ખોફ.

(552)
  • 62.8k
  • 39
  • 38.5k

રાતના બાર વાગ્યા હતા. મહાબલેશ્વરના એક બંગલામાં પાર્ટી ચાલી રહી હતી. એચ. કે. કૉલેજની ફૂટબોલ ટીમના કૅપ્ટન ટાઈગરે ફૂટબોલ ટુર્નામેન્ટમાં પોતાની ટીમની જીતની ખુશાલીમાં પાર્ટી આપી હતી. પાર્ટી પુરબહારમાં ચાલી રહી હતી. ડાન્સ ચાલતો હતો, ખાણું ખવાતું હતું, પીણાં પીવાતા હતા. આ પાર્ટીમાં અઢાર વરસની ખૂબસૂરત મંજરી પોતાની કૉલેજની બેનપણીઓ માયા અને સુરભિ સાથે સામેલ હતી. તેઓ ત્રણેય પોતાના બૉયફ્રેન્ડ સાથે અહીં આવી હતી. અત્યારે મંજરી પોતાના બૉયફ્રેન્ડ પ્રિન્સ સાથે ડાન્સ કરી રહી હતી, તો ખૂણા પરના ટેબલ પર માયા પોતાના બૉયફ્રેન્ડ રણજીત તો સુરભિ પોતાના ફ્રેન્ડ શેખર સાથે મજાક-મસ્તીમાં મશગૂલ હતી. ‘ચાલો ! અમે તમારા માટે ડ્રીન્ક લઈ આવીએ.’ કહેતાં રણજીત ઊભો થયો, એટલે શેખર પણ ઊભો થઈને રણજીત સાથે કાઉન્ટર તરફ ચાલ્યો. કાઉન્ટર પાસે પહોંચીને શેખર ઠંડા પીણાંના ત્રણ ગ્લાસ ભરવા માંડયો, તો રણજીતે આસપાસમાં નજર દોડાવી. કોઈ નજીકમાં નહોતું. કોઈનું ધ્યાન તેમની તરફ નહોતું. રણજીતે ખિસ્સામાંથી એક નાની બૉટલ કાઢી. બૉટલમાં કૅફી-નશીલી દવા હતી. પીનારને મદ-મસ્ત કરી દેવા, પીનારના સાન-ભાન ભુલવાડી દેવા માટે આ દવાના ત્રણ-ચાર ટીપાં જ પૂરતા હતા.

Full Novel

1

ખોફ - 1

એચ. એન. ગોલીબાર 1 રાતના બાર વાગ્યા હતા. મહાબલેશ્વરના એક બંગલામાં પાર્ટી ચાલી રહી હતી. એચ. કે. કૉલેજની ફૂટબોલ કૅપ્ટન ટાઈગરે ફૂટબોલ ટુર્નામેન્ટમાં પોતાની ટીમની જીતની ખુશાલીમાં પાર્ટી આપી હતી. પાર્ટી પુરબહારમાં ચાલી રહી હતી. ડાન્સ ચાલતો હતો, ખાણું ખવાતું હતું, પીણાં પીવાતા હતા. આ પાર્ટીમાં અઢાર વરસની ખૂબસૂરત મંજરી પોતાની કૉલેજની બેનપણીઓ માયા અને સુરભિ સાથે સામેલ હતી. તેઓ ત્રણેય પોતાના બૉયફ્રેન્ડ સાથે અહીં આવી હતી. અત્યારે મંજરી પોતાના બૉયફ્રેન્ડ પ્રિન્સ સાથે ડાન્સ કરી રહી હતી, તો ખૂણા પરના ટેબલ પર માયા પોતાના બૉયફ્રેન્ડ રણજીત તો સુરભિ પોતાના ફ્રેન્ડ શેખર સાથે મજાક-મસ્તીમાં મશગૂલ હતી. ‘ચાલો ! અમે તમારા ...Read More

