હકીકતનું સ્વપ્ન..!!

(218)
  • 166.3k
  • 16
  • 98.8k

આપણાં ગૌરવવંતા ગુજરાતની ઓળખ એટલે ગુજરાતીઓ. અને એમાં પણ ભારતનાં મોટા ભાગનાં લોકોની સાથે ગુજરાતીઓનો સમન્વય એટલે આ અમદાવાદ શહેર. અને આ અમદાવાદની ગલીએ ગલીએથી વાકેફ યુગલ એટલે અવનીશ અને હર્ષા.... હા, આ યુગલને લગ્નને હજુ દોઠ વર્ષ પણ માંડ માંડ થયું હતું. અવનીશ અને હર્ષા એ પ્રેમ લગ્ન કર્યા હતા . અજબની વાત તો એ હતી કે બંને વચ્ચે દસ વર્ષનું અંતર હોવા છતાં બંનેનું બોન્ડિંગ જબરદસ્ત હતું. અમદાવાદ શહેરની હરિપુરા ચાલીની નાનકડી ગલીમાં આ યુગલ વસવાટ કરતું હતું. જ્યાં નાનકડું ભાડાનું મકાન હતું ...પરિસ્થિતિ એટલી બધી સારી નહીં, પણ ભગવાનની દયાથી ઘરમાં ક્યારેય કશું ખૂટતું નહીં... હસતું - ઝઘડતું આ યુગલ હંમેશા સાથે જ જોવા મળતું... " છોટે.... હુ જાઉં છું મારે late થાય છે ...!!" "ઓ...હેલો..ક્યાં જાય છે ? અવનીશ આપણે સાથે એક જ ઓફિસમાં work કરીએ છીએ ..." "હા... તો ચાલને જલ્દી કર..." "બસ ટિફિન પેક કરતી હતી....પછી ત્યાં કહેવા આવશે કે ભૂખ લાગી છે,,"

Full Novel

1

હકીકતનું સ્વપ્ન..!! - 1

આ કથા સંપૂર્ણ કાલ્પનિક છે જે કોઈના જીવન કે સત્ય પર આધારિત નથી અથવા આવી કોઈ ઘટનાને પ્રોત્સાહન આપતી જેની ખાસ નોંધ લેશો આ કથા અવનીશ અને હર્ષાના દાંપત્યજીવન પર આધારિત છે જેમાં કંઈક સ્વપ્ન તો કંઈક હકીકત જોડાયેલી છે પરંતુ આ યુગલ આ બધું મિથ્યા છે કે હકીકત ...? એ જ જાણવામાં મૂંઝવણ અનુભવી રહ્યું છે.... અવનીશ અને હર્ષાના દાંપત્યજીવનની કંઈક રહસ્યમય વાતો એટલે હકીકતનું સ્વપ્ન...!! ...Read More

2

હકીકતનું સ્વપ્ન..!! - 2

પ્રકરણ 2 અજાણ્યો અવાજ..!! હર્ષાની બૂમ સાંભળીને અવનીશ જાગી જાય છે અને હર્ષાને બેડ પર પરસેવાથી રેપઝેપ થયેલી અને જોઈને પૂછવા લાગે છે... " હર્ષા , શું થયું ? હર્ષા કેમ ગભરાયેલી છે આટલી બધી ...શું થયું...?...હર્ષા ....હર્ષા.." અવનીશ હડબડાવીને હર્ષાને પૂછે છે...ત્યારે હર્ષા તરફથી માંડ માંડ જવાબ મળે છે... "હમ્મ" "શું થયું હર્ષા...?" "ત્યાં કોઈ છે અં...અંદ..અંદર..!!" "કોઈ નથી ત્યાં હર્ષા...." "છે ત્યાં કોઈ છે.." "હર્ષા , તે ફરીથી કોઈ ખરાબ સ્વપ્ન જોયું...સુઈ જા કંઈ જ નથી ત્યાં.." અવનીશ હર્ષાને પકડીને પોતાની બાહોમાં સુવરાવી દે છે "હર્ષા, હવે વિચાર નહીં , કંઈ જ નથી , હું છું ને ...Read More

3

હકીકતનું સ્વપ્ન..!! - 3

પ્રકરણ 3 કાળો પડછાયો..!! વિખરાયેલાં વાળ અને પરસેવાથી રેપઝેપ થયેલી હર્ષા કિચન તરફ આગળ વધે છે..કિચનમાં પ્રવેશ કરે છે હર્ષાને કશું દેખાતું નથી...એટલે હર્ષા ચારેય તરફ નજર કરે છે અને કઈ જ નથી દેખાતું પણ કોઈ હોવાની અનુભૂતિ થતાં હર્ષા બોલી ઉઠે છે....!! "કોણ..? કોણ..??" કંઈ જ ન દેખાતાં હર્ષા પાણી પીવા માટે કિચન તરફ આગળ વધે છે...જેવો પાણી પીવા માટે પાણીનો ગ્લાસ ભરે છે તરત જ સામેની દીવાલ પર કાળો પડછાયો દેખાય છે અને હર્ષાની આંખો ડરથી પહોળી થઈ જાય છે હાથમાંથી ગ્લાસ પડી જાય છે...અને ગભરાહટથી પાછળ ફરે છે અને એની આંખો ચારેય બાજુ ફરી વળે છે ...Read More

4

હકીકતનું સ્વપ્ન..!! - 4

પ્રકરણ 4 સુનકાર..!! ઑફિસમાં અવનીશ કમ્પ્યુટર પર કામ કરી રહ્યો છે એવામાં અચાનક વિચારોમાં સરી પડે છે, એનાં મનમાં બધાં પ્રશ્નો ગુંજી રહ્યા છે જેમ કે શું હર્ષાને સાચે ત્યાં કોઈ દેખાતું હશે ? તે આજે કેમ વહેલી જાગી ગઈ ? પણ શું તે સાચે જ ખુશ છે ? કે દેખાવ કરે છે ? શું હું એને પૂછી લઉં કે એ ખુશ છે? આવાં ઘણાં બધાં પ્રશ્નો એનાં મનમાં ફરી રહ્યા છે.... જ્યારે આ બાજુ હર્ષા પણ વિચારવશ બની પોતાના સ્વપ્નનાં રહસ્ય માટે મથી રહી છે કે શું આ ખરેખર સ્વપ્ન છે કે પછી હકીકત...? જો હકીકત છે તો ...Read More

5

હકીકતનું સ્વપ્ન..!! - 5

પ્રકરણ 5 ક્ષણિક સાહસ..!! હર્ષા વિચારોમાં ને વિચારોમાં કિચન સાફ કરી રહી છે, એવામાં અવનીશ આવીને હર્ષાને પાછળથી ભેટી છે.... અચાનક અવનીશના પકડવાથી હર્ષા ડરી જાય છે અને તેનું બેધ્યાનપણુ ભંગ થઈ જાય છે.... "હર્ષા શું થયું ? કેમ ડરી જાય છે ?" "કંઈ નહીં પાગલ, તમે અચાનક આવો તો ડરી જ જવાઈ ને...?!!" "ના, તું કંઈક વિચારોમાં હોય એવું લાગતું હતું." "ના, એવું કંઈ નહીં...." "બોલને plzz.." "Actually, મને ખબર જ નહોતી કે રવિવાર છે.... તો મેં જમવાનું બનાવી દીધું... તો વિચારતી હતી Just..." "ઓહ....હર્ષુ , એમાં શું કામ tension લે છે.... બપોરે જમી લઈશું આ..." "Hmmm" "તું ...Read More

