રાણીની હવેલી

(24)
  • 19.3k
  • 4
  • 9.7k

શિયાળાની કડકડતી ઠંડીની ઋતુ હતી. શેરીઓ એકદમ ખાલીખમ હતી. પહાડી વિસ્તારનાં ઉચ્ચપ્રદેશમાં વસતા આ નાનકડા નગરમાં શિયાળાની રાત્રીઓ કંઈક વધારે જ પડતી ઠંડી અને એટલી જ આહલાદક રહેતી. આવા સમયમા બહાર જવાને બદલે લોકો ઘરમાં પુરાઈ પરિવાર સાથે સમય વિતાવવાનુ અથવા બીજી મનપસંદ પ્રવૃત્તિ માં વ્યસ્ત રહેવાનુ પસંદ કરતાં. ક્યાંક ક્યાંક ગરમાગરમ નાસ્તાની લારીઓ પાસે શિયાળુ પ્રેમીઓ ભોજનનો આનંદ લૂંટી રહ્યા હતા. રાત્રિના લગભગ 12:00 વાગ્યા હશે અને મયંક પોતાના ઓરડામાં ભરાઈને નવલકથા વાંચી રહ્યો હતો. તેને હોરર નવલકથાઓ વાંચવાની ખૂબ મજા આવતી. તેનો ઓરડો ઓફિસ રૂમ જેવો લાગતો હતો. ઓરડાની દિવાલો આછા વાદળી રંગથી રંગાયેલી હતી. દિવાલ પર સુંદર વોલપેપર્‍સ લગાવેલા હતા જેની ફોટોગ્રાફી તેણે પોતે જ કરેલી હતી. દિવાલ પર સૌથી ડાબી બાજુ એક સુંદર આકર્ષક મુખાકૃતિ ધરાવતી સ્ત્રીનો પોરટ્રેટ હતો. તેની આંખો એટલી સુંદર હતી કે જાણે આપણને બીજી દુનિયામા લઈ જતી.શુ સાચે જ આવી સુંદર સ્ત્રીઓ દુનિયામા હશે! તેની બાજુમા અફાટ ફેલાયેલા કચ્છના સફેદ રણનો ફોટો હતો. ઓરડામાં એક ખૂણે ઓફીસની ડેસ્ક હતી જેના પર કોમ્પ્યુટર અને અમુક પુસ્તકો પડ્યા હતા. ટેબલ પર પગ લંબાવીને મયંક નવલકથા વાંચવામાં મગ્ન હતો. એવામાં ટેબલ ડેસ્ક પર રાખેલા લેન્ડલાઈન ફોનની ઘંટડી રણકે છે અને રાત્રીની શાંતિમાં ખલેલ પહોંચે છે.

1

રાણીની હવેલી - 1

story about a photographer and the opportunity he gets to show his photography skills and how this journey gradually into a scary adventure and memories of love from past. ...Read More

2

રાણીની હવેલી - 2

આજથી લગભગ દોઢસો થી બસ્સો વર્ષ પહેલાની વાત છે. રાણીની હવેલી ત્યારે ધનરાજ નામના માલેતુજારે ખરીદી હતી. ધનરાજ પાસે પૈસા હતા. ધનરાજને ભૌતિક જગત અને એશોઆરામ પ્રત્યે બહુ લગાવ હતો. તેણે કોઇ રાજવી પાસેથી ખંડેર હાલતમાં આ હવેલી ખરીદી હતી. સામાન્ય રીતે ધનરાજને આવી પુરાણી મિલકત ખરીદવામાં કોઇ રસ ન લેતો પણ આ હવેલીની જગ્યા એટલી સુંદર હતી કે હવેલી તેના મનમાં વસી ગઈ હતી. હવેલી ખરીદ્યા બાદ પાણીની જેમ પૈસા વહાવી હવેલીને નવુ રૂપ આપ્યુ હતુ. ઈન્‍ટેરિયર ડિઝાઈન માટે દૂર દૂર થી આર્કિટેક્ટ બોલાવી મોંઘાદાટ ફેરફાર કરાવ્યા હતા. આ ખંડેર હવેલી ખરીદવાનું બીજુ કારણ ધનરાજની છોકરી હતી - ...Read More