2

ખોફ - 2

2 સવારના સવા સાત વાગ્યા હતા. ગઈકાલ અડધી રાતના પોતાની મોટી બહેન આરસી અને એની બેનપણીઓ પાયલ અને વૈભવી રીતના ગાયબ થઈ ચૂકી છે, એ ભયાનક હકીકતથી બેખબર નીલ આરસીના બેડરૂમના દરવાજે પહોંચીને ઊભો રહ્યો. ‘ઠક-ઠક !’ દરવાજે ટકોરા મારતાં નીલે બૂમ પાડી : ‘આરસી ! શું તમે લોકો જાગી ગયાંં ? ! ચાલો, મમ્મી તમને નાસ્તા માટે બોલાવી રહી છે !’ અંદરથી કોઈ જવાબ સંભળાયો નહિ, એટલે ‘હું અંદર આવું છું !’ કહેતાં નીલ દરવાજો ધકેલીને બેડરૂમમાં દાખલ થયો. તેની નજર પલંગ પર પડી. પલંગ પર આરસી કે એની કોઈ બેનપણી નહોતી. નીલે બાથરૂમ તરફ જોયું. બાથરૂમના બંધ ...Read More

3

ખોફ - 3

3 કબાટમાંના અરીસામાં પચીસ વરસ પહેલાં ગૂમ થયેલી મંજરીની લાશ દેખાતાં જ આરસીએ ડરીને પોતાના બન્ને હાથ વચ્ચે ચહેરો દીધો હતો, અને એ સાથે જ મંજરીની લાશ આરસીની એકદમ નજીક આવીને ઊભી રહી ગઈ હતી. અત્યારે બંધ આંખે બેઠેલી આરસી થર-થર કાંપી રહી હતી. મંજરીની લાશ બે પળ આરસી સામે તાકી રહી અને ત્રીજી પળે તો પાછી અદૃશ્ય થઈ ગઈ. બીજી પળ-બે પળ પછી આરસીએ ભગવાનનું નામ લેતાં પોતાના ચહેરા આગળથી હાથ ખસેડયા અને સામેના કબાટના દરવાજા પાછળના અરીસા સામે જોયું. તેને મંજરીની લાશ દેખાઈ નહિ, પણ ત્યાં જ તેના કાને ધમ્‌ એવો અવાજ પડયો. તેના મોઢેથી પાછી ચીસ ...Read More

4

ખોફ - 4

4 ‘ગોલ્ડ સ્પાના’ સ્ટીમ રૂમમાં વિરાજ સાથે ભયાનક ઘટના બની રહી હતી ! સ્ટીમ રૂમના વાતાવરણને કન્ટ્રોલ કરતા પૅનલ આંકડાઓ આપમેળે વધી ગયા હતા, અને સ્ટીમ રૂમમાંની ગરમી એટલી હદે વધી ગઈ હતી કે, અંદર સ્ટીમ બાથ લેવા માટે ગયેલા વિરાજની ચામડી બળવા માંડી હતી, તેના શરીર પરથી ચામડી ઊતરડાવા માંડી હતી ! અને આ હકીકતથી બિલકુલ બેખબર સ્પાની સંચાલિકા સોનિયા અત્યારે પણ પોતાના બૉયફ્રેન્ડ સાથે મોબાઈલ ફોન પર ગપ્પાં લડાવી રહી હતી ! તે ખિલખિલ હસી રહી હતી. એક પછી એક મિનિટો પસાર થઈ રહી હતી. આઠ...નવ અને દસ મિનિટ પૂરી થઈ. સોનિયાએે સ્ટીમ રૂમના ટાઈમરમાં દસ મિનિટનો ...Read More

