મેઘ્ના એક હંમેશા ખુશ રહેતી છોકરી હતી.તે હંમેશા બીજા ની મદદ કરવામાં આગળ રહેતી હતી.સાથે ખૂબ જ હોશિયાર પણ હતી.તેના કલાસ ની દરેક પરીક્ષા માં તે પ્રથમ રહેતી તથા સ્કૂલ ની બીજી ઈતર પ્રવૃત્તિ ,રમતો પણ તે જીતતી. તેના પિતા એક એંજિનિયર હતા.મેઘ્ના પણ એક એંજિનિયર બનાવા માંગતી હતી.પણ તેના પિતા તેને ડોક્ટર બનાવવા માંગતા હતા. પણ મેઘ્ના નું જીવન ત્યારે તેને નરક જેવું લાગ્યું જયારે તે ૯ માં ધોરણ હતી ત્યારે તેની માતા નું અવસાન થયું. કારણ કે તેની મમ્મી તેની બેસ્ટ ફ્રેન્ડ પણ હતી. મેઘ્ના તેની દરેક વાત તેની મમ્મી ને કહેતી.સ્કૂલ કે કલાસ માં કોઈ પણ નવી વાત થઇ હોય તો મેઘ્ના સૌથી પહેલા ઘરે આવીને તેની મમ્મી ને આ વાત કહેતી.તેણે ફક્ત

Full Novel

1

મેઘના - 1

મેઘ્ના એક હંમેશા ખુશ રહેતી છોકરી હતી.તે હંમેશા બીજા ની મદદ કરવામાં આગળ રહેતી હતી.સાથે ખૂબ જ હોશિયાર પણ કલાસ ની દરેક પરીક્ષા માં તે પ્રથમ રહેતી તથા સ્કૂલ ની બીજી ઈતર પ્રવૃત્તિ ,રમતો પણ તે જીતતી. તેના પિતા એક એંજિનિયર હતા.મેઘ્ના પણ એક એંજિનિયર બનાવા માંગતી હતી.પણ તેના પિતા તેને ડોક્ટર બનાવવા માંગતા હતા. પણ મેઘ્ના નું જીવન ત્યારે તેને નરક જેવું લાગ્યું જયારે તે ૯ માં ધોરણ હતી ત્યારે તેની માતા નું અવસાન થયું. કારણ કે તેની મમ્મી તેની બેસ્ટ ફ્રેન્ડ પણ હતી. મેઘ્ના તેની દરેક વાત તેની મમ્મી ને કહેતી.સ્કૂલ કે કલાસ માં કોઈ પણ નવી વાત થઇ હોય તો મેઘ્ના સૌથી પહેલા ઘરે આવીને તેની મમ્મી ને આ વાત કહેતી.તેણે ફક્ત ...Read More

2

મેગના - ૨

મારા વાચકમિત્રો મેગના ની આ વાર્તા ને તમારો પ્રેમ આપવા માટે હું તમારો આભાર માનું છું. મેં જયારે આ લખવાનું શરૂ કર્યું ત્યારે મેં વિચાર્યું પણ નહોતું કે આ વાર્તા ને વાચકો નો આટલો પ્રેમ મળશે.હવે હું મેગના ની વાર્તા લખતા લખતાં તેના પ્રેમ માં પડી ગયો છું[અત્યાર સુધી આપણે જોયું કે મેગના જ્યારે નાની હતી ત્યારે તેના મમ્મી નું અવસાન થયું હોય છે. ત્યારે મેગના ખૂબ દુઃખી થાય છે પરંતુ પછી તે પોતાને સંભાળી લે છે અને ખૂબ મહેનત કરીને ssc બોર્ડ ની પરીક્ષા પાસ કરે છે ત્યારે બાદ તે 11 ધોરણ માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી લે ...Read More

3

મેઘના - ૩

[અત્યાર સુધી આપણે જોયું કે મેગના તેના ફ્લેટ ની બાલ્કની માં બેસી ને તેની અને રાજવર્ધન ની પહેલી મુલાકાત કરે છે.મેગના અને રાજવર્ધન ની પહેલી મુલાકાત મેગના ના કલાસ રૂમ માં થઈ હતી એ દિવસે રાજવર્ધન કલાસ રૂમ લેટ આવ્યો હતો. તેને કોઈ પણ જગ્યા ખાલી ન મળતાં તે મેગના પાસે આવે છે અને મેગના તેને પોતાનું બેગ હટાવી ને બેસવા માટે જગ્યા કરી આપે છેરાજવર્ધન મેગના thank you કહી ને બેસી જાય છે જવાબ આપવા ને બદલે મેગના તેની તરફ જોઈ ને ફક્ત સ્માઈલ કરે છે પણ પછી રાજવર્ધન તેના તરફ ધ્યાન આપતો નથીઆમ એક અઠવાડિયા સુધી આવું ...Read More

