મંગળ પ્રભાત

(1)
  • 14.7k
  • 3
  • 7.9k

યરવડા જેલનું ગાંધીજીએ ‘યરવડા મંદિર’ નામ પડ્યું. ત્યાં એમને બહારનાં કેટલાંક છાપાં તો વાંચતા મળતાં, અને આશ્રમમાંથી સંખ્યાબંધ કાગળો પણ આવતા, છતાં એ નિવૃત્તિનો સમય એમણે સૂત્રયજ્ઞમાં, રેંટિયાની ભક્તિમાં અને ગીતાના મનનમાં જ ગાળ્યો છે એમ કહીએ તો ચાલે. એ અરસામાં સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતા છે એવી માગણી એકબે ભાઇઓ તરફથી થવાથી એમણે આશ્રમવાસીઓ પર સાપ્તાહિક પત્રો લખવાનું શરૂ કર્યું તો તે નિયમિત થવું જ જોઇએ એવો ગાંધીજીઓ આગ્રહ હોવાથી, દર મંગળવારે સવારની પ્રાર્થના પછી એક ફળ તે આશ્રમનાં વ્રતો પરનું તેમનું ભાષ્ય છે. એ ‘વ્રતવિચાર’ને નામે પ્રસિદ્ધ થયું. આદર્શ કેદી તરીકે સરકારને બધી રીતે નિર્ભય કરી મૂકનાર ગાંધીજીએ જેલમાંથી સ્વદેશી પર કશું ન લખવાનો નિર્ણય કર્યો. એટલે ‘વ્રતવિચાર’માં એ એક વસ્તુ રહી ગઇ હતી. બહાર આવ્યા પછી એમણે સ્વદેશી વ્રત પર એક લેખ ઉમેરી આશ્રમવ્રતોની વિચારણા સંપૂર્ણ કરી છે.

Full Novel

1

મંગળ પ્રભાત - 1

ગાંધીજી (1) પરિશિષ્ટ ‘મંગલપ્રભાત’ યરવડા જેલનું ગાંધીજીએ ‘યરવડા મંદિર’ નામ પડ્યું. ત્યાં એમને બહારનાં કેટલાંક છાપાં તો વાંચતા મળતાં, આશ્રમમાંથી સંખ્યાબંધ કાગળો પણ આવતા, છતાં એ નિવૃત્તિનો સમય એમણે સૂત્રયજ્ઞમાં, રેંટિયાની ભક્તિમાં અને ગીતાના મનનમાં જ ગાળ્યો છે એમ કહીએ તો ચાલે. એ અરસામાં સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતા છે એવી માગણી એકબે ભાઇઓ તરફથી થવાથી એમણે આશ્રમવાસીઓ પર સાપ્તાહિક પત્રો લખવાનું શરૂ કર્યું તો તે નિયમિત થવું જ જોઇએ એવો ગાંધીજીઓ આગ્રહ હોવાથી, દર મંગળવારે સવારની પ્રાર્થના પછી એક ફળ તે આશ્રમનાં વ્રતો પરનું તેમનું ભાષ્ય છે. એ ‘વ્રતવિચાર’ને નામે પ્રસિદ્ધ થયું. આદર્શ કેદી તરીકે સરકારને ...Read More

2

મંગળ પ્રભાત - 2

(2) ૩. બ્રહ્મચર્ય ૫-૮-’૩૦, યં. મં. મંગળપ્રભાત આપણાં વ્રતોમાં ત્રીજું વ્રત બ્રહ્મચર્યનું છે. ખરું જોતાં બીજાં બધાં વ્રતો એક વ્રતમાંથી જ ઉત્પન્ન થાય છે ને તેને જ અર્થે રહ્યાં છે. જે મનુષ્ય સત્યને વરેલ છે, તેની જ ઉપાસના કરે છે. તે બીજી કોઇ પણ વસ્તુની આરાધના કરે તો તે વ્યભિચારી ઠર્યો. તો પછી વિકારની આરાધના ક્યાંથી જ કરાય ? જેની પ્રવૃત્તિમાત્ર સત્યનાંદર્શન કરવાને અર્થે છે તે પ્રજોત્પત્તિકાર્યમાં કે ગૃહસંસાર ચલાવવામાં કેમ જ પડી શકે ? ભોગવિલાસથી કોઇને સત્ય જડ્યાનો આજ લગી આપણી પાસે એકે દાખલો નથી. અથવા અહિંસાના પાલનને લઇએ તો તેનું પૂર્ણ પાલન બ્રહ્મચર્ય વિના અશક્ય છે. અહિંસા ...Read More

3

મંગળ પ્રભાત - 3

૫. અસ્તેય ૧૯-૮-’૩૦, ય. મં. મંગળપ્રભાત હવે આપણે અસ્તેયવ્રત ઉપર આવીએ છીએ. ઊંડે ઊતરતાં આપણે જોઇશું કે બધાં વ્રતો અને અહિંસાના અથવા સત્યના ગર્ભમાં રહ્યાં છે. તે આમ દર્શાવી શકાય : કાં તો સત્યમાંથી અહિંસા ઘટાવીએ અથવા સત્ય-અહિંસાને જોડી ગણીએ. બંને એક જ વસ્તુ છે; છતાં મારું મન પહેલાં તરફ ઢળે છે. ને છેવટની સ્થિતિ જોડીથી - દ્ધંદ્ધથી - અતીત છે. પરમ સત્ય એકલું ઊભે છે. સત્ય સાધ્ય છે; અહિંસા એ સાધન છે અહિંસા શું છે એ જાણીએ છીએ; પાલન કઠિન છે. સત્યનો તો અંશમાત્ર જાણીએ છીએ; સંપૂર્ણતાએ જાણવું દેહીને સારુ કઠિન છે. જેમ અહિંસાનું સંપૂર્ણ પાલન દેહીને સારુ ...Read More

