અઘોર આત્મા

(3.5k)
  • 106.7k
  • 196
  • 48.7k

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ નવલકથા) (ભાગ-૧) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- જેવી મેં મારા સિલ્ક ગાઉનની દોરીની ગાંઠ છોડી કે એક ભયાનક વીજળીનો કડાકો થયો. મેં થરથરતા હાથે ધીમેધીમે મારું ગાઉન મારા શરીરેથી અળગું કરી નાખ્યું. એ સાથે જ વાદળો ગર્જના કરવા માંડ્યા. એનાથી સર્જાયેલા ચમકારાઓમાં આસપાસનો નિર્જન વિસ્તાર ક્ષણવાર માટે પ્રકાશિત થઈ ઊઠ્યો. મેં મારા અંતઃવસ્ત્રો પણ એક પછી એક ઉતારી નાખ્યા. વરસાદના ફોરાંઓથી હળવે હળવે પલળી રહેલું મારું સંપૂર્ણ નિર્વસ્ત્ર શરીર અંધારી રાતમાં પણ ઝગારા મારી રહ્યું હતું. એ ઝગારામાં મેં જોયું કે અંગારક્ષતિએ પોતાના મજબૂત બાવડાથી પકડેલા કોદાળી-પાવડાથી

Full Novel

1

અઘોર આત્મા

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ નવલકથા) (ભાગ-૧) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- જેવી મેં મારા સિલ્ક ગાઉનની દોરીની ગાંઠ છોડી કે એક ભયાનક વીજળીનો કડાકો થયો. મેં થરથરતા હાથે ધીમેધીમે મારું ગાઉન મારા શરીરેથી અળગું કરી નાખ્યું. એ સાથે જ વાદળો ગર્જના કરવા માંડ્યા. એનાથી સર્જાયેલા ચમકારાઓમાં આસપાસનો નિર્જન વિસ્તાર ક્ષણવાર માટે પ્રકાશિત થઈ ઊઠ્યો. મેં મારા અંતઃવસ્ત્રો પણ એક પછી એક ઉતારી નાખ્યા. વરસાદના ફોરાંઓથી હળવે હળવે પલળી રહેલું મારું સંપૂર્ણ નિર્વસ્ત્ર શરીર અંધારી રાતમાં પણ ઝગારા મારી રહ્યું હતું. એ ઝગારામાં મેં જોયું કે અંગારક્ષતિએ પોતાના મજબૂત બાવડાથી પકડેલા કોદાળી-પાવડાથી ...Read More

2

અઘોર આત્મા (ભાગ - ૨)

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ નવલકથા) (ભાગ-૨ કઠોર તપસ્યા) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : ----------------------- (ભાગ-૧ માં આપણે જોયું કે... અંગારક્ષતિએ કબરમાંથી કાઢેલું મડદું જોઈ મારી આંખો ભરાઈ આવી. એ તિમિર હતો - તિમિરનું મૃત શરીર. મને અફસોસ હતો કે જીવતેજીવ મેં એને અતૃપ્ત રાખ્યો હતો. અને હવે એના મૃત્યુ બાદ આજે... વિધિ અનુસાર મેં મડદાને પણ મારી માફક નિર્વસ્ત્ર કરવા માંડ્યું. કીડા-ઈયળોએ તિમિરના પાર્થિવ શરીરને ફોલી ખાવાનું શરુ કરી દીધું હતું. એક સડેલી તીવ્ર દુર્ગંધ મારા નાકમાં ઘૂસી ગઈ. હવે મારે અઘોરપંથની સંભોગ-સાધનાની ક્રિયા અનુસાર મડદાની કમરના ભાગ ઉપર ઘોડો કરીને ઘૂંટણિયે બેસવાનું ...Read More

