પ્રકાશનું નિવેદન રામનામ વિશેની શ્રદ્ધાંનું બીજ ગાંધીજીના અંતરમાં રોપનાર તેમની દાઇ રંભા હતી. એ વિશેની ઉલ્લેખ ગાંધીજીએ પોતે’આત્મકથા’ માં કર્યો છે. બચપણમાં અંતરમાં રોપાયેલું એ બીજ ગાંધીજીની સાધનાનાં વર્ષો દરમિયાન ઉત્તરોત્તર વિકસતું ગયું. આધ્યત્મિક, માનસિક અને શારીરિક, ત્રણે પ્રકારની મુશ્કેલીઓમાં રામનામ માણસનો સૌથી મોટો આધાર બને છે એવી શ્રદ્ધા ગાંધીજીએ પોતાનાં લખાણોમાં વારંવાર વ્યક્ત કરી છે. છેવટનાં વર્ષોમાં નિસર્ગોપચારનું કામ માથે લીધા બાદ તેમણે ઘણી વાર લખ્યું છે કે શરીરના વ્યાધિઓને શમાવવાનો રામબાણ કુદરતી ઇલાજ રામનામ છે. રામ નામ વિશેની ગાંધીજીની આ શ્રદ્ધા વ્યક્ત કરનારાં લખાણોનું શ્રી ભારતન કુમારપ્પાએ અંગ્રેજીમાં સંપાદિત કરેલું પુસ્તક નવજીવન કાર્યોલયે પ્રસિદ્ધ કર્યું છે. આ પુસ્તક તેને આધારે તૈયાર કર્યું છે. નોંધવા જેવી એક હકીકત એવી છે કે રામનામ વિશેનાં પોતાનાં કેટલાયે લખાણ ગાંધીજીએ ગુજરાતીમાં લખેલાં અને તેમનું અંગ્રેજી કરવામાં આવેલું. એવા લખાણોનું મૂળ ગુજરાતી જ આ સંગ્રહમાં આપવાની કાળજી રાખવામાં આવી છે. ગાંધીસાહિત્યના અને રામનામના ચાહકોને આ સંગ્રહ ઘણો રુચશે એવી ખાતરીથી તે પ્રસિદ્ધ કર્યો છે.
Full Novel
રામનામ - 1
ગાંધીજી (1) પ્રકાશનું નિવેદન રામનામ વિશેની શ્રદ્ધાંનું બીજ ગાંધીજીના અંતરમાં રોપનાર તેમની દાઇ રંભા હતી. એ વિશેની ઉલ્લેખ ગાંધીજીએ માં કર્યો છે. બચપણમાં અંતરમાં રોપાયેલું એ બીજ ગાંધીજીની સાધનાનાં વર્ષો દરમિયાન ઉત્તરોત્તર વિકસતું ગયું. આધ્યત્મિક, માનસિક અને શારીરિક, ત્રણે પ્રકારની મુશ્કેલીઓમાં રામનામ માણસનો સૌથી મોટો આધાર બને છે એવી શ્રદ્ધા ગાંધીજીએ પોતાનાં લખાણોમાં વારંવાર વ્યક્ત કરી છે. છેવટનાં વર્ષોમાં નિસર્ગોપચારનું કામ માથે લીધા બાદ તેમણે ઘણી વાર લખ્યું છે કે શરીરના વ્યાધિઓને શમાવવાનો રામબાણ કુદરતી ઇલાજ રામનામ છે. રામ નામ વિશેની ગાંધીજીની આ શ્રદ્ધા વ્યક્ત કરનારાં લખાણોનું શ્રી ભારતન કુમારપ્પાએ અંગ્રેજીમાં સંપાદિત કરેલું પુસ્તક નવજીવન કાર્યોલયે પ્રસિદ્ધ કર્યું છે. ...Read More
રામનામ - 2
(2) ૩. સહેલો મંત્ર જ્યાં મનુષ્યત્ન કંઇ જ નથી કરતો ત્યાં ઇશ્વરની કૃપા કામ આવે છે. તેથી મેં ધારાળાઓને, તેમ જ કાળીપરજને રામનામનો જપ જપવાની ભલામણ કરી છે. સવારમાં સૂર્યોદય પહેલાં ઊઠી, દાતણ કરી, મોં સાફ કરી ઇશ્વર પ્રત્યે પ્રાર્થના કરે કે તે તેઓને પ્રતિજ્ઞાપાલનમાં સહાય કરે ને તેઓ રામનામ જપે. આમ જ રાતે સૂતી વેળાએ કરે. રામનામ ઉપર મારી આસ્થા તો ઘણાં વર્ષોની છે. કેટલાક મિત્રોને રામનામ રામબાણ દવારૂપ થઇ પડેલ છે. તેઓ ઘણી આંતરિક મુસીબતોમાંથી બચી ગયા છે. જેને ઉચ્ચાર ન આવડે, જે દ્ધાદશ મંત્ર પણ યાદ ન કરી શકે, ‘ઇશ્વર’ શબ્દનો ઉચ્ચાર જેમને અઘરો લાગે, તેવાને ...Read More