4

મંગળ પ્રભાત - 4

(4) ૭. અભય તા. ૨-૯-’૩૦ મંગળપ્રભાત આની ગણના સોળમા અધ્યાયમાં દૈવી સંપદનું વર્ણન કરતાં ભગવાને પહેલી કરી છે. એ બેસાડવાની સગવડ ખાતર હો કે અભયને પ્રથમ સ્થાન હોવું જોઇએ તેથી, એ વિવાદમાં હું ન ઊતરું; એવો નિર્ણય કરવાની મારામાં યોગ્યતા પણ નથી. મારી મતિ પ્રમાણે અભયને અનાયાસે પ્રથમ સ્થાન મળ્યું હોય તોયે તેને તે યોગ્ય છે. અભય વિના બીજી સંપત્તિઓ ન સાંપડે. અભય વિના સત્યની શોધ થાય ? અભય વિના અહિંસાનું પાલન કેમ થાય ? ‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને.’ સત્ય એ જ હરિ, એ જ રામ, એ જ નારાયણ, એ જ વાસુદેવ. કાયર એટલે ભયભીત ...Read More

5

મંગળ પ્રભાત - 5

(5) ૯. જાતમહેનત તા. ૧૬-૯-’૩૦ મંગળપ્રભાત જાતમહેનત મનુષ્યમાત્રને સારુ અનિવાર્ય છે એ વાત મને પ્રથમ સોંસરવી ઊતરી ટૉલ્સ્ટૉચના એક ઉપરથી. એટલી સ્પષ્ટ આ વાતને જાણ્યા પહેલાં તેનો અમલ કરતો થઇ ગયો હતો - રસ્કિનનું ‘અનટુ ધિસ લાસ્ટ’ વાંચ્યા પછી તુરત. જાતમહેનત અંગ્રેજી શબ્દ ‘બ્રેડ લેબર’નો શબ્દશઃ તરજુમો રોટી (ને સારુ) મજૂરી. રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઇએ, શરીર વાંકું વાળવું જોઇએ એ ઇશ્વરી નિયમ છે. એ મૂળ શોધ ટૉલ્સ્ટૉયની નથી, પણ તેના કરતાં બહુ અપરિચિત રશિયન લેખક બુર્નોહની છે. તેને ટૉલ્સ્ટૉયે પ્રસિદ્ધિ આપીને અપનાવી. આની ઝાંખી મારી આંખ ભગવદ્‌ગીતાના ત્રીજા અધ્યાયમાં કરે છે. યજ્ઞ કર્યા વિના જે ખાય ...Read More

6

મંગળ પ્રભાત - 6

(6) ૧૧. સર્વધર્મસમભાવ - ૨ તા. ૩૦-૯૦-’૩૦ મંગળપ્રભાત આ વિષય એવો અગત્યનો છે કે એને જરા અહીં લંબાવું છું. કેટલોક અનુભવ આપું તો સમભાવનો અર્થ કદાચ વધારે સ્પષ્ટ થશે. જેમ અહીં તેમ ફિનિક્સમાં પણ પ્રાર્થના રોજ થતી. તેમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી હતા. સદ્‌ગત રુસ્તમજી શેઠ અથવા તેમના ફરજંદ ઘણી વાર હાજર હોય જ. રુસ્તમજી શેઠને ‘મને વહાલું વહાલું દાદા રામજીનું નામ’ બહુ ગમતું. મને સ્મરણ છે તે પ્રમાણે એક વેળા મગનલાલ કે કાશી એ અમને બધાંને ગવરાવતાં હતાં. રુસ્તજી શેઠ ઉલ્લાસમાં બોલી ઊઠ્યા : “ ‘દાદા રામજી’ને બદલે દાદ હોસ્મઝદ ગાઓની.” ગવરાવનારે ને ગાનારે આ વિચાર સાવ સ્વાભાવિક હોય ...Read More

7

મંગળ પ્રભાત - 7 - છેલ્લો ભાગ

(7) ૧૫. વ્રતની આવશ્યકતા તા. ૧૪-૧૦-’૩૦ મંગળપ્રભાત વ્રતના મહત્ત્વ વિશે હું છૂટુંછવાયું આ લેખમાળામાં લખી ગયો હોઇશ. પણ વ્રતો બાંધવાને સારુ કેટલાં આવશ્યક છે એ વિચારવું યોગ્ય લાગે છે. વ્રતો વિશે લખી ગયો એટલે હવે તે વ્રતોની આવશ્યકતા વિચારીએ. એવો એક સંપ્રદાય અને તે પ્રબળ છે, જે કહે છે : ‘અમુક નિયમોનું પાલન કરવું ઉચિત છે, પણ તે વિશે વ્રત લેવાની આવશ્યકતા નથી, એટલું જ નહીં પણ તે મનની નબળાઇ સૂચવે છે. હાનિકારક પણ હોય. વળી વ્રત લીધા પછી એવો નિયમ અગવડરૂપ લાગે, અથવા પાપરૂપ લાગે તોયે તેને વળગી રહેવું પડે એ તો અસહ્ય છે.’ તેઓ કહે છે : ...Read More