5

ખોફ - 5

5 રોમાના ડાબા ગાલમાંથી એક પછી એક કાળા કરોળિયા નીકળવા માંડયા, એટલે પીડાભરી ચીસ પાડતી, રડતી-કકળતી રોમા બાથરૂમમાંથી બહાર અને બેડરૂમના દરવાજા તરફ દોડી, ત્યાં જ તેનો પગ પલંગની ધાર સાથે અફળાયો, તેણે ગડથોલિયું ખાધું. ફટ્‌ કરતાં તેનું માથું બાજુની દીવાલ પાસે પડેલા ડ્રેસિંગ ટેબલના અરીસા સાથે અફળાયું. ખનનનનન્‌....કરતાં અરીસો ફૂટયો અને એના કાચ રોમાના કપાળમાં ખૂંપી ગયાં. રોમાની પીડાભરી ચીસોથી દીવાલો ધ્રૂજી ઊઠી. તે જમીન પર પટકાઈ. તેના કપાળમાંથી લોહી વહેવા માંડયું. તો હજુ પણ રોમાના ડાબા ગાલ પરના ઘામાંથી એક પછી એક કાળા કરોળિયા નીકળવાના તો ચાલુ જ હતા. અત્યાર સુધીમાં સો-દોઢસો કરોળિયા નીકળીને રોમાના શરીર પર ...Read More

6

ખોફ - 6

6 આરસીને પોતાના જમણા પગની ચામડી કીડા-મકોડા જેવા કોઈ જીવ-જંતુ ખાઈ ગયા હોય એમ ઊતરડાઈ ગયેલી દેખાઈ એટલે તે ઊઠી હતી. અત્યારે તે ભયથી ચીસ પાડવા ગઈ, પણ જાણે તેની જીભ તાળવા સાથે ચોંટી ગઈ. તે ચીસ પાડી શકી નહિ. તેણેે ડાઈનિંગ ટેબલની તેની સામેની ખુરશી પર બેઠેલા નીલ તરફ જોયું અને નજરથી જ તે નીલને પોતાની હાલત સમજાવવા ગઈ, ત્યાં જ અચાનક જ તેની નજર સામે કોઈ ફિલ્મનું દૃશ્ય દેખાવા માંડેે એમ તેની નજર સામે એક યુવતીની-મંજરીની લાશ તરવરી ઊઠી ! મંજરીની લાશ કોઈ મોટી પેટી કે મોટા પટારામાં પડી હતી ! ! એની આંખો ફાટેલી હતી અને ...Read More

7

ખોફ - 7

7 પોતાની સામે આંખો ફાટેલી-માથેથી લોહી નીકળતી મંજરીની લાશ ઊભેલી જોઈને મોહિત હેબતાઈ ગયો. હમણાં..., હમણાં થોડીક વાર પહેલાં મંજરીની લાશ તેની કારના બૉનેટ સાથે અથડાઈ હતી ને તેની કાર નીચે કચડાઈ હતી અને પછી આશ્ચર્યજનક રીતના ગૂમ થઈ ગઈ હતી. એ જ..., હા, મંજરીની એ જ લાશ અત્યારે ઝાડ પાછળથી બહાર નીકળીને તેની સામે આવીને ઊભી રહી ગઈ હતી એટલે મોહિત થીજી ગયો ! તે ફાટેલી આંખે ઘડી-બે ઘડી મંજરીની લાશ સામે જોઈ રહ્યો, અને પછી જીવ બચાવવા, ભાગી છુટવા માટે તે પોતાની કાર તરફ વળ્યો, ત્યાં જ તેની કારનું એન્જિન આપમેળે ચાલુ થયું ! કારની હેડલાઈટ ચાલુ ...Read More

