મારા સ્વપ્નનું ભારત

(6)
  • 66.3k
  • 7
  • 35.6k

આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ પહેલવહેલી નામથી ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ને રોજ બહાર પડી હતી, જે દિવસ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અનોખું મહત્વ ધરાવે છે. પહેલી આવૃતિ માટે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે જે પ્રેરણા-દાયી ઉપોદ્‌ઘાત લખ્યો હતો તેનો સમાવેશ આ ગુજરાતી સંસ્કારણમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકના મહત્વ પર તે સારો પ્રકાશ પાડે છે. શ્રી આર. કે. પ્રભુએ આ પુસ્તકમાં ગાંધીજીના તથા માં આવેલા લેખો અને ભાષણોમાંથી તથા તેમનાં લખાણોના બીજા સંગ્રહોમાંથી ઘણી કુષળતાપૂર્વક સંગ્રહ કર્યો છે. અને ગાંધીજી સ્વતંત્ર ભારત માટે પોતાના ઘરની બાબતોમાં તથા બીજા દેશો સાથેના સંબંધમાં કેવા વર્તનની આશા રાખતા હતા તેની કલ્પના આપવાનો પ્રયત્ન કર્યો છે. પુસ્તક વાંચીને આપણી સમક્ષ ગાંધીજીના સ્વપ્નના ભારતનું ચિત્ર ખડું થાય છે જે તે કુશળ કલાકારે અને નાં અમર પૃષ્છોમાં અંકિત કર્યું છે. ૧૯૫૯માં નવજીવન ટ્રસ્ટે તેની બીજી આવૃતિ બહાર પાડીતેમાં સંપાદકે દેશની બદલાયેલી પરિસ્થિતિ અનુસાર ફેરફાર કર્યા. આ સુધારેલી આવૃતિ તૈયાર કરવામાં સંપાદકનો હેતુ વાચકના હાથમાં એક નાનું પણ અધિકૃત પુસ્તક મૂકવાનો છે, જેમાં ભારતનાં તમામ મહત્વના પ્રશ્નો વિષે ગાંધીજીના મૂળ વિચારો વાચકને એક જગ્યાએ વાંચવા મળે; અને એ રીતે આ પુસ્તક કેવળ ગાંધીવિચારનો અભ્યાસ કરનારને જ નહીં પણ દેશસેવાનું કામ કરતા રચનાત્મક કાર્યકર્તાઓને પણ ઉપયોગી થાય.

Full Novel

1

મારા સ્વપ્નનું ભારત - 1

પ્રકાશકનું નિવેદન આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ પહેલવહેલી નામથી ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ને રોજ બહાર પડી હતી, જે દિવસ સ્વતંત્ર ભારતના અનોખું મહત્વ ધરાવે છે. પહેલી આવૃતિ માટે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે જે પ્રેરણા-દાયી ઉપોદ્‌ઘાત લખ્યો હતો તેનો સમાવેશ આ ગુજરાતી સંસ્કારણમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકના મહત્વ પર તે સારો પ્રકાશ પાડે છે. શ્રી આર. કે. પ્રભુએ આ પુસ્તકમાં ગાંધીજીના તથા માં આવેલા લેખો અને ભાષણોમાંથી તથા તેમનાં લખાણોના બીજા સંગ્રહોમાંથી ઘણી કુષળતાપૂર્વક સંગ્રહ કર્યો છે. અને ગાંધીજી સ્વતંત્ર ભારત માટે પોતાના ઘરની બાબતોમાં તથા બીજા દેશો સાથેના સંબંધમાં કેવા વર્તનની આશા રાખતા હતા તેની કલ્પના આપવાનો પ્રયત્ન કર્યો ...Read More

2

મારા સ્વપ્નનું ભારત - 2

પ્રકરણ બીજુ સ્વરાજનો અર્થ સ્વરાજ એ પવિત્ર શબ્દ છે, વેદકાળ જેટલો પ્રાચીન છે અને એનો અર્થ પોતાનું નિયમન, પોતાનો એવો છે. ‘ઈન્ડિપેન્ડન્સ’નો અર્થ જેમ કેટલીક વાર સંપૂર્ણ નિરંકુશતા થાય છે એવું ‘સ્વરાજ’નું નથી. ૧ પોતાનાં નામો મતદાર તરીકે નોંધાવી આવવાની તસ્દી લેનાર તથા અંગમહેનત કરી રાજ્યને પોતાની સેવા આપનાર દરેક જણ, મરદ અથવા ઓરત, અસલ વતની અથવા હિંદુસ્તાનને પોતાનો દેશ કરી અહીં વસેલા, મોટી ઉંમરના વધારેમાં વધારે લોકોના મતો વડે મેળવેલી હિંદુસ્તાનની સંમતિથી થતું શાસન એટલે સ્વરાજ...વળી કેટલાક લોકો અધિકારની લગામ મેળવી લે તેથી નહીં પણ બધા લોકોએ અધિકારના દુરુપયોગની સામે થવાની શક્તિ સમાનપણે મેળવ્યાથી જ ખરું સ્વરાજ મળવાનું ...Read More

3

મારા સ્વપ્નનું ભારત - 3

પ્રકરણ ત્રીજુ રાષ્ટ્રવાદના બચાવમાં મારે માટે દેશપ્રેમ એ મનુષ્યપ્રેમથી જુદો નથી. હું દેશપ્રેમી છું કારણ કે હું મનુષ્ય છું માનવપ્રેમી છું. મારો દેશપ્રેમ હિંદુસ્તાન માટે આગવો નથી. હિંદુસ્તાનની સેવા માટે હું ઈંગ્લંડ કે જર્મનીને હાનિ નહીં પહોંચાડું. મારી જીવન-યોજનામાં સામ્રાજયવાદને સ્થાન નથી. દેશભક્તનો કાનૂન કુટુંબના વડાના કાનૂનથા જુદો નથી. દેશભક્તમાં જો માનવતાની ન્યૂનતા હોય તો તેના દેશપ્રેમમાં તેટલી ઊણપ છે. વ્યક્તિના અને રાજ્યના કાનૂન વચ્ચે વિરોધ નથી. ૧ દેશપ્રેમનો ધર્મ આજે આપણને શીખવે છે કે વ્યક્તિએ કુટુંબ માટે મરવું જોઈએ, કુટુંબે ગામ માટે, ગામે પ્રાંત માટે અને પ્રાંતે દેશ માટે પોતાનો ભોગ આપવો જોઈએ. તે જ રીતે જરૂર પડ્યે ...Read More

