રેશમી ડંખ

(814)
  • 94.7k
  • 39
  • 64k

સિમરને પોતાના પતિ કૈલાસકપૂર સાથે બેવફાઈ કરવા માટેની નકકી કરેલી પળો હવે ખૂબ જ નજીક આવી પહોંચી હતી. તેણે પોતાના પતિને દગો આપવા માટેનો જે ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો હતો, અને આ માટે તે બિલકુલ તૈયાર અને ખૂબ જ તત્પર હતી ! તેણે પોતાના ચહેરા પર આ તત્પરતા ડોકાઈ ન જાય એની સાવચેતી સાથે બાજુની સીટ પર બેઠેલા પોતાના પતિ કૈલાસકપૂર સામે જોયું કૈલાસકપૂર દોડી રહેલી કારની બારી બહાર જોતો બેઠો હતો. સિમરને પોતાના સોનાના તાર જેવા ગોલ્ડન ને શાઈની વાળમાં પોતાની લાંબી-કોમળ આંગળીઓ ફેરવતાં કૈલાસકપુરના ચમકતાકાળા-ધોળા વાળ તરફ તુચ્છકારભરી નજરે જોયું. કૈલાસકપૂર ઉંમરમાં તેનાથી સત્યાવીસ વરસ મોટો-બાવન વરસનો હતો. તેણે છ મહિના પહેલાં આ ઘરડા ઘોડાને પોતાની લગામ સોંપી હતી, એને પોતાનો પતિ બનાવ્યો હતો, અને આની પાછળ તેની પાકી ગણતરી હતી.

Full Novel

1

રેશમી ડંખ - 1

એચ. એન. ગોલીબાર 1 સિમરને પોતાના પતિ કૈલાસકપૂર સાથે બેવફાઈ કરવા માટેની નકકી કરેલી પળો હવે ખૂબ જ નજીક પહોંચી હતી. તેણે પોતાના પતિને દગો આપવા માટેનો જે ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો હતો, અને આ માટે તે બિલકુલ તૈયાર અને ખૂબ જ તત્પર હતી ! તેણે પોતાના ચહેરા પર આ તત્પરતા ડોકાઈ ન જાય એની સાવચેતી સાથે બાજુની સીટ પર બેઠેલા પોતાના પતિ કૈલાસકપૂર સામે જોયું કૈલાસકપૂર દોડી રહેલી કારની બારી બહાર જોતો બેઠો હતો. સિમરને પોતાના સોનાના તાર જેવા ગોલ્ડન ને શાઈની વાળમાં પોતાની લાંબી-કોમળ આંગળીઓ ફેરવતાં કૈલાસકપુરના ચમકતાકાળા-ધોળા વાળ તરફ તુચ્છકારભરી નજરે જોયું. કૈલાસકપૂર ઉંમરમાં તેનાથી સત્યાવીસ વરસ ...Read More

2

રેશમી ડંખ - 2

2 આજ સુધી એણે જેની સુપારી લીધી હતી, એની ચોકકસ લાશ ઢાળી આપી હોવાનો રેકોર્ડ ધરાવતો ભાડૂતી હત્યારો જેકૉલ કૈલાસકપૂરના ફાર્મહાઉસમાં, કૈલાસકપૂરની સામે બેઠો હતો. જેકૉલ સાડા પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતો હતો. શરીરે એ સોટા જેવો પાતળો હતો. દેખાવ પરથી એવો લાગતો હતો કે, કોઈ માણસને કતલ કરવાની વાત તો દૂર રહી, પણ એ માખેય નહિ મારતો હોય. અત્યારે એ કૈલાસકપૂરે એને આપેલા સિમરનના ફોટા પર ઝીણવટથી નજર ફેરવી રહ્યો હતો. એ ફોટા પર નજર ફેરવીને એણે ‘સિમરન કયાં-કયાં હોઈ શકે ?' એના સરનામાઓના લિસ્ટ પર નજર ફેરવી અને પછી કૈલાસકપૂર સામે જોયું. ‘આમાં પાંચ લાખ છે.’ રૂપિયાના બંડલોનું ...Read More

