અતુટ દોર નુ અનોખુ બંધન

(2.3k)
  • 106.7k
  • 101
  • 59k

પરી...ઓ પરી...!!! જલ્દી કર મોડું થાય છે, રિક્ષા આવી જશે...કરતી એક નાનકડી ઢીંગલી બુમો પાડી રહી છે. તે છે સાચી. જ્યારે સામે તો કંઈ ફેર જ ના પડતો હોય તેમ ગોલુમોલુ અને ક્યુટી એવી પરી કહે છે આવુ છુ થોડી શાંતિ રાખ.... એમ કહીને થોડી વારમાં પરી બે ચોટલામા મસ્ત ક્યુટી લાગતી પરી બેગ લઈને ભાગતી ભાગતી આવે છે...અને કહે છે તુ બહુ ઉતાવળ કરે છે...કંઈ મોડુ નથી થયુ !! પરી તેના સ્વીટ શબ્દો માં આવુ કહે છે એટલે તેની મમ્મી હસવા લાગે છે...કારણ કે આ તેનુ રોજ નુ હતું. ખરેખરમાં આ પરી સવાર માં ઉઠે જ નહી પરાણે ઉઠે

Full Novel

1

અતુટ દોર નુ અનોખુ બંધન -1

પરી...ઓ પરી...!!! જલ્દી કર મોડું થાય છે, રિક્ષા આવી જશે...કરતી એક નાનકડી ઢીંગલી બુમો પાડી રહી છે. તે છે જ્યારે સામે તો કંઈ ફેર જ ના પડતો હોય તેમ ગોલુમોલુ અને ક્યુટી એવી પરી કહે છે આવુ છુ થોડી શાંતિ રાખ.... એમ કહીને થોડી વારમાં પરી બે ચોટલામા મસ્ત ક્યુટી લાગતી પરી બેગ લઈને ભાગતી ભાગતી આવે છે...અને કહે છે તુ બહુ ઉતાવળ કરે છે...કંઈ મોડુ નથી થયુ !! પરી તેના સ્વીટ શબ્દો માં આવુ કહે છે એટલે તેની મમ્મી હસવા લાગે છે...કારણ કે આ તેનુ રોજ નુ હતું. ખરેખરમાં આ પરી સવાર માં ઉઠે જ નહી પરાણે ઉઠે ...Read More

2

અતુટ દોર નુ અનોખું બંધન -2

આજે કોલેજમાં યુથ ફેસ્ટિવલ છે...બધા અલગ અલગ એક્ટિવિટી માં પાર્ટ લેવા ઉત્સુક છે. કોલેજમાં મસ્ત માહોલ છે. એમાં નીર્વી, અને પરી ત્રણ જણા ફ્યુઝન ડાન્સ કરવાના છે..તેની પ્રેક્ટિસ કરે છે. અહી રોજ રોજ અલગ અલગ પ્રોગ્રામ થાય છે એમાં આજે ડાન્સ ની કોમ્પિટિશન છે. આખો દિવસ ના પ્રોગ્રામ માં તેમનો ડાન્સ નો નંબર બારમો છે એટલે અત્યારે ઈવેન્ટ બધી જોઈ રહ્યા છે. જોતજોતામાં તેમનો વારો આવે છે. તેમના દસ ડાન્સ નુ ફ્યુઝન છે પણ બધા જ સોન્ગસ એનર્જેટિક હતા એટલે બધાને બહુ જ મજા આવી અને ડાન્સ પુરો થતા બધા વન્સ મોર ની બુમો પાડવા લાગ્યા. એ વખતે એક ...Read More

3

અતુટ દોર નુ અનોખું બંધન -3

આજે સવારથી સાચી થોડી નર્વસ છે. તે કોણ જાણે આજે શાશ્વત ને બહુ મિસ કરે છે. ભલે બંને એ ને ક્યારેય ફ્રેન્ડથી વધારે લાગણી બતાવી નથી. તે એવુ વિચારે છે કે તે છોકરો શાશ્વત જેવો હશે. તેના જેવો સ્વભાવ હશે કે નહી આજે તેને આવા વિચારો આવે છે. તે પાછી મનમાં જ કહે છે હુ શુ કામ તેની સાથે કોઈ ની સરખામણી કરૂ છુ તે ફક્ત મારો સારો ફ્રેન્ડ છે. તે આમ વિચારતી બેઠી છે ત્યારે પાછળ થી પરી અને નીર્વી આવીને તેને હેરાન કરે છે. રોજ બધાને કરનારી સૌથી શૈતાની સાચી આજે પહેલી વાર આ લોકોની હરકત થી ...Read More

