માંન્યાની મઝિલ

(96)
  • 60.2k
  • 11
  • 36k

માન્યા,આજે તો તારે મારી સાથે આવવું જ પડશે, તું ગમે તેટલી ના પાડીશ કે બહાના બનાવીશ આજે તો હું તને મારી સાથે લઇને જ જઈશ. પ્લીઝ માન્યા , તું મારી બેસ્ટ ફ્રેન્ડ હોય તો આજે તું મને ના નહિ પાડે. પિયોની માન્યાને તેની સાથે લઈ જવા માટે જીદ કરી રહી હતી. માન્યા અને પિયોનિ બેસ્ટ ફ્રેન્ડ હતા.આમ તો આ બનેની ફ્રેન્ડશિપની શરૂઆત થોડા મહિનાઓ પેલા જ થઈ હતી પણ બહુ જલદી બને એકબીજા સાથે હળી બળી ગયા હતા. એકબીજા ના કપડા શેર કરવાથી લાઇન બને વચ્ચે બધા જ સિકેટ્સની આપ- લે થતી. સમય હતો બનેની બોર્ડ એકઝામ પત્યા પછીનો. 12માં ધોરણની પરીક્ષા પત્યા બાદ માન્યા અને પિયોની આખો દિવસ સાથે જ રહેતા. કયા તો પિયોનીએ માન્યાના ઘરે ધાબા નાખ્યા હોય. નહિ તો માન્યા આખો દિવસ પિયોનીના ઘરે રહેતી હોય. બનેને જોઈને જાણે એવું જ લાગતું હતું કે બને ફ્રેન્ડસ કમ સિસ્ટેર વધારે છે. દરેક વિદ્યાર્થીઓની જેમ આ બને પણ 12માની પરીક્ષા પતવાની રાહ જોતા હતા. જોકે, માંન્યાનો ઈરાદો તો પરીક્ષા પત્યા પછી રિલેક્સ થવાનો અને મામાના ઘરે રહેવા જવાનો હતો પણ પિયોનીના મનમાં કંઈક જુદી જ રમત ચાલી રહી હતી. છેલ્લા ઘણાય સમયથી તેના મનમાં કંઈક એક વિચાર ઝબકયો હતો.જેને અમલમાં મુકવા માટે તે પરીક્ષા પતવાની રાહ જોઈ રહી હતી. આખરે પરીક્ષા પતિ ગઈ અને પોતાના વિચારને અમલમાં મુકવા માટે આજે પિયોની માન્યાને પોતાની સાથે આવવા માટે કનવીન્સ કરી રહી હતી.

1

માંન્યાની મઝિલ ચેપ્ટર - 1

માન્યા,આજે તો તારે મારી સાથે આવવું જ પડશે, તું ગમે તેટલી ના પાડીશ કે બહાના બનાવીશ આજે તો હું મારી સાથે લઇને જ જઈશ. પ્લીઝ માન્યા , તું મારી બેસ્ટ ફ્રેન્ડ હોય તો આજે તું મને ના નહિ પાડે. પિયોની માન્યાને તેની સાથે લઈ જવા માટે જીદ કરી રહી હતી. માન્યા અને પિયોનિ બેસ્ટ ફ્રેન્ડ હતા.આમ તો આ બનેની ફ્રેન્ડશિપની શરૂઆત થોડા મહિનાઓ પેલા જ થઈ હતી પણ બહુ જલદી બને એકબીજા સાથે હળી બળી ગયા હતા. એકબીજા ના કપડા શેર કરવાથી લાઇન બને વચ્ચે બધા જ સિકેટ્સની આપ- લે થતી.સમય હતો બનેની બોર્ડ એકઝામ પત્યા પછીનો. 12માં ધોરણની ...Read More

