રસ્તા વચ્ચે ચારેય તરફથી હોર્નના અવાજો આવી રહ્યા હતા અને મારી કાર લગભગ ટ્રાફિકની વચ્ચોવચ્ચ અટવાઈ ગઈ હતી... ! એક તો પહેલાથી ઘણું જ લેટ થઇ રહ્યું હતું, અને ઉપરથી મુંબઈનો આ ટ્રાફિક “સાડા દસ થઇ ગયા આજે તો... આજે તો ખરેખર બહુ જ મોડું થઇ ગયું છે... મમ્મીને કહ્યું પણ હતું કે પછી વાત કરું, પણ એ છે કે ફોન મુકવાનું નામ જ નહિ !" ઓફીસ પંહોચી બબડાટ કરતા કરતા, મેં ગાડી પાર્ક કરી અને ઝડપથી ઓફીસના દાદરા ચડવા માંડ્યો. "ગુડ મોર્નિંગ એવરી વન..." અંદર ઘુસતાની સાથે ચેહરા પર એક સ્મિત રમવી મેં બધાનું અભિવાદન કર્યું અને સડસડાટ મારી કેબીનમાં ચાલ્યો ગયો. પાછળથી ‘ગુડ મોર્નિંગ સર’નો હળવેકથી અવાજ સંભળાયો. “લીના... આજના દિવસ માટે કંઈ ખાસ ખબર ?” કેબીનમાં કામ કરી રહેલ મારી પર્સનલ સેક્રેટરી લીનાને મેં ખુરસી પર સ્થાન લેતા પૂછ્યું. “યસ સર... આજે તમારે બપોરે ‘રાઈટીંગ સ્કીલ્સ પર એક સેમીનાર આપવા જવાનું છે. જેની વિગતો મેં તમારા ડેસ્ક પર મુકેલ ફાઈલમાં મુકેલ છે, અને બીજું એ કે આ સેમીનાર માટે જે એડવાન્સ પેમેન્ટ મળ્યું હતું, એ ચેક પણ પાસ થઇ ગયો

1

કાંચી - 1

રસ્તા વચ્ચે ચારેય તરફથી હોર્નના અવાજો આવી રહ્યા હતા અને મારી કાર લગભગ ટ્રાફિકની વચ્ચોવચ્ચ અટવાઈ ગઈ હતી... ! તો પહેલાથી ઘણું જ લેટ થઇ રહ્યું હતું, અને ઉપરથી મુંબઈનો આ ટ્રાફિક“સાડા દસ થઇ ગયા આજે તો... આજે તો ખરેખર બહુ જ મોડું થઇ ગયું છે... મમ્મીને કહ્યું પણ હતું કે પછી વાત કરું, પણ એ છે કે ફોન મુકવાનું નામ જ નહિ !" ઓફીસ પંહોચી બબડાટ કરતા કરતા, મેં ગાડી પાર્ક કરી અને ઝડપથી ઓફીસના દાદરા ચડવા માંડ્યો."ગુડ મોર્નિંગ એવરી વન..." અંદર ઘુસતાની સાથે ચેહરા પર એક સ્મિત રમવી મેં બધાનું અભિવાદન કર્યું અને સડસડાટ મારી કેબીનમાં ચાલ્યો ...Read More

2

કાંચી - 2

ઓફિસમાં પોતાનો ભૂતકાળ વાગોળવાનું પાછળ છોડી, હું કારમાં સેમીનાર આપવાના સ્થળ તરફ જવા નીકળ્યો.મુંબઈના રસ્તાઓ પર તો અવારનવાર ટ્રાફિક થતો જ હોય છે... પણ આજે ઘણા સમય બાદ મારા મનાં વિચારોનો ટ્રાફિક જામ થઇ આવ્યો હતો.કદાચ ઘણા લાંબા સમય બાદ મનમાં આટલું મોટું વંટોળ ઊઠ્યું હતું. અને આ વખતે એ મને ગૂંગળાવી રહ્યું હતું.ટ્રાફિક ચીરતો હું આગળ વધવા માંડ્યો. હું એક સેમીનાર આપવા જઈ રહ્યો હતો, ‘રાઇટીંગ સ્કીલ્સ' બાબતે... ! આવા સેમીનાર દેવા, પણ હવે કંઇ નવું ન’હોતું લાગતું. લગભગ મારી દિનચર્યાનો એક ભાગ જ ગણી લો !થોડીવારે હું ઓડીટોરીયમ પહોચ્યો, અને ગાડી પાર્ક કરી અંદર પ્રવેશ્યો. સંચાલકો મને ...Read More

