સફરના સાથી

(674)
  • 46.4k
  • 94
  • 24.4k

વિવાન આજે  બહુ ખુશ હતો કારણ કે આજે તેનો કોલેજ માં પહેલો દિવસ હતો. સાથે થોડી ચિંતા પણ હતી કોલેજ ના નવા વાતાવરણ મા સેટ થવાનું અને  ઘર થી દુર પણ રહેવાનું. એનુ મુખ્ય કારણ એ હતું એણે રિશફલિન્ગ મા આણંદ માં એક ફાર્મસી  કોલેજ માં એડમિશન લીધું હતુ. એટલે ક્લાસ માં બધા સ્ટુડન્ટસ ના ગૢપ બની ગયા હોય.    આજે હોસ્ટેલમાં પણ બીજો જ દિવસ હતો. ગઈ કાલે બપોરે જ તે આવ્યો હતો. જો કે ત્યાં એક તેના સંબંધી નો દિકરો હતો એટલે હોસ્ટેલ માં તો વાધો ના આવ્યો.   તે સવારે વહેલા ઉઠી ને તૈયાર થઈ ગયો. ને પછી

Full Novel

1

સફરના સાથી ભાગ -1

વિવાન આજે બહુ ખુશ હતોકારણ કે આજે તેનો કોલેજ માં પહેલો દિવસ હતો. સાથે થોડી ચિંતા પણ હતી કોલેજ નવા વાતાવરણ મા સેટ થવાનું અને ઘર થી દુર પણ રહેવાનું. એનુ મુખ્ય કારણ એ હતું એણે રિશફલિન્ગ મા આણંદ માં એક ફાર્મસી કોલેજ માં એડમિશન લીધું હતુ. એટલે ક્લાસ માં બધા સ્ટુડન્ટસ ના ગૢપ બની ગયા હોય. આજે હોસ્ટેલમાં પણ બીજો જ દિવસ હતો. ગઈ કાલે બપોરે જ તે આવ્યો હતો. જો કે ત્યાં એક તેના સંબંધી નો દિકરો હતો એટલે હોસ્ટેલ માં તો વાધો ના આવ્યો. તે સવારે વહેલા ઉઠી ને તૈયાર થઈ ગયો. ને પછી ...Read More

2

સફરના સાથી ભાગ -2

(વિવાન અને સુહાની ની દોસ્તી હવે ગાઢ બની ગઈ છે. બંને એક બીજા સાથે બહુ જ સારૂ ફીલ કરે એક્ઝામ નજીક હતી. ઈન્ટરન્લ એક્ઝામ હતી પણ તેના માકસૅ ફાઈનલ માં ગણાતા હતા તેથી બધાં મન લગાવી ને મહેનત કરવા લાગ્યા હતા. બંને લાયબ્રેરી માં બેસી વાચતા એકબીજા ને ના આવડે તો શીખવતા. વિવાન ને મેથ્સ માં થોડી તકલીફ પડતી. જયારે સુહાની નુ મેથ્સ પાવરફુલ હતું. તેથી તે વિવાન ની સાથે બેસી ને તેને શીખવતી . એક વાર સુહાની એને એક દાખલો શીખવાડતી હતી ત્યારે વિવાન તેને એકીટશે જોઈ રહ્યો હતો. જાણે આખો તેના માં ખોવાઈ જ ગયો હતો. સુહાની ...Read More

3

સફરના સાથી ભાગ- 3

ફાઈનલી આજે એન્યુઅલ ડે નો દિવસ આવી ગયો છે. બધા બહુ જ ખુશ છે બધા સ્ટુડન્ટસ અને લેક્ચરરસ પણ ગયા છે. અને બધા પાર્ટીસિપન્ટ પણ લગભગ તૈયાર થઈ ગયા છે. ત્યાં જ માઈક માં હેલ્લો... હેલ્લો... નો અવાજ આવે છે અને પ્રોગ્રામ શરૂ થાય છે!! પહેલા પ્રેયર ને શરૂ થાય છે અને વારાફરતી એક એક બધા પ્રોગ્રામ શરૂ થાય છે. .......હવે બે ઈવેન્ટ પછી વિવાન એ લોકોનો કપલ ડાન્સ હોય છે એટલે બધા બહાર આવે છે. ત્યાં વિવાન સુહાની ને જુએ છે તો તેનું દિલ જાણે એક મિનિટ માટે ધડકવા નુ બંધ થઈ જાય છે. તેની આંખો એક ...Read More

4

સફરના સાથી ભાગ -4

સુહાની હજુ સુધી બધું શાંતિથી સાભળતી હતી પણ પછી તે એકદમ રડવા લાગી. અને તેને વિવાન ના ખોળામાં માથું દીધું. વિવાન થોડો ગભરાઈ ગયો. એને થયું મે કહ્યુ એટલે તે રડવા લાગી. મારા કારણે તે રડી. પછી તેને પાણી આપીને શાંતિ થી પુછે છે. તેના અચરજ ની વચ્ચે સુહાની કહે છે "વિવાન આઈ લવ યુ ટુ સો મચ...." મારું પણ તારા વિના રહેવું શક્ય નથી..... પણ ....આપણુ સાથે રહેવું શક્ય નથી...મતલબ આપણા મેરેજ શક્ય નથી બકા. સુહાની કહે છે મારા ઘરેથી ક્યારેય આ મેરેજ માટે તૈયાર નહીં થાય...ખાસ કરીને મારા પપ્પા અને મારો ભાઈ. તે લવ મેરેજ અને એ ...Read More