રામનામ - 3
(3) ૧૧. રામનામની હાંસી સ૦-બનારસની રામનામ બૅન્ક, રામનામ છાપેલું કાપડ, જે રામનામી કહેવાય છે, તે પહેરવું અથવા શરીર પર લખીને ફરવું, એ રામનામની હાંસી નથી ? અને એમાં આપણું પતન નથી ? આ પરિસ્થિતિમાં રામનામનો પ્રચાર કરીને આપ આ ઢોંગી લોકોના ઢોંગને ઉત્તેજન નથી આપતા ? અંતઃપ્રેરણાથી નીકળતું રામનામ જ રામબાણ થઇ શકે, અને હું માનું છું કે આવી અંતઃપ્રેરણા સાચા ધાર્મિક શિક્ષણથી જ મળશે. જ૦-આ વાત સાચી છે. આજકાલ આપણામાં વહેમ અને દંભ એટલાં વધી ગયાં છે કે, સાચું કામ કરતાં પણ ડરવું પડે છે. પણ આમ ડરતા રહીએ તો સત્યનેયે છુપાવવું પડે. એટલે સોનેરી નિયમ તો એ ...Read More
રામનામ - 4
(4) ૧૯. રામનામ અને નિસર્ગોપચાર બીજી બધી બાબતોની માફક કુદરતી ઉપચારનો મારો ખ્યાલ પણ ક્રમે વિકાસ પામતો ગયો છે. વરસોથી હું માનતો આવ્યો છું કે માણસ પોતાના અંતરમાં ઇશ્વરના પ્રત્યક્ષ વાસનો અનુભવ કરતો હોય અને એ રીતે તેણે કામક્રોધાદિ ઇન્દ્રિયોના આવેગો વિનાની જીવનની દશા સિદ્ધ કરી હોય તો લાંબા આયુષ્યની આડે આવતા સર્વ અંતરાયોને તે ઓળંગી જાય. જીવનના અવલોકનને તેમ જ ધર્મશાસ્ત્રોના વાચનને આધારે હું એવા ચોક્કસ અનુમાન પર આવ્યો છું કે ઇશ્વરની અદૃશ્ય સત્તા વિશે માણસની પૂરેપૂરી શ્રદ્ધા બેસે અને તે કામક્રોધાદિ આવેગોથી મુક્ત થાય ત્યારે તેના શરીરનું અંદરથી રૂપાન્તર થાય છે. માત્ર ઇચ્છા રાખવાથી આ દશા સિદ્ધ ...Read More
રામનામ - 5
(5) ૨૫. રામબાણ ઉપાય “આપે આમ લખ્યું છે : “ગમે તે વ્યાધિ હોય, જો માણસ હ્યદયથી રામનામ રટે તો વ્યાધિ નષ્ટ થવો જોઇએ’ (‘હરિજનબધું’, ૩-૩-’૪૬). “ ‘જે પાંચ તત્ત્વોનું મનુશ્યશરીર બનેલું છે તેમાંથી માણસ ઇલાજ શોધે. એ પાંચ તત્ત્વો પૃથ્વી, પાણી, આકાશ, તેજ ને વાયુ છે’ (‘હરિજનબંધુ’, ૩-૩-’૪૬). “ ‘આપણા શરીરના વ્યાધિઓ દૂર કરવાને માટે પણ રામનામનો જપ સર્વોપરી ઇલાજ છે’ (‘હરિજનબંધુ’, ૭-૪-’૪૬). “આપે કુદરતી ઉપચારમાં જ્યારે આ નવો સૂર કાઢ્યો ત્યારે, પ્રથમ તો મને એમ લાગ્યું કે, શ્રદ્ધા પર રચેલી સાઇકોથેરેપી૧ અને ક્રિશ્ચિયન સાયન્સ૨ જેવી આ એક પદ્ધતિ છે. નામ માત્ર જુદું છે એટલું જ. આવી વસ્તુને દરેક ...Read More
રામનામ - 6
