ભૂતનો ભય

(319)
  • 81.3k
  • 12
  • 45.7k

બે મોઢાવાળું ભૂત અશોકભાઇ અને એમના પત્ની લલિતાબેન લગભગ આઠ વર્ષ પછી મગડા રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા. રાત્રિના બે વાગે મગડાનું રેલ્વે સ્ટેશન જોયા પછી એમને ખ્યાલ આવી ગયો કે ‘વિકાસ’ હજુ સુધી અહીં પહોંચ્યો નથી. આઠ વર્ષમાં આંખે ઊડીને વળગે એવો કોઈ ફેરફાર રેલવે સ્ટેશન પર જોવા મળ્યો નહીં. ગામ હજુ પછાત જ રહી ગયું છે. બંને લોકલ ટ્રેનમાં જ આવ્યા હતા. આમ તો આ ટ્રેન રાત્રે આઠ વાગે મગડા આવતી હતી. એક્સપ્રેસ કે ફાસ્ટ ટ્રેનો હજુ મગડાની મહેમાન બનતી ન હતી. અહીં આવવાની અશોકભાઈની મજબૂરી ના હોત તો ક્યારેય આવ્યા ન હોત. વર્ષોથી જે ખેડૂતને જમીન ખેડવા આપી હતી એ ગુજરી જતાં હવે બીજા ખેડૂત પરિવારને આપવા આવ્યા હતા. નોકરી અને બીજી દોડધામને કારણે છેક અમદાવાદથી મગડા આવવાનું ત્રાસદાયક રહેતું હતું. એમણે શનિવારની અડધા દિવસની રજા લઈને આ વીકએન્ડમાં કાર્યક્રમ ગોઠવી કાઢ્યો હતો.

New Episodes : : Every Tuesday

1

ભૂતનો ભય - 1

ભૂતનો ભય-રાકેશ ઠક્કરબે મોઢાવાળું ભૂત અશોકભાઇ અને એમના પત્ની લલિતાબેન લગભગ આઠ વર્ષ પછી મગડા રેલવે સ્ટેશન પર ઉતર્યા રાત્રિના બે વાગે મગડાનું રેલ્વે સ્ટેશન જોયા પછી એમને ખ્યાલ આવી ગયો કે ‘વિકાસ’ હજુ સુધી અહીં પહોંચ્યો નથી. આઠ વર્ષમાં આંખે ઊડીને વળગે એવો કોઈ ફેરફાર રેલવે સ્ટેશન પર જોવા મળ્યો નહીં. ગામ હજુ પછાત જ રહી ગયું છે. બંને લોકલ ટ્રેનમાં જ આવ્યા હતા. આમ તો આ ટ્રેન રાત્રે આઠ વાગે મગડા આવતી હતી. એક્સપ્રેસ કે ફાસ્ટ ટ્રેનો હજુ મગડાની મહેમાન બનતી ન હતી. અહીં આવવાની અશોકભાઈની મજબૂરી ના હોત તો ક્યારેય આવ્યા ન હોત. વર્ષોથી જે ખેડૂતને ...Read More

2

ભૂતનો ભય - 2

ભૂતનો ભય-૨-રાકેશ ઠક્કરબંગલાનું ભૂત શતુરી રાત્રે સવા આઠ વાગે નહાઈને બંગલાની પાછળના ભાગની દોરી પર ટુવાલ સુકવવા ગઈ ત્યારે દૂર આવેલા બંધ અને ભૂતિયા ગણાતા બંગલામાં એક યુગલને પ્રવેશતા જોઈ ડરીને અંદર ઘરમાં ઘૂસી ગઈ અને દરવાજાની આડશમાંથી એમને જોવા લાગી. શતુરી સવા વર્ષ પહેલાં જ અજ્ઞેશ સાથે લગ્ન કરીને આ બંગલામાં આવી હતી. આ બંગલા વિસ્તારમાં આ એક જ એવો બંગલો હતો જે વર્ષોથી ખાલી પડી રહ્યો હતો. એનો માલિક કોણ છે એની પણ કોઈને ખબર ન હતી. એમ કહેવાતું હતું કે એનો માલિક મરી ગયા પછી કોઈ ધણીધોરી ન હતું. એક વખત બંગલામાં ચોરીનો પ્રયાસ થયો હતો. ...Read More