2

માંન્યાની મઝિલ ચેપ્ટર - 2

મારી આટલી નાની જીદમાં પણ મારી બેસ્ટ ફ્રેન્ડ મારો સાથ નથી આપતી. ભગવાને મારી સાથે જ કેમ આવું કર્યું!! પ્રેમ તો હું પામી નથી શકી. એક મારી દિલોજાન બેસ્ટ ફ્રેન્ડ છે એ પણ મારા અરમાનો પૂરા નથી કરતી. હવે મારે કોની પર મારો હક જતાવવાનો?' પિયોની માન્યાની સામે દયામણો ચહેરો બનાવતા બોલી. ‘આને કહેવાય ઇમોશનલ અત્યાચાર. તૌબા તેરા જલ્લા...તોબા તેરા પ્યાર...તેરા ઇર્મોશનલ અત્યાચાર.' માન્યા પણ મૂડમાં આવી ગઈ અને તેણે પણ સામે પિયોનીની જેમ જ ડ્રામા કર્યો. માન્યાના મોઢે આ ગીત સાંભળી બંને બેસ્ટ ફ્રેન્ડ્સ ખડખડાટ હસવા લાગ્યા. (પિયોનીના મમ્મી-પપ્પાના ડિવોર્સ થઈ ગયા હતા અને બાળપણથી જ તે તેના ...Read More

3

માંન્યાની મઝિલ ચેપ્ટર - 3

માન્યા...માન્યા...જલ્દી બહાર આવ.' પિયોની એક્ટિવાના હોર્ન વગાડતા બોલી, હા આવી. ચાલો મેડમ ઉપાડો તમારી સવારી.' માન્યા પિયોનીના એક્ટિવા પાછળ અને પિયોનીએ હેલિકોપ્ટરની માફક એક્ટિવા ઉડાડ્યું. 'માન્યા, તું નહીં માને આજે હું બહુ જ ખુશ છું. ફાઇનલી આપણે ફેસબુકની દુનિયામાં એન્ટર થઈ રહ્યા છીએ.' 'આપણે નહીં, ખાલી તું જ.' માન્યા બોલી. 'હા મારી અમ્મા, હું બસ પણ સૌથી સારી વાત એ છે કે આમાં તું મારી સાથે છે. એ પણ મારી આટલી આજીજી પછી. પોતાના વિચારેલા આઈડિયા પર પિયોની મનમોમન હસવા લાગી. “મને ખબર હતી કે તું છેલ્લે તો તારી જીદ પુરી કરાવીને જ રહેવાની છે. તો ના પાડવાનો તો ...Read More

4

માંન્યાની મઝિલ ચેપ્ટર - 4

'શું નવા જુની થઈ હશે મારા ફેસબુકમાં? કોની-કોની રીક્વેસ્ટ આવી હશે? મારુ ફેસબુક અકાઉન્ટ જોઈને પેલી નિત્યા અને વૈષ્પી બળીને ખાખ થઈ ગયા હશે. અત્યાર સુધી તેમણે મને કેટલી વાર સંભળાવ્યું હતું કે તું અમારા સ્ટાન્ડર્ડની નથી કારણ કે તારું ફેસબુક અકાઉન્ટ નથી પણ હવે એ બધા ફેસબુક ઉપર મારું અકાઉન્ટ જોઈને શૉક થઈ ગયા હશે. કાશ મારી પાસે ઘરમાં ઇન્ટરનેટ હોત તો હું અત્યારે જ જોઈ લેત કે કોણે-કોણે મને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી છે? આ બધા વિચારોમાં ને વિચારોમાં રાતના 3 વાગી ગયા હતા પણ પિયોની હતી કે ન તો આજે તેને ઊંઘ આવતી હતી કે ન તો ...Read More

5

માંન્યાની મઝિલ ચેપ્ટર - 5

પિયોની ઘરે આવી ગઈ પણ હજી તેના મગજમાંથી અંશુમનની તસવીર હટતી નહોતી. અંશુમને જાણે પિયોની પર જાદૂ કરી દીધો આટલી હોટ પર્સનાલિટી તેણે લાઇફમાં ક્યારેય નહોતી જોઈ. ઘરે આવ્યા બાદ તેને પસ્તાવો થઈ રહ્યો હતો કે કાશ તેણે અંશુમનની ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી હોત પણ તે અકાઉન્ટ માન્યાનું હોવાથી તે તેને પૂછ્યા વગર કરવા ઈચ્છતી નહોતી. જોકે, તેને પૂરી ખાતરી હતી કે માન્યા આવા કોઈ અજાણ્યા યુવકની ફ્રેન્ડ રીક્વેસ્ટ ક્યારેય એક્સેપ્ટ નહીં કરે અને ના તો તેને કરવા દેશે. તેમ છતાં પિયોની એક ચાન્સ લેવા માંગતી હતી.બપોરે 3 વાગ્યે માન્યા એમ પણ પિયોનીના ઘરે આવવાની હતી. ત્યારે પિયોનીએ ...Read More