8

ખોફ - 8

8 આરસીની નજર સામે બંધ પટારામાંથી બહાર નીકળવા માટે પટારા સાથે હાથ-પગ અફળાવી રહેલી મંજરીનું દૃશ્ય તરવરી ઊઠ્યું. અને ચોથી પળે, અત્યારે આરસીના કાને નીલનો સવાલ અફળાયો : ‘આરસી ! શું થયું, આરસી ? !’ અને આ સાથે જ આરસીની નજર સામેથી મંજરીવાળું દૃશ્ય દૂર થઈ ગયું. તેણે જોયું તો નીલ તેની સામે સવાલભરી નજરે જોતો ઊભો હતો. ‘નીલ !’ આરસીની આંખો ભીની થઈ : ‘મને મંજરીના હીબકાં સંભળાયાં, અને...અને એ બંધ પટારામાંથી બહાર નીકળવા ધમપછાડા કરતી હોય એવું દૃશ્ય દેખાયું.’ આરસીએ કહીને પૂછ્યું : ‘નીલ ! મને એ સમજાતું નથી કે, મને પચીસ વરસ પહેલાં ગૂમ થયેલી મંજરી ...Read More

9

ખોફ - 9

9 સાંજના છ વાગ્યા હતા. નીલ પોતાના બેડરૂમમાં કૉલેજની બુક વાંચી રહ્યો હતો, ત્યાં જ બેડરૂમનો દરવાજો ખૂલ્યો અને અંદર આવી. આરસીના ચહેરા પર ચિંતાના વાદળાં ઘેરાયેલાં હતાં. નીલે બુકમાંથી નજર અદ્ધર કરીને આરસી સામે જોયું. ‘નીલ !’ આરસીએ નીલની બાજુની ખુરશી પર બેઠક લેતાં ચિંતાભર્યા અવાજે કહ્યું : ‘મને રૉકીની ચિંતા થઈ રહી છે.’ ‘મને પણ ચિંતા થઈ રહી છે, આરસી ! પણ આપણે શું કરી શકીએ ?’ કહેતાં નીલે પાછી પોતાની નજર બુકમાં નાખી. ‘નીલ !’ આરસીએ નીલના હાથમાંથી બુક ઝૂંટવી લીધી : ‘મને લાગે છે કે રૉકીના પપ્પા ટાઈગરે રૉકી સામે જુઠ્ઠાણું ચલાવ્યું છે. હકીકતમાં એ ...Read More

10

ખોફ - 10

10 રૉકી થરથર કાંપતાં, પલંગ નીચેથી બહાર નીકળેલા ચામડી ઊતરડાયેલા, લાંબા-લાંબા નખવાળા બેે હાથ તરફ જોઈ રહ્યો. ‘ક..ક..કોણ છે !’ રૉકીના હોઠે આ સવાલ આવ્યો, પણ ડર અને ગભરાટથી તેની જીભ તાળવા સાથે ચોંટી ગઈ હતી, એટલે તેના મોઢેથી આ સવાલ નીકળી શકયો નહિ, તે ફાટેલી આંખે પલંગની નીચેની તરફ જોઈ રહ્યો. ધીરે-ધીરે કોણી સુધીના બન્ને હાથ બહાર નીકળ્યા અને પછી પલંગ નીચેથી એક ચહેરો બહાર આવ્યો. એ ચહેરો મંજરીનો હતો ! કપાળેથી લોહી નીકળતો, આંખો ફાટેલી મંજરીનો ચહેરો ! મંજરીનો ભયાનક ચહેરો જોતાં જ આ વખતે રૉકીના મોઢેથી ડરભરી ચીસ નીકળી ગઈ. હવે મંજરી, મંજરીનું પ્રેત પલંગ નીચેથી ...Read More

11

ખોફ - 11

11 ‘ડ્રેસિંગ ટેબલ પર પડેલો પટારા આકારનો જ્વેલરી બૉકસ આપમેળે કેવી રીતના હલબલ્યો ? આખરે એ પટારામાં શું છે !’ એવા સવાલ સાથે પટારા તરફ આગળ વધેલી આરસી અત્યારે પટારા પાસે પહોંચી. તે પળ વાર પટારા સામે જોઈ રહી, પછી તેણે પટારા તરફ હાથ આગળ વધાર્યો. તેનો હાથ કંપ્યો. તેણે પટારાનું ઉપરનું ઢાંકણું ખોલવા માટે એને હાથ લગાવ્યો, ત્યાં જ એકદમથી જ તેની નજર સામે જાણે કોઈ ફિલ્મના દૃશ્યની જેમ કોઈ મોટા હૉલ જેવા ભોંયરાનું દૃશ્ય તરવરી ઊઠયું. એ ભોંયરામાં લાકડાની તૂટેલી બૅન્ચો, ટેબલ-ખુરશી વગેરે જેવા ભંગાર સાથે ખૂણામાં લાકડાનો એક ખાસ્સો મોટો પટારો પડયો હતો. પટારો બંધ હતો. ...Read More