6

હકીકતનું સ્વપ્ન..!! - 6

પ્રકરણ 6 ખુશીની ઝલક...!! એકી શ્વાસે હર્ષા પ્રશ્નો પૂછી ઊઠે છે અને કિચનના દરવાજે પહોંચી જાય છે.... ત્યાંથી જ રૂમમાં તેની નજર ફરી વળે છે, પણ કશું જ ના દેખાતા થોડો હાશકારો અનુભવે છે.... અને બેડ પાસે આવવા માટે ત્યાંથી પાછી વળે છે અને ફરી એ ધીમો અવાજ સંભળાય છે.... હર્ષા ફરી કિચન તરફ નજર નાખે છે અને ગભરાઈ જાય છે કે કશું જ નથી તો અવાજ ક્યાંથી આવે છે...!! અચાનક કિચન તરફના બહારના દરવાજાથી ટકોરા સંભળાય છે.... હર્ષા વધુ ગભરાય જાય છે, તે ત્યાં જ ઉભી રહે છે... બીજીવાર વધારે તીવ્રતાથી આ ટકોરા સંભળાય છે.... હર્ષા ધીમે ધીમે ...Read More

7

હકીકતનું સ્વપ્ન..!! - 7

પ્રકરણ 7 પ્રકૃતિની ગોદ..!! "wow....આજે કેટલું સરસ વાતાવરણ છે..!! નહિ અવનીશ..??" "હા...પણ એક સાચી વાત કહું..?" "હમ્મ..બોલો ને.." "તને વાતાવરણમાં લાવો ને એટલે બધું જ સારું થવા લાગે..!" "મીન્સ..??" "એટલે ...એટલે...આમ તારો ગુસ્સો ગાયબ થઈ જાય..!" "ઓહ..તો હું હંમેશા ગુસ્સો જ કરું છું..?" "ના...છોડ ને ..અહીંયા કેટલું સરસ વાતાવરણ છે..!!" અવનીશ આકાશ તરફ જોઈ રહે છે અને હર્ષા અવનીશને જોઈ રહે છે...એટલે અવનીશ સામેની બેન્ચ તરફ જતા બોલે છે "ચાલ..હર્ષુ , સામે બેસીએ.." "હમ્મ" "હાશ..! બચી ગયો..!!" અવનીશ બબડતાં બબડતાં બેન્ચ પર બેસી જાય છે અને હર્ષા પણ પાછળ આવીને અવનીશની બાજુમાં બેસી જાય છે... અવનીશ ગંભીર થઈને પૂછી ...Read More

8

હકીકતનું સ્વપ્ન..!! - 8

પ્રકરણ 8 અદ્રશ્ય ટક્કર..!! હર્ષા જઈને લોક ખોલે છે ...પણ જેવો લોક ખોલે છે તરત જ કોઈ એને ટકરાઈને આવ્યું હોય એવી અનુભૂતિ થાય છે જેના લીધે તે બે ડગલાં પાછળ તરફ ધકેલાય છે...એટલીવારમાં અવનીશ ત્યાં આવી પહોંચે છે....હર્ષાને ત્યાં વિચારવશ ઉભેલી જોઈને અવનીશ પૂછી ઉઠે છે... "શું થયું..?? હર્ષા... કેમ બહાર ઉભી છે..?" જવાબ ન મળતાં અવનીશ શૂઝ કાઢી હર્ષાનાં ખભાં પર હાથ મૂકી ફરી વાર પૂછે છે.. "હર્ષા...શું થયું..?" "કઇ નહિ અવનીશ તમારી રાહ જોતી હતી.." "ચલ જુઠ્ઠી..." "તો..?" અવનીશ ઘરમાં પ્રવેશે છે અને એની પાછળ હર્ષા પ્રવેશે છે, અવનીશ રૂમની લાઈટ ઓન કરી થાકના લીધે બેડ ...Read More

9

હકીકતનું સ્વપ્ન..!! - 9

પ્રકરણ 9 અજુગતો અનુભવ..!! "અરે , ઉભી થા હર્ષા..તારે ઑફિસ જવાનું છે તો લેટ થશે તારે..?" " અને તમારે...?" night shift છે ગાંડી..." "શું..?" અચાનક સફાળી બેઠી થઈને હર્ષા બોલી ઉઠે છે.... "ચાલ, હવે ઉભી થા પાણી ગરમ થઇ ગયું હશે...!!" "હા, યાર.." હર્ષા ઉભી થઈને ગરમ થયેલું પાણી બાથરૂમમાં લઇ જાય છે અને બહાર આવીને કપડાં લેતાં લેતાં બોલે છે... "હું ન્હાવા જાઉં છું, અવનીશ.." "હું મદદ કરું..?" "ના ,, જરૂર નથી.." "વાયડી..!!" "તમે..!!" "હું સુઈ જાઉં છું થોડી વાર..!!" "હા..ભલે..!!" હર્ષા ન્હાવા જાય છે થોડી ક્ષણોમાં હર્ષા આવીને ટિફિન બનાવે છે અને પછી ઑફિસ જવા માટે રેડી ...Read More

10

હકીકતનું સ્વપ્ન..!! - 10

પ્રકરણ 10 અહેસાસ..!! પણ અચાનક જ કિચનમાંથી કોઈ ઝીણો અને તેનો અવાજ અવનીશ ને સંભળાય છે એટલે અવનીશ લેપટોપની પરથી તેની નજર કીચન તરફ નાખે છે ફરીથી વ્યસ્ત થઈ જાય છે..પણ ફરીથી એ જ અવાજ આવે છે એટલે અવનીશ ઊભા થઈને કિચનમાં જોવા જાય છે કશું જ નથી દેખાતું એટલે પાણીના માટલા તરફ આગળ વધે છે પણ અવનીશ પોતાના સિવાય બીજા કોઈનો પણ અહેસાસ અનુભવી શકે છે... એટલે અવનીશ પાણીનો ગ્લાસ ભરી ચારે તરફ નજર નાખે છે... પણ કશું જ દેખાતું નથી એટલે ફરીથી માટલા તરફ ફરી પાણી પીવા લાગે છે... પણ સામેની દીવાલ પર અચાનક એક કાળો પડછાયો ...Read More

11

હકીકતનું સ્વપ્ન..!! - 11

પ્રકરણ 11 પ્રેમ કે પ્રેરણા...!! " આખરે પ્રેમ કર્યો છે તમને.... મજાક થોડી કર્યો છે..... ઓળખી તો જઇશ જ " સારું... ચાલ તું કામ પતાવી લે.... હું પણ નીકળું છું..." " સારું, ધ્યાનથી જજો..... પહોંચીને મેસેજ અથવા ફોન કરી દેજો..." " હા , હર્ષુ....તું ચિંતા ના કરતી અને તારું ધ્યાન રાખજે .. પ્લીઝ...." " હા , પાગલ લવ યુ ....." "લવ યુ ટુ... મારી જાન...." " શાંતિથી જજો...." અને અવનીશ પોતાનું બેગ અને બાઈક ની ચાવી લઈને નીકળી જાય છે અને હર્ષા પણ એની પાછળ પાછળ બાઈક સુધી જાય છે.... "ગાંડી....પાછળ આવી....? હું જાઉં છું... તું જા અંદર... પછી ...Read More