6

માંન્યાની મઝિલ ચેપ્ટર - 6

સવારે 11 વાગ્યે પિયોની ઉઠીને નીચે ગઈ ત્યાં તો તેણે જોયું કે ઘરમાં ઇન્ટરનેટની લાઇન લાગી ગઈ હતી. ઘરમાં તો હતું જ તેથી તેણે કંપનીના માણસ પાસેથી ઇન્ટરનેટ વાપરવા માટેનું યુઝર આઇડી લઈ લીધું અને પાસવર્ડ રાખીને તે કનેક્ટ પણ કરી દીધું. એટલામાં તો નાનીમાંએ તેને નાસ્તો કરવા માટે બૂમ પાડી, નાસ્તો કર્યા બાદ ફટાફટ નાહી ધોઇને જ્યારે પિયોની નીચે આવી તો નાનીમાંએ તેના હાથમાં મોબાઇલ લાવવા માટે આરવે આપેલા પૈસા મૂકી દીધા. જે જોઈને પિયોની તો ખુશીના મારે નાનીમાં સાથે ડાન્સ કરવા લાગી. “અરે...અરે..બેટા પડી જઈશ હું.' નાનીમાં પડતાં-પડતાં બચ્યા. નાનીમાં, આજે હું બહુ એટલે બહુ જ ખુશ ...Read More

7

માંન્યાની મઝિલ ચેપ્ટર - 7

રાત્રે સુતી વખતે પણ પિયોનીના મગજમાં એ જ વિચારો ચાલી રહ્યા હતા કે તે અંશુમનની ડિમાન્ડ કેવી રીતે પૂરી ફેસબુક ઉપર થયેલી 2 કલાકની ચેટમાં પિયોની માટે અંશુમન એટલો ઇમ્પોર્ટન્ટ બની ગયો હતો કે તેની આ માંગ પૂરી કરવાના વિચારમાં તેણે બીજા બે કલાક કાઢી નાંખ્યા હતા. પોતાના કિંગ સાઇઝ બેડમાં સુતા-સુતા છેલ્લા 2 કલાકથી તે અંશુમનના વિચારોમાં ખોવાયેલી હતી. દરેક પાસે પોતાની જીદ મનાવડાવતી પિયોની આજે કોઈ બીજાની જીદ પૂરી કરવા માટે તલપાપડ થઈ ગઈ હતી. જોકે, અંશુમન પિયોની માટે હવે કોઈ બીજો ક્યાં રહ્યો હતો!! પિયોનીની લાઇફમાં પોતાના કહેવાતા બહુ ઓછા હતા. જેમાં એક અંશુમનની એન્ટ્રી થવા ...Read More

8

માંન્યાની મઝિલ ચેપ્ટર - 8

રાત્રે 12 વાગ્યા અને આજનો આખો દિવસ પતી ગયો પણ અંશુમન તરફથી કોઈ રિપ્લાય નહોતો આવ્યો. આખો દિવસ પિયોનીએ ચાલુ રાખીને માન્યાનું ફેસબુક અકાઉન્ટ ખુલ્લું રાખ્યું હતું કે કદાચ કોઈક ક્ષણે અંશુમનનો મેસેજ આવી જાય તો તુરંત રિપ્લાય કરી શકે પણ તેની બધી આશા પર પાણી ફરી વળ્યું. પિયોની પાસે અંશુમનને કોન્ટેક્ટ કરવાનો બીજો તો કોઈ ઓપ્શન હતો નહીં, તેથી તે દિગમૂઢ બનીને છેલ્લા 4 કલાકથી સતત કમ્પ્યૂટરની સામે બેસી રહી હતી. આખરે તેની આંખોએ પણ હાર માની અને મગજે વિચારવાનું બંધ કર્યું. કમ્પ્યૂટર બંધ કરીને તે પથારીમાં પડી. તે આજે મનથી એટલી થાકી ગઈ હતી કે પડતાંની સાથે ...Read More