4

મારા સ્વપ્નનું ભારત - 4

પ્રકરણ ચોથું ભારતની લોકશાહી સર્વોચ્ચ પ્રકારની સ્વતંત્રતામાં ભારેમાં ભારે પ્રમાણમાં શ્સ્ત અને નમ્રતા હોય છે. શિસ્ત અને નમ્રતા દ્વારા સ્વતંત્રતાનો કોઈ ઈન્કાર કરી શકે નહીં. નિરંકુશ સ્વચ્છંદતા એ પોતાને અને પોતાના પડોશીઓને નુકશાન કરનાર અસભ્યતાની નિશાની છે. ૧ કોઈ પણ માનવસંસ્થા તેનો દુરુપયોગ થવાના જોખમથી મુક્ત નથી હોતી. સંસ્થા જેમ મોટી તેમ તેનો દુરુપયોગનો સંભવ પણ વધારે. લોકશાહી એક મોટી સંસ્થા છે અને તેથી તેનો ભારે દુરુપયોગ થવાનો સંભવ છે. પરંતુ એનો ઈલાજ લોકશાહીથી દુર રહેવામાં નહીં પણ એના દુરુપયોગની શક્યતાને ઓછામાં ઓછી કરવામાં રહેલો છે. ૨ લોકપ્રિય સરકાર લોકમતથી આગળ વધીને કદી પગલું ભરી ન શકે. જો તે ...Read More

5

મારા સ્વપ્નનું ભારત - 5

પ્રકરણ પાંચમુ ભારત અને સમાજવાદ મૂડીદારો મૂડીનો દુરુપયોગ કરે છે. એ શોધ થઈ તેની સાથે સમાજવાદનો જન્મ નહોતો થયો. સહ્યું છે તેમ સમાજવાદ, સામ્યવાદ પણ, ઈશોપનિષદના પ્રથમ શ્લોકમાં સ્પષ્ટ રીતે સમાયેલો છે. સાચી વાત તો એ છે કે જ્યારે કેટલાક સુધારકોનો મતપરિવર્તનની પદ્ધતિ પરથી વિશ્વાસ ઊઠી ગયો ત્યારે જે વસ્તુ ‘વૈજ્ઞાનિક સમાજવાદ’ને નામે ઓળખાય છે તેના શાસ્ત્રનો જન્મ થયો. જે પ્રશ્ન વૈજ્ઞાનિક સમાજવાદી-ઓની સામે ઊભેલો છે તેનો જ નિકાલ લાવવાના પ્રયત્નમાં હું રોકાયેલો છું. એ વાત સાચી છે કે હું હંમેશાં કેવળ શુદ્ધ અહિંસાના સાધનનો જ ઉપયોગ કરું છું. મારો પ્રયત્ન કદાચ અફળ જાય. એમ બને તો એનું કારણ ...Read More

6

મારા સ્વપ્નનું ભારત - 6

પ્રકરણ છઠ્ઠુ ભારત અને સામ્યવાદ મારે કબૂલ કરવું જોઈએ કે આજ લગી બૉલ્શેવિઝમનો અર્થ હું પૂરો જાણી નથી શક્યો. જે હું જાણું છું તે પ્રમાણે એમ છે કે ખાનગી મિલકત કોઈને હોય નહીં, પ્રાચીન ભાષામાં વ્યક્તિગત પરિગ્રહ ન હોય. આ વસ્તુ જો સહુ પોતાની ઈચ્છાએ કરે તો એના જેવું રૂડું કંઈ જ નથી. પણ બૉલ્શેવિઝમમાં બળાત્કારને સારુ સ્થાન હોય એમ જોવામાં આવે છે. બળાત્કારથી ખાનગી મિલકત જપ્ત કરવામાં આવી છે ને હજુ બળાત્કારે તેનો કબજો સંસ્થાન રાખે છે. જો આ હકીકત બરાબર હોય તો મારો દ્રઢ વિશ્વાસ છે કે આ બળાત્કારે સધાયેલો વ્યક્તિગત અપરિગ્રહ દીર્ધકાળ સુધી નભવાનો નથી. બળાત્કારથી ...Read More

7

મારા સ્વપ્નનું ભારત - 7

પ્રકરણ સાતમુ ઉધોગવાદનો શાપ જેને એક છેડે ભૌતિક સમૃદ્ધિ માટેની અતૃપ્ત મહત્વાકાંક્ષા છે અને બીજે છેડે તેમાંથી પરિણમતું યુદ્ધ એવી આ સંસ્કૃતિ તરફ શંકાની નજરે જોતો અને ઉતરોતર વધતો જતો એવો જાગ્રત વર્ગ છે. પણ એ સંસ્કૃતિ સારી હોય કે ખોટી, હિંદનું ઉધોગીકરણ પશ્વિમની રીતે શા માટે કરવું જોઈએ ? પશ્વિમની સમસ્કૃતિ શહેરી છે. ઈંગ્લંડ કે ઈટાલી જેવા નાના દેશો તેમની પદ્ધતિઓને શહેરી બનાવે તે પરવડે. આછી વસ્તીવાળા અમેરિકા જેવા મોટા દેશને પણ એમ જ કરવું પડે. પણ ગીચ વસ્તીવાળા વિશાળ દેશને, જેની પ્રાચીન પ્રણાલિકાઓ ગ્રામીણ છે અને જે તેને આજ સુધી ઉપયોગી થતી આવી છે,તે દેશે પશ્વિમના નમૂનાનું ...Read More

