શ્રીમદ ભગવદ્ ગીતા

(18)
  • 22k
  • 30
  • 12.5k

અધ્યાય-૧ -અર્જુન વિષાદ યોગ કૌરવો એ પાંડવોના રાજ્યભાગ ના હક્ક ની અવગણના કરી, કૃષ્ણ શાંતિદૂત બન્યા પણ સમજાવટ અસફળ રહી, રાજ્યભાગ માટે યુદ્ધ નો આરંભ થયો. યુદ્ધની વચ્ચે ઉભેલા રથમાં અર્જુન અને સારથી કૃષ્ણ છે. અર્જુને સામે લડનારા ઓ માં પોતાના સગા -સંબંધી ઓ ને જોયા (૨૬) અને વિચારમાં પડી ગયો કે-- સ્વજનોનો વધ કરી મળેલી રાજ્ય પ્રાપ્તિ થી કયો આનંદ મલશે? ખેદ-શોક થયો .અને તેનું શરીર ઢીલું પડી ગયું, મુખ સુકાણું અને શરીર માં કંપ થયો (૨૯) અને કૃષ્ણ ને કહે છે કે--"સામે ઉભેલા સગા-સંબધીઓ ભલે મને મારી નાખે પણ ત્રણે લોક ના રાજ્ય માટે પણ હું તેમણે મારવા ઇચ્છતો નથી (૩૫) કારણકે કુળનો નાશ થતા કુલ ધર્મો નાશ પામે છે.કુળધર્મ નાશ થતાં કુળ અધર્મ માં દબાઈ જાય છે.(૪૦) આમ શોક(વિષાદ) થી વ્યાકુળ અર્જુન ધનુષ્ય-બાણ છોડી બેસી ગયો (૪૭)

Full Novel

1

શ્રીમદ ભગવદ્ ગીતા - ભાગ 1

અધ્યાય-૧ -અર્જુન વિષાદ યોગ કૌરવો એ પાંડવોના રાજ્યભાગ ના હક્ક ની અવગણના કરી,કૃષ્ણ શાંતિદૂત બન્યા પણ સમજાવટ અસફળ રહી,રાજ્યભાગ યુદ્ધ નો આરંભ થયો.યુદ્ધની વચ્ચે ઉભેલા રથમાં અર્જુન અને સારથી કૃષ્ણ છે. અર્જુને સામે લડનારા ઓ માં પોતાના સગા -સંબંધી ઓ ને જોયા (૨૬) અને વિચારમાં પડી ગયો કે-- સ્વજનોનો વધ કરી મળેલી રાજ્ય પ્રાપ્તિ થી કયો આનંદ મલશે?ખેદ-શોક થયો .અને તેનું શરીર ઢીલું પડી ગયું, મુખ સુકાણું અને શરીર માં કંપ થયો (૨૯)અને કૃષ્ણ ને કહે છે કે--"સામે ઉભેલા સગા-સંબધીઓ ભલે મને મારી નાખે પણત્રણે લોક ના રાજ્ય માટે પણ હું તેમણે મારવા ઇચ્છતો નથી (૩૫)કારણકે કુળનો નાશ થતા ...Read More

2

શ્રીમદ ભગવદ્ ગીતા - ભાગ 2

અધ્યાય -૭-જ્ઞાનવિજ્ઞાન યોગ કૃષ્ણ—હે અર્જુન, જે જાણીને તારે બીજું કૈ જ જાણવાનું બાકી ના રહે તે જ્ઞાન, વિજ્ઞાન સહિત કહું છું.હજારો મનુષ્ય માં કોઈ એક જ મારી પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે.અને આ પ્રયાસ કરનારાઓમાં કોઈ એકાદ જ મને સત્ય સ્વરૂપે ઓળખી શકે છે.(૨-૩ ) પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ આઠ ભાગમાં વિભાજીત મારી પ્રકૃતિ છે.જેને -અપરા પ્રકૃતિ -પણ કહેછે.આનાથી ભિન્ન એવી મારી જે -જીવભૂત- પરા પ્રકૃતિ -છે, જેના થી આ જગત ધારણ કરાયેલું છે.આ બન્ને પ્રકૃતિ ઓ દ્વારા હું ઉત્પત્તિ અને સંહાર નું કાર્ય કરું છું.મારાથી શ્રેષ્ઠ કાંઇજ જ નથી.દોરીમાં મણકા પરોવાયેલા હોય ...Read More

3

શ્રીમદ ભગવદ્ ગીતા - ભાગ 3 - છેલ્લો ભાગ

અધ્યાય-૧૩-ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ અર્જુન –હે કૃષ્ણ, ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ, જ્ઞાન-જ્ઞેય અને પ્રકૃતિ-પુરુષ વિષે હું જાણવા ઈચ્છું છું(૧) કૃષ્ણ –હે અર્જુન, શરીર ક્ષેત્ર કહેવાય છે,અને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે(૨) સર્વ શરીરમાં (ક્ષેત્રમાં)રહેલા મને (આત્માને), તું ક્ષેત્રજ્ઞ જાણ.આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ નું જે જ્ઞાન છે તે ‘જ્ઞાન’ છે, (૩) (જ્ઞાન = “ આત્મ જ્ઞાન માં નિષ્ઠા અને તત્વજ્ઞાન નું મનન”—આ લક્ષણો જ્ઞાન પ્રાપ્તિ કરાવી આપનારા છે, માટે તેને -જ્ઞાન કહ્યું છે –૧૨) ’જ્ઞેય’ એટલે કે ‘જે જાણવા યોગ્ય છે તે’—જે જાણવાથી મોક્ષ મળે છે તે—અને ‘તે’ અનાદિ ‘બ્રહ્મ’ છે(૧૩) ક્ષેત્ર (શરીર) પાંચ મહાભૂતોનું બનેલું છે, અને તેના અહંકાર, સુખ-દુઃખ, રાગ-દ્વેષ ...Read More