9

માંન્યાની મઝિલ ચેપ્ટર - 9

પિયોનીને આજે સુકુનભરી ઊંઘ આવી ગઈ કારણ કે, આજે મને ભરીને તેણે અંશુમન સાથે વાતો કરી હતી. પિયોનીએ અંશુમનને ચાર્મિંગ મેનનું ટાઈટલ પણ આપી દીધું હતું તો સામે અંશુમને પણ માન્યા ઉર્ફ પિયોનીને હોટેસ્ટ ગર્લ કહીને તેનું દિલ જીતી લીધું હતું. ટૂંકમાં બંને વચ્ચે મજાક મસ્તીની સાથે એકબીજા સાથે ફ્લર્ટ કરવાની શરૂઆત પણ થઈ ગઈ હતી. બંને યુવાન હતા. પિયોની 12મા ધોરણની પરીક્ષા પાસ કરીને કોલેજના ઉંબરે પગ મૂકવાની હતી જ્યારે અંશુમન ઓલરેડી એક સાયન્સ કોલેજના બીજા વર્ષમાં ભણતો હતો. તે હેન્ડસમ હતો. ડેશિંગ હતો. કોલેજમાં ભણતા અંશુમનની પર્સનાલિટી જ કંઈક એવી હતી કે છોકરીઓ તેને જોઈને અંજાઈ જતી. ...Read More

10

માંન્યાની મઝિલ ચેપ્ટર - 10

પિયોની તું મારાથી કંઈ છુપાવતી તો નથી ને?' `માન્યા હું તારાથી શું છુપાવવાની હતી યાર?' પિયોની એક્સપ્રેશન બદલતા બોલી, મને નથી ખબર કે તું મારાથી શું છુપાવે છે? પણ હા, એ મેં નોટિસ કર્યું કે તે તારો મોબાઈલ ફોન સાઇડ ટેબલના ખાનામાં મૂકી દીધો. પિયોનીની ચોરી પકડાઈ જતા તે માન્યા સામે ઝંખવાણી પડી ગઈ પણ પિયોની તો પહેલેથી છે જ એક્સપ્રેશન ક્વીન. તેથી તેણે ફટાક દઈને પોતાના ચહેરાના હાવભાવ બદલી નાંખ્યા અને સિચ્યુએશન હેન્ડલ કરવાનો ટ્રાય કર્યો. 'માન્યા આર યુ મેડ? હું તારાથી કંઈ છુપાવું એવું બની શકે?' 'તો પછી તે તારો મોબાઈલ ખાનામાં કેમ મૂકી દીધો?' માન્યાના સવાલો ...Read More

11

માંન્યાની મઝિલ ચેપ્ટર - 11

અંશુમનના મેસેજના રિપ્લાયની રાહ જોવામાં ફરી પિયોનીએ બે કલાક બગાડી નાંખ્યા હતા. પોતાના કિંગ સાઈઝ બેડમાં સૂતા સૂતા તે વિચારોમાં ખોવાયેલી હતી, જ્યારે પણ તેનો ફોન મેસેજથી વાઈબ્રેટ થતો તો પિયોની એ જ આશામાં મોબાઈલ જોતી કે અંશુમનનો જ મેસેજ હશે!! પણ તેની બધી આશા પર પાણી ફરી વળતું જ્યારે કોઈ ફ્રેન્ડ્સના ફોરવર્ડ મેસેજ તેને જોવા મળતા. પિયોનીને હવે ખરેખર ગુસ્સો આવી રહ્યો હતો કે અંશુમનને તેની કંઈ પડી જ નથી!! પણ પિયોની તેનો ગુસ્સો ઉતારે પણ કોની ઉપર? એકવાર તો તેને વિચાર આવ્યો કે તે અંશુમનને ફોન કરી લે. અત્યાર સુધી અંશુમન અને પિયોનીએ માત્ર ટેક્સ્ટ મેસેજથી વાતો ...Read More

