ગ્રામ સ્વરાજ

(6)
  • 45.7k
  • 5
  • 21.6k

દેશમાં જુદાં જુદાં રાજ્યોમાં પંચાયતી રાજનો આરંભ થયો છે; ત્યારે ગ્રામપંચાયતો વિષે મહાત્મા ગાંધીએ અવારનવાર જે લેખો લખ્યા છે તેનો સંગ્રહ તૈયાર કરવામાં આવે તો તે ઉપયોગી થાય એ ખ્યાલથી ‘ગ્રામ સ્વરાજ’ ની અંગ્રેજી આવૃત્તિ ગયા ડિસેમ્બર માસમાં નવજીવન ટ્રસ્ટે પ્રગટ કરી હતી. આ તેની ગુજરાતી આવૃત્તિ છે. તેની હિંદી આવૃત્તિ આ પછી બહાર પડશે. સામાન્ય જનતા અને ગ્રામપંચાયતોને આ પુસ્તક ઉપયોગી થશે એવી આશા છે. ર૩-૩-’૬૩ અભ્યાસી પ્રત્યે મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમજ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઇચ્છું છું કે, સર્વ કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટકયો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરવા છે. અને તેથી કોઇને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો, એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.

Full Novel

1

ગ્રામ સ્વરાજ - 1

ગાંધીજી સંકલન હરિપ્રસાદ વ્યાસ પ્રકાશકનું નિવેદન દેશમાં જુદાં જુદાં રાજ્યોમાં પંચાયતી રાજનો આરંભ થયો છે; ત્યારે ગ્રામપંચાયતો વિષે મહાત્મા અવારનવાર જે લેખો લખ્યા છે તેનો સંગ્રહ તૈયાર કરવામાં આવે તો તે ઉપયોગી થાય એ ખ્યાલથી ‘ગ્રામ સ્વરાજ’ ની અંગ્રેજી આવૃત્તિ ગયા ડિસેમ્બર માસમાં નવજીવન ટ્રસ્ટે પ્રગટ કરી હતી. આ તેની ગુજરાતી આવૃત્તિ છે. તેની હિંદી આવૃત્તિ આ પછી બહાર પડશે. સામાન્ય જનતા અને ગ્રામપંચાયતોને આ પુસ્તક ઉપયોગી થશે એવી આશા છે. ર૩-૩-’૬૩ અભ્યાસી પ્રત્યે મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમજ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઇચ્છું છું કે, સર્વ કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ...Read More

2

ગ્રામ સ્વરાજ - 2

૨ આદર્શ સમાજનું ચિત્ર (નવી દિલ્હીમાં, ભંગી કૉલોનીમાં સાંજની પ્રાર્થનામાં એક દિવસે ગાવામાં આવેલા ભજનમાં ગાંધીજીએ તેમના આઝાદ હિંદનું તેના મહત્ત્વના અંશોમાં મૂર્ત થતું ભાળ્યું. એ ચિત્ર તેમના ચિત્તમાં ચોેંટી ગયું. તેમણે તેનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો અને તે લૉર્ડ પૅથિક લૉરેન્સને મોકલી આપ્યો. એ ભજન આ પ્રમાણે છે) (હિન્દ) (જે ઉદ્‌ભવ્યું એ, તેમના સ્વપ્નના હિંદનું ચિત્ર હતું.) એ જ્ઞાતિવિહીન અને વર્ગવિહીન સમાજનું, જેમાં ઊર્ઘ્વગામી (વર્ટિકલ) વિભાગો બિલકુલ ન હોય, પણ સમાન્તર (હોરિઝોન્ટલ) વિભાગો હોય તથા જેમાં કોઇ ઊચુંં કે કોઇ નીચું ન હોય, એવા સમાજનું ચિત્ર હતું. એમાં બધી સેવાઓનો દરજ્જો સમાન હશે. તથા તેને માટે એકસરખું વેતન મળતું ...Read More

3

ગ્રામ સ્વરાજ - 3

૩ શાંતિનો માર્ગ ક્યો ? ઉદ્યોગવાદ મને બીક છે કે ઉદ્યોગવાદ માનવજાતિને શાપરૂપ નીવડવાનો છે, એક પ્રજા બીજી પ્રજાને એ હમેશને માટે ન ચાલી શકે. ઉદ્યોગવાદનો આધાર તમારી લૂંટવાની શક્તિ પર, પરદેશનાં બજારો તમારે માટે ખુલ્લાં થવા પર, અને હરિફોના અભાવ પર છે. આ વસ્તુઓ ઇંગ્લંડને માટે દહાડે દહાડે ઓછી થતી જાય છે તેથી દરરોજ એનાં બેકારોની સંખ્યા વધતી જાય છે. હિંદુસ્તાનનો બહિષ્કાર એ તો ફક્ત ચાંચડનો એક ચટકો હતો. એ જો ઇંગ્લંડની એ દશા હોય તો હિંદુસ્તાન જેવો વિશાળ દેશ મોટા પાયા પર ઉદ્યોગો દાખલ કરીને લાભ ખાટવાની આશા ન રાખી શકે. ખરું જોતાં હિંદુસ્તાન જ્યારે બીજી પ્રજાઓને ...Read More

