મહેકતી સુવાસ

(1.1k)
  • 51.4k
  • 94
  • 31.1k

સવારે દસ વાગ્યા નો સમય છે. બોમ્બે ના  મરિન લાઈન્સ ના એક પોશ એરિયા માં સામે જ દરિયા કિનારો દેખાય તેવી રીતે 'સુવાસ 'નામનો એક આલિશાન ફ્લેટ છે. તેમાં છઠ્ઠા માળે બરાબર દરિયા કિનારાના સામે જ પડતી બારી માં એક સુંદર યુવતી ઉભી છે. તેની ઉમર લગભગ ચાલીસ આસપાસ ની હશે. આ ઉંમરે પણ તે નમણી કાયા, રૂ જેવો રૂપાળો વાન, ભીના લાબા છુટા સિલ્કી વાળ અને ગાજર કલરની કૂર્તી  અને બ્લેક લેગિસ માં આજે પણ તે માડ ત્રીસેક વર્ષ ની લાગે છે. આ રૂપાળી યુવતી એટલે જ ઈશિતા. આજે સવારથી જાણે કંઈક વિચારો માં ખોવાયેલી છે. ભુતકાળની કોઈ પુરાની

Full Novel

1

મહેકતી સુવાસ ભાગ -1

સવારે દસ વાગ્યા નો સમય છે. બોમ્બે ના મરિન લાઈન્સ ના એક પોશ એરિયા માં સામે જ દરિયા કિનારો તેવી રીતે 'સુવાસ 'નામનો એક આલિશાન ફ્લેટ છે. તેમાં છઠ્ઠા માળે બરાબર દરિયા કિનારાના સામે જ પડતી બારી માં એક સુંદર યુવતી ઉભી છે. તેની ઉમર લગભગ ચાલીસ આસપાસ ની હશે. આ ઉંમરે પણ તે નમણી કાયા, રૂ જેવો રૂપાળો વાન, ભીના લાબા છુટા સિલ્કી વાળ અને ગાજર કલરની કૂર્તી અને બ્લેક લેગિસ માં આજે પણ તે માડ ત્રીસેક વર્ષ ની લાગે છે. આ રૂપાળી યુવતી એટલે જ ઈશિતા. આજે સવારથી જાણે કંઈક વિચારો માં ખોવાયેલી છે. ભુતકાળની કોઈ પુરાની ...Read More

2

મહેકતી સુવાસ ભાગ -2

આદિત્ય અને ઈશિતા એકબીજા સાથે અજાણતા જ અથડાઈ જાય છે. બંને એકબીજા સામે જોઈ રહ્યા છે. પહેલી મુલાકાત માં આદિત્ય ઈશિતા માં ખોવાઈ જાય છે. ઈશિતા હતી જ એવી રૂપાળી, નમણી અને ઘાટીલી ,નાજુક કમર, લાબા કાળા સિલ્કી વાળ અને તેની સ્માઈલ એટલે તો જાણે સોનામાં સુગંધ ભળે!!! ઈશિતા પણ જાણે આદિત્ય ને જુએ છે એટલે તેને આઈડિયા તો આવી જ જાય છે કે આ એજ છોકરો છે જેના અહીં રહેવાની મિતાલી આન્ટી વાત કરતા હતા. પણ કોણ જાણે કેમ આદિત્ય ને જોતા જ તેને એક અલગ પ્રકારની લાગણી થઈ હતી. જો કે આદિત્ય પણ કાઈ કમ નહોતો ...Read More

3

મહેકતી સુવાસ ભાગ -3

ઈશિતા એકદમ વિચારોમાં થી બહાર આવે છે તો સામેથીતેની દીકરી ઈરા ત્યાં બુમો પાડતી આવી રહી છે. ઈરા ઈશુને સોફા પર બેઠેલી અને થોડી ચિંતા માં જુએ છે એટલે તે બાજુ માં આવી ને પુછે છ,મોમ તારી તબિયત તો સારી છે ને ?? એટલે ઈશુ વાત ટાળવા કહે છે બસ થોડી વીકનેસ લાગતી હતી એટલે સુતી છુ. ઈરા તેની મમ્મી કહે છે તે સાચુ માનીને કહે છે ઓકે તો મોમ તુ આરામ કર ગંગાબાઈને કહુ છુ તે તને અહી જમવા આપી જશે. મોમ....bye...luv u ....tc . કહીને ઈરા કોલેજ જવા નીકળી જાય છે. અને ઈશુ બેડ પર સુતા સુતા ...Read More