12

માંન્યાની મઝિલ ચેપ્ટર - 12

અંશુમનનો ફોન જોઈને પિયોનીની આંખો પહોળી થઈ ગઈ. તેણે જે હાથમાં મોબાઈલ પકડ્યો હતો તે હાથ ધ્રુજવા લાગ્યો. હું વાત કરીશ? કેવી રીતે વાત કરીશ? ફોન ઉપાડીને હું શું કહું? શું બોલું? 5 સેકન્ડમાં તો પિયોનીના મગજમાં વિચારોનું વમળ ઉઠી ગયું? હજી પણ ફોન વાઈબ્રેટ થઈ રહ્યો હતો. પિયોનીએ ધ્રુજતા હાથે ફોનનું ગ્રીન બટન દબાવ્યું. સામેથી અવાજ સંભળાયો. હાય ડિયર...' 'હાય, હાઉ આર યુ? પિયોની ધ્રુજતા સ્વરે બોલી. 'આટલું ફોર્મલ વેલકમ માન્યા? મને તો લાગ્યું કે ફર્સ્ટ ટાઈમ મારો અવાજ સાંભળીને તુ બહુ ઉત્સાહમાં આવી ગઈ હોઈશ બટ આઈ થિંક તને મારો અવાજ એટલો ક્રેઝી નથી લાગ્યો કે પછી ...Read More

13

માંન્યાની મઝિલ ચેપ્ટર - 13

જોતજોતામાં પિયોની ઉર્ફ માન્યા અને અંશુમનની ફ્રેન્ડશિપ થયાને એક મહિનો થઈ ગયો હતો. આજે વહેલી સવારે પિયોનીની ઊંઘ ઉડી ઘરમાં પણ હજી તો કોઈ જાગ્યું નહોતું. તેણે ફરી ઊંઘવાનો ટ્રાય કર્યો પણ ઊંઘ ના આવતા તેણે કોમ્પ્યુટર ચાલુ કરીને માન્યાનું ફેસબુક અકાઉન્ટ ખોલ્યું. તેણે અંશુમન સાથેની ચેટ વાંચવાનું ચાલુ કર્યું. તે વિચારી રહી કે, 'કેવો દિવસ હતો એ કે જ્યારે અંશુમનની ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરવી કે નહીં તેના માટે પણ હું કન્ફ્યુઝ હતી અને અત્યારે તે મારો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો છે.પિયોની અંશુમનની ટાઈમલાઈન પર ગઈ અને ફરી તેના ફોટોઝ જોવા લાગી અને અચાનક તેની નજર અંશુમનની ટાઈમલાઈન પર ...Read More

14

માંન્યાની મઝિલ ચેપ્ટર - 14

અંશુમનને મળવા માટે પિયોનીએ હા તો પાડી દીધી પણ અંદરોઅંદર તેનું મન અંશુમનનો સામનો કરવા માટે ડરી રહ્યું હતું. તો તેને વિચાર આવ્યો કે તે અંશુમનને મળીને પોતાની સચ્ચાઈ જણાવી દે પણ બીજી બાજૂ તે એ વિચારથી ડરી ગઈ કે અંશુમન નારાજ થઈ જાય અને કાયમ માટે તેની ફ્રેન્ડશિપ તોડી નાંખે તો? આ દિવસે અંશુમનને નારાજ કરવું પિયોનીને પોસાય તેમ નહોતું. તેથી મન સાથે ઘણું મનોમંથન કર્યા બાદ તેણે બધું નસીબ પર છોડી દીધું અને વિચારોના વમળમાંથી બહાર આવીને તે અંશુમનની બર્થ ડેની તૈયારીઓમાં લાગી ગઈ.હવે તો અંશુમનને મળવા જવાનું હોવાથી પિયોનીએ નક્કી કરી લીધું કે તે અંશુમન માટે ...Read More