3

અઘોર આત્મા (ભાગ-૩) ચાંડાલ ચોકડી

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ નવલકથા) (ભાગ-૩ ચાંડાલ ચોકડી) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : ----------------------- (ભાગ-૨ માં આપણે જોયું કે... અઘોરી અંગારક્ષતિએ જણાવ્યું કે જેની સાથે મેં થોડી ક્ષણો પહેલાં જ સંભોગ-સાધના કરી હતી એ નાગવંશનો યુવાન નાગેશ હતો. નાગલોકના અધિપતિ ચંદ્રમણિને એની દીકરી સાથેના એના પ્રેમસંબંધની જાણ થતાં, અદાવતમાં એનું કરુણ મોત નીપજ્યું હતું. અંગારક્ષતિએ કબ્રસ્તાનની હવામાં જંગલી પશુનું ગરમ રક્ત ઉડાડીને મને તિમિરનો ચહેરો બતાવ્યો અને મને એક નાગકન્યામાં પરિવર્તિત કરી દીધી. પછી એણે શરત મૂકી કે મારે મારી કાયાના કામણથી નાગમણિ મેળવવાનો જેનાથી તિમિરને મૃતાત્માલોકમાંથી પાછો પામવાની અઘોર સાધના પાર પાડી ...Read More

4

અઘોર આત્મા (ભાગ-૪) નર-બલિ

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ નવલકથા) (ભાગ-૪ : નર-બલિ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : ----------------------- (ભાગ-૩ માં આપણે જોયું કે... ચાંડાલ ચોકડી બનાવીને ભદ્રકાલીની ગુફામાં જવા માટે મને ત્રણ વિદેશી યુવક—યુવતીઓ મળી ગયાં હતાં. એમને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા માટેનો મસાલો પૂરો પાડવા માટે મેં એમને જંગલમાં અઘોરીઓની સૃષ્ટિમાં લઈ જવાનું નક્કી કર્યું. તેઓ મને પણ એક પ્રેતાત્મા – ભટકતી આત્મા સમજી રહ્યાં હશે એમ વિચારીને મને હસવું આવી ગયું... હવે આગળ...) ---------------- દૂર જંગલના ઊંડાણમાંથી મંત્રોચ્ચારનો બિહામણો અવાજ ગૂંજી રહ્યો હતો. ‘મા કાલી... મા ભૈરવી...’નો ઘોઘરા અવાજવાળો નારો ગૂંજયો, ને એના જવાબમાં- ‘મા ...Read More

5

અઘોર આત્મા (ભાગ-૫) પ્રેતનું પ્રતિબિંબ

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ નવલકથા) (ભાગ-૫ : પ્રેતનું પ્રતિબિંબ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૪ માં આપણે જોયું કે... મા કાલભૈરવીને ભોગ ચઢાવાઈ રહ્યો હતો. આઠ-દસ જેટલી સ્ત્રીઓ શરીર ઉપર કશું પણ પહેર્યા વગર પહોળા પગ કરીને ધૂણતી ઊભી હતી. પડછંદ કાયા ધરાવતા મુખ્ય અઘોરીએ વજનદાર તલવાર હવામાં ઉગામી, અને એક તેજ ઝાટકા સાથે પાડાની ગરદન ઉડાવી દીધી. હું સંપૂર્ણપણે અનાવૃત્ત થઈ ગઈ. વાઘ-વાઘણે કોઈ પશુનો નહિ, માણસનો શિકાર કર્યો હતો મારું હૃદય ધબકારા ચૂકી ગયું. એ ત્રણેય મૃત વ્યક્તિઓ પેલા ત્રણ વિદેશીઓ જ હતાં જેમની સાથે લાંબા સમયથી હું... હવે આગળ...) ...Read More

