ચારિત્ર્ય મહિમા

(2)
  • 15.2k
  • 6
  • 8k

આજના મનુષ્યોમાં સદ્‌ગુણોનો અભાવ જોઇ શકીએ છીએ. સારા ચારિત્ર્યવાળા મનુષ્યો ભાગ્યેજ માલુમ પડે છે. આજના મનુષ્યો સદ્‌વ્યવહારથી વર્તે ખરા? આજના મનુષ્યોમાં દુર્ગુણોની દુર્ગંધ છે. નર્યા ભ્રષ્ટાચારમાં ખદબદતો રહે છે. ત્યાં મનુષ્યને સુચારિત્ર્યની મહત્તા ક્યાંથી સમજાય? ચારિત્ર્યવાળા મનુષ્યો છે ત્યાં ધર્મ, સત્ય, સત્કાર્યતા રહેલી છે. માનવતા રહેલી છે. ત્યાં તે જ છે, ધન છે. સુચારિત્ર્ય વગરનો મનુષ્ય નિર્બળ છે. તેજહીન છે. ત્યાં અસત્ય છે, સ્વાર્થ છે. દંભ ને અભિમાન છે. અહીં પ્રસ્તુત વાર્તા પરથી સુચારિત્ર્યની મહત્તા માલુમ પડશે. એક વખત ઇન્દ્રરાજા બ્રાહ્મણનું રૂપ લઇ, પ્રહ્‌લાદ પાસે જઇ, પ્રણામ કરી કહેવા લાગ્યા. “હે રાજન મને સુખ, શાંતિ ને સંતોષ મેળવવાનો રસ્તો બતાવો” પ્રહ્‌લાદે કહ્યું “હે બ્રહ્મદેવ! સર્વ બ્રાહ્મણ દેવતાની મારી પર અપ્રતિમ કૃપા છે. તેઓ મને જિતેન્દ્રિય અને સદાચારી જાણીને સુંદર વચનો તથા ઉપદેશ આપે છે, સલાહ સૂચન પણ કરે છે, આપ જો સદાચારી બની નીતિ અનુસાર વર્તશો તો સુખ, શાંતિ તમારી પાસે દોડતી આવશે.

Full Novel

1

ચારિત્ર્ય મહિમા - 1

લેખક જગદીશ ઉ. ઠાકર (1) નિવેદન આજના મનુષ્યોમાં સદ્‌ગુણોનો અભાવ જોઇ શકીએ છીએ. સારા ચારિત્ર્યવાળા મનુષ્યો ભાગ્યેજ માલુમ પડે આજના મનુષ્યો સદ્‌વ્યવહારથી વર્તે ખરા? આજના મનુષ્યોમાં દુર્ગુણોની દુર્ગંધ છે. નર્યા ભ્રષ્ટાચારમાં ખદબદતો રહે છે. ત્યાં મનુષ્યને સુચારિત્ર્યની મહત્તા ક્યાંથી સમજાય? ચારિત્ર્યવાળા મનુષ્યો છે ત્યાં ધર્મ, સત્ય, સત્કાર્યતા રહેલી છે. માનવતા રહેલી છે. ત્યાં તે જ છે, ધન છે. સુચારિત્ર્ય વગરનો મનુષ્ય નિર્બળ છે. તેજહીન છે. ત્યાં અસત્ય છે, સ્વાર્થ છે. દંભ ને અભિમાન છે. અહીં પ્રસ્તુત વાર્તા પરથી સુચારિત્ર્યની મહત્તા માલુમ પડશે. એક વખત ઇન્દ્રરાજા બ્રાહ્મણનું રૂપ લઇ, પ્રહ્‌લાદ પાસે જઇ, પ્રણામ કરી કહેવા લાગ્યા. “હે રાજન મને સુખ, ...Read More