4

અતુટ દોર નુ અનોખું બંધન -4

પ્રથમ અને નિસર્ગ બંને ફટાફટ નીચે આવે છે. તે આવીને ત્યાં બેસે છે. ત્યાં તેમના વડીલો ત્રણેય ના ફેમિલી એકબીજા સાથે પરિચય કરાવે છે. પરીની મમ્મી સાચીની મમ્મી ને ઈશારામા કહે છે કે આ તો બે જ છોકરા છે ત્રીજો ક્યાં છે?? તેમના દાદી બહુ જ ચાલાક છે તેમને કોઈ ના પણ હાવભાવ કે ઈશારાથી પણ બધી વાત સમજી જાય છે. તે તરત કહે છે અમારા એક દીકરા ને ઓફિસમાં થોડું અરજન્ટ કામ આવી ગયુ છે તેથી તે અત્યારે નથી પહોંચી શક્યો અહી. તે કહે છે તેનુ આજે બાકી રાખીને પ્રથમ અને પરીને , નીર્વી અને નિસર્ગ ને વાત ...Read More

5

અતુટ દોર નુ અનોખું બંધન -5

સાચી ના ઘરે બધા વિચારે છે કે આજે પણ ત્રીજો કોઈ છોકરો નથી આવ્યો એમને સાચી સાથે સગાઈ નહી હોય?? શુ કારણ હશે??? પ્રથમ ના મમ્મી શાશ્વત ને જોઈને આ કોણ છે એમ પુછે છે એટલે સાચીના મમ્મી કહે છે આ તેનો ફ્રેન્ડ છે આજે સાચી ને છોકરો જોવા આવવાનો હતો એટલે આવ્યો છે. સાચીના મમ્મી પુછે છે આજે પણ સાચીને જોવા તમારો દીકરો નથી આવ્યો?? વાત જાણે એમ છે કે તેને તો સાચી પસંદ જ છે . સાચી તેનો ફોટો જોઈ લે અને તેને ગમે તો પછી બંને ને મળવાનું નક્કી કરીએ. અમારા છોકરાને સાચી જોશે એટલે એને ...Read More

6

અતુટ દોર નુ અનોખું બંધન - 6

નીર્વી તેના નાનીના ખોળામાં માથુ રાખી ને નાની બાળકીની જેમ સુતી છે અને કહે છે હુ તમને છોડીને ક્યાય જવાની...તેના નાની કહે છે તુ મારી ચિંતા ના કર હજુ તો હુ મારૂ કરી શકુ તેવી છુ અને નહી થાય ત્યારે તારા ઘરે આવી જઈશ. અને તને જો છોકરો ના ગમતો હોય કે બીજું કોઈ ગમતુ હોય તો કહે. એના માટે હુ બનતુ કરીશ. નીર્વી કહે છે એવુ કંઈ નથી નાની પણ બસ મને તારી ચિંતા થાય છે એટલે જ ના પાડુ છુ. તે લોકો વાત કરતા હોય છે એટલામાં પરી અને સાચી ત્યાં આવે છે. એટલે નીર્વી ના નાની ...Read More

7

અતુટ દોર નુ અનોખું બંધન -7

નીર્વી અને સાચી પરીને અલગથી લગ્ન માટે સમજાવે છે. તે કહે છે કંઈ નહી તારા સાસુની ઈચ્છા છે તો પાડી દે ને. આમ પણ લગ્ન ગમે તે રીતે થાય કે આગળ પાછળ જવાનું તો એક ઘરમાં જ છે ને લગ્ન કરીને. આપણે ત્યાં તો સાથે છીએ ને. પરીના મમ્મી : ના બેટા આ તો મને પણ ઠીક નથી લાગતુ. આખરે તમારી ત્રણેય ની આ દોસ્તી ખાતર તો આવુ ઘર શોધ્યું છે. અને અત્યારથી બધુ અલગ થવા લાગે તો કેમ ચાલશે. આજ સુધી પરી પોતાનુ કોઈ ડીસીઝન જાતે ના લઈ શકતી. પણ આજે તે સ્પષ્ટ કહે છે, પ્રથમ એ માનવું ...Read More