4

મેઘના - ૪

આ વાર્તા માટે તમે આપેલા અભિપ્રાય બદલ તમારો ખૂબ ખૂબ આભારઆજે સોમવાર હતો આ દિવસ મેગના ના જીવનમાં કોઇ લાવવા નો હતો. આજે મેગના ને એમ લાગતું હતું કે તે આ દિવસ ની ઘણા સમય થી રાહ જોઈ રહી હતી.આજે સવારે જ તેણે અંજલિ ને ફોન કરી ને જૉબ પર થી પણ રજા લઈ લઇ લીધી હતી.આજે મેગના સવારે સાડા દસ વાગ્યે કોલેજ માં પહોંચી ગઈ. તેની બેચ ના લેક્ચર બાર વાગ્યે શરૂ થવાના હતા એટલે ત્યાં સુધી નો સમય તેણે લાઈબ્રેરી માં પસાર કરવા નું નક્કી કર્યું.મેગના લાઈબ્રેરી માં જઇ ને એક બુક લઇ ને એક ટેબલ પર ...Read More

5

મેઘના - ૫

મેગના અને રાજવર્ધન કોલેજ ની કેન્ટીનમાં બેસે છે.બંને કોલ્ડ કૉફી નો ઓર્ડર આપે છે.પાંચ મિનિટ માં વેઈટર કૉફી આપી છે.બંને ચુપચાપ કૉફી પિવે છે. કોફી પૂર્ણ થયા પછી પણ બંને એ વિચારે છે વાત કરવા ની શરૂઆત કોણ કરે?છેવટે રાજવર્ધન જ મેગના ના બોલતા પહેલાં બોલે છે કે મેગના નું વતન કયું છે ?જવાબ માં મેગના રાજવર્ધન ને પુછે છે કે શું તે પોતાની સાથે મિત્રતા કરશે?મેગના નો આ સવાલ સાંભળી ને રાજવર્ધન ગૂંચવાઈ ગયો. કારણ કે અત્યાર સુધી તેને જે પણ છોકરી ઓ મળી હતી તેમણે બધા એ રાજવર્ધન ને સીધું જ પ્રપોઝ કર્યું હતું પરંતુ કોઇ પણ ...Read More

6

મેઘના - ૬

મેગના તેના ઘરે થી તૈયાર થઈ રહી હતી ત્યારે બીજી તરફ રાજવર્ધન પણ પહેરવા ના કપડાં ની પસન્દગી કરી હતો છેલ્લા બે કલાક માં તેણે દસ જોડી કપડાં પહેરીને જોઈ લીધા હતા પણ આજે તેને કોઇ પણ કપડાં ગમતાં જ નહોતા.એટલે તે બધા કપડાં નો ઢગ કરી ને એકબાજુ બેસી ગયો પણ થોડી વાર પછી એને કંઈક યાદ આવતાં તે ઉભો થયો અને બધા કપડાં માં થી એક સફેદ રંગ નું શર્ટ અને ડાર્ક બ્લેક કલર નું પેન્ટ પહેરી લીધું પછી જે કપડાં અસ્તવ્યસ્ત કરી દીધેલા હતા તેમને વ્યસ્થિત કરી ને પાછા કબાટ માં મુકી દીધા.અને હવે ઘળીયાળ તરફ ...Read More

7

મેઘના - ૭

મેગના તેના ઘરે પાછી આવી એટલે પહેલા તે હાથપગ ધોઈ ને ફ્રેશ થઈ ગઈ પછી તેણે ફોન કરી ને ઓર્ડર કર્યો પછી તે પોતાના માટે માટે કૉફી બનાવી ને ટીવી ચાલું કર્યું અને ટીવી જોતાં જોતાં કૉફી પી લીધી.એટલા માં તેનો ઓર્ડર કરેલો પીઝા આવી ગયો એટલે તેણે ડિલિવરી બૉય ને પૈસા આપ્યા બાદ ડાઇનિંગ ટેબલ પર પીઝા લઈ બેસી ગઈ અને પણ પીઝા ખાવાનું શરૂ કરે તે પહેલાં તેનો ફૉન પર કોલ આવ્યો. નામ જોઇને મેગના એ ઝડપથી ફોન રિસીવ કરી લીધો.પછી મેગના એ ફોન પર ખબર પૂછીને બીજી વાતો કરતાં મેગના ના ચહેરા પર ખુશી રેખા ઓ ...Read More