2

ચારિત્ર્ય મહિમા - 2

(2) ૩ : બાળકોનું ઘડતર આજે નાના બાળકથી માંડી યુવાનો સ્વચ્છંદે ચઢી, ખરાબ દોસ્તોની સોબત અપનાવી, અનેક કુટેવો સાથે સપડાઇ, ગેરમાર્ગે વળી, જીવન વિકાસ રૂંધી, વિનાશ નોતરી રહ્યા છે ત્યારે આજના વડીલો અને મા બાપોની જવાબદારી તેમજ ફરજ બની રહે છે કે પોતાના બાળકના ઘડતર અંગે વેળાસર ચિંતિત બની, તેઓનું જીવન બરબાદ થતું અટકાવી, ઉન્નત બનાવી રહેવા કંઇક પ્રયત્નશીલ બની રહેવું જોઇએ. કહેવત છે કે “જેવી ટેવ પાડીએ એવી પડે” નાનપણથી જ આપણે એવી ટેવ પાડીએ કે જે સર્વને અનુકુળ થઇ રહે. સાથે આપણને તેનાથી સંતોષ અને શાંતિ મળે. સદાચાર અને ચારિત્ર્યને ગાઢો સંબંધ છે. બંન્નેમાં સદ્‌ગુણો રહેલાં છે ...Read More

3

ચારિત્ર્ય મહિમા - 3

(3) ૬ : વડીલો સાથેનું વર્તન આજના છોકરા છોકરીઓને વડીલો શિખામણ આપે, ઠપકો આપે તો તેઓનું માનવું કે પાળવું વર્તનમાં રહ્યું નથી. આજે વર્તમાન પત્રોમાં વાંચવા મળે છે કે ફલાણા દીકરાને તેનાં મા બાપે ભણવા માટે કે નકામો રખડતો હોવાથી કંઇ કામ ધંધા અંગે શિખામણ કે સલાહ સૂચન આપી તો ક્યાં તે છોકરાએ આપઘાત કર્યો હોય અથવા તો મા બાપની કરપીણ હત્યા કરી નાખી હોય. નવરાત્રિમાં છોકરા છોકરીઓ નવેનવ દિવસ નવાં વસ્ત્રો પરિધાન કરી, ખાણી પીણી અને મોજમજાને હરવા ફરવાની મહેફિલ માણતાં હોવાથી છોકરીઓને મા બાપે ગરબા ગાવા કે ફરવા જવાનું ના કહેતાં, વડીલો અને દીકરીઓના વિચારમાં ટકરાવ ઉદ્‌ભવી ...Read More

4

ચારિત્ર્ય મહિમા - 4

(4) ૯ : સુખી દાંપત્યજીવનનાં સૂત્રો આજે ઘણા સ્ત્રી પુરુષના લગ્નના વિચ્છેદ થયાના દાખલા જોઇ શકીએ છીએ. દહેજ ન કે બીજી એવી નજીવી બાબતો કે સાસુ વહુના ઝઘડાને લઇને ઘણા પતિ પત્નીના છૂટાછેડા થતા નિહાળીએ છીએ. અરે પ્રેમલગ્નો સુદ્ધાં તુટતાં જોઇ શકાય છે. માનવ હૃદયોએ કાચનાં રમકડાં થોડાં છે કે પળમાં તૂટી જાય? અગ્નિની સાક્ષીએ બે હૃદયોનું મિલન થાય છે. જે ઉચ્ચ અને આદર્શ લગ્ન જીવવાનું હોય છે. લગ્ન વખતે પ્રતિજ્ઞાઓ પણ લેવડાવે છે, પ્રતિજ્ઞા લેવા છતાં પણ માણસ શ્રદ્ધા વિશ્વાસ રાખી, સુખી દંપતિ જીવન કેમ ગુજારી શકતો નથી? સપ્તપદી સમક્ષ વર પ્રતિજ્ઞા લે છે કે “હે અર્ધાંગિની હું ...Read More

