મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા

(111)
  • 58.6k
  • 10
  • 31.2k

ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં પણ ધમધમતું એ શહેર અને એ શહેરમાં રાત્રીનાં અંધકાર અને ધમધોકાર ટ્રાફિકને ચીરીને, સાઇરન વગાડતી એમ્બ્યુલન્સ હોસ્પિટલની બહાર આવી પહોંચી. જે પેશન્ટ આવ્યું હતું એની સ્થિતિ ઘણી નાજુક કહી શકાય એમ લાગતું હતું. "ખસી જાઓ….જલ્દી…ખસો…ખસો..હટો.. હટો.." બોલતાં વૉર્ડબોયઝ અને નર્સ દોડી રહ્યાં હતાં. ડૉકટર આશુતોષને ઈમરજન્સીમાં બોલાવવામાં આવ્યાં. એ પેશન્ટ લોહીથી લથબથ હતું. "જુઓ, હું મારાથી બનતી કોશિશ કરું છું બાકી ઇશ્વર ઈચ્છા….." પછી રીસેપ્શન પર નજર નાંખતા " પેશન્ટના રીલેટિવ પાસે ફોર્માલિટી

1

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 1

પ્રકરણ ૧ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં પણ ધમધમતું એ શહેર અને એ શહેરમાં રાત્રીનાં અંધકાર અને ધમધોકાર ટ્રાફિકને ચીરીને, સાઇરન વગાડતી હોસ્પિટલની બહાર આવી પહોંચી. જે પેશન્ટ આવ્યું હતું એની સ્થિતિ ઘણી નાજુક કહી શકાય એમ લાગતું હતું. "ખસી જાઓ….જલ્દી…ખસો…ખસો..હટો.. હટો.." બોલતાં વૉર્ડબોયઝ અને નર્સ દોડી રહ્યાં હતાં. ડૉકટર આશુતોષને ઈમરજન્સીમાં બોલાવવામાં આવ્યાં. એ પેશન્ટ લોહીથી લથબથ હતું. "જુઓ, હું મારાથી બનતી કોશિશ કરું છું બાકી ઇશ્વર ઈચ્છા….." પછી રીસેપ્શન પર નજર નાંખતા " પેશન્ટના રીલેટિવ પાસે ફો ...Read More

2

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 2

પ્રકરણ ૨રાત્રે ત્રણનાં ટકોરાં થયાં પણ હજી મીનાબેનની આંખોમાં ઉંઘ નહોતી. એમની નજર સામે એમની લાડકી દીકરીનું બાળપણ રમી હતું, "નાનકડી કવિતા જોતાં જ સૌને વ્હાલી લાગતી એ છ મહિનાની હતી ને એક દિવસ એને બાબાસૂટ પહેરાવ્યો હતો ત્યારે સસરાજી બહુ ખિજાયા હતાં. "દીકરી છે દીકરીની જેમ જ ઉછેરજો દીકરા સમોવડી થવામાં આત્મવિશ્વાસ ન ગુમાવી દે એ ધ્યાન રાખજો, એનાં મગજમાં ઉતારજો કે દીકરીનું દુનિયામાં એક આગવું સ્થાન હોય છે, ઇશ્વરે એને પોતાનું અધૂરું કાર્ય પૂરું કરવા માટે અવતરિત કરી છે." ઘણું સાચું કહ્યું હતું સસરાજીએ પણ વખત બદલાયો એમ ઘણું બદલાઈ ચૂક્યું હતું. કવિતા જ્યારે સ્કૂલે જતી થઈ ...Read More

3

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 3

પ્રકરણ ૩પરમ ફટાફટ પરવારી હોસ્પિટલ પહોંચ્યો. હજી ડૉકટર આવ્યાં નહોતાં. વસંતભાઈ ચૂપચાપ ત્યાં બાંકડા નજીક પડતી બારીએ ઉભા ઉભા ટ્રાફિક જોઈ રહ્યાં હતાં. પરમને જોઈને એની તરફ ફર્યા, " બેટા, વ્યવસ્થિત ચા- નાસ્તો તો કર્યાને? બહુ જલ્દી આવી ગયા એટલે પૂછું છું." પરમે નાનકડું સ્મિત આપતાં જવાબ આપ્યો, " હા પપ્પા, આપણે જ દોડવાનું છે શક્તિ તો રાખવી જ પડશે એટલે એ પૂરતું તો ખાવું જ રહ્યું." "હજી કવિતાને જોવા મારાથી નથી જવાયું, હિંમત જ નથી થતી." "અરે, કંઈ નહીં પપ્પા એ પૂરી ભાનમાં પણ ક્યાં છે?" કહેતાં પરમની આંખે આંસુ આવી ગયાં પણ ચપ્પલ કાઢવાને બહાને સ્ટેન્ડ પાસે ...Read More

