પ્રણય ત્રિકોણ

(39)
  • 18.9k
  • 5
  • 10k

મોલમાં આજ ખૂબ જ ભીડ હતી. આમ તો જ્યારે સેલ કે કંઈ ઓફર કે તહેવાર હોય ત્યારે જ ભીડ હોય છે. પણ આજે ત્યાં એક ફેમસ સિંગર આવવાના છે ,એ સાંભળીને તેમના ફેન્સ એ મોલને ચક્કાજામ કરી દીધો હતો. હવે તો સિક્યોરિટી ગાર્ડના કાબૂમાં પણ ભીડ નહોતી. દિવ્યમ પણ આજે વળી આવી ભીડમાં આવી જાય છે અને તેના જુવાનીના દિવસો ના આ ગાયક કલાકાર ના ગીતો તેને એટલા તો કંઠસ્થ થઇ ગયેલા કે એ ગીતોની અહીં એક નાનકડી મહેફિલ થશે એ સાંભળીને દિવ્યમ એટલો ઉત્સુક થાય છે કે તે પોતાની જાત ને રોકી નથી શકતો. નહિ તો વધારે શોર બકોર વાળી જગ્યાએ તે જવાનું પસંદ નથી કરતો અને હંમેશા ત્યાં જવાનું તે ટાળે છે અચાનક પ્રોગ્રામ શરૂ થઈ જાય છે. જે તે ફેમસ કલાકારો આવી સ્ટેજ પર ગીત ગાતાં પહેલાં બધાની સાથે પોતાના હાથથી હોઠના સ્પર્શ વડે અભિવાદન કરે છે અને તેમણે ગાયેલા સોંગ શરૂ કરે છે અને દર્શકોના તાળીઓના ગડગડાટથી આખો મોલ ગુંજી ઊઠે છે દરેક ફ્લોર પર એટલી ભીડ હોય છે કે કોઈ એકબીજાને અડક્યા વગર રહી નથી શકતા ... અને અચાનક દિવ્યમ નું ફેવરીટ સોંગ ગુંજી ઊઠે છે.

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

પ્રણય ત્રિકોણ - ભાગ 1

મોલમાં આજ ખૂબ જ ભીડ હતી. આમ તો જ્યારે સેલ કે કંઈ ઓફર કે તહેવાર હોય ત્યારે જ ભીડ છે. પણ આજે ત્યાં એક ફેમસ સિંગર આવવાના છે ,એ સાંભળીને તેમના ફેન્સ એ મોલને ચક્કાજામ કરી દીધો હતો. હવે તો સિક્યોરિટી ગાર્ડના કાબૂમાં પણ ભીડ નહોતી. દિવ્યમ પણ આજે વળી આવી ભીડમાં આવી જાય છે અને તેના જુવાનીના દિવસો ના આ ગાયક કલાકાર ના ગીતો તેને એટલા તો કંઠસ્થ થઇ ગયેલા કે એ ગીતોની અહીં એક નાનકડી મહેફિલ થશે એ સાંભળીને દિવ્યમ એટલો ઉત્સુક થાય છે કે તે પોતાની જાત ને રોકી નથી શકતો. નહિ તો વધારે શોર બકોર ...Read More

2

પ્રણય ત્રિકોણ - ભાગ 2

દિવ્યમ આમ તો ઘણી વખત આ શહેરમાં આવી ચૂક્યો હતો. પણ આમ અચાનક અનાયાસે એ આ રીતે જીગીષા ને વર્ષો પછી મળશે તેને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો એ વિચારથી તે અતિ ઉત્સાહિત થઈ જાય છે કે તેણે આજે વર્ષો પછી જીગીશા ને જોય હજુ પણ જીગીસા બદલાઈ નથી મારી જિગા ઓહ્ મન થાય છે તેને મળવાનું કેટલાં વર્ષો થઈ ગયા આટલો તો રાજા રામને પણ વનવાસનો સમય લાગ્યો નહીં હોય અરે હા જીગીશા ના પતિ નું નામ પણ રામ જ તો છે અને પોતે મનમાં ને મનમાં હશે છે .હા કદાચ એ રામ જ હશે..જીગા ક્યાં હશે તું ...Read More

3

પ્રણય ત્રિકોણ - ભાગ 3

ભાગ ત્રણ - પ્રણય ત્રિકોણદિવ્યમ વાત વાતમાં જ રામના વખાણ કરીને પૂછવા પ્રયત્ન કરે છે કે તે ખરેખર ખુશ કે નહીં અંદરથી જાણે ઊંડે ઊંડે તેની ચિંતા સતાવે છે તો આ તરફ જીગીશા દિવ્યમને પૂછે છે કે તમને રામનો નંબર ક્યાંથી મળ્યો? વળી દિવ્યમ રામ સાથે તેની કઈ રીતે મુલાકાત થઈ તે સઘળી વાત કરીને ઘણી હકીકત કહે છે અને સાથે કહે છે કે હું બાર માં બેસીને જસ્ટ ટ્રાય કરતો હતો અને તે જ કોલ રીસીવ કર્યો અને જીગીષા દિવ્યમ ને પોતાનો પર્સનલ નંબર આપે છે અને દિવ્યમ નંબર પોતાના મોબાઈલમાં જિગા નામથી સેવ કરી દે છેજ્યારે જીગીશા ...Read More