8

અતુટ દોર નુ અનોખું બંધન -8

રાતનો સમય છે. ચંચલ નામનો આલિશાન પાર્ટી પ્લોટ છે. સુંદર ડેકોરેશન અને ઝળહળતી લાઈટિગ નો પ્રકાશ ચારે તરફ રેલાઈ છે. એમાં પણ કોઈને પણ દુરથી મોહિત કરી દે તેવુ એ સ્ટેજ નુ લોકેશન છે. સૌ કોઈ ને ગેટમા એન્ટર થતા જ નવા નવેલા પરણેલા એક નહી પણ ત્રણ ત્રણ યુગલો નજરે પડતા હતા... ત્રણેય બહુ ખુશ દેખાતા હતા. અને મેચિંગ કલરના કપડામાં બધા બહુ સુંદર લાગી રહ્યા છે. સમાજ નુ એક મોભાદાર ઘર હોવાથી આગંતુક લોકો પણ વધારે સંખ્યામાં હતા. સૌના હાથમાં યુગલોને આપવાના કવર કે ગિફ્ટ નજરે પડતા હતા. સૌ તેમને અભિનંદન આપીને ફોટા પડાવવામા વ્યસ્ત છે. અમુક ...Read More

9

અતુટ દોર નુ અનોખું બંધન - 9

આજે એક મહિનો થઈ ગયો છે સાચી, પરી અને નીર્વી ના લગ્ન ને. ત્રણેય ઘરમાં લગભગ સેટ થઈ ગયા ઘરમાં પણ બધા હવે ત્રણેય નવી વહુને ઘરમાં સેટ થવા માટે સાથ આપી રહ્યા છે. સાચી અને પરી તો તેમના લગ્ન જીવનમાં સેટ થઈ ગયા છે. નીર્વી અને નિસર્ગ પણ એકબીજા ની નજીક આવી રહ્યા છે. આજે સાંજે નિસર્ગ ઓફિસમાં ઓછુ કામ હોવાથી તે ઓફીસ થી ઘરે વહેલો આવી ગયો છે. છ વાગ્યા છે તે રૂમમાં આવે છે તો નીર્વી નિસર્ગ ના કબાટ ને સરખો કરી રહી છે. નિસર્ગ તેને કહે છે, ફાઈનલી હવે મારા કપડાં તો મને વ્યવસ્થિત મસ્ત ...Read More

10

અતુટ દોર નુ અનોખું બંધન -10

નીર્વી ને આજે સવારથી બહુ વોમિટીગ થઈ રહી છે. આમ તો તેને એટલો પ્રોબ્લેમ નહોતો થતો એટલે નિસર્ગ તેને પાસે લઈ જાય છે. સાથે સાચી પણ જાય છે. ડોક્ટર ચેક અપ કરે છે અને કહે છે બધુ નોર્મલ છે. કોઈ વાર એવુ થાય એમ કહે છે અને ડોક્ટર મેડિસિન લખી આપે છે એટલે ત્રણેય પછી ઘરે આવે છે. નિસર્ગ આવીને નીર્વી ને મેડિસિન આપે છે અને તેને નાસ્તો ને લાવી આપે છે. એટલે તેના મમ્મી કહે છે નિસર્ગ તારે ઓફિસ જવુ હોય તો જા હુ નીર્વી નુ ધ્યાન રાખુ છુ એટલા માં નિસર્ગ નીર્વી ને ધ્યાન રાખજે એવુ કહીને ...Read More