4

મહેકતી સુવાસ ભાગ.-4

.... .બે વર્ષ પછી, આજે ઈશિતા નુ M.B.A. પુરૂ થવા આવ્યું છે. તેની આદિત્ય સાથે ન્યુયોર્ક જઈને પણ ફોન વાતો થતી જ્યારે બંને ફ્રી હોય ત્યારે. આદિત્યનુ પણ ભણવાનું પતવા આવ્યું છે. તે પ્લાન કરે છે ભણવાનું પતાવીને તે કાયમ માટે ઈન્ડિયા આવી જશે. પછી આપણે મેરેજ કરી લઈશુ. ઈશિતા તેની મમ્મીની ચિંતા કરતા આદિત્ય ને કહે છે આપણા મેરેજ થઈ જશે પછી મમ્મી સાવ એકલી થઈ જશે. એટલે આદિ કહે છે તારી મમ્મી મારી પણ મમ્મી જ છે તે આપણી સાથે જ રહેશે આપણા લગ્ન પછી પણ. તેમણે હજુ સુધી એક દિકરા ની જેમ જ રાખ્યો છે હવે ...Read More

5

મહેકતી સુવાસ ભાગ -5

આજે ઈશિતા એની જીવનની ડાયરી એની પોતાની પર્સનલ ડાયરી માં લખી રહી હતી. તેમાં તેને પોતાની સુખ દુઃખ ની જ વાતો તેમાં ઉતારી હતી. આ ડાયરી તેની સિવાય ફકત આદિત્ય એ વાચી હતી.તેની મમ્મીને પણ તેની કંઈ જ ખબર નહોતી. આજે કદાચ તે છેલ્લી વાર લખતી હતી. કારણ કે આ તો તે હવે આકાશ ના ઘરે પણ લઈ જઈ શકે તેમ નથી કારણ કે તેમાં તો આદિત્ય ની યાદો પણ સંકળાયેલી છે. આજે તો લખતા લખતા ડાયરી પર તેના આસું પણ પડી રહ્યા હતા. પછી તે તેને સારી રીતે પેક કરીને તિજોરી માં તેના એક ખાના માં મુકી દે ...Read More

6

મહેકતી સુવાસ ભાગ. - 6

ઈશિતા અત્યારે એની મમ્મી ના ઘરે રહેવા આવી છે મેરેજ ના પંદર દિવસ પછી. તેના મમ્મી તેને સાસરી નુ પુછે છે એ ખુશ છે કે નહી તે જાણવા માટે. ઈશિતા કહે છે હા ઘરમાં બધા બહુ સારા માણસો છે મને દીકરી ની જેમ જ રાખે છે. તે આકાશ વિશે પુછે છે તો કહે છે તે બહુ સારા છે મારી બહુ કેર કરે છે. પણ તે પણ ઈશિતા ની મા હતી તે તેને બહુ સારી રીતે ઓળખતી હતી એટલે કહે છે તુ ભલે ગમે તે કહે પણ તારા ચહેરા અને વર્તન પરથી સાફ સમજાય છે કે તુ હજી તારા દામ્પત્યજીવન ...Read More

7

મહેકતી સુવાસ ભાગ -7

સિમલા નુ આહલાદક વાતાવરણ છે. મસ્ત ઠંડી માં આકાશ અને ઈશિતા જેકેટ પહેરીને સવાર ની સહેલ કરી રહ્યા છે. જણા વચ્ચે વચ્ચે થોડી વાતચીત કરી રહ્યા છે. પછી બંને જણા ચા પીવે છે અને નાસ્તો કરે છે. ઈશિતા હવે થોડી આકાશ ને સેટ થવાની કોશિશ કરી રહી છે. બંને એકબીજાને પોતાની પસંદ નાપસંદ ની વાતો કરે છે. આખો દિવસ બધા પ્લેસ ફરે છે. રાત્રે ફરી હોટલ જાય છે. રાત્રે મોડા સુધી વાતો કરે છે. પછી ઈશિતા વાતો કરતા કરતા આકાશ ના ખભા પર માથું ઢાળી ને સુઈ જાય છે. આકાશ પણ તેને નીહાળતો રાત્રે તેની પાસે એમ જ સુઈ ...Read More

8

મહેકતી સુવાસ ભાગ 8

આજે પહેલી વાર સામેથી ઈશિતા આકાશ ને હગ કરીને આઈ લવ યુ.... કહે છે એટલે આકાશ બહુ જ ખુશ જાય છે કારણ કે આજે લગ્ન ના ત્રણ મહીના પુરા પુરા થવા આવ્યા છે ત્યારે ઈશિતા એ આકાશ ના પ્રેમ ને સ્વીકાર્યો છે. આજે તેના ઈતજાર નો ફાઈનલી અંત આવ્યો છે. એટલે તે બહુ ખુશ થઈ ને ઈશિતા ને ઉચકી લે છે. ખરેખર આજે ત્રણ મહિના પુરા થવા આવ્યા ત્યારે આજે ચાદ ની શીતળતા માં બે હૈયાઓ સુહાગરાત માણી રહ્યા છે . આજે પહેલી વાર એકબીજાનો સાથ માણી રહ્યા છે. * * * * * આજે પુર્ણ સ્વરૂપ ...Read More