3

રાણીની હવેલી - 3

ભાગ – 3 “આ નેહા પણ કમાલ છે. ક્યારનો ફોન કરુ છુ પણ ફોન જ નથી ઉપાડતી.” મયંક રોસ મનમાં બબડ્યો. તેના ચહેરા પર કંટાળાના ભાવો હતાં. “હું એકલો જ અંદર જાઉ છું” મયંક મનોમન બબળે છે અને હવેલીની અંદર તરફ પ્રયાણ કરે છે. તે જેવો હવેલીની અંદર પ્રવેશ કરે છે તેવો જાણે કે તેના મનને કાંઈક વિચિત્ર અનુભવ થયો હોય તેવુ લાગે છે. તરત જ તેને પ્રથમ વિચાર હવેલી વિશે સાંભળેલી પ્રેતકથાઓ વિષેનો આવે છે અને થોડો ડરનો અનુભવ થાય છે. તે આજુબાજુ નજર કરે છે. હવેલી સાચે જ બિહામણી લાગતી હતી. તરત જ આ વિચાર મનમાંથી ખંખેરીને ...Read More

4

રાણીની હવેલી - 4

જ્યારે મિસ્ટર સેનનો ફોટોશૂટ માટે નેહાને ફોન આવ્યો હતો ત્યારે સંજોગવસાત નેહા હવેલીમાં જ હતી. હવેલીની અંદર નહીં પણ વિસ્તારમાં જે હવેલીનો જ એક ભાગ મનાય છે. હવેલીનો સંપૂર્ણ હિસ્સો લોકો માટે પ્રતિબંધિત નહી હોતાં અમુક વિસ્તાર લોકો માટે ખુલ્લો રખાયો છે. આથી ક્યારેક અમુક લોકો ત્યાં ફરવા માટે આવતાં. નેહા તેની બહેનપણી સાથે ત્યાં આવી હતી અને અચાનક જ જાણે તેના કિસ્મત ખુલી ગયા હોય તેમ મિસ્ટર સેનનો ફોન તેના પર આવ્યો હતો અને નેહાએ ખૂશીથી તકનો સ્વીકાર કર્યો હતો. પરંતુ નેહાને ત્યારે ખબર ન હતી કે તેને મયંક સાથે કામ કરવું પડશે. મયંકને તે લાંબા સમયથી ઓળખતી ...Read More

5

રાણીની હવેલી - 5

નૈતિકા ઘરે એકલી હતી. રાત્રીનો સમય હતો. મયંક હજી સુધી ઘરે આવ્યો ન હતો. નૈતિકા ક્યારનીય એકલી એકલી કંટાળી અને કંટાળો દૂર કરવા મેગેઝીન વાંચી રહી હતી. નૈતિકાએ મયંક ને બે ત્રણ વાર ફોન કર્યા હતા પણ મયંકે એક પણ ફોનના જવાબ આપ્યા ન હતા. થોડી ગુસ્સે થઈ અને મનમાં બે ત્રણ ગાળો બોલી નૈતિકા ફરી મેગેઝીન વાંચવામાં વ્યસ્ત થઈ ગઈ હતી. જ્યારે નૈતિકાને ખબર પડી હતી કે ના પાડ્યા છતાં પણ મયંકે હોરર ફોટોગ્રાફીવાળો પ્રોજેક્ટ લીધો છે ત્યારે તેણી ખૂબ ગુસ્સે થઈ હતી. નૈતિકાતો એટલી ગુસ્સે થઈ હતી કે તેણીએ મયંકને ઘર છોડીને જતી રહેવાની ધમકી આપી હતી ...Read More