4

ગ્રામ સ્વરાજ - 4

૪ શહેરો અને ગામડાંઓ દુનિયામાં બે વિચારધારા મોજૂદ છે. એક વિચારધારા જગતને શહેરોમાં વહેંચવા ઇચ્છે છે, બીજી ગામડાંમાં વહેંચવા છે. ગ્રામ સંસ્કૃતિ અને નગરસંસ્કૃતિ તદ્દન ભિન્ન વસ્તુઓ છે. એક યંત્ર અને ઉદ્યોગીકરણ પર આધાર રાખે છે, બીજી હાથઉદ્યોગો પર. આપણે બીજી પસંદ કરી છે. આમ તો ઉદ્યોગીકરણ અને મોટા પાયાનું ઉત્પાદન એ હજુ તાજેતરની પેદાશ છે. આપણા સુખમાં તેણે કેટલો વધારો કર્યો છે એ આપણે જાણતા નથી. પણ આપણે એટલું જાણીએ છીએ કે એની પાછળ છેલ્લાં બે વિશ્વયુદ્ધો આવ્યાં. બીજું વિશ્વયુદ્ધ તો હજુ પૂરું નથી થયું, અને પૂરું થાય તોપણ આપણે ત્રીજા વિશ્વયુદ્ધની વાત સાંભળવા લાગ્યા છીએ. આપણો દેશ ...Read More

5

ગ્રામ સ્વરાજ - 5

૫ ગ્રામ સ્વરાજ ગામડાંનું સ્થાન ગામડાંનું સેવા કરતી એટલે સ્વરાજની સ્થાપના કરવી. બીજું બધું મિથ્યા છે. હું કહેતો આવ્યો કે ગામડાનો નાશ થશે તો હિંદુસ્તાનનો પણ નાશ થશે. પછી એ હિંદુસ્તાન નહીં રહે. જગતમાં એનું જે વિશિષ્ટ કાર્ય છે તે લુપ્ત થઇ જશે. આપણે ગામડાંમાં વસતું હિંદ જે ભારતવર્ષના જેટલું જ પ્રાચીન છે તેની વચ્ચે અને શહેરો કે જે વિદેશી સત્તાએ ઊભી કરેલી સૃષ્ટિ છે તેની વચ્ચે પસંદગી કરવી રહી છે. આજે શહેરો ગામડાં પર સત્તા ચલાવી રહ્યાં છે અને તેને ચૂસી રહ્યાં છે. પરિણામે ગામડાં નાશ પામતાં જાય છે. મારું ખાદીમાનસ મને એમ સૂચવે છે કે, એ વિદેશી ...Read More

6

ગ્રામ સ્વરાજ - 6

૬ ગ્રામ સ્વરાજના પાયાના સિદ્ધાંતો ૧.માનવનું સૌથી અધિક મહત્ત્વ - પૂરી રોજગારી આપણે જે કાંઇ કરીએ તેમાં પ્રધાન વિચાર હોવો જોઇએ.૧ ધ્યેય તો માણસોનું સુખ અને સાથે સાથે તેમનો સંપૂર્ણ માનસિક ને નૈતિક વિકાસ સાધવાનું છે. ‘નૈતિક’ શબ્દ હું ‘આધ્યાત્મિક’ ના પર્યાયરૂપે વાપરું છું, આ ધ્યેય તો જ સધાય જો આ યોજનાની વ્યવસ્થા ગામડાં માંકામ કરાનારાઓના હાથમાં રહે. એક હાથમાં કે ઘણા થોડા હાથમાં અધિકાર કે વ્યવસ્થાનાં સૂત્રો રહે એ વસ્તુનો સમાજની અહિંસક રચના સાથે મેળ ખાય એમ નથી.૨ આ દેશની અને આખા જગતની આર્થિક રચના એવી હોવી જોઇએ કે જેથી એક પણ પ્રાણી અન્નવસ્ત્રના અભાવથી પીડાય નહીં, એટલે ...Read More