8

મારા સ્વપ્નનું ભારત - 8

પ્રકરણ આઠમુ વર્ગવિગ્રહ હું એમવર્ગને મૂડીદારોને શત્રુ ગણવાનું શીખવતો નથી, પણ હું એમને શીખવું છું કે તેઓ પોતે પોતાના છે. ૧ વર્ગવિગ્રહ ભારતની મૂળ પ્રકૃતિની વિરુદ્ધ છે. તે સમાન ન્યાયના અને સૌના મૂળભૂત હકના વિશાળ પાયા પર સામ્યવાદ સ્થાપવા શક્તિમાન છે. મારા સ્વપ્નના રામરાજ્યમાં રાય તેમ જ રંકના હક સુરક્ષિત હશે. ૨ શોષિત અને શોષક વચ્ચે સહકાર હોવો જોઈએ એવું મેં કદી કહ્યું નથી. શોષણ અને શોષણ કરવાની ઈચ્છા મોજૂદ હોય ત્યાં લગી એવો સહકાર શક્ય નથી. હું ફકત એટલું નથી માનતો કે જમીનદારો અને મૂડીવાદીઓ સ્વભાવે જ શોષકો હોય છે, અથવા તેમના અને પ્રજાના હિત વચ્ચે પાયાનો અથવા ...Read More

9

મારા સ્વપ્નનું ભારત - 9

પ્રકરણ નવમુ હડતાળો આજકાલ હડતાળો રાજની થઈ પડી છે. તે વર્તમાન અશાંતિની નિશાની છે. અનેક પ્રકારના અસ્પષ્ટ અને અનિશ્વિત વાતાવરણમાં ફેલાયેલા છે. અનિશ્વિત આશા બધાને પ્રોત્સાહન આપે છે ખરી,પરંતુ જો તે નિશ્ચિત આકાર નહીં લે તો લોકો ખૂબ નિરાશ થઈ જશે. બીજા દેશોની માફક હિંદુસ્તાનમાં પણ મજૂરવર્ગ એવા લોકોની દયા પર નિર્ભર છે, જેઓ પોતે સલાહકાર અને માર્ગદર્શક બની બેસે છે. આવા લોકો હંમેશાં ચોકસ સિદ્ધાંતવાળા નથી હોતા અને કદાચ હોય છે તો તેમનામાં ડહાપણનો અભાવ હોય છે. મજૂરોમાં પોતાની સ્થિતિ વિષે અસંતોષ છે. તેમના અસંતોષ માટે પૂરતાં કારણો છે. તેમને એમ શીખવવામાં આવે છે, અને તે યોગ્ય પણ ...Read More

10

મારા સ્વપ્નનું ભારત - 10

પ્રકરણ દશમુ મજૂરો શું પસંદ કરશે ? હિંદુસ્તાનની આગળ અત્યારે બે માગ્ર છેઃ૧. કાં તો પશ્ચિમનું ધોરણ દાખલ કરવું, કે ‘બળિયાના બે ભાગ’, એ સૂત્રને સ્વીકારવું. એટલે હથિયારબળ એ સાચું ; સાચું એ જ હથિયારબળ એમ નહીં. ૨. અને કાં તો પૂર્વનું ધોરણ માન્ય રાખવું. તે એ છે કે ધર્મ ત્યાં જ જય, સાચને આંચ જ નથી. નબળા સબળા બધાને ન્યાય મેળવવાનો એકસરખો હક છે. મજૂરવર્ગથી આ પસંદગીની શરૂઆત થવાની છે. મજૂરો મારફોડ કરીને વધારો મેળવી શકે તો તે મેળવે ? ગમે તેવો તેમનો હક હોય તેમ છતાં તેઓનાથી મારફોડ તો થાય જ નહીં. મારફોડ કરીને હકો મેળવવાનો રસ્તો ...Read More

11

મારા સ્વપ્નનું ભારત - 11

પ્રકરણ અગિયારમું હક કે ફરજ ? સમાજને આજે પીડી રહેલા એક મોટા અનિષ્ટને વિષે મારે આજે વિવેચન કરવું છે. અને જમીનદારો પોતપોતાના અધિકાર અથવા હકની વાતો કરે છે ; બીજી બાજુથી મજીરો વળી પોતાના જ હકની વાતો ચલાવે છે ; રજવાડાંના રાજાઓ પોતાના રાજ્ય ચલાવવાના ઈશ્વર તરફથી મળેલા અધિકારની વાતો કરે છે અને તેમની રૈયત તેમના એ અધિકારનો પ્રતિકાર કરવાના પોતાના હકની વાતો ચલાવે છે. આમ હરેક જણ અને હરેક વર્ગ કેવળ પોતપોતાના અધિકાર અથવા હકને વિષે આગ્રહ રાખે કે મમત પકડે અને પોતપોતાના ધર્મ અથવા ફરજનો વિચાર સરખો ન કરે તો આખરે ભારે ગોટૈળો ને અંધેર ફેલાય. હવે, ...Read More

12

મારા સ્વપ્નનું ભારત - 12

પ્રકરણ બારમુ બેકારીનો સવાલ એક પણ સશક્ત પુરુષ અથવા સ્ત્રી કામ અગર ખાધા વગર રહે ત્યાં સુધી આરામ કરવાની પેટ ભરીને જમવાની આપણને શરમ આવવી જોઈએ. ૧ પોતાની મરજીથી નહીં પણ સંજોગોને વશ થઈને દિવસના સરેરાશ માંડ પાંચ કલાક કામ કરતી પ્રજાની કલ્પના કરો એટલે તમારી આગળ ભારતનું ખરું ચિત્ર ખડું થશે. વાચકે સાચા ચિત્રની કલ્પના કરવી હોય તો તેણે શહેરની ધાંધલ અથવા કારખાનામાં કામ કરતા મજૂરોનો પીસી નાખનારો થાક અથવા ખેતરો પર કામ કરતા મજૂરોની ગુલામી વગેરે મનમાંથી કાઢી નાખવાં જોઈએ. એ તો હિંદના માનવસમુદ્રમાં બિંદુ સમાન છે. તેણે હિંદનાં હાડપિંજરોની કલ્પના કરવી હોય તો તેની એંસી ટકા ...Read More