4

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 4

પ્રકરણ ૪કવિતા ભાનમાં આવી અને આંખો ખોલી છે એની જાણ થતાં જ વસંતભાઈ સીધા એની પાસે જવા દોડ્યા. ઉચાટ, ફરિયાદ બધું જ મનનાં કોઈ ખૂણે ધરબાઈ ગયું અને પિતૃવાત્સલ્ય અશ્રુરૂપે છલકાઈ ગયું.કવિતાએ અશ્રુ ભરેલી આંખે હોઠ ફફડાવ્યાં પણ એને ગળે વાગેલા ઘામાં અતિશય દુઃખી આવ્યું અને આંસુ સરી પડ્યાં. એ અવિરત વહેતાં આંસુ ઘણું બધું કહેવા માંગતા હતાં. ઘણીબધી લાગણીઓની મિશ્ર અભિવ્યક્તિ એ આંસુઓના ધસમસતા પ્રવાહ સાથે વહી રહી હતી. વસંતભાઈએ દીકરીની આંખો લૂછતાં કહ્યું, " બધું સારું થઈ જશે ચિંતા ન કરતી. તારી મમ્મી પણ આવી છે એ સોનુ સાથે ઘરે છે. હું જઈશ પછી એને તારી પાસે ...Read More

5

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 5

પ્રકરણ ૫પરમ બહારની સખત દોડધામમાં હતો. કોઈ પોલીસ કાર્યવાહી ન થાય, કોઈ પણ રિપોર્ટરને ગંધ ન આવે એ બધી રાખવા બહારની દુનિયામાં નોર્મલ રહેવું બહુ જરૂરી હતું. એને ક્યાંક વાંચેલું યાદ આવી ગયું, "ચહેરા પર ચહેરો ચડાવી નિભાવતાં કિરદાર,જાણે કલાકાર સૌ રંગમંચના!" બસ દુનિયામાં બીજાઓની જેમ એ પણ એક કિરદાર નિભાવતો થઈ ગયો. કંઈક નવું કરવું, સ્પેશિયલ બનવું એવી બધી ઈચ્છાઓ હાલ પૂરતી ક્યાંક અટવાઈ ગઈ હતી. ઘરમાં બેલ વગાડતાં જ એની ચકલી સોનુ દોડતી આવી, " પપ્પા….મારા પપ્પા આવ્યા…" બોલતી જ પરમને વીંટળાઈ ગઈ. પરમે હાથમાંથી એને માટે લાવેલાં ફ્રૂટ્સ બાજુએ મૂકી એને ઉંચકી લીધી અને માથુ ચૂમી ...Read More

6

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 6

પ્રકરણ ૬સાંજે ઉઠીને પરમને ઘણું સારું લાગ્યું, એ બે કલાકની ઉંઘથી એનો ઘણો ખરો થાક ઉતરી ગયો. પરમને જોતા હેમા સોનુ અને પરમને માટે ચા-નાસ્તો મૂકી ગઈ. પરમે વસંતભાઈને ફોન પર કવિતાનાં સમાચાર પૂછ્યા પછી, "ફ્રેશ થઈને સીધો જ હોસ્પિટલ આવું છું." કહી સોનુને હેમાને ત્યાં મૂકી આવ્યો.પરમ હોસ્પિટલ પહોંચ્યો એટલે મીનાબેને જણાવ્યું, "કવિતા બહુ ઉંઘી છે, જોઈએ રાત કેમની જાય, જો કદાચ રાતની પણ એવી દવાઓ આપે તો સૂઈ પણ રહે એમ લાગે છે." "હા, એ તો સૂઈ જશે તમે ફિકર ન કરતાં." પરમે સસ્મિત જવાબ આપ્યો. વસંતભાઈએ પૂછ્યું, "હું અહી રોકાઉં?" પરંતું એવી કોઈ જરૂર ન હોવાથી ...Read More