7

ગ્રામ સ્વરાજ - 7

૭ જાતમહેનત કુદરત ઇચ્છે છે કે આપણે પસીનો પાડીને રોટી કમાઇએ, તેથી એક મિનિટ પણ આળસમાં ગુમાવનાર માણસ તેટલા પોતાના પડોશી ઉપર બોજારૂપ થાય છે, અને તેમ કરવું એ અહિંસાના પહેલાં જ પાઠના ભંગ સમાન છે... જો અહિંસામાં પોતાના પડોશીનો વિચાર કરવાપણું ન હોય તો અહિંસાનો કસો અર્થ નથી, અને આળસું માણસમાં એ મૂળ વિચારનો અભાવ હોય છે.૧ રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઇએ. શરીર વાંકું વાળવું જોઇએ એ ઇશ્વરી નિયમ છે, એ મુળ શોધ ટૉલ્સટૉયે પ્રસિદ્ધિ આપીને અપનાવી. આની ઝાંખી મારી આંખ ભગવદ્‌ગીતાના ત્રીજા અધ્યાયમાં કરે છે. યજ્ઞ કર્યા વિના જે ખાય છે તે ચોરીનું અન્ન ખાય ...Read More

8

ગ્રામ સ્વરાજ - 8

૮ સમાનતા સમાજની મારી કલ્પના એ છે કે આપણે બધા સરખા જન્મેલા છીએ, એટલે કે આપણનેસરખી તક મેળવવાનો અધિકાર છતાં સૌની શક્તિ સરખી નથી. એ વસ્તુ સ્વભાવતઃ જ અશક્ય છે. દાખલા તરીકે સૌની ઉંચાઇ, રંગ કે બુદ્ધિ સરખી ન હોઇ શકે. એટલે કુદરતી રીતે કેટલાકની શક્તિ વધારે કમાવાની હશે અને કેટલાકની ઓછું કમાવાની. બુદ્ધિશાળી માણસોની હશે અને તેઓ પોતાની બુદ્ધિનો એ માટે ઉપયોગ કરશે. તેઓ જો રહેમ રાખીને બુદ્ધિ વાપરશે તો તેઓ રાષ્ટ્રની સેવા કરશે. એવા લોકો રક્ષક તરીકે જ રહી શકે, બીજી કોઇ રીતે નહીં. હું બુદ્ધિશાળી માણસને વધારે કમાવા દઉં. હું તેની બુદ્ધિના વિકાસને રોકું નહીં. પણ ...Read More

9

ગ્રામ સ્વરાજ - 9

૯ વાલીપણાનો સિદ્ધાંત ધારો કે વારસામાં, અથવા તો વેપાર ઉદ્યોગ વાટે મને ઠીક ઠીક ધન મળ્યું છે. મારે જાણવું કે એ બધા ધનનો હું માલિક નથી, મારો અધિકાર તો આજીવિકા મળી રહે એટલું લેવાનો જ છે, અને એ આજીવિકા પણ બીજાં કરોડો માણસને મળી રહી છે એના કરતાં વધારે ન હોવી જોઇએ. મારી બાકીની સંપત્તિ પર માલિકી સમાજની છે, ને તેનો ઉપયોગ સમાજના કલ્યાણને સારુ થવો જોઇએ. જમીનદારો અને રાજાઓ જે સંપત્તિનો કબજો ભોગવે છે એને વિષે સમાજવાદી સિદ્ધાંત દેશની આગળ મૂકવામાં આવ્યો ત્યારે મેં આ ટ્રસ્ટીપણાના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. સમાજવાદીઓને તો આ ખાસ હકો ને સુખસગવડો ભોગવનારા વર્ગો ...Read More

10

ગ્રામ સ્વરાજ - 10

૧૦ સ્વદેશીભાવના સ્વદેશી આપણામાં રહેલી તે ભાવના છે કે જે આપણને આપણી પાસેની પરિસ્થિતિનો ઉપયોગ કરવા અને તેની સેવા તથા દૂરની પરિસ્થિતિ નો ત્યાગ કરવા પ્રેરે છે. દાખલા તરીકે, મારામાં સ્વદેશીભાવના હોય તો ધર્મના વિષયમાં, મારે મારા બાપદાદાના ધર્મને જ વળગી રહેવું જોઇએ. તેમ કરવાથી હું મારી નિકટની ધાર્મિક પરિસ્થિતિનો ઉપયોગ કરું છું. જો મને તેમાં ખામી જણાય, તો તે દૂર કરીને મારે તેની સેવા કરવી જોઇએ.રાજકીય વિષયમાં મારે દેશી સંસ્થાઓનો જ ઉપયોગ લેવો જોઇએ, અને તેની પુરવાર થયેલી ખામીઓ કાઢી નાખીને મારે તેની સેવા કરવી જોઇએ. આર્થિક વિષયમાં મારે મારી પાસે વસનારાઓએ ઉત્પન્ન કરેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો ...Read More