5

સફરના સાથી ભાગ -5

......બે મહિના પછી, આજે બધા ને છેલ્લુ પેપર છે. પેપર પતે એટલે બધા ઘરે જવા માટે તૈયારી સાથે આવ્યા બધા ને સાથે દુઃખ પણ છે કોલેજ લાઈફ એન્જોય ની લાઈફ હવે પુરી જશે. અને ફરી હવે બધા ફ્રેન્ડસ ક્યારેય મળશે કે નહી એ પણ કોઈને ખબર નથી. આ બધા વચ્ચે વિવાન અને તેનું ગૃપ બધા પેપર પુરૂ થાય એટલે મળવાના છે. પેપર પુરુ થતા બધા મળે છે અને છુટા પડે છે. છેલ્લે સુહાની અને વિવાન એકલા મળે છે. બંને થોડા અપસેટ હોય છે કારણ કે હવે બે મહિના પછી સુહાની નુ લંડન જવાનું ફિકસ થઈ ગયું છે. જ્યારે વિવાન ...Read More

6

સફરના સાથી ભાગ -6

હવે બધા ફટાફટ ગાડીમાં બેસીને પાર્ટીપ્લોટ પર પહોંચે છે. બધા મોડા સુધી ગરબા અને ડાન્સ કરે છે. ત્યાં પણ અને સુહાની સાથે જ છે. હવે બધું પતી જાય છે એટલે વિવાન જ ગાડી લઈને એ લોકોને મુકવા જાય છે શિવાની સમજીને જ પાછળ ની સીટ પર બેસી જાય છે અને એ બંને ને આગળ બેસાડે છે. એ બંને ને ત્યાં ઘરે મુકીને વિવાન જવા નીકળે છે પણ એનુ જરા પણ મન નથી સુહાની ને છોડીને જવાનું. એટલે શિવાની હસતા હસતા કહે છે અહિયાં જ રોકાઈ જા જવાનું મન નથી તો એટલે વિવાન થોડો હસીને ફટાફટ ગાડી લઈને નીકળી જાય ...Read More

7

સફરના સાથી ભાગ -7

આજે સવાર થી જ વાતાવરણ ખરાબ હતું. એટલે જોબ પુરી થતા સુહાની ફટાફટ થોડીવાર વિવાન ને મળીને ઘરે જવા છે. તે લોકો એક કોફીશોપમાં કોફી પી ને નીકળતા હોય છે. ત્યાં એકાએક સ્નોફોલ ચાલુ થાય છે. બે કલાક સતત આવુ રહે છે. કોઈ ઘરે જઈ શકે તેમ નથી. તેના દીદી ને સુહાની ફોન કરીને જણાવે છે અને વિવાન પણ તેની સાથે જ છે એવુ કહે છે એટલે તેના દીદી ને થોડી શાંતિ થાય છે. એમ કરતાં રાતના અગિયાર વાગી જાય છે ત્યારે થોડું વાતાવરણ સારું થાય છે પણ હજુ એકદમ હજુ ક્લિયર નહોતું. અને વળી ત્યાથી વિવાન નુ ઘર ...Read More

8

સફરના સાથી ભાગ -8

વિવાન પુછે છે સુહાની આપણે તો તૈયાર થઈ ગયા પણ હવે તારા ઘરે થી માનશે?? સુહાની: આ વખતે હુ છુ. એ વખતે કદાચ મે કંઈ પ્રયત્ન કર્યા વિના જ તને ના પાડી દીધી હતી. પણ હવે હુ પાછી નહીં પડું. અત્યારે કદાચ ભાઈ તો ના નહિ પાડે કારણ કે મારા ભાઈએ એક વર્ષ પહેલાં જ અમારા કાસ્ટ ની છોકરી જોડે જ પણ લવ મેરેજ કર્યા છે. એટલે કદાચ તે આમાં બહુ ના નહિ પાડે આપણ ને સપોર્ટ કરશે. વિવાન : મારા ઘરે તો હુ વાત કરીશ લગભગ કંઈ પ્રોબ્લેમ નહી થાય. હવે તારા ઘરે પહેલાં કોને વાત કરીએ એ ...Read More

9

સફરના સાથી ભાગ - 9

હવે સુહાની ના દીદી ને લાગ્યું કે હવે સુહાની ની બાબત માં રાહ જોવા જેવી નથી. નહી તો બાજી જતી રહેશે તો સુહાની આખી જિંદગી ખુશ નહિ રહી શકે. એટલે તે તરત જ તેની મમ્મીને ફોન કરે છે અને તેના પપ્પા તેમની પાસે નથીને એવું કન્ફર્મ કરીને તેને સુહાની અને વિવાન ની બધી જ વાત કરે છે. બધી વાત સાંભળીને તેની મમ્મી કહે છે તેના પપ્પા કદાચ નહિ માને પણ આપણે સાથે મળીને સુહાની ની ખુશી માટે મનાવવા જ પડશે. આ બધી વાત થતી હોય છે ત્યારે સુહાની નો ભાઈ તેની મમ્મી ની પાછળ ઉભો હોય છે તે બધું ...Read More