6

અઘોર આત્મા (ભાગ-૬) કલ્પ્રિત ઈચ્છા

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૬ : કલ્પ્રિત ઈચ્છા) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૫ માં આપણે જોયું કે... મારી નજર સમક્ષ એક ઘટાદાર વડનું વ્રુક્ષ ડોલવા લાગ્યું, ધ્રૂજવા લાગ્યું. એ વિશાળ વડની લાંબી વડવાઈઓ મારા શરીર ફરતે વીંટળાઈ વળી. મારી છાતી ફરતે વીંટળાયેલી વડવાઈઓ ધીરેધીરે મારા ગાઉનની અંદર મારી સુવાળી છાતી ઉપર સરકવા માંડી હતી. અંગારક્ષતિએ છોડેલી દુષ્ટાત્મા કલ્પ્રિતની ઈચ્છા મારા ભરાવદાર જિસ્મ સાથે સંભોગ કરવાની હતી. લાકડાના પગથિયાં નીચે એક વિશાળ ભોંયરું હતું. આયનાના કાચને સ્પર્શવા માટે લંબાયેલો મારો હાથ સીધો ફ્રેમના પોલાણમાં પેસી ગયો. ત્યાં કાચ નહિ, ફક્ત ફ્રેમ ...Read More

7

અઘોર આત્મા (ભાગ-૭) રક્તચિત્ર

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૭ : રક્તચિત્ર) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : --------------------- (ભાગ-૬ માં આપણે જોયું કે... મારી ગરદન ઉપર કોઈકના ગરમ શ્વાસનો ભીનો સ્પર્શ હું અનુભવી રહી હતી. હું જેને આયનામાં મારું પ્રતિબિંબ સમજી રહી હતી એ દરઅસલ તપસ્યા જ હતી, મારી બીજી આવૃત્તિ. દૂર એક ઝાડ ઉપર મેં એક કાળો ધાબળો ઓઢેલી સ્ત્રી જેવી આકૃતિ જોઈ. ગળે ફાંસો ખાઈને એણે આત્મહત્યા કરી લીધી. અંગારક્ષતિને દીકરાના મૃત્યુ પછી પણ એને મરદ બનાવવાના અભરખા હતા. હું મારી સગી આંખોએ મને પોતાને જ નિર્વસ્ત્ર થતી જોઈ રહી હતી. એક મૃત અને સાવ ...Read More

8

અઘોર આત્મા (ભાગ-૮) શિવારાધના

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૮ : શિવારાધના) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : --------------------- (ભાગ-૭ માં આપણે જોયું કે... કલ્પ્રિત પેલી પૂતળી તપસ્યા ઉપર સંપૂર્ણપણે ઝૂકી ગયો હતો. મારી કમર નીચે જાણે કે ગરમગરમ સીસું રેડાયું હોય એવી બળતરા ઊઠી. અંગારક્ષતિએ મને એ દાયરામાંથી દૂર એકાંતમાં ફંગોળી દીધી હતી. તિમિરનો અસ્પષ્ટ ચહેરો એ પથરીલી દીવાલ ઉપર ઉપસી રહ્યો હતો. મારા રક્તથી મારે એ ચહેરાને ચિતરવાનો હતો, તો એ દીવાલની કેદમાંથી મુક્ત થઈ શકાય એમ હતું. મેં મારી ભરાવદાર જાંઘ ઉપર કાચના ટુકડાથી ચીરા મૂકવા માંડ્યા. લોહીના ફૂવારા ઉડી રહ્યા હતા. જયારે કલ્પ્રિતના હોઠના ...Read More

9

અઘોર આત્મા (ભાગ-૯) ઉઘાડી પીઠ

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૯ : ઉઘાડી પીઠ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૮ માં આપણે જોયું કે... કોઈપણ સંજોગોમાં એ પૂતળીને વેદીમાં હોમી દેતા કલ્પ્રિતને અટકાવવાનો હતો. પુસ્તકમાં એ બધું હૂબહૂ વર્ણવ્યું હતું જે મારી સાથે ઘટી રહ્યું હતું. તિમિરે બીલીપત્રો તોડીતોડીને શિવલિંગ ઉપર પધરાવવા માંડ્યા. કલ્પ્રિતનો વિકૃત અને દુષ્ટ આત્મા કાળું ગંધાતું વાદળું બનીને આકાશ ભણી એક ચક્રવાતની ઝડપે ઉડી ગયો. પુસ્તક મારી જ કથની બયાન કરતું હતું. અને કાલા ડુંગરની તળેટી તરફ આવેલી ભદ્રકાલીની અવાવરુ ગુફાનો નિર્દેશ કરી રહ્યું હતું... હવે આગળ...) ---------------- અમે પાંચેય જણ ભારે દુવિધામાં ...Read More

