હિંદુ ધર્મનું હાર્દ

(3)
  • 60.6k
  • 1
  • 26.9k

પ્રાર્થના પછીના ગાંધીજીના ભાષણોમાંથી) શ્રોતાભાઈમાંથી એક ભાઈ તરફથી મને એક સવાલ મળ્યો છે. તે ભાઈ મને પૂછે છે કે હિંદુ કોણ ? એ શબ્દ મૂળ ક્યાંથી આવ્યો ? અને હિંદુ ધર્મ જેવી કોઈ વસ્ત છે ખરી ? આ સવાલ આજના વખતમાં ખાસ પૂછવા તેમ જ વિચારવા જેવા છે. હું કોઈ ઈતિહાસવેત્તા નથી; ઝાઝા પાંડિત્યનો અથવા ભારિ વિદ્વતાનો મારો દાવો નથી. પરંતુ હિંદુ ધર્મ વિશેના એકાદ પ્રમાણભૂત ગ્રંથમાં મેં વાંચ્યું છે કે ‘હિંદુ’ શબ્દ વેદમાં મળતો નથી પણ મહાન સિકંદરે હિંદ પર ચઢાઈ કરી ત્યારે સિંધુ નદીની પૂર્વમાં આવેલા દેશમાં વસતા લોકોને હિંદુ કહીને ઓળખવામાં આવતા હતા. અંગ્રેજી બોલનારા હિંદીઓ આજે પણ સિંધુેન ‘ઈન્ડસ’ નામથી ઓળખે છે. ગ્રીક બોલીમાં સિંધુના ‘સ’ નો ‘એચ’ એટલે ‘હ’ થઈ ગયો તેથી એ મુલકના વતનીઓનો ધર્મ ‘હિંદુ’ નામથી ઓળખાયો અને તમે સૌ જાણો છો કે એ ધર્મ સૌથી વધારે સહિષ્નુ ધર્મ છે. જુલમથી ત્રાસીને ભાગી છૂટેલા પ્રાચીન ખ્રિસ્તીઓને તેણે આશ્રય આપ્યો હતો. બની-ઈઝરાયલના અનુયાયી યહૂદીઓને પણ તેણે આશરો દીધો હતો અને ઈરાનથી એવા જ જુલમથી ત્રાસીને ભાગી નીકળેલા પારસીઓને પણ તેણે જ સંઘર્યા હતા. આવો જ ધર્મ પોતાની વ્યવસ્થામાં સર્વને સમાવી લેવાને હંમેશાં તત્પર છે અને જે ધર્મ સહિષ્ણુતાની હંમેશ હિમાયત કરતો આવ્યો છે તે હિંદુ ધર્મનો અનુયાયી હોવામાં મને ગૌરવનો અનુભવ થાય છે. આર્ય વિદ્વાનો પોતે જેને વૈદિક ધર્મ કહીને ઓળખાવે છે તેને વરેલા છે અને હિંદુસ્તાનનું નામ આર્યાવર્ત છે એમ આગ્રહપૂર્વક જણાવે છે. એવી વિદ્વતા અથવા એવો આગ્રહ રાખવાની મને જરાયે આકાંક્ષા નથી. મારી કલ્પનાનું હિંદુસ્તાન મારા માટે પૂરતું છે અને તે નામથી મને પૂરતું સમાધાન છે. એ હિંદુસ્તાનમાં અને એ હિંદુ ધર્મમાં વેદોનો બેશક સમાવેશ થઈ જાય છે. દરજ્જાને જરા સરખો ઉતારી પાડ્યા વિના હું ઈસ્લામના મજહબમાં, પાસી મજહબમાં, ખ્રિસ્તી સંપ્રદાયમાં, જૈન ધર્મમાં અને યહૂદી પંથમાં જે કંઈ ઉત્તમ છે તેનો સમાનભાવે આદર રાખું છું, એમ જાહેર કરુ છું ત્યારે કશી વિસંગત વાત કરતો નથી.

Full Novel

1

હિંદુ ધર્મનું હાર્દ - 1

(1) હિન્દુત્વનો નૈતિક સિદ્ધાંત ૧. ‘હિંદુ’ અને ‘હિંદુધર્મ’ (પ્રાર્થના પછીના ગાંધીજીના ભાષણોમાંથી) શ્રોતાભાઈમાંથી એક ભાઈ તરફથી મને એક સવાલ છે. તે ભાઈ મને પૂછે છે કે હિંદુ કોણ ? એ શબ્દ મૂળ ક્યાંથી આવ્યો ? અને હિંદુ ધર્મ જેવી કોઈ વસ્ત છે ખરી ? આ સવાલ આજના વખતમાં ખાસ પૂછવા તેમ જ વિચારવા જેવા છે. હું કોઈ ઈતિહાસવેત્તા નથી ઝાઝા પાંડિત્યનો અથવા ભારિ વિદ્વતાનો મારો દાવો નથી. પરંતુ હિંદુ ધર્મ વિશેના એકાદ પ્રમાણભૂત ગ્રંથમાં મેં વાંચ્યું છે કે ‘હિંદુ’ શબ્દ વેદમાં મળતો નથી પણ મહાન સિકંદરે હિંદ પર ચઢાઈ કરી ત્યારે સિંધુ નદીની પૂર્વમાં આવેલા દેશમાં વસતા લોકોને હિંદુ ...Read More