3

કાંચી - 3

સવારના વહેલા પહોરમાં હું મારું બેગ પેક કરી, કારમાં નાખી મુસાફરી પર જવા તૈયાર હતો. અને ત્યાં જ મારો રણક્યો !મોબાઈલ સ્ક્રીન પર મી,બંસલનું નામ ફ્લેશ થઇ રહ્યું હતું. મેં ફોન કટ કર્યો અને ગાડીમાં ડ્રાઈવર સીટ પર ગોઠવાયો. અને ત્યાં જ ફરી મારો ફોન રણક્યો...“યસ મી.બંસલ... ગુડ મોર્નિંગ "“ગુડ મોર્નિંગ ના બચ્ચા... મારો ફોન કટ કરે છે, એમને ! અને પહેલા મને એમ કહે, કે તું જઈ ક્યાં રહ્યો છે એમ બોલ ? હમણાં જ લીનાનો મારી પર ફોન આવ્યો હતો કહેતી હતી કે સર ક્યાંક બહાર 'ફરવા' જઈ રહ્યા છે !" ફરવા શબ્દ પર એમણે થોડો વધારે ...Read More

4

કાંચી - 4

હું ગાડીમાં ડ્રાઈવર સીટ પર ગોઠવાયો, અને બાજુની સીટ પર મારું બેગ મુક્યું... જેની ચેઈન ઉતાવળમાં લગભગ અડધી ખુલ્લી ગઈ હતી. અને અંદરથી થોડાક કાગળ ડોક્યું કરી રહ્યા હતા!પેલી બંને છોકરીઓ પાછળની સીટ પર ગોઠવાઈ. મેં ગાડી શરુ કરી ચલાવવા માંડી. હું હજી રાહ જોઈ રહ્યો હતો કે બંને માંથી કોઈ એકાદ વાતનો દોર માંડે અને મને સ્પષ્ટતા વાતની કરે!થોડીવારે ગાડી મુંબઈની દિશામાં હાઇવે તરફ દોડવા માંડી, પણ પેલી બંને હજી પણ શાંત હતી ! એ જોઈ મારી ધીરજ ખૂટી પડી, અને મેં પૂછ્યું...“તો મેડમ થયું શું હતું, એ તો જણાવો... !"એ સાંભળી પેલી સ્ત્રીએ મને એ રીતે જોયું ...Read More

5

કાંચી - 5

અને આવા વિચારો કરતા કરતા, મારાથી હસી દેવાયું."તમને હસવું આવે છે...?" એણે આંખોની ભ્રમરો ઉપર ચઢાવી મને જોઈ રેહતા ના... હું તો બીજી વાત પર હસતો હતો... ! તમને ગલતફેમી થઇ છે.”“હા... હા..., હસી લો. તમે સ્ત્રી નથીને એટલે તમને સ્ત્રીઓની તકલીફ નહિ સમજાય !” તેણે મુદ્દો અલગ જ દિશામાં વાળતા કહ્યું. અને પછી બોલી,"તમને પુરુષોને આજે પણ બધું આધુનિક જ દેખાય છે. પણ ક્યારેક સામાન્ય જીવનમાં ઉતરી જુઓ, તો તમને સમજાશે... કે આ ૨૧મી સદી પણ સ્ત્રીઓ માટે ૧૮મી સદીથી કમ નથી જ ! બેશક, અમે પણ તમારાથી ઓછી તો નથી જબપણ તમે અમારા પરનું વર્ચસ્વ ગુમાવવા નથી ...Read More

