ક્રિમિનલ કેસ

(199)
  • 84.4k
  • 24
  • 52.3k

નમસ્તે વાચક મિત્રો!! હું મારી પ્રથમ નવલકથા લખવાની શરૂઆત કરી રહી છું. આજ સુધી મે ફક્ત કવિતા અને ગઝલમાં જ લાગણીઓ વ્યક્ત કરી છે. પ્રથમ નવલકથા લખવાની કોશિષ કરી રહી છું. આશા છે આપ સૌને પસંદ આવશે. મારી નવલકથા ને વાંચી પ્રતિભાવ આપવા વિનંતી. આ નવલકથા કાલ્પનિક છે ; જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. *** એક એવી કહાની જેમાં ઘણાં રહસ્યોની હારમાળા જોવા મળશે. કહાની એક મશહૂર ડિટેક્ટીવની જેણે પોતાની બુદ્ધિમત્તાથી ઘણાં રહસ્યોના ઉકેલ શોધ્યા છે. પરંતુ શું રિટાયર્ડ થયા બાદ જે કેસનો ઉકેલ શોધવા તેમની પાસે મદદ માંગવામાં આવી છે તેઓ તેને સુલજાવી શકશે? શું ભૂતકાળ સામે આવતા સાચી સજા આપી શકાય?તો આવી જ એક કહાની સાથે હું આગળ વધી રહી છું. એક ડિટેક્ટીવ કે જેને નિવૃત્તિ બાદ પણ એક કેસ સોપવામાં આવે છે. કેસ એક સિરિયલ કિલરનો. જે જેલ તોડી ને ભાગી નિકળે છે. શું શહેરના મશહૂર ડિટેક્ટીવ તેને પકડવામાં સફળ થશે? કે પછી કિલર પોતાના મનસૂબામા સફળતા હાંસિલ કરશે? જાણવા માટે જોડાઈ રહો આ રહસ્યમય કહાનીમાં.

Full Novel

1

ક્રિમિનલ કેસ - ભાગ 1

નમસ્તે વાચક મિત્રો!! હું મારી પ્રથમ નવલકથા લખવાની શરૂઆત કરી રહી છું. આજ સુધી મે ફક્ત કવિતા અને ગઝલમાં લાગણીઓ વ્યક્ત કરી છે. પ્રથમ નવલકથા લખવાની કોશિષ કરી રહી છું. આશા છે આપ સૌને પસંદ આવશે. મારી નવલકથા ને વાંચી પ્રતિભાવ આપવા વિનંતી. આ નવલકથા કાલ્પનિક છે ; જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. ***એક એવી કહાની જેમાં ઘણાં રહસ્યોની હારમાળા જોવા મળશે. કહાની એક મશહૂર ડિટેક્ટીવની જેણે પોતાની બુદ્ધિમત્તાથી ઘણાં રહસ્યોના ઉકેલ શોધ્યા છે. પરંતુ શું રિટાયર્ડ થયા બાદ જે કેસનો ઉકેલ શોધવા તેમની પાસે મદદ માંગવામાં આવી છે તેઓ તેને સુલજાવી શકશે? શું ભૂતકાળ સામે આવતા સાચી ...Read More

2

ક્રિમિનલ કેસ - ભાગ 2

“આચલ, ચલ ઊઠ હવે. આમ ઘડીયાળમાં જો કેટલા વાગ્યા છે. કોલેજ પહોચવામાં લેટ થશે. ચલ ઊઠ.” માલતીબેન રસોડામાંથી કહે “સુવા દે માલતી. રાત્રે મોડે સુધી પ્રોજેક્ટ પૂરો કરતી હતી. બીચારી થાકી ગઈ હશે. આમપણ આચલ જાતે ઊઠીને તૈયાર થઈ જાય છે અને સમયસર કોલેજ પણ પહોંચી જશે. તું ચિંતા નઈ કર” રમેશભાઈ એ કહ્યું“ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી.” આચલ બહાર આવતા બોલી. “ગુડ મોર્નિંગ બેટા. આમ નાહ્યા વગર જ કેમ આવી હમણાં તારી મમ્મી ખિજાશે. ” “ પપ્પા આ તો મમ્મીનું રોજનું કામ છે એટલે મારે એમાં દખલગીરી થોડી કરાય.” આટલું બોલતાં જ બન્ને હસી પડે છે. “હા... ...Read More