12

હકીકતનું સ્વપ્ન..!! - 12

પ્રકરણ 12 મદદ કે સોદો..?? હર્ષા અત્યંત ગભરાયેલી અને અત્યંત મુંજવણમાં મુકાયેલી છે... છતાં એ સામે પ્રશ્ન પુછી ઉઠે " હું શું મદદ કરી શકું આપની..? ખરેખર આપ જેવા વ્યક્તિની મદદ કરવાવાળો તો ઈશ્વર છે...!!" " મારી મદદ તો તું જ કરી શકીશ..." " હું..? " " હા , તું...!!" " હું શું મદદ કરી શકું ....? " " તો સાંભળ મને એક પુરુષનું શરીર જોઈએ છે... અને એ પુરુષ એટલે અવનીશ..." " શું..? ના ... ના.. ના.. તમે બીજું કંઈ પણ માંગી શકો છો પણ અવનીશ નહીં.... તમને હું મારો જીવ પણ આપી દઈશ....મારું શરીર પણ આપી દઈશ ...Read More

13

હકીકતનું સ્વપ્ન..!! - 13

પ્રકરણ 13 ચિંતાભર્યો પ્રેમ...!! વિચારમાં સંડોવાયેલી હર્ષા ત્યાં જ હાથમાં ફોન રાખીને ક્યારે પોતાની આંખો બંધ કરી દે છે જ નથી રહેતી...અચાનક દરવાજા પર ટકોરા સંભળાય છે અને નિંદ્રાધીન થયેલી હર્ષા ઝબકીને જાગી જાય છે... જુએ છે તો બહારથી પ્રકાશના કિરણો ઘરમાં પ્રવેશી રહ્યા છે... સવારમાં 6:30 વાગી ગયા છે... દરવાજા પાસે જઈ દરવાજો ખોલે છે તો અવનીશને જુએ છે... અવનીશને જોઈને જાણે નવી પરણેલી દુલ્હન પોતાના પતિને જોઈને આનંદથી બધું જ ભૂલી જાય છે એમ હર્ષા અવનીશને જોઈને ઘેલી બની જાય છે... અને અંદરથી એક અનહદ હાશકારો અનુભવે છે અને અવનીશને ભેટી જાય છે... "અરે... અરે ...અંદર તો ...Read More

14

હકીકતનું સ્વપ્ન..!! - 14

પ્રકરણ 14 પરીક્ષા મનોબળની...!! અવનિશ પોતાનો રૂમાલ લઈને નાહવા માટે જાય છે.. આ બાજુ હર્ષા રૂમમાં ચારે તરફ પોતાની ફેરવે છે ફરીથી એ જ ખૂણામાં એ જ આકૃતિ દેખાય છે...અને એ જ અવાજ..... " હર્ષા , વિચારી લે.... હજુ સમય છે મારે જે મેળવવું છે હું તો મેળવીને જ રહીશ.... પણ એ વખતે મારો રસ્તો અલગ હશે ...." "મેં એકવાર કહ્યું ને... ના મીન્સ ના... હું મારો અવનીશ નહીં આપુ... " " હર્ષા.... હર્ષા... કઈ કીધું તે...? અવનીશનો અવાજ આવતા જ એ આકૃતિ અદ્રશ્ય થઈ જાય છે... થોડીવાર અટક્યા પછી હર્ષા જવાબ આપે છે... " કંઈ જ નહીં....ના અવનીશ... ...Read More

15

હકીકતનું સ્વપ્ન..!! - 15

પ્રકરણ 15 સત્ય કે મિથ્યા..!! "આજે વહેલા નીકળી જઈએ ..? " " કેટલા વાગે? " " 5:00 વાગ્યા પછી..." સારુ ...આપણે બંને જઈને બોસ ને વાત કરીશું ...અને પછી નીકળી જઈશું...." " ઓકે ... " હર્ષા મનોમન ખુશ થઈ જાય છે કે એને અવનીશ સાથે વાત કરવાનો મોકો મળી જશે એટલામાં બંને ઓફિસ પર પહોંચી જાય છે... ******* અવનીશ અને હર્ષા ઓફિસમાં પોતપોતાના કામે લાગી જાય છે અને સમય રોજની માફક સતત ચાલ્યા કરે છે ....પણ હર્ષા પાંચ વાગવાની રાહ જુએ છે કે ક્યારે પાંચ વાગે અને હું ક્યારેય અવનીશ સાથે વાત કરું... પણ ડર એ વાતનો છે કે ...Read More

16

હકીકતનું સ્વપ્ન..!! - 16

પ્રકરણ 16 વાતોનું વંટોળ...!! " અવનીશ શું વિચારી રહ્યો છે? હું કંઈક બોલું છું.... " " હર્ષુ... એ જ જે હું તને રવિવારે પૂછવા માંગતો હતો પણ તે મને કહ્યું જ નહીં ...અને આજે તું મને સામેથી કે છે.... તો સારું ફિલ થાય છે કે તું મને શેર કરે છે.... અને પ્લીઝ તું મને શેર કરતી રેજે..... મારો એટલો હક છે કે હું તારા બધા જ સુખ અને દુઃખમાં ભાગીદાર બની શકું... " " અવનીશ.... હક તો મેં તમને બધા જ આપ્યા છે... પણ હું નો'તી ઇચ્છતી કે તમે મારી સમસ્યાના લીધે દુઃખી રહો અને પ્લસ હું એ જ ...Read More

17

હકીકતનું સ્વપ્ન..!! - 17

પ્રકરણ 17 રહસ્યમય આકૃતિ..!! અવનીશ અને હર્ષા બંને ગાર્ડનમાંથી બહાર નીકળી ઘર તરફ પોતાની બાઈક લઈને નીકળે છે ... ક્ષણમાં બંને ઘરે આવે છે... અવનીશ ફ્રેશ થઈને ચેન્જ કરે છે જ્યારે હર્ષા હાથ પગ ધોઈને જમવાનું તૈયાર કરવા લાગે છે પણ બંનેના મનમાં અઢળક પ્રશ્નો ચાલી રહ્યા છે કે શું આ ઘરમાં કોઈ અભિશાપ છે કે પછી તેમના દાંપત્ય જીવન પર કોઈ અભિશાપ છે કે પછી આ બધું માત્ર મનના વહેમ પૂરતું મર્યાદિત છે..... બંને પોતપોતાના કામમાં મશગુલ તો છે પણ સાથે સાથે બંનેના વિચારો અપાર ગતિથી દોડી રહ્યા છે.... " અવનીશ...અવનીશ.." "હમ્મ.." "સુઈ ગયા કે શું..?" "હા યાર ...Read More

