વિસામો..

(100)
  • 38.8k
  • 9
  • 21.6k

આજે ગામના સરપંચ અને બીજા બે ચાર આગેવાન પુરુષો સાથે વિક્રમસિંહની બેઠક હતી ,.. વિક્રમસિંહને અંદાજો તો હતો જ કે પોતાના મલિક ઠાકુર ગિરિજાશંકર ની ફરિયાદ હશે,.. "દરબાર, ઠાકુર નો ત્રાસ વધી રહ્યો છે ગામમાં,.. " સરપંચે વિક્રમસિંહ સામે જોઈને કહ્યું "હવે તો બહેન દીકરી એકલી ફરી પણ શકતી નથી,.. અંધારામાં ડાકુઓના ડર કરતા વધારે એમને ઠાકુરનો ડર લાગે છે,.. " એક બીજા વૃદ્ધે સરપંચની વાતને સમર્થન આપતા કહ્યું "હું જાણું છું સરપંચ, .. વિશ્વાસ રાખો બા જરૂર કોઈ રસ્તો કાઢશે,... ઠાકુરની વાત મેં ગોરલબાને કાને નાખી દીધી છે,.. " વિક્રમસિંહે સાંત્વન આપ્યું "દરબાર,.. એક સ્ત્રી જાત,.. શું કરી શકશે એ ઠાકુર સામે,.. ? ગામ આખું જાણે છે કે હવેલીમાં બાની હાજરી ની પણ અવગણના થવા લાગી છે હવે તો,.. ઠાકૂર રોજ નવી નવી સ્ત્રીઓને શહેરથી બોલાવે છે,.. હવેલીમાં બાની સામે બધું થઇ રહ્યું છે, ગોરલબાને રસ્તો કાઢવો જ હોત તો અત્યાર સુધી કેમ ના કાઢ્યો,.. જે સ્ત્રીનું પોતાનું જ ઘર સળગ્યું છે એ ગામ શું ઠરવાના ?,.. " - બેઠકમાંથી એક ઉભો થઈને વિક્રમસિંહને કહી રહ્યો હતો

Full Novel

1

વિસામો.. - 1

~~~~~~~ વિસામો.. 1 ~~~~~~~ આજે ગામના સરપંચ અને બીજા બે ચાર આગેવાન પુરુષો સાથે વિક્રમસિંહની બેઠક હતી ,.. અંદાજો તો હતો જ કે પોતાના મલિક ઠાકુર ગિરિજાશંકર ની ફરિયાદ હશે,.. "દરબાર, ઠાકુર નો ત્રાસ વધી રહ્યો છે ગામમાં,.. " સરપંચે વિક્રમસિંહ સામે જોઈને કહ્યું "હવે તો બહેન દીકરી એકલી ફરી પણ શકતી નથી,.. અંધારામાં ડાકુઓના ડર કરતા વધારે એમને ઠાકુરનો ડર લાગે છે,.. " એક બીજા વૃદ્ધે સરપંચની વાતને સમર્થન આપતા કહ્યું "હું જાણું છું સરપંચ, .. વિશ્વાસ રાખો બા જરૂર કોઈ રસ્તો કાઢશે,... ઠાકુરની વાત મેં ગોરલબાને કાને નાખી દીધી છે,.. " વિક્રમસિંહે સાંત્વનઆપ્યું ...Read More

2

વિસામો.. - 2

~~~~~~~~ વિસામો.. 2 ~~~~~~~~ સાંજ ના સમયે બહારના બગીચા તરફ જતા જતા ગોરલબાએ લીલીનેસાદ કર્યો "લીલી,.... ગઈ શહેર થી લાવેલોબધો જ સામાનવિક્રમે સ્ટોરમાં મુકાવ્યો હતો,... જરા જોઈ લેજે,.. બધું આવી ગયુંને,.. " "જી,.. બા,... " બગીચાની બેઠક ઉપરએક્યારનાકશુંક વિચારી રહ્યા હતા,.. વિક્રમસિંહ પણ ક્યારનો થોડે દૂર ઉભો ઉભો કોઈને કશુંક સમજાવી રહ્યો હતો, પણ એની નજર સતત ગોરલબા ઉપર મંડરાયેલી હતી,.. સાંજ વધી રહી હતી,.. લીલી રસોઈ ની તૈયારી કરાવી રહી હતી,.. હવેલીમાં અચાનક વીજળી જતી રહી,.. ચારે બાજુ ના અંધારાને દૂર કરવા થોડે થોડે અંતરે મુકેલા ફાનસને લીધેહળવું અજવાળું પથરાયેલૂ હતું,થઇ ...Read More