3

ક્રિમિનલ કેસ - ભાગ 3

( આચલ અને પીહુની રોકી સાથે બોલાચાલી થાય છે. ત્યારબાદ બંન્ને કેન્ટીનમાં આવી ચા મંગાવે છે. ત્યાં જ તેમના પણ કેન્ટીનમાં આવે છે. “શું વાત છે, આજે કઈ ખુશીમાં મડંળીએ લેક્ચર બંક કર્યો છે? ” આચલએ પૂછયું. “બધું કહીશું પહેલા એ કહો તમે બેય ક્યાં હતાં અત્યાર સુધી અને આ પીહુનો પારો કેમ ચઢ્યો છે?” વાની એ મશ્કરી કરતાં પૂછયું. બધા વાનીને સાંભળી હસી પડે છે. પછી આચલ રોકી વિષે બધું કહે છે. હવે આગળ...) આચલની વાત સાંભળતા જ બધા મિત્રોને ગુસ્સો આવે છે. બધા જ રોકી વિષે બોલવાનું શરૂ કરે છે. પીહુ બધાને શાંત રહેવા કહે છે. બધા ...Read More

4

ક્રિમિનલ કેસ - ભાગ 4

(રતનગઢ નામ સાંભળતાં જ આચલ અને તેના મિત્રો ચકિત થઈ જાય છે. બધાના જ મનમાં એક ડર ઉત્પન્ન થાય જ્યારે બીજી તરફ એક વ્યક્તિ એક બંગલામાં પીટર નામના વ્યક્તિને કોઈ પર નજર રાખવા કહે છે. હવે આગળ...)“અરે મને કોઈ કહેશે કે વાત શું છે? ”પર્વએ પૂછયું“પર્વ તને સત્યવાન યાદ છે? ” કામ્યાએ પૂછયું“હા, પણ એનું શું? પ્રોજેક્ટ સાથે એને શું લેવાદેવા? ”બધા જ એક સાથે કપાળ પર હાથ રાખી દેય છે.“અરે તને ખબર નથી રતનગઢએ સત્યવાન નું જ ગામ છે? અને આપડે પ્રોજેક્ટ માટે પણ ત્યાં જ જવાનું છે. ”પીહુએ કહ્યું“હા મને ખબર છે. પણ તમે ચિંતા શું કામ ...Read More

5

ક્રિમિનલ કેસ - ભાગ 5

રોય નાહીને બહાર આવે છે. પોતાના વોર્ડરોબમાંથી કપડાં કાઢી તૈયાર થાય છે. હાથમાં તેની મનપસંદ ઘડીયાળ પેરી તે બહાર છે અને કીચન તરફ જાય છે. કોફી બનાવી પોતાના કપમાં કાઢી તે હોલમાં સોફા પર ગોઠવાય છે. કોફી પીતાં પીતાં જ તેની નજર કુરીયર પર જાય છે. “આ કુરીયર કોણે મોકલ્યું હશે? ” મનમાં જ તે વિચારે છે. ત્યાં જ તેના ફોનની રીંગ વાગે છે. તેનાં પર આકાશ નામ ફ્લેશ થતું હોય છે. નામ વાંચતા જ તેને ચહેરા પર હળવું સ્મિત પથરાઇ છે. અને તે ફોન ઉપાડે છે. “હેલો” એક ઉત્સાહિત અવાજ સંભળાય છે. “હેલો આકાશ”“ કેમ છે યાર..? હમણાં ...Read More