11

ગ્રામ સ્વરાજ - 11

૧૧ સ્વાવલંબન અને સહકાર સત્ય અને અહિંસા મારી વિચાર મુજબની વ્યવસ્થાના પાયારૂપ છે. આપણી પહેલી ફરજ એ છે કે સમાજને ભારરૂપ ન થવું જોઇએ. એટલે કે આપણે સ્વાવલંબી બનવું જોઇએ. આ દૃષ્ટીએ સ્વાવલંબન એ જ એક પ્રકારની સેવા છે. સ્વાવલંબી બન્યા પછી આપણે આપણો ફૂરસદનો સમય બીજાની સેવામાં ગાળી શકીએ. જો બધા જ સ્વાવલંબની બને તો કોઇને મુશ્કેલી નહીં રહે. એ સ્થિતિમાં કોઇની પણ સેવા કરવાની જરૂર નહીં રહે. એ સ્થિતિએ પહોંચ્યા નથી અને તેથી આપણે સમાજસેવાનો વિચાર કરવાનો રહે છે. આપણે સંપૂર્ણ સ્વાવલંબી થઇ શકીએ તોપણ મનુષ્ય સામાજિક પ્રાણી છે તેથી, કોઇ ને કોઇ રૂપમાં આપણે સેવા સ્વીકારવી ...Read More

12

ગ્રામ સ્વરાજ - 12

૧૨ પંચાયતરાજ આઝાદી પહેલાંની પંચાયતો પંચાયત એ આપણે એક પ્રાચીન શબ્દ છે; એની સાથે અનેક મધુર સ્મૃતિઓ સંકળાયેલી છે. શબ્દાર્થ છે : ગામડાંના લોકો દ્ધારા ચૂંટાયેલી પાંચ વ્યક્તિઓની સભા. આવા પંચ કે પંચાયતો દ્ધારા હિંદુસ્તાનનાં અસંખ્યા ગ્રામ-પ્રજાસત્તાકોનો કારભાર ચાલતો હતો, પરંતુ બ્રિટિશ સરકારે, મહેસૂલ વસૂલ કરવાની એની કઠોર પદ્ધતિથી આ પ્રાચીન ગ્રામ-પ્રજાસત્તાકોનો લગભગ નાશ કરી નાખ્યો; મહેસૂલ વસૂલાતની એ પદ્ધતિનો આઘાત ગ્રામ-પ્રજાસત્તાકોથી સહી શકાયો નહીં. હવ મહાસભાવાદીઓ ગામડાના આગેવાનોને દીવાની અને ફોજદારી અધિકાર આપીને, પંચાયત પદ્ધતિને સજીવન કરવાનો અધકચરો પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રયત્ન સૌથી પહેલાં તો સને ૧૯૨૧માં કરવામાં આવેલો પરંતુ તે અસફળ નીવડ્યો હતો. ફરી એ ...Read More

13

ગ્રામ સ્વરાજ - 13

૧૩ પાયાની કેળવણી ૧ બુનિયાદી કેળવણીનો સામાન્ય પણે એવો અર્થ કરવામાં આવે છે કે હાથકામના કોઇક હુન્નર મારફતે કેળવણી પણ એ તો એનો અમુક અંશ પૂરતો જ અર્થ થયો. નઇ તાલીમનાં મૂળ એથીયે વધારે ઊંડાં જાય છે. એનો પાયો છે સત્ય અને અહિંસા. વ્યક્તિગત સામાજિક બંને જીવનનો પણ એ જ પાયો છે. મુક્તિ આપે તે જ ખરી વિદ્યા - સા વિદ્યા યા વિભુક્તયે ! જૂઠ અને હિંસા માણસને બંધનમાં જકડે છે. એ બંનેને કેળવણમાં કોઇ સ્થાન ન હોય. કોઇ ધર્મ એવું નથી શીખવતો કે બચ્ચાને જૂઠાણાની અને હિંસાની કેળવણી આપો. વળી, સાચી કેળવણી હરેકને સુલભ હોય. થોડા લાખ શહેરીઓને ...Read More