8

મેગના - ૮

મેગના રાજવર્ધન પાસે માફી માંગે છે ત્યારે રાજવર્ધન તેની પાસે માફી ના બદલે મેગના પાસે એક પ્રોમિસ માંગે છે રાજવર્ધન જે વસ્તુ માંગે તે મેગના આપવી પડશે. મેગના રાજવર્ધન ને પ્રોમિસ કરે છે.ત્યારે રાજવર્ધન મેગના ને પોતાની સાથે ડેટ પર ઇનવાઈટ કરે છે. મેગના પહેલા ના પાડે છે ત્યાં રાજવર્ધન તેને પ્રોમિસ યાદ અપાવે છે એટલે મેગના હા પાડે છે એટલે રાજવર્ધન મેગના ને સાત વાગ્યે લેવા માટે આવશે તેમ કહીને જતો રહે છે.મેગના ઘરે જઈ ને સુઈ જાય છે અને રાજવર્ધન તેના રૂમ પર આવી જાય છે એટલે પહેલા તેં તેના રૂમ ના દરવાજા પર ડુ નોટ ડિસ્ટર્બ ...Read More

9

મેગના - ૯

બીજી બાજુ મેગના પણ આજે તેની જૉબ પ્લેસ પર થોડી લેટ પહોંચી હતી પણ ઓફિસ માં તેની ઈમેજ એક એમ્પ્લોય તરીકે ની હતી તેથી તેના મેનેજરે લેટ આવવાનું કારણ પૂછ્યું નહીં.મેગના બપોરે કોલેજ માં ગઈ ત્યારે તેના મોબાઈલ પર રાજવર્ધન નો મેસેજ આવ્યો કે કોલેજ ની કેન્ટીન માં આવ એટલે મેગના સીધી જ કોલેજ ની કેન્ટીન માં ગઈ ત્યારે રાજવર્ધન તેની રાહ જોઇ રહ્યો હતો.મેગના રાજવર્ધન પાસે આવી ને રાજવર્ધન જે ટેબલ પર બેઠો હતો તે ટેબલ પર બેસી ગઈ અને રાજવર્ધન ને કેન્ટીન માં આવવા નું કારણ પૂછયું રાજવર્ધને મેગના ને જણાવ્યું કે તે મેગના સાથે એક અગત્ય ની વાત કરવા માંગતો હતો. મેગના એ પુછયું કે શું વાત છે ? ...Read More

10

મેગના - ૧૦

હવે અંજલિ ને મેગના ની ચિંતા થવા લાગી. તેણે ફરી થી મેગના ને ફોન કર્યો પણ મેગના એ આ પણ ફોન રિસીવ કાર્યો નહીં એટલે અંજલિ મેગના ના ઘરે ગઈ ત્યારે મેગના ના ઘર નો દરવાજો ખોલી ને ઘર માં ગઈ. અંજલિ સૌથી પ્રથમ બાલ્કની અને કિચન માં તપાસ કરી પણ ત્યાં કઈ મળ્યું નહીં એટલે તે મેગના ના બેડરૂમ માં ગઈ. તેણે જોયું કે મેગના અત્યારે આલ્કોહોલ પીવા માટે જઈ રહી હતી. એટલે અંજલિ ઝડપ થી મેગના ના હાથ માં થી આલ્કોહોલ નો ગ્લાસ નીચે ફેંકી દીધો. અંજલિ ને જોઈ ને મેગના ઉભી થઇ ને ગુસ્સે થી અંજલિ કહેવા લાગી તું અહીં શું કરવા માટે આવી છેં. મેગના વાત સાંભળી ને અંજલિ એ પહેલાં મેગના ને ગાલ પર એક થપ્પડ મારી દીધી. ...Read More