6

ક્રિમિનલ કેસ - ભાગ 6

સમાચાર સાંભળ્યા બાદ રોય તરત જ આકાશની ઓફિસ પર ઘરે આવે છે. તે સૌ પ્રથમ કુરીયર ખોલે છે. કુરીયર નાના બોક્સ જેવું હતું. જેના પર કોઈ નામ કે એડ્રેસ લખેલું નહોતું. રોયએ જેવું કુરિયર બોક્સ ખોલ્યુ તેમાં એક જોકર નું માસ્ક હતું. જે જોતાં જ રોય થોડા સમય માટે ભૂતકાળમાં ખોવાઇ જાય છે. થોડા જ સમયમાં સ્વસ્થ થયા બાદ રોય જોકરનું માસ્ક બાજુ પર રાખે છે. ત્યાં જ તેની નજર સાથે આવેલી ચિઠ્ઠી પર પડે છે. રોય ચિઠ્ઠી ઉપાડી વાચવાની શરૂઆત કરે છે. ચિઠ્ઠી વાંચતા જ તેના હોશ ઊડી જાય છે.પરંતુ થોડા જ સમયમાં તે પોતાને સ્વસ્થ કરે છે. ...Read More

7

ક્રિમિનલ કેસ - ભાગ 7

સવારનો કોમળ તડકો ધરા પર પોતાનું અસ્તિત્વ જમાવે છે. કુમળા કિરણો ઘરતી પર પડતાં જ પંખીઓ કલરવ કરતાં માળામાંથી જાય છે. અને એક મધૂર સંગીત વાતાવરણમાં રેલાય છે. અચાનક જ અલાર્મ વાગતા જ આચલની ઊંધ ઉડી ગઈ. તે ફોન હાથમાં લઈ અલાર્મ બંધ કરે છે અને સમય જુએ છે. સમય સવારનાં ૬:૦૦ વાગ્યાનો બતાવે છે. “ચાલ... ચાલ.. આચલ આજે તો જવાનું છે રતનગઢ!! તૈયાર થઈ જા, જો થોડું પણ મોડું થયું ને તો ઓલાને એક મોકો મળી જશે સંભળાવવાનો.”ખુદની જ સાથે વાત કરતા તે નહાવા ગઈ. ***“ઊભો થા એ કુંભકર્ણ.. ઊભો થા... ” અભય જોરથી વિવાનને હચમચાવી નાખે છે. ...Read More

8

ક્રિમિનલ કેસ - ભાગ 8

આચલ અને પીહુ કાર તરફ વળે છે. કારમાં જોતાં જ બન્ને એકબીજાને તાકવા લાગે છે. બન્ને હજી વિચારતાં જ છે ત્યાં વિવાનનો અવાજ સંભળાય છે. “શું વિચારો છો તમે? ચાલો બેસો કારમાં”“આવી રીતે? ”આચલએ પૂછયું“કેમ કોઈ પ્રોબ્લેમ છે? ”“હા! આચલ હું આવી રીતે નહીં બેસું. તું આ વાંદરાને કહે આગળ બેસી જાય”આચલ અને પીહુ કારમાં ન બેસતા બહાર ઊભા હતાં. તેથી વાની તેની કારમાંથી બહાર આવે છે. અને ન બેસવાનું કારણ પૂછે છે. ત્યાં આચલ બોલે છે, “આ જો, વિવાન ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો છે પણ આ અભય એની બાજુમાં ન બેસતા પાછળ બેસ્યો છે. ”વાની કારમાં જુએ છે ...Read More

9

ક્રિમિનલ કેસ - ભાગ 9

એક અંધારા ઓરડામાં એક વ્યક્તિ બંધાયેલી હાલતમાં બેહોશ હતો. તેના હાથ અને પગને ખુરશી પર મજબૂત દોરડાં વડે બાંધવામાં હતાં. થોડા સમય બાદ તે હોશમાં આવે છે. હોશમાં આવતાં જ કે તે ચારે તરફ જોવા લાગે છે. થોડા જ સમયમાં તેને ભાન થાય છે કે તેને કેવી રીતે ક્લોરોફોમ સુંધાડી બેહોશ કરવામાં આવ્યો હતો. “હેલ્લો.... કોઈ છે અહીંયા? મને કેમ અહીં રાખ્યો છે?”સામેથી કોઈ જવાબ ના મળતા તે પોતાના હાથ છોડાવવાની કોશિશ કરવા લાગ્યો. ધણાં પ્રયાસ કરવા છતાં તે છૂટી શક્યો નહીં. થાકીને તે તેમજ બેસી જાય છે. લગભગ અડધા કલાક પછી દરવાજો ખુલવાનો અવાજ આવે છે. એક માણસ ...Read More