2

હિંદુ ધર્મનું હાર્દ - 2

(2) ૬. એક હિંદુ હિંદુ ધર્મને જ શા સારુ વળગી રહે ? (‘સાચી અંતરદૃષ્ટિ’માંથી - મ.દે) હિંદુ ધર્મમાં એવી ખાસ સુંદરતા છે કે જે કારણે હિંદુ એ ધર્મને જ વળગી રહે છે ? આ સવાલ ન પૂછવો જોઈતો હતો. એ ચર્ચવાથી શો લાભ મળવાનો હતો ? છતાં મારે એનો જવાબ આપ્યે જ છૂટકો કેમ કે મારે મન ધર્મ એટલે શું એ તો હુ સ્પષ્ટ કરી શકું. ધર્મ માટે અત્યંત નજીકની - જોકે અત્યંત અધૂરી - સરખામણી જે મને જડે છે તે વિવાહની છે. વિવાહ એ કોઈ કાળે ન છૂટે એવું બંધન છે અથવા આજ સુધી એમ જ મનાતું હતું. ...Read More

3

હિંદુ ધર્મનું હાર્દ - 3

(3) ખ્રિસ્તી ધર્મના બિશપો અને પાદરીઓ સામે આ દેશમાં તેમ જ બીજા દરેક દેશમાં ઉગ્ર ટીકાઓ થયેલી છે, છતાં કોઈ પણ ધર્મને અનુસરનાર કે કોઈ પણ ધર્મને ન માનનારા માણસોના કોઈ પણ વર્ગે નથી કરી એટલી માનવસેવા આ લોકોએ કરી છે. ગમે તે માણસ એમની પાસે જઈ શકે છે, ખ્રિસ્તી મિશનો ધનિક નથી રહ્યાં પણ ઊલટાં ગરીબ બન્યાં છે કેમ કે પશ્ચિમના દેશમાંથી જે લોકો મદદ આપતા તેમાંથી જેઓ આજે હિંદુ ધર્મની મહત્તા કબૂલ કરે છે તેઓ મદદ કરતા બંધ થયા છે, ને મિશનોને કહે છે કે તમે જાઓ ને પોતાનો પૈસે તમારા ભાંડુઓની સેવા કરો. ખ્રિસ્તી ધર્મના અધ્ષ્ઠાતાઓએ ...Read More

4

હિંદુ ધર્મનું હાર્દ - 4

(4) ૩ (‘કોટ્ટાયમ’ના ભાષણમાંથી) હમણાં મેં જે કેટલીક સ્ત્રીપુરુષોની વિરાટ સભાઓમાં ભાષણ આપ્યાં છે તેમાં હું જેને હિંદુ ધર્મનો ગણું છું તે સમજાવવાનો પ્રયત્ન મેં કર્યો છે, ને મેં તેમને નો એક અતિશય સીધો સાદો મંત્ર હિંદુ ધર્મના અર્કરૂપે બતાવ્યો છે. તમે જાણતા હશો કે જે ઉપનિષદો વેદસંહિતાના જેટલાં જ પવિત્ર મનાય છે તેમાંનું, એ એક છે. ના પહેલા જ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે : આ જગતની સર્વ વસ્તુઓના અણુએઅણુમાં ઈસ્વર વ્યાપી રહેલો છે. એ મંત્રમાં ઈશ્વરને સર્જક, ઈશ, વિશ્વના અધિષ્ઠાતા કહેલો છે. એ મંત્રના દ્રષ્ટા ઋષિને આ આખું જગત ઈશ્વરથી વ્યાપેલું છે એમ કહીને સંતોષ ન થયો, ...Read More

5

હિંદુ ધર્મનું હાર્દ - 5

(5) દુર્ભાગ્યે આજકાલ હિંદુ ધર્મ માત્ર ખાવા અને અભડાવાની ચર્ચામાં જ આવી રહેલો જોવામાં આવે છે. એક વાર એક હિંદુ ભાઈ સમક્ષ મેં મુસલમાનના ઘરમાં બેઠા ડબલ રોટી ખાવાનું સાહસ કરી તેમને થથરાવી મૂક્યા હતા. મેં જોયું કે એક મુસલમાન મિત્રે આણી આપેલા પ્યાલામાં મને દૂધ રેડી લેતો જોઈને તેમને ભારે દુઃખ થયું. પણ જ્યારે તેમણે મને એ મુસલમાન મિત્રના હાથની ડબલ રોટી લેતો જોયો ત્યારે તો તેમની વ્યથાનો પાર જ રહ્યો નહીં ! મને ભય છે કે શું કાવું અને કોની જોડે ખાવું એની ઝીણામાં ઝીણા વિધિનિષેધ નક્કી કરવા પાછળ જ જો હિંદુ ધર્મ પોતાનું બધું બળ રોકશે ...Read More