13

મારા સ્વપ્નનું ભારત - 13

પ્રકરણ તેરમુ દરિદ્રનારાયણ જેને નામ આપી શકાતું નથી અને માણસની બુધ્દિથી જેનો પાર પામી શકાતો નથી તે ઈશ્વરને ઓળખવાને પાડેલાં કોટિ કોટિ નામોમાંનું એક નામ દર્દ્રનારાયણ છે અને તેનો અર્થ ગરીબોનો ઈશ્વર, ગરીબોના હ્ય્દયમાં દેખાતો ઈશ્વર એવો થાય છે. ૧ એવાં લાખો ભૂખે મરતાં પડ્યાં છે કે જેમની આગળ ઈશ્વરની વાર્તા કરો તે કદી ન સાંભળે. પણ તેમને પેટભર અન્ન મળે એવો કોઈ રસ્તો બતાવશે તો તમને ઈશ્વર તરીકે પૂજવાને તેઓ તત્પર થશે. એવાની આગળ તમે નીતિની અને મનુષ્યસેવાની, માનવપ્રેમ અને ઈશ્વરની ભક્તિની વાત કરશો તો તે કોઈ સાંભળવાનું નથી. ૨ આ મારે હાથે જ મેં તેમની પાસેથી તેમના ...Read More

14

મારા સ્વપ્નનું ભારત - 14

પ્રકરણ ચૌદમું શરીરશ્રમ કુદરત ઈચ્છે છે કે આપણે પસીનો પાડીને રોટી કમાઈએ. તેથી એક મિનિટ પણ આળસમાં ગુમાવનાર માણસ પ્રમાણમાં પોતાના પડોશી ઉપર બોજારૂપ થાય છે, અને તેમ કરવું એ અહિંસાના પહેલા જ પાઠના ભંગ સમાન છે...જો અહિંસામાં પોતાના પડોશીનો વિચાર કરવાપણું ન હોય તો અહિંસાનો કશો અર્થ નથી, અને આળસુ માણસમાં એ મૂળ વિચારનો અભાવ હોય છે. ૧ રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઈએ, શરીર વાંકું વાળવું જોઈએ એ ઈશ્વરી નિયમ છે. એ મૂળ શોધ ટૉલ્સ્ટૅયની નથી, પણ તેના કરતાં બહુ અપરિચિત રશિયન લેખક બૉન્ડારેફની છે. તેને ટૉલ્સ્ટોયે પ્રસિદ્ધિ આપીને અપનાવી. આની ઝાંખી મારી આંખ ભગવદ્‌-ગીતાના ત્રીજા ...Read More

15

મારા સ્વપ્નનું ભારત - 15

પ્રકરણ પંદરમું સર્વોદય નીતિ પાળવી એ આપણાં મનને તથા આપણી ઈનદ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને છીએ. આ જ ‘સું’એટલે સારો ધારો છે. તેથી જે વિરુદ્ધ તે કુધારો છે. ઘણા અંગ્રેજી લેખકો લખી ગયા છે કે, ઉપરની વ્યાખ્યા પ્રમાણે હિંદુસ્તાનને કંઈ જ શીખવાનું નથી રહેતું. આ વાત બરોબર છે. આપણે જોયું કે માણસની વૃતિઓ ચંચળ છે. તેનું મન ફાંફાં માર્યા કરે છે. તેના શરીરને જેમ વધારે આપીએ તેમ વધારે માગે છે. વધારે લઈને પણ સુખી નથી થતું. ભોગ ભોગવતાં ભોગની ઈચ્છા વધતી જાય છે. તેથી પૂર્વજોએ હદ બાંધી. ધણા વિટારો કરીને જોયું કે સુખદુઃખ મનનાં કારણ ...Read More

16

મારા સ્વપ્નનું ભારત - 16

પ્રકરણ સોળમુ વાલીપણાનો સિદ્ધાંત ધારો કે વારસામાં, અથવા તો વેપારઉધોગ વાટે મને ઠીક ઠીક ધન મળ્યું છે. મારે જાણવું કે એ બધા ધનનો હું માલિક નથી, મારો અધિકાર તો આજીવિકા મળી રહે એટલું લેવાનો જ છે, અને એ આજીવિકા પણ બીજા કરોડો માણસને મળી રહી છે એના કરતાં વધારે ન હોવી જોઈએ. મારી બાકીની સંપતિ પર માલિકી સમાજની છે, ને તેનો ઉપયોગ સમાજના કલ્યાણને સારુ થવો જોઈએ. જમીનદારો અને રાજાઓ જે સંપતિનો કબજો ભોગવે છે એને વિષે સમાજવાદી સિદ્ધાંત દેશની આગળ મૂકવામાં આવ્યો ત્યારે મેં આ ટ્રસ્ટીપણાના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. સમાજવાદીઓને તો આ ખાસ હક્કો ને સુખ-સગવડો ભોગવનારા વર્ગો ...Read More

17

મારા સ્વપ્નનું ભારત - 17

પ્રકરણ સતરમુ અહિંસક અર્થવ્યવસ્થા હું એમ કહેવા ઈચ્છું છું કે આપણે બધા એક રીતે ચોર છીએ.મારા તરતના ઉપયોગ માટે મને જરૂર ન હોય એવી વસ્તુ જો હું લઉં, અને મારી પાસે રાખી મૂકું, તો હું તેની બીજા કોઈ પાસેથી ચોરી કરું છું હું એમ કહેવા માગું છું કે સૃષ્ટિનો આ અપવાદ વિના મૂળ નિયમ છે કે સૃષ્ટિ આપણી જરૂરિયાતો પૂરી પાડવા જેટલું દરરોજ ઉત્પન્ન કરે છે, અને જો દરેક જણ પોતાને જરૂર જોઈતું લે અને વધારે ન લે, તો આ દુનિયામાં ગરીબાઈ ન રહે અને આ દુનિયામાં કોઈ પણ માણસ ભૂખમરાથી ન મરે. આપણામાં આ અસમાનતા ચાલુ છે એનો ...Read More

