટું બોલી હતી નહિ પણ આજે અધૂરું સત્ય બોલી ને થોડીક રાહત અનુભવી.આખો દિવસ ટ્રાવેલિંગ કરીને વીર થાક્યો હતો. એટલે કોઈ ...Read More