3

ભૂતનો ભય - 3

ભૂતનો ભય-રાકેશ ઠક્કરપ્રેમનો અંત કોલેજના અભ્યાસમાં ઓછો રસ લેતો અને છોકરીઓની સુંદરતાનો વધારે અભ્યાસ કરતો શિનેલ હવે મ્યાના પર થઈ ગયો. એની સાથે દોસ્તી કરવા તિકડમ લગાવવા લાગ્યો. આ કામમાં એ માહિર હતો. કોલેજનું છેલ્લું વર્ષ શરૂ થયું હતું. બે વર્ષમાં તે અનેક છોકરીઓ સાથે પ્રણયફાગ ખેલી ચૂક્યો હતો. છોકરીઓ એની વાતમાં ફસાઈ જતી હતી. એ પ્રેમના નામે એમના શરીર સાથે થોડી છૂટછાટ પણ લઈ લેતો હતો. એનો એક જ ફંડા હતો. પહેલા પ્રેમમાં એને ફસાવવાની અને મસ્તી કરીને કોઈને કોઈ બહાનું આપી બ્રેકઅપ કરી નાખવાનું. જે છોકરી એની સાથે બ્રેકઅપ કરવા ના માગે એને શામ-દામ- દંડ અને ભેદથી ...Read More

4

ભૂતનો ભય - 4

ભૂતનો ભય ૪-રાકેશ ઠક્કરપાગલ મંજી ઝૂંપડપટ્ટીમાં રાતના બાર વાગી ગયા હતા ત્યારે જગલો અને રાજલો તરીકે ઓળખાતા બે રખડુ સાયકલ પર ઘરે આવી રહ્યા હતા. હજુ હમણાં જ એમણે યુવાનીના ઉંબરે પગ મૂક્યો હતો અને એક નવી જ મસ્તીમાં જીવતા હતા. આજે એમને એક જગ્યાએ બ્લ્યુ ફિલ્મ જોવાનો મોકો મળી ગયો હતો. આમ પણ ઝૂંપડપટ્ટીમાં કોઈ સારી સંગત મળી ન હતી કે કશું સારું શીખવાનું મન થાય કે ઇરાદો રાખી શકે. બારમા ધોરણ સુધી માંડ પહોંચેલા લંગોટિયા મિત્રો જગલો અને રાજલો એક ગેરેજમાં સાથે જ કામ કરતા હતા. આજે ગેરેજમાં કામ કરતાં એક સાથીદારે મોબાઈલ પર એક બ્લ્યુ ફિલ્મ ...Read More

5

ભૂતનો ભય - 5

ભૂતનો ભય ૫-રાકેશ ઠક્કરમાતાનો અભિનય આલવીને જ્યારે ડાયરેક્ટર જોમિલની નવી ફિલ્મ ‘ભૂતનો ઓછાયો’ મળી ત્યારે એ સાચા અર્થમાં રાજીની થઈ ગઈ હતી. એના ગોરા ગાલ ખુશીથી હસીને લાલ થયા હતા. પરંતુ જ્યારે જોમિલે એક શરત મૂકી ત્યારે એ મૂંઝવણમાં મુકાઇ ગઈ હતી. એને થયું કે આ ફિલ્મ તેના હાથમાંથી જતી રહેશે. એ જોમિલની પરીક્ષામાં પાસ થઈ શકશે નહીં. આલવીની માતા સવિના ભાટીએ જ ડાયરેક્ટર જોમિલને આ ફિલ્મ આલવીને આપવા દબાણ કર્યું હતું. સવિના ચાહતી હતી કે એની પુત્રીની ફિલ્મોમાં એન્ટ્રી એક મહિલા પ્રધાન ફિલ્મથી થાય અને એની અભિનય પ્રતિભા પહેલી ફિલ્મથી જ સાબિત થઈ જાય. જોમિલે સવિના સામે એક ...Read More