15

માંન્યાની મઝિલ ચેપ્ટર - 15

રાત્રે 9 વાગ્યે ઘરમાં આરવની એન્ટ્રી થતાં જ નાનીમાં થોડા ટેન્શનમાં આવી ગયા. પિયોનીએ તેમને સૌથી અઘરું કામ સોંપ્યું કાલની પાર્ટીમાં જવા દેવા માટે આરવ પાસેથી પર્મિશન લેવાની હતી. ડાઈનિંગ ટેબલ પર આરવ, નાનીમાં અને પિયોની સાથે જમવા બેઠાં. ધીમે રહીને નાનીમાંએ વાત કાઢી. પિયોની તું સાંજે મને શું કહેતી હતી કે તારે કાલે કોઈ પાર્ટીમાં જવાનું છે?' નાનીમાંએ ઈશારો કરીને પિયોનીને આગળ બોલવા કહ્યું. ’હા, મારા સ્કૂલની એક ફ્રેન્ડ છે, તેની કાલે બર્થ ડે છે. એક્ઝામ પત્યા પછી અમે બધા કેટલાં ટાઈમથી મળ્યા પણ નથી. તો કાલે એની બર્થ ડે પાર્ટીમાં અમારું રિયુનિયન છે, પણ મેં તેને કહી ...Read More

16

માંન્યાની મઝિલ ચેપ્ટર - 16

માન્યા જ હતી માન્યાને વેલકમ કરવા તે ટેબલની સાઇડમાંથી બહાર આવીને ઊભો રહી ગયો. પિયોનીએ બર્થ ડે વિશ કરવા હાથ લંબાવ્યો તો સામે અંશુમને હગ કરવા માટે બે હાથ પહોળા કર્યા પણ સામે માન્યાએ હાથ લંબાવેલો જોઈને તે હેન્ડશેક કરવા ગયો એટલામાં પિયોની તેને હગ કરવા ગઈ. બંને વચ્ચે અસમંજસની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. બંને ખડખડાટ હસવા લાગ્યા. પિયોનીએ હેન્ડશેક કરીને અંશુમનને બર્થ ડે વિશ કર્યું અને તેને બર્થ ડે કાર્ડ આપ્યું. અંશુમને પિયોની માટે ખુરશી ખસેડીને પાછળ કરી અને તેને બેસવાનો આગ્રહ કર્યો. અંશુમનનું આવું વર્તન જોઈને પિયોની તેની ઉપર ફ્લેટ થઈ ગઈ. 2 મિનિટ બંને વચ્ચે ...Read More

17

માંન્યાની મઝિલ ચેપ્ટર - 17

ઉપરના રૂમમાં છી શ્રી જામ દઈને તે દમ આવ્યું બંધ કરી દીધુ. નાનીમાં પણ બારણું બંધ થવાનો મોટો અવાજ રસોડામાંથી કામ કરતા-કરતા બહાર આવી ગયા. બહાર પિયોનીનું એક્ટિવા પડેલું જોઈને તેમને આઈડિયા આવી ગયો કે પિયોની આવી ગઈ છે પણ સાથે તેમને એ વાતનું કૂતુહલ થયું કે પિયોનીએ આટલું જોરથી બારણું કેમ બંધ કર્યું? ટેન્શનમાં આવીને તેઓ પિયુ બેબી...પિયુ બેબીની બૂમો પાડવા લાગ્યા પણ અંદર રૂમમાં ભરાયેલી પિયોનીના તો કાન જ જાણે સુન્ન થઈ ગયા હતા.જ્યારથી તેણે અંશુમનના મોઢે પ્રેમના ત્રણ શબ્દો સાંભળ્યા હતા તે પછી તેને બીજું બધું સંભળાવવાનું બંધ થઈ ગયું હતું. ઘરે આવતા સુધીમાં તો તેનો ...Read More