10

અઘોર આત્મા (ભાગ-૧૦) અગોચર વિશ્વ

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૦ : અગોચર વિશ્વ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૯ માં આપણે જોયું કે... એ યુવતીની સંપૂર્ણપણે ખૂલ્લી પીઠ ઉપર એના શરીરથીયે લાંબો ચોટલો જમીન ઉપર સાપની જેમ વક્રાકારે ફેલાયેલો હતો. મારી આસપાસ કાળા પાણીમાં સર્વત્ર મડદાં તરી રહ્યાં હતાં. મારા વસ્ત્રો મારા શરીરેથી અળગાં થઈને પાણીના વહેણમાં તણાઈ ચૂક્યા હતા. પરંતુ, નદી પાર કર્યા સિવાય મારાથી કાલા ડુંગર પહોંચી શકાય એમ ન હતું, મેં કાળા-ગંદા-ગંધાતા પાણીની સપાટી નીચેથી જોયું કે તિમિર પેલી યુવતીની પીઠ ઉપર પોતાનો હાથ પસવારી રહ્યો છે. દરેક તસવીરો મારી સાથે બની રહેલી ...Read More

11

અઘોર આત્મા - ૧૧ પ્રેતનો પડછાયો

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૧ : પ્રેતનો પડછાયો) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૧૦માં આપણે જોયું કે... ઉઘાડી પીઠવાળી ચૂડેલ નાગલોકના યુવક નાગેશ તથા તિમિરના અકસ્માત અને મૃત્યુની ચોંકાવનારી વિગતો આપે છે. એમના મૃતદેહોને કયા કારણસર કબરમાં દફનાવી દેવાયા હતા એનું પણ ભય પમાડી દે એવું વર્ણન કરે છે. મારું મૃત્યુ મારા બાળપણમાં જ થયું હોવાનું અને મને મૃતાત્માલોક પાસેથી એક સોદો કરીને ફરીથી જીવિત કરાઈ હોવાનું જણાવે છે. અગોચર વિશ્વનો પ્રતિનિધિ કોણ હશે? મારી દુનિયામાં કયા આશયથી એ પ્રવેશશે? -એવા અનેક પ્રશ્નાર્થો મૂકીને એ ચૂડેલ પીપળાના વૃક્ષ ઉપરથી આકાશ ભણી ...Read More

12

અઘોર આત્મા - ૧૨ બર્ફીલો બાહુપાશ

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૨ : બર્ફીલો બાહુપાશ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૧૧માં આપણે જોયું કે... અઘોરી અંગારક્ષતિ એની સાધના ‘બિલ્લી-વિધિ’ દરમ્યાન બિલાડીની આંખ ચાવી જાય છે, એનું રક્ત પીએ છે. ચૂડેલ માટે કાલી વિદ્યા કરીને જણાવે છે કે જ્યાં સુધી એ બિલાડી જીવિત રહેશે ત્યાં સુધી પ્રેતયોનીમાં ભટકતા એના દીકરાનો આત્મા એક કાળા પડછાયાનું રૂપ ધારણ કરી શકશે. મૃતાત્માલોકનો એ પ્રતિનિધિ વીસ-બાવીસ વર્ષની ઉત્તેજના લઈને તપસ્યાને ભોગવવા માટે કાલી ખાડીમાંથી બહાર નીકળે છે અને તપસ્યાને ઘોર જંગલના એક અવાવરુ કોટેજમાં લઈ જાય છે. એના સંભોગથી તપસ્યાના પેટમાં મૃતાત્માનો ગર્ભ ...Read More