3

રેશમી ડંખ - 3

3 રાતના આઠ વાગ્યા હતા. કૈલાસકપૂર તેની સામે બેઠેલા ને સિમરનના ફોટા પર નજર ફેરવી રહેલા ભાડૂતી હત્યારા રાજવીરને રહ્યો હતો. કૈલાસકપૂરની રાજવીર સાથેની આ પહેલી જ મુલાકાત હતી. તે ભાડૂતી હત્યારા જેકૉલ ઉર્ફે ટાઈગર પાસે અગાઉ પણ કામ કરાવી ચૂકયો હતો, પણ રાજવીર તેના માટે અજાણ્યો હતો. સિમરને ટાઈગરને ખતમ કરી નાંખ્યો એ પછી તેણે પોતાના જમણા હાથ વિક્રાંતને બીજા ભાડૂતી હત્યારાને બોલાવવાનું કામ સોંપ્યું હતું. અને વિક્રાંતે બે કલાકની અંદર આ ભાડૂતી હત્યારા રાજવીરને બોલાવીને તેની સામે બેસાડી દીધો હતો. તેણે રાજવીર સાથે કોઈ વધારાની વાતચીત કરી નહોતી. તેણે રાજવીર સાથે સીધી જ કામની વાત કરીને એને ...Read More

4

રેશમી ડંખ - 4

4 ‘તારે સિમરનને ખતમ કરી નાંખવાની છે.’ એવું સિમરને ગંભીર અવાજે કહ્યું, એટલે રાજવીર ‘આ સિમરન આખરે કહેવા શું હતી ? ! !' એવી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. રાજવીર આ વિશે સિમરન પાસે ખુલાસો માંગે એ પહેલાં જ સિમરન હસી પડી અને એણે બાજુમાં પડેલા પોતાના પર્સમાંથી એક કાગળનું કવર કાઢયું અને એમાંથી ફોટો કાઢીને રાજવીર સામે ધર્યો : ‘તારે આને ખતમ કરવાની છે !'' રાજવીરે સિમરનના હાથમાંથી ફોટો લીધો ને એની પર નજર નાંખી, પછી સિમરન સામે જોતાં બોલ્યો : ‘આ તો તારો ફોટો છે. તું શું...’ ‘ના !’ સિમરને રાજવીર સામે તાકી રહેતાં કહ્યું : “આ ફોટો ...Read More

5

રેશમી ડંખ - 5

5 અંધારી આલમના જાસૂસ જગ્ગીને સિમરનના ભૂતકાળ તેમજ એના દોસ્તો વગેરેની માહિતી મેળવવાનું કામ સોંપીને, એની પાસેથી નીકળેલો ભાડૂતી રાજવીર અત્યારે કૈલાસકપૂરે આપેલા સિમરનના સંભવિત ગુપ્ત સરનામાઓવાળા સ્થળો પર લટાર મારી રહ્યો હતો. તે સાવચેતીમાં માનતો હતો. શકયતા નહોતી, પણ તેમ છતાં તે કૈલાસકપૂરે આપેલા સિમરનના આ સરનામાઓ પર એટલા માટે ચકકર મારી રહ્યો હતો કે, કદાચને કૈલાસકપૂર તપાસ કરાવે તો એને જાણવા મળે કે, તે સિમરનની તપાસ માટે આ સ્થળો પર ગયો હતો. તે એમને એમ જ બેસી રહે તો કૈલાસકપૂરને તે કંઈક ગરબડ કરી રહ્યો હોવાની ગંધ જવાનો ભય રહેલો હતો. અત્યારે રાતના એક વાગ્યાને દસ મિનિટે ...Read More

6

રેશમી ડંખ - 6

6 મુંબઈ-પૂના હાઈવે પર, ‘હોટલ મનોહર’ની નોકરીમાંથી છૂટીને સ્કૂટી પર પૂના તરફ જઈ રહેલી સિમરનની બહેન નતાશાને રાજવીરે રોકી, કારમાં લપાઈને આ જોઈ રહેલી સિમરનની આંખોમાં ખૂની ચમક આવી ગઈ ને તે મનોમન બબડી ઊઠી હતી, ‘“બસ, તારી જિંદગીના દિવસો પૂરા થઈ ગયાં સમજ, મારી વહાલી બેન, નતાશા !'’ અને તેના મનનો આ બબડાટ પૂરો થયો, ત્યાં જ નતાશાએ રાજવીરને પૂછ્યું : ‘શું થયું ? ! તમારી કાર...’ પણ નતાશા પોતાનો આ સવાલ પૂરો કરે એ પહેલાં જ રાજવી ગજબની ઝડપ બતાવી. તેણે જાકિટના ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢીને નતાશાના કાન નીચે ગણતરીપૂર્વકનો ફટકો મારી દીધો. નતાશા ‘પોતાની સાથે શું બની ...Read More