18

મારા સ્વપ્નનું ભારત - 18

પ્રકરણ અઢારમુ આર્થિક સમાનતા આર્થિક સમાનતા એટલે જગતના બધા મનુષ્યો પાસે એકસરખી સંપતિ હોવાપણું, એટલે કે સહુની પાસે પોતાની આવશ્યકતા પૂરતી સંપતિનું હોવું. કુદરતે જ એક માણસને નાજુક હોજરી આપી હોય ને તે પાંચ તોલા આટો જ ખાઈ શકે અને બીજાને વીસ તોલ જોઈએ, તો બંનેને પોતપોતાની હોજરી પ્રમાણે આટો મળવો જોઈએ. બધા સમાજનું ઘડતર આ આદર્શને અવલંબીને થવું જોઈએ. અહિંસક સમાજને બીજો આદર્શ ન પાલવે. છેક આદર્શને આપણે કદી નહીં પહોંચીએ. પણ એને નજરમાં રાખીને આપણે બંધારણો રચીએ ને વ્યવસ્થા કરીએ. જેટલે અંશે આપણે આદર્શને પહોંચીએ એટલે જ અંશે આપણે સુખ અને સંતોષ પામીએ, એટલે જ અંશે આપણે ...Read More

19

મારા સ્વપ્નનું ભારત - 19

પ્રકરણ ઓગણીસમુ ભારતની અહિંસાની સાધના હિંદુસ્તાન સમક્ષ મેં જૂનો આત્મબલિદાનનો કાયદો મૂકવાની હિંમત કરી છે. કારણ કે સત્યાગ્રહ અને શાખાઓ-અસહકાર અને સવિનય પ્રતિકાર એ સહન કરવાના કાયદાનાં નવાં નામ સિવાય બીજું શું છે ?જે ઋષિઓએ અહિંસાનો કાયદો શોધ્યો તે ન્યૂટન કરતાં વધારે બુદ્ધિશાળી હતા. તેઓ પોતે વેલિંગ્ટન કરતાં મહાન યોદ્ધા હતા. શસ્ત્રોનો ઉપયોગ તેઓ જાણતા હતા એટલે તેની નિરુપયોગિતા તેમણે જોઈ લીધી અને થાકેલી દુનિયાને શીખવ્યું કે તેની મુક્તિ હિંસામાં નહીં પણ અહિંસામાં રહેલી છે. સક્રિય અહિંસા એટલે જ્ઞાનપૂર્વક સહન કરવું તે. એનો અર્થ દુષ્ટ માણસની મરજીને ચૂપચાપ તાબે થવું એવો નછી; પણ જાલિમની ઈચ્છાનો પોતાની તમામ આત્મશક્તિથી મુકાબલો ...Read More

20

મારા સ્વપ્નનું ભારત - 20

પ્રકરણ વીસમુ સર્વોદય રાજ્ય ઘણા લોકોએ માથું ધુણાવતાં ધુણાવતાં મને કહ્યું છે કે’આમ જનતાને તમે અહિંસા નહીં શીખવી શકો. કેવળ વ્યક્તિઓ માટે અને તે પણ ગણીગાંઠી વ્યક્તિઓ માટે જ છે.’મારા મત પ્રમાણે આ આત્મવંચના છે. મનુષ્યજાતિ સ્વભાવે અહિંસક ન હોત તો યુગો પહેલાં તે પોતાને હાથે મરી પરવારી હોત. પણ હિંસક બળો ને અહિંસક બળોના દ્વંદ્વયુદ્ધમાં છેવટે અહિંસક બળો વિજયી નીવડ્યાં છે. ખરી વાત એ છે કે રાજકીય હેતુઓ સિદ્ધ કરવાના સાધન તરીકે અહિંસા-નો લોકોમાં પ્રચાર કરવા માટે ઉતાવળા થયા વગર ખરા અંતઃકરણથી કાર્ય કરવાની ધીરજ આપણે બતાવી નથી. ૧ મને તો નામની રાજ્યસતા નથી જોઈતી, કામની જ જોઈએ ...Read More

21

મારા સ્વપ્નનું ભારત - 21

પ્રકરણ એકવીસમુ સત્યાગ્રહ અને દુરાગ્રહ હું દ્દઢતાપૂર્વક માનું છું કે સવિનય કાનૂનભંગ એ શુદ્ધમાં શુદ્ધ પ્રકારનું બંધારણીય આંદોલન છે. જો એનું વિનયી એટલે કે અહિંસક સ્વરૂપ એ કેવળ દંભ હોય તો તે આંદોલન કોડીની કિંમતનું અને અધોગતિ કરનારું બની જાય છે. ૧ જો કાયદાનો ભંગ સાચા ભાવથી માનપૂર્વક અને વિરોધની વૃત્તિવિના કરવામાં આવે અને તે સમજપૂર્વક બંધાયેલા પાકા સિદ્ધાંતના આધારે હોય-તેમાં સ્વચ્છંદ ન હોય-અને સહુથી મુદ્દાની વાત-એની પાછળ દ્વેષ કે તિરસ્કારનો છાંટો પણ ન હોય તો જ તે શુદ્ધ સત્યાગ્રહ કહેવાય.૨ જે લોકો રાજ્ય દ્વારા લાદવામાં આવેલા ત્રાસદાયક કાયદાનું પણ, જ્યાં સુધી તે તેમના અંતઃકરણને કે ધર્મને દૂભવતા ન ...Read More

22

મારા સ્વપ્નનું ભારત - 22

પ્રકરણ બાવીસમુ જમીનના ખેડૂ આપણા સમાજે શાંતિને માર્ગે સાચી પ્રગતિ કરવી હોય તો ધનિક વર્ગે સ્વીકારવું જોઈએ કે જે તેમના પોતાનામાં છે તે જ ખેડૂતો માં પણ વસે છે ;અને પોતાની ધનદોલતને કારણે તેઓ ખેડૂતો કરતાં ઊંચા નથી. જાપાની ઉમરાવો કરતા તેમ તેમણે પોતાને પોતાની મિલકત ના ટ્રસ્ટી ગણવા જોઈએ અને તે મિલકત પોતાના આશ્રિત ખેડૂતોના કલ્યાણને માટે વાપરવી જોઈએ. પછી તેઓ પોતાની મહેનતના કમિશન તરીકે વાજબી કરતાં વધારે રકમ નહીં લે. અત્યારે તો ધનિક વર્ગના સાવ બિનજરૂરી ઠાઠમાઠ અને ઉડાઉપણું અને જે ખેડૂતોની વચ્ચે તેઓ રહે છે તેમની કચરી નાખનારી ગરીબાઈ અને ગંદા વાતાવરણ વચ્ચે કશું પ્રમાણ નથી. ...Read More