11

મેઘના - ૧૧

મેઘના અને રાજવર્ધન ની ફલાઇટ મોડી રાત્રે લેન્ડ થઈ. પણ આટલા સમય પછી મેઘનાને તરત ઘરે જવું યોગ્ય લાગ્યું એટલે તેમણે એરપોર્ટની નજીક આવેલી એક હોટેલમાં જ રાત રોકાઈ ગયાં. બીજા દિવસે સવારે મેઘના અને રાજવર્ધન તેમના એપાર્ટમેન્ટના 5 મા માળ પર આવેલા તેમના ફ્લેટ પર પહોંચી ગયા ત્યારે દરવાજો ખુલ્લો હતો. એટલે મેઘના થોડો ડર લાગ્યો. તેણે રાજવર્ધનને થોડી સાવધાની રાખવા માટે ઈશારો કર્યો. તે બંને એકસાથે ફ્લેટની અંદર દાખલ થયા પણ તેમને કોઈ દેખાયું નહીં.એટલે મેઘના તેમના બેડરૂમમાં ગઈ તો ત્યાં તેણે જોયું અનુજ અને વીરા ત્યાં કેક લઈને ઉભા હતા. મેઘના રૂમ માં આવી એટલે તે બંને ...Read More

12

મેઘના - ૧૨

વીરાએ આર્યવર્ધન અને રિધ્ધીના ગયાની વાત કરી ત્યારે મેઘનાને જાણે કરંટ લાગ્યો હોય તેમ તે એક સ્થિતિ માં સ્થિર મેઘનાને એ વાત સમજાઈ નહીં કે વીરા આર્યવર્ધન અને રિધ્ધીના મૃત્યુ વિશે કઈ રીતે જાણે છે. કેમકે જયારે તેઓ આર્યવર્મન અને સંધ્યાને છેલ્લી વાર મળ્યા હતા ત્યારે તેમણે નકકી કર્યું હતું કે તેઓ ક્યારેય વીરા કે અનુજને આ અંગે વાત નહીં કરે. તો હવે સવાલ એ હતો કે વીરા ને આ વાત કોણ કહી ?મેઘનાએ સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરતાં થોડું હસીને બોલી, “તું કેવી વાત કરે છે એ તને ખબર છે ? તને શું લાગે છે કે તારા ભાઈ એમ ...Read More

13

મેઘના - ૧૩

અનુજે વીરાને ગળે લગાવીને થોડીવાર સુધી રડવા દીધી. પછી બંને એકબીજાથી અલગ થયાં પછી વીરાને પીવા માટે પાણી આપ્યું. પીધા પછી વીરા થોડી શાંત થઈ ગઈ. વીરાએ 5 મહિના પહેલાનો એ દિવસ યાદ કર્યો જ્યારે ભૂમિનો તેના ફોન પર કોલ આવ્યો હતો. *************વીરા : હેલ્લો, આપ કોણ છો?ભૂમિ : વીરા, હું તારા મોટા ભાઈ રાજવર્ધનની મિત્ર છું. મારું નામ ભૂમિ છે. મે તને એક જરૂરી વાત કહેવા માટે કોલ કર્યો છે. વીરા : બોલો, ભૂમિ હું તમારી વાત સાંભળું છું. ભૂમિ : તું રિદ્ધિ અને ક્રિસ્ટલને ઓળખે છે ને ?વીરા : હા. રિદ્ધિ મારા ભાઈની ગર્લફ્રેન્ડ છે અને ક્રિસ્ટલ રિદ્ધિની બેસ્ટફ્રેન્ડ છે. ભૂમિ ...Read More

14

મેઘના - ૧૪

અનુજ અને વીરા કિનારા પર બેસીને આથમતો સૂર્ય જોઈ રહ્યા હતાં. સૂર્ય આથમી ગયાં બાદ એક કલાક જેટલો સમય થઈ ગયાં પછી અનુજ ઊભો થયો. એટલે વીરા પણ ઊભી થઈને અનુજની પાછળ ચાલવા લાગી. આ વખતે અનુજ ડ્રાઈવર સીટ પર બેઠો અને વીરા તેની બાજુમાં બેસી ગઈ. અનુજે પોતાની રિસ્ટ વોચમાં સમય જોયો પછી વીરા સામે જોઈને બોલ્યો, “આજે આપણે ઘણું મોડુ થઈ ગયું છે એટલે બધા કામ ઝડપથી કરવા પડશે. હું માર્કેટમાં જઈને જરૂરી સામાન લઈને આવું ત્યાં સુધી તું આપણા કપડાં પેક કરી દેજે.” વીરા કઈ કહ્યા વગર માથું હકારમાં નમાવ્યું. ********************રાજવર્ધન વીરા અને અનુજના ગયાં પછી મેઘનાની પાસે ...Read More