(6) ૨૮. ઊરુળીકાંચનમાં કુદરતી ઉપચાર કુદરતી ઉપચારમાં બે પાસાં છે : એક, ઇશ્વરશક્તિ. એટલે કે રામનામથી રોગ મટાડવા, અને રોગ થાય જ નહીં એવા ઇલાજ લેવા. મારા સાથીઓ લખે છે કે, કાંચન ગામના લોકો સ્વચ્છતા જાળવવામાં મદદ કરે છે. જ્યાં શરીરની ચોખ્ખાઇ, ઘરની સફાઇ અને ગામની સ્વચ્છતા હોય, યુક્તાહાર અને ઘટતી કસરત હોય, ત્યાં ઓછામાં ઓછા રોગ થાય છે. અને ઉપર ગણાવેલી સફાઇ સાથે દિલની સફાઇ હોય, તો રોગ અસંભવિત બની જાય, એમ કહી શકાય. દિલની સફાઇ રામનામ વગર ન થાય. આટલી વાત ગામડાંના લોકો સમજી જાય તો વૈદ, હકીમ કે દાક્તરની જરૂર રહેતી નથી. કાંચનમાં ગાયોની સંખ્યા નહીં ...Read More
રામનામ - 7
(7) ૩૪. રામનામ વિશે સમજનો ગોટાળો એક મિત્ર લખે છે : “મલેરિયાના ઇલાજ તરીકે તમેબતાવેલા રામનામના ઇલાજને વિશે મારી એવી છે કે મારા શારીરિક વ્યાધિઓને માટે મારાથી એક આધ્યત્મિક શક્તિનો આધાર કેમ લેવાય તે હજી મારી સમજમાં બેસતું નથી. વળી, રોગમાંથી મુક્ત થવાને માટે હું લાયક છું કે નથી અને મારા દેશનાં ભાઇબહેનો આટલા બધા દુઃખમાં સબડે છે તે વખતે મારી મુક્તિને માટે પ્રાર્થના કરવામાં હું વાજબી છું કે નથી એ વિશે મને ખાતરી નથી. જે દિવસે રામનામનું રહસ્ય હું પામીશ તે દિવસે તેમની મુક્તિનેખાતર હું પ્રાર્થના કરીશ. નહીં તો મને એમ લાગ્યા કરશે કે, આજે હું જેટલો સ્વાર્થી ...Read More
રામનામ - 8
(8) ૪૦. પ્રાર્થનાપ્રવચનોમાંથી ૧. રામનામ - એનાં નિયમ અને શિસ્ત પોતાના પ્રાર્થનાપ્રવચનમાં ગાંધીજીએ કહ્યું કે શરીરની બીમારીમાં રામનામ માણસને થાય છે. પણ એને અંગેના નિયમો તેમ જ શિસ્ત તેણે પાળવાં જોઇએ. અકરાંતિયાની માફક ખાઇ માણસ ‘રામ રામ’ કરે અને પેટનો દુખાવો ન મટે તો મારો વાંક ન કાઢી શકે. વળી રામનામ લેતો કે મુક્તિની આશા ન રાખી શકે. જેઓ આત્મશુદ્ધિને માટે જરૂરી નિયમપાલનને માટે તૈયાર હોય તેમને માટે જ રામનામનો ઇલાજ છે. મુંબઇ, ૧૫-૩-૧૯૪૬ ૨. રામબાણ ઇલાજ ઊરુળીકાંચનમાં પ્રાર્થનાસભાને સંબોધીને ગાંધીજીએ કહ્યું કે, શરીરના તેમ જ મનના સર્વ આધિવ્યાધિને માટે રામધૂન રામબાણ ઇલાજ છે. વળી ઔષધોથી માણસને સાજો કરવાની ...Read More
રામનામ - 9 - છેલ્લો ભાગ
(9) ૧૧. ઇશ્વરના નામરૂપી અમૃત પ્રાર્થના પછી ગવાયેલા મીરાંબાઇના ભજન ઉપર વિવેચન કરતાં ગાંધીજીએ કહ્યું કે, આ ભજનમાં ભક્ત આત્માને ઇશ્વરના નામરૂપી અમૃત ધરાઇને પીવાને કહે છે. ભૌતિક ખોરાક અને પીણાંઓથી માણસ ઓચાઇ જાય છે. (એટલે કે તેને તે ખોરાક અને પીણાંની સૂગ આવવા માંડે છે અને વધારે પડતુ ખાવાથી કે પીવાથી માણસ બીમાર પડે છે. પરંતુ ઇશ્વરના નામરૂપી અમૃત પીવાને એવી કોઇ મર્યાદા નથી. એ અમૃતની ખૂબી એવી છે કે તે જેમ પિવાય તેમ તેની તરસ વધે છે, પરંતુ એની શરત એ કે એ અમૃત હ્ય્દય વસી જવું જોઇએ. એમ થાય ત્યારે આપણા સર્વ ભ્રમો, આપણી સર્વ આસક્તિઓ, ...Read More