6

હિંદુ ધર્મનું હાર્દ - 6

(6) વિભાગ - ૨ : શક્તિ જે વિશ્વને ટકાવી રાખે છે ૧૭. ચડિયાતો નિયમ (‘નોંધ’માંથી) (૧૧-૧૦-૧૯૨૮)નો ‘ઈશ્વર છે’ નો વાંચી એક વાચકે એમર્સનમાંથી નીચેનો સુંદર ઉતારો મોકલ્યો છે : “આપણી આસપાસ પ્રતિદિન શું ચાલી રહ્યું છે તેનો જરા વિચાર કરતાં આપણે જોઈશું કે આપણી ઈચ્છાશક્તિથી ચડિયાતો નિયમ બધા બનાવોનું નિયંત્રણ કરી રહ્યો છે. આપણે દુઃખ વેઠીને જે મહેનત કરી રહ્યા છીએ તે અનાવશ્યક અને નકામી છે કેવળ આપણા સીધાસાદા ને સ્વયંસ્ફુરિત કાર્યમાંથી જ આપણને બળ મળી રહે છે અને આજ્ઞાપાલનનો સંતોષ અનુભવવાથી આપણે દૈવી બનીએ છીએ. શ્રદ્ધા અને પ્રેમ, વિશ્વાસપૂર્ણ પ્રેમ આપણી ચિંતાનો ભારે બોજો હળવો કરે છે. ઓ ...Read More

7

હિંદુ ધર્મનું હાર્દ - 7

(7) ૨૦. ઈશ્વર શું છે ? (સ્વિટ્‌ઝર્લેન્ડના વિલેનૉવમાં ‘કૉન્સેન્‌શિયસ ઑબ્જેક્ટર્સ’ ના સંમેલન સમક્ષ ગાંધીજીએ આપેલા ભાષણમાંથી નીચેના ફકરાઓ આપવામાં છે. આ ભાષણ શ્રી મહાદેવભાઈ દેસાઈના ‘યુરોપના પત્રો’ માં પ્રગટ થયું હતું.) એક ચર્ચમાં કૉન્સેન્‌શિયસ ઑબ્જેક્ટર્સની મીટિંગ હતી જ્યાં સેરેઝોલ(સ્વિટ્‌ઝરલેન્ડના એન્જિનિયર અને ગણિતજ્ઞ પિયરા સેરેઝોલ એ ‘આતરરાષ્ટ્રીય નાગરિક સભા’ અથવા ‘આંતરરાષ્ટ્રીય શાંતિની ઐચ્છિક સભા’ નામની સંસ્થાના પ્રણેતા હતા.) અને એના મિત્રોએ ગાંધીજીનું અદ્‌ભૂત સ્વાગત કર્યું હતું. હાથમાં હાત રાખીને સ્વિટ્‌ઝર્લેન્ડની મિત્રતાનું સમૂહગીત ગાયું હતું. અને પ્રેસિડેન્ટે લાગણીભર્યું પ્રવચન કર્યું હતું. અમે અજ્ઞાન, જેલ, જવાબદારી, મૃત્યુથી ડરીએ છીએ. તમે ભયને જાણતા નથી. અમારા હોઠ પર ‘ગિરિપ્રવચનો’ હોય છે. તમારા હૃદયમાં એ ...Read More

8

હિંદુ ધર્મનું હાર્દ - 8

(8) ૨૩. ઈશ્વર ક્યાં અને કોણ ? (મૂળ ગુજરાતીમાંથી) બ્રહ્મચર્યની વ્યાખ્યા આપતાં મેં લખ્યું કે બ્રહ્મને પહોંચવાને સારું જોઈતા તે બ્રહ્મચર્યહ્‌. બ્રહ્મ એટલે ઈશ્વર એટલું જાણ્યેથી ઈશ્વરના સ્વરૂપની ખબર નથી પડતી. એટલે એનું ઠીક જ્ઞાન હોય તો આપણે ઈશ્વર પ્રતિ જવાનો ઠીક માર્ગ જાણી લઈએ. ઈશ્વર મનુષ્ય નથી. એટલે એ કોઈ પણ મનુષ્યમાં ઊતરે છે કે અવતરે છે એમ કહેવું એ પણ પૂર્ણ સત્ય નથી. એમ કહી શકાય કે ઈશ્વર કોઈ મનુષ્યમાં અવતરે છે એનો અર્થ માત્ર એટલો કે તે માણસમાં આપણે વધારે ઐશ્વર્ય કે ઈશ્વરપણું જોઈએ છીએ. ઈશ્વર તો સર્વવ્યાપી હોઈ બધેય ને બધામાં છે એ અર્થમાં આપણે ...Read More