15

મેઘના - ૧૫

મેઘનાએ તેના ફોનનું કોલલોગ ઓપન કરીને થોડીવાર પહેલા આવેલો અજાણ્યા નંબરને અંજલિના નામથી ફોનમાં નંબર સેવ કર્યો. પછી તેણે નંબર પર પોતાનું લોકેશન અને એડ્રેસ મેસેજ કરી દીધું. ત્યારબાદ તેણે એક બ્લેંકેટ વીરાને ઓઢાડયો પછી તે શાંતિથી સૂઈ ગઈ.સવારે 5 વાગે વીરા ના ફોનનું અલાર્મ વાગ્યું એટલે વીરા તરત જાગી ગઈ. તેણે જોયું તો પોતાના શરીર પર બ્લેંકેટ હતું. એ જોઈને વીરા સમજી ગઈ કે મેઘનાએ તેને ઓઢાડયું હશે. વીરા અવાજ ન થાય રીતે રૂમમાંથી બહાર નીકળીને તૈયાર થવા માટે બાથરૂમમાં જતી રહી.પોણા કલાક પછી વીરા તૈયાર થઈને બહાર આવી તે સમયે ડોરબેલ રણક્યો. ડોરબેલનો અવાજ સાંભળીને વીરા ચમકી. ...Read More

16

મેઘના - ૧૬

રાજવર્ધન મનમાં બધા વિચારો એક પછી એક કરીને આવી રહ્યા હતાં. પણ પરિસ્થિતિની અનુકૂળતા જોતાં તેણે પોતાના મનને શાંત ડાઈનિંગ ટેબલ પર બેઠો. અનુજ તેની સામે આવીને બેઠો ત્યારબાદ વીરાએ તેમનો બ્રેકફાસ્ટ સર્વ કરી દીધો. બ્રેકફાસ્ટ પૂરો થયાં પછી અનુજ અને રાજવર્ધન ઊભા થયાં એટલે વીરાએ પોતાની કારની ચાવી અનુજ ને આપીને કહ્યું, “આજે તમે બંને ઘરે જલ્દી પાછા આવી જજો.” રાજવર્ધને ઇશારામાં હા પાડી પછી બંને સાથે બહાર નીકળી ગયા. અનુજ રાજવર્ધનને તેની ઓફિસે મૂકીને પોતાના ક્લિનિક પર જતો રહ્યો. રાજવર્ધન પોતાની ઓફિસમાં દાખલ થયો એટલે બધા તેને એકધારી નજરે જોઈ રહ્યા હતાં. આ રાજવર્ધનને થોડું અજીબ લાગ્યું. પણ તેણે ...Read More

17

મેઘના - ૧૭

અંજલિએ ટેબલ પર રહેલા ગ્લાસમાંથી થોડું પાણી પીધું. પછી તેણે કહેવાનું શરૂ કર્યું. કોલેજમાં રાજવર્ધન અને મેઘનાની પ્રથમ મુલાકાત, સુધી એક નિત્યક્રમ, લાઈબ્રેરીમાં ભૂમિના પ્રપોજલને રાજવર્ધને રિજેક્ટ કર્યું,અંજલિ અને મેઘના વચ્ચે રાજવર્ધન વિષે ચર્ચા, તેમની બગીચામાં મુલાકાત, બીજા દિવસે રાત્રે ડેટ પર ગયા. રાજવર્ધન દ્વારા મેઘનાને લગ્ન માટે પૂછવું, મેઘનાની ના પાડવી,પછી રાજવર્ધનનું આર્યવર્ધનને મળવા અમેરિકા જવું અને મેઘના દ્વારા રાજવર્ધન નું પ્રપોઝ સ્વીકાર કરવું.મેઘનાએ રાજવર્ધનને કોલ કરીને પ્રપોઝ કર્યું ત્યાં સુધીની વાત અંજલિએ કહી. એટલે આગળની વાત સાંભળવા માટે વીરા ની આતુરતા વધી ગઈ. તે બોલો ઉઠી, “પછી આગળ શું થયું ?” અંજલિ હસીને બોલી, “આગળની વાત મને ...Read More