9

મહેકતી સુવાસ ભાગ 9

આકાશ ઈશિતા ને જોઈને તેને જોતો જ રહી જાય છે. આજે તે મસ્ત , એક જાજરમાન વ્યક્તિ અને કોઈ પણ મનમાં વસી જાય તેવી લાગી રહી હતી. પણ ઈરા ની સામે તે કંઈ પણ બોલ્યો નહી માત્ર ઈશારા આંખો થી કહી દીધું કે તે આજે હટકે લાગી રહી છે. પછી બધા સાથે પાર્ટી માં જવા નીકળે છે. રસ્તા માં આકાશ ઈશિતા ને જોઈને મનમાં હસી રહ્યો છે ઈશિતા પણ તેની સામે જુએ છે પણ તેને કંઈ જ સમજાતું નથી. થોડી વાર પછી બધા પાર્ટીમાં પહોંચે છે ત્યાં જુએ છે તો બધા ગેસ્ટ આવી ગયા છે . અને સામે માઈક ...Read More

10

મહેકતી સુવાસ ભાગ -10

આકાશ અંદર બેસી ને ઓફીસ નુ કંઈક કામ કરી રહ્યો છે. ઈશિતા બહાર ડ્રોઈંગ રૂમ માં ટીવી જોઈ રહી પણ તેને કંઈ ચેન નથી પડતુ એટલે તે આમતેમ આટા મારતી ખાસ મહેમાન ની રાહ જોઈ રહી છે. એટલા માં ડોરબેલ વાગે છે અને સાથે ઈશિતા ના ધબકારા વધી જાય છે. ત્યાં રામુકાકા દરવાજો ખોલી ને અંદર જતા રહે છે બહાર ઈશિતા સિવાય બીજું કોઈ નથી. આમ તો આકાશ ક્યારેય ઓફીસ નુ કામ ઘરે કરતો નહોતો પણ કોણ જાણે કેમ તે કામ ના બહાને અંદર રૂમ માં બેસી રહ્યો છે. મહેમાન ને જોતાં જ ઈશિતા ઉભી થઇ જાય છે અને ...Read More

11

મહેકતી સુવાસ ભાગ -11

(આદિત્ય ઈશિતા ના ઘરની બહાર બેસી દુઃખી થઈ રહ્યો છે. તે નિસાસો નાખી રહ્યો છે. ) આદિત્ય કહે છે, મને અચાનક કંઈ યાદ આવતા મિતાલી આન્ટી ના ઘરે ગયો. હુ તારા વિશે ડાયરેક્ટ તો એમને પુછી ના શકુ એટલે મે આન્ટી નુ પુછ્યું. ત્યારે એમને. કહ્યુ કે ઈશિતા ના તો મેરેજ થઈ ગયા અને એમને કેન્સર હતુ એટલે એ થોડા સમય માં એ પણ સ્વર્ગે સિધાવ્યા. મારા પગ નીચેથી ધરતી સરકતી હતી. અને આસુંઓને તો મે મહા પરાણે રોકી રાખ્યા હતા આન્ટી સામે. આટલુ બધું થઈ ગયું હતું બે વર્ષમાં. તારા મેરેજ, આન્ટી ને કેન્સર અને તેમનું દેહાંત. મને ...Read More

12

મહેકતી સુવાસ ભાગ 12

આદિત્ય ઈશિતા ને કંઈ જવાબ આપે તે પહેલાં જ ડોરબેલ વાગે છે. એટલે બંને જાણે કંઈ થયુ ના હોય ફ્રેશ થઈને બેસી જાય છે અને દરવાજો ખોલે છે તો આકાશ હોય છે. એટલે ઈશિતા આકાશ ને કામ પતી ગયું એમ પુછે છે એટલે આકાશ હા પાડે છે અને એ હસીને પુછે છે કે વાતો પતી ગઈ કે નહી??? એટલે આદિત્ય અને ઈશિતા બંને એકબીજા સામે જુએ છે કે આકાશ કેમ આમ કહે છે....કારણ કે તેને ક્યારેય આકાશ ને આદિત્ય વિશે કંઈ જ કહ્યુ નહોતું.... પછી તેને એમ પણ યાદ આવે છે કે આકાશ, આદિત્ય કે જે ગમે તેટલો મોટો ...Read More

13

મહેકતી સુવાસ ભાગ 13 (સંપૂર્ણ )

વાતાવરણ અત્યારે ખરેખર અત્યારે બહુ કરૂણ હતુ. ઈશિતા આકાશ ને સંભાળે છે તે તેની પાસે બેસી ને કહે છે મને તમારી જિંદગીમાથી તમે મને મુક્ત કેવી રીતે કરી શકો?? આપણે અગ્નિ ની સાક્ષી એ સાથ ફેરા ફર્યા છે. તમારી પર મારો પણ એટલો જ હક છે આકાશ... આપણા સંતાનો અને આપણો પરિવાર છે. લગ્ન ના આટલા વર્ષો પછી આ મોડ પર હુ કેવી રીતે તમને છોડી શકું?? હા હુ એ વાત સ્વીકારૂ છુ કે આદિત્ય ને હુ પ્રેમ કરતી હતી અત્યારે પણ દિલના એક ખુણામાં તેને માટે સોફ્ટ કોર્નર છે .અને એ કદાચ મારા આખરી ક્ષણ સુધી રહેશે . ...Read More