7

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 7

પ્રકરણ ૭ખોંખારો ખાતાં આસિસ્ટન્ટ લેડી ડૉકટર કવિતાનું બીપી ચેક કરવા આવ્યાં. સુકોમળ ચહેરો, પ્રમાણસર બાંધો અને આંખોમાં ભરપૂર સહાનુભૂતિની ડૉકટર હોવાના પાયાના લક્ષણોમાં સોમાંથી સો ગુણ મેળવી જાય એવા એ ડૉકટર હતાં. "કવિતાબેન, કાલે રૂમમાં શિફ્ટ થવું હોય તો ચિંતા બાજુએ મૂકી આરામ કરજો. પેઈનમાં રાહત થઈ ?" એ એટલું પ્રેમથી પૂછ્યું કે કવિતાને જાણે એ પૃચ્છાથી જ રાહત થઈ ગઈ. એણે નાનકડું સ્મિત આપી, મોટી મોટી પાંપણ નમાવી "હા" નો ઈશારો કર્યો.કવિતા સૂઈ ગઈ એટલે પરમ બહાર આવી ગયો. એને ઉંઘ નહોતી આવતી તે દિવસે કવિતા સાથે થયેલી દુર્ઘટનાનો તાળો મેળવવા મથતો હતો. એનું મન થોડો વખત કવિતા ...Read More

8

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 8

પ્રકરણ ૮વસંતભાઈ હોસ્પિટલમાં બેઠાં હતાં ત્યાં તે દિવસે મીનાબેન સાથે વાતો કરતી હતી એ નર્સ દેખાઈ, એને જોતાં જ આંખોને, ડોક નીચી કરી મોબાઈલ પર ટેકવી. એમને એમ જ થતું કે આ સવાલો કરશે અને મારાથી કવિતા વિશે કઈંક બોલાઈ જશે. એ નર્સ એમનાં તરફ જ આવતી હતી ત્યાં જ કોઈએ બૂમ મારી, "સુમનબેન…ડૉકટર સાહેબ બોલાવે." અને એ તરત પાછી વળી ગઈ. હેમા અને મીનાબેન ફરી વાતો કરવા નવરાં પડ્યાં. થોડી સામાન્ય વાતો કરી પછી હેમાએ વાત છેડી, "આંટી આજે તમને એક કડવી હકીકત જણાવી દઉં, કવિતાની કીટીની સંગત સારી નહોતી. કવિતાને મગજમાં એમ જ ભરાવી દીધું હતું કે, ...Read More

9

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 9

પ્રકરણ ૯સાંજે કવિતાને જોવા હેમા અને મિતેષ આવ્યા. કવિતાને આમ જોતાં જ હેમાની આંખો લાગણીથી ભરાઈ ગઈ અને મિતેષની લાલ થઈ ગઈ. હેમાને જોઈ કવિતાથી રડવાનું ખાળી ન શકાયું અને એનાથી ધ્રુસકું મુકાઈ ગયું પણ સાથે ટાંકાની અસહ્ય પીડાને કારણે ઉંહકારો નીકળી ગયો અને હાથ ટાંકા ઉપર મુકાઈ ગયો. ગળે હાથ મૂક્યો કે તરત પરમ દોડી આવ્યો. હેમા રૂમની બહાર જતી રહી પાછળ મિતેષ પણ દોડી ગયો. પરમે માથે હાથ ફેરવી એને શાંત રાખવાનો પ્રયત્ન કર્યો. " તું જેટલું રડશે, જેટલો બળાપો કરશે એટલી તકલીફો વધતી જશે થયું એ ન થવાનું તો થશે નહિ. હવે તું સારી થઈ જાય ...Read More