9

હિંદુ ધર્મનું હાર્દ - 9

(9) ૩૧. ઈશ્વરની હસ્તી છે કે નહીં ? દક્ષિણ ભારતની મારી યાત્રામાં મને કેટલાક હરિજનો અને બીજા સજ્જનો મળેલા નિરીશ્વરવાદી હોવાનો ડોળ કરતા હતા. એક જગાએ હરિજનોની પરિષદ ભરાયેલી હતી ત્યાં પ્રમુખે લગોલગ આવેલા હરિજનોએ પોતાને પૈસે બાંધેલા મંદિરની છાયામાં જ નિરીશ્વરવાદ પર એક તીખું ભાષણ આપ્યું. હરિજનો પ્રત્યે થતા દુર્વર્તનથી એ ભાઈના હૃદયમાં એટલી કડવાશ વ્યાપી ગયેલી હતી કે આવી ક્રૂરતાને ચાલવા દેનાર કોઈ કલ્યાણકારી શક્તિ હસ્તી ધરાવતી હશે કે નહીં એની જ એમને શંકા પડવા લાગી હતી. આ અનાસ્થાને માટે તો કંઈ કારણ હતું એમ કદાચ કહી શકાય. પણ બીજી જગાએથી મળેલી બીજી જાતની અનાસ્થાનો નમૂનો આ ...Read More

10

હિંદુ ધર્મનું હાર્દ - 10

(10) ૩૯. ઈશ્વરનું પ્રત્યક્ષ પ્રમાણ ક્યાં છે ? બંગાળથી આવેલા એક પત્રમાંથી નીચેનું ઉતાર્યું છે : “સંતતિનિયમનને અંગેનો ‘એક મૂંઝવણ’ એ મથાળાવાળો આપનો લેખ જોવાનું મને ભાગ્ય મળ્યું. લેખકના મૂળ મુદ્દા સાથે હું સંપૂર્ણ સહમત છું. પરંતુ એમાં એક લીટીમાં આપ ઈશ્વરવિષયક આપની ભાવના જણાવો છે. આપ કહો છો કે, આજકાલ નવયુવકોમાં ફૅશન છે કે ઈશ્વર વિશે વિચાર કાઢી નાંખવો. ને જણાવો છો કે, તેઓને જીવનવ્યાપી ઈશ્વરમાં જીવંત શ્રદ્ધા નથી. (અહીં દર્શાવેલો ફકરો નીચે મુજબ છે : “ઈશ્વરને જીવનમાંથી સદંતર ઉડાવી દેવાનો અને જાગૃત ઈશ્વર પર જાગૃત શ્રદ્ધા રાખ્યા વિના જીવનની પરાકાષ્ઠાએ પહોંચી શકાય છે એવો આગ્રહ રાખવાનો આજકાલ ...Read More

11

હિંદુ ધર્મનું હાર્દ - 11

(11) ૪૭. ઈશ્વરાનુસંધાનનાં સાધનો (ગાંધી સેવા સંઘના સંમેલનના ‘ઉપસંહારનું ભાષણ’માંના ટૂંકા સારમાંથી - મ.દે. ) પ્રકૃતિથી જ મારાથી કર્મ રહેવાય નહીં. હું કર્મયોગી છું કે શું યોગી છું અની મને ખબર નથી, પણ કર્મ વિના હું ન જીવી શકું એ જાણું છું. અને મારે માળા હાથમાં રાખીને નથી મરવું. એટલે રેંટિયો હાથમાં રાખીને મરવા માગું છું. કોઈ રીતે ઈશ્વરનું ધ્યાન ધરવું છે તો એ જ દ્વારા શા માટે ન ધરવું ? ગીતામાં ભગવાનની ભાષા છે કે “જે ઈશ્વરનું ધ્યાન ધરે છે તેને હું બુદ્ધિયોગ આપું છું અને યોગક્ષેમ આપું છું.” મારી પાસે તો ઈશ્વરાનુંસંધાન સાધવાનાં અનેક સાધનો છે - ...Read More

12

હિંદુ ધર્મનું હાર્દ - 12

(12) ૫૩. સત્યાગ્રહની શક્તિ (‘હિંદુ-મુસલમાન સવાલ’માંથી ગાંધીજીના સંદેશાનો ઉતારો) સત્યાગ્રહીમાં પોતાની મેળે ચાલવાની શક્તિ હોતી જ નથી. સત્યાગ્રહી જગતની ઉશ્કેરીને જ ચાલી શકે છે. ઈશ્વરાન આશિર્વાદ હોય તો જ તે ચાલી શકે, ન હોય તો સત્યાગ્રહી લૂલો, પાંગળો અને આંધળો છે. ૧૯૨૧થી હું બે શબ્દો કહેતો આવ્યો છું : પાકીઝગી અને કુરબાની, આતેમશુદ્ધિ અને બલિદાન એ વગર સત્યાગ્રહનો જય ન થાય. કેમ કે તે વિના ઈશ્વર સાથે હોય જ નહીં. જ્યાં જગત કુરબાની જુએ છે ત્યાં ઢળી જાય છે. કુરબાની જગતને વહાલી લાગે છે. જગત કુરબાની સારા માટે છે કે નઠારા માટે એ જોતું નથી. પણ ઈશ્વર કંઈ આંધળો ...Read More