14

ગ્રામ સ્વરાજ - 14

૧૪ ખેતી અને પશુપાલન - ૧ કિસાન ગામડાંના લોકોનું ગુજરાન ખેતી પર ચાલે છે અને ખેતીનું ગાય પર હું વિષયમાં આધળા જેવો છું. જાતઅનુભવ મને નથી. પરંતુ એવું એક પણ ગામ નથી જ્યાં ખેતી નથી અને ગાય નથી. ભેંસો છે પણ તે કોંકણ વગેરે સિવાય ખેતીને માટે વધારે ઉપયોગી નથી. છતાં ભેંસોનો આપણે બહિષ્કાર કર્યો છે એવું નથી. એટલા માટે ગામડાના પશુધનનો, ખાસ કરીને પોતાના ગામનાં ઢોરોનો આપણા કાર્યકર્તાએ પૂરો ખ્યાલ આપવો પડશે. આ ઘણી મુશ્કેલ સવાલને જો આપણે હલ નહીં કરી શકીએ તો હિંદુસ્તાનની બરબાદી થવાની છે. અને સાથે સાથે આપણી પણ, કારણ કે એવી સ્થિતિમાં આપણે માટે ...Read More

15

ગ્રામ સ્વરાજ - 15

૧૫ ખેતી અને પશુપાલન - ૨ જમીનનો સવાલ જમીનની માલિકી ખેડૂત ધરતીનું નૂર છે અને જમીન તેની છે અથવા જોઇએ - ઘેર બેસીને ખેતી કરાવનાર માલિક કે જમીનદારની નહીં.૧ જમીન અને બીજી બધી સંપત્તિ જે તેને માટે કામ કરે તેની છે. કમનસીબે મજૂરો આ સાદી અજ્ઞાત છે અથવા તેમને અજ્ઞાત રાખવામાં આવ્યા છે.૨ હું તો માનું છું કે જે જમીન તમે ખેડો છો તે તમારી માલિકીની હોવી જોઇએ. પણ ઘડીવારમાં એ ન બને. જમીનદારો પાસેથી તમે તે ખૂંચવી પણ ન શકો. અહિંસા અને તમારી પોતાની શક્તિ વિષેનું આત્મભાન એ જ એકમાત્ર રસ્તો છે.૩ ભલીભાંતે જીવવા રહેવા જોઇએ તે કરતાં ...Read More

16

ગ્રામ સ્વરાજ - 16

૧૬ ખેતી અને પશુપાલન - ૩ સહકાર એક મોટો પ્રશ્ન એ ઊઠયો કે ... ગોપાલન વૈયક્તિક હોય કે સામુદાયિક મેં અભિપ્રાય આપ્યો કે સામુદાયિક થયા વિના ગાય અને, તેથી, ભેંસ પણ - બચી શકશે જ નહીં. દરેક ખેડૂત પોતાના ઘરમાં ગાયબળદ રાખી તેનું પાલન સારી રીતે અને શાસ્ત્રીય પદ્ધતિએ કરી શકે નહીં. ઘણાં કારણોમાં વ્યક્તિગત પાલન પણ ગોવંશની ક્ષતિ થવામાં એક કારણ છે. એ ભાર વ્યક્તિગત ખેડૂતની શક્તિ ઉપરાંતનો છે. હું તો ત્યાં સુધી કહું છું કે દરેક કાર્યમાં આજે જગત સામુદાયિક શક્તિસંગઠન તરફ જઇ રહ્યું છે. એ સંગઠનનું નામ સહકાર. ઘણી ચીજો આજે સહકારથી થાય છે. આપણા દેશમાંં ...Read More

17

ગ્રામ સ્વરાજ - 17

૧૭ ખેતી અને પશુપાલન - ૪ ખાતર કૉંમ્પોસ્ટ ખાતર સાર્વજનિક પ્રચારાર્થે શ્રી મીરાંબહેનની પ્રેરણાથી ને ઉત્સાહથી દિલ્હીમાં આ માસમાં ’૪૭) એક સભા બોલાવવામાં આવી હતી. તેમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રમુખ હતા. સરદાર દાતારસિંહ, ડૉં આચાર્ય વગેરે આ કામના વિશારદ એકઠા થયા હતા. તેઓએ ત્રણ દિવસના વિચારવિનિમય પછી કેટલાક અગત્યના ઠરાવ પસાર કર્યો છે. તેમાં શહેરોમાં ને સાત લાખ ગામડાંમાં શું કરવું તે બતાવ્યું છે. શહેરોમાં અને ગામડાંઓમાં થતા મનુષ્યના ને અન્ય પ્રાણીઓના મળનું, શહેર કે ગામડાંના કચરા, ચીંથરાં, કૂચા, કારખાનાંઓમાંથી નીકળતા મેલનું મિશ્રણ કરવાની કરવામાં આવી છે. આ ખાતે એક નાનકડી પેટા સમિતિ બનાવવામાં આવી છે. જો આ ઠરાવ માત્ર ...Read More