23

મારા સ્વપ્નનું ભારત - 23

પ્રકરણ ત્રેવીસમું ગામડાં તરફ પાછા વળીએ હું માનું છું ને મેં અસંખ્ય વાર કહ્યું છે કે હિંદુસ્તાન એનાં ગણ્યાંગાંઠ્યાં લહીં પણ સાત લાખ ગામડાંમાં વસે છે. પણ આપણે અહીં ભેગા થયા છીએ તે ગ્રામવાસીઓ નથી પણ શહેરવાસીઓ છીએ. આપણે શહેરોમાં વસનારાઓએ માની લીધું છે કે હિંદુસ્તાન એનાં શહેરોમાં વસે છે અને ગામડાં તો આપણી હાજતો પૂરી પાડવાને સરજાયેલાં છે. આપણે કદી એમ પૂછવા નથી બેઠા કે એ ગરીબ લોકોને પૂરતાં અન્નવસ્ત્ર મળે છે કે નહીં અને એમને તડકો ને વરસાદથી રક્ષણ કરવા છાપરું છે કે નહીં. ૧ મેં જોયું છે કે શહેરવાસીઓએ સામાન્ય રીતે ગ્રામવાસીઓને લૂંટ્યા છે; વસ્તુતઃ તેઓ ...Read More

24

મારા સ્વપ્નનું ભારત - 24

પ્રકરણ ચોવીસમું ગ્રામસ્વરાજ ગ્રામસ્વરાજનો મારો ખ્યાલ એવો છે કે દરેક ગામ એક સંપૂર્ણ પ્રજાસતાક હોવું જોઈએ. પોતાના જીવનની અત્યંત જુૃરિયાતો માટે એ પ્રજાસતાક પોતાના પાડોશીઓથી સ્વતંત્ર હશે, પરંતુ જે બાબતોમાં સહકાર્ય અનિવાર્ય હશે તે બધાં કાર્યોમાં પડોશીઓ સાથે પર-સ્પર સહાયથી કાર્ય કરશે. એ મુજબ પોતાની જરૂરિયાત જેટલું ધાન્ય અને પોતાના કાપડ માટેનો કપાસ ઉગાડવાની તેની પહેલી ફરજ ગણાશે. પોતાનાં ઢોરને ચરવાને માટે તેમ જ બાળકોની રમતગમતો અને મોટેરાં-ઓના આમોદપ્રમોદને સારુ તે જમીન અલગ રાખશે. તે પછી જો ગામ પાસે જમીન ફાજલ રહેશે તો તેમાં ઉપયોગી, બજારમાં વેચી શકાય, એવો પાક લેવાશે-ઉપયોગી એટલે કે તેમાં ગાંજો, તમાકુ, અફીણ વગેરે જેવા ...Read More

25

મારા સ્વપ્નનું ભારત - 25

પ્રકરણ પચીસમું પંચાયતરાજ સ્વતંત્રની શરૂઆત પાયામાંથી થાય, એટલે કે હિંદુસ્તાનનું એકએક ગામ રાજ્યઅમલની પૂરીપૂરી સતા ધરાવનારું પ્રજાસતાક અથવા પંચાયત એનો અર્થ એ થયો કે, દરેક ગામ પોતાની તાકાત પર નભતું હોય, પોતાનો કુલ વહેવાર ચલાવવાને અને જરૂર પડે તો આખી દુનિયાની સામે પોતાનું રક્ષણ કરી લેવાને સમર્થ હોય. બહારથી આવતા કોઈ પણ પ્રકારના હુમલાની સામે પોતાનું રક્ષણ કરવાની તેને કેળવણી મળી હોય, અને તે રક્ષણના પ્રયાસમાં ખપી જવાની તેની તૈયારી હોય. આમ સરવાળે જુઓ, તો રાજ્યનો પાયાનો ઘટક વ્યક્તિ બને છે. પડોશીઓ અથવા બહારની દુનિયા પર આધાર રાખવાની અથવા તેમની રાજીખુશીથી જે મદદ આપે, તે લેવાની વાત આમાં સમાઈ ...Read More

26

મારા સ્વપ્નનું ભારત - 26

પ્રકરણ છવ્વીસમું ગ્રામોધોગો ગામડાંના ઉધોગોનો લોપ થાય તો હિંદુસ્તાનનાં સાત લાખ ગામડાં ની પાયમાલી અધૂરી રહી હોય તો પૂરી જાય. ગ્રામોધોગો વિષે મેં જે યોજનાની રૂપરેખા આપી છે તેના પર દૈનિક પત્રોમાં ટીકાઓ થઈ છે તે મેં વાંચી છે. કેટલાકે મને એવી સલાહ આપી છે કે મનુષ્યની શોધકબુદ્ધિએ કુદરતની જે શક્તિઓને તાબે કરી છે તેનો ઉપયોગ કરવામાં આવે એમાં જ ગામડાંની મુક્તિ રહેલી છે. ટીકાકારો કહે છે કે પ્રગતિમાન પશ્ચિમમાં જેમ પાણી, હવા, તેલ અને વીજળીનો પૂરેપૂરો ઉપયોગ થાય છે તેમ આપણે પણ કરવો જોઈએ. તેઓ કહે છે કે આ ગૂઢ કુદરતી શક્તિઓ પર કાબૂ મેળવવાથી દરેક અમેરિકનમ તેત્રીસ ...Read More

27

મારા સ્વપ્નનું ભારત - 27

પ્રકરણ સત્તાવીસમુ કૉગ્રેસના પ્રધાનોનું કર્તવ્ય હવે, હાથમાં અધિકાર આવ્યો છે ત્યારે કૉંગ્રેસ પ્રધાનો ખાદી ને ગ્રામોધોગને ઉત્તેજન આપવા સારુ કરવાના છે, એવો પ્રશ્ન વાજબી ગણાય. સ્વતંત્ર પ્રધાન નીમીએ કે ન નીમીએ, તોયે આ કામને સારુ અલગ ખાતું ખોલાવાની જરૂર તો છે જ. અન્નવસ્ત્રની તંગીના આજના દિવસોમાં આવું ખાતું ઉપયોગી નીવડે. અ. ભા. ચ. સંઘ અને અ. ભા. ગ્રા. સંઘ મારફતે પ્રધાનોને નિષ્ણાતોની મદદ મળતી રહેશે. પ્રમાણમાં જૂજ મૂડી રોકી ટૂંક સમયમાં હિંદની આખી પ્રજાને ખાદી પહેરાવી શકાય તેમ છે. દરેક પ્રાંતિક સરકાર દેહાતી એટલે કે ગામડાંમાં રહેનારા લોકોને કહે કે, તમારે જોઈતી ખાદી તમે જાતે પેદા કરી લો. આથી ...Read More

