સિદ્ધાંત

(6)
  • 10.4k
  • 0
  • 3.9k

( સિદ્ધાંત સરની ઓફિસ .... દસમા ધોરણનો વિદ્યાર્થી તેના પિતા સાથે સિદ્ધાંત સર ને મળવા ઓફિસમાં આવે છે ) વિદ્યાર્થી નમન : નમસ્તે સર, આ મારા પપ્પા છે મહેન્દ્રભાઈ , તે આપની સાથે વાત કરવા માંગે છે. સિદ્ધાંત સર : જી બોલો મહેન્દ્રભાઈ : સર આપે નમન ના ટ્યુશન માટે કહેવડાવ્યું હતું . સર મારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી કે હું નમન ના ટ્યુશન પાછળ ઘણો ખર્ચો કરી શકું , આમ તો નમન જાતે બધી તૈયારીઓ સરસ રીતે કરી લે છે પણ એને ગણિતમાં થોડી તકલીફ પડે છે. જો તમે ફી થોડી ઓછી કરી આપો સાહેબ તો એનું ગણિત પણ સરસ તૈયાર થઈ જાય બસ હું એના માટે જ તમને મળવા આવ્યો છું સાહેબ મને 10000 ફી પૂછાય તેમ નથી સાહેબ સિદ્ધાંત સર : જુઓ નમન આમ તો હોશિયાર જ છે પણ એને ગણિતમાં થોડી તકલીફ પડે છે એટલે જ મેં એને ટ્યુશન માટે કહ્યું છે અને મને એના ઉપર જીવ બળે છે એટલે , મને માફ કરજો પણ ફી માં કંઈ થઈ શકશે નહીં . અરે મારી ફી તો માત્ર દસ હજાર રૂપિયા છે ઘણા તો આનાથી પણ વધારે ફી લે છે. મહેન્દ્રભાઈ : હા સર તમારી વાત સાચી છે પણ હું વધારે ખર્ચો કરી શકું તેમ નથી તો જો તમે સમજીને થોડું કરી આપો તો......

1

સિદ્ધાંત - 1

સીન - ૧ ( સિદ્ધાંત સરની ઓફિસ .... દસમા ધોરણનો વિદ્યાર્થી તેના પિતા સાથે સિદ્ધાંત સર ને મળવા ઓફિસમાં છે ) વિદ્યાર્થી નમન : નમસ્તે સર, આ મારા પપ્પા છે મહેન્દ્રભાઈ , તે આપની સાથે વાત કરવા માંગે છે. સિદ્ધાંત સર : જી બોલો મહેન્દ્રભાઈ : સર આપે નમન ના ટ્યુશન માટે કહેવડાવ્યું હતું . સર મારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી કે હું નમન ના ટ્યુશન પાછળ ઘણો ખર્ચો કરી શકું , આમ તો નમન જાતે બધી તૈયારીઓ સરસ રીતે કરી લે છે પણ એને ગણિતમાં થોડી તકલીફ પડે છે. જો તમે ફી થોડી ઓછી કરી આપો સાહેબ ...Read More