7

રેશમી ડંખ - 7

7 ‘હું.., તો ઠીક છે. ન રહેગા બાંસ, તો ન બજેગી બાંસૂરી !' હસીને, મોબાઈલમાં સામેની વ્યક્તિને આવું કહીને મોબાઈલ ફોન કટૂ કર્યો, એ જ પળે તેને સામેના મકાનમાંથી ભાડૂતી હત્યારો રાજવીર બહાર નીકળતો દેખાયો. રાજવીર કાર પાસે આવી પહોંચ્યો. રાજવીરે કારની પાછલી સીટનો દરવાજો ખોલતાં જોયું. સીટ પર પડેલી નતાશા હજુ પણ બેહોશ હતી. ‘તું કારમાં જ બેસ, હું હમણાં આવ્યો,’ સિમરનને કહેતાં રાજ્વીરે બેહોશ નતાશાને કારની બહાર કાઢીને ખભા પર ઊઠાવી અને પોતાની મા સુમિત્રાના ઘરના પાછલા દરવાજા તરફ આગળ વધી ગયો. મા સુમિત્રા દરવાજા પર આવીને ઊભી હતી. સિમરન સુમિત્રાને પગથી માથા સુધી નીરખી રહી. રાજવીર ...Read More

8

રેશમી ડંખ - 8

8 સિમરને ઈ-મેઈલમાં જણાવ્યા પ્રમાણે રાજવીર, વનરાજ અને કૈલાસકપૂર મર્સીડીઝમાં ‘બેસ્ટ બજાર' તરફ આગળ વધી રહ્યા હતા, ત્યાં જ જ જમણી બાજુની નાનકડી ગલીમાંથી એક કાર નીકળી આવીને તેમની કારની આગળ- રસ્તો રોકીને ઊભી રહી ગઈ હતી. રાજવીરે એકદમથી જ બ્રેક મારી દીધી હતી ને કૈલાસકપૂરનું હૃદય એક ધબકારો ચૂકી ગયું હતું. ત્યાં જ અત્યારે હવે એ કારમાંથી સિમરન સફેદ પર્સ સાથે બહાર નીકળી અને જાણે આંધીની જેમ તેમની કાર નજીક, કૈલાસકપૂર બેઠો હતો એ બારી પાસે આવીને ઊભી રહી ગઈ ને આગળ બેઠેલા રાજવીર અને વનરાજ તરફ જોતાં બોલી ગઈ : ‘....તમે બન્ને જણાંએ કોઈ હોશિયારી બતાવવાનો પ્રયત્ન ...Read More

9

રેશમી ડંખ - 9

9 અંધારી આલમના જાસૂસ જગ્ગીનું ગળું દબાવીને તેમજ એની પત્ની માયાને માથે કોઈ વજનદાર વસ્તુના ફટકા મારીને એને ખતમ નાંખવામાં આવી હતી, એ જોઈને રાજવીરને આંચકો લાગ્યો હતો. તે થોડી પળો સુધી જગ્ગીની લાશ જોઈ રહ્યો, પછી અત્યારે એક નિશ્વાસ નાંખતા તે આંચકામાંથી બહાર આવ્યો. તેને સમજાઈ ગયું. ‘જગ્ગી અને માયાના ખૂન તેના કારણે જ થયા હતાં. તેના કારણે જ એટલે કે, તેણે જગ્ગીને કૈલાસકપૂરની પત્ની સિમરનના ભૂતકાળ વિશે તેમજ એના દોસ્તો વિશે જે માહિતી શોધી કાઢવાનું કામ સોંપ્યું હતું, એમાં જગ્ગીએ જરૂર કોઈક ચોકાવનારી માહિતી મેળવી હતી, અને એ માહિતી તેના સુધી ન પહોંચે એ માટે જ આ ...Read More