13

અઘોર આત્મા-૧૩ ચૂડેલનો ચોટલો

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૩ : ચૂડેલનો ચોટલો) લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : --------------------- (ભાગ-૧૨માં આપણે જોયું કે... તપસ્યા પ્રેત લોકોની દુનિયામાં પ્રવેશે છે જ્યાં અનેક વિક્ષુબ્ધ આત્માઓનો જાણે કે મેળાવડો લાગ્યો હતો. એક યુવાન તપસ્યાને સંપૂર્ણપણે નિર્વસ્ત્ર કરીને લીલાછમ ઘાસમાં સૂવડાવી દે છે. પછી એના શરીર સાથે વીંટળાઈ વળે છે. તપસ્યાને પોતાના શરીરે બરફના પહાડ જેવો ઠંડોગાર ભરડો અનુભવાઈ છે, જાણે કે બરફીલો બાહુપાશ! કાળો પડછાયો જણાવે છે કે આવતીકાલની મધરાત તપસ્યા સાથેની એની ‘મધુરજની’ બનવા માટે થનગની રહી છે... હવે આગળ...) -------------- જે યુવાન મારા નગ્ન શરીરને વીંટળાઈ રહ્યો હતો – ...Read More

14

અઘોર આત્મા-૧૪ સહશયન

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૪ : સહશયન) લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com (ભાગ-૧૩માં આપણે જોયું કે... તપસ્યાનાં યાદ કરતાં જ તિમિર તથા વિદેશી મિત્રો એક વાવાઝોડા સાથે ત્યાં હાજર થઈ જાય છે. એનાં ભૂતકાળમાં પ્રવેશીને મેગી એક રહસ્ય જાણી લાવે છે. તપસ્યાએ પ્રેતના સંભોગથી બચવા માટે ચૂડેલનો ચોટલો કાપી લઈને પોતાના વાળમાં લગાવવો, તેમજ એ કાળા પડછાયાની ક્ષમતા ઘટાડવા માટે તિમિર તથા મેગીએ મધુરજનીના બેડ ઉપર સહશયન કરવું અનિવાર્ય હતું... હવે આગળ...) -------------- ‘તિમિર અને મેગી જો કાળા પડછાયાએ સજાવેલા એ બેડ ઉપર એકબીજા સાથે સહશયન કરે તો એ પ્રેતની ક્ષમતા ઘટી ...Read More

15

અઘોર આત્મા-૧૫ - પરકાયા પ્રવેશ

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૫-પરકાયાપ્રવેશ) લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૧૪માં જોયું કે... પોતાના અંતઃવસ્ત્રો ઉતારીને મેગી તિમિરની બાહોમાં સમાઈ જાય છે. બીજી તરફ, ધારદાર હાડકાની અણી વડે શેન એક કાળા-મોટા ઉંદરનું ગળું ચીરીને એના રક્ત વડે તથા માંસના લોચાઓ વડે કુંડાળાની કિનારી સજાવે છે. વિલી ચૂડેલને કૂંડાળામાં લાવીને એનો ચોટલો અગનજવાળાઓ વચ્ચે ધરીને એના માથાથી અલગ કરી નાખે છે. મધરાત થતાં પ્રેતયોનીનો પ્રતિનિધિ નિર્વસ્ત્ર તપસ્યા ઉપર સવાર થઈ જાય છે. ચૂડેલ પાસેથી છીનવી લીધેલા ચોટલાની તાકાત તેમજ તિમિર-મેગીનાં સહશયનથી પડછાયાની શક્તિ હણાઈ ચૂકી હોય છે. તપસ્યાનાં ભૂતકાળમાં પ્રવેશ કરીને તાગ ...Read More