10

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 10

પ્રકરણ ૧૦આલાપે સ્વસ્થ થઈને વાત શરૂ કરી, " માયા, છેલ્લા બે મહિનાથી સાવ બદલાઈ ગઈ હતી. મારાં મેસેજીસનાં જવાબો હોય તો આપે નહિ તો નહીં અને મ્યુઝિક કલાસ આવવું પણ છોડી દીધું હતું. હું સાવ બેબાકળો થઈ ગયો હતો, ન તો એનું એડ્રેસ જાણું કે ન કોઈ બીજો કોન્ટેક્ટ." "અરે અરે…એડ્રેસ નહોતું લીધું? ક્યારેક આવી નાનકડી બેદરકારી કેવી ભારે પડી જાય છે, એ હવે સમજાયુ. એનું એડ્રેસ મ્યુઝિક ક્લાસમાંથી ન મળી શકયું?" જૈનિશે પૂછ્યું. "ના, ત્યાંથી એમ એડ્રેસ મળવું મુશ્કેલ એટલે હું સતત એને મેસેજ કરતો હતો. ખાવું પીવું કંઈ ભાવતું નહોતું. મમ્મી ગુસ્સે થતી, ફોન મૂક એણે જ ...Read More

11

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 11

પ્રકરણ ૧૧નર્સ સુમનબેન દ્વારા બોલાયેલો નસીબદાર શબ્દ કવિતાને હથોડાની જેમ મગજમાં વાગ્યો. હા, આમ તો સાચે જ નસીબદાર, દાદા-દાદી મમ્મી-પપ્પાનાં લાડમાં ઉછરેલી ગર્ભ શ્રીમંત ઘરની એકની એક દીકરી, સોહામણા અને સમજદાર પતિની વ્હાલી પત્ની, ડાહી અને મીઠડી દીકરીની મા! આમ, મનફાવે એમ જીવી કહેવાઉં પણ ખરેખર, મન ફાવે એમ જીવી છું ખરી? સૌના મનને ફાવતું એ મારાં મનને ફાવ્યુ એમાં કોઈનો વાંક ખરો? જ્યારે આલાપને મળી ત્યારે કેમ બધું જ ભૂલી ગઈ હતી? એ ક્યાં પરમને ટક્કર આપે એવો દેખાય છે? સામાન્ય ઘઉંવર્ણો, કાળી ભરાવદાર દાઢી અને સાધારણ આકર્ષક કહી શકાય એવો ચહેરો હતો. હા, એની આંખો ગજબ ચમકદાર ...Read More

12

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 12

પ્રકરણ ૧૨હેમાએ સુરુચિને પોતાને ઘરે બોલાવી અને તરત જ એક વાત ઉપજાવી કાઢી. "તમે કવિતાથી દૂર જ રહેજો એને પરમભાઈનો કીટીને કારણે બહુ મોટો ઝગડો થયો છે. સાંભળ્યું છે કે કોઈ કીટી ફ્રેન્ડ કિક અને થ્રિલની વાતો કરતી હતી. તમને ખ્યાલ ખરો એ કોણ હશે?" સુરુચિ ગભરાઈને બોલી " ના રે ના, મને એવી કોઈ વાતમાં ઇંટ્રેસ્ટ જ નથી એટલે હું કાંઈ જાણુ નહિ." " તો સારું, નહિ તો એવી ફ્રેન્ડથી દૂર રહેજો, એવી ફ્રેન્ડ તો કાલ ઉઠીને કોઈના ઘર ભંગાવે. હવે બોલો ચા કે કોલ્ડ ડ્રિન્ક શું બનાવું?" સુરુચિ બોલી, " થેન્ક યુ પણ મને કંઈ નથી ફાવતું, ...Read More

13

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 13

પ્રકરણ ૧૩કવિતાને હવે ઘણું સારું હતું એટલે ડૉક્ટરે અમુક જરૂરી કાળજીઓ લઈને ઘરે જ આરામ કરવાનું કહ્યું. સાથે એક અઠવાડિયા ડ્રેસિંગ કરવા જવું પડશે એવું સૂચન પણ આપ્યું. મીનાબેન સોનુને શું કહેવું એ વિચારી મુંઝાઈ રહ્યાં હતાં. પરમ સમજી ગયો, "મમ્મી મૂંઝાશો નહિ, સોનુને કહીશું એની મમ્મી એક્ટિવા પર પતંગની દોરી આવી ગઈ હતી એટલે પડી ગઈ હતી. તું ચિંતા કરે એટલે ફક્ત મેલેરિયાનું કહ્યું હતું." કહી ફિક્કું સ્મિત આપ્યું. આલાપ અને જૈનિશ ઘરે આવવા નીકળ્યા. આલાપ બોલ્યો, " હજી થોડો થોડો ડર લાગ્યા કરે છે જૈનિશ, ક્યાંક કોઈ જોઈ ગયું હશે અથવા માયા સારી થઈ જાય અને પછી ...Read More