10

રેશમી ડંખ - 10

10 ‘‘રાજવીર, નતાશા અને રાજવીરની મા સુમિત્રાને મારી નાંખવાથી આપણાં બન્નેની સલામતી સચવાશે. આપણે બન્ને કૈલાસના પચાસ કરોડ રૂપિયા ખૂબ જ નિરાંતે અને મોજ- મજા સાથે જિંદગી જીવી શકીશું.” સિમરન મોબાઈલ ફોનમાં સામેવાળી વ્યક્તિને કહીને થોડી પળો સુધી સામેવાળી વ્યક્તિની વાત સાંભળી રહી, પછી બોલી : ‘સારું, એ વ્યવસ્થા હું ગોઠવી લઈશ. પણ બાકીનું બધું કામ તારે કરવાનું રહેશે.' અને સામેવાળી વ્યક્તિની વાત સાંભળીને સિમરને કહ્યું : ‘ચોકકસ હું પૂરી સંભાળ રાખીશ, પણ તુંય ખૂબ જ સાવચેતી સાથે કામ લેજે.’ અને સિમરને અવાજમાં પ્રેમની મીઠાસ ઘોળતાં કહ્યું : ‘હું તને ખૂબ જ ચાહું છું, ડાર્લિંગ !' ને આ સાથે ...Read More

11

રેશમી ડંખ - 11

11 કૈલાસકપૂર ઘવાયેલા સિંહની જેમ રૂમમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. કૈલાસકપૂરને સિમરનનો ઈ-મેઈલ મળ્યો, એટલે સિમરનને ગંદી બકતાં તેણે પોતાના દોસ્ત અને પાર્ટનર વનરાજને મોબાઈલ કરીને અહીં બોલાવ્યો હતો. અત્યારે વનરાજ કૈલાસકપૂરે આપેલા સિમરનના ઈ-મેઈલ પર નજર ફેરવી રહ્યો હતો. વનરાજે ઈ-મેઈલ વાંચીને કૈલાસકપૂર સામે જોયું, એટલે કૈલાસકપૂરે ઊભા રહી જતાં મનનો ધૂંધવાટ ઠાલવવા માંડયો : ‘આ સિમરન શી ખબર મારા કયા જન્મની દુશ્મન છે ? સાલ્લીએ પચાસ કરોડ...’ ‘તે એના જેવી યુવતીને પરણવાની ભૂલ કરી છે, એટલે તારે એનું પરિણામ તો ભોગવવું જ પડશે ને !’ વનરાજે કહ્યું : ‘મને તો લાગે છે કે, સિમરન એની ...Read More

12

રેશમી ડંખ - 12

12 રાજવીર સાથે મોબાઈલ ફોન પર વાત થયા પ્રમાણે કૈલાસકપૂર કોઈને ખબર ન પડે એવી રીતના પોતાના બંગલાની પાછળ ચર્ચ પાછળ પહોંચ્યો, ત્યારે રાજવીરની કાર ત્યાં ઊભી જ હતી. કૈલાસકપૂર કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા રાજવીરની બાજુની સીટ પર બેઠો અને દરવાજો બંધ કર્યો : ‘હા, તો બોલ !' કૈલાસકપૂરે સીધું જ પૂછ્યું, “તેં મને શા માટે આ રીતે અડધી રાતે બોલાવ્યો છે ?' અને રાજવીરે કાર આગળ વધારવાની સાથે, સિમરન અને વનરાજે કૈલાસકપૂર વિરૂદ્ધ ગોઠવેલી બાજી વિશે કહેવા માંડયું. રાજવીરે વાત પૂરી કરી, એટલે કૈલાસકપૂરે કહ્યું, ‘રાજવીર ! તો તારું એમ કહેવું છે કે, મારો ખાસ દોસ્ત અને ...Read More