6

કાંચી - 6

“સો યુ આર બેંગોલી... રાઇટ !?" ઓફીસ બહાર નીકળતાં મેં તેની સરનેમ ‘બેનર્જી’ પરથી વાતનો દોર માંડતા પૂછ્યું.“યસ, પણ થોડાક સમયથી મુંબઈમાં જ રહું છું...!""હું પણ મુંબઈમાં જ રહું છું... એન્ડ બાય ધ વે, તમારું ગુજરાતી પણ ખુબ સરસ છે...!”“થેંક યુ... મને એ સિવાય પણ ઘણી ભાષાઓ આવડે છે...!"“જેમ કે..?”અને એ એને આવડતી ભાષાઓની ગણતરીમાં પડી...અમે બંને કાર પાસે પહોંચ્યા...“તમે હજી તમને આવડતી ભાષાઓ ગણી રહ્યા છો... !? એટલી તો કેટલી ભાષાઓ આવડે છે તમને...?”"યા, એક્ચ્યુલી હું ગણી જ રહી હતી. મને હિન્દી, ગુજરાતી, બંગાળી, મરાઠી, અંગ્રેજી તો આવડે જ છે, એ ઉપરાંત થોડી થોડી ફ્રેંચ અને સ્પેનીશ પણ ...Read More

7

કાંચી - 7

પણ એક વાત નક્કી હતી... એણે એની વાત થાકી મને વિચારતો કરી મૂક્યો હતો ! હું પણ એ જ હતો, કે શા માટે સુંદર દેખાતા છોકરા-છોકરીઓ જ વાર્તાના મુખ્ય પાત્રો બને છે...? શું સામાન્ય દેખાતા લોકોને પોતાની કહાની ન હોઈ શકે...?"બાય ધ વે, તું લેખક જેવો લાગતો નથી હોં...!" કહેતા એ હસી પડી.“શું મતલબ, કે લેખક નથી લાગતો..."“ટીપીકલ લેખક કેવો હોય? જેના વાળ લાંબા હોય, દાઢી વધી ગઈ હોય, પેટ સહેજ ફૂલેલું હોય, અને પહેરવેશે લેંઘો-ઝભ્ભો પહેરતો હોય...! આવો કંઇક.." એ ફરી હસવા માંડી. હસતી વખતે એ વધુ સુંદર લાગી રહી હતી. એને હસતી જોઈ હું પણ હસી પડ્યો.અનાયસે ...Read More

8

કાંચી - 8

“વ્હોટ...? તું ભાનમાં તો છે...? આ મુંબઈ છે, અને મારે છેક કોલકત્તા જવાનું છે અને તું કારમાં જવાની વાત છે ?"“મને ખબર છે હું શું કહું છું... એક્ચ્યુલી, આ પાછળ મારો પણ સ્વાર્થ છે...”“કેવો સ્વાર્થ... !?"“મને તારામાં રસ છે..."“વ્હોટ....?”“આઈ મીન મને તારી સ્ટોરીમાં રસ છે... ""મારી સ્ટોરી? કઈ સ્ટોરી...?”“કાંચી, દરેકની પાસે એક કહાની હોય છે... હું તારી કહાની જાણવા માંગું છું.."“ડોન્ટ બી ઈમોશનલ... બી પ્રેક્ટીકલ ! અહીંથી કોલકત્તા કંઇ નાની સુની વાત નથી !"“એ હું મેનેજ કરી લઈશ... તું બસ એમ કહે, તને તારી સ્ટોરી શેર કરવામાં કોઈ વાંધો તો નથી ને ?મ"દેખ, પ્લીઝ મારો ટાઇમ વેસ્ટ ન કરીશ... ...Read More