14

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 14

પ્રકરણ ૧૪કવિતા બેડરૂમની બાલ્કનીમાં ઝૂલા પર બેઠી. પરમનાં આવવાની રાહ જોઈ રહી હતી, એ આવે એટલે આજે બધું જ દેવું છે જે થાય એ ખરું એવું વિચારી રહી હતી. મીનાબેન રસોડામાં વ્યસ્ત હતાં. સોનુ અને વસંતભાઈ ટીવી જોઈ રહ્યા હતા. ઘરનું આવું શાંત વાતાવરણ જાણે અતિશય તોફાની આવેશો ધરબીને બેઠું હોય એમ લાગતું હતું. સોનુ સિવાય દરેકને એકબીજાને કંઈક કહેવું હતું, સવાલોનાં ચોક્કસ જવાબો જોઈતા હતાં, કદાચ પોતે જે વિચાર્યું છે એ સાચું છે એનું પરોક્ષ રીતે સમર્થન જોઈતું હતું! કવિતાએ બૂમ મારી, " મમ્મી…." એટલે તો મીનાબેન અને સાથે વસંતભાઈ પણ "શું થયું?..શું થયું ? " કરતાં આવી ...Read More

15

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 15

પ્રકરણ ૧૫સોનુના સૂઈ ગયા પછી બધા હૉલમાં ભેગા મળી બેઠાં. કવિતાએ બોલવાનું શરૂ કર્યું. " મમ્મી, પપ્પા હું તમારાં માફી માંગુ છું. કદી માફ ન કરી શકાય એવી ભૂલ, ગુનાહિત ભૂલ થઈ છે. સાચું કહું તો હું પણ નથી સમજી શકતી કે કઈ રીતે આ બધું થઈ ગયું! તમારાં સંસ્કારો, તમારી શાખ, તમારો પ્રેમ એ બધું વિચારવાની બુદ્ધિ પણ કેમ ન સૂઝી?" આટલું બોલતાં એ ગળગળી થઈ ગઈ. મીનાબેન એની પીઠ પસવારતા હતા. પણ આજે બધાંએ નક્કી કર્યું હતું કે કવિતાને એકવાર બોલી દેવા લેવું એટલે એનું મન ખાલી થઈ જાય. થોડું અટકી એણે ફરી બોલવું શરૂ કર્યું, " ...Read More

16

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 16

પ્રકરણ ૧૬મીનાબેને સવારે ઉઠીને જોયું તો હૉલની લાઈટ ચાલુ જ હતી. પરમ સોફા પર જ છાતી પર ડાયરી મૂકી હતો. એની બંધ આંખો નીચે પણ ભેજ હોય એમ લાગતું હતું! વસંતભાઈને પરમની વ્યથા, એની પીડા, એની તકલીફો, એની દોડધામ અને એનાં પરિવારને સાચવવાની મથામણ જોઈ એની સામે પોતાને ખૂબ વામણા સમજવા લાગ્યા હતાં. વારંવાર પ્રભુ પાસે માંગતા કે આવો સંપૂર્ણ પુરુષ કોઈ ભાગ્યશાળીના નસીબમાં જ હોય છે, તું મારી દીકરીની પાસેથી એ વરદાન નહિ છીનવતો. સૌનો આખો દિવસ ભારે ભારે કોઈ અકથ્ય બોજ હેઠળ પસાર થયો. રાત્રે પરમ આવ્યો અને સૌ સાથે જાણે બોલવા પૂરતું બોલ્યો અને ફટાફટ જમીને ...Read More

17

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 17

પ્રકરણ ૧૭જૈનિશ ગાડીમાં ગોઠવાયો ડૉકટર આશુતોષે એમના વિકેન્ડ હાઉસ તરફ ગાડી લઈ લીધી. એ લગભગ અડધો કલાકને અંતરે હશે. પૂછ્યું, " ભાઈ, ક્યાં જઈ રહ્યા છીએ? એની પ્રોબ્લેમ?" ડૉકટર આશુતોષે કહ્યું, "સચ અ બિગ પ્રૉબ્લેમ માય બ્રો. દસ-પંદર દિવસ પહેલાં મારી બહેન પર કોઈએ હુમલો કર્યો હતો. ગળા પર અને શૉલ્ડર પર બહુ ઘા વાગ્યાં છે. હવે, સાંભળ એની અંદર તારાં દોસ્ત આલાપનું નામ આવ્યું છે." આટલું સાંભળતા જ જૈનિશનાં મોઢા પરથી નૂર ઉડી ગયું. " ના, ભાઈ એ એવો નથી. એણે એવું કંઈ કર્યું નથી." "જો જે હોય એ બધી વિગતે અહીં વાત થાય એટલે આપણે મારાં આ ...Read More