13

રેશમી ડંખ - 13

13 રાજવીરને ખબર હતી કે, માલ આપવા જવાનું અને લૅપટોપની બૅગ પાછી લાવવાનું આ કામ આસાન નહોતું. સિમરને અને આખરે શું જાળ બિછાવી રાખી છે ? એ વાતથી તે બિલકુલ અજાણ હતો. જોકે, તેને એટલી તો ચોકકસ જાણ હતી કે, થોડાંક કલાકો પછી તેની ગણતરી કાં તો કરોડપતિમાં થાય એટલા રૂપિયા તેની પાસે આવી ગયા હશે, અને કાં તો પછી તેની લાશ પડી ગઈ હશે ! અને એ દેખીતું જ હતું કે, રાજવીર પોતાની લાશ પડવા દેવા માંગતો નહોતો. તે સિમરન અને વનરાજનું કાવતરું નિષ્ફળ બનાવવા માંગતો હતો. તે સિમરન અને વનરાજની મૂળ યોજના કળી ચૂકયો હતો. સિમરને તેને ...Read More

14

રેશમી ડંખ - 14

14 “મને ખબર છે કે, કૈલાસકપૂરની લૅપટોપની બેગ કયાં છે, એટલે હું કહું એ તરફ વેન જવા દે...!' રાજવીરે હસતાં કહ્યું, એટલે અત્યારે વનરાજ બોલી ઊઠયો : ‘શું તને... તને ખરેખર ખબર છે કે, કૈલાસકપૂરની લૅપટોપની બેગ કયાં છે ? !’ ‘હા !’ રાજવીર બોલ્યો. ‘કોણે કહ્યું તને...? !’ વનરાજે એ રીતના જ વેન આગળ વધારે રાખતાં પૂછ્યું : ‘શું સિમરને કહ્યું તને ?’ ‘એનો જવાબ તને પછી આપું છું.' અને રાજવીરે વનરાજના લમણાને રિવૉલ્વરની અણી અડાડી દીધી ને પછી બીજો હાથ લંબાવીને, વનરાજના ખિસ્સામાંથી એની રિવૉલ્વર કાઢીને પોતાના કોટના ખિસ્સામાં મૂકી દીધી. ત્યાં જ વનરાજ પાસે રહેલા કૈલાસકપૂરના ...Read More

15

રેશમી ડંખ - 15

15 મુંબઈ-પંચગીની વચ્ચે આવેલા કૈલાસકપૂરના ફાર્મહાઉસ પર, વનરાજ વેનમાંથી ઊતર્યો એ પછી રાજવીરે વેનના દરવાજાને લૉક લગાવી દીધા હતા. કરોડ રૂપિયાના હીરા અને દસ કરોડ રૂપિયા રોકડા તેણે વેનમાં જ રહેવા દીધા હતા અને વેનની ચાવી પોતાની પાસે રાખી લીધી હતી. અત્યારે વનરાજ બે હાથ અદ્ધર કરીને ફાર્મહાઉસ તરફ તો ઊભો હતો, ને રાજવીર વનરાજની પીઠ પાછળ-વનરાજ તરફ રિવૉલ્વરની અણી તાકેલી રાખીને ઊભો હતો. રાજવીર ફાર્મહાઉસ તરફ જોઈ રહ્યો હતો. થોડાક કલાક પહેલાં રાજવીર આ ફાર્મહાઉસનું નિરિક્ષણ કરવા આવ્યો, ત્યારે પણ ફાર્મહાઉસ સૂમસામ દેખાતું હતું ને અત્યારે પણ આ ફાર્મહાઉસ સૂનું જ ભાસતું હતું. અત્યારે અંદર કૈલાસકપૂરના બે આદમીઓ, ...Read More

16

રેશમી ડંખ - 16

16 રાજવીર વનરાજ સામે રિવૉલ્વર તાકીને એની સાથે વાત કરી રહ્યો હતો, ત્યાં જ તેને વનરાજની આંખોમાંની રાહતની ચમક અંદાજ આવ્યો હતો કે, તેની પીઠ પાછળ-બેડરૂમના દરવાજા પાસે કોઈક છે. અને એટલે રાજવીર સહેજ ઝૂકી જતાં વીજળીની ઝડપે, હાથમાંની રિવૉલ્વર સાથે દરવાજા તરફ વળ્યો હતો, અને બરાબર એ જ પળે દરવાજા પાસે ઊભેલા ભુવને રાજવીર તરફ પોતાના હાથમાંની રિવૉલ્વરની ગોળી છોડી દીધી હતી... ….એ ગોળી રાજવીરના ખભા પરથી પસાર થઈ ગઈ. રાજવીર બચી ગયો છે, એ જોઈને ભુવન ફરી બીજી ગોળી છોડવા ગયો, પણ રાજવીર તો આવા ખેલનો ઉસ્તાદ ખેલાડી હતો. રાજવીરે ભુવનની બીજી ગોળીથી બચવા માટે ડાબી બાજુ ...Read More