5

ચારિત્ર્ય મહિમા - 5

(5) ૧૨ : પાડોશી ધર્મ “પહેલો સગો પાડોશી.” સાચે જ છે કે જ્યારે માણસને કોઇ મુશ્કેલી આવી પડે, અણધારી આવી હોય, કુટુંબમાં કોઇનું મરણ થાય ત્યારે સગા વહાલાં આવતાં વાર લાગે પણ પાડોશી પહેલો દોડતો આવી, કોઇ વાત કે મુશ્કેલીમાં સહાયરૂપ થઇ શકે છે. અને આફત ને ટાળે છે. એટલે ઘરને અને પાડોશને ગાઢો સંબંધ છે. પાડોશવાળાં પણ ઘરના જ છે. એવું માનીને તેમની સાથે કદીય બગાડશો નહીં. કેટલીકવાર સમજફેરથી, ક્રોધાવેશથી કે ઉતાવળથી એકબીજાને બરાબર નહીં સમજવાથી ક્લેશ કંકાશનાં મૂળ નંખાય છે. આવી વખતે કાળજીપૂર્વકના વિચારની અને વર્તનની જરૂર રહે છે. આજે પાડોશી સાથેના સંબંધો તૂટતા જ લાગે છે. ...Read More

6

ચારિત્ર્ય મહિમા - 6

(6) ૧૫ : માતૃભૂમિની ગૌરવ ગાથા ગુલામીની જંજીરોમાં જકડાયેલ દેશને હજારોએ જાન ગુમાવી આઝાદી અપાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો તે માટે કેટલા માનવ હૈયામાં પ્રેમ ઉછોળા મારે છે? ક્યાં ગઇ દેશદાઝ? કેટલા માનવ અંતરમાં દેશ ભક્તિના ગીતો ગુંજે છે? આ બધી ભાવનાઓ માનવ હૃદયમાંથી કેમ ચાલી ગઇ, તેનો કોઇ વિચાર કરે છે? પોતાની જન્મભૂમિ, માતૃભૂમિ માટે ગૌરવ કેમ ના હોય? જે ભૂમિમાં જન્મ્યા, મોટા થયા, આધણને પાખ્યા, પોષ્યા, તેની સંસ્કારિતાએ આપણું જીવન ઘડતર કરી, જીવન વિકાસ પ્રગતિ સાધી. જીવન જીવવાની સાચી દિશા બતાવી તેના માટે આપણે કાંઇ ન કરી શકીએ? આપણું કોઇ કર્તવ્ય નથી? આપણા ગામ, નગર, જિલ્લા, રાજ્ય કે ...Read More

7

ચારિત્ર્ય મહિમા - 7

(7) ૧૯ : માનવતાને સાદ આજે સંસારમાં કોઇના સહારા વગર એકાકી જીવન વ્યતિત કરવું એ મનુષ્ય માટે ખૂબ કઠિન છે. સામાન્ય રીતે એકલી વ્યક્તિ કશું જ કરી શકતી નથી. કહેવત છે કે “એકથી બે ભલા, ઝાઝા હાથ રળિયામણાં, એક હાથે તાળી ના પડે, જંગલમાં ઝાડવું ય એકલું ના હજો.” આ બધાં સૂત્રો સંઘબળ, સમૂહબળ, મિત્રબળ વગેરેની સાક્ષી પૂરે છે. વાત સાચી છે. બાળપણથી લઇને તે વૃદ્ધાવસ્થા સુધીમાં માણસને કેટલાય માણસોની સાથે વિવિધ પ્રકારના કામ અંગે અને અનેક પ્રસંગોમાં એકબીજાની જરૂર પડે છે. અને એકબીજાના સંપર્કમાં પણ આવવું પડે છે. તે સમયે માણસનું વર્તન વ્યવહાર ઉચિત હોય, સુમેળભર્યું હોય તો ...Read More

