વાર્તા કે હકીકત?

(18)
  • 8.4k
  • 3
  • 3.9k

નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને? વાર્તાઓ તો આપણે ઘણી બધી સાંભળતા હોઈએ છીએ પણ આજે હું તમારા માટે એક અનોખી જ વાર્તા લાવી છું. મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવશે આ વાર્તા માત્ર કાલ્પનિક છે. આનું અંગત જીવન સાથે લેવા દેવાનું નથી. આ વાર્તા ના મુખ્ય પાત્રો નીચે મુજબ છે. મુખ્ય પાત્ર - વિશાલ માતા - દક્ષાબેન પિતા - મહેશભાઈ પ્રેમિકા - રિંકલ કાકા - રાહુલભાઈ કાકી - સોનલબેન દોસ્ત - જય અન્ય પણ પાત્રો હશે જેની મુલાકાત વાર્તામાં થશે. આ વાર્તા ની શરૂઆત ત્રિવેદી કુટુંબથી થાય છે.જેમનું નામ એક ઉચ્ચ જ્ઞાતિમાં સમાવેશ થાય છે. આપણા પાત્રોના પરિચયની શરૂઆત આપણે મહેશભાઈ થી કરીએ કે જેઓ આ ઘરના વડીલ છે. આ ધરનો પાયો એટલે મહેશભાઈ. તેઓ અમદાવાદમાં પોતાનો ધંધો કરે છે. બહુ મોટી ઘરેણાની દુકાન છે. તેઓ સ્વભાવે ઉદાર અને દિલમાં સૌ પ્રત્યે માન રાખે છે. આપણી વાર્તા નું બીજુ પાત્ર છે દક્ષાબેન મહેશભાઈ ત્રિવેદી એટલે કે મહેશભાઈના ધર્મ પત્ની. જ્યારથી વિશાલ મોટો થયો છે ત્યારથી પત્ની તરીકે ઓછું અને એક માં તરીકે વધુ પાત્ર રહ્યું છે. આ માત્ર તેમના એકની જ નહીં પણ દુનિયાની બધી જ માની કહાની છે.

Full Novel

1

વાર્તા કે હકીકત? - 1

નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને? વાર્તાઓ તો આપણે ઘણી બધી સાંભળતા હોઈએ છીએ પણ આજે હું તમારા એક અનોખી જ વાર્તા લાવી છું. મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવશે આ વાર્તા માત્ર કાલ્પનિક છે. આનું અંગત જીવન સાથે લેવા દેવાનું નથી. આ વાર્તા ના મુખ્ય પાત્રો નીચે મુજબ છે. મુખ્ય પાત્ર - વિશાલમાતા - દક્ષાબેનપિતા - મહેશભાઈપ્રેમિકા - રિંકલકાકા - રાહુલભાઈકાકી - સોનલબેનદોસ્ત - જય અન્ય પણ પાત્રો હશે જેની મુલાકાત વાર્તામાં થશે. આ વાર્તા ની શરૂઆત ત્રિવેદી કુટુંબથી થાય છે.જેમનું નામ એક ઉચ્ચ જ્ઞાતિમાં સમાવેશ થાય છે. આપણા પાત્રોના પરિચયની શરૂઆત આપણે મહેશભાઈ ...Read More

2

વાર્તા કે હકીકત? - 2

વાર્તાની શરૂઆત વિશાલ ની બુક પરથી થાય છે. આ બુકમાં તે પોતાના અને રીંકલના પ્યાર વિશે જણાવે છે. રીંકલના નું એક્સિડન્ટ અને પ્યારમાં આવતી અડચણ તથા કાકી ના કાવતરા જણાવે છે. લાખ મુસીબત આવ્યા બાદ પણ અંતે તેમનો પ્યાર જીતી જાય છે અને તેઓ બંને બહુ જ જલ્દી એક થઈ જવાના હોય છે. વિશાલ આ બુકને લઈને બહુ ઉત્સાહી હોય છે. પણ તેને એક અડચણ વાર્તા લખતા લખતા આવે છે. તે અડચણનો નિવારણ શોધતો જ હોય છે ત્યાં રીંકલ આવી જાય છે. રીંકલ વિશાલના ચહેરા પર ઉદાસી જોઈને કહે છે," અરે!શું થયું વિશાલ તું આટલો ઉદાસ કેમ છો?" વિશાલ ...Read More

3

વાર્તા કે હકીકત? - 3

રીંકલ અને વિશાલ ની સગાઈ થવા જઈ રહી હોય છે. આ વાતની જાણ માત્ર રિંકલ અને વિશાલના પરિવારને જ તેઓ વિશાલ ને સરપ્રાઇઝ આપવા માંગતા હતા. વિશાલ આ જોઈને આશ્રય ચકિત થઈ જાય છે. આખરે લાખ અડચણ બાદ તેઓ એક થવા જઈ રહ્યા હતા.મહેશભાઈ એ ડીજે વાળા ને બોલાવ્યા હતા. તેઓ આ ફંકશન ને શાનદાર બનાવવા માંગતા હતા. તેઓએ સગાઈ એ માત્ર પરિવાર પૂરતી જ રાખી હતી અને થોડા મહેમાનને બોલાવ્યા હતા. વિશાલ અને રીંકલ માટેનું કેક તૈયાર થઈને આવી ચૂક્યું હતું. બંને કેક કાપે છે અને એકબીજાને પછી રીંગ પહેરાવે છે.રીંગ પહેરાવ્યા બાદ ડીજે પાર્ટી શરૂ થાય છે. ...Read More