28

મારા સ્વપ્નનું ભારત - 28

પ્રકરણ અઠ્ઠાવીસમું ગ્રામ-પ્રદર્શનો ગામડાં કેવળ ટકી ન રહે પરંતુ મજબૂત અને સમૃદ્ધ પણ બને એમ જો આપણે ઈચ્છતા હોઈએ માનતા હોઈએ તો તેને માટે ગ્રામદ્રષ્ટિ એ જ એકમાત્ર સાચી દ્રષ્ટિ છે. જો આ સાચું હોય તો આપણાં ગ્રામ-પ્રદર્શનામાં શહેરોના ભપકા અને ઠાઠ માટે કોઈ સ્થાન નથી. એમાં શહેરોના ખેલતમાશા કે બીજાં મનોરંજનોની પણ કંઈ જરૂર ન હોવી જોઈએ. ગ્રામ-પ્રદર્શન એ તમાશો ન બને; એ કમાણી માટેનું સાધન પણ ન બને. વેપારીઓના માલની જાહેરાતનું સાધન તો એ કદીય ન જ બનવું જોઈએ. ત્યાં કોઈ ચીજનું વેચાણ ન થવા દેવું જોઈએ. એટલે સુધી કે ખાદી કે ગ્રામોધોગની ચીજો પણ એમાં ન ...Read More

29

મારા સ્વપ્નનું ભારત - 29

પ્રકરણ ઓગણત્રીસમું રેંટિયાનું સંગીત હું પ્રત્યંક તાર કાંતતાં હિંદુસ્તાનના કંગાલોનું ચિંતન કરું છું. હિંદુસ્તાનના કંગાલ લોકોનો ઈશ્વર પરથી વિશ્વાસ ગયો છે; પછી મધ્યમ વર્ગ અથવા તો ધનિક વર્ગ ઉપર તો શેનો જ હોય ? જેના પેટમાં ભૂખ છે અને જે તે ભૂખ મટાડવા ઈચ્છે છે તેનું તો પેટ જ પરમેશ્વર છે. જે માણસ તેને રોટીનું સાધન આપશે એ તેનો અન્નદાતા બનશે, અને તેની મારફત એ ઈશ્વરનું દર્શન પણ કદાચ કરશે. આ માણસોને હાથપગ હોવા છતાં કેવળ અન્નદાન કરવું એ તો પોતે જ દોષમાં પડી તેઓને પણ દોષિત કરવા બરોબર છે. તેમને કંઈક પણ મજૂરી મળવી જોઈએ. કરોડોની મજૂરી તો ...Read More

30

મારા સ્વપ્નનું ભારત - 30

પ્રકરણ ત્રીસમુ મિલઉધોગ આજે આપણી મિલો આપણી જરૂરિયાત જેટલું સૂતર પેદા કરી શકે એમ નથી. અને એમ કરી શકે હોય તોપણ તેમને ફરજ પાડવામાં ન આવે ત્યાં સુધી તેઓ ભાવ નીચા રાખશે નહીં. તેઓ ખુલ્લી રીતે કહે છે કે તેમનો ઉદ્દેશ પૈસા કમાવાનો છે એટલે તેઓ રાષ્ટ્રની જરૂરિયાત પ્રમાણે ભાવોનું નિયમન કરશે નહીં. તેથી ગરીબ ગ્રામ-જનોના હાથમાં કરોડો રૂપિયા મૂકવા માટે હાથકાંતણની યોજના કરવામાં આવી છે. દરેક ખેતીપ્રધાન દેશને પોતાના ખેડૂતો ફુરસદના સમયનો ઉપયોગ કરી શકે તે માટે કોઈ પૂરક ઉધોગની જરૂર પડે છે. ભારત માટે આ ઉધોગ હમેશાં કાંતણનો રહ્યો છે. જે પુરાણા ઉધોગના નાશને પરિણામે ગુલામી અને ...Read More

31

મારા સ્વપ્નનું ભારત - 31

પ્રકરણ એકત્રીસમુ સ્વદેશીભાવના સ્વદેશી આપણામાં રહેલી તે ભાવના છે કે જે આપણને આપણી પાસેથી પરિસ્થિતિનો ઉપયોગ કરવા અને તેની કરવા તથા દૂરની પરિસ્થિતિનો ત્યાગ કરવા પ્રેરે છે. દાખલા તરીકે, મારામાં સ્વદેશીભાવના હોય તો ધર્મના વિષયમાં, મારે મારા બાપદાદાના ધર્મને જ વળગી રહેવું જોઈએ. તેમ કરવાથી હું મારી નિકટની ધાર્મિક પરિસ્થિતિનો ઉપયોગ કરું છું. જો મને તેમાં ખામી જણાય, તો તે દૂર કરીને મારે તેની સેવા કરવી જોઈએ. રાજકીય વિષયમાં મારે દેશી સંસ્થાઓનો જ ઉપયોગ લેવો જોઈએ, અને તેની પુરવાર થયેલી ખામીઓ કાઢી નાખીને મારે તેની સેવા કરવી જોઈે. આર્થિક વિષયમાં મારે મારી પાસે વસનારાઓએ ઉત્પન્ન કરેલી વસ્તુઓનો જ ઉપયોગ ...Read More