18

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 18

પ્રકરણ ૧૮આ તરફ કવિતા ફફડવા લાગી એને થયું એ બદનામ થઈ જશે. પરમની ઈજ્જત, મા-બાપનું નામ, સંસ્કાર બધું.. ખતરામાં..! ભગવાન! મેં આ બધું પહેલાં કેમ નહિ વિચાર્યું? મારી ફૂલ જેવી દીકરીના ભવિષ્ય જોડે પણ રમત કરી નાંખી, ફક્ત અને ફક્ત મારાં સ્વાર્થ માટે? અજાણ્યાં છોકરાની જિંદગી બગાડી જસ્ટ મારી લાઈફની કિક માટે? મને જોઈતી થ્રિલ માટે? પરમનો, એનાં પ્રેમનો એનાં વિશ્વાસનો તસુભાર પણ વિચાર ન કર્યો? આઈ હેટ માયસેલ્ફ…આઈ રિઅલી હેટ.. છેલ્લું વાક્ય એનાથી મોટા અવાજે બોલાઈ ગયું. મીનાબેન દોડતાં આવ્યાં, "શું થયું કવિ?" એટલે એણે હાથનાં ઇશારે એમને પાસે બોલાવ્યાં અને વળગી પડી, છાતીએ માથું મૂકી મોટે અવાજે ...Read More

19

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 19

પ્રકરણ ૧૯ આલાપ આગળ બોલ્યો, "અને હા, મેં એને મારી નાંખવાની કોશિશ તો જરાય નહોતી કરી સર, હું તો કોઈપણ ભોગે મારી બનાવીને થોડો વખત બરોબર તડપાવવા માંગતો હતો. પણ એને બહાર જતી રોકવાની કોશિશમાં આવું બધું થઈ ગયું. પછી ગભરાટમાં કંઈ સૂઝયું નહિ અને હું ભાગી ગયો. પણ મેં ખરાં હૃદયથી ઈશ્વરને પ્રાર્થના કરી છે કે એને બચાવી લે. એ ખેલ કરતી હતી પણ મારો પ્રેમ તો સાચો હતો ને! મેં ગુસ્સામાં વિડિયોઝ ને મેસેજીસ ડિલિટ કર્યા હતાં પણ વિશ્વાસ કરો સર કે મેં એ કોઈ દિવસ બદનામ થાય એવું ચાહ્યું નથી." જૈનિશ આલાપની સામે એકીટશે જોયાં કરતો ...Read More

20

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 20

પ્રકરણ ૨૦કવિતા હજી બોલતી હતી, " એમ જોઈએ તો પરમ આ મારી ખાલીપો ભરવાની કોશિશ માત્ર હતી. પણ હું સંભાળી ન શકી.""આ ખાલીપો શબ્દ સોશિયલ મીડિયા પર બહુ પ્રચલિત શબ્દ છે. ઘડી ઘડી નજરમાં આવતાં આ શબ્દએ જબરજસ્તીનો ખાલીપો ઉજાગર કરી નાખ્યો છે! અને તમારાં જેવા મન અને લાગણીઓ લઈને નીકળી પડે છે, એની હરાજીમાં હાજરી પુરાવવા…" પરમનો ગુસ્સો હવે બરોબર ભડક્યો હતો."અમારાં જેવા એટલે શું પરમ? બોલો બોલો""તમારાં જેવા એટલે વધારે પડતાં સંવેદના સભર લોકો જે અમુક સમય પૂરતો સારાં નરસાંનો ભેદ ભૂલી જાય છે. પોતાની વ્યક્તિગત નૈતિકતા અને ઘર તરફની જવાબદારીઓ નેવે મૂકી દે છે. બહુ આઘાત ...Read More