10

ક્રિમિનલ કેસ - ભાગ 10

“ફિન.... ફિન નામ રાખશું”વિવાન અને અભય સાથે બોલ્યા.વિવાન અભય સામે જુએ છે. જ્યાં અભયના ચહેરા પર હળવું સ્મિત હતું. મિનિટ તમે બન્ને એક જ સાથે સરખું નામ કેવી રીતે બોલ્યા?”આચલએ પ્રશ્ન કર્યો. આ સાંભળતા જ બન્ને એકબીજા સામે જોવા લાગ્યા. “અં... અઅ.. અરે એ તો એમજ અમારા મોઢામાંથી નીકળી ગયું. કદાચ આ નામ આના માટે જ હોય એટલે અમે સાથે બોલ્યા.” અભય બોલ્યો. અભયની આ વાત આચલના ગળે ના ઉતરી પણ પછી વધારે પૂછ્યા વગર બધા એ આ નામ માની લીધું. ત્યાં જ પીહુને કામ્યાનો ફોન આવ્યો અને બધાને કાર રોકવાનું કારણ પૂછ્યું. પીહુ બધી વાત વિસ્તારમાં જણાવે છે. ...Read More

11

ક્રિમિનલ કેસ - ભાગ 11

“તમેે કરી શું રહ્યા છો આટલા દિવસથી ઈન્સપેકટર. મને પરિણામ જોવે છે. એ સનકી માણસને જલ્દી પકડો. મારા પર પ્રેશર આવે છે.” કમિશનર રાજેશ ચાવલાનો અવાજ આખી કેબીનમાં ગુંજી ઉઠ્યો.“જી સર!! મે અમદાવાદ પુલિસ સાથે પણ વાત કરી લીધી છે. ત્યાં પણ શોધ ચાલુ છે. તે પહેલાં અમદાવાદમાં જ પકડાયો હતો અને તેનું ગામ પણ ત્યાંથી થોડે દૂર રતનગઢ છે. એટલે એ ત્યાં જરૂર જશે.” ઈન્સપેકટર અજયે કહ્યું“જે કરવું પડે એ કરો. બે મર્ડર થઈ ગયા છે. એક અમદાવાદમાં અને એક મુંબઈ. આ પેટર્ન પહેલા જેવી જ છે એનો સીધો અર્થ છે કે સત્યવાન જ ખૂની છે. એટલે મને ...Read More

12

ક્રિમિનલ કેસ - ભાગ 12

“સર! આ જુઓ એક જોકરનું માસ્ક પણ મળ્યું છે” કોન્સ્ટેબલ એ એક પ્લાસ્ટિકની પારદર્શક થેલીમાં માસ્ક બતાવતા કહ્યું. “આતો... પહેલાં જેવું જ માસ્ક છે. ”પીહુએ કહ્યું“હા! એટલે જ આ સત્યવાનનું કામ લાગી રહ્યું છે. “પણ સર કોઈપણ પૂરાવા વગર સત્યવાન જ ગુનેગાર છે એ કેવી રીતે કહી શકાય?” વિવાનએ તર્કસંગત પૂછયું“હા! તમારી વાત બરાબર છે. પણ આ એક પાસાને નકારી પણ ના શકાય કારણકે મર્ડર કરવાની રીત એજ છે. અને અત્યારે તે જેલ તોડી ફરાર છે અને વાનીને મારવાનું કારણ પણ એની પાસે છે. વાનીએ તેને પકડાવવામાં મદદ કરી હતી. એટલે હોય શકે કે હવે તમારામાંથી કોઇ એક નો ...Read More