8

ચારિત્ર્ય મહિમા - 8

(8) ૨૩ : નોકરી ધંધામાં સદાચાર માણસને જીવન નિર્વાહ અંગે નોકરી કે ધંધાની અનિવાર્ય આવશ્યક્તા રહે છે. જો કે વધતી જતી વસ્તીની સમસ્યાને લઇને રોજબરોજ બેકારીની સંખ્યા વધતાં, નોકરી મેળવવી કઠીન થઇ પડી છે. અને તેમાંય પસંદગીની નોકરી ભાગ્યે જ મેળવી શકાય છે. ભલેને યુવાને ગમે તેવી મોટી ડીગ્રી મેળવી હોય તો પણ નોકરી મેળવવાનાં ફાંફાં મારવા પડે છે. નોકરી ન મળતાં યુવાન ગેરમાર્ગે વળી ખોટાં કામો કરી, પૈસા કમાવા પ્રયત્ન કરે છે. ક્યારેક તે અનેક વ્યસનોનો બંધાણી બની જઇ તંદુરસ્તીને હાની પહોંચાડી રહે છે. યુવાન ચાહે સરકારી નોકરીમાં, બેંકમાં, એલ.આઇ.સીમાં કે ગુમાસ્તી કરતો હોય ત્યાં કામચોરી થતી રહે ...Read More

9

ચારિત્ર્ય મહિમા - 9

(9) ૨૭ : પ્રવાસને પંથે માનવજીવનમાં પ્રવાસનું સ્થાન અનેરૂ અને અગત્યનું રહેલું છે. પ્રવાસથી નવું નવું જાણવાનું, જોવાનું મળે અવનવા અનુભવો પણ થાય છે. પ્રાચીન ભારતની સંસ્કૃતિ સભ્યતાના દર્શન થાય છે. તે સમયની સ્થાપત્યકલા, વાસ્તુકલા, કાષ્ટકલાની સાથે સંગીતકલાની ભવ્યતાનો સુંદર પરિચય પામી રહેવાય છે. મનુષ્યની દૃષ્ટિ વિશાળ બને છે. બુદ્ધિ ચાતુર્ય પ્રતિભા ખીલી રહે છે. ચારિત્ર્ય બાંધવામાં તે મદદરૂપ થાય છે. પ્રવાસમાં જતાં અગાઉ જે તે સ્થળ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી રહેવી એ સંસ્કારિતા છે. જ્યારે તેને તાદ્દશ્ય નિહાળીએ ત્યારે તેની ધન્યતાની અનુપમ અનૂભૂતિ થઇ રહે છે. પ્રવાસમાં એક નોંધપોથી અવશ્ય રાખવી એ સંસ્કારિતા છે. જે તે સ્થળની ઐતિહાસિક ...Read More

10

ચારિત્ર્ય મહિમા - 10 - છેલ્લો ભાગ

(10) ૩૧ : સદ્‌વાંચન શિક્ષણકાર્ય પૂરું થયા પછી યુવાનો ધંધા રોજગારે ચઢી ગયા પછી પણ મનને ખોરાકની જરૂર રહે જેમ તનને પૌષ્ટિક અને સુપાચ્ય ખોરાક આપવાથી માનવ શરીર ટકી રહે છે. રોગ સામે પ્રતિકાર શક્તિ મેળવી રહી, તંદુરસ્તી ટકાવી રાખે છે. તેવું જ મનને પણ ખોરાકની જરૂર પડે છે. કે જેનાથી તેની જીવન નૈયા સરળતાથી કશા પણ ઉચાટ, ઉદ્વેગ, શોક કે મોહ, દુઃખ દર્દ વગર સંસાર તરતો રાખી શકે તે માટે મનનો ખોરાક સદ્‌વાંચન છે. વાંચવાની પણ કલા છે. કોઇ કહેશે શું અમને વાંચતા નથી આવડતું? હા, કેટલીકવાર એવું કહેવું પડે છે, મનને રસ રુચિ ને રસવંતુ રાખે,શાંતિ, જ્ઞાન ...Read More