18

હકીકતનું સ્વપ્ન..!! - 18

પ્રકરણ 18 ડર....!! હર્ષા સવારમાં વહેલા જાગે છે અને અવનીશના સુતેલા જોઈને હર્ષા એના કપાળ પર પ્રેમથી હાથ ફેરવે અને પોતે કિચનમાં જઈ પાણી ગરમ કરે સવારનું કામ કરવા લાગે છે..... થોડી ક્ષણમાં અવનીશ જાગે છે અને બાજુમાં હર્ષાને ન જોતા ગભરાઈને બોલી ઊઠે છે... " હર્ષા.... હર્ષા...... હર્ષુ.... " અવનીશનો અવાજ સાંભળી હર્ષા અંદરથી અવનીશ પાસે આવે છે... " અવનીશ... શું થયું? શું થયું..? " " ના.... ના ... કહી નઈ.... ક્યાં હતી તું ...? " " અરે ... અંદર કામ કરતી હતી.... " " તને કંઈ થયું તો નથી ને...? " " ના ... અવનીશ.... ચિંતા ના ...Read More

19

હકીકતનું સ્વપ્ન..!! - 19

પ્રકરણ 19 પ્રેમનો ઉભરો...!! સાંજે અવનીશ હર્ષાને ઓફિસ પરથી લઈને આવે છે બંને સાથે રોજની જેમ હસી મજાક અને મજા માણતા માણતા જ જમી લે છે અને અવનીશ ઓફિસ માટે નીકળી જાય છે.... અને આ બાજુ હર્ષા કામમાં વળગી રહે છે ...કામ પતાવી પોતે બેડ પર પોતાની ડાયરી લખવા માટે બેસી જાય છે....થોડી ક્ષણોમાં ડાયરી ટેબલ પર મૂકી હર્ષા નાઈટ લેમ્પ ઓન કરી અને લાઈટ ઓફ કરીને સુવાની તૈયારી દર્શાવે છે....અને આજે શું થશે એવા અનેક વિચારો વશ ઊંઘી જાય છે..... ****** સવારમાં 5:30 વાગ્યે હર્ષા ગરમ પાણી મૂકે છે અને બેડ સરખો કરવા લાગે છે.... ચહેરા પર કંઈક ...Read More

20

હકીકતનું સ્વપ્ન..!! - 20

પ્રકરણ 20 પીછેહટ...!! અવનીશ અને હર્ષા બંને બેડ પર સૂતા છે...અવનીશના ડાબા હાથ પર હર્ષા નું માથું છે .. બંનેના ચહેરા પર એક અલગ જ પ્રકારનું સ્મિત છે જેમાં બંનેનો પ્રેમ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે... " હર્ષુ.... હર્ષુ... કાલે રાત્રે કશું થયું તો નહોતું ને પેલી આકૃતિનું...? "અરે.... હા તમને એ વાત તો કહેવાની રહી જ ગઈ..." હર્ષા બેડ પર બેઠી થઈ જાય છે એટલે અવનીશ પણ એની સામે મોં રાખીને બેસી જાય છે.... " શું થયું ? હર્ષા ..... બોલને પ્લીઝ...... મને બહુ ટેન્શન થાય છે.... " " લાસ્ટ ટાઈમ ની જેમ જ એ મારી સામે આવી ...Read More

21

હકીકતનું સ્વપ્ન..!! - 21

પ્રકરણ 21 સારો સમય....!! અવનીશ અને હર્ષા બંને ઑફિસ પર પહોંચે છે અને રોજની જેમ આ દિવસ પણ કામની જ પસાર થઈ જાય છે... હર્ષા પોતે અનેક વિચારો સાથે પોતાના કામમાં વ્યસ્ત રહે છે .... પણ એનું મન હજુ પણ ઘણા વિચારોને વળગી રહ્યું છે કે શું ખરેખર આ સાચું છે ? કે શું ખરેખર આ આકૃતિ જતી રહેશે અમારા જીવનમાંથી... ? કે પછી અમારું જીવન હજી પણ જોખમમાં છે ...? છેવટે આ બધું છોડી અને ભુલવા પ્રયત્ન કરે છે અને અવનીશ પણ ધીમે ધીમે કામની વ્યસ્તતામાં આ બધું ભૂલવા લાગે છે .... **** જીવનના રોજના ઉતાર ચઢાવની સાથે ...Read More

22

હકીકતનું સ્વપ્ન..!! - 22

પ્રકરણ 22 હકીકત કે સ્વપ્ન...? અવનીશ અચાનક પરસેવાથી રેબઝેબ થઈ બેડ પર જાગીને બેઠો થઈ જાય છે... પોતાની બાજુમાં સુતેલી જોઈ રાહત અનુભવે છે.... અવનીશ ચિંતાતુર બની હર્ષાની સામે જોઈ રહે છે પણ અવનીશ જેવું હર્ષાની સામે જુએ છે તેવી જ હર્ષા આંખો ખોલે છે અને એક જ શેતાની હાસ્ય આપે છે જાણે હર્ષા જ બધું કરી રહી હોય...!! આ જોઈ અવનીશ એક ધ્રુજારી અનુભવે છે... અને પોતાની આંખો ચોળે છે કે પોતે ઊંઘમાં તો નથી ને અને પછી ફરીથી હર્ષાની સામે જુએ છે તો હર્ષાને સુતેલી જોઈ પોતે પણ સૂઈ જાય છે પણ સુતા સુતા અવનીશના મનમાં ઘણા ...Read More

23

હકીકતનું સ્વપ્ન..!! - 23

પ્રકરણ 23 આત્મહત્યા..!! અવનીશ બાઈક પાર્ક કરી ઘર તરફ દાખલ થાય છે... " અરે... અવનીશ બેટા , ઉભો રે..." ...બોલોને...બા.." " અંદર આવ તો ...કામ છે મારે ..!! " "હા, બોલોને ....." અવનીશ બા ના ઘરમાં દાખલ થાય છે .... " બેટા .... હર્ષા ને કંઈ થયું છે... ? કેમ એ કઈ બોલતી નથી ..? અને ચિડાયા કરે છે ? " "ના ...ના.... બા ...એવું કશું જ નથી.... એ તો બીમાર થઈ જાય છે ને વારંવાર એટલે ...!!" "હા... હમણાં હમણાં દુબળી પડી ગઈ છે ....અને આંખો પણ અંદર જતી રહી છે .." " હા ...બા .... " " ...Read More

24

હકીકતનું સ્વપ્ન..!! - 24

પ્રકરણ 24 ઝાંખુ સત્ય...!! બસ હર્ષાનાં આ બધા અંગોની સામે અવનિશ જોયા કરે છે અને એનો હાથ હર્ષાના કપાળ ફર્યા કરે છે...અઢળક વિચારો સાથે અવનીશ ત્યાં કલાકો સુધી બેસી રહે છે...લગભગ ઢળતાં બપોરે સુરેશ અને તેની પત્ની બંને ત્યાં આવી પહોંચે છે...પણ હર્ષાને હજુ પણ હોંશ આવ્યો નથી.... પણ સુરેશ અને તેની પત્ની તુલસી બંને હર્ષાને જોઈને એ શક્તિને ઓળખી જાય છે .. હા સુરેશ જોષી અને તુલસી જોષી એટલે બંને ઉત્કૃષ્ઠ અને સારી તંત્ર વિદ્યાના જાણકાર... " અવનીશ...." "અરે...સુરા...આવ... ભાભી...કેમ છો....?" "એકદમ મજામાં...પણ હર્ષા...." "ભાભી.....શું કહું ?? " "અવનીશ...આ બાજુ આવ.." અવનીશ ત્યાંથી ઉભો થઇ સુરેશ પાસે આવે ...Read More