11

અતુટ દોર નુ અનોખું બંધન -11

રાતના દસ વાગી ગયા છે. નીર્વી નિસર્ગ ની રાહ જઈ રહી છે. તેણે સાજે સાત વાગે અડધો કલાક માં કહ્યુ હતુ પણ હજુ તે આવ્યો નથી. નિર્વી એ તેને બહુ ફોન કરી જોયા પહેલા એકવાર તો રિગ વાગી પણ કોઈએ ઉપાડ્યો નહી અને બીજીવાર માં તો સ્વીચ ઓફ આવવા લાગ્યો. નીર્વી બહુ ટેન્શનમાં આમતેમ હોલમાં આટા મારી રહી છે. એક તો પ્રથમ સાથે ના ઝઘડાથી તે બહુ અપસેટ હતો. એટલે નીર્વી ને વધારે ચિંતા હતી તે ટેન્શનમાં કંઈ કરે નહી. ત્યાં સાચી આવીને તેને પુછે છે શુ થયું કેમ આટલી ચિંતા માં છે?? તારી તબિયત તો સારી છે ને ...Read More

12

અતુટ દોર નુ અનોખું બંધન -12

સવારે આજે પરી ઉઠી નથી. ઘડિયાળ માં આઠ વાગી ગયા છે. પ્રથમ ઉઠીને જુએ છે તો તે પરીને ઉઠાડે તારી તબિયત તો સારી છે ને?? પરી : તને શુ ફેર પડે છે પ્રથમ ??? આજકાલ તો તુ મને કંઈ કહેતો પણ નથી કે ક્યાં જાય છે તે જણાવવુ પણ જરૂરી નથી સમજતો તો મારે તને શુ કહેવું??? પ્રથમ : સોરી બકા. કાલે તો મારૂ પાર્ટીમાં જવાનું કંઈ નકકી નહોતું. અને ફોન આવ્યો તો મે ના જ પાડી હતી પણ પછી છેલ્લે વિરાટ આવીને મને પરાણે ત્યાં લઈ ગયો. અને મે વિચાર્યુ ત્યાં જઈને કોલ કરીશ પણ ત્યાં નેટવર્ક નો ...Read More

13

અતુટ દોર નુ અનોખું બંધન -13

કૃતિ હવે થોડા થોડા દિવસે ઘરે આવવા લાગી છે. એક દિવસ નીર્વી તેના સાસુને સામેથી કહે છે કૃતિ અને બંને એકબીજાને પસંદ કરે છે. આ બાબતે નિહારભાઈએ મને અને નિસર્ગ ને બધી વાત કરી હતી. અમારૂ તેની સાથે મળવાનું પણ નક્કી થયું હતુ પણ અચાનક આગલા દિવસે નિસર્ગ તેને મળવાની અને આ સંબંધ આગળ વધારવાની પણ ના પાડી દીધી હતી. પણ તેણે મને તે દિવસે કહ્યું હતુ કે હુ તને નિહાર ના કૃતિ સાથે સંબંધ માટે કેમ ના પાડે છે એ કહીશ પણ એ દિવસથી હજુ સુધી એ ઘરે આવ્યા નથી.હવે આ સંબંધ માં આગળ શુ કરવુ એ તમે ...Read More

14

અતુટ દોર નુ અનોખું બંધન -14

નીર્વી : હુ તમને એ દિવસે નિસર્ગ શેના કાગળો પર સહી કરી રહ્યો હતો એની વાત કરૂ. તમને કદાચ હશે કે નિસર્ગ ને ઓફીસ સ્ટાર્ટ કરવા પૈસા માટે જરૂર હતી પણ ઘરેથી તે માટે કોઈ સેટિંગ થયુ નહોતું. કારણ કે જે આપણી સહિયારી પ્રોપર્ટી હતી તેમાંથી બધાની સહી વગર કંઈ અલગ થાય એવું નહોતું. અને તમને ખબર છે કે આ વાત થાત તો ઘરમાં બહુ લાબુ ચાલત એટલે એને એક રસ્તો શોધ્યો. તેનો એક ફ્રેન્ડ નિશાન છે એને તેને હેલ્પ કરી હતી ફાયનાન્સિયલી એટલે એ વખતે તેમણે બંને એ પાર્ટનરશીપમા બિઝનેસ શરૂ કર્યો હતો પણ હવે અમે પણ થોડા ...Read More