16

અઘોર આત્મા - ૧૬ મૈથુન-બલિદાન

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૬ મૈથુન-બલિદાન) લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- આપણે જોયું કે... મેગી જણાવે છે કે પ્રેતયોનિમાંથી આવેલો કાળો પડછાયો એની ચૂડેલ મા પાસે પોતાની બલિનો હિસાબ માગશે, ને ફરી એક વાર તપસ્યા સામે ઉપસ્થિત થશે. કાલા ડુંગરની તળેટી તરફ જતાં તપસ્યા તથા તેના પ્રેત-મિત્રો જુએ છે કે અઘોરી એક સળગતી ચિતામાંથી મૃતદેહોને બહાર ખેંચી રહ્યો છે. અડધા બળી ચૂકેલા મૃતદેહવાળી યુવતીની હવસ સંતોષાતા જ એ યુવકના શેકાયેલા મૃતદેહની છાતી અને જાંઘ ઉપરનું માંસ આરોગવા માંડે છે. કર્કશ અવાજમાં એ મૃત યુવતી જણાવે છે કે એ પોતે જ અઘોરી ...Read More

17

અઘોર આત્મા-૧૭ શૃંગાર સરોવર

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૭ શૃંગાર સરોવર) લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com (ભાગ-૧૬માં આપણે જોયું કે... અઘોરી અંગારક્ષતિ જણાવે છે કે શક્તિશાળી જીવન જીવવા માટે અઘોપંથમાં મૈથુન અને બલિદાન આવશ્યક છે. સમૂહમાં મંત્રોચ્ચાર કરી રહેલા અઘોરીઓ રક્ત ભેળવેલો સોમરસ પીને મદમસ્ત બની ચૂક્યા હતા. વશીકરણ થયું હોય એમ ખૂલ્લા અને વિશાળ વક્ષઃસ્થળ ધરાવતી આદિવાસી યુવતીઓ પોતાની કમર તથા નિતંબોને લટકમટક કરાવતી નૃત્ય કરી રહી હતી. અઘોરીઓ સામૂહિક મૈથુન-સાધના કર્યાં બાદ યુવતીઓનાં બલિદાન માટે તીક્ષ્ણ હાડકા લઈને એમના પેટ-ગરદનમાં ઘોંચી રહ્યા હતા... હવે આગળ...) -------------- વાસનામય સિસકારાઓથી ગૂંજી રહેલી કાલા ડુંગરની તળેટી હવે ...Read More

18

અઘોર આત્મા-૧૮ ભદ્રકાલી ગુફા

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૮ ભદ્રકાલી ગુફા) લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com (ભાગ-૧૭માં આપણે જોયું કે... તપસ્યાનો હાથ પકડીને તિમિર એને શૃંગાર સરોવરના ઊંડા પાણીમાં ખેંચી જાય છે. આંખો ખોલીને તપસ્યાએ જોયું તો એનાં સંપૂર્ણ વસ્ત્રો શરીરેથી અળગાં થઈને પાણીમાં હિલોળા લઈ રહ્યાં હતાં. એ વલયાકારે ઘૂમીને ચારેય દિશાઓમાંથી ચરમસીમાની અનુભૂતિ કરવા માંડી. ઘનઘોર ઝાડીઓની પેલે પાર તેમણે જોયું કે કાલિકા માતાની રૌદ્ર સ્વરૂપની લગભગ સિત્તેર ફૂટ જેટલી ઉંચી મૂર્તિ એક વિશાળ ચટ્ટાનમાંથી કોતરીને બનાવવામાં આવી હતી. તિમિર જણાવે છે કે કાલિકા માતાનાં વિશાળ મુખની નજીક પગથિયાં જેવી રચના જણાય છે જે ...Read More