13

હિંદુ ધર્મનું હાર્દ - 13

(13) ૬૨. શ્રદ્ધાની કસોટી (‘તે પવિત્ર જગ્યાએથી’ માંના થોડા અંશો) આશ્રમનો વાવટો જે અગાશીએથી ઊડે છે તે અગાશીએથી જેલની અને સ્મશાનમાં બળતી ચિંતાઓના ભડકા બંને દેખાય છે. આ બંને વસ્તુઓનું નિત્ય દર્શન થતાં છતાં રખેને કોઈ ભૂલી જાય, ખાસ કરીને જ્યારે થોડા જ દિવસમાં મોટી લડત ઉપાડવાની છે ત્યારે મૃત્યુની આપણે કેટલા સમીપ રહીએ છીએ તેનું પૂરું ભાન રહે એટલા ખાતર જાણે શીતળામાતાએ વિકરાળ દર્શન દીધાં. એમ તો માણસ સ્મશાન ઘણી વાર જુએ છે. આશ્રમના માણસો રોજ જુએ છે. અનેક વ્યાધિઓથી પીડાઈને લાખો માણસો દેશમાં મરે છે એ આપણે જાણીએ છીએ, છતાં માણસ સ્વભાવે એટલો ટૂંકી દૃષ્ટિનો છે કે ...Read More

14

હિંદુ ધર્મનું હાર્દ - 14

(14) ૬૭. હું દુષ્કર્મોને ધિક્કારું છું, વ્યક્તિઓને નહીં (‘શું હું અંગ્રેજોને ધિક્કારું છું’ માંથી) આ સંસારમાં કોઇનો પણ તિરસ્કાર હું મને અસમર્થ માનું છું. ઇશ્વરપરાયણતાથી ખૂબ સંયમ કેળવીને મેં ચાળીસ વર્ષ થયાં કોઇનો પણ દ્ધેષ કરવાનું છોડી દીધું છે. આ બહુ મોટો દાવો છે એ જાણું છું. છતાં અત્યંત નમ્રતાપૂર્વક હું તેને રજૂ કરું છું. પણ જ્યાં જ્યાં દુષ્કર્મ વર્તતું હોય ત્યાં ત્યાં તેને ધિક્કારવા તો હું સમર્થ છું જ અને ધિક્કારું પણ છું. અંગ્રેજોએ જે શાસનપ્રણાલી હિંદુસ્તાનમાં ઊભી કરી છે તેને હું ધિક્કારું છું, તેનો હું પૂરેપૂરો દ્ધેષી છું. અંગ્રેજ વર્ગ હિંદુસ્તાનમાં શિરજોરી કરી રહ્યા છે તેનો પૂરેપૂરો ...Read More

15

હિંદુ ધર્મનું હાર્દ - 15

(15) ૩ (‘પ્રાર્થનાનો મર્મ’માંથી) ક્વેટાના ધરતીકંપ માટે લોકોને પ્રાર્થના અને પ્રાયશ્ચિત કરવાની સપાહ આપનારી થોડીક લીટીઓ મેં ગયે અઠવાડિયે તે ઉપરથી કેટલોક ખાનગી પત્રવ્યવહાર થયો છે, એક પત્રલેખક પૂછે છે : “બિહારની ધરતીકંપ વખતે આપે કહેલું કે અને સવર્ણ હિંદુઓએ અસ્પૃશ્યતાના પીપની સજા માનવી જોઈએ. ત્યારે આ ક્વેટાનો વધારે ભીષણ કંપ કયા પાપને માટે હશે ?” લેખકને આ પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. જેમ મેં બિહાર વિશે કહ્યું તે વિચારપૂર્વક કહેલું તે જ પ્રમાણે ક્વેટા વિશેનો લેખ પણ વિચારપૂર્વક લખ્યો છે. આ પ્રાર્થના માટેનું આમંત્રણ એ આત્માનો તલસાટ છે. પ્રાર્થના એ પશ્ચાતાપની નિશાની છે વધારે સારા, વધારે શુદ્ધ થવાની આતુરતાની ...Read More