15

અતુટ દોર નુ અનોખું બંધન -15

બે દિવસ માં નિહારના લગ્ન છે. બધી ખરીદી થઈ ગઈ છે. પણ લગ્ન થોડા સાદાઈથી છે એટલે એક નાના રાખેલા છે. નીર્વી , સાચી અને પરી ચિંતામાં છે કે હજુ નિસર્ગ ને શોધવાનો કોઈ સુરાગ મળ્યો નથી. આ બધામાં એ લોકોને આ લગ્ન માં બહુ કોઈ રસ નથી. હા નીર્વી ને નિહાર માટે ચોક્કસ પ્રેમ અને માન છે.પણ નિસર્ગ એ સંબંધ માટે ના કહી હતી અને નિહાર ને પણ આ વાતની ખબર હોવા છતા તે કૃતિ સાથે લગ્ન કરવા તૈયાર થયો એટલે નીર્વી આનાથી ખુશ નથી. ઈચ્છા ના હોવા છતાં તે લગ્ન માં સામેલ તો થવુ જ પડશે. પણ ...Read More

16

અતુટ દોર નુ અનોખું બંધન -16

નિસર્ગ ફોટો ફટાફટ કવરમાં મુકીને તે ચોકીદાર ને બુમ પાડે છે. ભાઈ આ કંઈ પડી ગયુ છે તમારું. તે બંધ કરવા જતો હોય છે પણ અવાજ સાભળતા તે પાછો આવે છે. અરે સારૂ થયું જે આપવા માટે જતો હતો તે જ અહી રહી જાત. નિસર્ગ : કેમ શુ છે એમાં એવુ ?? ચોકીદાર : એ કદાચ મેડમ નો ફોટો ક્યાંક મોકલાવવાનો છે તો કોઈ ભાઈ લેવા આવવાના છે. નિસર્ગ : એ તમારા મેડમ છે ??? ચોકીદાર : મે તેમને જોયા નથી. તે ક્યારેય રૂબરૂ આવતા નથી. પણ કદાચ એમનો જ હશે સાહેબ એવુ કહેતા હતા એટલે. કુલદીપ સાહેબ ક્યારેક ...Read More

17

અતુટ દોર નુ અનોખું બંધન -17

નિસર્ગ પાછળ જોતા ગભરાઈ જાય છે. તેને લાગે છે હવે તો અહીંથી નીકળવું મુશ્કેલ નહી ના મુમકીન છે. સામેવાળી એ મોઢા પર માસ્ક હતુ અને ઉપર એક બ્લુ કલરનુ જેકેટ પહેરેલુ હતુ. નિસર્ગ ને કન્ફર્મ થઈ જાય છે કે પેલા ચોકીદારે કહ્યું હતુ એ મુજબ એ પેલો કુલદીપ જ છે. તે પરાણે ત્યાંથી ઉભો થવા જાય છે ત્યાં તેનુ ચંપલ તુટી ગયુ હોવાથી તેના પગમાં કાટો પેસી ગયો હોય છે તે દુખવા લાગે છે એટલે તે બેસીને કાટો કાઢવાનો પ્રયત્ન કરે છે. પેલી સામેવાળી વ્યક્તિ કહે છે લાવ કાઢી દઉ. નિસર્ગ તેની સામે જુએ છે તેને એ વ્યક્તિ પરિચિત ...Read More

18

અતુટ દોર નુ અનોખું બંધન -18

પ્રથમ બેબાકળો થઈને નિસર્ગ ને પુછે છે, ભાઈ ક્યાં હતા તમે આટલા સમય સુધી ?? અમે તમને ક્યાં ક્યાં શોધ્યા ??અને તમારી આવી હાલત કોણે કરી ?? નિસર્ગ : ( આંખોમાં આસુ સાથે ) હા ભાઈ હુ તને બધુ કહુ છુ. પહેલાં તુ આ ટેક્સીવાળા ને પૈસા આપ બાકીના છે તે અને પહેલાં તુ અંદર લઈ જા મને મેરેજ ચાલે છે ત્યાં. પ્રથમ : લગ્ન તો લગભગ પતવા આવ્યા હશે . પણ તમે આવી હાલતમાં ત્યાં આવશો ?? નિસર્ગ : પણ અત્યારે મારી આ હાલતથી વધારે મારા ભાઈના લગ્ન છે. પ્રથમ : સારૂ હુ તમને લઈ જાઉ. ત્યાં તે ...Read More