18

ગ્રામ સ્વરાજ - 18

૧૮ ખેતી અને પશુપાલન - ૫ ખોરાકની તંગીનો સવાલ અનાજની તંગી કુદરતી અગર માણસની ભૂલોને કારણે પડેલા દુકાળનો અને પેદા થતા ભૂખમરાને કારણે કરોડોનો નહીં તો લાકોનાં મરણનો અનુભવ હિંદને પહેલાંયે થયેલો છે. હું માનું છું કે, કોઇ પણ સુવ્યવસ્થિત સમાજમાં પાણીના અને અનાજના દુકાળનો સફળતાથી ઇલાજ કરવાનો સમાજમાં પાણીના અને અનાજના દુકાળનો સફળતાથી ઇલાજ કરવાનો બંદોબસ્ત હમેશાં આગળથી કરી રાખવામાં આવેલો હોય. પણ સુવ્યવસ્થિત સમાજનું અને તેવો સમાજ આ બાબતમાં કેવી ઢબે કામ લે તેનું વર્ણન કરવાનો આ અવસર નથી. ઠીકઠીક સફળતાની આશા રાખી આજે કે નહીં એટલું જ આજે તો વિચારવાનું છે. મને લાગે છે આપણે એવો ...Read More

19

ગ્રામ સ્વરાજ - 19

૧૯ ખાદિ અને હાથકાંતણ ખાદી એટલે દેશના બદા વતનીઓની આર્થિક સ્વતંત્રતા તેમ જ સમાનતાની શરૂઆત. પણ કોઇ વસ્તુ કેવી તે વાપરવાથી જણાય. ઝાડનું પારખું તેનાં ફળથી થાય. તેથી હું જે કંઇ કહું છું તેમાં સાચી વાત કેટીલ છે તે દરેક સ્ત્રીપુરુષ જાતે અમલ કરીને શોધી લે. વળી ખાદીમાં જે જે બાબતો સમાયેલી છે તે બધી સાથે ખાદીનો સ્વીકાર કરવો જોઇએ. ખાદીનો એક અર્થ એ છે કે, આપણે દરેકે પૂરેપૂરી સ્વદેશી વૃત્તિ કેળવવી જોઇએ ને રાખવી જોઇએ; એટલે કે જીવનની સઘળી જરૂરિયાતો હિંદમાંથી અને તેમાંય આપણાં ગામડાંઓમાં રહેનારી આમજનતાની મહેનત તથા બુદ્ધિથી નીપજેલી ચીજો વડે પૂરી કરી લેવાનો દૃઢ સંકલ્પ ...Read More

20

ગ્રામ સ્વરાજ - 20

૨૦ બીજા ગ્રામોદ્યોગો ગ્રામોદ્યોગ શા માટે ? ૧૯૨૦માં હુંસ્વદેશીની પ્રવૃત્તિનું પગરણ માંડવાવી તૈયારી કરી રહ્યો હતો તેવામાં મારે ફાઝલભાઇની વાત થયેલી. એ ચતુર રહ્યા એટલે મને કહ્યું, ‘તમે મહાસભાવાદીઓ અમારા માલની જાહેરાત કરનાર એજન્ટ બનશો તો અમારા માલના ભાવ વધારવા ઉપરાંત દેશને બીજો કશો લાભ તમે નહીં કરી શકો.’ એમની દલીલ સાચી હતી. પણ મેં એમને કહ્યું કે, ‘હું તો હાથે કાંતેલીવણેલી ખાદીને ઉત્તેજન આપવાનો છું. એ ઉદ્યોગ પડી ભાગ્યા જેવો છે, પણ જો કરોડો ભૂખે મરતાં બેકાર માણસોને કંઇક ઉદ્યમ આપવો હોય તો એ ઉદ્યોગને સમજીવન કર્યે જ છૂટકો છે.’ એ સાંભળીને તેઓ શાંત થયા. પણ ખાદી એ ...Read More

21

ગ્રામ સ્વરાજ - 21

૨૧ ગામડાનો વાહનવહેવાર ગાડાના પક્ષમાં વડોદરાવાળા શ્રી ઇશ્વરભાઇ અમીને મને પશુબળ વિ૦ યંત્રબળ વિશે લાંબી નોંધ મોકલી છે. એમાંથી ભાગ હું નીચે આપું છું : “ખેતરોમાં કે ટૂંકા અંતરના કામમાં બળદો યાંત્રિક બળ કરતાં મોંઘા નથી પડતા. અને તેથી ઘણીખરી બાબતોમાં તે યંત્રો સાથે હરીફાઇ કરી શકે છે. અત્યારે તો લોકોનો ઝોક યાંત્રિક બળ તરફ વળતો જાય છે અને પશુબળની અવગણના થતી જાય છે.” “આપણે એક બળદગાડાનો દાખલો લઇએ. તેમાં ગાડાના સો રૂપિયા અને બળદની જોડના બસો રૂપિયા ખરચ આવે છે. આ બળદો બંગાળી સો મણ ભાર ભરેલું ગાડું, ગામડાના ખાડાખૈયા ને દડવાળા રસ્તા ઉપર રોજના પંદર માઇલ ખેંચી ...Read More