3

વિસામો.. - 3

~~~~~~~~~~ વિસામો.. 3 ~~~~~~~~~~ લીલીના ફૉનથી હવેલીમાં નીચેનાહૉલ સુધીપહોંચેલી પોલીસ ઉપર વિક્ર્મનું ધ્યાન ગયું,.. ગોળીનો અવાજ સાંભળીને પૉલીસ તરફ ભાગતી આવવા લાગી,.. પૉલિસજોઈને વિક્રમ ની પક્કડ ઢીલી થતા જ ગોરલબાના હાથમાંથી રાઇફલ ઝુંટવીને વિશાલે કશું જ વિચાર્યા વિના ગિરિજાશંકરના માથાંમાં જોર જોરથી મારવા માંડ્યું,.. ઉપર પહોંચી ગયેલા બધાજ અફસરોએ વિશાલને ગૂનેગાર સમજીને પકડી લીધો,.. ગોરલબાએ પૂનમના બચાવ માટે ગિરિજા શંકર ઉપર ગોળી ચલાવી હતી એ વાત ના ખુલાસા પહેલા તો વિશાલ આ બધું છોડીને પોલીસના હાથમાંથી ભાગી ચૂક્યો હતો,.. "કામ્બલે,... પીછો કર એનો,.. " એક અફસરે બીજાને સંબોધતા કહ્યું "ઑફિસર,..." ગોરલબાનો સત્તાવહી અવાજ સાંભળીને ...Read More

4

વિસામો.. - 4

~~~~~~~ વિસામો.. 4 ~~~~~~~ એ 13 વર્ષની બાળકી પોતાના સાથી પૃથ્વીને જોઈને એક એવા ભરોસે એની તરફભાગી જાણે ક્યારની એનીહૂંફ માટે ઝંખતી હતી,.. પૃથ્વી પોતાની માં સામે હોવા છતાં એટલીજ હૂંફથી જવાબદારી પૂર્ણ વર્તન સાથે પૂનમના વાળમાં હાથ ફેરવતો રહ્યો,.. ગોરલબા અને વિક્રમે એકબીજાની આંખોમાં જોયું,.. કોઈને ના સમજાય એવી ભાષા એ ચાર આંખોમાં આસ્થાએ જોઈ,.. કેટલો વિશ્વાસુ માણસ હતો વિક્રમસિંહ એ તો આસ્થા જાણતી હતી પણ ઠાકુર ગિરિજાશંકર કરતાંયે વધારે ભરોસોગોરલબા આ વિક્રમસિંહ નો કરતા હતા,.. એ એને સમજાઈ ગયું હતું,.. આસ્થાને એ પણ મહેસૂસ થઇ ગયું કે વિક્રમસિંહ ગિરિજાશંકર કરતા પણ વધારે ગોરલબાને ...Read More

5

વિસામો.. - 5

~~~~~~~ વિસામો.. 5 ~~~~~~~ છેલ્લા આઠ વર્ષમાં આસ્થા એક વિચિત્ર પ્રકૃતિનીબની ગઈ હતી,.. લોકોથી તદ્દન ઊંધું કામ કરતી,..લોકો ટીવી જુએ, તૈયાર થાય, બ્રેકફાસ્ટ અનેલન્ચ કરે,.. એ આ બધું જ રાત શરુ થતા કરતી,.. રોજ સાંજે સાત-આઠ વાગે એ નાહીને તૈયાર થઇ સંધ્યા આરતી કરતી,.. ભગવાનને ભોગ પણ એ રાત્રે ધરતી,..ઘરના કામકાજ પતાવીને લગભગ એ દસ વાગ્યા સુધીમાં તો વરંડાના મૂખ્ય ઝાંપાને તાળું મારી દેતી,.. પછી એનો દિવસ શરૂ થતો,.. ક્યારેક મૂવી જોવી કે ક્યારેક રાતના બે વાગે જમવું,.. એનું કોઈ વાત નું ઠેકાણું જ ના હોતું આઠવર્ષમા આટલાબધાપરિવર્તન,.. ? ... આસ્થાનેપોતાને નવાઈ લગતી હતી,.. ધારીને ...Read More

6

વિસામો.. - 6