13

ક્રિમિનલ કેસ - ભાગ 13

નયનના ઘર પાસે મીડિયા અને પોલીસ નો જમાવડો થયો હતો. નયનના આમ અચાનક મૃત્યુ પાછળ બધા દુઃખી હતા. એક ભય તેમના મનમાં હતો, કે હવે કોણ મૃત્યુ પામશે.બધા એ જ પોલીસ પ્રોટેક્શન માટે અરજી આપી હતી અને બધા ના જ ઘરે પોલીસ પ્રોટેક્શન માટે પોલીસ મોકલી આપવા માં આવ્યા હતાં. આચલ, પીહુ, કામ્યા અને પર્વ બધા ટેન્શનમાં હતાં.કારણ નયનનું મર્ડર પણ એવી જ રીતે થયું હતું કેવી રીતે વાનીનું. તેની બાજુ માં પણ જોકરનું માસ્ક મળ્યું હતું અને હાથ પર ક્રોસ(x) નું નિશાન કરેલું હતું. ઘણી તપાસ કરતાં પણ પોલીસ ને કોઈ સાબૂત મળ્યાં નહોતા. ઇન્સ્પેક્ટર અજય જ આ ...Read More

14

ક્રિમિનલ કેસ - ભાગ 14

આચલ ઘરે પહોંચી. હજી તો ઘરમાં પગ જ મૂક્યો હતો ત્યાં માલતીબેન એ સવાલો નો મરો શરૂ કર્યો. “શું બેટા?” ,“તમને પોલીસ સ્ટેશન કેમ બોલાવ્યા હતાં?” ,“પેલો ખૂની મળી ગયો?” વગેરે વગેરે....“મમ્મી શાંત થા.બેસ અહીંયા.”કહી આચલ એ માલતીબહેન ને સોફા પર બેસાડ્યાં.અને પાણી આપ્યું. થોડી વાર શાંત થયા બાદ આચલએ બોલવા નું શરુ કર્યું. મમ્મી અમને ફક્ત અમુક સવાલ જવાબ માટે જ બોલાવ્યા હતાં.બીજું કંઈ નહોતું.“એટલે કે ઓલો હજી પકડાયો નથી?”“ના”“માલતી તું થોડી ધીરજ રાખ .બધું સારું જ થશે.”રમેશભાઈ એ કહ્યું.“આવા માં ધીરજ કેમ રખાય.જ્યારે દીકરી પર મોત ભમતું હોય.”“મમ્મી સત્યવાન જલ્દી જ પકડાઈ જશે.તું ચિંતા નહીં કર.”આટલું કહી ...Read More

15

ક્રિમિનલ કેસ - ભાગ 15

એક અંધારા ઓરડામાં એક વ્યક્તિ ઘાયલ હાલતમાં જમીન પર પડ્યો હતો.બીજો વ્યક્તિ તેની બાજુ માં બેઠી હતો. તેના હસ્તનો સંપૂર્ણ ઘરમાં ગૂંજી રહ્યો હતો.નીચે પડેલી ઘાયલ વ્યક્તિ “પાણી..પાણી...”માંગી રહી હતી.પરંતુ પેલા વ્યક્તિને કોઈ જ ફરક નહોતો પડી રહ્યો.“શું જોવે છે તારે? કોણ છે તું? મારી સાથે તારી શું દુશ્મની છે?”પેલા ઘાયલ વ્યક્તિ એ પૂછ્યું.“અરે...આવી હાલતમાં પણ આટલા પ્રશ્નો પૂછે છે.હું કોણ છું એ તારે જાણવાની જરૂર નથી.અને મારે કે જોવે છે એ તો હું લઈ ને જ રહીશ. બદલો!!”“કેવો બદલો?”“કારણ તો એ લોકો ને પણ નથી ખબર જેની સાથે મારો બદલો છે તો તું જાણી ને શું કરીશ?તું તો ...Read More

16

ક્રિમિનલ કેસ - ભાગ 16

કાળું હજી વિચારમાં હતો કે કેવી રીતે આ કેદમાંથી બહાર નીકળી શકાય.તેના ઘણા પ્રયત્નો છતાં પણ તે પોતાને છોડવવામાં નથી થઈ શકતો.અચાનક જ દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. તેણે જોયું તો સામે ડિટેક્ટિવ રોય ઊભા હતાં જેમના ચહેરા પર એક અલગ જ ચમક હતી.આ જોઈ કાળું ને થોડું વિચિત્ર લાગ્યું. તેની સાથે કંઈ થવાનું હતું એવો આભાસ તેને થાયો. છતાં પણ તેણે તેના ભાવ કળવા દીધા નહિ.પોતાને સ્વસ્થ જ બતાવવાની ખોટી કોશિષ કરતો રહ્યો.“શું થયું મિસ્ટર રોય? મળી ગયો પહેલી નો જવાબ?”“હા! એટલે જ તો તને આભાર કહેવા આવ્યો છું.અને જો સાથે હજી એક મહેમાન છે.” કહી રોય બાજુ પર ...Read More