19

અઘોર આત્મા-૧૯ માયાવી માનવપક્ષીઓ

(ભાગ-૧૮માં આપણે જોયું કે... તપસ્યાનાં સૌંદર્યવાન શરીરને ભોગવવાની ઈચ્છા ધરાવનારો અને એ ગર્ભથી અવતરેલા બાળકની બલિ ચઢાવીને બદલો લેવાના જોવાવાળો કાળો પડછાયો કચડાયેલી હાલતમાં પડ્યો હતો. કાલિકા માતાનાં પ્રકોપ હેઠળ એની કાળી શક્તિ મૃતઃપાય થઈ ચૂકી હતી. અબીલ-ગુલાલમિશ્રિત જળપ્રવાહ ચૂડેલ મા અને પ્રેતાત્માના પ્રતિનિધિ દીકરા ઉપર પડતાં જ લાલ-પીળો ધૂમાડો ઉત્પન્ન થાય છે. ચંદનની ભીની-મીઠી સુગંધવાળી ધૂમ્રસેર ઉંચે આકાશ તરફ ઊઠવા માંડે છે. શેનની ઉદાસીનતા દૂર કરવા તપસ્યા એને બાહુમાં સમાવી લઈને એના હોઠ ચૂમીને સાંત્વના આપે છે. ત્યાર બાદ ચાંડાલ-ચોકડી ભદ્રકાલીની ગુફામાં પ્રવેશતાં જ જુએ છે કે માયાવી માનવપક્ષીઓ અર્ધનગ્ન અવસ્થામાં અંધકારમાં ઊડી રહ્યાં છે... હવે આગળ...) -------------- ...Read More

20

અઘોર આત્મા-૨૦ સર્પદંશ

અઘોર આત્મા (ભાગ-૨૦ સર્પદંશ) (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) લેખક : ધર્મેશ ગાંધી --------------------- (ભાગ-૧૯માં આપણે જોયું કે... માનવપક્ષીઓ બંને યુવતીઓનાં જુવાન સાથે અડપલાં કરી રહ્યા હતા. મેગીને નિર્વસ્ત્ર કરીને એની ઉપર તૂટી પડ્યાં હતાં. એટલામાં જ અઘોરી અંગારક્ષતિ ત્યાં પ્રગટ થાય છે. પશુના રક્ત અને ચિતાની રાખથી એક મિશ્રણ બનાવીને અંગારક્ષતિ એ તિમિર, વિલી અને મેગીનાં કપાળે ચોપડે છે. જેથી ત્રણેય પ્રેતાત્માઓ એક નિયત કાળ માટે મનુષ્યરૂપમાં પરિવર્તિત થઈ જાય છે. પરંતુ, અઘોરી ચેતવણી પણ આપતો જાય છે કે એમણે મનુષ્યને પજવતી દરેક પીડા તથા વેદનાનો પણ સ્વીકાર કરવો પડશે... હવે આગળ...) ------------- અમને અંદેશો આવી ગયો હતો કે નવી મુસીબતો ...Read More

21

અઘોર આત્મા-૨૧ પૂર્ણાહુતિ

અઘોર આત્મા (ભાગ-૨૧ પૂર્ણાહુતિ) (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) લેખક : ધર્મેશ ગાંધી --------------------- (ભાગ-૨૦માં આપણે જોયું કે... તિમિરના મોંમાંથી સફેદ ફીણ રહ્યું હતું. લગભગ છ ફૂટ લાંબો એક સાપ પથરીલી જમીન ઉપરથી સરકતો જંગલી વેલાઓ ઉપર ચઢી રહ્યો હતો કે જેણે તિમિરને દંશ દીધો હતો. તાંત્રિક જેવો લાગતો એક વ્યક્તિ સુખડની પેટીમાંથી ‘સર્પમણિ’ બહાર કાઢીને તિમિરના સર્પદંશવાળા અંગૂઠા ઉપર મૂકે છે, અને તે એકાએક અદ્રશ્ય થઈ જાય છે. ગુફામાં ઓચિંતો જ પ્રગટ થયેલો અઘોરી અંગારક્ષતિ તપસ્યાને નાગવંશના યુવક નાગેશ સાથે પૂર્ણ કરેલી એની સંભોગ-સાધના યાદ કરાવે છે... હવે આગળ...) ------------- કબ્રસ્તાનની એ મધરાત યાદ આવતાં જ મારું આખું શરીર ધ્રૂજી ઊઠ્યું! ...Read More