~~~~~~~ વિસામો.. 6 ~~~~~~~ જંગલની એ ગુફામાં અજીબ સન્નાટો ફેલાઈ ગયો,.. ગૅન્ગના દરેક સભ્યો બાદશાહ શું નિર્ણય લેશે રાહ જોઈ રહ્યા હતા,.. બાદશાહ પોતાની લાંબી દાઢીને પસવારતા ક્યારના કશુંક વિચારી રહ્યા હતા,.. પ્રભાતસિંહ અને વિશાલસિંહ કાતરીયા ખાતા ખુન્નસ ભરી નજરે એકબીજાની સામે જોઈ રહ્યા હતા,.. વિશાલની ખુન્નસ ભરી નજર ભલે પ્રભાતસિંહ સામે મંડરાયેલી હતી પણ મગજમાં વિચારો તો આસ્થાના જ ઘુમરાતા હતા... એ પોતાની જ સાથે મનોમંથન કરતોવિચારી રહ્યો હતો - કે - જે વિશાલની સાથે જીવવા-મારવાનાસપના જોયા હતા એ ક્યારેય વિશાલ સમક્ષ રજુ કરવાનો મોકો એને(આસ્થાને) આજ સુધી મળ્યો જ નહોતો,.. આંખો આંખો માં જ કેટલીયેવાતો ...Read More

7

વિસામો.. - 7

~~~~~~~~ વિસામો.. 7 ~~~~~~~~ આસ્થા ના અત્યાર સુધી ભરાઈ રહેલા આંસૂ હવે સીમાઓ ઓળંગીને આંખોની બહાર છલકાઈ ગયા,.. હાથ પાછળથી જઆસ્થાના ખભા ઉપર અડ્યો,... "તૂ સાચેજ આવ્યો છે વિશાલ,.... " આસ્થા પાછીફરી,... પરંતુ, એની બંધ આંખો હજીયે ખુલવાની હિંમત ભેગી કરી શકી નહોતી,.. "આસ્થા,... " વિશાલે આસ્થાનો ચહેરો પોતાના હાથ થી પકડી થોડો ઉપર ઉઠાવ્યો,.. અને કહ્યું, "સાચેજ આવ્યો છું આસ્થા, સાવ સાચેજ,.. તરસી ગયો હતો તારી એક ઝલક માટે,.. જાન નું જોખમ લઈને આવ્યો છું,.. તારા સિવાય છે કોઈ મારુ? છેલ્લી આઠ મિનિટ તો મને તારા વિના કાઢેલા આઠ વર્ષથીયે વસમી લાગી યાર,.. હવે તો આંખો ...Read More

8

વિસામો.. - 8

~~~~~~~ વિસામો - 8 - ~~~~~~~ વિશાલ કશું બોલી ના શક્યો,.. આસ્થા બેઠી થઇ .... હળવેથી બોલી,.. મારી ચિંતા સતાવે છે ને ? તો નહિ કરતો,... હું સુરક્ષિત પણ છું અનેસલામત પણ છું,... તું મને સમજાવવાનું છોડી દે અને મારી ફિકર પણ ના કરીશ,.. તને ખબર છે મારો વાળ વાંકો થઇ શકે એમ નથી,.. હું સાચેજ સેઇફ છું,.. " વિશાલનેકઈ સમજાયું તો નહિ પણ બન્ને વચ્ચેમૌન પથરાઈ ગયું .... ~~~~~~~ મચ્છરદાની હટાવી આસ્થા પલંગની બહાર આવી,... મચ્છરદાનીની અંદર સૂતેલા વિશાલ સામે એ ક્ષણભર જોઈ રહી... પછી આગળ બોલી,.. "તને લાગે છે તું અહીં આવ્યો ...Read More