16

હિંદુ ધર્મનું હાર્દ - 16

(16) ૭૩. અતિપ્રાકૃતિક તેટલું નાખો ખાડમાં ‘સત્યશોધક’ સહીથી એક સજ્જને લાંબો કાગળ લખ્યો છે. તેનો સાર અહીં આપું છું તંત્રીશ્રી, સાહેબ, ઔરંગઝેબ જેવા ઈમાનદાર મુસલમાને કાશી વિશ્વનાથના મંદિરને ભ્રષ્ટ કર્યું અને તોડી પાડ્યું તેને વિશે આપ કહો છો કે તેમ કરવામાં તેણે પોતાના ધર્મની વિરુદ્ધ વર્તન કર્યું હતું. આમ કહેવામાં આપ પેગંબર સાહેબના કરતાં પણ ઈસ્લામ ધર્મનું વધારે જ્ઞાન ધરાવતા હોવાનો દાવો નથી કરતા ? કારણ, આપે જાણવું જોઈએ કે ઔરંગઝેબના આદર્શ જે પેગંબર સાહેબ તે પોતે પણ જ્યારે પોતાના દુશ્મનોને હરાવી મક્કાશરીફમાં દાખલ થયા ત્યારે તેમણે તે શહેરનાં બધીં મૂર્તિપૂજાનાં પાત્રો અને સ્થાનોનો નાશ કર્યો હતો, માત્ર કાબા ...Read More

17

હિંદુ ધર્મનું હાર્દ - 17

(17) ૮૨. સ્મૃતિમાં વિસંવાદિતાઓ (નીચેના બે સવાલ-જવાબ ‘થોડા કોયડા’ માંથી લીધા છે) સ. - બ્રાહ્મણ સ્ત્રીના શૂદ્ર પુરુષ સાથેના વિશે સ્મૃતિઓમાં જે શ્લોકો છે તેને વિશે આપનું શું કહેવું છે ? જ. - સ્મૃતિને નામે છપાયેલા ગ્રંથોમાં આવેલા શ્લોકસંગ્રહને હું ઈશ્વરપ્રણીત માનતો નથી. સ્મૃતિઓમાં તેમ જ બીજા શાસ્ત્રોમાં ક્ષેપક ભાગો ઘણા છે એ વિશે મને જરાય શંકા નથી. હું આ પત્રમાં ઘણી વાર કહી ચૂક્યો છું કે સત્ય ને અહિંસા અથવા બીજા સદાચારના મૂળભૂત અનેસાર્વત્રિક સિદ્ધાંતોથી વિસંવાદી એવું સ્મૃતિઓમાં કે બીજાં લખાણોમાં જે કંઈ જોવામાં આવે તે બધાંનો હું ક્ષેપક ગણીને ત્યાગ કરું છું. એવા વિવાહો થતા એમ બતાવનારાં ...Read More

18

હિંદુ ધર્મનું હાર્દ - 18

(18) ૮૮. કૃષ્ણ અને ગીતા (મૈસૂર રાજ્યનાં આર્સિકેરે ગામમાં ગાંધીજીએ આપેલા ભાપણનું સંક્ષિપ્ત) આર્સિકેરે ગયા તે દિવસે કૃષ્ણજન્માષ્ટમી હતી. એ દિવસનો ઉલ્લેખ તો હોય જ. ગાંધીજીએ એ સમે કૃષ્ણજીવન ઉપર જ પોતાનું વ્યાખ્યાન આપ્યું : “આજે આપણે કૃષ્ણજયંતીનો અર્થ નથી સમજતા, નથી આપણાં બાળકોને ભગવદ્‌ગીતા ભણાવતા. શિમોગામાં એક મિશનરીએ મને કહેલું કે તમારાં ઘણાં બાળકો ભગવદ્‌ગીતા શું છે એ પણ નથી જાણતાં. અભગવદ્‌ગીતા એવો સામાન્ય ગ્રંથ છે કે જેને પ્રત્યેક ધર્મનો મનુષ્ય આદરથી વાંચી શકે છે, અને પોતાના ધર્મનાં તત્ત્વ તેમાં જોઇ શકે છે. જો આપણે પ્રત્યેક જન્માષ્ટમીને દિવસે શ્રીકૃષ્ણના ચરિત્રનું સ્મરણ કરતા હોત અને ગીતાપાઠ કરી તેનો અમલ ...Read More

19

હિંદુ ધર્મનું હાર્દ - 19

(19) ૯૦. ગીતાશિક્ષણ ૧ ઇંગ્લંડમાં કૅનન શેપર્ડની આગેવાની નીચે ચાલતી શાંતિની હિલચાલ વિશેના મારા હમણાંના લેખોને વિશે એક મિત્ર છે : “મારો મતે એવો છે કે ગીતાના સંજોગો અને એની શરૂઆતમાં અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચે જે સંવાદ આપેલો છે તેને બાજુએ રાખીને વિચાર કરીએ તો હિંદુ ધર્મ વ્યવસ્થિત સેનાની ચડાઇ થાય ત્યારે અહિંસા જ પાળવી એવો સ્પષ્ટ ઉપદેશ કરતો નથી. આપણાં બધાં સારાંમાં સારાં ધર્મશાસ્ત્રોનો એવો અર્થ કરવો એ એને મચડવા જેવું છે, દયા અને પ્રેમ એ મનુષ્યનો પરમ ધર્મ છે એમ હિંદુ ધર્મ અવશ્ય માને છે. પણ આપ અથવા આ યુદ્ધ વિરોધી શાંતિવાદીઓ જેવો ઉપદેશ આપે છે તેવો ...Read More