32

મારા સ્વપ્નનું ભારત - 32

પ્રકરણ બત્રીસમું ગોરક્ષા હિંદુ ધર્મની પ્રધાન વસ્તુ નિરાળી જ છે. તે ગૌરક્ષા. ગૌરક્ષા એ મનુષ્યના આખા વિકાસક્રમમાં મને સૌથી વસ્તુરૂપે ભાસી છે. ગાયનો અર્થ હું માણસની નીચેની આખી મૂંગી દુનિયા એવો કરું છું. ગાયને બહાને, એ તત્ત્વ દ્વારા માણસને આખી ચેતનસૃષ્ટિ જોડે આત્મીયતાનો અનુભવ કરાવવાનો એમાં પ્રયત્ન છે. આવો દેવભાવ ગાયને જ કેમ આપવામાં આવ્યો હશે એ પણ મને તો સ્પષ્ટ છે. ગાય જ હિંદુસ્તાનમાં માણસનો સૌથી સાચો સાથી-સૌથી મોટો આધાર હતી. એ જ એક હિંદુસ્તાનની કામધેનુ હતી. તે માત્ર દૂધ જ આપનારી નહોતી, આખી ખેતીનો એ આધારસ્તંભ હતી. ગાય એ દયાધર્મની મૂર્તિમંત કવિતા છે. આ ગરીબ અશરાફ પ્રાણીમાં ...Read More

33

મારા સ્વપ્નનું ભારત - 33

પ્રકરણ તેત્રીસમું સહકારી ધોરણે પશુપાલન દરેક ખેડૂત પોતાના ઘરમાં ગાયબળદ રાખી તેનું પાલન સારી રીતે અને શાસ્ત્રીય પદ્ધતિએ કરી નહીં. ઘણાં કારણમાં વ્યક્તિગત પાલન પણ ગોવંશની ક્ષતિ થવામાં એક કારણ છે. એ ભાર વ્યક્તિગત ખેડૂતની શક્તિ ઉપરાંતનો છે. હું તો ત્યાં સુધી કહું છું કે દરેક કાર્યમાં આજે જગત સામુદાયિક શક્તિસંગઠન તરફ જઈ રહ્યું છે. એ સંગઠનનું નામ સહકાર. ઘણી ચીજો આજે સહકારથી થાય છે. આપણા દેશમાં સહકાર આવ્યો તો છે, પણ એવા વક્ર રૂપમાં કે એનો ખરો લાભ હિંદુસ્તાનના ગરીબોને મળ્યો જ નથી. આપણી વસ્તી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ખેડૂતની વ્યક્તિગત જમીન ઓછી થતી જાય ...Read More

34

મારા સ્વપ્નનું ભારત - 34

પ્રકરણ ચોત્રીસમું ગ્રામસફાઈ મજૂરી ને બુદ્ધિ વચ્ચે ફારગતી થઈ છે તેથી ગુનો ગણાય એટલી હદ સુધી આપણાં ગામડાંઓ તરફ બેદરકાર થયા છીએ. એટલે શોભીતાં ને રળિયામણાં નાનાં નાનાં ગામો ઠેર ઠેર પથરાયેલાં હોય તેને બદલે આપણે ત્યાં ઉકરડા જોવાના મળે છે. ઘણાં, કહો કે લગભગ બધાં, ગામોમાં પેસતી વખતે જે અનુભવ થાય છે તેનાથી આનંદ ઊપજતો નથી. ભાગોળે જ આજુબાજુ એવી ગંદકી હોય છે ને તેમાંથી એવી બદબો ઊઠે છે કે ઘણી વાર ગામમાં પેસનારને આંખ મીંચી જવી પડે છે ને નાક દબાવવું પડે છે. મોટા ભાગના મહાસભાવાદીઓ ગામડાંના વતનીઓ હોવા જોઈએ. તેમ હોય, તો તેમણે આપણાં ગામડાંઓ ને ...Read More

35

મારા સ્વપ્નનું ભારત - 35

પ્રકરણ પાંત્રીસમું ગામડાનું આરોગ્ય જ્યાં શરીરની ચોખ્ખાઈ, ઘરની સફાઈ અને ગામની સ્વચ્છતા હોય, યુક્તાહાર અને ઘટતી કસરત હોય, ત્યાં ઓછા રોગ થાય છે. અને ઉપર ગણાવેલી સફાઈ સાથે દિલની સફાઈ હોય, તો રોગ અસંભવિત બની જોય, એમ કહી શકાય. દિલની સફાઈ રામનામ વગર ન થાય. આટલી વાત ગામડાંના લોકો સમજી જાય, તો વૈદ હકીમ કે દાકતરની જરૂર રહેતી નથી. કુદરતી ઉપચારના મૂળમાં એ વાત રહેલી છે કે, માનવજીવનની આદર્શ રચના જળવાઈ રહે. અને માનવજીવનની આદર્શ રચનામાં ગામડાંની કે શહેરની આદર્શ રચના સમાઈ જાય છે. અલબત્ત, એ આદર્શ રચનાનું મધ્યબિંદુ તો ઈશ્વર જ હોય. ૧ કુદરતી ઉપચારના મૂળમાં એ વાત ...Read More

36

મારા સ્વપ્નનું ભારત - 36 - છેલ્લો ભાગ

પ્રકરણ છત્રીસમું ગામડાનો આહાર સંચાથી ખાંડેલા વિ૦ હાથે ખાંડેલા ચોખા જો ડાંગરને ગામડાંમાં જૂની ઢબે હાથે ખાંડવામાં આવે તો ખાંડનારી બહેનોને કમાણી મળે, અને ચોખા ખાનાર કરોડો માણસોને સંચે ખાંડેલા ચોખામાંથી નર્યો ‘સ્ટાર્ચ’મળે છે તેને બદલે હાથે ખાંડેલા ચોખામાંથી કંઈક પૌષ્ટિક તત્ત્વો મળે. દેશના જે ભાગોમાં ડાંગર પાકે છે ત્યાં બધે ડાંગર ખાંડવાના બેહૂદા સંચા જામી ગયા છે એનું કારણ માણસોનો લોભ છે. એ લોભ જેને ચૂસે છે તેનાં આરોગ્ય કે સંપત્તિનો કશો વિચાર જ નથી કરતો. જો લોકમત બળવાન હોય તો તે હાથે ખાંડેલા ચોખા જ વાપરવાનો આગ્રહ રાખે; ડાંગર ખાંડવાનાં કારખાનાંના માલિકોને વીનવે કે જે ધંધો આખા ...Read More