9

વિસામો.. 9

~~~~~~~ વિસામો - 9 - ~~~~~~~ આસ્થાએ કોળિયા વાળો પોતાનો હાથ થોડો વધારે નજીક કર્યો અને કહ્યું, "ખાઈ વિશુ, પહેલી વાર કોળિયો ધરું છું જિંદગીમાં તને,.. ફરી આવો મોકો મળશે કે કેમ ખબર નથી,...બહુ સંતોષ નો કોળિયો લાગશે તને આ ઘરમાં,.. શરમ આવતી હોય મારે હાથે ખાતા - તોમાંનો હાથ સમજીને પણ ખાઈ લે," વિશાલનું દિલ એના દિમાગ સાથે યુદ્ધ લલકારી ઉઠ્યું હતું,..એનું મન નબળું પડતું જતું હતું,.. આસ્થા નો મોહ પગથી માથા સુધી વ્યાપી રહ્યો હોય એવું એને લાગતું હતું,..પરંતુ,વિશાલએ પણજાણતો હતો કે જો એ નબળો પડશે તો એ પાછો જઈ નહિ શકે,.. ~~~~~~~ ...Read More

10

વિસામો.. 10

~~~~~~~ વિસામો - 10 - ~~~~~~~ જમવાનું પૂરું કરી આસ્થાએ પાણી ની ધાર કરી હાથ કોરા કરવાઆસ્થાએ રૂમાલ અવગણીને વિશાલે એની બાંધણી ના પાલવથી પોતાના હાથ કોરા કર્યા,.. આસ્થાની આંખો ભરાઈ ગઈ,.. એણે ઘણી વાર એને જોયો હતો એની માના પાલવથી હાથ કોરા કરતો,.. એક જ દિવસ માટે મળેલું આસ્થા સાથે નું આ ગૃહસ્થ જીવન એને માટે અનમોલ હતું, આવો સમય ફરીથી મળશે કે કેમ એ નક્કી નહોતું,.. વારે વારે એનું દિલ ખેંચાઈને બાદશાહની દુનિયામાંથી નીકળી આસ્થાની દુનિયા માં આવવા તરસી જતું હતું,.. . ખાલી થાળી લઈને આસ્થા રસોડા માં પહોંચી અને એ એની પાછળ રસોડાના દરવાજે ખભાના ...Read More

11

વિસામો.. 11

~~~~~~~ વિસામો - 11 - ~~~~~~~ હવેલીના સિંહાસન ઉપર બેઠા બેઠા ગોરલબા, મનમાં ને મનમાં ચારેબાજુ ફેલાયેલાપોતાના સાવચેતીથી ચકાસી રહયાહતા,.. એમના મત પ્રમાણે એક ગૂનેગારને માફ કરવોપડે તો ચાલે પરંતુ, કોઈ પણ બેગુનાહ વિના વાંકેના જ પિસાવોજોઈએ,.. મનમાં ને મનમાં એમનીતમામ સેના ની સુરક્ષા નીગણતરી કરતા એમને આસ્થા યાદ આવી ગઈ,.. "દરબાર, આસ્થા ની આસપાસ,.. " ગોરલબાથી પુછાઈગયું "બા, એ ચોતરફ સુરક્ષિત છે,.. દરબારના સૂચન મુજબ એની વ્યવસ્થા મેં જ કરી હતી,.. " પૃથ્વી એ સાંત્વન આપતા ગોરલબાને કહ્યું,.. જો કે એને પોતાનેત્યારે જરા પણ અણસાર નહોતો કે વિક્રમ સિંહ અને ગોરલબાઆસ્થાની સુરક્ષાએ માટે આટલું ...Read More

12

વિસામો.. 12

~~~~~~~ વિસામો -12 - ~~~~~~~ વિશાલે એનું કપાળ ચૂમતા કહ્યું,.. "પહેલા ખબર હોત કે આટલું મીઠું બોલે છે .. " "તો પરણી ગયો હોત બચપનમાં જ,.. માં ની સામે,.. ખબર છે મને,.. " વિશાલની વાત કાપતા આસ્થા બોલી ઉઠી, અનેએનીસામે જોયું,.. શરમાયા વિના,.. વિશાલ સાફ જોઈ શકતો હતો, કે હવે આસ્થા નહિ -આસ્થાની આંખો બોલી રહી હતી,.. "હજી ક્યાં મોડું થયું છે ?" બન્ને સમજતા હતા, એક પણ ક્ષણ વેડફવી અત્યારે પોષાયતેમ નથી તેમ છતાં,ક્યાંય સુધી આખા ઘરમાં મૌન પથરાયેલું રહ્યું,. વિશાલ દ્રવી ઉઠ્યો,.. એને થયું પ્રભાત સાચું જ કહેતો હતો,.. એ જાણતો હતો કે એક ...Read More