22

ગ્રામ સ્વરાજ - 22

૨૨ નાણું, વિનિમય અને કર મારી યોજનામાં ચલણી નાણું તે ધાતું નથી પણ શ્રમ છે. જે શ્રમ કરી શકે એ નાણું મળે છે, તેને ધન પ્રાપ્ત થાય છે. તે પોતાના શ્રમનું રૂપાંતર કાપડમાં કરે છે, અનાજમાં કરે છે. તેને જો પૅરૅફીન તેલ જોઇએ ને એ તેનાથી પેદા ન થઇ શકતું હોય તો તે પોતાની પાસેનો વધારવાનો દાણો આપીને સાટે તેલ લેશે. એમાં શ્રમનો સ્વતંત્ર, ન્યાયી, અને સમાનભાવે વિનિમય છે; તેથી તે લૂંટ નથી. તમે વાંધો લેશો કે આ તો પાછા છેક જૂના જમાનાની માલનું સાટું કરવાની રીત પર આવ્યા. પણ આખો આંતરરાષ્ટ્રીય વેપાર સાટાની પદ્ધતિ પર ગોઠવાયેલો નથી ?૧ ...Read More

23

ગ્રામ સ્વરાજ - 23

૨૩ ગ્રામસફાઇ મજૂૂરી ને બુદ્ધિ વચ્ચે ફારગતી થઇ છે તેથી ગુનો ગણાય તેટલી હદ સુધી આપણાં ગામડાંઓ તરફ આપણે થયા છીએ. એટલે શોભીતાં અને રળિયામણાં નાનાં નાનાં ગામો ઠેર ઠેર પથરાયેલાં હોય બધાં, ગામોમાં પેસતી વખતે જે અનુભવ થાય છે તેનાથી આનંદ ઊપજતો નથી. ભાગોળે જ આજુબાજુ એવી ગંદકી હોય છે ને તેમાંથી એવી બદલો ઊઠે છે કે ઘણી વાર ગામમાં પેસનારને આંખ મીંચી જવી પડે છે ને નાક દબાવવું પડે છે. મોટા ભાગ સહાસભાવાદીઓ ગામડાંના વતનીઓ હોવા જોઇએ. તેમ હોય, તો તેમણે આપણાં ગામડાંઓને બધી રીતે ચોખ્ખાઇના નમૂના બનાવવાં જોઇએ. પણ ગામડાંના લોકોના નિત્ય એટલે કે રોજેરોજના જીવનમાં ...Read More

24

ગ્રામ સ્વરાજ - 24

૨૪ ગામડાનું આરોગ્ય જે સમાજ સુવ્યસ્થિત છે તેમાં સૌ શહેરીઓ તંદુરસ્તીના નિયમોને જાણે છે ને તેમનો અમલ કરે છે. તો એ વાત નિર્વિવાદ સાબિત થઇ છે કે તંદુરસ્તીના નિયમોનું અજ્ઞાન અને ને નિયમોને પાળવાની બેદરકારી એ બેમાંથી જ માણસજાતને જે જે રોગો જાણીતા થયેલા છે તેમાંના ઘણાખરા થાય છે. આપણે ત્યાંનું મરણનું વધારે પડતું મોટું પ્રમાણ બેશક ઘણે ભાગે આપણા લોકોનાં શરીરોને કોતરી ખાતી ગરીબીનું પરિણામ છે પણ તેમને તંદુરસ્તીના નિયમોની કેળવણી બરાબર આપવામાં આવે તો એ પ્રમાણ ઘણું ઘટાડી શકાય. મન નીરોગી તો શરીર નીરોગી એ સામાન્યપણે માણસજાતને માટેનો પહેલો કાયદો છે. નીરોગી શરીરમાં નિર્વિકારી મન વસે છે ...Read More