9

કાંચી - 9

નાની ઉંમરે એવો વજ્રાઘાત !હું ચુપ બની બેસી રહ્યો, કાંચી પણ આગળ ન બોલી કે નરડી!બહાર સુરજ ડૂબી ચુક્યો અને રાતનું અંધારું ચારેય તરફ ફેલાઈ ચુક્યું હતું. હાઇવે પર પીળી લાઈટો ચમકી રહી હતી, અને રોડની બંને તરફ દેખાતી વનરાઈ, હમણાં કાળા અંધારામાં ભયાનક લાગી રહી હતી !“કેમ શાંત થઇ ગયો....?” એણે અચાનક પૂછ્યું.“હૈં... હા, કંઇ નહીં, બસ એમ જ..."“તારે એટલું પણ ગંભીર થવાની જરૂર નથી ! આ બધું મને વર્ષો પૂર્વે વીતી ચુક્યું છે... !""પણ વર્ષો વીતવા છતાં અમુક ઘાવ ની પીડા નથી ઓસરતી...", હું બોલી ગયો. જે મારે કદાચ નહોતું બોલવું જોઈતું. કાંચી સ્વસ્થ થવા પ્રયાસ કરી ...Read More

10

કાંચી - 10

સવારના વહેલા પહોરમાં પ્રખ્યાત બંગાળી ગીત, 'એકલા ચલો રે...' ના સુરીલા શબ્દોથી મારી આંખ ખુલીકાંચી પલંગ પર ન હતી... બાથરૂમ તરફથી ગીત ગાવવાનો મીઠો અવાજ આવી રહ્યો હતો. કાંચી ગીત ગાઇ રહી હતી. પણ એ એટલું પણ સુરીલું ન હતું છતાંય મોહક હતું! સાંભળી રેહવું ગમે તેવું હતું.હજી હું એના જ વિચારોમાં હતો, અને ત્યાં જ કાંચી રૂમમાં આવી.એણે મારું જીન્સ પહેરેલું હતું, અને જોડે ઉપર ચેક્સ વાળું શર્ટ... ! કાંચીએ ફરી એક વખત મને પૂછ્યા વગર જ મારા કપડા લઇ લીધા. અને મને એનો વાંધો પણ ન હતો.કાલે જે કાંચીને મેં સાડીમાં જોઈ હતી આજે એ જ કાંચી ...Read More

11

કાંચી - 11

"કાંચી... એ પછી તે ક્યારેય પ્રેમ ન કર્યો ?" મેં સિગારેટ પગ નીચે દબાવી, બુજવતા પૂછ્યું."કર્યો ને... અલબત એ હું તને આગળ કહીશ એમાં વધુ સારી રીતે સમજી શકાશે..." કહી એ ગાડીમાં ગોઠવાઈ. ગાડી ફરી હાઇવે પર સડસડાટ પસાર થવા લાગી.*હવે મારો ટાર્ગેટ, ગાડી નાગપુર સુધી કોન્સન્ટલી ચલાવવાનો છે. અને ત્યાં સુધી પંહોચતા થોડો સમય જશે, એટલે હું સ્પીડ વધારે રાખીશ. સો પ્લીઝ એ બાબતે મને ટોકતો નહી !""હા, વાંધો નહી. પણ છતાંય જરા ધ્યાનથી ચલાવજે.""કાંચી પછી શું થયું...?" મેં પૂછ્યું. એ મને જોઈ હસી અને બોલી, "તને ખરેખર મારી વાતમાં કંઇક વધારે જ પડતો રસ પાડી રહ્યો છે ...Read More

12

કાંચી - 12

એક સ્ત્રીને માને બન્યાની કેટલી ખુશી હોય, એક મા માટે તેનું સંતાન શું હોય એ હું ખુબ સારી રીતે હતો ! ભલે હું મુંબઈ રેહતો હતો અને મા વતનમાં ! પણ મા વતનમાં રહીને પણ મારી ચિંતામાંથી મુક્ત નહોતી. ! એ મારી પળપળની ખબર રાખતી, મારી ચિંતામાં રહેતી.પણ કાંચી...! એને તો કસુવાવડ થઇ હતી ! એણે ૯ મહિનાની રાહ જોયા બાદ જયારે એણે પોતાની મૃત બાળકીને જોઈ હશે ત્યારે એના પર શું વીતી હશે એની કલ્પના માત્રથી મારા રુંવાડા ઉભા થઈ જતા હતા!કાંચી, થોડીવાર પહેલા જ રડતી હતી અને હવે એકદમ શાંત હતી! એના વર્તનમાં થતા ફેરફારથી પણ ગાડીની ...Read More