13

વિસામો.. 13

~~~~~~~ વિસામો -13 - ~~~~~~~ હવેલી માંથી જતા જતા પૂનમ તરફ કરેલી એ છેલ્લી નજર એને યાદ ગઈ,... "પૂનમ,.... " - એ માત્ર એટલું જ બોલી શક્યો હતો,... જયારે એ આઠ વર્ષ પહેલા ભાગ્યો હતો,.. ~~~~~~~~~ "પૂનમ,... " આઠ વર્ષ પહેલા ભાઈના આ શબ્દ સાથે જ બેહોશ થઇ ગયેલી પૂનમ જ્યારેભાન માં આવી ત્યારે એ હવેલીમાં પૃથ્વીના પલંગ ઉપર આસ્થા પૃથ્વી ગોરલબા, વિક્રમસિંહ, લીલી અને ડોક્ટરની વચમાં હતી,... કોઈ પણમર્દ ને જોઈ નેસહેમી જતી પૂનમ માત્ર વિક્રમસિંહ અને પૃથ્વી સમક્ષ જ સુરક્ષિત હોવાનો અનુભવ કરતી.. ડોક્ટર ને આસપાસજોઈ ને એ પોતાની મુઠ્ઠી માંપોતાનોદુપટ્ટો ...Read More

14

વિસામો.. 14

~~~~~~~ વિસામો -14 - ~~~~~~~ ક્યારના જાણીજોઈને બંધાઈ રહેલા ગિરિજાશંકરે હવેલીમાં આવતાની સાથે જ બેકાબૂ થઈને પોતાની સૌથી ઉભેલી આસ્થા ઉપર હુમલો કર્યો,.. પૂનમ નેએમની તરફ ધસતાંજોઈને વિશાલે પૃથ્વી સામે જોયું,.. આગળ આવીને પૃથ્વીએપૂનમને બાપૂની તરફ જતાંરોકી,.. વિશાલના હાથમાં રહેલી આર્મી રિવોલ્વરે ઠાકુરના માથામાં એ જ રીતે વાર કર્યો જે એણે આઠ વર્ષ પહેલા કર્યો હતો,... પૂનમ આશ્ચર્ય સાથે પૃથ્વીનેજોઈ રહી,એટલે પૃથ્વીએએનેકહ્યું, "બાપૂએ આસ્થા ઉપર વાર કર્યો છે, બાપૂનાઆ વારનો જવાબ આપવાનો હક તારા કરતા વિશાલનો વધારે છે." ઉપરથી પ્રભાતસિંહ અને બાદશાહ આ તમાશો જોયા કરતા હતા.. જે રીતે વિશાલે ઠાકૂર ઉપર હુમલો ...Read More

15

વિસામો.. 15

~~~~~~~ વિસામો -15 - ~~~~~~~ એના વાળ માંહાથ ફેરવતી, એના કપાળનેચૂમતી, આઠ વર્ષની દૂરીનેપોતાની નજરમાં ભરતી એ બાજુમાં જ પડી રહી,..એનેઉંઘતો જોઈ રહી... આખી રાતના થાકેલા બન્નેને દિવસ ચઢતાઉંઘઆવીગઈ,.. ~~~~~~~ સ્નાન કરીને સાડી પહેર્યા બાદ ગોરલબાઆઈના સામે પોતાનેજોઈ રહ્યા,.. આખી રાતના થાકેલા ગોરલબાએ વર્ષો પછી પોતાને આઇનામાં ધારીનેનીરખ્યા હતા.. માત્ર બે - ત્રણ કલાક ની જ ઊંઘ કર્યા પછી પણ શરીરમાં થાક હોવા છતાં એમને એમના ચહેરા ઉપર થાક જરાયેદેખાતો નહોતો.. પોતાના રૂમ ની ફ્રેન્ચ વિન્ડો ને ખસેડીને એ બહાર આવ્યા.. જયારેજયારે એમને કોઈ મોટા કામ ના પૂરા થઇ ગયાનોઅહેસાસ ...Read More