19

અતુટ દોર નુ અનોખું બંધન -19

એકાએક રૂમમાં અજવાળું આવતા નિસર્ગની આંખો ખુલે છે. તે ઘડિયાળ માં જુએ છે આઠ વાગી ગયા હતા. આજે તેને મહિના પછી એક રાહતભરી ઉઘ લીધી હતી. અને નીર્વી તો હજુ પણ સુતી હતી તે નીર્વી ને જગાડતો નથી. પણ તેને આમ મસ્ત જોઈ તેના પર વ્હાલ ઉભરાઈ આવે છે અને તે તેનુ કપાળ પ્રેમથી ચુમી લે છે. એટલામાં જ નીર્વી જાય છે અને નિસર્ગનો હાથ પકડીને કહે છે , ગુડમોર્નિગ આજે કેટલા મહિના પછી આપણને ત્રણેય ને શાંતિથી ઉઘ આવી. હા આપણુ બેબી પણ આજે શાંતિથી સુઈ રહ્યું છે જાણે.... પછી તેઓ મોડું થયુ હોવાથી ફટાફટ રેડી થઈ ને ...Read More

20

અતુટ દોર નુ અનોખું બંધન -20

સવારે બધા ઉઠીને સાથે નાસ્તો કરવા બેસે છે. નિહાર ના લગ્ન ને ત્રણ દિવસ થઈ ગયા છે. બધા કૃતિ બહુ જ સરસ રાખે છે. એટલામાં નીર્વી એક કવર લઈને આવે છે અને કૃતિ ને આપે છે. અને ખોલવા કહે છે તો એ જોઈને કૃતિ ખુશ થઈ જાય છે. બધા પુછે છે તો નીર્વી કહે છે આ નિહારભાઈ એ લોકોનુ હનીમુન પેકેજ છે તેમની ગિફ્ટ અમારા ત્રણેય ભાઈઓ તરફથી. અને એ કેરાલા નુ પંદર દિવસ નુ પેકેજ હતુ. દાદી કહે છે બેટા ફરી આવો તમે. આ જ તમારા માટે એકબીજાને સમજવાનો, એકબીજા ને સમય આપી હંમેશા માટે એકબીજા ના થવાનો ...Read More

21

અતુટ દોર નુ અનોખું બંધન -21

કૃતિ ની આંખોમાંથી આસુ જાણે બંધ થવાનું નામ નથી લેતા ત્યાં જ તેને એક દિવસ યાદ આવી જાય છે તેના માટે સૌથી ભયાવહ હતો. તેના આ કહેવાતા મમ્મી પપ્પા તેને ગુજરાતથી લઈને બીજા રાજ્યમાં જતા રહ્યા હતા. કૃતિ મુળ ગુજરાતી હતી .જ્યારે તેના એ માતાપિતા મુળ બિહાર ના હતા પણ વર્ષોથી અહી રહેતા હતા. પણ અહી એક જગ્યાએ રહે તો તેઓ પકડાઈ જાય એટલે ઘણા વર્ષો બહાર અલગ અલગ રાજ્યમાં રહેતા. છેલ્લે એ દોઢ વર્ષ પહેલા તેને લઈને તેઓ મધ્યપ્રદેશ માં હતા. ત્યાં તેમને પૈસા માટે તેના લગ્ન એક ચાલીસ વર્ષના પુરૂષ જોડે કરાવ્યા હતા જેના બે વાર ડિવોર્સ ...Read More

22

અતુટ દોર નુ અનોખું બંધન -22

આજે નિહાર અને કૃતિ નો હનીમુન નો છેલ્લો દિવસ છે. આજે રાત્રે બંનેને રાતની ફ્લાઈટ મા ઘરે જવા નીકળવાનુ છે. નિહાર કૃતિ સાથેની એક એક પળ યાદગાર બનાવવા માગે છે. તે કૃતિ ને તેમના પાડેલા એક એક મેમોરેબલ ફોટોસ કેમેરામાં બતાવી રહ્યો છે. કૃતિ પણ નિહાર સાથે એક અનોખા બંધનમા બંધાઈ ગઈ છે પણ તેના મનમાં આજે સવારથી એક ભાર લાગી રહ્યો છે. કારણકે હવે ઘરે જઈને તેના પ્લાન ને અંજામ આપવાની તૈયારી કરવી પડશે. ઘરે તો તેના એ મમ્મીની એ સુચનાઓ મુજબ કામ કરવુ પડશે. પણ આ વખતે તો તે નિહારને દિલથી પોતાનો પતિ માની ચુકી છે. હવે ...Read More