25

હકીકતનું સ્વપ્ન..!! - 25

પ્રકરણ 25 ઘરમાં તપાસ...!! " અવનીશ મારી વાત ધ્યાનથી સાંભળ તું ઉતાવળ ના કરીશ....અવનીશ તારી ઉતાવળમાં હર્ષા ભાભીને વધારે થશે..... અને તું પણ હેરાન થઈશ...." " તો હું શું કરું .... સુરેશ..." " તું જ કહે ... હવે કહે ...." " સૌથી પહેલા તો આપણે બંને તારા ઘરે જઈએ..." " ઘરે ..? " "હા હું ઘર જોવા માંગુ છું..." " ઠીક છે ચાલ.." સુરેશ અને અવનીશ બંને હોસ્પિટલની બહાર નીકળે છે... "હું મારી બાઇક લઈ લઉં છું.." " હા... અવનીશ.. તું પાર્કિંગની બહાર આવ... હું બહાર ઉભો છું ...." " હા..." અવનીશ બાઈક લઈને બહાર આવે છે અને સુરેશ ...Read More

26

હકીકતનું સ્વપ્ન..!! - 26

પ્રકરણ 26 સ્પર્શ...!! "અવનીશ , રક્ષાસુત્ર માટે ભાભી ઘરે આવે પછી જ થશે...!! " "મતલબ 2 દિવસ પછી.." " " અને એક વાત ધ્યાનમાં રાખજે કે , જ્યાં સુધી ભાભી ઠીક ના થાય ત્યાં સુધી ભાભી સાથે નજીકના સંબંધો બિલકુલ ઓછા રાખજે કારણ કે એક જોતા અત્યારે ભાભી જ તારા જીવના દુશ્મન છે ....." " સુરેશ ... શું બોલે છે તું...? " " હા... એની અંદર જે છે એ..." "હમ્મ..." "કંઈ નહિ... ચિંતા ના કરીશ ...હું છું તારી સાથે.." " હા... સુરેશ..." " હોસ્પિટલ જઈએ હર્ષા ભાભી રાહ જોતા હશે..." "હમ્મ" સુરેશ બાઇક સ્ટાર્ટ કરે છે અને બંને હોસ્પિટલ ...Read More

27

હકીકતનું સ્વપ્ન..!! - 27

પ્રકરણ 27 મૌન...!! " ડોક્ટર... આ લો , દવા....." " હા , મિસ્ટર દવે .....લાવો ...." ડોક્ટર અવનીશને દવા છે અને ત્યાર પછી હર્ષાના હાથમાંથી સોય કાઢી દે છે અને હર્ષા ચૂપચાપ આ બધું જોઈ રહી છે. " ઓકે , મિસ્ટર દવે .... તમે જઈ શકો છો... અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ હોસ્પિટલનો નંબર છે તો આ નંબર પર ફોન કરી દેજો..." " થેન્ક્યુ , ડોક્ટર..." " હર્ષા, જઈએ આપણે ....? " " હા... અવનીશ..." " તું ચાલી શકીશ.... હર્ષા....??" " હા.... પાગલ ...." "વાહ ... ઘણા દિવસ પછી આ શબ્દ સાંભળવા મળ્યો છે હર્ષા... " " ...Read More

28

હકીકતનું સ્વપ્ન..!! - 28

પ્રકરણ 28 રક્ષાસૂત્ર...!! થોડી ક્ષણમાં ફરીથી દરવાજા પર ટકોરાનો અવાજ સંભળાય છે.... અવનીશ ફરીથી દરવાજા પાસે જાય છે અને ખોલે છે.... " સુરેશ....? ભાભી...? આવો આવો...." " હા..કેવું છે હવે ભાભી ને....? " " સારું છે... " " શું કરે છે...? " " સૂતી છે ... ભાભી... " સુરેશ અને તુલસી ઘરમાં પ્રવેશે છે .... અવનીશ ફરી વખત હર્ષા ને જગાડવાનો પ્રયત્ન કરે છે પણ હર્ષા તરફથી કોઈ જવાબ જ મળતો નથી ..... "હર્ષા.... હર્ષા.... કોણ આવ્યું છે....? આ તરફથી હજુ પણ કોઈ પ્રત્યુત્તર મળતો નથી .... " " અવનીશ રહેવા દે.... સુવા દે .... " " હા અવનીશભાઈ.... ...Read More

29

હકીકતનું સ્વપ્ન..!! - 29

પ્રકરણ 29 શોધ...!! અવનીશ ત્યાં જ બેસી રહે છે....થોડી ક્ષણમાં હર્ષાનો અવાજ આવે છે.... " અવનીશ.... અવનીશ...." " હર્ષા....હા તું જાગી ગઇ....?" હર્ષા પોતાનું માથું પકડીને બેડ પર બેઠી થાય છે.... " હર્ષા.. કેવું છે હવે .... ?? " " અવનીશ .... મને માથું કેમ દુખે છે... ? " " હર્ષા .... એ તો...!! " " અવનીશ... અવનીશ... પ્લીઝ મને બચાવી લો .... એ આત્મા મને મારી નાખશે.... અવનીશ ...પ્લીઝ.... " " હર્ષુ.... પ્લીઝ , રિલેક્સ... હું છું ને તારી સાથે..." "સારું...એક કામ કર ...તું આરામ કર ...આજે હું રસોઈ બનાવું આપણાં માટે... " " ના... હું બનાવું છું....અવનીશ ...Read More

30

હકીકતનું સ્વપ્ન..!! - 30

પ્રકરણ 30 તણાવ..!! જમ્યા પછી અવનીશ બધું સાફ કરવા માટે કિચનમાં જાય છે .... અને હર્ષા તેની પાછળ પાછળ કરે છે... " અરે... હર્ષા ... કેમ પાછળ પાછળ ફરે છે ..... ?? આરામ કર ને... " " પણ અવનીશ.... હવે .... કેટલું સુઇશ...? " " હા ... કઈ નહિ તો એક જગ્યાએ બેસ ને ... આમ તો થાકી જઈશ... " " હા ... ઠીક છે..." હર્ષા બેડ પર બેસી જાય છે અને અવનીશ કામ પતાવીને હર્ષા પાસે આવે છે .. " હર્ષા ... એક વાત પૂછું....? " " હા.... અવનીશ.... બોલો ને.... " " હર્ષા.... આપણે હમણાં કંઈ નવી ...Read More