17

ક્રિમિનલ કેસ - ભાગ 17

આજથી ફરી બધાએ કોલેજ જવાનું શરુ કર્યું હતું.બધા જ કોલેજ પહોંચ્યાં પરંતુ કોઈ કઈ બોલતું નહોતું.બધા જ ચૂપચાપ લેક્ચર બેસી ગયાં.બધા જ નયન અને વાનીને યાદ કરી રહ્યાં હતાં. થોડા સમયમાં પ્રોફેસર ક્લાસમાં આવ્યાં બધા એ તેમને ગુડ મોર્નિંગ વિશ કર્યું પ્રોફેસર એ પણ પ્રત્યુતર આપી તેમને બેસવા કહ્યું ત્યારબાદ તેમણે બધાને નયન અને વાણીના મૃત્યું વિશે કહ્યું અને બધા એ બંને માટે બે મિનિટ નું મૌન પાળ્યું.પ્રોફેસર એ ભણાવવાનું શરૂ કર્યું પણ આચલ, પીહુ,કામ્યા અને પર્વ કોઈનું પણ મન તેમાં લાગતું નહોતું. માંડમાંડ બધા એ લેક્ચર પુરો કર્યો.પહેલો લેક્ચર પુરો થતાં જ બધાં કેન્ટીનમાં ગયા.કોઈને ભૂખ નહોતી એટલે ...Read More

18

ક્રિમિનલ કેસ - ભાગ 18

પર્વ અને બાકી બધાં ડિટેક્ટિવ રોયને મળવા મુંબઈ પહોંચ્યાં. ત્યાંજ તેમને ઇન્સ્પેક્ટર અજય પણ સાથે મળ્યાં.રોય એ બધાને આવકાર્યા બેસવા કહ્યું.“મને ખબર છે તમે શું કારણ થી અહીંયા આવ્યા છો.”આ સાંભળી બધાં ને એક જ વાત વિચારે આવ્યો કે ડિટેક્ટિવ રોયને કંઈ રીતે ખબર પડી હશે આપણા આવવાનું કારણ. બધા વિચારોમાં હતાં ત્યાજ ડિટેક્ટિવ રોયના અવાજ એ બધાના વિચારો પર બ્રેક લગાવ્યો.“તમને બધાને એવું લાગે છે ને કે સત્યવાન ખૂની નથી?”“હા!! પણ તમને કંઈ રીતે ખબર?”બધા એક જ સ્વરમાં બોલ્યાં.“હું પણ એક ડિટેક્ટિવ છું. તમારા ચહેરા પર જ લખ્યું છે તમે શું કહેવા માંગો છો એ.”“તો સર તમને શું ...Read More

19

ક્રિમિનલ કેસ - ભાગ 19

“શું તમે અમને એ ઘડિયાળનો સ્કેચ બનાવડાવી શકો?”આ સંભાળતા જ બધા અભયની બુદ્ધિ પર આફરીન થઈ ગયા.બધા ના ચહેરા એક ચમક હતી.“જી જરૂર” કાળું ની હા સંભાળ્યા બાદ બધા જ ખુશી થી ઝુમી ઉઠ્યા. બધાને જ હવે આશા હોઈ છે કે તેઓ કાતીલ ને જરૂર પકડશે.થોડાજ સમય માં એક સ્કેચ આર્ટિસ્ટ ડિટેક્ટિવ રોય ના બારણે દસ્તક આપી. તેમને આવકાર્યા બાદ રોય એ તેમને સ્કેચ બનાવવા કહ્યું. કાળું ના કહ્યાં મુજબ આશરે એક કલાક બાદ ચિત્ર તૈયાર થઈ ગયું. સ્કેચ બરાબર છે તેની પુષ્ટિ કર્યા બાદ તે વ્યક્તિ પોતાનું તૈયાર કરેલું કામ ઇન્સ્પેક્ટર અજયના હવાલે કરી પાછો ગયો.ડિટેક્ટિવ રોય એ ...Read More