12

ખોફ - 12

12 એચ. કે. કૉલેજમાં આવેલા કૉલેજના મૅગેઝિન કાર્યાલયના કૉમ્પ્યુટરમાં, પચીસ વરસ પહેલાં ગૂમ થયેલી મંજરીના બૉયફ્રેન્ડનો ફોટો તેમજ એ નીચે લખાયેલી એ બૉયફ્રેન્ડ વિશેની માહિતી વાંચીને ચોંકી ઊઠેલો નીલ પાગલની જેમ કૉલેજની બહારની તરફ દોડી ગયો હતો. અત્યારે નીલ પોતાની કાર પાસે પહોંચ્યો, ત્યારે તે રીતસરનો ધ્રુજતો હતો. ‘મંજરીના બૉયફ્રેન્ડ વિશેની માહિતી માનવામાં આવે એવી નહોતી !’ તે કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠો. ‘આરસી પણ આ જાણીને જબરજસ્ત આંચકો ને આઘાત પામશે !’ વિચારતાં તેણે કાર ચાલુ કરી અને ઘર તરફ દોડાવી મૂકી. ત્યારે આ તરફ, માયાના ઘરે માયા આરસીને તાકી રહી હતી. ‘‘...મંજરી એવું ઈચ્છે છે કે, તું ...Read More

13

ખોફ - 13

13 કાળા લાંબા કોટ અને માથે કૅપ પહેરેલી એ વ્યક્તિએ નીલના ચહેરા પર પ્લાસ્ટિકની થેલી પહેરાવી દીધી હતી અને શ્વાસ રૂંધાય એ રીતના પકડી રાખી હતી. જ્યારે જમીન પર પડેલો અને એ વ્યક્તિના પગ નીચે દબાયેલો નીલ બન્ને હાથથી પોતાના ચહેરા પરની એ થેલી કાઢી નાંખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ એમાં તે નિષ્ફળ નીવડી રહ્યો હતો ! એ વ્યક્તિએ નીલના ચહેરા પર કાળા રંગની થેલી પહેરાવેલી હતી, એટલે તેને આ રીતના કોણ ગુંગળાવી મારી નાંખવા માંગતું હતું એ દેખાતું નહોતું. કદાચ થેલી ટ્રાન્સ્પરન્ટ-આરપાર જોઈ શકાય એવી હોત તો પણ નીલ એ વ્યક્તિનો ચહેરો જોઈ શકયો ન હોત. કારણ ...Read More

14

ખોફ - 14

14 એચ. કે. કૉલેજના ભોંયરાના એ રૂમમાં, પટારાની અંદર પડેલી મંજરીની ખવાઈ ગયેલી લાશ જોઈને આરસીના મોઢેથી ચીસ નીકળી અને એ સાથે જ અત્યારે આરસીની નજર સામે ફિલ્મના દૃશ્યની જેમ, પચીસ વરસ પહેલાંનું દૃશ્ય તરવરી ઊઠયું.... ....મંજરી એક યુવાન સામે ઊભી હતી. એ યુવાનનો ચહેરો દેખાતો નહોતો. એ યુવાને મંજરીને બન્ને ખભા પાસેથી પકડીને પોતાની તરફ ખેંચી. મંજરીએ એ યુવાનના હાથમાં બચકું ભર્યું. એ યુવાને મંજરીના ગાલ પર જોરદાર તમાચો ઝીંકી દીધો. મંજરી પાછળની તરફ ગબડી. એનું માથું પાછળ પડેલા ટેબલ સાથે અફળાયું, અને બીજી જ પળે મંજરી જમીન પર પટકાઈ. મંજરીની આંખો ફાટેલી રહી ગઈ. મંજરીના કપાળેથી લોહી ...Read More