23

અતુટ દોર નુ અનોખું બંધન -23

આ બાજુ નીર્વી અને પરીનુ શ્રીમંતનુ બધુ ફંક્શન પુરૂ થાય છે. નીર્વી અને પરીને તેના પિયરથી ત્યાં આવવા માટે છે પણ આ બધુ કૃતિ માટેનુ હજુ કંઈ સોલ્વ થયુ નથી એટલે બંને હાલ ના પાડે છે ત્યાં જવાની. આ બાજુ કૃતિ એકદમ મુઝાયેલી રહે છે. તે એકવાર વિચારે છે કે મારે આર યા પાર કંઈક તો કરવુ જ પડશે. પણ આ વાત નિહાર ને કરવી જોઈએ કે બીજા કોઈને એ સમજાતું નથી. એક દિવસ કૃતિ ની મમ્મી તેને ઘરે રહેવા બોલાવે છે. તેને જરા પણ ઈચ્છા નથી. બધા તેને કહે છે સહજતાથી કે તારા મમ્મી કહે છે આટલુ તો ...Read More

24

અતુટ દોર નુ અનોખું બંધન -24

કૃતિ આવીને બીજા દિવસે પરી ને કહે છે ભાભી તમે મને એક મદદ કરશો ?? પરી : હા બોલ ?? કૃતિ : તમે મને શ્લોકભાઈનો નંબર આપી શકશો ?? પ્લીઝ તમે ના ના પાડતા. તમને પ્રથમભાઈની કસમ છે. પરી એમ તો આધુનિક જમાનાની ભણેલી યુવતી છે.તે આ બધામાં માનતી નથી. પણ એક વાર નિસર્ગ સાથે જે બન્યું હતું પછી તે થોડી ગભરાઈ ગઈ હતી.અને સાથે કૃતિ આટલો સમય સાથે રહી એ પછી તેના વ્યવહાર પરથી તેને એટલો તો વિશ્વાસ આવી ગયો હતો. એટલે તે કૃતિ ને નંબર આપે છે. કૃતિ : ભાભી મારા પર વિશ્વાસ રાખજો. તમારૂ કે આ ...Read More

25

અતુટ દોર નુ અનોખું બંધન -25

શ્લોક ની ગાડીમાં બેસીને શ્લોક કૃતિ કહે તે મુજબ ગાડી લઈ જઈ જાય છે. રસ્તામા ઘણી વાર સુધી બંનેમાથી કશુ બોલતું નથી. થોડે આગળ જતાં એક મંદિરમાં લઈ જાય છે. એ મંદિર જોતા જ શ્લોક ને થોડું યાદ આવે છે કે તે પહેલાં એ અહી બહુ વાર આવેલો છે. પણ એવુ ચોક્કસ યાદ નથી આવતુ. કૃતિ શ્લોક ને કહે તમને કંઈ યાદ આવે છે કે આ મંદિરમાં તમે વિશ્વા અને તમારી મમ્મી દરરોજ આવતા હતા. શ્લોક : મને થોડું યાદ આવે છે પણ હુ બહુ નાનો હતો એટલે સરખુ યાદ નથી. આજે તમારી બહેન ને તમે મળો તો જે ...Read More

26

અતુટ દોર નુ અનોખું બંધન -26

પ્રથમ અને પરી બંને શ્લોક ના ઘરે જાય છે. શ્લોક બંનેને આવકારે છે. અને પુજાને કહે છે તુ પહેલા નુ બોક્સ લાવ અને પ્રથમ અને ભાભીને મો મીઠું કરાવ. પ્રથમ કહે છે શુ થયું તુ કેમ આટલો ખુશ છે ?? શ્લોક : લે આ પહેલાં મીઠાઈ ખા. પછી હુ બધી વાત કરૂ છું. આજે હુ બહુ ખુશ છું. પરી : પ્રથમ તુ પહેલાં શ્લોકભાઈને પેલો તેમનો ફોટો આપ નહી તો વાતોમાં ભુલાઈ જશે. પ્રથમ શ્લોક ને ફોટો આપે છે. શ્લોક : પ્રથમ મે તને કહ્યું હતુ ને કે મારી એક મોટી બહેન હતી. હુ તેને બહુ યાદ કરતો હતો ...Read More