25

ગ્રામ સ્વરાજ - 25

૨૫ ખોરાક હવાપાણી વિના મનુષ્ય જીવી જ નથી શકતો એ ખરું, પણ મનુષ્યનો નિર્વાહ તો ખોરાકથી જ થઇ શકે. એનો પ્રાણ છે. ખોરાક ત્રણ જાતનો કહેવાય : માંસાહાર, શાકાહાર, ને મિશ્રાહાર અસંખ્ય માણસા મિશ્રાહારી છે. માંસમાં માછલાં અને પક્ષીઓનો સમાવેશ થાય છે. દૂધને કોઇ પણ રીતે આપણે શાકાહરમાં નથી ગણી શકતા. તેમ લૌકિક ભાષામાં એ કદી માંસાહારમાં નથી ગણાતું, સ્વરૂપે તો એ માંસનું જ એક રૂપ છે. જે ગુણ માંસમાં છે તે ઘણે ભાગે દૂધમાં છે. દાકતરી ભાષામાં એની ગણતરી પ્રાણિજ ખોરાક-ઍંનિમલ ફ્રૂડ-માં કરવામાં આવા છે. ઇંડાં સામાન્ય રીતેમાંસમાં ગણાય છે. હકીકતમાં એ માંસ નથી. અને હાલ તો ઇંડાં ...Read More

26

ગ્રામ સ્વરાજ - 26

૨૬ ગ્રામસંરક્ષણ શાંતિસેના કેટલાક વખત પહેલાં મેં એક એવી શાંતિસેના સ્થાપવાની સુચના કરી હતી કે જેના સૈનિકો રમખાણો-ખાસ કરીને રમખાણો-ને શાંત કરવામાં પોતાના જાનને જોખમમાં નાખે. એમાં કલ્પના એ હતી કે આ સેનાએ પોલીસનું અને લશ્કરનું પણ સ્થાન લેવું જોઇએ. આ બહુ મોટી ફાળ ભરવા જેવી વાત લાગે છે. એ કલ્પનાની સિદ્ધિ કદાચ અશક્ય નીવડે. છતાં જો મહાસભાને તેની અહિંસક લડતમાં ફતેહ મેળવવી હોય તો તેણે એવી સ્થિતિને શાંતિમય ઉપાયોથી પહોંચી વળવાની શક્તિ કેળવવી જોઇએ. એટલે આપણે જોઇએ કે મેં કલ્પેલી શાંતિસેનાના સૈનિકમાં કેવા કેવા ગુણો હોવા જોઇએ. (૧) એ પુરુષ કે સ્ત્રી સૈનિકમાં અહિંસાને વિષે જીવતીજાગતી શ્રદ્ધા હોવી ...Read More

27

ગ્રામ સ્વરાજ - 27

૨૭ ગ્રામસેવક આદર્શ ગ્રામસેવક આજ મારે તમને તમારા ભાવિ કાર્ય અને જીવનના આદર્શ વિષે કહેવું છે. જે અર્થમાં આજે બનાવવા તમે અહીં નથી આવ્યા. આજ તો માણસની કિંમત પૈસાથી થાય છે અને એનું ભણતર બજારમાં વેચાણની ચીજ બન્યું છે. એ ગજ જો તમે મનમાં લઇને અહીં આવ્યાહો, તો તો તમારે માટે નિરાશા જ લખાયેલી છે જાણજો. અહીંથી ભણીને નીકળો ત્યારે તમારે માટે રૂ. ૧૦થી પ્રાંરભ થશે ને તે જ આખર સુધી હશે. મોટી પેઢીના મૅનેજર કે મોટા અમલદારના પગાર જોડે તમે એને ના સરખાવતા.’ આપણે તો ચાલુ ધોરણો જ બદલવાનાં છે. અમે તમને એ ધોરણની કોઇ કૅરિયરનું વચન નથી ...Read More

28

ગ્રામ સ્વરાજ - 28 - છેલ્લો ભાગ

૨૮ સરકાર અને ગામડાં સરકાર શું કરી શકે હવે, હાથમાં અધિકાર આવ્યો છેત્યારે, કૉંગ્રેસ પ્રધાનો ખાદી ને ગ્રામઉદ્યોગને ઉત્તેજન સારુ શું કરવાના છે, એવો પ્રશ્ન વાજબી ગણાય. હું તો એ પ્રશ્ન માત્ર કૉંગ્રેસી પ્રાંતને નહીં પણ બધા પ્રાંતને લાગું કરું. ગરીબાઇ, કરોડોની ગરીબાઇ, બધા પ્રાંતોમાં સરખી છે, અને તેથી તેને દૂર કરવાના ઇલાજો, આમજનતાનો વિચાર રાખીએ તો, બધા પ્રાંતોમાં સમાન હોય, અ. ભા. ચ. સંઘ અને અ. ભા. ગ્રા. સંઘનો એ અનુભવ છે. એવી સૂચના પણ આવી છે કે, આ કાર્યને સારું એક સ્વતંત્ર પ્રધાન આખો સમય એમાં સહેજે રોકાય. હું પોતે એવી સૂચના કરતાં ડરું છું, કારણ કે ...Read More