15

ખોફ - 15

15 આરસી સ્મશાનમાં લાકડાં ગોઠવીને, એની પર મંજરીની ખવાઈ ગયેલી લાશ મૂકવા જતી હતી, ત્યાં જ તેને પોતાની પીઠ કોઈકના પગલાંનો અવાજ સંભળાયો. તેનો જીવ ગળે આવી જવાની સાથે જ તેણે ફુદરડીની જેમ પાછળ ફરીને જોયું, કોઈ નહોતું. ફકત સન્નાટો હતો. આરસી મંજરીના પ્રેતને જોઈ ચુકી હતી અને અત્યારે તે મંજરીની લાશનો અંતિમસંસ્કાર કરવા આવી હતી, ત્યારે તેણે મનમાં હિંમત ભરી રાખી હતી એટલે, બાકી બીજું કોઈ હોત ને આટલી રાતના એને સ્મશાનમાં આ રીતના પગલાંનો અવાજ સંભળાયો હોત ને પછી કોઈ દેખાયું ન હોત તો એણે પાછું વળીને જોવા રોકાયા વિના ઘર ભણી દોટ જ મુકી હોત ! ...Read More

16

ખોફ - 16

16 પોતાના સાવકા પિતા અમોલના હાથમાંથી બચવા માટે દોડેલી આરસીને ઝાડ પાછળથી કોઈ મજબૂત હાથે પકડીને પોતાની તરફ ખેંચી આરસીના મોઢેથી ચીસ નીકળી ગઈ. તેને પકડી લેનાર એ મજબૂત હાથે તેને પોતાના તરફ ફેરવીને તેના મોઢા પર એવો ઝન્નાટેદાર તમાચો ઝીંકયો કે તે દૂર ધકેલાઈને જમીન પર પટકાઈ. તેના મોઢેથી પીડાભરી ચીસ નીકળી જવાની સાથે જ તેણે એ મજબૂત હાથવાળા માણસ તરફ જોયું. -એ માણસે કાળો લાંબો કોટ અને માથે કાળી કૅપ પહેરી હતી. એેણે કૅપ એવી રીતના પહેરી હતી કે એનો ચહેરો દેખાતો નહોતો. આરસીએ એ માણસ પરથી નજર હટાવીને ડાબી બાજુ, એ માણસની બાજુમાં આવીને ઊભેલા અમોલ ...Read More

17

ખોફ - 17 - છેલ્લો ભાગ

17 અમોલે આરસીના માથા પર મારેલા લાકડાના ફટકાએ આરસીના શરીરમાંની શકિત નિચોવી નાંખી હતી અને એટલે તે ચિતા પર આંખે અમોલ તરફ જોતી પડી હતી. તો અમોલે સળગતું લાકડું ચિતા તરફ આગળ વધારી દીધું હતું. અત્યારે અમોલ ચિતાને અગ્નિ આપવા ગયો, ત્યાં જ તેના કાને માયાની વૅનનો હોર્ન અફળાયો. તેનો સળગતા લાકડાવાળો હાથ અટકી ગયો. તેણે વૅન તરફ જોયું તો વૅનની હેડ લાઈટ લબક-ઝબક, ચાલુ-બંધ થઈ રહી હતી અને હોર્ન વાગવાનું પણ ચાલુ હતું. વૅનની ડ્રાઈવિંગ સીટ પર કોઈ બેઠું હોય એવું લાગતું હતું. ‘માયા ! તું ગમે તેટલા હોર્ન વગાડીશ, પણ આટલી રાતના અહીં તને કે આ આરસીને ...Read More