20

હિંદુ ધર્મનું હાર્દ - 20

(20) ૯૩. ગીતાપીઠીઓ ગીતાનું મારે મન કેટલું મૂલ્ય છે તે હરિજનના વાચકો જાણે છે. ગીતા જેવા ગ્રંથોના મુખપાઠને મેં અતિ આવશ્યક ગણ્યો છે પણ હું અનેક પ્રયત્નો કરવા છતાં ગીતાના બધા અધ્યાપકો કદી મોઢે કરી શક્યો નથી. ગોખી કાઢવાની બાબતમાં હું ઠોઠ છું એ હું જાણું છું. તેથી જ્યારે ગીતા જેને કંઠસ્થ હોય એવાં કોઇ ભાઇ કે બહેન મળે છે ત્યારે મને તેમના તરફ માન ઊપજે છે. તામિલનાડુના આ પ્રવાસમાં મને બે જણ એવાં મળ્યાં છે. મદુરામાં એક ભાઇ અને દેવકોટામાં એક બહેન મળેલાં. મદુરામાં મળેલા ગૃહસ્થ વેપારી છે ને પ્રસિદ્ધિમાં આવેલા નથી. અને દેવકોટાની બહેન તે સ્વ. ન્યાયમૂર્તિ ...Read More

21

હિંદુ ધર્મનું હાર્દ - 21

(21) ૯૯. પ્રાર્થનાની આવશ્યકતા અને અર્થ (‘પ્રાર્થના પરનાં વ્યાખ્યાન’માંથી) ગાંધીજીએ જેમનું પ્રત્યેક કાર્ય પ્રાર્થનામય છે, જેમને પ્રાર્થના એ આશ્રમનું મહાઆવશ્યક અને તાત્ત્વિક અંગ લાગે છે તેમની પાસે વિદ્યાર્થીઓ પ્રાર્થનાનું રહસ્ય સાંભળવા આવે એ તેમનું સદ્‌ભાગ્ય કહેવાય. ગૂજરાત મહાવિદ્યાલયમાં ગયા સપ્તાહમાં રાષ્ટ્રીય શિક્ષણનો જે યજ્ઞ ચાલ્યો હતો તેની પૂર્ણાહુતિ છાત્રાલય સંમેલનથી થઈ, એ સંમેલનમાં બધા રાષ્ટ્રીય શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આવ્યા હતા એમ નહીં, પણ ગુજરાતના છાત્રાલયોમાં રહીને ભણતા વિદ્યાર્થીઓમાંના પણ થોડા આવ્યા હતા. ઘણાં છાત્રાલયો ઉત્તમ સંચાલકોના હાથ નીચે ચાલે છે, અને ઘણાકની ઈચ્છા છાત્રાલયમાં પ્રાર્થના ફરજિયાત કરવાની હશે એટલે દરેક સ્થાને સામુદાયિક પ્રાર્થના કરવાની ભલામણનો ઠરાવ સંમેલનમાં આવ્યો, પણ ...Read More

22

હિંદુ ધર્મનું હાર્દ - 22

(22) (૨) (‘શબ્દોના અત્યાચાર’માંથી) ના ૩૬મી સપ્ટેમ્બરના અંકમાં પ્રસિદ્ધ થયેલા ‘પ્રાર્થનામાં શ્રદ્ધા નથી’ નામના લેખ વિશે એક ભાઈ નીચે લખે છે : “પ્રાર્થનાવાળા આપના લેખમાં આપે પેલા વિદ્યાર્થીને અથવા મોટા વિચારક તરીકે આપને પોતાને આપે ન્યાય નથી કીધો. સાચું છે કે તે લેખ આપે જે પત્રને ઉદ્દેશીને લખ્યો છે તે પત્રના કેટલાક ઉદ્‌ગાર ઔચિત્યયુક્ત ન હતા, પણ તે લખનારનો વિચાર તો સ્પષ્ટ જ હતો એમાં શંકા નથી. વળી આપે તેને વિદ્યાર્થી અથવા છોકરા તરીકે વર્ણવ્યો છે, પણ તે છોકરો તો ન જ હોય. એની ઉંમર વીસથી ઓછી હોય તો મને આશ્ચર્ય થાય. તે નાદાન ઉંમરનો હોય તો પણ તેની ...Read More