31

હકીકતનું સ્વપ્ન..!! - 31

પ્રકરણ 31 બદલો..!! અવનિશ હર્ષાને નીચે પડેલી જોઈને એંની નજીક દોડી જાય છે... અવનીશ હર્ષાને જગાડવા માટે પ્રયત્ન કરે .... " હર્ષા .... હર્ષા ..... જાગને ..... પ્લીઝ ...... હર્ષા ..... આંખો ખોલને .... " અવનીશ હર્ષાને જગાડવા માટે ઘણા પ્રયત્નો કરે છે..... પણ હર્ષા તરફથી કોઈ પ્રત્યુત્તર ના મળતા અવનીશ હર્ષાનું માથું પોતાના ખોળામાં મૂકી દે છે .... અને એના ચહેરાને પંપાળ્યા કરે છે .... અવનીશ પોતાનું માથું બેડ પર મૂકી દે છે .... અને હર્ષાનું માથું એના ખોળામાં ..... એ રાત આમ જ વીતી જાય છે .... જે અવનીશ અને હર્ષા ના જીવનની સૌથી દુઃખદ રાત્રી હતી ...Read More

32

હકીકતનું સ્વપ્ન..!! - 32

પ્રકરણ 32 વિશ્વાસ... !! અવનીશ સુરેશની આ હાલત જોઈને ગભરાઈ જાય છે ... અને સુરેશને બચાવવા માટેના પ્રયત્ન કરે .... કારણ કે સુરેશ વગર એ હર્ષાને કેવી રીતે બચાવી શકશે ... ? આજુબાજુના લોકોની મદદથી અવનીશ સુરેશને હોસ્પિટલ લઈ જાય છે ..... પણ કમનસીબે સુરેશ ત્યાં જ મૃત્યુ પામે છે .... હોસ્પિટલ ગયા પછી અવનીશ તુલસીને ફોન કરે છે.... " હલો... " " હા .... અવનીશભાઈ ..... બોલો ને... " " ભાભી .... " અવનીશ તુલસીને માંડીને વાત કરે છે ... તુલસી હોસ્પિટલ પહોંચે એ પહેલા જ અવનીશ ત્યાંથી નીકળી જાય છે .... અને ઘરે પહોંચે છે ..... પણ ...Read More

33

હકીકતનું સ્વપ્ન..!! - 33

પ્રકરણ 33 આશાનો પ્રેમ... !! " તો અવનીશ મને કેમ આ બધી વાતની ખબર નથી પડતી... ? અવનીશ.... હું એને મારા શરીરમાં નહીં આવવા દઉં.... " " પણ ... હર્ષા .... એ શક્ય જ નથી.... !!" "હમ્મ " હર્ષા દુઃખી થઈ જાય છે અને હર્ષાને જોઈને અવનીશ હર્ષાને પોતાની બાહોમાં સમાવી લે છે ... " તું ચિંતા ના કર હું છું ને... " " પણ અવનીશ ... શું કરીશું આપણે...? હવે શું કરશે એ આત્મા..? " " હર્ષા... એક વાત કહું.... ? " " હા .. અવનીશ બોલને ... " " હર્ષા એ આત્માને હું જોઈએ છીએ..... તો મને ...Read More

34

હકીકતનું સ્વપ્ન..!! - 34

પ્રકરણ 34 તુલસી માળા.... !! હર્ષા ને માથું પછાડતા જોઈ અવનીષને કંઈ સૂઝતું નથી અને ચિંતાતુર થઈ જાય છે આથી અવનીશ ને એ માળા યાદ આવે છે જે એને તુલસીએ આપી હતી..... તે ઝડપથી મંદિર તરફ દોડે છે અને એ માળા લઈ હર્ષાની તરફ ફેંકે છે.... અને એ માળા હર્ષાનાં ગળામાં જાય છે ....અચાનક હર્ષા ત્યાં પડી જાય છે અને બેભાન થઈ જાય છે..... અવનીશ હર્ષા પાસે દોડે છે એના મસ્તકમાંથી નીકળતું લોહી જોઈને અવનીશ ગભરાઈ જાય છે ... અને હર્ષા ને ભેટીને રડવા લાગે છે.... અવનીશ ડોક્ટરને ફોન કરે છે અને ડોક્ટરને ઘરે બોલાવે છે... ડોક્ટર આવીને હર્ષાનો ...Read More

35

હકીકતનું સ્વપ્ન..!! - 35

પ્રકરણ 35 ભવિષ્યવાણી.... !! આ યુગલ એટલું વિચારોમાં છે એમને એ વાતની જાણ જ નથી કે સમય કેમ વીતી લગભગ એક વાગ્યાની આસપાસ દરવાજા પર ફરીથી ટકોરાનો અવાજ આવે છે....અવાજ સાંભળી બંને વિચારોમાંથી બહાર આવે છે અને એકબીજાની સામે જુએ છે..... ફરીવાર વધારે જોરથી ટકોરાનો અવાજ આવતા સહેજ ગભરાહટ અનુભવે છે.... અવનીશ ઉભા થઇ દરવાજો ખોલે છે... " તુલસી ભાભી... ? " " અવનીશભાઈ , હર્ષા ક્યાં છે.. ? " "અંદર છે....!! " તુલસી ઘરમાં પ્રવેશે છે.... " અરે , તુલસી આવ... " " હર્ષા...? " " શું થયું... ? તુલસી....? " " હર્ષા... કદાચ અવનીશભાઈને મારા પર વિશ્વાસ ...Read More

36

હકીકતનું સ્વપ્ન..!! - 36

પ્રકરણ 36 કેદ... !! બરાબર સાત વાગ્યાનાં ટકોરે તુલસી આંખો ખોલે છે... અને યજ્ઞની શરૂઆત કરે છે અને એ તુલસીના શબ્દો ગુંજી રહ્યા છે.... " અભિચાર નાશ ક જંજીરો , અસ્સી મન કી સાકર , જૈતમાલ કે પાંવ , માતા હટકે જૈતમાલ કી , કૈવારે મેં બસૈ બાંદિયા , સાંકર ભેય છીનાય , અરે મેં જાતે માં રો , બંદિયા કરું બંદનીયા રોડ , પાંચ બર્સ કા બાલક મારુ , ગરભે કરું અહાર , દેવ - દેવી કો બાંધ , ભૂત - પરિત કો બાંધ , જાદુ - ટોને કો બાંધ , કબજે મેં કર લાઉં , ઇતના કામ ...Read More

37

હકીકતનું સ્વપ્ન..!! - 37

પ્રકરણ 37 ઓમકાર... !! અવનીશ પોતે જ કન્ફ્યુઝ છે કે ખરેખર આ શું થઈ રહ્યું છે .... એક બાજુ આત્મા હર્ષાને નુકશાન પહોંચાડે છે અને બીજી બાજુ તુલસીએ સુરેશનું મૃત શરીર ત્યાં મૂક્યું છે .... બરાબર અગિયાર વાગ્યે ગ્રહણ શરૂ થાય છે અને એ આત્મા શક્તિશાળી બની જાય છે .... હર્ષા પુર ઝડપે આવી અવનીશને સામેની દીવાલ સુધી ખેંચી અવનીશને ગરદનથી ઉંચો કરે છે ..... અને તુલસીને યજ્ઞ રોકવા માટે ધમકી આપે છે ..... અવનીશ અત્યંત ગભરાય જાય છે એવા સમયે તુલસી મંત્ર જાપ ની સાથે સાથે એ ઓમકાર લઈને હર્ષા નજીક આવે છે અને એ ઓમકાર હર્ષાની નજીક ...Read More