20

ક્રિમિનલ કેસ - ભાગ 20

એક મોટા ગોડાઉનમાં પાંચ વ્યક્તિ બંધાયેલી હાલતમાં હતાં.તેમના હાથ તેમજ પગ ખુરશી સાથે દોરડાં વડે બાંધ્યા હતાં અને તેમના પર ટેપ લગાવવામાં આવી હતી. ઘોર અંધકારમાં થોડો સળવળાટ થાયો.અચાનક જ આચલની આંખો ખુલી.તેને આજુબાજુ જોવાની કોશિષ કરી પરંતુ વ્યર્થ ત્યાં અંધકાર સિવાય બીજું કશું જોવા નહોતું મળતું. ત્યાંજ તેને તેની બાજુમાં કોઈ ના હોવાનો અહેસાસ થયો. તેનું અનુમાન સત્ય હતું ત્યાં તે એકલી નહોતી.તેના સિવાય પણ બીજા વ્યક્તિ ત્યાં હતાં.અચાનક જ કોઈ ના બોલવાનો અવાજ આવ્યો.“કોઈ છે અહીંયા?...પ્લીઝ બચાવો.” અવાજ કામ્યા નો હતો.અવાજ સાંભળતાજ આચલ ઓળખી જાય છે.“કામ્યા તું અહીંયા છે?”“આચલ.... આચલ...તું અહીંયા છે.યાર આપણે આ કંઈ જગ્યા પર ...Read More

21

ક્રિમિનલ કેસ - ભાગ 21

દરવાજો તૂટતા ની સાથેજ ઘણા બધા પોલીસ ઓફિસર બંદૂક સાથે અંદર આવ્યા અને ગોળ બનાવી ઊભા રહી ગયા. બધી બંદૂક નો નિશાન તે માસ્ક પહેરેલ વ્યક્તિ તરફ હતો.તે હાલની પરિસ્થિતિ પર વિચાર કરી રહ્યો હતો. તેણે પોલીસને ધક્કો મારી ભાગવાની કોશિષ કરી પણ ત્યાજ તેના ગાલ પર જોરથી એક મુક્કો પડ્યો.મુક્કો વાગતાની સાથે જ તે સીધો ભોંય ભેગો થઈ ગયો.તેણે જોયું તો સામે વિવાન, ઇન્સ્પેક્ટર અજય અને અભય સાથે ઊભા હતા.વિવાન એ જ જોરથી તેને મુક્કો માર્યો હતો.તે વ્યકિત ઊભો થયો પણ તેના માસ્કમાં મુક્કો વાગતાની સાથે જ તિરાડો પડી હતી અને તેનું માસ્ક થોડું તૂટ્યું હતું.આ ધાંધલ ધમાલમાં ...Read More

22

ક્રિમિનલ કેસ - ભાગ 22

આચલ નું ધ્યાન તે કૂતરા તરફ દોરાયું અને તેના મુખમાંથી ફક્ત એક જ શબ્દ સરી પડ્યો... “ફીન!!”ફીન નામ સંભાળતા બધાનું ધ્યાન તે તરફ ગયું. ફીનને જોતાજ વિવાન ના ચેરા પર એક સ્માઈલ આવી ગઈ.પરંતુ હજી પણ ફીન એક જ દિશામાં જોઈ ભસી રહ્યું હતું.કદાચ તે કોઈ ઈશારો કરી રહ્યો હતો જે બીજા સમજવા માટે સક્ષમ નહોતાં. વિવાન તેને પોતાના હાથમાં પકડવા ગયો પરંતુ તે હાથમાં ના આવતા એક તરફ દોડવા લાગ્યું.રોય પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા.અચાનક જ એક પાનના ગલ્લા પાસે જઈ તે ભસવા લાગ્યું.માણસો કરતાં ક્યારેક જાનવર વધારે સમજદાર બની જાય છે.જ્યાં લાગણીઓનો તંતુ હોઈ ત્યાં મૌન ...Read More