18

મેઘના - ૧૮

અંજલિ આતુરતા પૂર્વક મેઘનાની વાત સાંભળી રહી હતી. વીરા મરક મરક હસી રહી હતી. મેઘનાએ આગળ કહેવાનું શરૂ કર્યું. અમારા બેગ્સ લઈને અહી આવ્યાં ત્યારે મારા ભાઈ અનુજે દરવાજો ખોલ્યો. તેને અહી જોઈને હું જાતે શોક થઈ ગઈ. અનુજ પણ મને જોઈને શોક થઈ ગયો હતો. અમને શું કહેવું તે સમજાતું નહોતું એટલે હું કે અનુજ પણ બોલ્યા નહીં.”“ઘરમાં દાખલ થયા એટલે વીરા રાજવર્ધનને પગે લાગી પણ મને જોઈને એ થોડી મૂજાઈ ગઈ. એટલે રાજવર્ધને તેને મારો પરિચય આપતાં કહ્યું કે હું તેની ગર્લફ્રેન્ડ છું. પછી આગળની વાત મે પૂરી કરતાં કહ્યું મારું નામ મેઘના છે. આ સાંભળીને વીરા ...Read More

19

મેઘના - ૧૯

વીરા બોલતાં બોલતા હસી પડી. થોડું પાણી પીધા પછી તેણે આગળ કહેવાનું શરૂ કર્યું. “હું જ્યારે ભાઈના રૂમમાં જઈને કે અનુજ અને મેઘના એકબીજાને બાળપણથી ઓળખે છે અને એકબીજાને પ્રેમ કરે છે. તો આ સાંભળીને ભાઈ અને મેઘના બંને મારા પર ગુસ્સે થયાં. “ભાઈ ગુસ્સે થઈને બોલ્યા, વીરા કઈ પણ વિચાર્યા વગર બોલીશ નહીં. તને ખબર છે કે તું શું કહી રહી છે ? હું સમજી કે ભાઈને કઈ ખબર નથી. એટલે હું ફરીથી બોલી. જ્યારથી તમે આવ્યા છો ત્યારથી આ તમારી ગર્લફ્રેન્ડ અનુજની સાથે નજરો મેળવીને માથું ફેરવી લેતી હતી. આ વાત મે નોટિસ કરી હતી. જો તમને મારા ...Read More

20

મેઘના - ૨૦

“ભાભી અને ભાઈ પંજાબથી અહી આવ્યા ત્યાર પછી આજકાલ કરતાં બે વર્ષ પસાર થઈ ગયાં. અને હવે અમારા પરિવારમાં નવું સભ્ય આવશે.” આટલું કહીને વીરા અટકી ગઈ. અંજલિ એકધારું વીરા સામે જોઈ રહી. પછી અંજલિ બેધ્યાન હોય તેમ આતુરતાપૂર્વક બોલી, “પછી આગળ શું થયું ?”વીરાએ મેઘના સામે જોયું એટલે મેઘનાએ હસીને કહ્યું, “અંજલિ, તારું ધ્યાન કયા છે? વીરા ની વાત પૂરી થઈ ગઈ.” આ સાંભળીને અંજલિનું ધ્યાનભંગ થયું હોય તેમ મેઘના સામે હસીને બોલી, “આઈ એમ સોરી મેઘના. પણ તારી સ્ટોરી મને સાંભળવાની મને ખૂબ જ મઝા આવતી હતી એટલે હું ધ્યાનથી સાંભળતી હતી. વીરા અટકી ગઈ પણ મને ...Read More

21

મેઘના - ૨૧ ( અંતિમ ભાગ )

અંજલિ વીરા સાથે વાત કરી રહી તે સમયે અંજલિના ફોન પર તેના હસબન્ડનો કોલ આવ્યો એટલે તે ફોન લઈને દૂર જતી રહી. વીરા સોફામાં બેસીને વિચારતી હતી કે જો અંજલિ અહી થોડો સમય રહેશે તો મેઘનાને માનસિક રીતે સહારો મળશે. આમ સાંજ પડી એટલે રાજવર્ધન ઘરે પાછો આવ્યો. રાત્રે ડિનર કરતી વખતે રાજવર્ધને અંજલિને મુંબઈ આવવાનું કારણ પૂછ્યું ત્યારે અંજલિ કઈ બોલે તે પહેલાં વીરાએ તેના સવાલનો જવાબ આપ્યો. પછી વીરાએ રાજવર્ધનને બપોરે થયેલી બધી વાત કહી. તે સાંભળીને રાજવર્ધન પણ આનંદિત થઈ ગયો. તેના બીજા દિવસથી તેમનો નિત્યક્રમ બદલાઈ ગયો. વીરાએ હોસ્પિટલમાં જવાનું બંધ કરી દીધું. તેણે 10 મહિનાની મેડિકલ ...Read More