23

હિંદુ ધર્મનું હાર્દ - 23

(23) ૧૦૩. પ્રાર્થનાની મારી રીત (‘અહિંસા અને આંતરરાષ્ટ્રીય મામલો’માંથી) એક મિશનરી જેઓ ગાંધીજીને સેગાંવમાં મળ્યા હતા, તેમણે પૂછ્યું સ. આપની પ્રાર્થનાની રીત શી છે ? જવાબમાં ગાંધીજીએ કહ્યું : અમે સવારે ૪-૨૦ વાગ્યે અને સાંજે ૭ વાગ્યે સમૂહ પ્રાર્થના કરીએ છીએ. આ પ્રમાણે વર્ષોથી ચાલતું આવ્યું છે. અમે ગીતાના શ્લોકો અને બીજા માન્ય ધર્મગ્રંથોના પાઠ કરીએ છીએ, તેમ જ સંતોનાં ભજનો સંગીત સાથે કે સંગીત વગર ગાઈએ છીએ. વ્યક્તિગત પ્રાર્થનાનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી. તે અખંડરૂપે અને અભાન અવસ્થામાં પણ ચાલુ રહે છે. સાક્ષીરૂપે પરમાત્મા હાજરાહજૂર છે તેવો અનુભવ મને હર પળે થઈ રહ્યો છે. તેની નજર કંઈ ...Read More

24

હિંદુ ધર્મનું હાર્દ - 24

(24) ૪ પ્રાર્થના એટલે શું ? પ્રાર્થનાનો મૂળ અર્થ તો માગવું થાય છે. ઈશ્વર પાસે કે વડીલોની પાસે વિનયપૂર્વક માગણી એ પ્રાર્થના. અહીં આ અર્થમાં પ્રાર્થના શબ્દ નથી વપરાયો. પ્રાર્થના એટલે ઈશ્વરની સ્તુતિ, ભજનકીર્તન, (ઉપાસના), સત્સમાગમ, અંતર્ધ્યાન, અંતરશુદ્ધિ. પણ ઈશ્વર કોણ ? એ કોઈ આપણી શરીરની કે આ જગતની બહાર રહેલ વ્યક્તિ નથી. એ તો સર્વવ્યાપક છે, સર્વશક્તિમાન સર્વજ્ઞ છે. અને સ્તુતિની શી ગરજ હોય ૧૨-૬-૩૨ સર્વવ્યાપક હોઈ એ બધું સાંભળે છે, આપણા વિચાર જાણે છે. મોટેથી બોલીને એને શું સંભળાવવું ? એ આપણા હૃદયમાં વસે છે. નખ આંગળાં આગળ છે તેનાથી પણ તે નજીક છે. અહીં પ્રાર્થના શું ...Read More

25

હિંદુ ધર્મનું હાર્દ - 25

(25) ૧૦૮. સામુદાયિક પ્રાર્થનાની સાધના (મુંબઈની સાયં પ્રાર્થનામાં આપેલા ભાષણનો સંક્ષિપ્ત ઉતારો - ‘સાપ્તાહિક પત્ર’માંથી) આપણે હિંદુ હોઈએ કે પારસી હોઈએ કે યહૂદી અથવા શીખ, બધાં એક ઈશ્વરનાં સંતાન છીએ. ચોવીસે કલાક તેનું સ્મરણ કરવું આપણને છાજે પણ એમ ન કરી શકાય તો ઓછામાં ઓછું પ્રાર્થનાને સમયે તો બધાય ભેગા મળીને એનું નામ લઈએ. સંયુક્ત પ્રાર્થના એ અખિલ માનવજાતિની એકકુટુંબ ભાવના સાધવાનું સારામાં સારું સાધન છે. સામૂહિક રામધૂન અને તાલ એ સાધનાનાં બાહ્ય ચિહ્‌નો છે. એ કેવળ યાંત્રિક ન હોય. જ્યારે એ આંતરિક એકતાનો પડધો હોય છે, ત્યારે એમાંથી જે શક્તિ ને માધુર્ય પેદા થાય છે, એ શબ્દો દ્વારા ...Read More

26

હિંદુ ધર્મનું હાર્દ - 26 - છેલ્લો ભાગ

(26) ૧૧૭. સાદો અને અજમાવેલો મંત્ર (‘નોંધ’માંથી) હોશમાં આવીને પ્રતિજ્ઞા લેવી એ સહેલું છે. પણ તેને વળગી રહેવું, ખાસ પ્રલોભનોની વચ્ચે વળગી રહેવું મુશ્કેલ છે. એવી સ્થિતિમાં જ ઈશ્વર આપણને મદદ કરે છે. તેથી મેં સભાને રામનામ લ્વાની સલાહ આપી. રામ, અલ્લા, ગૉડ એ મારે મન એક જ અર્થના શબ્દો છે. મેં જોયું કે ભલા ભોળા લોકો એવું માની બેઠા હતા કે મેં તેમની સંકટની વેળાએ તેમને દર્શન દીધાં હતાં. તેમના આ વહેમોને હું દૂર કરવા માગતો હતો. હું જાણતો હતો કે મેં કોઈને દર્શન દીધાં નથી. એક પામર, મર્ત્ય માનવી પર આવી શ્રદ્ધા રાખવી એ કેવળ ભ્રમ છે. ...Read More