6

ભૂતનો ભય - 6

ભૂતનો ભય ૬- રાકેશ ઠક્કરજીવની સદગતિ ગાઢ જંગલની અંદર આવેલા તગાડલી ગામમાં છૂટાછવાયા ઘરો આવેલા છે. એમાં મુખ્ય રોડની આવેલા શાકરીના ઘરમાં અડધી રાતે રડારોડ ચાલુ થઈ ગઈ હતી.બાસઠ વર્ષના તિલોબાને અચાનક હ્રદય રોગનો હુમલો આવ્યો હતો અને શ્વાસ ચાલતા બંધ થઈ ગયા હતા. એમનો પુત્ર બાવકુ બીજા ગામમાંથી વૈદ્યને બોલાવી લાવ્યો હતો. એમણે આવતાની સાથે જ નાડી તપાસી તિલોબા સ્વર્ગવાસી થઈ ગયાની જાહેરાત કરી દીધી હતી. તિલોબાની પત્ની શાકરી છાતી કૂટીકૂટીને રડી રહી હતી. તિલોબાની આ મરવાની ઉંમર ન હતી. પણ આયુષ્ય આટલું જ લખાયું હશે એનો અફસોસ શાકરી કરી રહી હતી. તિલોબા વિશે જાણ થતા આસપાસમાંથી લોકો ...Read More

7

ભૂતનો ભય - 7

ભૂતનો ભય ૭- રાકેશ ઠક્કર માની મમતા અલ્વર પર રાત્રે પિતાનો ફોન આવ્યા પછી ઘરે પાછા ફરવું જરૂરી હતું. તબિયત એકદમ વધારે લથડી હતી. પિતાની વાત પરથી લાગતું હતું કે એ કેટલો સમય કાઢી શકશે એનો ભરોસો નથી. અલ્વર પોતાના ઘરથી ૨૦૦ કિલોમીટર દૂર મિત્રને ત્યાં આવ્યો હતો. મિત્ર બંજલનું ઘર જંગલ વિસ્તારમાં હતું. એણે વહેલી સવારે નીકળવાનો આગ્રહ કર્યો:‘અલ્વર, આટલી રાત્રે કાર લઈને નીકળવું જોખમભર્યું છે. ઊંઘનું ઝોકું આવી જાય તો અકસ્માત થઈ શકે. રાત્રે ચોર- લૂંટારા પણ ફરતા હોય છે. વળી અમારા ઘરથી દસ કિલોમીટર સુધીનો જંગલ વિસ્તાર છે....એમાંય વચ્ચે ગાઢ જંગલ છે.’ બંજલના મોંમાં ‘ભૂત-પ્રેતનો ખતરો’ ...Read More

8

ભૂતનો ભય - 8

ભૂતનો ભય ૮- રાકેશ ઠક્કર બંગલામાં સંગીત અગમ અને એની પત્ની નાર્યા એકના એક પુત્ર કાલન સાથે ‘બિગર બંગલો’ બંગલા નંબર તેરમાં રહેવા આવ્યા ત્યારે એ ઘણા વર્ષોથી ખાલી હતો. કોઈને ખબર ન હતી કે એમાં કોઈ રહેવા કેમ જતું ન હતું. એના માલિકનું કહેવું હતું કે તે વિદેશ જતો રહ્યો હોવાથી ઘણા વર્ષો સુધી એને વેચવો કે રાખવો એનો નિર્ણય લઈ શક્યો ન હતો. વિદેશથી આવીને આખરે વેચવાનો નિર્ણય લઈ લીધો હતો. કેમકે તે હવે વિદેશ ગયા પછી પાછો આવવાનો ન હતો. દલાલની મદદથી અગમે સસ્તામાં બંગલો ખરીદી લીધો હતો. બે મહિના બંગલાના રિનોવેશનમાં લાગ્યા હતા. જ્યારે રહેવા ...Read More

9

ભૂતનો ભય - 9

ભૂતનો ભય ૯- રાકેશ ઠક્કર હિન્દુ – મુસ્લિમ શહેરમાં છેલ્લા દસ દિવસથી હુલ્લડ ફાટી નીકળ્યા હતા. કોમી રમખાણોને લીધે વખત કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. આજે અગિયારમાં દિવસે શહેરમાં શાંતિ પ્રવર્તતી હોવાથી કરફ્યુમાં છૂટ આપવામાં આવી હતી. નગીનદાસ દસ દિવસથી બંગલામાં કેદ થઈ ગયા હોય એવી લાગણી અનુભવતા હતા. આજે એમણે પોતાની ઓફિસે જવાનું નક્કી કરી લીધું હતું. એમના બંને પુત્રોએ સમજાવ્યા પણ માન્યા નહીં. બંને પુત્રો પણ પોતાની નોકરી પર જવાનું હોવાથી મજબૂર હતા. એ સવારે નીકળ્યા ત્યારે આમ તો ચોખ્ખી મનાઈ ફરમાવીને ગયા હતા પણ જો જવું હોય તો પોતાની કારમાં નહીં પણ ભાડાની કારમાં જવાની વિનંતી કરતા ...Read More