38

હકીકતનું સ્વપ્ન..!! - 38

પ્રકરણ 38 પવિત્ર આત્મા.. !! હર્ષા અવનિશને રોકવા માટે અવનીશ સુધી જાય છે અવનીશના એક હાથમાં ઓમકાર છે તો બાજુ હર્ષા અવનીષને પકડીને ઊંચો કરે છે .... અવનીશ એ ઓમકારથી પ્રહાર કરતાં ડગમગાય છે .... કારણ કે સામે એની હર્ષા જ છે .... એ કેવી રીતે પ્રહાર કરી શકે .... ? આ બાજુ તુલસી બૂમ પાડે છે " અવનીશ ભાઈ .... પ્રહાર કરો..... એનાં કોઈ પણ ભાગ પર પ્રહાર કરો ..... અવનીષભાઈ .... હર્ષાને બચાવવા માટે કરો.... " અને અવનીશ આંખો બંધ કરીને હર્ષા પર પ્રહાર કરે છે એના હાથની બાજુ પર અવનીશ એ ઓમકારનો ધારદાર ભાગ મારે છે ...Read More

39

હકીકતનું સ્વપ્ન..!! - 39

પ્રકરણ 39 આશા .. !! થોડી ક્ષણોમાં સુરેશ એ આત્માને પોતાના શરીરમાં ખેંચી લે છે ... એ આત્માના પોતાના પ્રવેશને લીધે સુરેશનાં શરીરમાં એ ઝાટકો આવે છે ... પણ એ આત્મા હવે સુરેશના વશમાં છે ... પણ એ આત્મા તુલસીને બહેલાવવાની કોશિશ કરે છે.... " ભાભી ... હું તો તમારી આશા ... !! તમે મને કેદ કરશો ... ? ભાભી ... આવું નહીં કરો ને .... ભાભી ... હું તમારી આશા... !! ભાભી ... ભાઈને કો ' ને ... મને છોડી દે .... " તુલસી તરફથી કોઈ પ્રત્યુત્તર ના મળતા સુરેશના શરીરમાં રહેલી આશા ની આત્મા ગુસ્સા થી ત્રાડ ...Read More

40

હકીકતનું સ્વપ્ન..!! - 40

પ્રકરણ 40 કાગળ ... !! આખી રાત એ જ સુમસામ રસ્તા પર બેસી રહે છે અને અવનીશને યાદ કરીને કરે છે આ બાજુ સુરેશનાં ફોન પર ફોન આવ્યા કરે છે.... તુલસી અને સુરેશ બંને ચિંતામાં છે ... અને એ સવારમાં આશા ઘરે આવે છે .. અને સુરેશ ગુસ્સામાં આવી આશાને એક ઝાપટ મારી દે છે... " આશા ... ક્યાં હતી..? એ પણ આખી રાત... ક્યાં કાળું મોઢું કરીને આવી છે ..? " " સુરેશ ... શાંતિ રાખ.. " " મમ્મી .. તું વચ્ચે ના આવીશ .. " " આશા.. ... તું નાહી લે અને તૈયાર થઈ જા ... હું ...Read More

41

હકીકતનું સ્વપ્ન..!! - 41

પ્રકરણ 41 ઇજ્જત...!! સુરેશનાં શરીરમાં રહેલી આશા અવનીશ અને હર્ષાની સામે જોઇને બોલે છે .... " શું અવનીશ તારો એટલો બધો આંધળો હતો કે તું મારી સામે જોઈ પણ ના શક્યો... ? શું મારો પ્રેમ એટલો બધો ખરાબ હતો.. ? જો મારી જગ્યા પર... આ ... આ તારી હર્ષા હોત તો શું કરેત... ? અવનીશ પ્રેમ એની જગ્યા પર અને એક સ્ત્રીની માન અને મર્યાદા એની ઈજ્જત એની જગ્યા પર... સ્ત્રી એના વગર અધૂરી છે.... અધૂરી.... !!! " અને આશાની આત્મા ચીસ પાડીને રડી ઉઠે છે.... અને તુલસી બોલી ઉઠે છે " તો હવે ... શુ જોઈએ છે... ? ...Read More

42

હકીકતનું સ્વપ્ન..!! - 42

પ્રકરણ 42 અંત કે શરૂઆત... !! એ રૂમમાં અચાનક થયેલી રોશની થી અચંબિત થઈ જાય છે .. બધાની નજર તરફ પડે છે ... અને એ રોશની તરફ જોતા બે અત્યંત પ્રકાશિત આકૃતિઓ દેખાય છે .... એક આકૃતિ સુરેશ ની છે તો બીજી આકૃતિ આશાની ..... એને જોઈને અવનીશ ઉભો થાય છે અને એ બંને આકૃતિ ની સામે આવે છે ... . " સુરેશ ... મને માફ કરજે ભાઈ ... મેં તને ખોટો સમજ્યો .... હું તારો મિત્રતાનો ભાવ ના સમજી શક્યો .... તે મારા માટે તારો જીવ આપ્યો છે .... હું જીવનભર તારો આભારી રહીશ .... " " ના ...Read More

43

હકીકતનું સ્વપ્ન..!! - 43

પ્રકરણ 43 ગભરાયેલી સવાર... !! આમ જ એ રાત્રિ પસાર થઈ જાય છે .... અને સવાર પડી જાય છે ત્રણે ત્યાં જ સુઈ ગયા હોય છે ... અચાનક હર્ષા ની આંખ ખુલે છે અવનિષ અને તુલસીને આમ જ પડેલા જોઈ હર્ષા અવનીશ પાસે જાય છે.... " અવનીશ .... અવનીશ .... જાગો .... " અવનીશ આંખ ખોલે છે અને આજુબાજુમાં જોઈ બેઠો થઈ જાય છે.... હર્ષા તુલસી પાસે જાય છે .... " તુલસી ... જાગો ... " અને તુલસી આંખો ખોલે છે અવનીષ જાગ્યા પછી પોતાનો ફોન શોધે છે અને ડોક્ટરને ફોન કરે છે .... ડોક્ટરને ઘરે બોલાવે છે .... ...Read More

44

હકીકતનું સ્વપ્ન..!! - 44

પ્રકરણ 44 પોકાર... !! અવનીશ ની બૂમ સાંભળી હર્ષા અને તુલસી બંને બહારની રૂમમાં આવે છે .... " શું ... ?? અવનીશ ભાઈ ... ?? " " હા , અવનીશ ... શું થયું .. ? " " ભાભી ... આ ... ?? " અવનીશ બેડ ની સામેની દીવાલ બતાવતા બોલે છે .... અને એ દીવાલ પર લાલ અક્ષરે લખાયેલું હતું .... હર્ષા એ જોઈને વાંચે છે.... " અવનીશ..... આજે રાત્રે 12:00 વાગે મારા ઘરે મારી રૂમમાં મને મળવા આવ ...... હું તારી આશા ..... " " ના , અવનીશ ભાઈ .... હવે નહીં જાવ ... " " હા ... ...Read More