27

અતુટ દોર નુ અનોખું બંધન -27

પ્રથમ રેસ્ટોરન્ટમાં ટેબલ પાસે જઈને કહે છે તમે અહીં ?? સામેથી કહે છે, તુ તો બહાર જવાનો હતો ને ?? પ્રથમ : એ માટે તો આવ્યો છું. મને પણ કાઈ સમજાયુ નહી અને તે શ્લોક ની સામે પ્રશ્નાર્થ નજરે જુએ છે. પ્રથમ એક વાત કહુ , કૃતિ એ જ વિશ્વા છે...!! હવે તને બધી વાત સમજાઈ ગઈ ?? પરી : શુ કહો છો શ્લોકભાઈ ?? તમે કાલે કેમ કહ્યું નહી ?? શ્લોક : સોરી. મે તમને કાલે કહ્યું નહી. પણ હુ એના માટે કોઈ જોખમ નહોતો લેવા માગતો. હુ પહેલા તમારી આ માટે શુ વિચારણા છે એ જાણવા માગતો ...Read More

28

અતુટ દોર નુ અનોખું બંધન -28

નિહાર કૃતિ ને એકદમ ટાઈટ પકડીને તેને કીસ કરી દે છે. પણ અત્યારે કૃતિ તો ભવિષ્યની ચિંતામા હતી. અત્યારે પોતાની જાતને નિહાર ના બાહોમાંથી છોડાવી મુશ્કેલ હતી. છતાં આજે તેને આ વાત જણાવવી જરૂરી હતી . કારણ કે કૃતિ માટે આજે જિંદગી નો સવાલ હતો. આખરે તે નિહાર ને દુર ખસેડી ને કહે છે , પ્લીઝ નિહાર સાભળ. આજે મારે તને જે વાત કહેવાની છે એ મારા કરતાં પણ વધારે મહત્વની છે તારા માટે. તુ બધુ પહેલાં શાતિથી સાભળજે. પછી જે હોય તે કહેજે તારો નિર્ણય. અને કૃતિ તેની વાત ચાલુ કરે છે. બધી જ સાચી વાત કરે છે ...Read More

29

અતુટ દોર નુ અનોખું બંધન -29

બધા શ્લોકની સામે જોઈ રહે છે એટલે શ્લોક કહે છે નિહાર ની સામે જોઈને,જીજાજી આ બધી ખુશીમા ભુલી ગયા તમારા હજુ પેલા તમારા સાસુ, સસરા અને સાળાજીને એમની જગ્યાએ પહોચાડવાના છે. નિસર્ગ : હા શ્લોક ની વાત સાચી છે. એ લોકોને આ વસ્તુની ખબર પડશે તો વિશ્વા અને આપણા કોઈનો પણ જીવ જોખમ માં મુકાઈ શકે છે. કારણ કે મારી સાથે જે પણ થયુ હતુ એના પછી મને ખબર છે એ લોકો બહુ ખતરનાક છે. પૈસા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. સાચી : જે એક માસુમ છોકરી પાસે આવો ધંધો કરાવી શકે એ કંઈ પણ કરી ...Read More

30

અતુટ દોર નુ અનોખું બંધન -30 ( સંપૂર્ણ )

સુધા વિચારે છે કે આ છોકરી બધુ કહે તો છે પણ એના પ્લાન પ્રમાણે થશે ખરૂ ?? બધા મેરેજમા છે અને કોઈ પાછુ આવ્યું તો ?? આમાં કંઈ ફસામણી તો નહી હોય ને ?? પણ વિચારે છે જવુ તો પડશે અને વધારે એવુ લાગશે તો એને ફસાવી ને બધુ એના પર ઢોળી દઈશું. આમ પણ બધા ધંધામાં આગળ તો એ જ છે અમને તો આમ પણ ક્યાં કોઈ ઓળખે છે.તેનુ નામ પર તો બધુ છે. આવુ વિચારી ને તે પોતાના પતિને લઈને ત્યાં જાય છે. કુલદીપ ને કંઈ કહેતી નથી.ત્યાં જુએ છે તો મેઈન ગેટ પર વોચમેન નથી હોતો. ...Read More