4

પ્રણય ત્રિકોણ - ભાગ 4

ભાગ ચાર ધીરે ધીરે સમય વીતતો ગયો અને જીગીશા નું 12 મુ ધોરણ પણ પૂરું થયું. આજે તેનો કોલેજનો દિવસ હતો. તેની બાળપણની સહેલીઓ સુધા અને રમા જીગીશા સાથે કોલેજ જાય છે. હજુ તો તે લોકો કોલેજના પંટાગણમાં પ્રવેશે છે ત્યાં તો દિવ્યમ ત્યાં બાઈક લઈને ઉભો જ હોય છે. અને જીગીશાને કહે છે કે ચાલ બાઈકમાં બેસી જા. હવે જીગીશા યુવાનીમાં પ્રવેશી ચૂકી છે થોડી શરમ અને સંકોચ અનુભવે છે પણ દિવ્યમ તો માથા ફરેલ એને નહીં સમાજની કે કોઈ આસપાસના વાતાવરણનો ડર એ કહે છે ચાલને જીગા જીગીશા શરમાઈ જાય છે દિવ્યમનો પ્રભાવ જ એવો હતો કે ...Read More

5

પ્રણય ત્રિકોણ - ભાગ 5

ભાગ પાંચયુવાનીના આ દિવસો કેમ જતા રહે છે તે જીગીશા અને દિવ્યમને જાણે ખબર જ નથી રહેતી. એક દિવસ જીગીશા ઘરમાં કામ કરતી હોય છે ત્યારે તે તેના પપ્પા અને મમ્મીના સંવાદોને સાંભળે છે તેના પપ્પા તેની મમ્મી જોડે વાત કરતા હોય છે કે મારી સાથે જ નોકરી કરતા મારા જ્ઞાતિ મિત્રના છોકરા માટે જીગીશા ની વાત કેવડાવે છે તો શું કરવું ત્યારે તેના મમ્મી કહે છે કે આમ પણ હમણાં જીગીશા તો કોલેજ પૂરી કરી દેશે હવે ઉંમર પણ થઈ ગઈ છે યોગ્ય સમય થઈ ગયો છે સારો વર અને ઘર હોય તો ખોટું શું અને આ સાંભળીને ...Read More

6

પ્રણય ત્રિકોણ - ભાગ 6

ભાગ છ કેમ કહે દિવ્યમ કે હું તારા વગર નહીં જીવી શકું, જીગીશા દિવ્યમ એ તો કોઈ દિવસ આવું પણ નહીં હોય કે આ રીતે જીગીશા આવું માંગી લેશે કે જે તેના જીવનમાં ખડભળાટ લાવી દેશે જીગીશા ને પણ ક્યાં મનમાં એવું હતું કે તે દિવ્યમ ને છોડવાનું વિચારી લેશે ...પણ સમય બલવાનની જેમ, સમય માણસને ઘણું બધું કરાવી દે છે કે ક્યારેક માણસે વિચાર્યું પણ ન હોય અને આ સમય જ તો કરાવતો હશે ને આ બે પ્રેમી પંખીડાને અલગ . ખબર નહીં કેટલા વર્ષે મળશે ?ખબર નહિ શું થશે? ખબર નહિ આગળના જીવનમાં ખુશ રહેશે કે નહીં ...Read More

7

પ્રણય ત્રિકોણ - ભાગ 7

ભાગ -૭(આમ વર્ષો વીતી જાય છે જીગીશા અને દિવ્યમને છુટા પડતા પણ આજ અચાનક જોગ સંજોગ કે બંને એકબીજાને છે વળી રામ અને દિવ્યમનું મળવું એકબીજાના સંપર્ક નંબરની આપ લે કરવી અને જીગીશા અને દિવ્યમની વાત થવી.. ) જીગીશા પોતાના દ્વારકાધીશ ને યાદ કરતા વિચારે છે કે હે માધવરાય મારા કાનાને મળવા માટે તમે તો આ સંજોગ નથી રચ્યો ને શું કહું કે વર્ષોના વાહણા વીતી ગયા પણ હૃદયમાં હજુ એના માટે તો લાગણીઓ અતૂટ છે અકબંધ છે એ બંનેની આંખોના હષ્રૉશ્રુ થી જ ખ્યાલ આવી જાય છે .બંને પોત પોતાના પરિવારમાં પરોવાયા તો હતા પણ પ્રેમ થોડો વિસરાતો ...Read More