10

ભૂતનો ભય - 10

ભૂતનો ભય ૧૦- રાકેશ ઠક્કર સાથે જીવશું સાથે મરશું અલિત અને મહિના એકબીજાને દિલોજાનથી ચાહવા લાગ્યા હતા. કોલેજમાં સાથે હતા અને એકબીજા સાથે દિલ એવું હળીભળી ગયું હતું કે ‘સાથે હરશું સાથે ફરશું સાથે જીવશું સાથે મરશું’ ના ગીત ગાવા લાગ્યા હતા. જન્મોજન્મના બંધનમાં બંધાવાની વાત કરવા લાગ્યા હતા. કોલેજમાં ભણતા હતા એ સમય તો શાંતિથી પસાર થઈ ગયો. બંનેનો કોલેજનો અભ્યાસ પૂરો થયા પછી પ્રેમમાં અંતરાયો આવવા લાગ્યા હતા. હવે હળવું મળવું સરળ ન હતું. મહિના માટે હવે ઘરમાંથી કામ વગર બહાર નીકળવાનું મુશ્કેલ હતું. અલિત નોકરીએ લાગી ગયો હતો. ફોન પર લાંબો સમય વાત કરવાથી બંનેનું દિલ ...Read More

11

ભૂતનો ભય - 11

ભૂતનો ભય ૧૧- રાકેશ ઠક્કરભૂતનો બદલો ‘અંબુ... અંબુ...’ અડધી રાત્રે પોતાના નામની બૂમ સાંભળી અંબિકા પથારીમાં બેઠી થઈ ગઈ બોલી:‘આ તો માનો અવાજ છે...’ પછી યાદ આવ્યું કે મા બકુલાના મોતને તો એક અઠવાડિયું થઈ ગયું છે. એ ક્યાંથી બૂમ પાડી શકે? મારો મનનો ભ્રમ છે. પણ મા સિવાય મને ‘અંબુ’ કોઈ કહેતું ન હતું. એણે આત્મહત્યા કરી લીધી હતી. પતિ- પત્ની વચ્ચે ઝઘડા તો થતાં જ રહેતા હોય છે. મા મને શિખામણ આપતી હતી કે લગ્ન કરે પછી થોડું જતું કરવાની ભાવના રાખવાની. અંબિકા મા વિશે વિચારતી હતી ત્યારે ફરી નજીકથી ‘અંબુ... અંબુ...’ ની બૂમ આવી. એણે આખા ...Read More

12

ભૂતનો ભય - 12

ભૂતનો ભય ૧૨- રાકેશ ઠક્કરડાકણ મધ્યપ્રદેશની બોર્ડર પર પહોંચતાં જ વર્દન અને શ્રીનારીને રાતના અગિયાર વાગી ગયા હતા. એક નાનું ધાબું જોયું એટલે વર્દને કાર અટકાવી. બે કલાકથી એ કાર હંકારી રહ્યો હતો. આજે આખી રાત કાર ચલાવીને મધ્યપ્રદેશમાં પ્રવેશી જવાનું એનું આયોજન હતું. ધાબા પર એક વૃધ્ધ મહિલા ચા- બિસ્કીટ અને નાની- મોટી ચીજ વસ્તુઓ વેચતી હતી. વર્દને ત્યાં બેઠેલી એક વૃધ્ધાને પહેલાં જોઈ ત્યારે ડર લાગ્યો હતો. ફાનસના અજવાળામાં એનો ચહેરો કરચલીથી ભરેલો દેખાતો હતો. કોઈ રીતે સ્પષ્ટ વર્ણન થઈ શકે એવો ચહેરો ન હતો. શ્રીનારીએ તો કારમાંથી ઉતરવાનું જ ટાળ્યું:‘તું ચ્હા પીને આવ... હું અંદર જ ...Read More

