એક પ્રેમ આવો પણ

(5)
  • 9.9k
  • 3
  • 5.1k

એય... એય... જલ્દી પેલી સ્કૂટી પાછળ ગાડી લે જલ્દી... " અર્જુને ગાડી ચલાવી રહેલા કાનજીને કહ્યું. "હા...પણ છે કોણ એ સ્કૂટી પર...” કાનજી કંઈક ચિડાઈ, બાઇક સ્કૂટી પાછળ લેતા બોલ્યો. "એ મને પણ નથી ખબર... બસ તું એની પાછળ જાવા દે ને હમણાં!" "સાલા ચિપો... આમ છોકરીઓનો પીછો ન કરાય! કંઈ શરમ જેવું બાકી પણ છે કે નહીં...એક તો પહેલાથી ત્રણ છોકરીઓને ગોળ ગોળ ફેરવે છે અને હવે પાછું આ..." “કાનજી ભાષણ આપવાનું બંધ કર...આવી વાતો તારા મોઢે નથી શોભતી. તું કેટલા પાણીમાં છું એ હું પણ જાણું જ છું... તું હમણાં સ્પીડ વધાર ને ભાઈ..." “હા ભાઈ... માન્યું કે તારું નામ અર્જુન અને મારું નામ કાનજી છે. પણ આ કળયુગ છે ભાઈ... અહીં કાન્હાએ રથ ધીરો જ હાંકવો પડે, સામે ટ્રાફિક તો જો. એક તો બાપા એ માંડ માંડ ગાડી અપાવી છે અને એમાં તારા ચક્કરમાં ક્યાંક ભરાઈ જાઉં તો... !” "તારી તો? ની તો કહું હમણાં મેં.. સ્પીડ વધાર ને ડફોળ!" કાનજીએ એક્સીલેટર પર સહેજ વધારે જોર કાઢ્યું અને ગાડી દોડાવી.

1

એક પ્રેમ આવો પણ - 1

“એય... એય... જલ્દી પેલી સ્કૂટી પાછળ ગાડી લે જલ્દી... " અર્જુને ગાડી ચલાવી રહેલા કાનજીને કહ્યું."હા...પણ છે કોણ એ પર...” કાનજી કંઈક ચિડાઈ, બાઇક સ્કૂટી પાછળ લેતા બોલ્યો."એ મને પણ નથી ખબર... બસ તું એની પાછળ જાવા દે ને હમણાં!""સાલા ચિપો... આમ છોકરીઓનો પીછો ન કરાય! કંઈ શરમ જેવું બાકી પણ છે કે નહીં...એક તો પહેલાથી ત્રણ છોકરીઓને ગોળ ગોળ ફેરવે છે અને હવે પાછું આ..."“કાનજી ભાષણ આપવાનું બંધ કર...આવી વાતો તારા મોઢે નથી શોભતી. તું કેટલા પાણીમાં છું એ હું પણ જાણું જ છું... તું હમણાં સ્પીડ વધાર ને ભાઈ..."“હા ભાઈ... માન્યું કે તારું નામ અર્જુન અને મારું ...Read More

2

એક પ્રેમ આવો પણ - 2

મેમ્બર બન્યું પણ આજે ત્રીજો દિવસ થઈ ગયો. પણ એના દર્શન જ દુર્લભ છે, આજે પણ આવશે કે ફેરો પડશે?” લાયબ્રેરી સામેના પાનના ગલ્લે ઊભા રહી સિગરેટના કશ મારતા મારતા અર્જુને કાનજીને પૂછયું.“મને શું ખબર લા... હું કંઈ એનો પી.એ થોડો છું! અને એ કંઈ આપણી જેમ ટાઈમપાસ માટે થોડી આવતી હશે. જોયા નહોતા કેટલા મોટા થોથા લઈ ગઈતી. એ વંચાઈ રહે ત્યારે આવે ને!" કાનજીએ મફતની સિગરેટની મજા મારતા જવાબ આપ્યો."બાય ધ વે, એ માંજરી આંખોવાળીનું નામ 'સિયા' છે હો" કાનજીએ હળવેકથી ધમાકો કર્યો.એ સાંભળી અર્જુનને ઝાટકો લાગ્યો. 'આ ટોપાને નામ કઈ રીતે જડ્યું?' આ પ્રશ્ન અર્જુનની ફાટી ...Read More

3

એક પ્રેમ આવો પણ - 3

બીજા દિવસે અર્જુન અને કાનજીને લાયબ્રેરી પહોંચવામાં મોડું થયું, અને બીજી તરફ સિયાએ લાયબ્રેરી પહોંચ્યા બાદ રેસ્ટોરા મિટિંગની વાત મિતાલીની ઝાટકણી કાઢી-“દેખ મિતાલી, તને કાનજીએ રિકવેસ્ટ કરી કે અર્જુનનું સ્મોકિંગ છોડાવવા એ કંઈક કરવા માંગે છે... અને તે મને એમાં મદદ કરવા માટે કહ્યું... અને તારા કહેવા પર મેં એને બુક પણ સજેસ્ટ કરી, કારણકે કાલે એને સ્મોક કરતા જોઈ મને પણ લાગ્યું કે મારે એને મદદ કરવી જોઈએ... પણ આજે! આજે તું મને જોડે રેસ્ટોરાંમાં લઇ જવાની વાત કરે છે... ! હદ છે यार..!""સિયા... સિયા... શાંત થા યાર... ઇટ્સ નોટ અ બિગ ડીલ !""યા..યા... સ્યોર ડિયર ! અને ...Read More

4

એક પ્રેમ આવો પણ - 4

"કેમ છો કાકા?" કાનજીએ અર્જુનના બંગલા બહાર ચોકીદારીનું કામ કરતા કાકાને પૂછ્યું."બસ મજામાં.” એમણે ગેટ ખોલતાં, જવાબ આપ્યો.મોટા લોખંડના અંદર પ્રવેશ લઈ કાનજી અર્જુનના મુખ્ય દરવાજે પહોંચ્યો.ડોરબેલ વગાડી અને નોકરે આવીને દરવાજો ખોલ્યો. અંદર મોટા આલીશાન દિવાનખંડમાં અર્જુનના મમ્મી સોફા પર બેઠા મેગેઝીન વાંચી રહ્યા છે."કેમ છો આન્ટી? અને અર્જુન ક્યાં?" કાનજી એ પૂછ્યું."ઓહ...કાનજી... આવ, આવ! હું તો મજા માં જ છું...તું બોલ, ક્યાં ખોવાઈ ગયો'તો, ઘણા દિવસે આવ્યો !""હા... હમણાં કોલેજમાં સબમિશન ચાલે છે એટલે એમાં વ્યસ્ત હોઉં છું...અર્જુન એના રૂમમાં છે?”“ઓહ યસ, યસ...એ ત્યાં જ છે. છેલ્લા ચાર મહિનાથી જ્યારથી લાયબ્રેરીનો સદસ્ય બન્યો છે ત્યારથી બસ વાંચવાની ...Read More