17

રેશમી ડંખ - 17

17 થોડીક વારમાં તેની સામે અહીં કંઈક એવું જબરજસ્ત બનવાનું હતું કે, જેનાથી તે અવાચક બની જવાનો હતો ! હેબતાઈ જવાનો હતો-ચકરાઈ જવાનો હતો ! ! !' એવી આ વાતથી બેખબર રાજવીર અત્યારે કૈલાસકપૂરના ફાર્મહાઉસમાં, કૈલાસકપૂરના બેડરૂમમાં બેઠો હતો. તેની સામે, જમીન પર વનરાજ બેહોશ પડયો હતો. અને તે સિમરનનો મોબાઈલ ફોન આવે એની વાટ જોઈ રહ્યો હતો. ત્યાં જ અત્યારે તેના મોબાઈલ ફોનની રીંગ વાગી ઊઠી. તે સમજી ગયો. સિમરનનો મોબાઈલ હશે. તેણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢયો. એમાં સિમરનનો મોબાઈલ નંબર ઝળકતો હતો. તે મલકયો. તેણે મોબાઈલની રીંગ વાગવા દીધી. તે સમજી ગયો. અત્યારે સિમરને તેને આ મોબાઈલ એ ...Read More

18

રેશમી ડંખ - 18

18 સિમરને વનરાજને ઝેરવાળી કેડબરી ખવડાવીને મારી નાખ્યો અને પછી મોબાઈલ ફોન કરીને, ‘ડાર્લિંગ ! આપણો પ્લાન સો ટકા થયો છે. મે વનરાજને મોતને ઘાટ ઉતારી દીધો છે. હીરા અને રૂપિયા અહીં જ છે. તું આવ..., હું તારી વાટ જોઈને તૈયાર જ બેઠી છું.’ એવું કહીને જે યુવાનને બોલાવ્યો હતો, એને જોઈને રાજવીરનું મગજ ઘૂમવા લાગ્યું હતું. તેને એ યુવાનને જોઈને જબરજસ્ત આંચકો લાગ્યો હતો. તેને જિંદગીમાં કોઈ વાત કે વસ્તુ માટે આટલો મોટો આંચકો લાગ્યો નહોતો. અને વાત પણ એવી હતી, હકીકત પણ એવી હતી કે, આવો મોટો આંચકો લાગ્યા વિના ન રહે. તમે થોડાક દિવસ પહેલાં કોઈ ...Read More

19

રેશમી ડંખ - 19

19 સિમરન અને વિક્રાંત બન્નેએ વેનમાં જે જોયું હતું, એનાથી એમણે જબરજસ્ત આંચકો અનુભવ્યો હતો. પળ-બે પળ પહેલાં તેઓ ફાર્મહાઉસની અંદરથી કૈલાસકપૂરની આ વેનમાં ચાલીસ કરોડ રૂપિયાના હીરાની બ્રીફકેસ અને દસ કરોડ રૂપિયાથી ભરાયેલી બેગો જોવા માટે દોડી આવ્યા હતા, પણ તેમને અંદર હીરાની બ્રીફકેસ કે, રૂપિયાની બેગો જોવા મળી નહોતી. પણ અંદર જે જોવા મળ્યું હતું, એનાથી બન્નેને જબરજસ્ત આંચકો લાગ્યો હતો. વેનમાં-અંદર, સીટ પર વનરાજની લાશ પડી હતી. થોડીક પળો પહેલાં, સિમરને અંદર ડ્રોઈંગરૂમમાં વનરાજને ઝેરવાળી કેડબરી ખવડાવીને મારી નાખ્યો, એ પછી વિક્રાંત આવી પહોંચ્યો હતો અને એ બન્ને કૈલાસકપૂરની લેપટોપની બેગ લેવા માટે ઉપર, કૈલાસકપૂરના બેડરૂમમાં ...Read More