13

ભૂતનો ભય - 13

ભૂતનો ભય ૧૩- રાકેશ ઠક્કરપૂર્વજન્મની કહાણી વારિતાને બીજી વખત મા બનવાની તક મળી ત્યારે એના મનમાં એક ભય વારંવાર મારતો હતો કે આ વખતે એવું નહીં થાય ને? પહેલી વખત મા બનવાની જે ખુશી અને ઉત્સાહ હતો એ નંદવાઈ ગયા પછી એક ડર સતત એને કોરી ખાતો હતો. પહેલી વખત એ ગર્ભવતી બની ત્યારે કેવા કેવા સપનાં જોયાં હતા. પેટમાં બાળકને કોઈ તકલીફ ન હતી. પણ જ્યારે સંતાન આ દુનિયામાં આવ્યું ત્યારે મૃત હાલતમાં આવ્યું. એ આવ્યું પણ ના આવ્યું જ કહી શકાય. વારિતા અને એની સાસુ જેનાબેનને આઘાત લાગ્યો હતો. કોઈને શું ડૉક્ટરને સમજાયું ન હતું કે એ ...Read More

14

ભૂતનો ભય - 14

ભૂતનો ભય ૧૪- રાકેશ ઠક્કરમૂન ટુ સન રોહલ રાત્રે પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યારે સામે એક સ્ત્રીએ હાથ કરી ઊભા રહેવા ઈશારો કર્યો. રોહલ એકલો જ હતો અને રોજ રાત્રે મોજમજા માટે નીકળી પડતો હતો. એકલી સ્ત્રીને જોઈ એની કામવાસના ભડકી ગઈ. એણે કારને બ્રેક મારી અને ઊભેલી સ્ત્રી તરફ એક નજર નાખી. એ ઇશારાથી એને લિફ્ટ આપવા કહી રહી હતી. એની બાજુમાં સ્કૂટર પડ્યું હતું. રોહલે વિચાર્યું કે આ સ્ત્રીનો ચહેરો જાણીતો કેમ લાગી રહ્યો છે? રાત્રે શરાબના નશામાં કોઈ ભ્રમ થઈ રહ્યો હશે એમ માની કારના ડાબા દરવાજાનો કાચ ખોલી મોકો ઝડપી લેવા પૂછ્યું:‘ક્યાં જવું છે?’ ...Read More

15

ભૂતનો ભય - 15

ભૂતનો ભય ૧૫- રાકેશ ઠક્કરપત્ની- સાળી નિમિલા અને રાગલની જોડી કોઈને પણ ઈર્ષા આવે એવી હતી. બંને સુંદર અને હતા. ભગવાને જાણે એમની જોડી એમના જન્મ સાથે જ નક્કી કરી રાખી હોય એમ બંનેના માતા- પિતાએ પોતાના સંતાન માટે લગ્નનો વિચાર કર્યો કે એમની કોઈ અગમ્ય કારણથી મુલાકાત થઈ ગઈ. પહેલી જ મુલાકાતમાં છોકરા- છોકરીએ એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કરી લીધાં એટલું જ નહીં પરિવારોને પણ આ જોડી યોગ્ય લાગી. બહુ ઝડપથી સગાઈ ગોઠવાઈ ગઈ. થોડા જ દિવસોમાં નિમિલા અને રાગલના લગ્નની શરણાઈ ગુંજવાની હતી. કુદરતને બીજું જ કંઇ મંજુર હતું. શરણાઈને બદલે માતમ છવાઈ ગયો અને મરસિયા ગાવા ...Read More

16

ભૂતનો ભય - 16

ભૂતનો ભય ૧૬- રાકેશ ઠક્કરછોડીશ નહીં... ‘હા હા હા....’ ત્રણેય બાજુથી નેપલીને રાક્ષસો જેવું હાસ્ય સંભળાઈ રહ્યું હતું. એ વાસનાગ્રસ્ત યુવાનો વચ્ચે ઝૂલી રહી હતી. આજે રોજની જેમ એ ગાયમાતા માટે ચારો-પાંદડા લેવા ગામની સીમ પાસે આવી હતી. આજે એને થોડું મોડું થઈ ગયું હતું. સૂર્ય ઢળી ગયો હતો. એને ખબર ન હતી કે એના જીવનમાં પણ અંધારું ઘોર થઈ જવાનું છે. એ ઘર તરફ ઉતાવળા પગલે જઈ રહી હતી ત્યારે બે બાઇક પર ગામના ત્રણ યુવાનો આવ્યા. એ ત્રણેયને ઓળખતી હતી. ગામના ઉતાર જ હતા. એક બાઇક પર જંગનની પાછળ બેઠેલા મુરાદે ઉતરીને એનું મોં દબાવી કમરથી પકડીને ...Read More