18

માંન્યાની મઝિલ ચેપ્ટર - 18

જવાય તેવી આંખો, સોહામણો ચહેરો, ફુલ બીયર્ડ લુક સાથે કોઈને પણ મોહી લે તેવી સ્માઈલ, બસ અંશુમનના પ્રેમમાં પડવા આટલું જ પૂરતું હતું અને પિયોની પણ અંશુમનને રૂબરૂ જોયા બાદ તેની સુધબુધ ખોઈ બેઠી હતી, તે પોતે પણ અંશુમનને લાઈક તો કરતી જ હતી, પણ આ લાઈકને લવનું નામ આપવું કે નહીં તેના કન્ફ્યુઝનમાં પિયોની પથારીમાં પડીને આમથી તેમ પડખાં ફેરવતી હતી.12 વાગવા આવ્યા હતા અને હજી તેની પાસે વિચારવા માટે બીજા 12 કલાક હતા.બીજી બાજુ અંશુમન પણ પોતાના પ્લાન વિશે વિચારી રહ્યો હતો, તેને હવે એવું લાગી રહ્યું હતું ક્યાંક તેણે થોડી ઉતાવળ તો નથી કરી દીધી ને? ...Read More

19

માંન્યાની મઝિલ ચેપ્ટર - 19

બીજા દિવસે સાંજે પિયોની અને અશુમન એક કેફેમાં સાથે બેસિને કોફી પિતા હતા બને એક્સાથે એવી રીતે બેઠા હતા તેમને જોઇને લાગતું નહોતું કે હજી એક દિવસ પહેલા જ બને ઓફીશયલી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બન્યા હોય અશુમનમાટે તો આ કંઈ નવાઈની વાત નહોતી. તેના લિસ્ટમાં માન્યા ઉર્ફે પિયોનીએ 13મી ગર્લફ્રેન્ડ રૂપે નામ નોંધાવી લીધું હતું. એટલે તેના માટે તો આ લવીડવી મુલાકાત બહુ કોમન હતી પણ પિયોની અત્યારે પોતાની જાતને ક્વીન ઓફ ધ વર્લ્ડ ફીલ કરી રહી હતી. આખરે તેને પોતાનો કિંગ અંશુમન જો મળી ગયો હતો. થોડું ગભરાતી, થોડું શરમાતી, થોડું હિચકિચાતી તે અંશુમનની અડોઅડ બેઠી હતી. થોડા-થોડા સમયે ...Read More

20

માંન્યાની મઝિલ ચેપ્ટર - 20

તેને નવાઈ લાગી રહી હતી કે પિયોનીને અચાનક શું થઈ ગયું? તે કેમ આવી રીતે નાચી રહી છે? કૂદી છે? હજી તો તે કંઈ વિચારવા જાય તે પહેલા પિયોની પોતાની ધૂનમાં નાચતી-નાચતી બેડ પરથી નીચે ઉતરી અને માન્યા સાથે અથડાઈ. ત્યારે તો તેને ભાન આવ્યું કે માન્યા તેના રૂમમાં ઊભી છે. પિયોની છોભીલી પડી ગઈ શું કરવું શું કહેવું તે તેને સમજમાં ના આવ્યું. માન્યાએ પણ પિયોનીનું આ અજીબ વર્તન નોંધ્યું. ‘શું વાત છે આજે મારી બેસ્ટી ફુલ ઓન મૂડમાં લાગે છે.' માન્યા બોલી, 'ના...ના...એવું કંઈ નથી. આ તો બસ મારા ડાન્સિંગ મુલ્ઝની પ્રેક્ટિસ કરતી હતી.' ‘હેં? ખરેખર? જોઈને ...Read More

21

માંન્યાની મઝિલ ચેપ્ટર - 21

અને જોયું તો ચેટિંગ ઘણું લાંબુ હતું. માન્યાએ પહેલેથી મેસેજ વાંચવાના ચાલુ કર્યાં. જેમ-જેમ તે મેસેજ વાંચતી ગઈ તેની સીન ક્લીયર થતો ગયો. તેને ખબર પડી ગઈ કે આ બધું પિયોનીનું કર્યું છે. માન્યાને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે પિયોનીએ આટલી મોટી વાત તેનાથી છુપાવી.તેના જીવનમાં કોઈ છોકરો આવ્યો છે બંનેની વાત આટલી આગળ વધી ગઈ છે અને પિયોનીને મને કંઈ પણ કહેવું જરૂરી ના લાગ્યું. આ વિચારની સાથે જ માન્યાનાં ખોમાં આંસુ આવી ગયા. તે પાછળ ફરીને ઊંઘતી પિયોની સામે જોતી રહી. માંડ માંડ તેણે પોતાની જાતને સંભાળી. આટલું બધું બની ગયું તેમ છતાં માન્યાનનાં મગજમાં હજી પણ ...Read More