20

રેશમી ડંખ - 20

20 ઉપર-હવામાં ઊડી રહેલા હેલિકોપ્ટરમાંથી એ બન્ને આદમીઓએ એકસાથે જ રાજવીર તરફ પોત-પોતાની રિવૉલ્વર તાકીને એમાંથી ગોળી છોડી, એટલે જાણે પાણીમાં ડૂબકી લગાવતો હોય એમ ડાબી બાજુની જમીન પર પડયો ને એ બન્નેની ગોળીઓના નિશાન ચૂકવી ગયો. આંખના પલકારામાં પાછા ઊભા થઈને તેણે સિમરનની કારનો દરવાજો ખોલ્યો, અને આટલી વારમાં ઓર વધુ નીચે ઊતરી આવેલા હેલિકોપ્ટરમાં રહેલા એ બન્ને આદમીઓ તરફ તેણે રિવૉલ્વર તાકીને ગોળી છોડી દીધી. પણ તેની ગોળી નિશાન ચૂકી ગઈ. તે કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠો, પણ તે સ્ટેયરિંગ તરફ વળે, પોતાની જાતને ડ્રાઈવિંગ સીટ પર બરાબર ગોઠવે એ પહેલાં જ હેલિકોપ્ટરમાંથી એ બન્ને આદમીઓએ રાજવીર ...Read More

21

રેશમી ડંખ - 21

21 જગનની રિવૉલ્વરની ગોળીએ, ફૂલસ્પીડમાં દોડી રહેલી રાજવીરની કારના ટાયરનો ધડાકો બોલાવી દીધો, એ સાથે જ રાજવીરની કાર બેકાબૂ રાજવીર, સિમરનની લાશ અને ડીકીમાં પુરાયેલા વિક્રાંત સાથે બ્રીજની ડાબી બાજુની રેલિંગ તોડીને ઊંડા નાળામાં ખાબકી. એ જ પળે રાજવીરે કારનો દરવાજો ખોલી નાખ્યો અને બીજી પળે તો કાર નાળામાં ધીરા વહેણમાં વહેતા પાણીમાં ડૂબકી લગાવી ગઈ. અને આની ત્રીજી જ પળે, બિન્દલે ઉપર-બ્રીજ વટાવીને એક ચિચિયારી સાથે કાર ઊભી રાખી. બિન્દલ અને જગન બન્ને જણાં કારમાંથી ઊતર્યા. ‘બિન્દલ..,’ જગને ઉતાવળા અવાજે કહ્યું : ‘... આપણે ડીકીમાં રહેલા વિક્રાંતને બચાવવાની સાથે જ રાજવીરને પણ પૂરો કરવાનો છે.’ ‘હા, નાળાના પાણીમાં ...Read More

22

રેશમી ડંખ - 22 - છેલ્લો ભાગ

22 રાજવીરને તેના દુશ્મનોના, વિક્રાંત, જગન અને બિન્દલના પગલાંઓનો ધીરો અવાજ સંભળાયો અને તેણે પોતાના હાથમાંના ચપ્પુ પરની પકડ કરી. અને આની બીજી જ પળે વિક્રાંત, જગન અને બિન્દુલ હાથમાં રિવૉલ્વર સાથે ખંડેરમાં દાખલ થયા હતા. અત્યારે રાજવીરે જોયું તો તેનાથી ચારેક પગલાં દૂર જ જગન હાથમાં રિવૉલ્વર સાથે ઊભો હતો. એનાથી દસેક પગલાં દૂર વિક્રાંત અને પછી એનાથી બીજા દસેક પગલાં દૂર બિન્દલ હાથમાં રિવૉલ્વર સાથે ઊભો હતો. ખંડેરના એ મોટા રૂમની છત કયાંક-કયાંકથી તૂટેલી હતી. એ તૂટેલી જગ્યામાં થઈને, ઉપર આકાશમાં ચમકતા ચંદ્રનું ઝાંખું-ઝાંખું અજવાળું અંદર આવતું હતું. અને એટલે રૂમમાં કયાંક અંધારું તો કયાંક અજવાળું હતું. ...Read More