17

ભૂતનો ભય - 17

ભૂતનો ભય ૧૭- રાકેશ ઠક્કરભૂતનો અભિનય અભિમન્યુ સાચો કલાકાર હતો. એના માટે એમ કહેવાતું કે એ ‘અભિનયના અજવાળા પાથરતો એમાં પૂરી સચ્ચાઈ હતી. હજુ તો એકદમ યુવાન હતો અને એની પ્રતિભા એવી હતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટું પ્રદાન કરવાનો હતો. એને ફિલ્મોમાં સાઇન કરવા નિર્માતા- નિર્દેશકો પડાપડી કરતા હતા. પણ તે એક વખતમાં એક જ ફિલ્મ કરતો હતો. એની સાથે ફિલ્મ બનાવવા એક નિર્માતાએ દસ વર્ષ પછીની પણ તારીખો લઈ રાખી હતી. અભિમન્યુ આમ અકાળે ગુજરી જશે એની કોઈને કલ્પના ન હતી. વળી એણે અભિનયમાં પ્રાણ પૂરવા જીવ ગુમાવી દીધો એવું કદાચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી વખત બન્યું હતું. ફિલ્મના ...Read More

18

ભૂતનો ભય - 18

ભૂતનો ભય ૧૮- રાકેશ ઠક્કરબહેનનો પ્રેમ ઘરમાં કોઈને ખબર ન હતી કે દીપ્તા રોજ રાત્રે જમ્યા પછી ચાલવા જવાના પોતાનું પ્રેમ પ્રકરણ ચલાવી રહી છે. ઘરે જમ્યા પછી એનું પેટ ભરાઈ જતું હતું પણ એ એક કલાક સુધી એના પ્રેમી ચિતાક્ષ સાથે પેટ ભરીને પ્રેમની વાતો કરતી ત્યારે એનું દિલ ભરાતું હતું. દીપ્તાને ખબર ન હતી કે એના પ્રેમ પ્રકરણનો અંત બહુ જલદી આવી જવાનો છે. દીપ્તા હવે ચિતાક્ષ સાથે લગ્ન કરી લેવા માગતી હતી. પણ એને ખબર ન હતી કે ચિતાક્ષ એની સાથે ટાઇમપાસ કરી રહ્યો છે. દીપ્તા સાથે એણે પ્રેમનું નાટક જ કર્યું હતું. દીપ્તા પોતાના બંગલામાંથી ...Read More

19

ભૂતનો ભય - 19

ભૂતનો ભય 19 - રાકેશ ઠક્કર ભૂતની ચુંગલ શહેરમાંથી સ્ત્રીઓ ગૂમ થવાની ફરિયાદો વધી રહી હતી. પોલીસે રાત્રિની જેમ પેટ્રોલીંગ વધારી દીધું હતું. સ્ત્રીઓનું અપહરણ થતું હતું કે કોઈ પ્રેમમાં લલચાવી- ફોસલાવી લઈ જતું હતું એનો પોલીસને ખ્યાલ આવતો ન હતો. પોલીસ બરાબર મૂંઝાઇ હતી. પોલીસને ખબર ન હતી કે એક ભૂત શહેરની સ્ત્રીઓને પોતાનો શિકાર બનાવતું હતું. ભૂતે શહેરની સીમા પૂરી થાય અને ગામની સીમા શરૂ થાય ત્યાં બ્યુટીપાર્લર બનાવ્યું હતું. ભૂત ત્યાં નિત્યા નામની સ્ત્રીના રૂપમાં રહેતું હતું. દર પંદર દિવસે એને માનવ લોહી પીવાની જરૂરિયાત પડતી હતી. એ દર પંદરમા દિવસે કોઈ સ્ત્રી ગ્રાહકનું લોહી પીને ...Read More