22

માંન્યાની મઝિલ ચેપ્ટર - 22

પોતાનાં રૂમમાં આમતેમ આંટા મારતાં પિયોની વિચારી રહી હતી કે એક રાતમાં શું નું શું બની ગયું. અંશુમનની વાત રીતે માન્યા સામે આવી જશે તેની પિયોનીએ કલ્પના સુદ્ધાં નહોતી કરી. તેણે વિચાર્યું હતું કે, સાચો સમય જોઈને તે માન્યાને બધી વાત જણાવી દેશે પણ તે પહેલાં જ ભાંડો ફૂટી ગયો. એટલે જ હવે પિયોની વિચારી રહી હતી કે માન્યાએ કહેલી વાત પર અમલ કરવો કે નહીં? તેને પોતાને પણ લાગતું હતું કે અંશુમનને સચ્ચાઈ જણાવી દેવી જોઈતી હતી પણ તેના મનમાં રહેલો છૂપો ડર પિયોનીને અંશુમનને કહેવા માટે પાછળ ધકેલી રહ્યો હતો. પિયોની એટલી કન્ફ્યુઝ થઈ ગઈ હતી કે ...Read More

23

માંન્યાની મઝિલ ચેપ્ટર - 23

પિયોની પોતાનાં ઘરે જવાનાં બદલે સીધી માન્યાનાં ઘરે ગઈ. માન્યાને મળીને તેણે અંશુમન સાથે નાઇટ આઉટ પર જવાની વાત પિયોનીને ખબર હતી કે માન્યા એક જ એવી વ્યક્તિ છે જેનાં આધારે તે અંશુમનની આ ડિમાન્ડ પૂરી કરી શકશે. 'તને કંઈ ભાન છે? તે અંશુમનની આવી ફાલ્તુ વાતમાં હા કેમ પાડી? પિયોની મેં તને પહેલા જ કીધું હતું કે મને આ માણસ પર બિલકુલ વિશ્વાસ નથી. કોઈ પણ સારો છોકરો હોત તો તેણે ક્યારેય કોઈ છોકરીને આવી રીતે રાત્રે એકલાં મળવાની વાત નાં કરી હોત.' માન્યા બોલી.'તું સમજે છે એવું કંઈ નથી. હિ ઈઝ અ નાઇસ ગાય. તેણે મને કોઈ ...Read More

24

માંન્યાની મઝિલ ચેપ્ટર - 24

અંશુમનને ધક્કો મારવાનો પિયોનીનો કોઈ ઈરાદો નહોતો પણ આવેશમાં આવીને તેણે અંશુમનને એવો જોરથી ધક્કો માર્યો કે અંશુમન સીધો પર પછડાયો. અંશુમનનું મોઢું ગુસ્સાથી લાલચોળ થઈ ગયું હતું. તે મનમાં બોલ્યો, 'અત્યાર સુધી કોઈની હિમ્મત નહોતી કે તેને હાથ પણ લગાડી શકે અને કાલની આવેલી આ બે ટકાની છોકરીએ મને ધક્કો માર્યો !!!! અંશુમનનું ગુસ્સાથી તમતમતું મોઢું જોઈને પિયોની ગભરાઈ ગઈ. તે ડરતાં-ડરતાં અંશુમનની નજીક ગઈ અને તેણે અંશુમનની સામે હાથ ધર્યો અને તેને ઊભો કર્યો. રડમસ અવાજે પિયોની સોરી-સોરી કહેવા લાગી.'અંશુમન સોરી, મારો તને ધક્કો મારવાનો ઈરાદો નહોતો પ્લીઝ તું ખોટું ના સમજીશ.' 'માન્યા... મને લાગ્યું હતું કે ...Read More