45

હકીકતનું સ્વપ્ન..!! - 45

પ્રકરણ 45 મિલન...!! હર્ષા , અવનીશ અને તુલસી ત્રણેય મળીને ઘરની સફાઈ કરે છે ... અને ઘર વ્યવસ્થિત કરે ... ત્યાં જ બપોર પડી જાય છે ... લગભગ બપોર નો 2:00 વાગ્યા નો સમય છે ... અને ત્રણેય જમીને ફ્રેશ થયા છે .... " તુલસી તમે અહીંયા જ સુઈ જાવ ....સાંજે આપણે બધા સાથે જ તમારા ઘરે જઈશું .... . ખોટું વહેલા નથી જવું .... " " હા , ભાભી ... હર્ષા સાચું કહે છે અહીંયા જ આરામ કરો .... ખોટું આવવું અને જવું .... અહીંયા આરામ પણ થઈ જશે ... " " હા ... ભલે અવનીશ ભાઈ ... ...Read More

46

હકીકતનું સ્વપ્ન..!! - 46

પ્રકરણ 46 સૂટકેશ... !! " અવનીશ ... અવનીશ ... શું થયું ... ? બોલને .. કંઈક તો બોલ ... " હા ... અવનિશભાઈ શું થયું ? બોલો .... " તુલસી અને હર્ષા બંને પૂછી રહ્યા છે પણ અવનીશ જ તરફથી કોઈ જવાબ મળતો નથી .... અચાનક અવનીશ બોલી ઊઠે છે " તુલસી ભાભી .... મને એક બેગ જોઈએ છે .. મળશે ... ? " " પણ શા માટે ... ? અવનીશ ભાઈ ... ??? " " પ્લીઝ ... ભાભી ... આપોને હું પછી બધું જ કહીશ તમને ... " " ઓકે ... અવનીશ ભાઈ .... " તુલસી પોતાના રૂમમાંથી ...Read More

47

હકીકતનું સ્વપ્ન..!! - 47

પ્રકરણ 47 રાખ .. !! અવનીશ ઉતાવળમાં જ બાઇક ચલાવી રહ્યો છે ... અચાનક જ ઉતાવળ અને ગભરામણ ના અવનીશનું બાઈક પરથી બેલેન્સ છૂટી જાય છે ... અને બાઈક એ સુમસામ બ્રિજ પર ઘસેડાય છે ... સાથે સાથે હર્ષા અને તુલસી પણ ફેકાઈ જાય છે .... અને અવનીશ પણ બાઈકની સાથે ઘસડાય છે ... અચાનક પડવાથી અવનીશના હાથ અને પગ ઘસાય છે .. હર્ષા અને તુલસીને પણ થોડું ઘણું ઘસાય છે ... એટલે અવનીશ ઊભા થઈને દોડીને હર્ષા અને તુલસી પાસે જાય છે ... " હર્ષા .... વાગ્યું તો નથી ને ... ??? " "તુલસી ભાભી .... ઠીક છો ...Read More

48

હકીકતનું સ્વપ્ન..!! - 48

પ્રકરણ 48 બનાવ ... !! એ ઝળહળતી જ્યોતિ અને તેના પ્રકાશ સામે એકીટશે જોઈ રહે છે... અચાનક એ રાત્રિનાં આકાશમાં એક હસતો ચહેરો દ્રશ્યમાન થાય છે ... એ જોઈને અવનીશનાં ચહેરા પર smile આવી જાય છે અને અવનીશનો હસતો ચહેરો જોઈ એ આકાશમાંની આકૃતિ હંમેશને માટે અદ્રશ્ય થઈ જાય છે ... પણ અવનીશનો ચહેરો જોઈને હર્ષા પણ ત્યાંથી ચાલવા લાગે છે... " અવનીશ ભાઈ ... હસવાનું બંધ કરો... તમારી હર્ષા ... ??? " અવનીશ આકાશની સામે જોઇને એક અંત્યત આનંદ અનુભવી એ હર્ષાની પાછળ જાય છે .... " હર્ષા ... હર્ષા ... " તુલસી બંનેને જોઈને હસવા લાગે છે ...Read More

49

હકીકતનું સ્વપ્ન..!! - 49

પ્રકરણ 49 બંધ દરવાજાનું રહસ્ય ... !! અવનીશ , હર્ષા અને તુલસી ત્રણેય લગભગ સવા પાંચ વાગ્યાની આસપાસ તુલસીના પહોંચે છે ... હર્ષા કિચનમાંથી તુલસી અને અવનીશ માટે પાણી લઈને આવે છે .. અને ત્રણેય સોફા પર બેસે છે ... અને હાશકારો અનુભવે છે .. " અવનીશ ... શુ થયું હતું ... એ રૂમમાં... ??? " " હા , અવનીશ ભાઈ .... બોલો ને ... " " હા ... ભાભી ... હું જેવો રૂમમાં દાખલ થયો કે તરત જ ..... " ******* ( ફ્લેશ બેક ) અવનીશ એ રૂમમાં પ્રવેશે છે ... અને અચાનક એ દરવાજો આપોઆપ બંધ થઈ ...Read More

50

હકીકતનું સ્વપ્ન..!! - 50

પ્રકરણ 50 પ્રેમ સંવાદ ... !! " અવનીશ આવી તો મારી ઘણી બધી યાદો છે ... આ રૂમમાં કે મને ક્ષણે તારી યાદ અપાવે છે .... અને સાથે સાથે એવી પણ ઘણી વસ્તુઓ છે કે જે મને મમ્મી અને સુરેશભાઈ ની યાદ અપાવે છે ... જો આ ઢીંગલી કેટલી સરસ છે ... !! આ ઢીંગલી હું નાની હતી અને મેં જીદ કરી હતી તો મમ્મીએ મને નહીં લઈ આપી ... પણ મારો ભાઈ સેવિંગ કરીને મારા માટે લઈને આવ્યો હતો ... કેટલો સરસ પ્રેમ હતો મારા ભાઈનો ... !! " " હા , સુરેશ ની તો વાત જ અલગ ...Read More

51

હકીકતનું સ્વપ્ન..!! - 51 - છેલ્લો ભાગ

પ્રકરણ 51 આશા નું અવતરણ ... !! " અરે , બા ... આવોને ... " " ના .. હર્ષા... ...બસ એટલું જ કહેવા આવી છું કે આવતા મહિને તમે રૂમ ખાલી કરી દેજો .... " " પણ કેમ બા શું થયું ... ?? " " બસ કંઈ નહિ મકાન વેચવાનું છે એટલા માટે..." હર્ષા કઈ બોલે એ પહેલાં જ બા ત્યાંથી નીકળી જાય છે અને હર્ષ ચિંતાતુર બની અવનિશ પાસે આવે છે ... અને અવનિશને બધી વાત કરે છે... ****** લગભગ એક મહિનાની અંદર અવનીશ અને હર્ષા એ મકાન ખાલી કરી દે છે ... અને અમદાવાદ શહેરના એ કોણ ...Read More