20

ભૂતનો ભય - 20

ભૂતનો ભય ૨૦- રાકેશ ઠક્કરહંસા ડાકણ કોલેજમાં રજાઓ પડી ત્યારે અમોલ પોતાના મામા ગરીલાલને ત્યાં ગામમાં રહેવા આવ્યો હતો. છ વર્ષ સુધી એ ગામની સ્કૂલમાં જ ભણ્યો હતો. પછી શહેરમાં ભણવામાં અને બીજા ઈતર ક્લાસ કરવામાં એટલો વ્યસ્ત રહેવા લાગ્યો કે મામાના ઘરે આવી શક્યો ન હતો. એ ગરીલાલ મામાને ત્યાં પહોંચ્યો ત્યારે એને જોઈને આખો પરિવાર ખુશ થઈ ગયો હતો. મામા અને એમનો પરિવાર તો એમના શહેરના ઘરે આવતો જ હતો પણ એ પોતાના સ્કૂલના મિત્રોને મળી શક્યો ન હતો એટલે ખાસ ગામડે આવ્યો હતો. ઘણા વર્ષો પછી ભાણીયાને પોતાના ઘરે જોઈ આખો પરિવાર આનંદિત થઈ ગયો હતો. ...Read More

21

ભૂતનો ભય - 21

ભૂતનો ભય ૨૧- રાકેશ ઠક્કરલંબુ ભૂત અમરાગણ નામના જંગલના રસ્તામાં લંબુ ભૂત મળતું હોવાની વાયકા ફેલાઈ ગઈ હતી. રાત્રે રસ્તે જવામાં જોખમ ગણાતું હતું. બે રાજ્યની વચ્ચે આવેલું અમરાગણ જંગલ ટૂંકો રસ્તો ગણાતું હતું. જંગલમાંથી પસાર થતા રસ્તાના માર્ગે રાત્રે બહુ ઓછા લોકો જવાનું પસંદ કરતા હતા. જે નવા હોય અને જેમને આ રસ્તે ભૂત મળતું ન હોવાની જાણકારી હોય એ જ જતા હતા. લક્ષિતને કંપનીના કામથી પહેલી વખત બીજા રાજયમાં જવાનું થયું હતું. કંપનીએ લક્ષિતને મોકલવા એક કાર ભાડે લીધી હતી. જ્યારે કાર લક્ષિતને લઈને ઉપડી ત્યારે જ એણે કહી દીધું હતું કે જલદી પહોંચી જવાય એવો રસ્તો ...Read More

22

ભૂતનો ભય - 22

ભૂતનો ભય ૨૨- રાકેશ ઠક્કરમમ્મીનું મોત અંજસ અને અંબુજ નાનપણથી મિત્રો હતા. પહેલા ધોરણથી સાથે ભણતા આવ્યા હતા અને પણ સાથે કરી રહ્યા હતા. બંને જિગરજાન મિત્રો હતા એટલે એક સરખો અભ્યાસ કરી રહ્યા હતા. સમય પસાર થઈ રહ્યો હતો અને કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તારીખ આવી રહી હતી. બંને કોલેજની હોસ્ટેલમાં રહી સાથે જ અભ્યાસ કરતા હતા. બે દિવસ પછી પરીક્ષા શરૂ થવાની હતી. બંને સરસ તૈયારી કરી રહ્યા હતા. અંજસ રાત્રે પણ વધુ વાંચતો હતો એટલે અંબુજ પણ જાગતો હતો. અંજસ રાત્રે બે વખત કોફી બનાવતો હતો. પણ અંબુજને આજે મોડી રાત્રે ઊંઘ આવી ગઈ હતી. અડધી ...Read More

23

ભૂતનો ભય - 23

ભૂતનો ભય ૨૩- રાકેશ ઠક્કરઝાડ પરનું ભૂત આશાબેન પોતાના પુત્ર અમેજ સાથે ઘણા વર્ષો પછી ગામડે રહેવા આવ્યા હતા. એમના ભાઈનું ઘર હતું. પણ પતિના આકસ્મિક મૃત્યુ પછી અમેજને વધારે ભણાવવા એ શહેરમાં આવી ગયા હતા. એ પોતે નોકરી કરતા હતા અને અમેજને ભણાવતા હતા. એ કારણે ભાઈને ત્યાં રહેવા જવાનો સમય મળતો ન હતો. પ્રંસંગોપાત ગામડે જઇ આવતા હતા. અમેજ કોલેજ પૂરી કરી ચૂક્યો હતો અને હવે પરિણામની રાહ જોતો હતો. આશાબેન પણ દોડતી-ભાગતી જિંદગીથી કંટાળ્યા હતા એટલે એક અઠવાડિયું ભાઈને ત્યાં રહેવા જવાનો અને આસપાસમાં ફરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. અમેજને તો જૂના મિત્રો મળતા મજા આવી ...Read More